૨. સ્વાધિષ્ઠાન ચક્રઃ
આ ચક્રનું સ્થાન મૂલાધારથી ૩ ઇંચ ઉપર Coccyx અને Sacrum ની વચ્ચે હોય છે, તે સ્વનું અધિષ્ઠાન કહેવાય છે તેને ૬ પાંખડીઓ ૬૨ શાખાઓ, જલતત્ત્વ અને નારંગી રંગનું હોય છે તેનાં દેવતા શ્રીહરિ અને બે ચહેરાવાળા લક્ષ્મીદેવી રાકીનીરૂપે હોય છે. તેનું ચિન્હ મગર છે.
સ્વાધિષ્ઠાન ચક્ર જાતીય અવયવો, પ્રજનનઅવયવો, મૂત્રપિંડ અને મૂત્રાશય સાથે સંકલિત છે. અહીં સર્જનની ઇચ્છા અને સંવેદનો હોય છે. તે આનંદ, પ્રજનન અને જાતીયતા પ્રગટાવે છે. સ્વાધિષ્ઠાન ચક્ર, વર્તમાન જન્મનાં અવચેતનનું સ્થાન પણ છે. અહીં કર્મો સક્રિય થાય ત્યારે તેને શુદ્ધ કરવાની તક રહેલી છે. ભૂલો અને નબળાઈઓ આ ચક્રમાં રહેલી હોય છે પરંતુ ઉચ્ચ ચૈતન્યવિકાસની તક પણ અહીં જ મળે છે.
જો આ ચક્ર ખુલ્લું હોય તો વ્યક્તિ ઉદારમતવાદી અને વેવલાવેડા વગરનો હોય છે. તે પ્રેમસબંધોમાં જુસ્સાદાર હોય છે. તેને જાતીયતા વિષે કોઈ છોછ નથી હોતી. પરંતુ જો આ ચક્ર મંદ હોય તો તે પ્રભાવહીન બને છે.
૩. મણીપૂરચક્રઃ
આ ચક્ર નાભિની નીચે આવેલ છે. તેને ૧૦ ભૂરા રંગની પાંખડીઓ, પીળા રંગનાં વર્તુળમાં લાલ ત્રિકોણ સાથે હોય છે. ત્રિકોણ બહાર ૩ સ્વસ્તિક સાથેનું અગ્નિતત્ત્વ, શિવનાં રુદ્ર સ્વરૂપવાળું તેમજ ત્રણ ચહેરાવાળા લાકીની દેવીનું સ્થાન છે. અગ્નિ પાડા પર સવાર એવા ચિન્હવાળું 52 આરાવાળું હોય છે આ ચક્ર વર્તમાન કર્મો સબંધિત છે. તે પ્રબળ ઇચ્છાશક્તિ, વ્યક્તિગત શક્તિ, નિષ્ઠા તેમજ કાર્ય પૂરું કરવાની ખેવના, ભૂખ અને પોષણ સાથે સંબંધ ધરાવે છે. લીવર, સ્વાદુપિંડ, સ્પ્લીન, પિત્તાશય, એડ્રેલીન ગ્રંથિ સાથે સંબંધિત છે. મણીપૂર ચક્ર આત્મવિશ્વાસ અને ગૌરવ પ્રગટાવે છે. જો મંદ હોય તો તે વ્યક્તિ ખચકાટ, મૂંઝવણ અનુભવે છે અને જો વધુ સક્રિય હોય તો તે નિષ્પક્ષ અને આક્રમક હોય છે. અહીં આત્મસાક્ષાત્કારયાત્રા અડધી પતી જાય છે.