અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૧૪

લેખ ૧૪ / ૨૮ · 24 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

જય સચ્ચિદાનંદ! એટલે કીધું આપણને કે જે દિવ્ય પુરુષ છે તે પરમાત્માને પામે. એટલે જે કોઈ માનવ છે, માણસ છે, મનુષ્ય દેહની અંદર આવી ચૂકેલો છે; એને પોતે દૈવી સંપત્તિ પહેલા ભેગી કરવાની, પછી દિવ્ય બનવાનું, દિવ્ય પુરુષ બનવાનું, ઇન્દ્રિયોમાં દૈવત પેદા કરવાનું, એને સ્થાપિત કરવાનું, સ્થિર કરવાનું, ફાઇનલ સ્ટેજમાં દિવ્ય પુરુષ બનવાનું અને એ દિવ્ય પુરુષ છે તે જ પરમાત્મા સાથે યોગ કરી શકે; બીજું કોઈ કરી શકે નહીં. માટે પરમાત્માની પ્રાપ્તિનું વિધાન છે અને એના માટે નિયત ક્રિયાનું આચરણ—કે જે યોગ ક્રિયા છે, જે જ્ઞાન ક્રિયા છે. એટલે કીધું કે, "નિરંતર મારું સ્મરણ કર." કેવી રીતે? તો કે યોગ ધારણામાં સ્થિર રહીને. યોગ ધારણા છે, આમ કરનારો દિવ્ય પુરુષ પરમાત્માને પ્રાપ્ત કરે છે; જે ક્યારેય ભૂલાતા નથી. અહીં અંત સમયે કેવી રીતે યાદ આવશો, એ પ્રશ્નનું અહીંયા નિરાકારણ થયું.

હવે આગળ ચાલીએ. વેદવિદ એટલે અવિદિત તત્વ જે બોલાયું નથી એ. જેના વિશે એવું તત્વ અવિદિત, જેના વિશે કશું બોલી નથી શકાતું; એવું તત્વ અવિદિત પ્રત્યક્ષ જાણનારા લોકો જે પરમપદને 'અક્ષરમ' એટલે કે અક્ષય કહે છે. વિરક્ત મહાત્માઓ જેમાં પ્રવેશ પામવા માટે પ્રયત્નશીલ હોય છે. સંસાર ભાવથી વિરક્ત થયો છે, સંસારથી નથી થયો એવો મહાત્મા એ પ્રવેશ પામવા માટે પ્રયત્નશીલ હોય છે, સતત ઉદ્યમ કર્યા જ કરતો હોય છે. એનો, "હું શુદ્ધઆત્મા છું" એનું ચાલુને ચાલુ. જે પરમપદને ઈચ્છનારા બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યનો અર્થ માત્ર જનનેન્દ્રિયનો નિગ્રહ હરગેજ નથી; પણ 'બ્રહ્મ આચરતી સબ્રહ્મચારી'. મતલબ બાહ્ય સંબંધોથી મનમાંથી ત્યાગી દેવાના અને બ્રહ્મનું નિરંતર ચિંતન અને સ્મરણ, એને બ્રહ્મચર્ય કહેવાય; જે બ્રહ્મનું દર્શન કરાવી, એમાં સ્થાન આપી અને પછી શાંત કરી દે છે.

આટલું મહત્વ છે અને એટલા માટે કરવાનું છે. પરંતુ આ આચરણથી ઇન્દ્રિય સંયમ જ નહીં, સમગ્રતયા સંયમશીલ બની જાય છે ત્યારે તો દિવ્યતા બને ને? શીલ, સમાધિ, પ્રજ્ઞા; આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે છે, જે હૃદયમાં રાખવા ધારણ કરવા યોગ્ય એ પદ કહીશ. હવે ભગવાન આગળ પ્રશ્ન પૂછે છે કે એ પદ કયું? કેવી રીતે પ્રાપ્ત કરવું? ફરી ભગવાન કહે છે, "બધી ઇન્દ્રિયોનો સંયમ કરીને, વાસનાઓથી અલગ રહીને, મનને હૃદયમાં સ્થાપીને"—મતલબ ધ્યાન હૃદયમાં જ ધરી શકાય છે, બહાર નહીં. બાહ્ય પૂજન પણ નહીં, આ બધી વસ્તુઓ ના ચાલે. પ્રાણ એટલે કે અંતઃકરણના કાર્યોનો મસ્તકમાં જ નિગ્રહ કરવાનો. મસ્તકમાં મતલબ આ પોતાનો પોતાનામાં જ નિગ્રહ કરી રોકી રાખવાનું છે. વૃત્તિ બહાર ભાગે છે, તમારે એને કાબુમાં રાખવાની છે; બસ આ જ. તો નિગ્રહ કરીને, યોગ ધારણામાં સ્થિર થઈને તમે આ કામ કરી શકો.

જે પુરુષ 'ૐ ઇત્યેકાક્ષરં બ્રહ્મ' એટલું જ જે અક્ષય બ્રહ્મનો પરિચય કરાવનાર છે, તેનો જપ અને મારું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરી જાય છે; દેહ દેહાધ્યાસ એનો પૂરો થઈ જાય છે, "દેહ હું છું" એવી ભાવનાનો લય થઈ જાય છે. એટલે એવા ભાનનો પણ હંમેશ માટે એ એક જ વખત જશે, એ પૂરો થવો જોઈએ; એ થઈ જશે તે પુરુષ ઉત્તમ ગતિને પામે. દેહ દેહાધ્યાસ ગયો એટલે તમે પરમાત્મા, સીધી વાત બસ! અને જ્યાં સુધી 'હું' છે અને 'છું' છે, ત્યાં સુધી તો હજી તો ત્યાં જ; કારણ કે છે જ ભાઈ તું, તું બોલે જ છે કે તું જ છે. અને પરમાત્મા જે છે એને ક્યાંય કોઈ જગ્યાએ બોલ્યો? કોઈ દિવસ કોઈને કશું કીધું કે, "હું છું, વ્યાપક છું, અનંત છું"? આપણે એને સમજવા માટે થઈને આ બધી વસ્તુઓ કરી રહ્યા. બોલબોલ કરવાની વાત નથી કે આ બધું, પણ એ આપણી ભાવનામાં આવે, અંદર ઉતરે માટે.

આપણે તો વાસ્તવમાં જે છે એ બોલતો નથી અને જે નથી એ બોલ બોલ કર્યા કરે. જો આ વાત, આ કેવી શું કહેવાય? અવળચંડાઈ કહેવાય કે ના કહેવાય? તો પછી એનું પરિણામ શું આવે? સંસાર ભોગવ્યા કે ભાઈ ભરપેટ, ફળનું ફળ આયા જ કરશે, આયા જ કરશે; એટલે એ ચાલ્યા કરે. શ્રીકૃષ્ણ યોગેશ્વર પરમ તત્વમાં સ્થિત મહાપુરુષ હતા, સદગુરુ હતા. તેમણે બતાવ્યું કે ઓમ એ અક્ષય બ્રહ્મનો પરિચય કરાવનાર છે; તું એનો જપ કર અને મારું ધ્યાન ધર. પ્રાપ્તિમાં દરેક મહાપુરુષનું નામ એ જ હોય છે. શું નામ હોય છે એનું? ઓમ! પ્રાપ્તિ થઈ ગઈ પછી એને બીજું કઈ બોલવાનું નહીં, ઓમ એમ બોલાય, બોલાવાય. પણ હવે એ જ કક્ષાનો મહાપુરુષ બીજા મહાપુરુષને જ્યારે મળે કે જુવે કે વાતચીત કરે ફિઝિકલમાં કે પછી પરામાં, ઓમ મોકલે; પેલો સામે એને ઓમ મોકલે. એ જમાનામાં હેલો-હેલો નહોતા કરતા બધા, ઓમ બોલતા; એટલે પ્રાપ્તિમાં દરેક મહાપુરુષનું નામ એ જ હોય છે, જેને એ પ્રાપ્ત છે.

જેમાં એનો વિલય છે એટલે પોતે શું પ્રાપ્ત કર્યું છે અને શેમાં એ લય પામી ગયા છે, એ બંને વસ્તુઓ એ હંમેશા દર્શાવતા હોય, પોતાના વર્તનથી બતાવતા હોય. એટલે નામ ઓમનું બતાવ્યું અને રૂપ પોતાનું બતાવ્યું. યોગેશ્વરે કૃષ્ણ કૃષ્ણ જપવાનો નિર્દેશ નથી કર્યો, પણ સમય જતા ભાવુક લોકોએ એમનું નામ જપવાનું શરૂ કર્યું. હવે એમની શ્રદ્ધા છે, તો એનું ફળ બી એમને મળે છે; અને એ ફળ તો પાછો આપનાર કોણ છે? પરબ્રહ્મ પોતે છે. ભગવાન શિવે પણ રામ શબ્દ જપવા પર ભાર મૂક્યો: "રમંતે યોગીન યસ્મિન સ રામ". રા ઓર મ કે બીચમે કબીરા રહા લુટાય. રા અને મ, આ બે અક્ષરની વચ્ચે કબીર પોતાના મનને રોકવામાં સક્ષમ બની ગયા. 'રામ', આ 'રા' નો આ પૂરો થાય છે અને 'મ' હજી બહુ દૂર છે; વચ્ચેની જગ્યામાં કબીરા લટકી ગયા, પરબ્રહ્મમાં પહોંચી ગયા. શ્રીકૃષ્ણ ઓમ પર ભાર મૂકે છે.

ઓમ એટલે કે સત્તા મારી અંદર છે, બહાર અંદર ક્યાંય શોધવા ના લાગીએ. ઓમ જ પરમ સત્તાનો પરિચય કરાવીને શાંત થઈ જાય. હકીકતમાં પ્રભુના તો અનંત નામ છે, પરંતુ જપ કરવા માટે એક નામ સાર્થક છે; જે નાનું હોય, શ્વાસમાં ભળી જાય અને એ એક જ પરમાત્માનો બોધ કરાવતું હોય. આથી ભિન્ન ભિન્ન અનેક દેવી-દેવતાઓની અવિવેકપૂર્ણ એવી કલ્પનાઓમાં અટવાઈને લક્ષને તમે ચૂકી જાવ નહી, માટે ઓમનો જાપ કરવો એમ સમજાયું છે આપણને. પ્રારંભિક સાધક નામ તો જપે છે, મહાપુરુષના સ્વરૂપનું ધ્યાન કરતા ખચકાય; તેમાં બીજા કોઈનું દેવનું ધ્યાન ધરે છે ત્યાં આગળે, જેનો શ્રી યોગેશ્વર કૃષ્ણે નિષેધ કર્યો છે. નિષેધ કીધું ને હમણાં, આ નિષેધ આ છે. તો શેનો નિષેધ કર્યો છે? મહાપુરુષના સ્વરૂપનું ધ્યાન કરતા જે ખચકાય છે એવા લોકો, તે વખતે બીજા કોઈ દેવી-દેવતાનું સ્વરૂપ જોવા માંડે છે તેની અંદર; અને પોતાની મન ફાવે એવી કલ્પનાઓ વાળા દેવ ચિતરી કાઢે છે અને પછી એને હોલ્ડ કરીને, આમ ધારણા કરીને બેસી રહે છે.

એની ના પાડી. પેલા હિન્દુ બ્રાહ્મણના છોકરા જેવું થાય છે આ બધું. એટલે શું થાય પછી? ચિરકાળ ત્યાં ઘડે લટકેલો રે, ક્યાંય પહોચ્યો ના હોય. પણ શું પછી એમ કઈક તો કાબેલિયત ન થાય? પછી પરબ્રહ્મમાં થોડું એ થાય, ત્યારની વાત છે. અત્યારે તો ભોગવટો છે ને બ્રહ્માજીનો. પછી આખી આખી સૃષ્ટિ ચાલે ને એનો લય થાય ત્યાં સુધી બેહી ના રહેવું પડે? તારા જેવા તો કેટલા પહોંચી ગયા ત્યાં સુધીમાં તો! સીધા બ્રહ્મમાં થઈ જ ગયું ને? તા એમને વસ્તુની ખબર ન... એમને ખબર છે શું છે, એમને શ્રેષ્ઠ શું છે એની ખબર નહોતી; ઈષ્ટ શું હોવું જોઈ એનો એમને ખ્યાલ નહતો. એટલે એમણે જાતે જાતે સ્વચ્છંદથી નક્કી કરી નાખ્યું, "આપણે બધા બ્રહ્માજી બની જઈએ." બ્રહ્મા બની ગયા એકદમ, સૃષ્ટિઓ ખડી થઈ ગઈ. લાંબુ આયુષ્ય, બ્રહ્માજીનું આયુષ્ય કે બહુ લાંબું છે અને એ પૂર્ણ કહેવાય; એ એમને જ નક્કી કરી નાખ્યું કે આ પૂર્ણ કહેવાય એમ.

હવે એનાથી આગળનું શું છે પૂર્ણ, એ તો એમને કોઈ ખ્યાલ જ નથી, ખબર જ નથી; એટલે પછી કરે શું? એમાં એ અટવાઈ ગયા. હા, મમ્મી-પપ્પા હતા નહી, બીજા કોઈ ગુરુ કર્યા નહી; મોટા ભાઈ હતા એ જ ગુરુ, એટલે મોટા ભાઈ જે કે એ સાચું. બાકીના નવ જણાએ તમારી જેમ સવાલો બી ના પૂછ્યા; એટલે પછી એમાં મૂળ બ્રહ્મા આયા ને જુએ તો કે, "ઓહો! આ સૃષ્ટિ ખડી થઈ ગઈ છે, શું વાત છે! મેં તો કઈ કર્યું નથી તો આ આયું કારે?" કે છે અને હજી તો આ પેલી શરૂઆત થઈ રહી છે કે, "સૃષ્ટિ રચના તો મારે કરવાની છે તો આ બધું આયું કઈથી?" એટલે પછી પેલા એમાંથી એક સૃષ્ટિના સૂર્યને બોલાયો અને પછી એને પૂછ્યું, "ભઈ, આ શું છે?" સૂર્ય બધું જાણકાર હોય. સૂર્ય એટલે જ્ઞાન. એને પૂછ્યું કે, "ભાઈ, આ બધું કેવી રીતે થયું?" ત્યારે પેલાએ કીધું કે, "ભાઈ જો, આ જણાએ આવી રીતે કરી છે ધારણા બ્રહ્માજીની અને બની ગયા છે બ્રહ્મા." હવે ત કે, "હવે હું શું કરું?

આ બધું ડિસ્ટ્રોય કરું?" તો કે, "ના, તમને પોસાશે બી નહીં અને તમને શોભશે બી નહી, તમે એ કરી બી નહી શકો; પણ વાત કરી દીધી ને તો જતા રહ્યા તમે." તો કે, "તમે તમારું કર્તવ્ય કરો, એ છે કે નથી એનાથી તમારે શું મતલબ?" હું એ જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું કે સૃષ્ટિ છે, નથી, આ આવું છે, ફલાનું આમ છે, તેમ છે; આ બધી ઝીણી ડિટેલ્સ છે બધી. એ બધામાં નીચે ક્યાંય ઉતરશો જ નહી, પડશો જ નહીં; એક જ પરબ્રહ્મ પરમાત્મા, હું શુદ્ધઆત્મા બસ એમાં ત્યાં અટકી જાવ, એનાથી નીચે ના આવશો. કારણ કે જો એનાથી નીચે આયા ને, એટલે પછી તમારે બીજી આજ્ઞાની જરૂર પડશે, ત્રીજીની પડશે, ચોથીની પડશે, પાંચમી ની પડે; પણ પહેલી કરી એટલે પાંચ પૂરી તમારે કમ્પ્લેટ, પછી કશું કરવાનું નહી. આ વાત આપેલી છે, આવી રીતે આપેલી છે. લક્ષ તમારા સ્વરૂપનું, સ્વરૂપનું રાખવાનું હંમેશા.

એ તો હું અત્યારે પણ, "હું શુદ્ધાત્મા છું." ભલે હું 'અમિત અમિત અમિત' કરતો હોવ, પણ મારું લક્ષ્ય છે એ શું છે? શુદ્ધાત્માનું શુદ્ધતમ સ્વરૂપ છે, એ જ હોવું જોઈએ. પછી હું આ અમિતને જોયા કરું ને બોલ્યા કરું, એ ના ચાલે. મૂળ લક્ષ એ હોવું જોઈએ. એટલે કીધું કે પ્રારંભિક સાધક નામ તો જપે છે, પરંતુ મહાપુરુષના સ્વરૂપનું ધ્યાન ધરતા ખચકાય છે; એટલે એઓ લોકો બીજા કોઈ દેવનું ધ્યાન ધરે છે, કે જેનો યોગેશ્વર શ્રીકૃષ્ણએ ના પાડી છે, નિષેધ કરેલો છે. એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે કોઈ એક અનુભૂવી મહાપુરુષનું શરણું લો. પુણ્ય અને પુરુષાર્થ સબળ બનતા જ બધા કુતર્કોનો નાશ થશે. શું આજ્ઞાપાલન એટલે પુણ્ય અને પુરુષાર્થ સતત ત્યાં ગાળે રહેવું, એને પુરુષાર્થ કીધું, બરાબર? એનાથી થશે ને પુણ્ય બી; એનાથી શું થયું? બધા કુતર્કોનો નાશ થશે. આપણે અત્યારે આ જે બધું કર્યા કરીએ છ કે, "મંગળ ઉપર પાણી મળશે કે નહી મળે?" તારે શું જરૂર છે આ બધામાં ઊંડા ઉતારવાની ભાઈ?

એ વૈજ્ઞાનિકો જોઈ લેશે ભાઈ, તું તારું કામ કર; તું અત્યારે સાધક છું, તમારે સિદ્ધિ મેળવવાની છે. શેની આત્મસિદ્ધિ કરવાની? તો આત્માની સિદ્ધિ માટે જરૂરી હોય એટલું જ કરને તું! તારું કર્તવ્ય આ છે, એ વૈજ્ઞાનિક છે એ એનું કામ કરશે, તું તારું કામ કર. ભગવાન આ કહેવા માંગે છે કે બધા અંદર એકબીજાનામાં આવી રીતે ગૂચવાઈ જાય, એટલે ડખોડખલ આને કીધી; એના કામમાં તમે દખલ કરો અને પાછા ભલું હશે તો પાછા એ વૈજ્ઞાનિકને ડાપણ ભરી શિખામણો એ મોકલાવશે. આવી જ રીતે નીસ ને ઉપનિષદને આવું આવું કરી કરીને મોકલાઈ આપશે એને ત્યાં, એટલે બધું થયા કરે; આ બધો સંસાર છે. હવે આમાં પડી રહેવું છે કે ઉપર જવું છે? બસ, તો પછી ઉઠી જાવ ઉપર એનાથી, બસ સિમ્પલ. એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે કોઈ અનુભવી મહાપુરુષનું શરણું લો; અનુભવી એટલે જેને આત્મ પ્રાપ્ત કરી લીધો હોય તેવો.

એ ના મળે તો પછી એના વિશે તમને કહી શકે તેવો, એના વિશે કંઈક જાણતો હોય તેવો માણસ. હવે લોકો હવે ત્યાં જ બેસી રહ્યા છે, પછી પેલાને તો ખોળતા જ નથી એક નંબરને તો; બધા અત્યારે બે નંબરથી હેપી છે, બધું બે નંબરને. અત્યારે તો શ્રીકૃષ્ણના મત અનુસાર યોગ્ય ક્રિયામાં પ્રવેશ મળી જશે. કેવી રીતે? પુણ્ય અને પુરુષાર્થ સબળ બનતા તમારા બધા કુતર્કોનો નાશ થઈ જશે. કુતર્કોનો નાશ થઈ જવાનું પરિણામ સ્વરૂપે યોગ્ય ક્રિયામાં તમને પ્રવેશ મળે. અત્યાર સુધી આ કુતર્કો જ તમને રોકી રાખતા હતા, હવે એ બધા ગાયબ થઈ ગયા; સામે તમને દેખાશે બિલકુલ તે વખતે કે આ કરવાનું છે મારે, જે ત્યારનો સમજાઈ રહ્યો છે કે આ કરવાનું છે બીજું કઈ નહી. અને એ કેવું? તો કે નિરંતર જ્યારે ટાઈમ મળ્યો એટલે બેસી જવાનું એમ કે, અને જ્યાંને ત્યાં પણ એ કરવું આવે છે. આજના બદલાયેલા સંજોગોમાં એમ કહી શકાય કે ભઈ હરતા-ફરતા, ચાલતા, કોઈ મશીનરી ચલાવતા, કોઈ ડ્રાઈવિંગ કરતા, કોઈ વાહન ચલાવતા, ઓપરેટ કરતા આ ન કરવું જોઈએ; સિમ્પલ વાત છે.

અંડરસ્ટેન્ડિંગ બરાબર તમારી સ્પષ્ટતા થાય. યોગેશ્વરના મત અનુસાર આ પ્રકારે ઓમનો જાપ અને પરમાત્મા સ્વરૂપ સદગુરુના સ્વરૂપનું નિરંતર સ્મરણ કરવાથી—પરમાત્મા સદગુરુનું મૂળ સ્વરૂપ શું છે પહેલા ઉપર કહી દીધું તમને, અક્ષય છે, અવિનાશી છે આવી ગયું ને—એ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. એટલે દાદા એમ કહેતા હતા કે, "તમે આ જુઓ છો એ અંબાલાલ છે, અંદર પ્રગટ થયા છે એને પકડો કે એની પાસે માંગો; બધું મારી પાસે ના માંગતા, જોજો ભૂલ ના કરતા." બધું બહુ ચોક્કસ કહેતા હતા. અત્યારે તો તોય લોકો દાદા પકડીને બેહી ગયા છે, જો કે આ જ કરવાનું છે કે ભાઈ એમની અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને, એનું ધ્યાન કરવાનું કીધું અને તું કોની કરી રહ્યો છે? બસ આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે કીધું કે સ્વરૂપનું સ્મરણ નિરંતર કરવાથી, સદગુરુનું જે સ્વરૂપ છે તે શુદ્ધાત્મા છે, તે પરબ્રહ્મ છે, તે પરમાત્મા છે, બીજું કશું નથી.

એનું નિરંતર સ્મરણ કરવાથી મનનો નિગ્રહ અને વિલય થઈ જાય છે; બસ, મનનો નિગ્રહ થશે અને પછી વિલય થાય. અત્યારે કેવો છે કે બેકાબુ છે બિલકુલ, અને એ જ ક્ષણે, એ જ ક્ષણે शरीरના સંબંધમાંથી મુક્તિ મળે છે, સન્યાસ થઈ જાય છે; પછી એનો પરફેક્ટ સંસારનો ન્યાસ થઈ જાય છે. એવી રીતે કીધું કે પરબ્રહ્મ સન્યાસી છે; પરબ્રહ્મ સન્યાસી કેમ? કે સંસારનો તો એમને ક્યારનો ન્યાસ કરીને બેઠેલા છે એટલા માટે, બીજું કોઈ નથી બેઠું. હવે એના એવા સ્વરૂપનું એવી રીતે જાણીને જ્યારે તમે ધ્યાન કરો, તમને ફળ પ્રાપ્ત... પછી આમ શોધી કાઢે મોરલીવાળા કે, "બસ આ સ્વરૂપ બહુ સારું છે." એની તો યોગેશ્વરે સ્વયં ના પાડેલી અને લોકો એ જ કરે રાખે. શિવજીનું ધ્યાન કરવા બેસી જશે હમણાં બતાવ્યું ને, ત્રિશુળને ડમરું આમ પાછો રાખેલું હોય, ત્રિશુળ પર ડમરું બાંધી રાખેલું હોય; અમુક જગ્યાએ આવી રીતનો ફોટો હોય અને પેલા આમ કરીને આમ બીટીલા દેખાડે, "અલ્યા!

પણ આ શું છે ને શેનું પ્રતીક છે ને કેવી રીતે થાય?" થોડુંક જરા સમજીને તો કઈક વાત કર; પણ કોઈ સમજ્યો નથી અને સમજાવતા નથી કોઈને, બસ આ થાય. હા, એટલે ત્રણ ત્રિશુળ એટલે શું કહે છે? કે તારી અંદર ત્રણ સૂળ પડ્યા છે અને એ તને આખી જિંદગી પીડ્યા કરશે; સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ છે, એ તારા ત્રણ સૂળ છે, તારા દુઃખનું મૂળ કારણ છે એટલા માટે એને સૂળ કહેવાય ભાઈ, ગોચાઈ ગયા છે. હવે એને કાઢવા હોય તો કહે છે ને કે સૂળ ને સૂળથી કઢાય, એટલે આ ત્રિસૂળ છે; એ એક જ પકડ્યું છે એ, એ તને અંદર આમ કરીને કરશે ને એટલે શું થશે? તો કે ત્રણે ત્રણ ગુણો બહાર આવી જશે, તું એનાથી પર થઈ જઈશ, મુક્ત થઈ જઈશ; તો એ એનું પ્રતીક હતું ખરેખર તો વાસ્તવની અંદર. એ જ રીતે ડમરૂ પણ આમ આમ આમ આમ થાય છે, ઓલવાય ને બુજાય, ઓલવાય ને બુજાય. હમજ્યા ને હું હમણાં કીધું તું આમ આમ આમ આમ, એટલે એનાથી જે ઉદ્ભવ પામે છે તે બંધ થઈ જાય છે; એટલે જે મોમેન્ટમાં ઉદ્ભવ નથી, તે ટાઈમે તું નીકળી જા ત્યાંથી, આમ અથડામણ ટાળ.

હવે એને મોડર્ન પહેલા એની અંદર હમજાવું તમને, તો મોટા મોટા રોડ હોય અને પછી છે ને તો બહુ મોટા જે ઇન્સ્ટીટ્યુશનો હોય ને બધા, તો એ લોકો શું કરે? વચ્ચે એ લોકો બોલ્ડર્સ રાખ્યા હોય. એટલે કેવું હોય કે આમ ઊભા હોય બધા ઊંચા મોટા મોટા, થોડા પીપડા જેવું હોય આમ બધું આમ ગોઠવાયેલું હોય. હવે જ્યારે એમને એન્ટ્રી આપવાની હોય, એની પરમિટેડ વેહિકલ આવે, તો દૂરથી એને સેન્સરે તો વાંચી લીધું હોય; સેન્સર વાંચી લે એટલે પેલો જે બોલ્ડર્સ હોય ને એ બધા ધીમે ધીમે ધરતીની અંદર ધસવા માંડે, બધા અંદર જતા રહે, વેહીકલ પસાર થઈ જાય એટલે પાછા ઊભા થઈ જાય. હવે ૧૦ ફૂટની જગ્યા હોય તો વચ્ચે ત્રણ પીપડા મૂક્યા હોય—એક, બે ને ત્રણ—તો વેહીકલ કોઈપણને એને સ્ટોપ કરી શકીએ; આ ત્રણ તમારા બોલ્ડર્સ છે. હવે તમે જો પરમિટેડ વહીકલ છે એટલે તમે પ્રોપર પ્રોસીજર સાથે આવી રહ્યા છો, તો આમ ફંડ દઈને તરત નીકળી જશો, તમને જવા દેશે; પાછા એ તો ઊભા રહેશે.

સંસાર આમ જ રહેવાનો છે એટલે એ ચાલ્યા જ કરવાનું છે, પણ ત્રણ ગુણો તમને આવી રીતે હરકત કરતા રહેશે નહી, તમે ત્યાંથી પસાર થઈ જશો; ધે વિલ અલાઉ યુ ટુ પાસ, ત્રણે ત્રણ ગુણો તમને આવી રીતે. પણ કઈ અવસ્થામાં? જ્યારે નીચે છે. હવે ડાઉન ક્યારે થાય? ત્યારે થાય, ત્યાંથી નીકળી જવાનું તમારે એમ કહે છે. ગુણોનો જ્યારે એની પેલા એમાં આવી ચૂકેલા હોય, ઉપર ઊભા હોય ને તમે એની જોડે ભટકાયા કરો, તો મેળ પડશે જ નહી ને, તમને જવા જ નહી દે, તોડી નાખશે એ તો બધું! હા, એટલે એ પ્રોપર અવસ્થા સાધીને આમ આમ કરતાં કરતાં કરતાં નીકળી જવાનું છે. એટલે કીધું કે ગુણોની ઉપરામ અવસ્થામાં, એટલા માટે કીધું તું ઉપરામ અવસ્થાની અંદર કે જ્યારે એ બધા શાંત થઈ ગયા ત્યારે નીકળી જાવ; કે, "મારા સિવાય અન્ય કોઈ ચિત્તમાં છે જ નહીં." તેમ અન્ય કોઈનું કશાનું સ્મરણ ન કરતા, અનન્ય ભાવમાં સ્થિર થઈને જે નિરંતર મારું સ્મરણ કરે છે, તે સર્વદા મારાથી યુક્ત પુરુષને હું સુલભ છું; હું ઓલવેઝ અવેલેબલ છું, કે છે.

હવે એનાથી શું થશે? મને પ્રાપ્ત કરવાથી પુનર્જન્મ નથી મળતો; તમારે જોતો હોય તોય નહી. ગમે એમ કહો ને કે, "ભગવાન! થોડુંક માર બાકી રહી ગયું છે, લાઈન જરા પૂરું કરી આવ." તો કે, "હવે ના જવાય, હવે પતી ગયું કે તારું પૂરું થઈ ગયું, તું અહિયા આટલે સુધીને પહોંચી ગયો ને એટલે." એટલે હવે નોટ અલાઉડ, તને પુનરજન્મ મળી શકે એમ નથી. પેલામાં અનિચ્છાએ કમ્પલસરી જવું પડે, આ સ્થિતિમાં તું ઈચ્છા કરીશ તો પણ તને મળશે નહી. હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે તમે એમ કહો કે, "મારે હજી એક બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ જોઈએ છે." નોટ અલાઉડ, તમને મળી શકે નહી; કેમ કે તમે આત્મા થઈ ગયા એટલે. મને પ્રાપ્ત કરવાથી પુનર્જન્મ નથી મળતો, પરંતુ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે; એટલે કે મને પ્રાપ્ત થવું અથવા પરમ સિદ્ધિને પ્રાપ્ત થવું, એ બંને એક જ વાત છે.

હે અર્જુન! બ્રહ્માથી માડીને કીટ-પતંગીયા સુધી, બ્રહ્મામાં પણ જો ઓલ ઇન્ક્લુઝિવમાં એમનો નંબર લાગી જાય; સૌ લોક જેટલા પણ લોક છે, એ બધા કેવા છે કે પુનરાવર્તી, મતલબ તમારે પુનરાવર્તન કર્યા જ કરવાનું. આમ એક આવર્તન તમે કરી આયા હતા પહેલી વખતે, હવે બાકીનું બધું શું છે? તો કે પુનરાવર્તન છે; એટલે તમે ત્યાં ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા કરો છો, પુનરાવર્તનનો અર્થ એ થાય. એટલે બ્રહ્માથી માડીને કીટ-પતંગીયા સુધીનું આખું તમે આમ બધું કરશો, તો એ ગોળ ગોળ ફર્યા કરવાનું છે; એની અંદર કઈ મુક્તિનું કોઈ જગ્યા મળતી... આ વિષિયસ સર્કલ જ છે, જન્મવા અને મરવા તથા ફરી ફરી એ જ ક્રમમાં ફરનારા છે. પરંતુ હે કૌંતેય! મને પ્રાપ્ત કરીને તે પુરુષનો પુનર્જન્મ થતો જ નથી. લોક-પરલોકની કલ્પનાઓ રૂપક માત્ર છે; ધેર ઇઝ નો લોક, નો પરલોક. સમજણ માટે મૂકેલા છે, લોકો અણસમજમાં એને પાકા ઘાટા કરીને બેસી ગયા છે ને ત્યાંય બધા ફ્લેટ બિલ્ડીંગો બનાવીને બેસી ગયા છે; શું ત્યાંય પ્લોટ વેચી મારે?

ના, તો એવો કોઈ ખાડો છે કે જ્યાં કીડા કરટ પેલા શું છે કીડા બધા ખદબધતા હોય, કે ના તો એવો કોઈ મહેલ છે કે જે સ્વર્ગ કહેવાતું હોય. દૈવી કર્મો સાથે જોડાયેલો પુરુષ દેવતા અને આસુરી કર્મોથી બંધાયેલો મનુષ્ય એ અસુર. હવે એ દેવ શરીર પણ શું કામનું કે જેમાં સંચિત પુણ્યનો પણ નાશ થઈ જાય? તમે એવા દેવ બન્યા હોય તો તમારી પુણ્ય આમ રોજ જે ઓછી જ થતી જાય ને! પાંચ લાખ વર્ષનું આયુષ્ય તમારું, પણ આમ વર્ષ પૂરું થાય એટલે આમ પેલું પ્રવેશ પંપે પેલું આમ મીટર ડાઉન થાય છે ને આમ ખડખડ ખડખડ કરીને, શું એવી રીતના તમારું ખતમ થાય છે આયુષ્ય ત્યાં આગાળે? તો કે એવું દૈવી શરીર શું કામનું કે જેમાં સંચિત પુણ્યનો પણ નાશ થઈ જાય? દેવલોક, પશુલોક, કીટ-પતંગ આદિ લોક ભોગવટો જ; એટલે ભોગવ્યે જ કરવાનું છે. કેવળ મનુષ્ય જ કર્મનો રચયિતા છે—આ સેન્ટેન્સ ફરી એક વખત બોલું છું કેવળ મનુષ્ય જ કર્મોનો રચયિતા છે—કોઈ દેવ કર્મ રચતો નથી, કોઈ જાનવર પણ કર્મ રચતું નથી; સમજાયું ત્યાં ભોગવટો જ છે, દે ભોગવ્યે રાખો કે છે.

ઉપરથી એવું આવીને પડે ને! મનુષ્યના આદિવ્યાદિ ને ઉપાધિ ત્રણ હોય છે ને, એ લોકોને તો ચારે બાજુથી પડાપડી હોય, ભોગવવાનું જ બસ; ઘડીભર જંપ ના હોય કે શું કરવાનું? આ કોઈ જાનવરની તમે સ્થિતિ જોવો, બિચારો ક્યારેય પોતાને સેફ, સલામત ફીલ જ ના કરતો હોય; બિચારો કઈ ઘડીએ એ કોનો કોળીયો બની જશે એ જ ખબર નથી, એ બી ખરાબ હાલતમાં. હવે પહેલા તો પેલા જાનવરો એકબીજાને મારતા હતા અને એકબીજાનો ખોરાક બનતા હતા, "જીવો જીવસ્ય ભોજનમ્" વાળું એ જમાનામાં; અત્યારે તો આ પેલા મગજના ફાટેલા હોય છે ને, તો પેલા ભડાકાવાળી બંદુકો લઈ લઈને ફરતા હોય, તો પેલા વગર વાંકે પેલાને ભડામ દઈને ભડાકો મારી દે; કેમ? તો કે, "મેં જોયું, કેટલા દોઢ માઈલ દૂર થઈ ગયા, મેં વાઘ માર્યો." કે લો, આમણે વાઘ માર્યો, શું ઈનામ આપવું જોઈ? તે કે હવે તારો વારો, તું જ્યાં ત્યાં જજે; પેલા વાઘને કહેવામાં આવશે કે, "જા, તું હવે એનો જઈને છે ને ભડાકે દેજે ત્યાં આગળ એ બેઠો જ હશે અને એ હાલવા નહી દઉં કે હું એવી વ્યવસ્થા ગોઠવીશ." કે છે.

એટલે હવે આજે આ વખતે તારો વારો કે ભડાકે દેવાનો; પાછો આણે દીધો એટલે પહેલાને વેરભાવ પ્રગટ થાય, એટલે પાછો ફરી ગયો, "હો મારો વારો." કે તે બે જણા એકબીજાને દીધે રાખે છે સામસામે, બસ બીજું કઈ થતું નથી કે છે. માણ થોડું કમાઈને આયો મનુષ્ય દેહમાં અને આ બંદૂક લઈને ઉપડ્યો ગાંડાની જેમ; તો તે જઈને પેલાને વગર વાંકે દીધો હોય. હવે એ તો ત્યાં બેઠો તો, તું ત્યાં ગયો તો, ગયો તો શું કરવા? શિકારીને તો પહેલો પ્રશ્ન કરવો પડે. પેલા લોકોને તો એમ બી હતું કે હા ભાઈ ચલો એ જમાનામાં કઈ મળતું નહતું કશું નહીં હતું, તો પેલા પારધીઓ જતા તા શિકાર કરતા હતા ને ગુજરાન ચલાવતા હતા; આ તો હાલો ફાઈવ સ્ટારમાં રહેતો હોય, ખાતો- પીતો અને ટોપો પહેરીને જાય, ગોગલ્સ પહેરીને ત્યાં આગળ બંદૂક લઈને ભડાકે દઈ દે પેલા વાઘને, બિચારો વગર વાંકે; એને તો યાર એમ થાય કે આ શું થયું, કઈ ખબર પડે એટલે એ પહેલા જ દેહ ત્યાગ થઈ જાય એનો, પણ એ છોડે નહી એમ કે.

કર્મો બની ગયું ને! એટલે દૈવી કર્મો સાથે જોડાયેલો પુરુષ એ દેવતા અને આસુરી કર્મોથી બંધાયેલો મનુષ્ય જે હોય એ અસુર કહેવાય. મનુષ્ય જ કર્મનો રચયિતા છે, જેના થકી તે પરમધામ સુધીની સ્થિતિને પામી શકે છે. પરમધામ એટલે બસ અંતિમ સ્થિતિ, કોઈ સ્મશાનની વાત નથી કરતો; આજકાલ તો ત્યાં પરમધામ નામ લખે અંતિમ સ્થિતિ કે હવે ત્યાં પહોંચ્યા પછી પાછું ફરવાનું નથી કોઈએ. એ પરમગતિ, પરમધામ, આત્મામાં પ્રવેશ થવો, પરબ્રહ્મ બની જવું, પરમાત્મામાં થઈ જવું; આ બધું એકનું એક અલગ અલગ રીતે લોકો આ બધું બોલબોલ કરે છે, મૂળ વાત એક જ. યોગ્ય કર્મનું આચરણ કરીને મનુષ્ય દેવતા બને, યોગ્ય કર્મનું આચરણ કરીને મનુષ્ય દેવતા બને, અરે બ્રહ્મા પણ થઈ જાય; પણ તે પુનર્જન્મથી બચી શકતો નથી. મતલબ બ્રહ્માએ પણ જન્મ લેવો તો પડે છે, પાછા તો આવવું પડે અને આજનો જે બ્રહ્મા છે એ કઈ ફોરએવર બ્રહ્મા જ રહે છે એવું પણ નથી; એટલે એ બ્રહ્માએ તો પાછો ફરી મનુષ્ય બનવા આવવું પડે ને?

એમાં જો કઈ ગરબડ કરી દે અથવા તો વળી પાછું જવું પડે, પેલો લો શું કહેવાય મગર, ઘડિયાલ કસુબી બનવું પડે એને પાછું ત્યાં કાઢે; એ કે, "તું એક ટાઈમનો બ્રહ્મ?" તો કે, "હા હા, હું જ તો." કે પણ પડ્યો પાછો, શું કરે? એક વખત એને આખી બધી સૃષ્ટિ બનાવી ને પછી હવે સૃષ્ટિનો પાર્ટ બનીને આવે, કેવી રીતે? બને જ છે ને, અહી ચોખું તો લખેલું છે પોતે જ સદ; કારણ કે નીચે પડ્યો ને એટલે પત્યું એનું. બ્રહ્માનું બ્રહ્માપણું કઈ ફોરએવર નથી ને, એટલે એ પૂરું થશે એટલે એને મનુષ્યમાં આવવું જ પડશે. હા, ના થાય, ના થાય. બ્રહ્મા સત્વગુણી છે ને રજોગુણી છે, સર્વોચ્ચ સ્થિતિ પાછી એમની તો; એ ગુણમાં બી ઉપર ટોપ પર, તો પરી કેમનું પાસ થવા દેશે પેલું? એટલે કે, "ની નહી ચાલે." કે બધા લોકો જય જયદેવ મંદિરો બનાવે ને પૂજા કર્યા કરે ને આ છે, પણ જે છે એ આ છે ભાઈ, વાસ્તવિકતા આ છે.

સમજ્યા વગર કરો તો ભલંત તમ પૂજા કરે, તો પેલું શું કહેવાય એફિલ ટાવરનોય ફોટો લગાડીને લોકો પૂજા કરે જ છે ને, આપણે ક્યાં ના પાડી? એવી વાત છે. એટલે બ્રહ્મા પણ પુનર્જન્મથી બચી શકતા નથી; જ્યારે મનનો નિરોધ અને વિલયની સાથે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને એ પરમ તત્વમાં સ્થિર થઈ જાય, ત્યારે જ તે મુક્ત. હવે જે રસ્તો એમના માટે છે એ જ આપણા માટે પણ છે; કારણ કે વી આર નો વેર ડિફરન્ટ ધેન હિમ. એટલે મનનો નિરોધ અને વિલયની સાથે જ પરમાત્માનો સાક્ષાત્કાર થવો જોઈએ અને પછી એ પરમ તત્વમાં સ્થિર થવાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે હૃદયમાં રહેલી તમામ ઈચ્છાઓ સંપૂર્ણ નાશ પામે, ત્યારે મરણધર્મમાં મનુષ્ય અમર થઈ જાય છે; મરણધર્મમાં મનુષ્ય અમર થઈ જાય. જે ઈચ્છાઓના કારણે, જીવતી રહેવાના કારણે મનુષ્ય વારંવારે મૃત્યુ પામતો હતો; ઈચ્છાઓ જીવતી છે માટે એ મૃત્યુ પામતો હતો, હવે ઈચ્છાઓ મરી ગઈ છે એટલા માટે એ અમર થઈ જાય.

કેટલી મસ્ત વાત છે જો સમજણ પડી જાય તો! પછી ઈચ્છા કરવાની ઈચ્છા જ નહી થાય. હા, ઈચ્છાને લીધે તો મૃત્યુ થયું તારું. ત્રીજા અધ્યાયમાં ભગવાને પ્રજાપતિ બ્રહ્માના પ્રસંગમાં કહ્યું હતું કે, "પ્રાપ્તિ બાદ બુદ્ધિ તો માત્ર એક યંત્ર જ છે." પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય પછી આ તો એક યંત્ર રૂપે જ કામ કરતું હોય છે, પછી જે કાઈ અંદરનું બધું સંચાલન છે એ તો એ જ કરે છે; એને ટેકન ઓવર, પછી તો કશું ચાલે જ નહી બધું બરાબર. એટલે એના દ્વારા પરમાત્મા જ વ્યક્ત થઈ રહ્યા છે; હિમસેલ્ફ ઇસ ધ એક્સપ્રેશન ઓફ ગોડ. આવા મહાપુરુષોની દ્વારા જ યજ્ઞની રચના થઈ. અહીં કહે છે કે બ્રહ્માની સ્થિતિ પ્રાપ્ત કરનારા પણ પુનરાવર્તિત છે, ફરી એક વખત તેઓ પણ જન્મ-મરણમાં ફસાયેલા જ છે. વસ્તુતઃ જે મહાપુરુષો દ્વારા પરમાત્મા વ્યક્ત થાય છે, એમની બુદ્ધિ પણ બ્રહ્મા નથી; પરંતુ લોકોને ઉપદેશ આપવા માટે, કલ્યાણની શરૂઆત કરવાના લીધે જ એ લોકો બ્રહ્મા કહેવાય છે.

એ રીતે શ્રીકૃષ્ણ પણ બ્રહ્મા હતા; ઉપદેશ કર્યો ને એટલા ટાઈમ પૂરતું એમ બ્રહ્મા ઉપદેશને શરૂઆત કરે છે, કલ્યાણ કરે એના માટે થઈને. સ્વયંમાં તેઓ પોતે બ્રહ્મા નથી, તેમની પાસે તો પછી બુદ્ધિ રહેતી જ નથી; અબુધ પડછાંત, શું કહે છે હમણાં જ આપણે વાંચ્યું ને, શું વાંચ્યું? અબુધ!

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.