યથાર્થ ગીતા સાર — ૧૧
એટલે આપણે જોયું કે પ્રાપ્તિ બાદ મહાપુરુષ સમદર્શી અને સમવર્તી થાય છે. પ્રાપ્તિ બાદ થાય છે, એ પહેલાં એ પણ હોતો નથી. બરાબર છે. એનામાંય થોડોક ફેરફાર હોઈ શકે છે, પ્લસ-માઇનસ થતું હોય. ધર્માત્મા અને પાપીઓમાં પણ સમાન દ્રષ્ટિ રાખનાર યોગ પુરુષ બને છે અને એ કોઈના પણ કાર્ય ઉપર દ્રષ્ટિ ન કરતાં તેમના આત્મા તરફ સંચાર કરવાની એની દ્રષ્ટિ પછી બની ચૂકી હોય છે. એટલે પછીથી એને ખ્યાલ આવે છે કે આ બધામાં ફરક એટલો જ છે કે કોક પહેલા પગથિયે છે, કોઈ વચ્ચે છે અને કોઈ ટોપ પર ગયો છે, કોક બહુ નજીક છે; પરંતુ આ ક્ષમતા તો બધાની અંદર છે, એની એમને ખબર પડી જાય છે.એટલે શું થાય છે? તો કે અહીં ફરી વખત યોગયુક્તના લક્ષણો બતાવ્યા કે જે કોઈપણ મનુષ્ય યોગયુક્ત કેવી રીતે બને? તે યજ્ઞ કેવી રીતે કરે?યજ્ઞ સ્થળી કેવી હોય? આસન કેવું હોય?તે સમયે કેવી રીતે બેસવું જોઈએ?કર્તાએ શું નિયમોનું પાલન કરવું જોઈએ?આહાર અને વિહાર સંબંધી, સુવા અને જાગવા સંબંધી, સંયમ અને કર્મ સંબંધી—આ બધી વસ્તુઓ વિશે આગળ કહે છે ભગવાન કે તેને પવિત્ર સ્થાનમાં, બહુ ઊંચું નહીં તેમ બહુ નીચું નહીં, એવા સ્થાનમાં એને બેસવું જોઈએ.
કયું સ્થાન? પવિત્ર સ્થાનમાં બેસવાનું. અતિશય જેને કહેવાય કે બહુ મતાગ્રહી બહુ નહીં બનવાનું, સામાન્ય ભાવે આને જુઓ. વાસ્તવમાં અમે તો એમ કહીએ છીએ કે પરમાત્મા જો સર્વત્ર છે, વ્યાપક છે, તો દરેક સ્થાન પવિત્ર છે. “તમારા વિના કોઈ સ્થળ ખાલી નથી (બિન આપ કોઈ જગ્યા ખાલી નહીં)” તમારા વગરનું તો કોઈ સ્થાન જ નથી પરમાત્મા કહીએ. હવે જો પરમાત્મા બધે છે, તો કયું સ્થાન પવિત્ર નથી? તમે કોઈ સ્થાનને મહત્વ આપો, દાખલા તરીકે કાશી કે દાખલા તરીકે તમારો હૃદય પ્રદેશ, તો એ વાત સાચી છે, પણ એવી તો કોઈ જગ્યા નથી કે જ્યાં પરમાત્મા નથી. અહીંયા આગળ પણ સોય ભોંકો એટલે તરત જ 'ઓ બાપા' થાય છે, તરત દુઃખની સંવેદના થાય. કેમ? પરમાત્મા મોજૂદ છે ત્યાં સુધી થશે. અહીંથી પરમાત્માએ જેવી વિદાય લીધી, પછી તમે ખીલો મારી દો ને, કશું થતું નથી. સુખ અને દુઃખના દરેક સંવેદનો વખતે પણ એ તમારી સાથે છે.
કહેવાનો આશય એ છે મારો કે તમે દુઃખ દુઃખ દુઃખ દુઃખ ગા ગા કરીએ આપણે, આપણે ગમે તેટલું કરીએ, પણ એ દુઃખનું સંવેદન આપણને કેમ થઈ રહ્યું છે? કારણ કે પરમાત્મા આપણી અંદર છે, મોજૂદ છે આપણી સાથે છે. વાસ્તવમાં આપણે જ પરમાત્મા છીએ, પણ ભાન ભૂલેલા છીએ. હવે માણસ બની ગયા એટલે કે "આ આખરે તો હું માણસ જ ને!" એમ કહે. શું કે? "બે બદામનો માણસ!" બસ,બે બદામનો. વધારે નહીં. પોતાની કિંમત કરી નાખી એણે. બરાબર પરમાત્માપણું ગુમાવીને પછી કહે કે "હું તો બે બદામનો માણસ છું." લે ભાઈ, કર કમાલની વાત! હું તો... એટલે કબીરા કહે 'કમાલ કો', એના જેવું થઈ ગયું. આ સંસાર આખો ય ધમાલ બધો. તો એવા પરમાત્માની પ્રાપ્તિ માટે, યોગયુક્ત બનવા માટે શું કરવું જોઈએ? શું આચરણ કરવું જોઈએ? એટલે હવે અહીંયા આગળ થીયરીનો પાર્ટ પૂરો કરે છે શ્રીકૃષ્ણ ભગવાન. હવે આપણને પ્રેક્ટિકલ બતાવે છે.
આ જો પકડાઈ ગયું, સમજાઈ ગયું, આવડી ગયું, તો તમારું કલ્યાણ નિશ્ચિત છે અને તમે પણ નહીં રોકી શકો. કારણ કે પછી તો એક ટાઈમ પછી આધિપત્ય તમારું પરમાત્મા પાસે ચાલ્યું જાય છે. એટલે આપણે વાત કરતા હતા પવિત્ર સ્થાનની. તો પવિત્ર સ્થાન તો બધું જ છે, તેમ છતાં પણ અહીં કહેવાનો આશય એવો છે કે કોઈ સ્વચ્છ જગ્યા હોય, શાંત હોય, નિરાપદ હોય, જ્યાં અતિશય પવનના વાવાઝોડા ના આવે કે કોઈ વસ્તુ એકદમ ના આવી જાય કે સાપ કે જીવજંતુનો ઉપદ્રવ ના થાય. હવે તમે યોગ કરવા બેસો ને માખી આવે અને પાછી અહીં બેસે, થોડી વાર અહીં બેસે, થોડી વાર અહીં બેસે; તમે આમ આમ કર્યા જ કરશો, પછી ત્યારે યોગ નહીં થાય. એટલે આ બધા જે વિક્ષેપો છે, તે બાહ્ય વિક્ષેપો ન હોય એવા પ્રકારનું એક સ્થાન શોધી કાઢવું શરૂઆતની અંદર. પછી તો કે બહુ ઊંચું નહીં તેમ બહુ નીચું નહીં, એવું દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર—એટલે કે રેશમ, ઊન અથવા તો તખત (લાકડાનું) કોઈ એક એવી વસ્તુ હોય આ પાટલા જેવી, એના ઉપર તમે આ મૂકી શકો.
અને પેલું ૩ ઈંચથી વધારે ઊંચું આસન ધરતીથી, એટલું વધારે ના હોવું જોઈએ. એટલે વાસ્તવમાં આપણે આવી જગ્યાએ બેસીએ છીએ ત્યારે આપણે અહંકારને આમંત્રણ આપ્યા જ કરતા હોઈએ છીએ કે "ભાઈ આવી જા, આવી જા, આવી જા." સમજાય છે?why I was telling કે ભાઈ હવે પેલો સમય થઈ રહ્યો છે માટે આનો એક ઉપયોગ છે.જ્યારે તમારે વક્તવ્ય કરવાનું છે અન્ય લોકો સુધી તમારે વાત પહોંચવાડની છે ત્યારે તમારે આવા ઊંચા સ્થાનની આવશ્યકતા પડી શકે છે, પણ જ્યારે તમે સાધના કરવા બેસશો ત્યારે આ જગ્યાએ તમે સાધના નહીં કરી શકો. કારણ કે આ જમીનથી, ધરતીથી અઢી ફૂટ ઊંચું છે; એ અહંકાર વધારી દેશે. તો અહીં બેસીને સાધના કરવાના બદલે જરૂરી એ છે કે ૩ ઈંચ મેક્સિમમ ઊંચો હોય એટલો કોઈ વુડન પાટલો કે એવી કોઈ વસ્તુ હોય લાકડાની, તેના પર પહેલા નીચે દર્ભ કે પછી મૃગચર્મ (જો મૃગચર્મ ન લેવું હોય તો રેશમ અને ઊન) એવા પ્રકારનું કોઈ એક લેયર લગાડીને પછી એના પર બેસવાનું.
પણ આવા પ્રકારનું કુશન-બુશનવાળું જે કંઈ હોય તે બધું નકામું છે. ઘણા લોકો કહેતા હોય છે કે "અમે બહુ ખાસ જાતનું પેલું ઓશિકું બનાવ્યું છે, પાછળ બેસાડીને આમ મુકશો ને, અને પછી આમ ટટ્ટાર તમારાથી બરાબર બેસાશે." પણ એ પણ હિતાવહ નથી કારણ કે એની અંદર સ્પંજ ભરેલું છે. સ્પંજ છે એ હાનિકારક છે બાપુ! એટલા માટે સિમ્પલ સાદું, જેને કહેવાય કે રેશમી વસ્ત્ર હોય અથવા દર્ભ હોય અથવા તો કશું જ ના હોય તો સાદું આવું કોટન હશે તો પણ એ બહુ યોગ્ય છે. આવે છે ને એક આસન એવું જાડું, એના પર બેસવાનું. પછી આસન બનાવવાનું અને એકાગ્ર ચિત્તે યોગ સાધવાનું. ચિત્ત જે ઇધર-ઉધર ભાગતું હોય, એને પહેલામાં પહેલું તો એ કરવાનું. એટલે સૌથી પહેલા શું કરવું જોઈએ? કોઈપણ માણસે સાધનાની શરૂઆત કરવી હોય તો ૧૦ મિનિટ બિલકુલ શાંત બેસવાની ટેવ પાડવી જોઈએ, પછી ૧૫ મિનિટ, પછી અડધો કલાક.
એવી રીતના કરતા ધીમે રહીને પછી આની પ્રક્રિયામાં વળી જવાનું. પાંચ મિનિટથી ભલે તમે શરૂ કરો, પછી પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ સાંજે કરો. પછી એ પાંચ-પાંચ મિનિટ વધારતા જાઓ. ધીમે ધીમે કરીને અભ્યાસથી યોગ સાધવાનો. આ છઠ્ઠો અધ્યાય શું છે? 'અભ્યાસ યોગ'. અર્જુન, અભ્યાસ—એમણે એ જ વાત કરી છે. તો હવે એવું તો કેવું મહાભારત હશે કે જેની અંદર લડતા લડતા અહીં અભ્યાસ કરવા બેસાડી દે અર્જુનને? તમે વિચાર કરો! એકાગ્ર ચિત્તે યોગ સાધો. હવે ચિત્તની એકાગ્રતા ક્યારે આવશે? કે જ્યારે ઈચ્છાઓ શાંત કરી દીધી હોય, આવેગો બધા શાંત કરી દીધા હોય, સંપૂર્ણ શ્રદ્ધાથી વિવેકયુક્ત થઈ અને આપણે શાંત બેસવાની ટેવ પાડેલી હોય, એવી રીતે આપણે કરવાનું અભ્યાસ. શુદ્ધ પવિત્ર ભૂમિનું તાત્પર્ય એને વાળી-ઝોડીને સાફ રાખવાનું છે. જમીન પર કંઈક પાથરવું જોઈએ.
એ જે કોઈ આસન પર બેસો તો આસન પછી હલક-ડોલક ના થવું જોઈએ. આસન બહુ ઊંચું રાખવાથી અહંકાર વધશે. આસન નીચું રાખવાથી તમારામાં હીનતા આવશે. શું કહે છે? હીનતા (Inferiority Complex). બહુ એક જમાનામાં જાણીતો શબ્દ હતો, અત્યારે તો બહુ ઓછો થઈ ગયો છે કારણ કે બધા સુપરિયોરિટીમાં ચાલી ગયા છે એટલે એ ભૂલી ગયા. અમારા ટાઈમમાં એ બહુ ચાલતો હતો. અત્યારે એ બહુ રેર કોમોડિટી કહેવાય. Inferiority Complex, એટલે એ તમને અતિશય નીચું, એટલે સાવ ધરતી પર બેસી જશો તો એનાથી તમને આવું પણ આવશે કેમ કે માનસિક એક ભૂમિકાની અંદર તમને એનો સ્પર્શ થયા કરશે. આ પણ વિક્ષેપ છે, એટલે એને નિવારવા માટે આસન પર બેસવું. બીજી વાત, આવા આસન પર બેસીને મનને એકાગ્ર બનાવીને, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. આ વાત કરી દીધી અહીંયા.
હેતુ આવી ગયો—કેવી રીતે? પહેલા તો સાધન કે બેસવાનું. યોગ અભ્યાસ કરતી વખતે એમ કહેવામાં આવે છે કે 'સ્થિર સુખાસનમ'. સ્થિર બેસવું અને સુખથી બેસવું. એકાગ્રતાથી લાંબો સમય સુધી બેસી શકાય એને જ સ્થિર સુખાસનમ કહેવાય. તો જ્યારે પણ યોગાભ્યાસ કરવો હોય ત્યારે આપણે કેવી સ્થિતિમાં હોવા જોઈએ? સ્થિર સુખાસનમમાં આપણે બેસી શકવા જોઈએ, લાંબો સમય સુધી સ્થિર અને તે પણ સુખપૂર્વક. પછી થોડી વાર રહીને જરા આમ-તેમ થવા માંડે, મોઢું વાંકું થવા માંડે આપણું, તો પછી મજા નહીં આવે તમને યોગ કરવાની. એ પહેલાં યોગ સાધી લેજો ભાઈ! ઘડપણમાં ૭૨ વર્ષના થઈ ગયા અને પછી જવું જવું થતું હોય અને પછી કહે કે "હવે હું યોગ કરવા બેસું," તો કાંઈ મેળ પડે નહીં. અને પાછું પેલામાં જોઈ જાય ટીવીમાં અને પછી આમ-આમ જોર-જોરથી કરવા બેસી જાય, થોડી વાર થાય ને ડોક્ટરને બોલાવવો પડે કે "ભાઈ જુઓને, આને કંઈક થયું લાગે છે." ત્યારે ખબર ના પડે કે ભાઈ આ તો પેલા યોગ કરતા હતા એમાં બહુ વધી ગયું છે આપણું બીપી બધું!
એટલે બધું સમજવું બહુ જરૂરી છે. જાણકાર પાસે જવાનું. એના માર્ગદર્શનમાં.જો આપણે એમ સમજીએ છીએ કે યોગ કરવાનું એટલે બધું બહુ જ કરવાનું છે, પણ ખરેખર બહુ જ ઓછું કરવાનું છે, બધું જ ઓછું કરવાનું છે ખરેખર તો. આવેગો ઓછા કરવાના છે. જે "કરવાનું કરવાનું કરવાનું" હતું એ બધું ઓછું કરવાનું છે. 'હું-પણું' ઓછું કરવાનું છે. "હું કરું છું" વાળું જે છે તેને ઓછું કરવાનું છે, ત્યારે મેળ પડશે ને? પછી આસન પર બેસવાનું. એટલે આવા આસન પર બેસીને મનને એકાગ્ર બનાવવાનું. મન એકાગ્ર ક્યારે થશે? શેનાથી થશે? બસ, જેવો તમારો અભ્યાસ શરૂ થશે એટલે એકાગ્ર થવાનું શરૂ થઈ જશે. એમાં કંઈ વાર લાગવાની નથી. પણ તમે તત્પરતાથી બેસો, શ્રદ્ધાથી બેસો. પહેલા જ આપણને કહી દીધું છે કે "હું યજ્ઞ કરવા બેસું છું" એવા ભાવથી બેસો. કેમ? મારે તો બ્રહ્મનું પ્રાગટ્ય કરવાનું છે.
મહાભારતની અંદર એવું કહે છે કે પેલા દ્રૌપદીના જે પિતાશ્રી હતા, ધ્રુપદ રાજા, તેમણે શું કર્યું હતું? તો કે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. યજ્ઞ કર્યો એટલે યજ્ઞની અંદર આહુતિઓ આપે, અને આહુતિ આપી એમાંથી પછી દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન—બે પ્રગટ થયા, પુત્ર અને પુત્રી બંને. તો બંને અગ્નિમય છે. એટલા માટે દ્રૌપદી અને આ ધૃષ્ટદ્યુમ્ન કે જે પાંડવોનો સેનાપતિ હતો પાછો, તે લોકો અગ્નિમાંથી પ્રગટ થયેલા. તો આપણે પણ જે આ યજ્ઞ કરવાનો છે, તેનું તાત્પર્ય એ છે કે આપણે બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે, બ્રહ્મમાં પ્રવેશ કરવાનો છે, બ્રહ્મવિદ્ બનવાનું છે. એ માટે યજ્ઞ કરી રહ્યા છીએ. તો પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી કામ અને ક્રોધને બિલકુલ શાંત કરીને બેસવું, જેથી કરીને કોઈપણ પ્રકારના આવેગો આપણને પરેશાન કરી શકે નહીં. એટલે પહેલા તો સંયમપૂર્વક બેસવાનો જ અભ્યાસ કરવાનો, અર્જુન!
અને પછી ધીમે ધીમે યોગની અંદર વળતા જવાનું. એટલે કીધું કે ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખીને. આ ઇન્દ્રિયો... આંખ જુએ છે, તો કે એને કંટ્રોલ રાખવાનો. એને શું કીધું? કે ભાઈ, તારી નાસાગ્ર દ્રષ્ટિ કરીને તું બેસજે. બરાબર જ્યાં તારી દ્રષ્ટિ છે તેને તું બ્રહ્મસ્થાન સમજ. ત્યાં બ્રહ્મસ્થાનમાંથી શ્વાસ જેવો તારો આમ અંદર આવવાનો ચાલુ થાય છે, તે બ્રહ્મ સ્વરૂપે શ્વાસ જ આવી રહ્યો છે એવું તું અનુભવ લે છે. ત્યાંથી એ પ્રાણ અંદર જાય છે, ક્યાં સુધી જાય છે, કઈ જગ્યાએ એ પ્રાણનો લય થાય છે તેને તું જોજે; એ જગ્યા પણ બ્રહ્મસ્થાન છે. તો દરેક વખતે તારો શ્વાસ કે પ્રશ્વાસ બ્રહ્મસ્થાનથી શરૂ થાય છે અને બ્રહ્મસ્થાનમાં જ લય પામે છે. અને જે તું લઈ રહ્યો છે તે પણ બ્રહ્મ જ છે. કેમ? તો કે 'પ્રાણ એ જ બ્રહ્મ'. જે પ્રાણ છે તે બ્રહ્મ છે.
તો તું બ્રહ્મને પ્રાણ સ્વરૂપે લઈ રહ્યો છે, એ ભાવ સહિત લેજે, એવા નોલેજ સાથે લેજે; તો તને તારા શ્વાસની કિંમત ધીમે-ધીમે કરીને સમજાવાની શરૂ થશે. "એક શ્વાસ કી કીમત તુમ ક્યા જાનો! (एक सांस की कीमत तुम क्या जानो)" એ તો પેલો ડચકા ખાતો હોય ને તો એને પૂછવું પડે. બરાબર ને? પેલા હોય છે ને કેવા વેન્ટિલેટર પર ચઢાવી દીધેલા! વિચાર કરો, એટલા ફોર્સફુલી પેલું મશીન આમ પુશ કરે ને, લંગ્સ હમણાં આમ થઈ ગયા હોય ને વળી પાછું પેલું થાય; એટલે બધું કોલેપ્સ થઈ જાય, મશીન જ બ્રીધિંગ કરાયા કરતું હોય. બોલો, કેટલી કરુણામય સ્થિતિ છે! વિચાર આવે છે કે એવું શું કર્યું છે આ લોકોએ કે એમને આવું બધું થાય છે? એવું શું કર્યું છે એમણે? બોલો, શ્વાસ પણ એ લોકો સ્વતંત્રપણે, મુક્ત મને, શાંતિથી લઈ શકતા નથી. ૪૦,૦૦૦ રૂપિયા ભાડું, ૨૫,૦૦૦ રૂપિયા ભાડું ખર્ચીને શ્વાસ લીધે રાખવાના ત્રણ દાડા સુધી.
ચાર દાડા પછી, પાંચમે દાડે પછી ડોક્ટર ડોકું ધુણાવી દે કે "હવે ખેંચી લો, પતી ગયું, સવા લાખ થઈ ગયા." આપણો હપ્તો ભરાઈ ગયો.પેલાનો ગયો.પેલાની જીવવાની જે તક હતી એ ચાલી ગઈ. બરાબર? તો આવી રીતે શ્વાસની કિંમત આપણને ખબર હોવી જોઈએ. એ તો જ્યારે અટકે છે ત્યારે જ ખબર પડે કે કેટલું મુશ્કેલ છે. જો કુટુંબીજન તો એમ જ ચાહે ને કે મારો વડીલ છે, સ્વજન છે, તો હું એને ગમે તેમ કરીને... "ના ના, ડોક્ટર લગાડી દો." બોલો, તરત એ તો હા પાડી દેશે. પણ જેવો એની પર મૂકે છે, બહુ જ રેર કેસની અંદર એવું બને છે કે એને વિથડ્રોઅલ સિમ્ટમ્સ ના આવે અને પાછો એ જીવતો આવે. મોટાભાગના કેસની અંદર એવું જ જાણવા મળે છે, જોવા મળે છે કે ભાઈ એ તો ત્રણ દાડા પહેલા ગયા હતા, ખાલી આમ ડોક્ટરે પેલું લગાડી રાખ્યું હતું. શ્વાસની કિંમત એટલે એક શ્વાસ અત્યારે આપણે લઈ રહ્યા છીએ તે આપણને ખબર હોવી જોઈએ, તેની અંદર આ બ્રહ્મ લઈ રહ્યા છીએ આપણે, શ્વાસ નથી લઈ રહ્યા એ આપણને ખબર હોવી જોઈએ.
> ▛ ▜ > **મુખ્ય બિંદુ: પ્રાણ અને બ્રહ્મનું અનુસંધાન** > સાધનામાં શ્વાસને માત્ર હવા તરીકે નહીં, પણ બ્રહ્મ સ્વરૂપ પ્રાણ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવવાની છે. શ્વાસ ક્યાંથી ઉદ્ભવે છે અને ક્યાં લય પામે છે તેની સજાગતા એ જ ધ્યાન છે. > ▟ ▼ > એવી રીતે બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ રાખી, અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. શેના માટે કરવાનો છે? અંતઃકરણની શુદ્ધિ માટે થઈને. યોગાભ્યાસ કરવાથી શું થશે? અંતઃકરણની શુદ્ધિ થશે પહેલા સ્ટેપની અંદર. અને જ્યારે એ યોગાભ્યાસ જે તમારો છે તે યજ્ઞની પરાકાષ્ઠાએ પહોંચી જશે ત્યારે શું થશે? બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્મમાં પ્રવેશ થઈ જશે તમારો. એટલે અભ્યાસ આવી રીતે અંતઃકરણની શુદ્ધિ માટે હું કરી રહ્યો છું, એવો મનમાં ભાવ હોવો જોઈએ, આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બેસવાની રીત: જ્યારે પણ યોગાભ્યાસ કરવા બેસો ત્યારે વ્યવસ્થિત રીતે આસન પર બેસ્યા પછીથી શું કરવાનું?
શરીર, ગરદન અને મસ્તક ત્રણે સીધી લીટીમાં રાખવાનું. પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ. ચીન વધારે પડતું ઊંચું પણ નહીં અને આમ જોવાનું પણ નહીં, આમ વાંકું જોઈને પણ નહીં બેસવાનું. એવી રીતે કોઈ રીતે નહીં. શું કીધું? દ્રષ્ટિ અહીંયા, સીધા બિલકુલ. આ રીતે બેઠા હોઈએ અને દ્રષ્ટિ તમારી અહીંયા આગળ સ્થિર કરી દો, આ તમારું બ્રહ્મસ્થાન છે એમ નક્કી કરી નાખો. હવે ધીમે-ધીમે તમારા શ્વાસને જોવાનો શરૂ કરવાનો કે આ જગ્યાએથી પ્રાણનો ઉદ્ભવ થઈ રહ્યો છે, અહીં આવી રહ્યો છે, આવી રહ્યો છે, આવી રહ્યો છે અને અહીંયા અસ્ત થાય છે. હવે અહીંથી પાછો ઉદ્ભવ પામે છે, આવી રહ્યો છે, અને એમ કરતાં અહીંયા આગળ એ અસ્ત થાય છે. તો જ્યાં ઉદય થાય છે ત્યાં જ અસ્ત થાય છે તમે જુઓ; અને વચ્ચે નાનકડો અંતરાલ હશે, હાફ સેકન્ડ. બસ, એને ઓળખો. આખું આ જે ચક્ર ચાલી રહ્યું છે તેની નિરંતર જાગૃતિ હોવી જોઈએ.
ચિત્તને ત્યાં સ્થિર કરી દેવાનું છે. તે વખતે પછી બીજું બધું આવે તો એ બંધ રાખવાનું, એવું બધું કરવા બેસવાનું નહીં; કારણ કે આમાં જશે તો પેલું બધું જતું રહેશે, પછી જે મહામૂલી તમે કમાયેલી એકાગ્રતા છે તે જતી રહેશે. માટે સ્થિર આસન પર બેસી, મનને એકાગ્ર બનાવી, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખવાની. હવે શરીર, ગરદન અને મસ્તક સીધું રાખવાનું, સીધી રેખામાં અચલ રાખીને બેસવાનું—નો મુવમેન્ટ. પોતાના નાકના અગ્રભાગ તરફ નજર રાખીને એટલે કે નાકના ટેરવાને નથી જોવાના, આ અગ્રભાગ. અહીંયા બાર થી ૧૪ આંગળ. બરાબર આમ સીધું જોતાં અહીંયા ક્યાં પહોંચે છે દ્રષ્ટિને ખાલી નીચી નમાવી ત્યાં જુઓ; બસ એટલી જ વાત. એવી રીતે સ્થિર બેસવાનું. શાંત સ્થિર થઈ પાંચ મિનિટ બેસો. બે મિનિટ નથી બેસાતું, પાંચ મિનિટ કેવી રીતે બેસશો? તો કે બે–બે મિનિટ થઈને પાંચ મિનિટ થશે એક દિવસે.
પાંચ મિનિટ બેસાશે તો પછી એક કલાક પણ બેસાશે, એની ચિંતા અત્યારે ના કરો. આપણે ખાલી નક્કી કરવાનું કે અભ્યાસ કરવાનો છે, હું અભ્યાસ કરું છું, અને થવા માંડશે. પછી બ્રહ્મચર્ય વ્રતમાં દૃઢ બનીને. આ જે છે તેને બ્રહ્મચર્ય કહેવાય. આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે... બસ આ બ્રહ્મચર્ય છે. એ વ્રત છે, એટલે એ વર્તાશે તમને. તમારા વર્તનમાં આવી જશે, એ વણાઈ જશે. જેમ બાકી બધી ટેવો હોય છે ને—ઘણા લોકો 'ઓ ઓ' કરતા હોય, ઘણા જાતજાતનું બોલતા હોય અને કરતા હોય—એ પ્રમાણે તમારું આ વ્રત છે શું? બ્રહ્મચર્યનું, કે બ્રહ્મનું ચરણ આચરણ કરું છું હું. હું બ્રહ્મનું આચરણ કરું છું, આચમન કરું છું. એવી રીતના કરીને આમ યજ્ઞ ભાવથી બેઠા હોઈએ એવી રીતનું આખું આમ શરૂ કરવાનું અને પછી બસ એમાં દૃઢ બનીને બેસવાનું. એટલે અહીં મહારાજજી કહે છે કે સામાન્ય રીતે લોકો એવું માને છે કે જનનેન્દ્રિયનો સંયમ એ બ્રહ્મચર્ય છે, પરંતુ મહાપુરુષોનો અનુભવ કંઈક જુદો જ છે.
એ લોકો એને સંયમ માનતા જ નથી. એ આવશ્યક છે, એની ના નથી; પણ મહાપુરુષો એમ કહે છે કે મનમાંથી વિષયોનું ચિંતન કરતા અટકવાનું છે. આંખોથી એવું દ્રશ્ય જોતા અટકવાનું છે, ત્વચાથી એવો સ્પર્શ કરતા અટકવાનું છે, કાનથી વિષયોત્તેજક શબ્દો સાંભળતા અટકવાનું છે. એ જ્યારે અટકશે ત્યારે જનનેન્દ્રિયનો સંયમ શક્ય બની જશે, સહજ બની જશે, સ્વાભાવિક બની જશે. પછી એના માટે તમારે બળપ્રયોગ કરવો નહીં પડે. લોકો બહુ વિચિત્રતાઓ કરતા હોય છે બ્રહ્મચર્યના નામે, તો એ બધી વાત પછી. બ્રહ્મચર્યનો ખરો અર્થ છે—'બ્રહ્મ ચરતિ ઇતિ બ્રહ્મચર્યમ્'. મતલબ બ્રહ્મનું આચરણ છે. નિયત કર્મ છે, એ પણ યજ્ઞની પ્રક્રિયા છે, જે કરનાર 'યાંતિ બ્રહ્મ સનાતનમ'—સનાતન બ્રહ્મમાં પ્રવેશ મેળવી લે છે. એ તો જાપ કરતી વખતે બહારનો સ્પર્શ, મન અને તમામ ઇન્દ્રિયોનો સ્પર્શ બહાર જ ત્યાગી દેવાનો.
ચિત્તને બ્રહ્મચિંતનમાં, શ્વાસ-પ્રશ્વાસમાં, ધ્યાનની અંદર બિલકુલ સ્થિર કરી દેવાનું, એમ જ રાખવાનું. વિકાર શરીરમાં નહીં, મનમાં રહેતો હોય છે. મનમાં વિકાર આવે છે, પછી એ શરીરમાં ઉદ્ભવતો હોય છે. એટલે શરીરમાં વાસ્તવમાં વિકાર હોતો જ નથી. શરીર નિર્વિકારી છે, મિકેનિકલ છે એ તો આખું. આ બધો ખેલ મનનો છે. તો હવે મન જે છે તેની અંદર આપણે શું કર્યું? તો કે શ્વાસ-પ્રશ્વાસમાં એને સ્થિર કરી દીધું, ધ્યાનમાં સ્થિર કરી દીધું. આ મનમાં જે તરંગો ઉઠતા હોય છે તે બધા ધીમે ધીમે શાંત શાંત શાંત થતા જશે. ધીમે ધીમે કરતાં જોશો, શાંતિ જેવી સ્પર્શી જશે ધીમે રહીને, તો એવું થશે કે આમ પગના અંગૂઠેથી આમ જાણે કે તમને આમ કંઈક ભીનું કપડું અડ્યું હોય, અને તમે કંઈક ઓઢીને બેઠેલા હોવ અને એને જો પાણી સહેજ અડી ગયું, ધીરે ધીરે કરતાં ઉપર ચઢીને બધું આખું કપડું પલાળી દે ને, અને કેવું આપણને ઠંડકનો અનુભવ આવવા માંડે?
બસ, એવો અનુભવ આવશે. એટલે મન બ્રહ્મમાં લીન હોય તો કેવળ જનનેન્દ્રિય સંયમ નહીં પણ સર્વેન્દ્રિય સંયમ પણ સહજ બની જાય. સર્વ ઇન્દ્રિયોનો સંયમ એકસાથે થઈ જશે.જો મન સહજ થઈ જવું જોઈએ, બિલકુલ કેવું—બ્રહ્મમાં લીન થઈ જવું. આથી બ્રહ્મના આચરણમાં સ્થિર રહીને, ભય રહિત તથા પૂર્ણ શાંતિ—જો બે વાત કરી છે: એક બાજુ ભય રહિત થવાનું છે કે "હું નિર્ભય છું, હું તો બ્રહ્મ છું ને, બ્રહ્મનું આચરણ કરી રહ્યો છું એટલે મારું કશું હવે અનિષ્ટ થનારું છે જ નહીં. મારો ઇષ્ટ કેવળ બ્રહ્મ છે, બીજું કોઈ નથી. હવે મારી ઉપર કોઈ નથી, મારો કોઈ ઉપરી નથી. મને કોઈ દબડાવનાર, ધમકાવનાર, તડકાવનાર, પનિશમેન્ટ આપનાર ક્યાંય કોઈ આખા બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ ક્યાંય નથી. જે કંઈ છે તે હું પોતે." પણ હવે મારો અંડરહેન્ડ પણ કોઈ નથી, એટલે મારે પણ કોઈને આ નથી કરવાનું.
આ ભૂલી જાય છે માણસ. ગુરુ બની જાય છે થોડોક ટાઈમ આ બધું કર્યા પછી, અને પછી બધાને કે "આને દો, આને દો." તો પછી સમજણ નથી પડતી કે ભાઈ તારી હવે શું દશા થવાની! એટલે બહુ સાચવવાની જગ્યા આ છે, એ ભયસ્થાન છે જે દાદાએ બતાવેલું છે કે તમે માર્ગદર્શન ભલે આપજો પણ ગુરુ ના થતા. ગુરુ-શિષ્યની પરંપરા પૂછવા જાય બધી વાત સાચી, હા; પણ એ ગુરુ કોણ? આપણે ત્યાં ગુરુ એટલે દેહધારી—એમ જ આપણે પકડીને સમજીને બેસી રહીએ છીએ. બસ જે બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી છે તેના પાસે જવાનું અને વિનયપૂર્વક પ્રશ્ન કરવાનો. ત્યાર પછી એ જે કંઈ વદે છે, એ જે કંઈ કહે છે તે ગુરુ કહે છે. એનો અર્થ એ છે કે એ જે મહાપુરુષ છે એ તો યંત્ર છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમારા ટેપ રેકોર્ડરની અંદરની તમે પૂજા કરો છો? તમારા ટીવીની પૂજા કરો છો? જ્ઞાની પુરુષને તમે ઉચિત માન આપો, સન્માન—આપણે એમ નથી કહેતા કે એવું નહીં, એને વ્યવસ્થિત જગ્યાએ એ બરાબર છે પણ ત્યાંથી આવી રહ્યું છે બરાબર?
તો તમે એને જુઓ કે આ જે આવી રહ્યું છે એ અહીંથી નથી, બ્રહ્મ સ્વયં બોલી રહ્યો છે. ત્યાંથી તમે પકડો, એ તમને વધારે ગુણકારી છે. માનવને ગુરુ બનાવશો અને એના પાસેથી કંઈક તમે પ્રાપ્ત કરશો એના કરતાં બહુ ઊંચી સંભાવનાની વાત કરી રહ્યા છે ભાઈ અહીંયા તો, કે બ્રહ્મ સ્વયં તમને ઉપદેશ આપી રહ્યો છે. એ માણસ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની અંદર આ ઘટના, આ જ ઘટના હતી ભાઈ એ વખતે. દ્રોણ ગુરુને તો કંઈ ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. એ તો જ્યારે પેલું ત્યાંથી પસાર થયા અને પછી પેલું જે કૂતરું બહુ ભસવા માંડ્યું એનું અતિશય, તે પેલાને એકાગ્રતામાં ખલેલ પડી એટલે એને જે આમ પેલું હતું તે સરસંધાન એમ કરીને અવાજની દિશામાં છોડી દીધા બાણ—એટલા બધા બાણ મારી દીધા તે પેલા કૂતરાનું મોઢું બંધ થઈ ગયું. એવું તો પેલો અર્જુન પણ નહોતો કરી શકતો. એ જાણીને પછી એમને થયું કે આ કોણ છે કે આવું કરી શકે છે?
ત્યાર પછી એણે જોયું કે "ઓહો, આ તો મારો શિષ્ય છે!" વાસ્તવમાં એણે એમને ગુરુ માનેલા, આણે તો એને શિષ્યત્વ આપ્યું જ નહોતું. બરાબર છે? "હું તો માત્ર રાજકુમારોનો જ ગુરુ છું," એવું કીધું હતું ત્યારે. "આ વિદ્યા હું તને ના આપી શકું, હું રાજકુમારોનો ગુરુ છું." એ તો ગુરુ થયા હતા ને, રાજકુમારોનો ગુરુ એટલે કંઈ જેવી તેવી વાત હતી? હવે એકલવ્યને થયું કે આ તો બહુ અપાર કષ્ટની વાત છે પણ અત્યારના કાળની અંદર સૌથી શ્રેષ્ઠ તો એ જ છે એવું હું જાણું છું. એટલે પછી એણે ભાવથી દ્રોણની મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવી, એને પ્રતિષ્ઠા આપી, એને ભાવના આપી કે "તમે ગુરુ છો મારા. હવે આ જે કંઈ અભ્યાસ છે હું તમારી સાક્ષીએ કરું છું." તમે અભ્યાસ કરો તો આવી રીતે કરવું હોય કે "હે બ્રહ્મ, હું તારી સાક્ષીએ આ અભ્યાસ કરું છું." એમાં કોઈ મહાપુરુષનો કે કોઈનો ફોટો, તસ્વીર, મૂર્તિ તમને સહાયભૂત થતી હોય—વેલ એન્ડ ગુડ; નથી રાખતા—કોઈ આવશ્યકતા નથી.
તમારે કંઈ અનુકરણ કરવાની જરૂર નથી. દાદા કહેતા હતા કે મારા જે આત્મસાક્ષાત્કારનું અનુકરણ કોઈ ન કરી શકે, એમને તો ક્રમિક માર્ગમાં ઉદ્ભવ પામેલો હતો. તમે બધા અક્રમ માર્ગી છો. જ્ઞાન તો તમને ઓલરેડી આપેલું છે, હવે વચ્ચેની નોલેજ ગેપ તમારે પૂરવાની છે એટલે તમને સંપૂર્ણતાનો અનુભવ ત્યારે આવશે. તમે એમ સમજો છો અત્યારે પણ કે જાણે તમારી પાસે જ્ઞાન નથી. જ્ઞાન છે છતાં તમને કેવું લાગે છે? અભાવ લાગે છે, ખાલીપો લાગે છે. કારણ? કારણ તો કે દાદાની આજ્ઞાનું પાલન જ નથી એક, અને બીજું તો કે આ જે વચ્ચેની ગેપ છે ને તે પૂરવાનો કોઈ તમારા તરફથી કોઈ પ્રયત્ન જ નથી. આ બે વસ્તુઓ છે એના કારણે અભાવ અને ખાલીપો લાગે. તો એમણે જે કીધું કે ભાઈ અભ્યાસ કરો તમે, "હું શુદ્ધાત્મા છું" એનો અભ્યાસ કરવાનો કીધો છે. બોલ-બોલ કરવાનું ક્યાં કીધું છે? પ્રત્યેક ક્ષણ, પ્રતિ પલ જો તમે અભ્યાસ કરો કે "હું શુદ્ધ આત્મા છું," બસ આ બોલ્યા, બેઠા; હવે અનુભવ કરો, અનુભવ કરો.
એટલે આજ્ઞા સમજ્યા જ નથી, પાલન ક્યાંથી થાય? પ્રોબ્લેમ આ બધા ત્યાંથી શરૂ થાય. તો આ ભાઈ સમજી ગયા હતા, એમને પરફેક્ટ રીતે એમને તો ગુરુને ત્યાં આગળ સ્થાપિત કર્યા અને એમને પ્રાણ પ્રતિષ્ઠા—પોતાની ભાવ પ્રતિષ્ઠા કરી દીધી કે "તમે જ મારા ગુરુ છો હવે, તો તમારી સાક્ષીએ હું અભ્યાસ શરૂ કરું." અને પછી એને એક પછી એક એવી અવનવી જેને કહેવાય એ વિદ્યા એને અંદર સ્ફૂરતી ગઈ, સ્ફૂરતી ગઈ. તે વખતે કયો દ્રોણ ગુરુ આવીને એને કાનમાં બોલતો હતો કે "આમ કરજે, તેમ કર, કે આવી રીતે બાણ છોડજે, કે આટલું પ્રેશર અહીંયા આપવાનું ને આટલું નહીં આપવાનું, આમ શ્વાસ લેવાનો"? બધું એને કોણે શીખવાડ્યું? અંતસ્ફૂરણ થતું હતું. એ જ વાત કહે છે કે બ્રહ્મ તમારો કંટ્રોલ લઈ લેશે પછી એ જ તમને કરાવશે. આજની તારીખમાં પણ જે શ્રેષ્ઠ છે ને, જે તે વિષયના બધા અલગ અલગ હોય ને, આપણો આટલો મોટો મહાન ભારત દેશ છે એમાં કેટલા આટલા બધા લોકો છે, બધા કેટલા બધા શ્રેષ્ઠ છે.
શ્રેષ્ઠ સંગીતકારો છે, શ્રેષ્ઠ ગાયકો છે, શ્રેષ્ઠ લેખકો છે; બધું શ્રેષ્ઠ. એ શ્રેષ્ઠત્વ શું છે? એ ક્યાંથી આવે છે? એનો સ્ત્રોત કોણ છે? તો કે બ્રહ્મ છે. આ બધાય એક યા બીજા સમયે એકાગ્ર થઈને બેઠા, એમને કોઈકની ઉપર થોડીક શ્રદ્ધા મૂકેલી હતી, પોતાની આત્મશ્રદ્ધા હતી કે "આજે હું કરું છું તે ઉત્કૃષ્ટ હોવું જોઈએ." અને પછી એમણે શરૂ કર્યું અને જે સ્ફૂરણ અંદરથી આમ એકદમ આવવા માંડ્યું એ પ્રમાણે એ લોકો કરતા ગયા, એનો અભ્યાસ કરતા ગયા. એ બધા શ્રેષ્ઠત્વને પામી ગયા અને પામી રહ્યા છે. માર્ગ આજે પણ ખુલ્લો છે, ચાહે કોઈ પણ હોય, કોઈને પણ બનવું હોય—ઓપન ટુ ઓલ. વસ્તુ તો આ જ છે બોલો! Q:-જ્ઞાન તો છે પણ તમારો ભાવ હોય તો આજે પણ એ તમને વિદ્યા આપે. A:-હવે આપણે જીન્સ બનાવવાનું બંધ કરી દો, તિરંદાજી ચાલુ કાલથી! યસ, તમે એની એકેડેમી ખોલી દો.
જો કાલે સવારમાં તો ફટ દઈને... તમારા પોતાના અભ્યાસ માટે પહેલા તો, અને પછી તમે એમ વિચાર કરી શકો કે આજે હું આ જ્ઞાન પામ્યો છું તે આવતી કાલે બીજાને... આ તો કોઈ એક વિષયની વાત છે. થોડું લાઇટર સાઈડ તમને કહી રહ્યો છું, ડોન્ટ ટેક ઈટ પર્સનલી, આ બધું 'હસનલી' છે, હસવામાં કાઢવાની. તો તમે એ રીતે કરીને જો તમે કરશો તો તમે ટૂંક સમયમાં જ—એવું નહીં કે આમ એકાદ બે મહિનામાં કે છ મહિનામાં—ટૂંક સમયમાં એટલે તમારા અભ્યાસના પ્રમાણમાં તમારો સમય નક્કી થાય છે, ક્ષમતા તમે હાસિલ ચોક્કસ કરી લેશો. અને એક લેવલે પહોંચ્યા પછી તમે બીજા બધાને પણ આ જ્ઞાન પાછું આવી જ રીતે આપી શકો. આ બધા બેસ્ટ કોચ છે, એ બધા શું છે? તમને શું લાગે છે? પેલું ટેનિસ રમે છે, ટેબલ ટેનિસ રમે છે, પેલો પિકલ બોલ રમે છે; ફિઝિક્સવાળા સર છે, ફિઝિક્સવાળા... કેટલા લોકો છે!
એટલે શ્રેષ્ઠત્વનું સ્ફૂરણ હોય અને જ્યાં સુધી મન, વચન, કાયાની નિર્મળતા હશે, ત્યાં સુધી તો એ વહ્યા જ કરશે; કારણ કે એણે પછી કબજો લઈ લીધો અંતઃકરણ ઉપર. એટલે પછી પતી ગયું, એ પછી વહ્યા જ કરે. બરાબર? પણ જો પછી આ વ્યવહાર દશાના જે આ બધા વિષયોની વાત કરીએ છીએ, એટલે પછી એ પાછો જો કોઈ બીજા પ્રકારના મોહની મોહજાળમાં ફસાયો, કંઈક કરપ્ટ થવા માંડ્યો, કંઈક થયું કે પૈસા જોઈએ, વધારે જોઈએ, આમ જોઈએ તેમ જોઈએ; તો પછી એની ધીમે-ધીમે ઉન્નતિ અટકી જાય છે. જ્યાં હોય ત્યાં રહી જાય છે, ઘણા બધા કેસમાં ગબડી પડે છે. એનું કારણ આ છે. > ▛ ▜ > **મુખ્ય બિંદુ: સર્વેન્દ્રિય સંયમ અને શાંતિ** > બ્રહ્મમાં સ્થિર રહેવાથી સર્વ ઇન્દ્રિયોનો સંયમ સહજ બને છે. ભય રહિત અને પૂર્ણ શાંતિથી મનને સંયમમાં રાખી પરબ્રહ્મમાં પરાયણ રહેવું એ જ સાચો માર્ગ છે. > ▟ ▼ > આવી રીતે સર્વેન્દ્રિય સંયમ પણ સહજ બની જશે અને ત્યારે તમને માત્ર જનનેન્દ્રિયના સંયમ માટે મહેનત કરવી નહીં પડે, એ તમને સુલભ, સહજ, સ્વાભાવિક થઈ જશે.
અત્યારે કેટલા લોકોને મથામણ કરવી પડે છે પેલામાં! આમાં કાંઈ નહીં, નો બોધરેશન, નો લેબર વર્ક. આથી બ્રહ્મમાં, આચરણમાં સ્થિર રહીને ભય રહિત તથા પૂર્ણ શાંતિથી—જો શાંતિ જોઈએ છે—મનને સંયમમાં રાખીને, મારામાં લીન ચિત્તવાળા થઈને, મારામાં પરાયણ રહીને સ્થિર બેસવું. મારામાં પરાયણ થઈને બેસવું એટલે શ્રીકૃષ્ણમાં નહીં, પરબ્રહ્મમાં. અત્યારે જે ગીતાનો ઉપદેશ થઈ રહ્યો છે તેમાં શ્રીકૃષ્ણ નથી બોલી રહ્યા, સ્વયં પરબ્રહ્મ શ્રીકૃષ્ણ મારફતે બોલી રહ્યા છે અને ઉપદેશ અર્જુન પામી રહ્યો છે, માટે ઇફેક્ટિવ છે. શ્રીકૃષ્ણ નો ડાઉટ યોગેશ્વર હતા, પણ અત્યારની સ્થિતિમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે. શ્રીકૃષ્ણ સ્વયં... બીજાની વાત જવા દો, તે વખતે બોલનાર કોણ છે? સ્વયં પરમાત્મા, પરબ્રહ્મ પોતે ઉપદેશ આપી રહ્યા છે. શ્રીકૃષ્ણનું તો ખાલી શરીર, દેહ, મન, વાણીવાળું જે યંત્ર છે તે વપરાઈ રહ્યું છે ત્યાં.
સમજાય છે કાંઈ? શ્રેષ્ઠ છે, શ્રીમદ્ ભગવદ્ ગીતા કહેવાય છે એટલા માટે. આનું શું પરિણામ? પોતે પોતાને નિરંતર તે જ ચિંતનમાં જોડીને, સંયત મનવાળો યોગી મારામાં સ્થિતિ પામવા રૂપી પરાકાષ્ઠા રૂપ શાંતિને પ્રાપ્ત કરી લે છે. પરાકાષ્ઠા શાંતિ! શાંતિની પણ કોઈ ઉપરની હદ છે ખરી? એટલી બધી શાંતિ, એટલી બધી શાંતિ, પરમ શાંતિ ભાઈ! એ જેવી પ્રાપ્ત થશે એટલે શું? તો કે બધું શાંત થઈ જશે તારું. કશું જ કોઈ આવેગ નહીં, કોઈ ઉદ્વેગ નહીં, કશું જ નહીં, કોઈ ચિંતા નહીં. કેટલી અદભૂત સ્થિતિ! અને આ પ્રોમિસ અહીં આપણી સામે છે. ચિંતનમાં જોડીને સંયત મનવાળા થવું પડશે, એના માટે આવશ્યક છે કર્મમાં હંમેશા પ્રવૃત્ત રહેવું. કયું કર્મ? આ નિયત કર્મ. એમાં પ્રવૃત્ત હંમેશા. અહીંયા પ્રશ્ન પૂરો થયો, હવે આગળ વાત કરે—કેવી રીતે? વાળી વાત થઈ ગઈ. શું યોગયુક્ત કેવી રીતે બનવું?
તો કે આવી રીતે બેસવાનું, આવી રીતે આ કરવાનું એમ તમને કહી દીધું. હવે આગળની વાત—પરમાનંદ રૂપ શાંતિ માટે. હવે જે પેલી શાંતિની વાત કરીને, જે સર્વોચ્ચ પરાકાષ્ઠાની, ત્યાંથી હવે શરૂઆત કરે છે આગળ. શારીરિક સંયમયુક્ત આહાર-વિહાર આવશ્યક છે. અર્જુન, આ યોગ ના તો અતિ ખાનારાને પ્રાપ્ત થાય છે, તેમ ના તો બિલકુલ ન ખાનારાને. એટલે સદાય એમ કે ભૂખ્યો રહેનારો હોય અને એમ વિચાર્યા કરે કે હું આ યોગને સાધી લઈશ અને પ્રાપ્ત થઈશ—ચોકડી! કોઈ એમ કહે કે હું તો ગમે તેટલું ખાવું બધું મને પચી જાય છે અને મને કાંઈ વાંધો નથી આવતો અને હું યોગને એમ કે સાધી લઈશ—ચોકડી! કેમ? તો કે એનાથી પણ નહીં થાય, આનાથી પણ નહીં થાય. બંને એક્સટ્રીમ પર ગયેલા છે. મધ્યમાં આવો. મધ્યમાં બેલેન્સ હોય છે. એક્સટ્રીમ ઉપર હંમેશા જોલ વધારે જ હોય. એટલે ઉપર ચઢે તો એટલો જોરથી ચઢી જાય, પણ પડે એટલા જોરથી કે જડે પણ નહીં પાછો અને ફરી ઊભા જ ના થવાય એટલા જોરથી પડ્યો હોય.
અને આના કેસમાં તો ઊભા થવાની એનામાં ક્ષમતા જ ના હોય. આ બધો યોગ સાધવાનો પાવર ક્યાંથી લાવશે? ઇટ નીડ્સ પાવર. ઇન્દ્રિયોમાં બળ જોઈશે, એ ક્યાંથી આવશે? યોગ્ય યુક્ત આહાર વગર એ આવતું નથી. માટે કીધું કે 'યુક્ત આહારી' બનજો. > 🟡 **કી ટેક-અવે: યુક્ત આહાર અને વિહાર** > * **મધ્યમ માર્ગ:** અતિ ખાનાર કે બિલકુલ ન ખાનાર—બંનેને યોગ સિદ્ધ થતો નથી. પ્રકૃતિને અનુકૂળ આહાર લેવો જરૂરી છે. > * **સમતુલા:** નિદ્રા, જાગરણ અને પરિશ્રમમાં સમતુલા હોવી જોઈએ. અતિશય ઉજાગરા પાગલપન તરફ દોરી જાય છે. > યુક્ત એટલે તમારી પ્રકૃતિને અનુકૂળ હોય, તમારી પ્રકૃતિને પથ્ય હોય. આ ભાઈને ડુંગળી પચી જાય અને આપણે ડુંગળી ખાઈએ અને આપણને ઉપાધિ થાય; અમારે એમને લસણ પચી જાય અને અમે ખાઈએ એટલે ઓડકાર ચાલુ થઈ જાય. હવે પેલું હો-હો ચાલતું હોય અને હું ત્યારે બેસીને હોમ કરવા બેઠો હોઉં તો મારાથી થશે?
પૂરો નહીં થાય. હવે બંનેની પ્રકૃતિ અલગ છે ભાઈ, એટલે એક જ ઘરની અંદર હોવાથી પણ કાંઈ બંનેની પ્રકૃતિ સરખી હોય એવું કાંઈ કારણ નથી. સમજાય છે? તો પોતાની પ્રકૃતિને અનુકૂળ, એને પથ્ય છે, પ્રકૃતિને થોડુંક પોષણ આપવાનું છે; એને ભૂખે પણ નથી મારવાની અને ભૂખથી સુકવવાની પણ નથી, એને દુઃખ પણ નથી આપવાનું. નહીં તો પ્રકૃતિ દુઃખ આપવા માંડશે ને તે દિવસે તો ખબર પડી જશે બરાબરની. 'ઓ બાપા ઓ બાપા' થઈ જાય તરત. "લે તું પાણી નહોતો પીતો ને, હવે પથરી થઈ છે, આવી જા તું બરાબરનો દુખાવો ઉપડે ત્યારે ખબર પડી જાય કે આ અસહ્ય થઈ ગયું." હવે ડોક્ટર એને કહે "પીધે રાખ પાણી," પણ પહેલા એણે છોડ્યું હતું કે "હું તો ૧૬ કલાક પાણી વગર ચલાવી લઉં છું." એક જાતનો અહંકાર ઊભો થઈ જાય અને માણસ આવું બધું કરી બેસતો હોય છે. જાત-જાતના બધા યોગના વિચિત્ર ગતકડાઓમાં લોકો પડી ચૂકેલા હોય છે.એની એક વાત છે જે પછી કહીશ.
એટલે એવા બધામાંથી આપણે બચવાનું છે. યુક્ત આહાર કીધો આપણને, તો યુક્ત આહાર કરવાનો અભ્યાસ માટે એ પર્યાપ્ત છે અને યોગ્ય છે. એવી રીતે આગળ કહે છે કે અર્જુન, આ યોગ ના તો અતિ ખાનારાને પ્રાપ્ત થાય છે, તેમ ના તો આ બિલકુલ ન ખાનારાને. ના તો અતિ ઊંઘનારાને કે ના તો અતિશય ઉજાગરા કરનારાને. એટલે ઊંઘ પણ આવશ્યક છે, યુક્ત હોવી જોઈએ એ પણ. સો, યુક્ત આહાર હશે તો તમને યુક્ત ઊંઘ આવશે, પર્યાપ્ત હોવી જોઈએ, સફિશિયન્ટ. હવે એ સફિશિયન્ટની માત્રા વ્યક્તિએ વ્યક્તિએ અલગ-અલગ હોઈ શકે. ઇન જનરલ તમે એમ કહો કે સાત થી આઠ કલાકની વચ્ચેની ઊંઘ લેવી આવશ્યક છે. હવે તે ટાઈમે તમે બેસીને યોગ કરો... પેલામાં લખ્યું છે કે "લોકો રાત્રે જ્યારે ઊંઘતા હોય છે ત્યારે જ્ઞાની જાગતો હોય છે," એટલે હવે હું ૧૨ થી ૬ સુધી યોગ કરીશ અને દિવસ દરમિયાન ઊંઘ્યા કરીશ—આ હવે ચોપડવાનું પી ગયો, પતી ગયું એનું!
આગળ ઉપર કાંઈક મોટું ઊભું થઈ જાય પછી એને જિંદગીમાં, અને ત્યારે પછી એમ થાય કે અરરર ભૂલ થઈ ગઈ. ઇન્ટરપ્રિટેશન જ ગલત, બિલકુલ! એટલે એવી બાબતોથી બચવાનું છે. સમજો સમજો, જો જ્ઞાનીઓએ હંમેશા આપણને કીધેલું છે કે ભાઈ સમજો તમે, જ્યાં સુધી તમને સમજણ ના પડે ત્યાં સુધી તમે સમજણ પાડવાનો જ પ્રયત્નશીલ રહો. જ્યાંથી પણ મળે ત્યાંથી પણ તમે સમજણ કેળવો. તમે જાતે વિવેકથી સમજો કે જે કાંઈ મને કહેવામાં આવી રહ્યું છે એ મને હેલ્પફૂલ છે, બેનિફિશિયરી છે, આ મારા હિતમાં છે, મને આ કામ લાગે એવું છે. થોડુંક કરી જોવાનું, નહીં તો છોડી દેવાનું. છોડવામાં વાર નહીં કરવાની, પકડવામાં તમે બહુ વાર કરી હતી! ના એ તો તમે તરત પકડી લીધું હતું.દુઃખોનો નાશ કરનાર આ યોગ—શું કહે છે?—દુઃખોનો નાશ કરનાર આ યોગ કેવો છે? ઉચિત આહાર, સમુચિત કર્મ, સમતોલ નિદ્રા-જાગરણ કરનારને જ પ્રાપ્ત થાય છે.
સમતોલ! કેવો સુંદર શબ્દ વાપર્યો છે. નિદ્રા અને જાગરણમાં પણ સમતુલા હોવી જોઈએ, આહાર અને વિહારમાં પણ સમતુલા હોવી જોઈએ. > ▛ ▜ > **મુખ્ય બિંદુ: આહાર, વિહાર અને કર્મ** > યોગી માટે યોગ્ય શારીરિક પરિશ્રમ અને સંતુલિત જીવનશૈલી અનિવાર્ય છે. પરાકાષ્ઠાની શાંતિ માટે ચિંતન સાથે જોડાયેલું સંયમિત મન જરૂરી છે. > ▟ ▼ > એવી રીતે કહે છે કે સાધનને અનુકૂળ વિચરણ. વિચરણ એટલે કાંઈક તો પરિશ્રમ કરવો જ પડશે. તમે શારીરિક કાંઈ પણ થોડોક શ્રમ પણ કરો, એ બહુ આવશ્યક છે. કોઈ કાર્ય શોધી લેવું જોઈએ, અન્યથા લોહીનું ભ્રમણ શિથિલ પડી જશે, લો-બીપી થઈ જશે એમ કહે છે. અને પછી લો-બીપી માંથી લોકો કોમામાં અને ત્યાં થઈને પછી એક્ઝિટ મારે બહાર , અથવા બે-ચાર વર્ષ, ૧૫-૨૫ વર્ષ પડ્યા રહે. હવે આ સ્થિતિ તમે તમારા માટે નિવારી શકો છો, માટે કીધું છે કે તમારે આવશ્યક એવું કોઈ કર્મ શોધી લેજો કે જેથી તમે થોડો-ઘણો પણ શારીરિક પરિશ્રમ કરી શકો.
એટલે આ વિહારની વાત કરી. આહારને પહેલા કહી દીધું. આહારમાં એવું નથી કીધું કે તમારે કંદમૂળ ખાવા, આહારમાં એવું પણ નથી કીધું કે તમારે ફલાહાર ખાવા, જો યાદ રાખો આહારમાં એવું પણ નથી કીધું કે તમારે ફક્ત પાંદડા ખાવા. કોક જગ્યાએ શાસ્ત્રમાં લખ્યું છે કે પાર્વતીએ ચાર મહિના સુધી માત્ર પાંદડા ખાઈને નિર્વાહ કર્યો, હવે એ વાંચીને તમને એમ થઈ જાય કે લાયને હુંય કરું, પણ એ પાર્વતી હતા અને તમે તમારી પ્રકૃતિ એવી છે કે પૂય થાય એવું નથી નથી, એટલીય તાકાત નથી; તો પછી શા માટે તમે એના સાથે સરખામણી કરીને આ બધું કરી ને બેસો છો ? એની સમજણ કેળવો. એટલે આ બધી બાબતો અતિશય વિવેક માંગી લે છે, ખૂબ સમજણ; નહીં તો રોગ ઘેરી લેશે. જો તમે પ્રોપર વિહારનું ધ્યાન નહીં રાખેલું હોય તો. માટે કામ કરતા રહેવું. આયુષ્ય, આહાર, ઊંઘવું, જાગવું અને અભ્યાસ—આ બધું શું છે?
જેમ વધારો તેમ વધે અને જેમ ઘટાડો તેમ ઘટી શકે એવી છે. કઈ કઈ બાબતો કીધી? આયુષ્ય, આહાર, ઊંઘવું, જાગવું અને અભ્યાસ—આ પાંચ વસ્તુઓ એવી આપણને બતાવી દીધી કે તમે જેટલી વધારવા ચાહો એટલી વધી શકે છે પણ શેનાથી? અભ્યાસથી વધે. એક જ દિવસ બહુ કરી નાખ્યું અને બીજે દિવસે કશું નહીં, તો પરિણામ શૂન્ય છે; ખરેખર તો પરિણામમાં રોગ છે પછી તો. શૂન્ય મારી જશે બધું, ઉપાધિ, કાંઈ સમજણ જ નહીં પડે કે શું થઈ ગયું. એટલે મહારાજજી કહેતા કે યોગીએ ચાર કલાક સુવું અને બાકી સતત ધ્યાનમાં લાગેલા રહેવું જોઈએ. આ એવાની વાત કરે છે જે આશ્રમની અંદર હોય, મહારાજની પોતાની નિશ્રામાં હોય તેવા લોકો માટેની વાત. હવે આ વાંચીને આપણે ચાર કલાક સુઈએ અને બાકીના ૨૦ કલાક સુધી બેસીએ, પણ આપણામાં એટલું દૈવત છે, એટલી ક્ષમતા છે કે આપણે ૨૦ કલાક ઓમ કરી શકીશું? પહેલા એ સમજવું પડે.
તમે ધીરે-ધીરે અભ્યાસ વધારી શકશો એની કક્ષાએ તમે પહોંચો ત્યારે, અને શક્ય છે કે તમારે ૨૦ કલાક સુધી આવી રીતે કરવું આવશ્યક પણ ના હોય, તે પહેલાં જ તમારું કામ થઈ જશે. આ આશ્રમમાં રહેલા જે છે તેવા સંતો માટેની વાત છે, સન્યાસીઓ માટેની વાત. આ વાંચીને આપણે એમ કહીએ કે ભાઈ હું ચાર કલાક જ બસ હવે સુઈશ, હાઈ-બીપી એટલું તીવ્રતાથી વધી જશે કે એને કાબૂ કરવું મુશ્કેલ પડી જશે. માટે ધ્યાન રાખજો સાત થી આઠ કલાક જે આપણે ગૃહસ્થી છીએ, સંસારી છીએ, એવા લોકો જે વ્યવહાર કાર્યો બધા કરવામાં પણ છીએ, એવા લોકો માટે સાત થી આઠ કલાક મિનિમમ. એટલું સુવાનું. હઠપૂર્વક જાગરણ કરનાર જલ્દી પાગલ થઈ જાય છે. યોગાભ્યાસ કરવા બેઠો હોય અને પાગલ થઈ જાય તો પછી ચાલે? મતલબ શું છે? પાગલ એટલે કેવી જાતનું હોય છે ? કે એનું મન છે ને એ મિસબિહેવ કરે એની સાથે, વિચિત્ર વર્તનો કરવા માંડે, એ પોતે જ પોતાના મનને સમજી નથી શકતો; એનું સ્વરૂપ જોઈને એ પોતે એટલો બધો અકળાઈ ગયો, ગભરાઈ ગયો હોય છે કે એને પોતાને સમજણ નથી પડતી હોતી કે શું થયું ?
માટે કીધું છે કે તમારે પ્રોપર શાંતિથી સુઈ જવાનું, આરામ પૂરતો કરવાનો. કોઈપણ ઉચિત કર્મ, ઉચિત ચેષ્ટા પણ હોય એટલે કર્મને અનુરૂપ નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. કર્મ ઉચિત ચેષ્ટા—કર્મ કયું છે આપણું? તો કે આનું ધ્યાન કરવાનું. હવે એને અનુરૂપ જે કાંઈ હોય એવા બધા કાર્યને અનુરૂપ આપણે બધું થતાં જવું જરૂરી છે. બાહ્ય વિષયોનું સ્મરણ કર્યા વિના હંમેશા ધ્યાનમાં સ્થિર રહેનારનો જ યોગ સિદ્ધ થાય છે. બાહ્ય વિષયો બહાર મૂકી દેવાના, પહેલા જ કહી દીધું ને—બાહ્ય સંકલ્પો જ બધા બહાર, કશું તમે પછી ગ્રહણ કરતા જ નથી. અંદર બ્રહ્મ સિવાય, બ્રહ્મને ગ્રહણ કરનાર કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગયા પછી જે કાંઈ અપાઈ રહ્યું છે તે પણ શું છે? બ્રહ્મ છે. હવે એ પાછું જેને આપવામાં આવે છે તે એને રિસીવ કરનાર કોણ છે? તો કે બ્રહ્મ છે. એ રીતે બ્રહ્માર્પણમ્ બ્રહ્મ હવિ...
આમ યોગાભ્યાસથી નિયંત્રિત ચિત્ત જે સમયે પરમાત્મામાં યોગ્ય રીતે સ્થિર થઈ જાય છે, યોગ્ય રીતે સ્થિર થવું જોઈએ. સ્થિરતા ગમે તેમ કરીને જબરજસ્તી પ્રાપ્ત કરવાની છે એવું નથી કહેતા, યોગ્ય રીતે સ્થિરતા થવી જોઈએ શેની? ચિત્તની. નહીં તો શું થશે? ચિત્તભ્રમ થશે. ઘણાને એવો ચિત્તભ્રમ થવા માંડે કે હું બ્રહ્મ છું, વાસ્તવમાં ત્યાં સુધી પહોંચ્યો જ નથી, પણ એને ભ્રમ થઈ જાય કે હું બ્રહ્મ છું એટલે પોતે સંપૂર્ણ થઈ ગયો છે એવું માની બેસે અને પછી એ પ્રમાણે વર્તન પણ કરવા માંડે અને બધું એવું કરે. વાસ્તવમાં એ પહોંચ્યો જ ના હોય, કશું થયું જ ના હોય, એ તો પાછું આગળ પ્રકૃતિ એને જરાક દેવાટેને બરાબરની આમ ઘેરીને એટલે પછી એની સમજણ પડી જાય કે યાર હજી તો કાંઈ ગરબડ લાગે છે, પહોંચ્યો નથી લાગતો. ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય ભાઈ! એટલા માટે કીધું છે કે જો કોઈપણ આવા ખોટા ભ્રમને પણ પોષશો નહીં.
ચિત્તભ્રમની સ્થિતિ એ કોઈ આવકાર્ય સ્થિતિ નથી. એટલે યોગાભ્યાસથી નિયંત્રિત ચિત્ત જે સમયે પરમાત્મામાં યોગ્ય રીતે સ્થિર થઈ જાય છે, વિલીન જેવું થઈ જાય છે, એનું પરિણામ શાંતિ તરત તમને અનુભવ આવશે. તો તમે અનુભવ કરી શકશો કે આજે બહુ સુંદર રીતે અભ્યાસ થયો. આગળની પ્રગતિની વાત જવા દો, અહીંયા પહેલું પરિણામ શું આવશે? પરમ શાંતિ, આનંદ અને સંતોષ. આ ત્રણ વસ્તુઓ તમને એકદમ આપી દીધી હશે. તમારા એ અભ્યાસે, રોજે-રોજ રોકડું કેશ ફળ મળે તમને. બસ એને એકઠું કરવાનું, એ તમારી શ્રદ્ધા વધારશે, તમારા બળમાં વૃદ્ધિ કરશે. બીજે દિવસે આની આ જ વસ્તુ આગળ કરવા માટે તમને ઉત્સાહ પણ આપશે, સરસ કામ થઈ જશે. એટલે એવી રીતે તમામ કામનાઓ રહિત પુરુષ યોગયુક્ત કહેવાય છે. એને કોઈ ઈચ્છા નથી રહી હવે, સહજપણે બધી જતી રહી છે, વિદાય પામી ગઈ છે; એવું નથી કે એણે જબરજસ્તી દબાવી દીધી પણ સમજણપૂર્વક એનાથી મુક્ત થઈ રહ્યો છે, છૂટી થઈ રહી છે કે ભાઈ મને એની કોઈ આવશ્યકતા નથી.
કોઈ ભલેને ગમે તેટલું આપવા પણ માંગતો હોય પણ પેલું એમ કહે કે ભાઈ મારે આવશ્યકતા નથી, મારે આટલું પર્યાપ્ત છે, પૂરતું છું, આઈ એમ હેપી, બસ મને સંતોષ છે. અરે એનું એ જે હશે ને, એનાથી જ પેલા બધા બાજુ પર જવા માંડશે ધીમે-ધીમે કરીને. > ▛ ▜ > **મુખ્ય બિંદુ: ચિત્તનો વિલય અને પરમ તૃપ્તિ** > યોગાભ્યાસથી વશ થયેલું ચિત્ત જ્યારે પરમાત્મામાં સ્થિર થાય છે, ત્યારે સાધક પોતાના આત્મામાં જ સંતોષ અનુભવે છે. આ અવસ્થામાં તે ઇન્દ્રિયોથી અતીત એવા અનંત આનંદનો અનુભવ કરે છે. > ▟ ▼ > આગળ કહે છે—વાયુરહિત સ્થળમાં રાખેલો દીવો જેમ ચલાયમાન થતો નથી, તેની જ્યોત સીધી ઉપર જાય છે અને એ જ્યોતમાં કંપન હોતું નથી; પરમાત્માના ધ્યાનમાં જ સ્થિર ચિત્તનો વિલય થઈ જાય છે. પરમાત્માના ધ્યાનમાં જે સ્થિર થઈ ગયેલું છે એવા ચિત્તનો વિલય થઈ જાય ત્યારે કઈ વિભૂતિ પ્રાપ્ત થાય છે?
અભ્યાસ વિના ક્યારેય મન નિરુદ્ધ થતું નથી. આથી યોગાભ્યાસથી વશ થયેલું ચિત્ત ઉપરામ બને છે. ઉપરામ બનવું એટલે શું છે? ચિત્તની ઉપર જાણે આ એક જાતનું આવરણ આવી ગયું છે એટલે હવે એ સંસારની અંદર પાછું ભમવા માટે દોડાદોડ કરતું નથી. ત્યાં શાંત અને સ્થિર થઈને આમ બેસી જાય છે બિલકુલ, એવી રીતે તેને ઉપરામ સ્થિતિ કહેવામાં આવે છે. વિલીન થઈ જાય છે, મટી જાય છે. એ સ્થિતિમાં આત્માના પોતાના આત્મા દ્વારા 'આત્મના એવ આત્માનં' પરમાત્માને જોઈને, પોતાના આત્મામાં જ સંતોષ અનુભવવા માંડે.બસ સ્વયં તૃપ્તિ, હવે કશું આવશ્યકતા નથી. કેમ કે પ્રાપ્તિકાળમાં તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે પરંતુ બીજી ક્ષણે તે પોતાના આત્માને શાશ્વત ઈશ્વરીય વિભૂતિમાં ઓતપ્રોત થયેલો જુએ છે. એટલે આ ક્ષણે તમને જેવો આત્મસાક્ષાત્કાર થયો, બીજી જ સેકન્ડે તમને બીજી પરમાત્માની જે ઈશ્વરીય વિભૂતિઓ છે એ બધી તમને ત્યાં આગળ પ્રાપ્ત થઈ જાય છે, એ બધી તમને મળી જાય છે.
ઈશ્વરીય વિભૂતિઓ એટલે ૨૪ પ્રકારની સિદ્ધિઓ છે જેમાં અષ્ટસિદ્ધિ, નવનિધિ વગેરે જે હોય છે તે એને ગણવામાં આવે છે. અહીંયા કહે છે કે જ્યારે યોગની અંદર તમે પ્રવેશ પામો છો ત્યારે શું થાય છે? કે સૌથી પહેલું તો મધુરસ, મધુજળ પ્રગટ થાય છે; એને 'મધુવિદ્યા' ના નામે વેદની અંદર કહેવામાં આવ્યું હતું. આ મધુવિદ્યા... બસ તમે જેવું ઈષ્ટ સ્મરણ શરૂ કરો છો એટલે શું થશે? કે આ જે સલાઈવા (લાળ) છે ને એનો સ્વાદ બદલાવવાનું શરૂ થશે—ખારો, ખાટો, કડવો, તીખો બધો આવી જશે. ત્યાર પછી છેવટે મધુરસ પ્રગટ થશે, તે પહેલું ચિન્હ છે મધુરસ.બીજું પછી આગળ અનેક પ્રકારની અંદર શારીરિક ક્રિયાઓ, શરીરની અંદર થતી તમને જાત-જાતની જોવાનો અનુભવ થવા માંડશે અને પછી ષટચક્ર વેધન પણ થતા હોય છે. એવી રીતે કરતાં પછી આગળ ૧૨ મું ચિન્હ શું છે? તો કે છ ચક્ર વેધન થાય છે.
ષટચક્ર વેધન થતાં જ અખંડ જ્યોતિ દર્શન થઈને સાધકને અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદ પ્રાપ્ત થઈ જાય છે. એવા સાક્ષાત્કાર સ્વરૂપે હું છું એમ કહે છે. આજે રસની વાત કરી તો કેવો? તો કે મધ જેવો હોય, શેરડીના રસ જેવો હોય, મીઠા દહીં જેવો હોય, મીઠા દૂધ જેવો હોય, ઘૃત જેવો હોય; આ પાંચ રસ છે, પંચામૃત છે. આ તમારા અંદર ઉત્પન્ન થાય છે અને તેને પ્રાપ્ત કરીને તમે સ્વયં મળતી સુવાસ વડે... અંદરથી સુવાસ પ્રગટશે, જશો ને તોય વાસ નહીં મારે, સુગંધ આવવા માંડશે. આગળ-પાછળ આવી એક પરિસ્થિતિની વાત કરે છે. આગળ જ્યારે આ યોગાભ્યાસ આપણો વ્યવસ્થિત ચાલે છે ત્યારે કહે છે—મધુરસ, મધુનાદ અને મધુ સુગંધ; કાનમાં મધુ અનાહત ધ્વનિ. આ ચાર સિદ્ધિઓ પ્રગટે છે, સિદ્ધિ રૂપે આવે છે આ બધી વસ્તુઓ. પછી તો કે બ્રહ્મવિદ્યાની સિદ્ધિ થાય છે, ત્યારે શું થાય છે?
તો કે અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રગટ થાય છે. એની પ્રાપ્તિરૂપ ઐશ્વર્ય, સત્તા, સામર્થ્ય યોગીમાં આવે છે. અનંત શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, અનંત આમાપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; આવી બે સિદ્ધિઓ આવે છે. અને આગળ ઉપર આ ત્રણેય વિદ્યાની કુલ અનુક્રમે—અધ્યાત્મ વિદ્યાની બે સિદ્ધિ, મધુવિદ્યા/રસવિદ્યાની ચાર સિદ્ધિ અને બ્રહ્મવિદ્યાની બે સિદ્ધિઓ મળીને કુલ આઠ દિવ્ય સિદ્ધિઓ પ્રગટ થાય છે. એને પ્રાપ્ત કરીને તું કૃતકૃત્ય થઈ જા, પરમાત્મા એમ કહે છે; એવા મારા આશીર્વાદ છે. એવા મારા આશીર્વાદ તું આવી દિવ્ય સિદ્ધિઓને પ્રાપ્ત કર, પણ પછી પેલી બધાની પાછળ ના પડતો કે અગ્નિ મને બાળી નથી શકતો અને લોખંડ મને કાપી નથી શકતું, એ બધામાં તું ના પડતો. તો તારે જે કરવા યોગ્ય છે એ આ છે, યોગ દ્વારા તું આ પ્રાપ્ત કરી લેજે, તને મારા આશીર્વાદ છે કે તને ચોક્કસ પ્રાપ્ત થશે, તું યોગયુક્ત બની જા, આવી રીતના બની જા એમ પણ કીધું.
આ રીતે કહે છે કે તું છે ને, તો આ પંચદેવ પણ તારા પાંચ તત્વો જે છે—પાંચ તત્વોના દેવ છે દરેકના—પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશના; એ પાંચે પાંચ દેવો છે. વાસ્તવમાં તું એને રોજ-રોજ આ(યજ્ઞ વિધિનું નિયતકર્મ ) કરી કરીને દેવત્વ પ્રદાન કર એટલે એમનું દેવત્વ જાગૃત થશે. એ દેવો જાગૃત થઈને તને આશીર્વાદ આપશે અને એ આશીર્વાદ પામીને તારો ઉત્કર્ષ થઈ જશે, તારી સાધના આગળ વધી જશે અને હવે જે તારે આ બેટલ લડવાનું છે આસુરી સંપત્તિ સાથે, ત્યાં દેવો તારી સહાયમાં આવીને ઉભા હસે.હવે તને હેલ્પ થઈ જશે, તું આગળ વધી જા. એટલે એવી રીતના પંચદેવના તું દર્શન કરી દેજે તારા દેહની અંદર અને એ કરવાથી શું થશે? તો કે આ પંચદેવના દર્શન શરીરમાં કરીને તું કૃતકૃત્ય થઈ જા, તું ધન્ય થઈ જા. આ તને આશીર્વાદ છે. પરમાત્મા સ્વયં આવી રીતે આશીર્વાદ આપી રહ્યા છે.
આવી રીતે દર્શન કર્યા વિના તને મુક્તિ મળશે નહીં. અહીંયા આટલી વાત કરીએ છીએ આમાંથી. હવે આગળ કહે છે કે પોતાના જ આત્માને શાશ્વત ઈશ્વરીય વિભૂતિમાં ઓતપ્રોત થયેલો જુએ. પરમાત્મા સ્વયં જે કાંઈ કરી શકે છે... પરમાત્મા કેવા છે? સર્વશક્તિમાન છે, સ્વયંભૂ છે, સર્વત્ર છે, વ્યાપક છે, અનંત છે, નિરાકાર છે, નિર્વિકાર છે, અનાસક્ત છે, બહુ જ પ્રેમાળ છે, અતિશય કૃપાળુ છે; એની કૃપાને આમ બસ વહેવા માટે કોઈ કારણની જરૂર નથી. એ તો એવું છે બસ આમ વિના કારણ વહે જ જાય, વહે જ જાય. બધાને એમ થાય કે આ શું થઈ રહ્યું છે, કે આ બિલકુલ સાવ નાલાયક છે, પણ પરમાત્માની દ્રષ્ટિએ લાયક ઠરી ચૂક્યો છે; લોકોને એ નાલાયક લાગે છે.છેને વાત બોલો! એટલે આવી વાત. એટલે જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેર છે ત્યાં સુધી તે આપના ઉપભોગ માટે નથી. એવી રીતનું શુદ્ધિકરણની જે પ્રોસેસ છે આખી સતત આમ ચાલ્યા જ કરશે તમારી પ્રત્યેક શ્વાસે, પ્રત્યેક શ્વાસે.
અને જ્યારે આ ચિત્ત નિયંત્રિત થાય અને પછી એની અંદર આ જે લહેર જે ઉઠે છે ને ચિત્તની, એ લય પામી જાય છે. તમારા ચિત્તમાં લહેરો ઉઠતી હોય છે, પાણીમાં જેમ આપણે કાંઈક નાખીએ અને આમ ઉઠે ને કુંડાળા વળે એવી રીતના બધું એ બંધ થઈ જશે. અને એવું જ્યારે થશે તે કાળમાં જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એ કાળમાં થાય. અને દર્શન થવાથી બરાબર પછીની બીજી જ ક્ષણે પોતાના આત્માને તે જ ઈશ્વરીય ગુણધર્મોથી યુક્ત પામે છે. તો ઈશ્વરનું જે ઐશ્વર્ય છે ને, આપણે અગાઉ બધી વાત કરી હતી છ અંગોની, એ બધું જ એની અંદર એ પોતે જુએ છે કે અરે આ તો હું જ છું ને, આ બધું મારું જ છે! એવો એને અનુભવ થઈ જાય છે. આથી જ તેને પોતાના આત્મામાં સંતોષ મળે છે. આત્મામાં શું મળે છે એને? તૃપ્તિ થઈ જાય છે. અરે બસ બધું મારું જ છે, મારી અંદર જ છે... ક્યાં દોડતો હતો કે યાર બહાર!
તમે જે વસ્તુ માટે બહાર બધે ભટકી ભટકીને આવો ને, પણ તમને એ જ વસ્તુ ઘરમાં તમારા જ જોવા મળે તો તમને કેવો આનંદ થઈ જાય કે આ મારા ઘરમાં જ હતું યાર, હું ક્યાં શોધ્યા કરતો હતો! આવો ખાલી ખોટો.કોણે કર્યું કે તમારા પત્નીએ કૃપા કરી, "મને ખબર હતી કે તમે આ શોધતા હતા, હું ત્યાં ગઈ હતી ને મેં જોયું હતું એટલે પછી હું લાવીને મૂકી દીધું." બોલો! આ પત્નીએ આવી રીતે કૃપા કરીને તમને કેટલી વખત સંતોષ આપ્યો હશે તમારા ઘરની અંદર પણ, આવી રીતના બને છે ને? કે નથી બનતું ? "હું આખા ગામમાં શોધી વળ્યો પણ અહીંયા આગળે મારા ઘરે મળશે એ તો મને કલ્પના જ નહોતી." મારા જ ઘરમાં? કે હા, અહીં પડ્યું હતું. એટલે આ એનું સ્વરૂપ છે અને આ એની પરાકાષ્ઠા છે. જ્યારે આવું બધું થશે ને, જ્યાં જશો ત્યાં બધો સંતોષ, સંતોષ, સંતોષ, તૃપ્તિ, આનંદ... બસ બસ બહુ સરસ, બહુ સરસ, કશું જોઈતું જ નથી.
ઇન્દ્રિયોથી અતીત અને કેવળ શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આ ગ્રહણ કરવા યોગ્ય છે. જે અનંત આનંદ છે તેનો જે આ અવસ્થામાં અનુભવ કરે છે. અને જે અવસ્થામાં સ્થિર થયેલો યોગી ભગવત સ્વરૂપને તત્વથી જાણીને પણ ચલિત થતો નથી. ભગવત સ્વરૂપને જાણી લીધું અને હવે કોઈપણ તત્વથી એ ચલિત થતો નથી. પોતે સ્વયં જાણે છે કે હું હવે આ પરમ તત્વ છું તો પણ એ ચલિત થતો નથી, એ અચલ સ્થિર થઈ જાય છે. તે સદાય એમાં જ પ્રતિષ્ઠિત રહે છે, એ પછી એની અંદર રહેવા માટે લાયક બની જાય છે એટલા માટે ત્યાં જ રહેતો હોય છે. એ સ્થિરતા પ્રાપ્ત કરી. સ્થિર, શાંતિ- પરમેશ્વરની પ્રાપ્તિરૂપ લાભ મેળવ્યા પછી, પરાકાષ્ઠાની શાંતિ મેળવ્યા પછી—જો શાંતિની પરાકાષ્ઠાની વાત કરી—તે બીજા કોઈ લાભને તેનાથી અધિક માનતો જ નથી. એને મન જેવું રહેતું જ નથી ને એવા પ્રકારનું કે બહાર ભટકવું છે, કાંઈ જોઈએ છે, કાંઈ પ્રાપ્ત કરવું છે એવું બધું કશું હોતું જ નથી કારણ કે એને એટલી બધી તૃપ્તિ થઈ ગઈ, અનહદ તૃપ્તિ થઈ ગઈ.
એટલે પેલામાં કીધું છે ને—અનુભવ તૃપ્તિનો ઉદગાર, સુણી હશે તે ખાશે માર. તપસી તત્વમ શ્રીએ દેવ... જય જય શ્રી ગુરુદેવ. એવી રીતના. એટલે અનુભવની તૃપ્તિ છે અને એનો જે ઉદગાર છે એ જે પામશે તે પામી જશે, એટલે એ શાંત થઈ જશે, સ્થિર થઈ જશે, પરમાત્મા બની જશે. પણ એનું સુણીને જે કાંઈ કરશે તે ખાશે માર. કેવો માર પડશે ને તો પેલો ખો ભૂલી જાય બિચારો! એટલે એકાદ બે જન્મમાં તો આપણે આવા કોક અટકચાળા કરેલા જ હશે ભાઈ, અને તોય પાછા એમાંથી માંડ બચીને બહાર નીકળેલા છીએ આપણે અહીંયા, એટલે પહોંચેલા છીએ. તો એનો ખ્યાલ આપણને આવે તો પણ આ વખતે આપણે અટકચાળા કરવાનું બંધ કરી દેવાનું. એટલે પરમેશ્વરની પ્રાપ્તિરૂપ લાભ મેળવ્યો હોય, પરાકાષ્ઠાની શાંતિ મેળવી હોય ને પછી પાછું એને આમ સોનાની ઝાળ પાણીમાં નાખવા જવાની જરૂર રહેતી નથી. કેમ કે દુઃખનું ભાન કરાવનાર ચિત્ત પણ વિલીન થઈ ગયું હોય છે, ત્યાં રહેતું જ નથી.
જે સંસારના સંયોગ-વિયોગથી રહિત છે... સંસાર એટલે જ સંયોગ કાં તો વિયોગ. કશાકનો સંયોગ થશે નહીં તો પછી વિયોગ થયા કરશે એટલે સંસાર કહેવાય. અહીંથી આમ આગળ ગયા તો નીલેશભાઈ મળ્યા, પછી ત્યાંથી આગળ ગયા એટલે અમિતભાઈ મળ્યા, પણ ત્યાંથી આગળ ગયા એટલે માનવભાઈ મળ્યા, પણ ત્યાંથી આગળ ગયા એટલે નીલેશભાઈ ગયા—આને કહેવાય સંસાર! પછી દેખાય જ નહીં નીલેશભાઈ તમે ગમે તેટલી બૂમો પાડો તો. કેમ? તો કે એમના કર્મો એમને તેડી ગયા હોય કોઈ એમની એપોઇન્ટેડ જગ્યાએ એટલે એમને ત્યાં જવું જ પડે. પછી માનવભાઈ ગમે તેટલો હાથ પકડીને કહે કે "અરે રોકાઈ જાઓ, આજની રાત રોકાઈ જાઓ, બી માય ગેસ્ટ," ઓકે ઓકે કરે કે પેલા કહે કે "નોટ ઓકે, મારે જવું જ પડશે કે અત્યારે તો ઇમરજન્સી થઈ ગઈ છે તમે સમજો તો ખરા," તે જતા જ રહે. બહુ રોકે અમિતભાઈ તોય ના રોકાય, બે જણા તાણ કરે તોય ના રોકાય—એને કહેવાય સંસાર!
જવું જ પડે, કર્મો તમને તેડી જાય તે જગ્યાએ તમને છોડે નહીં. એટલે અહીં તો સ્વતંત્રતા નથી. હવે સ્વતંત્ર થવું છે? તો કર્મોમાંથી મુક્તિ, બેસો અને કરો યોગ. જે સંસારના સંયોગ-વિયોગથી રહિત છે એનું નામ યોગ છે. જે આત્યંતિક સુખ છે એની પ્રાપ્તિનું નામ યોગ છે. એને જ પરમ તત્વ કહેવામાં આવે છે. શું કીધું? આત્યંતિક સુખ છે તેની પ્રાપ્તિનું નામ યોગ છે, અંતિમ ચરમસીમાનું સુખ છે કે બસ એનાથી... એને યોગ કહેવામાં આવે છે. એને જ પરમ તત્વ કહેવામાં આવે છે. એની સાથેનું મિલન એ જ યોગ કહેવામાં આવે છે. યોગ ઉભડક નહીં એવા સ્થિર ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો એ આપણું કર્તવ્ય છે. ધૈર્યપૂર્વક એમાં લાગી રહેનાર મનુષ્ય જ યોગમાં સ્થિર થાય છે, સફળ થાય છે. આથી મનુષ્યે વાસના અને આસક્તિ સહિત સંકલ્પથી ઉત્પન્ન થનાર સંપૂર્ણ કામનાઓનો સર્વથા ત્યાગ કરવાનો—મન દ્વારા કરવાનો અને ઇન્દ્રિયોને સારી રીતે વશ કરવાની.
પછી ધીમે-ધીમે અભ્યાસ કરીને ઉપરામતા મેળવવાની. અભ્યાસ કરશે એટલે જે વૃત્તિઓ છે એ બધી ઉપરામ થતી જશે. જે પહેલાં બહુ જ ઉછાળા મારતી હતી ને તે પછી થોડા ઓછા મારશે, પછી એનાથી ઓછા, પછી એનાથી ઓછા; પછી તો ખબર પણ ન પડે કે વૃત્તિઓ છે કે નથી, આમ બધું ઉપર વળી ગયું હોય એવી રીતનું. તો એવો પણ ઘણો લાંબો કાળ હોઈ શકે છે. દરેકનો સાધનાકાળ એની પ્રકૃતિમાં એ જે માલ ભરીને લાવ્યો છે એના પ્રમાણે હોય. એટલે એમાં કીધું કે ભાઈ તું એકબીજાની નકલ ના કરીશ. તેને છ મહિના લાગી શકે છે, તને છ વર્ષ લાગી શકે છે પણ પછી તમારા બંનેની જે સ્થિતિ હશે તે સમાન, તમારી પ્રાપ્તિ હશે તે પણ સમાન છે, તમારા આનંદ છે તે પણ સમાન છે, તમારું સુખ છે તે પણ સંપૂર્ણ સમાન—શાંતિ, નિરાપદતા, કોઈ હવે કોઈ ભય નથી રહ્યો, તૃપ્તિ થઈ ગઈ છે, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, પરમાત્માનો યોગ બરાબર જમાવટ થઈ ગયેલી છે એટલે બીજા કશાનો વિચાર આવતો નથી.
અને ધૈર્યયુક્ત બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિર કરી દેવાનું. બીજા કશાનો વિચાર ના કરતાં નિરંતર મન લગાવીને પામવાનું વિધાન કરેલું છે. પરંતુ આરંભમાં મન લાગતું નથી, ભગવાનને ખબર છે; એટલે એના વિશે કહે છે યોગેશ્વર કે ચંચળ અને અસ્થિર મન જે જે કારણોથી સાંસારિક પદાર્થોમાં ભમે છે તે તે કારણોથી તેને રોકવાનું. જે કારણથી બહાર જાય છે એ જ કારણથી એને રોકવાનું કે ઊભો રહે ભાઈ, તું કેમ જાય છે બહાર? તો કે મારે ત્યાં આ જોઈએ છે, પણ તારે ત્યાં કેમ જોઈએ છે? પ્રશ્ન કરો, એ અટકી જશે કે આનાથી મોટું સુખ તો તને અંદર પ્રાપ્ત છે ભાઈ! તો પછી તારે પાડોશીને ઘેર ખીચડી ખાવા કેમ જવું છે કે આપણે ત્યાં ઘેર તો રાજભોગ છે? હવે પેલાને એમ થાય કે હો રાજભોગ છે? ચાલો આપણે પાછા જાઓ. આ માંડી વાળો કે આપણે જવાનું. એમ કરી કરીને એક-એક વૃત્તિને પાછી ઘેર લાવવાની છે એમ કહે છે.
પણ એટલે એક-એક વૃત્તિ પર, એક-એક વિચાર ઉપર તમારે અભ્યાસ કરવો પડશે. એને સમજીને રોક લગાવવી પડશે અને એ સમજી જશે તરત, તમે જોશો શરૂઆતમાં મુશ્કેલી લાગશે જ, શરૂઆતમાં; પણ એક વખત અભ્યાસ પડી ગયો ને પછી તો એ બધું પુનરાવર્તન જ છે. રોજે-રોજ એ જ કર્યા કરવાનું છે એટલા માટે તો એને અભ્યાસ કહેવામાં આવે છે. તો તમારે પછી તો બહુ સરળતા થવાની છે. હવે દરેક કામ પહેલી વખત કરો ત્યારે તો અઘરું લાગે જ છે ને, વ્યવહારની અંદર પણ આપણને પણ હવે તો કે બહુ અનુકૂળતા થઈ ગઈ છે મને સરસ. હવે આગળ, એટલે જે જે કારણોથી સંસારમાં ભમે છે ચિત્ત અને અશાંત મન તમારું અસ્થિર મન થઈ જાય છે, તો એને રોકીને વારંવાર અંતરાત્મામાં સ્થિર કરવાનું. અંતરાત્મા તમને ખબર છે ક્યાં છે? આમ હૃદયમાં જે જુઓ જે આ તમારો આખો અનુભવ પ્રદેશ છે એ અંતરાત્મા—તેમાં સ્થિર કર. શ્રીકૃષ્ણના મતાનુસાર મન જ્યાં જ્યાં જાય જે જે માધ્યમ દ્વારા જાય, તે તે માધ્યમથી રોકીને તેને પાછું પરમાત્મામાં જોડી દો.
મનનો નિરોધ સંભવિત છે, ભગવાન કહે છે તો કંઈક તો સાંભળો! હવે તેનું પરિણામ શું? તો કે જેનું મન પૂર્ણતયા શાંત બન્યું છે અને જે પાપથી મુક્ત છે, જેનો રજોગુણ શાંત થયો છે એવો બ્રહ્મમય બનેલો પાપ રહિત યોગી ઉત્તમ આનંદને પ્રાપ્ત કરી લે છે. ઉત્તમ આનંદ! ઉત્તમ આનંદ કયો છે? 'આનંદ ઇતિ બ્રહ્મ'—પરમાનંદ પ્રાપ્ત થઈ જાય છે એને, એનાથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. આ રીતે આત્મા સાથે હંમેશા તલ્લીન બનેલો પાપ રહિત યોગી બ્રહ્મ પ્રાપ્તિના અનંત આનંદની અનુભૂતિ કરે છે. તે બ્રહ્મ સંસ્પર્શ, બ્રહ્મના સ્પર્શ અને પ્રવેશની સાથે આનંદનો અનુભવ કરે છે. યોગયુક્ત આત્માવાળો મનુષ્ય બધામાં સમભાવ રાખનારો હોઈ પોતાના આત્માને તમામ પ્રાણીઓમાં વ્યાપેલો જુએ છે અને ભૂતમાત્રને પોતાનામાં જુએ છે. તેનો શું લાભ? આવી રીતે જોવાનો લાભ શું છે? જે મનુષ્ય તમામ પ્રાણીઓમાં મને (પરમાત્માને) જુએ છે અને ભૂતમાત્રને પોતાનામાં જુએ છે તેમને માટે હું અદ્રશ્ય રહેતો નથી, હું પ્રગટ થઈ જાઉં છું અને તે મારા માટે અદ્રશ્ય નથી, હું એને જોઉં છું ને એ મને જુએ છે; પછી તો આમ સામ-સામે, હવે તો બરાબર થઈ ગઈ છે કે છે—બસ તું છે ને હું છું ભગવાન !
કહે કે "હવે તો આવી જાઓ," એટલે ભગવાન કે "આવી જાઓ." આ તો પ્રેરકનું પરસ્પર મિલન છે ભાઈ! પરાકાષ્ઠા આવી રહી છે બસ—ભક્ત ને ભગવાન, ભક્ત ને ભગવાન આમ સામ-સામે એકબીજાને જુએ છે બે જણા. સખ્ય ભાવ છે, ભગવાન કહે "આવી ગયો તું ત્યારે?" કે "ભગવાન આવી ગયો હું." સામિપ્ય મુક્તિ છે બસ આમ ત્યાં આગળ ગયા એટલે આહાહા સામિપ્ય ભાવમાં જ તમને મુક્તતાનો અનુભવ થઈ જશે કે ભાઈ હું હવે આ બધાથી છૂટી ગયો છું, ત્યાં અનુભવ આવશે તમને. જે મનુષ્ય અનેકતાથી પણ ઉપયુક્ત એકત્વ ભાવથી મને પરમાત્માને ભજે છે તે યોગી તમામ પ્રકારના કાર્યો કરતો હોવા છતાં પણ મારામાં સ્થિર રહે છે. કેમ? કે મને છોડીને એની પાસે કશું બચ્યું જ નથી. મને છોડીને એની પાસે કશું બચ્યું જ નથી, એનું સર્વ કાંઈ ખતમ થઈ ગયું છે. એટલે હવે તે ઉઠતા-બેસતા જે કંઈ કરે છે તે મારા જ સંકલ્પથી કરે છે—આઈ હેવ ટેકન ઓવર હિમ!
પરમાત્મા એવું કહે છે એને બિલકુલ કંટ્રોલ... હવે પૂરું થઈ ગયું કે તને છેક ટોપ પર પહોંચાડીને જ છોડીશ કે મદદરૂપ બનાવીને જ છોડીશ કે હવે તો! હે અર્જુન, જે યોગી સૌને પોતાના સમાન ગણીને પ્રાણીમાત્રને સમદ્રષ્ટિથી જુએ છે, પોતાના જેવો જુએ છે, સુખ અને દુઃખમાં પણ સૌમાં સમાન રીતે જુએ છે—એટલે કે જેનો ભેદભાવ સમાપ્ત થઈ ગયો છે, અભેદતા એને વ્યાપી ગઈ છે—એવો યોગી પરમ શ્રેષ્ઠ મનાય છે. અર્જુને કહ્યું, "પ્રભુ! આપે આજે સમત્વ યોગ મને બતાવ્યો એમાં મનની ચંચળતાને લીધે લાંબો સમય સ્થિર રહી શકું એવી સ્થિતિમાં હું નથી." કે ફરી રડી પડ્યો અર્જુન તો! કે "હું તો અશક્ત છું, લાચાર છું, બેબસ છું ભગવાન, તમે આ બધી વાત કરો છો પણ મારે ત્યાં સુધી પહોંચવું કેવી રીતે કે પામવું કેવી રીતે? આ સમત્વ યોગની તમે તો વાત કરી દીધી કે આવું થાય છે, પણ મારે કરવું કેમ?" ત્યારે ભગવાને કહ્યું, "અર્જુન!
બેશક મન તો ચંચળ છે અને ઘણી મુસીબતોથી જ તે વશ થાય, પરંતુ અભ્યાસ અને યોગ વડે તે વશ કરી શકાય છે. અભ્યાસેન તુ કૌન્તેય..." આવી રીતના એમણે વાત કરેલી છે કે અર્જુન! અભ્યાસ કર, એનાથી એ વશ થઈ જશે. તને તારા અભ્યાસમાં શ્રદ્ધા નથી એટલા માટે નથી થઈ રહ્યું. તમને અભ્યાસ કર્યો છે તેમાં શ્રદ્ધા ના હોય અને તમે પેપર આપવા જાઓ તો શું થાય? લોહીલુહાણ થઈને જ બહાર નીકળે ને માણસ એકદમ, પસીનો-પસીનો! એટલે આવી સ્થિતિ થાય છે. માટે કીધું કે અર્જુન! અભ્યાસ તું કર અને એ અભ્યાસ પાછો કેવી રીતે કરવાનો? શ્રદ્ધા અને વૈરાગ્યપૂર્વક કરવાનો. સંસાર પ્રત્યે વૈરાગ્ય, પરમાત્મા પ્રત્યે વૈરાગ્ય નથી કરવાનો; ત્યાં તો અનુરાગ કરવાનો છે, યોગ કરવાનો છે ત્યાં. અહીં તો પરમાત્મા પ્રત્યે લોકો વૈરાગ્ય ધારણ કરી લે છે અને સંસાર પ્રત્યે રાગ થાય—શું વાત કરી દઉં!
એટલે એ વૈરાગ્ય છે ત્યાં તો. જ્યાં ચિત્તને લગાડવાનું હોય ત્યાં તેને સ્થિર કરીને વારંવાર પ્રયત્ન કરવો એને અભ્યાસ કહેવાય. અભ્યાસ એટલે શું પાછું એ પણ કહી દીધું એમણે. તારા ચિત્તને ઉઠાવીને પાછું ફરીથી મૂક, ફરી વખત ત્યાં જ મૂક, ફરી વખત ત્યાં જ મૂક; દર વખતે તું એમ કર્યા કરજે. જેટલી વખત તારું ચિત્ત છટકવાનો પ્રયત્ન કરે, દર વખતે તું એને પકડી લેજે અભ્યાસ વડે અને પાછો એને સ્થિર કરી દેજે પરમાત્માની અંદર, યોગની અંદર મૂકી દેજે પાછો—આવું તું કરજે. એટલે આવો જે પ્રયત્ન કરવો તેને અભ્યાસ કહેવાય છે. જોયેલી, સાંભળેલી વિષય-વસ્તુઓમાં સંસારમાં સ્વર્ગના ભોગોમાં રાગ અર્થાત્ લગાવનો ત્યાગ એ વૈરાગ્ય. વૈરાગ્યની ડેફિનેશન આપી દીધી—રાગનો લગાવ જે થતો હોય છે એનો ત્યાગ કરવાનો, ચોંટવા જ નથી દેવાનું ચિત્તને ત્યાં. આ જોયું પછી તરત નીકળી ગયું, પણ આમ એમ થઈ જાય કે "ઓહો!
આ તો આઈફોન છે અને બહુ સરસ છે અને આ આવું તો ક્યાંથી લાવ્યા તમે?" અને એમ તેમ બધું કરે ને બસ એટલી વારમાં ચોંટી જાય છે ત્યાં આગળ. તે એવું પછી અડધી રાતે જંપે નહીં, પછી તમને આઈફોન લેવા દોડાવે—સસ્તો ક્યાં મળશે? કે છે "મારી પાસે તો આટલા જ છે," તો પેલો કહે "કાળા બજારમાં ને ચોર બજારમાં ને ફલાણા પાસે મળે છે," તો ત્યાં સુધી પણ જઈ આવશે એ બધું. અને ઘણી વખત તો લોભ-લાલચમાં રૂપિયા પણ ગુમાવી દે તો હાથમાં આવે નહીં આઈફોન અને રૂપિયા પણ જતાં રહે. આવું પણ કેટલી બધી વખત થાય છે. છતાં પણ એને વૈરાગ્ય વ્યાપતો નથી. તો એનાથી બચવાનું છે આપણે એમ. શ્રીકૃષ્ણ કહે છે કે મનને વશ કરવું કઠિન છે, કઠિન છે; પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને વશ કરી શકાય છે. તો પહેલો અભ્યાસ એમણે આપ્યો કે ચિત્ત જેવું અહીંથી પરમાત્મામાંથી હટે, તારા અભ્યાસમાંથી, શ્વાસમાંથી...
આમ આમ કરતાં કરતાં જેવું બહાર જાય તરત ઉપાડીને એની પર લાવીને મૂકી દે. એક કામ એ કરજે અને બીજું તો કે આ જે કાંઈ છે તે અનાવશ્યક છે, યુ ડોન્ટ નીડ ઓલ ધીસ. તારે તો પરમ સુખ લેવાનું છે, પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે, એમાં આ તો બધા મોટા વિઘ્નો છે એવી તને ખબર પડી ગઈ છે હવે; તો પછી પાછો ફરી શું કરવા જાય ત્યાં આગળ? એટલે તને ઓટોમેટિક વૈરાગ્ય થવા માંડશે ધીરે-ધીરે કરીને. કેમ? તો કે મારે તો અહીંયા જ જવાનું. એક સીધો-સાદો દાખલો આપ્યો હોય કે કોઈ માણસ હોય, મનમાં વિચાર રાખેલો હોય કે "હું તો અમેરિકા જાઉં અને ત્યાં જઈને નોકરી કરીશ અને બહુ પૈસા કમાઈશ અને પછી મારા ફેમિલીનું આમ સરસ બધું કરી દઈશ," એવું બધું એણે રાખેલું હોય. હવે એવો માણસ હોય એને કોક આવીને કહે છે કે "આ ટાટાની કંપનીમાં ૩ લાખના પગારની નોકરી છે," તો પેલો ના પાડી દેશે.
પછી થોડા દિવસ પછી કોક આવીને કહે છે કે "વિપ્રોવાળો બોલાવે છે ભાઈ તમને ઇન્ટરવ્યુ માટે," તો એને પણ ના પાડી દેશે. કેમ? તો કે "મેં વીઝાનો ઇન્ટરવ્યુ આપેલો છે બોમ્બેની અંદર અને હું ખાલી પરિણામની રાહ જોઉં છું." એટલે આને તિલાંજલિ, પેલાને તિલાંજલિ. પણ ત્યાં તો ખબર પડે કે પેલો બેંગલોરવાળો છે ને એ પણ બોલાવે છે ક્યાંક, હોય તો એણે તો ૬ લાખની ઓફર કરી છે. મહિને ૬ લાખ રૂપિયા પગાર. "ના, મારે તો ક્યાં જવાનું છે? અમેરિકા. ત્યાં મારી નોકરી છે કે પેલી સિલિકોન વેલીમાં." સુવાળી-સુવાળી! એટલે આને ના પાડશે, પેલાને ના પાડશે... પેલાને..કેવી રીતે ના પાડી રહ્યો છે હવે? એને ખબર છે કે આ મારી ચરમસીમા છે સુખની, પરાકાષ્ઠા છે ત્યાં આગળ છે, ત્યાં જવામાં જ મારું શ્રેય છે. એવી રીતે જ્યારે તમારા મનને ખબર પડી જશે કે પરબ્રહ્મની અંદર જ જવાનું છે બસ આ જ મારું પરમ શ્રેય છે, ત્યાર પછી તમે આ બધાને ના પાડી દેશો.
બૈરી બોલાવે તો કહે "તું હમણાં શાંત રહે," છોકરા બોલાવે તો કહે "ભાઈ જરા થોડી શાંતિ રાખ, હું અડધો કલાક અભ્યાસ કરવા બેઠેલો છું." કેમ? પરમાત્માની સાથે મારી એપોઈન્ટમેન્ટ થઈ છે! હમણાં તો નાનો અમથો એક ઇન્ટરવ્યુ આવે ને પેલો શું કહે છે ઓનલાઇન, તોય બધા લોકો બધું બંધ કરીને બેસી જાય છે બાજુ પર ખૂણામાં ભરાઈ જાય—ઇન્ટરવ્યુ કરવાનો છે અહીંયા. તો પરમાત્મા જોડે કરો ને યાર અડધો કલાક ઇન્ટરવ્યુ! બહુ સારું થશે તમારું. એટલે એવી રીતના કરીને વૈરાગ્ય થશે તમને. તો એ વૈરાગ્ય કેવો હશે તમારો? "મને આની જરૂર નથી એવો." જો નીડી પર્સન હશો તમે અને તમને જો છોડવાનું થશે ને તો તમને દુઃખ થશે, પણ અહીંયા તો શું કહે છે? "મારી નીડ આ છે—પરબ્રહ્મ પરમાત્મા, બીજું કાંઈ નહીં. પરમ સુખની પ્રાપ્તિ, એ જ પરમ જ્ઞાનની પ્રાપ્તિ, એ જ મારું અંતિમ લક્ષ્ય છે, પરમ તત્વને પામવું.
બસ એ જ મારી નિષ્ઠા છે, એ જ મારું ઉદ્દેશ્ય છે, એ જ મારું લક્ષ્ય છે." પ્રતિજ્ઞાપૂર્વક કર્યા જ કરતો હોય, કર્યા જ કરતો હોય; પછી બાકીની બધી વસ્તુઓ એને બહુ ખેંચશે, બહુ ખેંચશે, એટલે થાકી જશે, બંધ થઈ જશે એની ખેંચમતાણ પૂરી પછી! એટલે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને વશ કર અર્જુન! મનને વશ નહીં કરનારાને યોગ પ્રાપ્ત થવો ખૂબ જ કઠણ છે, પરંતુ પોતાને વશ કરનારા પ્રયત્નશીલ પુરુષ માટે યોગ સહજ છે, એવો મારો મત છે. જો કહી દીધું એમણે તો, "એવો મારો મત છે." હવે તું એને જેટલું કઠિન માની બેઠો છે... આગળની વાત કરે છે—આ તારી માન્યતા છે કે આ બહુ કઠિન છે. શું? તે પહેલેથી એવું નક્કી કરી નાખેલું, તારી બિલીફમાં પડ્યું છે આ કે આ બહુ કઠિન છે એટલે તું શું કરે છે કે તે કઠિન નથી; તું એને જેટલું કઠિન માની બેઠો છે એટલું કઠિન આ અભ્યાસ યોગ નથી કે છે.
માટે આ કઠિન કરીને છોડી દઈશ નહીં તું, પ્રયત્નપૂર્વક લાગીને યોગને પ્રાપ્ત કરી લે તું, કારણ કે મન વશ કરીને જ યોગ પ્રાપ્ત થાય છે. તો તારે મનને તો તારે વશ કરી જ દેવું જોઈએ ને? આ તો પહેલી પ્રી-કન્ડીશન છે ભાઈ યોગ પ્રાપ્ત કરવા માટે, કે તું તારા મનને વશ કરી લે. હવે આગળ છે, અર્જુન પૂછે છે કે આ યોગ કરતાં કરતાં કોઈ મનુષ્યનું મન ચલાયમાન થઈ જાય તો પણ યોગ માર્ગમાં એને શ્રદ્ધા ના હોય તો પણ... યોગ માર્ગમાં એને શ્રદ્ધા હોય, એવો મનુષ્ય ભગવત સિદ્ધિ પ્રાપ્ત ન થતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? એવું પણ કોઈ સંજોગ બને? ભગવાન કહે "એવું થાય કે મને તો શ્રદ્ધા છે, ભક્તિ છે બધું છે અને હું આ યોગ પણ સાધી રહ્યો છું પણ એમ કરતાં કરતાં કંઈક એવું બને કે અકાળે અવસાન થઈ જાય અને મારો યોગ તો અટકી ગયો ત્યાં આગળ, તો હવે મારી શું ગતિ થશે?" એના વિશે અર્જુન પૂછપરછ કરે છે.
ત્યારે કહે છે કે તે બંને બાજુએથી નષ્ટ તો થતો નથી ને? તે ભ્રષ્ટ તો થતો નથી ને? થોડી સાધના કરીને અટકી જનારો નાશ તો નથી પામતો ને? ના તો પોતાનામાં પ્રવેશ પામ્યો, ના તો ભોગ ભોગવી શક્યો; અર્ધદગ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ તો એવાની શી ગતિ થાય છે? મારા આ સંશયને સંપૂર્ણપણે દૂર કરવાના... જો આ સંશય ફક્ત અર્જુનનો નથી, તમારો છે, તમારો છે, બધાનો છે. શું? અંદર ખૂણે-ખાંચરે મહીં અંદર પડી રહ્યો છે. હવે ભગવાન સ્પષ્ટતા કરી દે છે એ બાબતને.એ કહે છે કે યોગેશ્વર શ્રીકૃષ્ણએ કહ્યું આ બાબતે કે "અર્જુન! શરીરને રથ બનાવીને આગળ લક્ષ્ય તરફ આગળ વધનાર આવા પુરુષનો ના તો આ લોકમાં કે ના તો પરલોકમાં નાશ થાય છે." મતલબ આવો મનુષ્ય ક્યારેય નાશ પામતો નથી. એ શું કરે છે? શરીરને પોતાનો રથ બનાવે છે અને પોતે જે સ્વયં જે છે તે પોતે કોણ છે? તો કે આત્મા છે એવું જાણી લે છે તે માણસની વાત કરે છે ; એ ક્યારેય નષ્ટ થતો નથી.
કારણ કે તે પરમ કલ્યાણકારી નિયત કર્મ કરનારની કદી પણ દુર્ગતિ થતી નથી. હવે એનું શું થાય છે? ત્યારે ભગવાન આગળ કહે છે કે મન ચલાયમાન થવાથી—એકદમ ઉર્વશી પ્રગટ થઈ ગઈ ને આમ બસ ચાલવા માંડ્યા પાછળ! આસન છોડીને કે "ભાઈ હવે તો બસ આની જ સાથે બાકીનો ટાઈમ થાય," ને કોઈકને એવું તો... એવી રીતે જો કોક શાદી કોઈ વસ્તુ સાથે કરી લે, કોઈ વ્યક્તિ સાથે કરી લે, કોઈ સંજોગ સાથે કરી લે, યોગીઓ તો ભ્રષ્ટ થઈ જાય ત્યારે શું થાય? ત્યારે કહે છે કે આવી રીતે મન ચલાયમાન થવાથી યોગભ્રષ્ટ થયેલો તે પુરુષ પુણ્યશાળી લોકોના લોકમાં વાસનાને ભોગવે છે પહેલા તો. એની જે વાસના હોય છે તે પ્રમાણેનો લોક એને પ્રાપ્ત થાય છે, એ ત્યાં જઈને ભોગવી આવે છે પહેલા તો વાસનાને પૂરી કરી આવે છે; અને પછી શુદ્ધ આચરણવાળા શ્રીમાનને ઘેર જન્મ લે છે. શુદ્ધ આચરણવાળા શ્રીમાનને ઘેર...
શ્રીમાન એટલે શ્રીમંત નહીં, શ્રીમાન- જે શ્રી સહિત છે, કઈ શ્રી? દૈવી સંપત્તિવાળો છે તેવાના ઘરે તે જન્મ લે છે. પુત્ર કે પુત્રી રૂપે જન્મે છે ત્યાં આગળ પછી. અને આગળ કહે છે ભગવાન કે જે શુદ્ધ આચરણવાળો છે તે જ શ્રીમાન છે; શ્રીમંત છે એટલે શ્રીમાન છે એવું નથી, પણ સંજોગોએ કરીને એ શ્રીમાન શ્રીમંત પણ હોય જ છે. જો ત્યાં જન્મ ન થાય તો પણ તે સ્થિર બુદ્ધિવાળા યોગીના કુળમાં જન્મ લે છે. પિતા પણ યોગ સાધન કરતા હોય, એનો પુત્ર પણ યોગ સાધન કરતો હોય—દાખલો તમારી સામે બિલકુલ. જન્મ લે છે. શ્રીમાનના ઘરમાં પવિત્ર સંસ્કાર બચપણથી જ એને મળવા માંડે છે. પરંતુ ત્યાં જન્મ ન થાય તો યોગીના કુળમાં કે ઘરમાં જો જન્મ ના થાય, યોગીના કુળમાં જન્મ એટલે શું કહે છે? કે ઘરમાં નહીં, યોગીના ઘરના. પણ કહે છે શિષ્ય પરંપરામાં પ્રવેશ પામે છે. કોઈ યોગી જે હોય તે પોતાની શિષ્ય પરંપરા ચલાવતા હોય, તો તેમની અંદર એનો પ્રવેશ આવી જાય છે.
એટલે અલ્ટીમેટલી તો એ યોગ સાધનાના રસ્તે જ પાછો આગળ ચઢવા માંડે છે. આના દાખલા છે—કોણ? તો કે કબીર, તુલસી, રઈદાસ, વાલ્મીકિ... આ બધા સદગુરુના કુળના સંસ્કારોમાં પરિવર્તન પામેલા અને ત્યાં એમનો જન્મ થયો એવી રીતને ગણી છે. અને એવો જન્મ મેળવવો સંસારમાં અતિ અતિ દુર્લભ છે. આપણને તો સદભાગી થયા કે દાદા મળ્યા, બહુ સદભાગ્ય આપણું! દાદા પોતે કહેતા હતા કે "કોટિ જન્મોની તમારી પુણ્ય પાકી છે કે તમને જ્ઞાની પુરુષનો સંયોગ પ્રાપ્ત થયો." અને એમનાથી તમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તો સંભાવના કેટલી બધી અદભૂત થઈ જાય છે તમે વિચાર કરો! આટલું મોટું કામ થઈ ગયું છે જીવનની અંદર. આહાહા! એટલે કહું છું બે હાથ ઊંચા કરીને કે હું ધન્ય છું, હું ધન્ય છું, હું ધન્ય છું! એટલે કહે છે કે એવો જન્મ મેળવવો સંસારમાં અતિ અતિ દુર્લભ, અતિ અતિ દુર્લભ છે.
જે શિષ્ય એમની મર્યાદાઓનું અનુષ્ઠાન કરે છે તેનું મહત્વ પુત્રોથી કેટલાય ગણું અધિક મનાય છે અને તે જ તેમના સાચા પુત્રો છે. એનો પોતાનો પુત્ર યોગીનો હોય તે એનો પુત્ર છે એવું નથી—એ અહીંયા આગળ પ્રતિપાદિત કર્યું છે પરમાત્માએ—કે એ જે એના સંસ્કારો જે યોગીના છે તેનું આગળ નિર્વહન કરે છે તે જ તેના સાચા પુત્રો છે. ત્યાં તે પુરુષ પહેલા શરીરમાં સાધન કરેલ બુદ્ધિનો સંયોગ—એટલે કે પૂર્વ જન્મના બુદ્ધિ સંસ્કારો અનાયાસ જ એને પ્રાપ્ત થઈ જાય છે. અને એ પ્રાપ્ત થવાથી શું થાય છે? એના પ્રભાવથી તે ફરી ભગવત સિદ્ધિ મેળવવા માટે પ્રયત્નશીલ બની જાય છે. ઓટોમેટિક એને અંદર સૂઝ પડવા માંડે. કેમ થાય? રાતે આમ સૂતો હોય કે "હું એક દિવસ આમ સૂતો હતો ને પછી મને આમ થયું, તેમ થયું, તેમ થયું..." એમ કરતાં કરતાં કરતાં ક્યાં એ યોગ સાધનામાં વળી ગયો કાંઈ ખબર ના પડે એને પોતાને પણ.
અંદરથી પ્રેરણા આપે કે "ભાઈ તારે આ જગ્યાએથી આગળ વધવાનું છે ને તારે આવું આવું કરવાનું છે." તો એ તો પ્રોગ્રામિંગ જોડે જ લઈને આવ્યો છે તેનું ક્યાંથી શરૂઆત કરવી છે એની એમ કહે છે. અને પાછું એ કેવું હોય કે આગલા જન્મે એ જ્યાં અટક્યો હતો ત્યાંથી શરૂઆત કરે છે—એવી વાત. એટલે પાછલું એને કરેલું ક્યારેય નષ્ટ થયું જ નથી. અલ્પ પ્રયત્ન પણ તમારો સફળ જ થવાનો છે અંતે તો, નુકસાન તો તમારે છે જ નહીં ભાઈ એમ કહી દીધું. શ્રીમાનોના ઘરમાં વિષયોને વશ રહેવા છતાં પણ પૂર્વના સંસ્કારને કારણે મોક્ષ માર્ગ તરફ એ આકર્ષિત થઈ જાય છે. દાખલો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ અને એવા ઘણા ઘણા છે શ્રીમંતો, કે જે પોતે પોતાનું ઘર ને શ્રીમંતાઈને બધું ત્યાગ કરીને ગુરુ મહારાજનો બસ એક આદેશ અને દીક્ષા લઈ લે છે અને બધું કરે છે અને બધો આગળનો યોગાભ્યાસ ચાલુ કરી દે છે.જ્યાંથી અટક્યું હતું ત્યાં.
પણ એ લોકોને દીક્ષા અને સંન્યાસવાળો જે માર્ગ છે તેમાં શ્રદ્ધા હોવાને કારણે એવું થાય. તમારી જો શ્રદ્ધા હશે કે "ભાઈ હું ભલે સંસારમાં રહ્યો મને આ યોગ પ્રાપ્ત થશે જ, અનાશક્ત યોગ છે ને મને પ્રાપ્ત થશે જ બસ હું કરી લઈશ," તો એને ત્યાં પ્રાપ્ત થશે. શ્રદ્ધા તો રાખ, તારા પોતાનામાં રાખ, તું બ્રહ્મ છું, તારો પાવર તને ખબર નથી આ બધાને ખબર છે તારા સિવાય! યોગમાં શિથિલ પ્રયત્નવાળો તે જિજ્ઞાસુ વાણીના વિષયને પાર કરીને નિર્વાણ પદને પામે. એની પ્રાપ્તિની આ જ પદ્ધતિ છે અને કોઈ એક જન્મમાં સિદ્ધિ મેળવતો નથી, એણે પૂર્વ પ્રયત્નો બધા કરેલા જ હોય છે. એવા જ લોકો બધા આવી રીતના આવી રીતના આગળ વધતા વધતા વધતા અંતિમ પ્રયાસની અંદર સફળ થઈ જાય છે અને પછી એ લોકો પહોંચી જાય છે. વળી પ્રયત્નોમાં વળગી રહેલો યોગી અનેક જન્મે સિદ્ધિ મેળવીને પરમ ગતિને પામે છે.તમારા સામે જ આપી દીધું છે.
તો આજે જે તમે અભ્યાસ કરી રહ્યા છો એ કાંઈ તમારો પહેલી વખતનો જ અભ્યાસ છે એવું નથી, અગાઉ પણ તમે આ બધું કરી ચૂકેલા છો, અહીં પહોંચ્યા છો. હવે જ્યાંથી અટક્યું છે ત્યાંથી તમારી સમજણમાં જે નોલેજ ગેપ છે ને એ બધી પૂરી કમ્પ્લીટ કરી દેશો પણ તમે અવશ્ય ત્યાં પહોંચી જશો એની ખાતરી રાખો; કારણ કે તમારો લક્ષ્ય પણ એ છે, તમારો ઉદ્દેશ્ય છે. છતાં પણ જો પાછા કંઈક બનવાકાળે એવું બને કે તમે જીન્સ વેચવા પહોંચી ગયા અને એમાં ખૂપી ગયા અને ઘણા ઘણા સમય સુધી આ અભ્યાસ ના કરી શક્યા, તમે તમારા કામમાં ડૂબી ગયા, તમે સંસારમાં ડૂબી ગયા—કશો વાંધો નથી, પાછા તમને ફરી એક બીજી તક આપવામાં આવશે. કારણ કે તમે આ બધું કરેલું છે, માટે તમે શું? તો કે કોઈ એવા અહીંયા આગળ વાત કરેલી છે બહુ સરસ આ જ બાબતે. એ શું કહે છે? જેને આ યોગનો અભ્યાસ શરૂ કરી દીધો છે તે અધવચ્ચે કંઈ પણ બને છે તો શું થાય?
તો કે તે મનુષ્ય ઉત્તમોત્તમ રાજા કે યોગી કે ગૃહસ્થને ત્યાં જન્મ પ્રાપ્ત કરે છે. અને અજપાજાપના આ બધું જેને થવા માંડે છે તે પાછો રાજા, યોગી કે ગૃહસ્થને ત્યાં જન્મ લેવા માટે શક્તિવંત થાય છે. જે લોકોએ શાશ્વત સુગંધ અને મોહમાં મધુરસનો અનુભવ કરેલો હોય એવો સાધક મધ્યમ રાજા, યોગી કે ગૃહસ્થને ત્યાં જન્મ ધારણ કરે છે. યજ્ઞાદિક કર્મો તથા પુણ્યના ઉચ્ચતમ કર્મો કરનારા તથા સ્વ-સ્વરૂપનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન, સત્સંગ શોધન કરનારા તથા ગમે તે દેવની ઉપાસના-ભક્તિ કરનારા વ્યક્તિ પણ કનિષ્ઠ રાજા, યોગી કે ગૃહસ્થને ત્યાં જન્મ ધારણ કરે છે; પરંતુ પશુ-પક્ષી યોનિમાં જન્મને ધારણ કરતા નથી. આટલું રક્ષણ, મદદ, માર્ગદર્શન છે બોલો! હવે તમારે હાથી બનવું હોય તો એ તો આખી એક મતિની વાત છે, તમારે કાચબો બનવું જ હોય કોઈ એક મતિની વાત છે તમારી, બાકી ભગવાન તો કહેતા નથી કે "હું કોઈને ક્યાંય મોકલતો નથી, આ બધું તમે જ કરો છો." એટલે આ જન્મ ધારણ કરવાની જે પ્રક્રિયા છે આખી એને સમજો અને એમાંથી નિર્ભય થઈ જાઓ.
કહેવાનો મતલબ એ છે કે તમે અલ્પ પ્રયત્ન કર્યો છે ને તો પણ તમે મુક્ત થઈ જશો. એટલે એવી રીતે એ વ્યક્તિ રાજા, યોગી કે ગૃહસ્થને ત્યાં જન્મ ધારણ કરે છે પણ પશુ-પક્ષી યોનિમાં જન્મને ધારણ કરતા નથી. આગળ કહે છે કે "હું બ્રહ્મ છું" એમ જે જાણે છે તે સર્વનો સર્વાત્મા થાય છે, સર્વનો અંતરાત્મા થાય છે. તે જ્ઞાની ૩૩ દેવોનો પણ આત્મા બને છે. દેવોનો પણ આત્મા એ પોતે બને છે એવી રીતે ૩૩ દેવો રૂપ જગતના પ્રાણ આત્મારૂપી બનીને સ્થિરતા પ્રાપ્ત કરે છે. હવે કહે છે આગળ કે ક્ષણ માટે પણ "હું બ્રહ્મરૂપ છું" એમ જે આત્માનું ચિંતન કરે છે ક્ષણમાત્ર માટે, તે જેમ સૂર્યોદય અંધારાનો નાશ કરે છે તેમ મહાપાતકનો નાશ કરી નાખે છે અને એના પાપોનો નાશ કરનાર એવો સ્વયં પ્રકાશ રૂપે બ્રહ્મ જ પ્રગટે છે. પવિત્ર છે, મંગલ રૂપ એ જ છે એટલા માટે કહે છે કે અલ્પ પ્રયત્ન કર્યો હશે ને તો પણ તમે પહોંચી જ જશો.
તમે નાશ તો થવાનો જ નથી, નિષ્ફળ તો તમે જવાના જ નથી.એટલે શિથિલ પ્રયત્નથી ભલે એનો યોગનો આરંભ થાય, મન ચલિત થતાં બીજો જન્મ લે છે, સદગુરુના કુળમાં એ પ્રવેશ પામે છે અને અનેક જન્મો સુધી પ્રયત્ન કરીને તે પરમગતિ, પરમધામને પ્રાપ્ત કરી લે છે. પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું છે કે એ જે બીજ પડેલું છે તમારી અંદર જ્ઞાનનું તેનો કદી નાશ થતો નથી. તમે બે કદમ પણ ચાલી લેશો તો એ સાધનાનો કદી નાશ નહીં થાય. ઉત્કટ પ્રયત્ન કરનાર ગમે તે હોય પણ શિથિલ પ્રયત્ન કરનાર તો ગૃહસ્થ જ હોય છે, આ તો સર્વસાધારણ મનુષ્યમાત્ર માટે છે આજે યોગ આપેલો છે. અંતે શ્રીકૃષ્ણ નિર્ણય આપે છે કે તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાનીઓથી પણ શ્રેષ્ઠ માન્યો છે. કર્મ કરનાર કર્મી કરતા પણ યોગી શ્રેષ્ઠ છે; તેથી હે અર્જુન! તું યોગી બન. તપસ્વી મન સહિત ઇન્દ્રિયોના યોગમાં ઢાળવા માટે તપાવે છે, હજુ યોગ એનામાં ઢળ્યો નથી.
કર્મી તો આ નિયત કર્મને જાણીને એનામાં પ્રવૃત્ત થાય છે, તે ના તો પોતાની શક્તિ સમજીને પ્રવૃત્ત છે ના તો સમર્પણ સમજીને પ્રવૃત્ત છે, પણ તેમ છતાં એ પોતે કર્મ તો કરે જ જાય છે. જ્યારે જ્ઞાનીના કેસમાં શું છે? તો કે જ્ઞાનમાર્ગી નિયત કર્મ વિશેષ કરીને યજ્ઞની પ્રક્રિયાને સારી રીતે સમજીને પોતાની શક્તિ અનુસાર પ્રવૃત્ત થાય છે, તેના લાભ અને ગેરલાભની જવાબદારી એ જ્ઞાની પોતે સ્વયં વેઠે છે કે "હું જવાબદારી લઉં છું મારા લાભ-ગેરલાભ બધાની." એવી રીતે એના પર દ્રષ્ટિ રાખીને ચાલે છે. હવે યોગીની વાત કરે છે કે નિષ્કામ કર્મયોગી ઈષ્ટ પર ભરોસો રાખીને પૂરા સમર્પણ ભાવથી નિયત કર્મ સાધનામાં પ્રવૃત્ત થાય છે. એના યોગક્ષેમની જવાબદારી ભગવાન તથા યોગેશ્વર સ્વયં ઉપાડે છે. પતનના સંજોગો સર્જાતા હોવા છતાં તેને પતનનો ભય થતો નથી કેમ કે તે પરમ તત્વને ચાહે છે.
પરમ તત્વએ એક્ચ્યુલી એને પકડી લીધેલો છે, તે જ તેને સંભાળવાની જવાબદારી પણ લઈ લે છે; માટે યોગી શ્રેષ્ઠ છે. પરંતુ જે અંતરાત્માથી લાગી ગયો છે, અંદરથી આમ નક્કી થયું છે કે બસ મારે આ યોગ કરવો જ છે, એ તો આ યોગીઓ કરતાં પણ શ્રેષ્ઠ છે. સંપૂર્ણ નિષ્કામ કર્મયોગીઓમાં પણ જે મને શ્રદ્ધાપૂર્વક અંતઃકરણથી, અંતઃચિંતનથી મને નિરંતર ભજે છે, તે યોગીને મેં પરમ શ્રેષ્ઠ યોગી તરીકે માન્યો છે. અહીંયા આ 'અભ્યાસ યોગ' નામનો છઠ્ઠો અધ્યાય આપણે સંપૂર્ણ કરીએ છીએ. ૐ તત્સત્ બ્રહ્માર્પણમસ્તુ. ઓમ બ્રહ્માર્પણમ્ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ્... બ્રહ્મૈવ તેન ગંતવ્યમ્ બ્રહ્મ કર્મ સમાધિના. ઓમ શાંતિ:શાંતિ: શાંતિ: ઓમ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.