અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૭

વિડિયો ૮૭

લેખ ૮૫ / ૧૪૯ · 46 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

કોઈક વિચાર હોય તો એ વિચારને પ્રેષિત કરી શકો. આ બધા જે કામો થતા હોય છે, બધા ગતિશીલ પ્રાણથી થાય. મોટા ભાગનાનો તો પ્રાણ લોકો પાસે હોતું જ નથી. બધા મોટા ભાગે નિષ્પ્રાણ ફરતા દેખાય છે. જુઓ, તમે શ્વાસ લેતા હોય, બધા પેલા હોસ્પિટલોમાં મશીનોમાં ચડાયેલા છે અને અહીંયા મશીન દેખાતા નથી, બસ એટલું જ.

ગતિશીલ પ્રાણ, ગતિશીલ પ્રાણની પોતાની એક મોમેન્ટમ હોય, એક શક્તિ હોય, પાવર હોય. એનાથી આ બધું જ વિશ્વ સંચાલન કરી શકે છે, જે ધારે તે કરી શકે છે. એટલા માટે એમને વિરાટ પુરુષને વીસ રૂપમાં સ્વીકાર કરે છે તથા સર્પવેતા યોગીઓ સર્પ પ્રાણ રૂપથી એને પ્રાપ્ત કરે છે. દેવગણ એમને અમૃત રૂપમાં ગ્રહણ કરે છે. સામાન્ય જન એને જીવન અથવા ધન સમજીને જીવન યાપન કરે છે. અસુર એને માયાના રૂપમાં જાણે છે. પિતૃઓ એને સ્વધા એટલે કે પિતૃ ભોજનના સ્વરૂપે જાણે છે. દેવ ઉપાસક તેમને દેવ રૂપમાં સ્વીકાર કરે છે. ગંધર્વ ગણ તેને રૂપ અને સૌંદર્યના રૂપમાં જુવે છે અને અપ્સરાઓ ગંધર્વના રૂપમાં એ વિરાટ પુરુષને જાણે છે.

બધા એને અલગ અલગ રીતે જાણી રહ્યા છે. એમ કીધું, "એની શ્રેષ્ઠ પરમાત્મ તત્વની જે સાધક જે ભાવથી ઉપાસના કરે છે, એ પરમાત્મ તત્વ એના માટે એ જ ભાવનું રૂપ બની જાય છે." તેથી બ્રહ્મજ્ઞાની લોકોએ "પૂર્ણ પુરુષ રૂપ પરમ બ્રહ્મરૂપ હું સ્વયંવત છું" એ રીતનો ભાવ પોતાના અંતઃકરણમાં રાખવો જોઈએ. આ રીતના ભાવથી એ સાધક દેવ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. જે કોઈ મનુષ્ય આ રહસ્યને સારી રીતે જાણે છે, સમજે છે, એ જાતે જ એને અનુરૂપ બની જાય છે.

ચોથા ખંડમાં કહે છે, "એ બ્રહ્મ કેવો છે?" તો કે "પૂર્ણ પુરુષ છે." ત્રિતાપ એટલે આદિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત, સ્ત્રીતાપ શૂન્ય છે. છ કોષોથી પર છે. આ દેહની અંદર જે છ કોષ રહેલા છે, તેનાથી પર છે. ષડ ઉર્મીઓથી રહિત છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મતસર. પંચકોષોથી રહિત છે. ષડભાવ વિકારોથી રહિત છે. એ રીતે એ બ્રહ્મ બધાથી વિલક્ષણ છે, ન્યારો છે, આ બધાથી જુદો છે. આ ત્રિતાપ આધ્યાત્મિક, આદિભૌતિક અને આદિ દૈવિક છે. જે કર્તા, કર્મ, કાર્ય; જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય; તથા ભોગતા, ભોગ અને ભોગ્ય એ ત્રણેય એક એક હોવા છતાંય ત્રિવિધ અર્થાત ત્રણ ત્રણ પ્રકારના છે. બધું એક જ છે, તો પણ ભોગતા, ભોગ અને ભોગ્ય એ બધું ત્રણ જુદું લાગે છે આપણને.

છ કોષ એટલે ક્રમશઃ ચામડી, માંસ, હાડકાં, સ્નાયુ એટલે કે નસો, લોહી અને મજ્જા કહેવાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડ રિપુ કહેવાય છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોષ કહેવાય છે. છ ભાવ વિકારમાં ક્રમશઃ કયા છે? ભાવ વિકાર: પ્રિય હોવું, પ્રાદુર્ભૂત થવું, વધવું, પરિવર્તિત થવું, અર્થાત ઓછામાં ઓછા થતા જવું, ક્ષય થતા જવું તથા વિનાશ થવું વગેરેને બતાવવામાં આવેલા છે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય સુધીના જે કંઈ આવ્યા છે તે વૃદ્ધિ અને લય. તે અહીંયા શબ્દ થોડો ખાલી ફેરફાર કર્યો છે.

કુળ એટલે કે વંશ. "તમારું કુળ કયું ભાઈ? તમારો વંશ કયો? તમારું ગોત્ર કયું?" એવી રીતે પૂછે છે લોકો. તે કુળ, ગોત્ર, વંશ એટલે જાતિ, વર્ણ, આશ્રમ, રૂપ અને સૌંદર્ય આ બધા શું છે? ભ્રમ કહેવામાં આવે છે. ષડભ્રમ એટલે કુળનું અભિમાન ના હોવું જોઈએ કોઈને, કારણ કે એ તો ભ્રમ છે. ભાઈ, તું એક નવો પાછો ભ્રમ પોષતો હોય ને એવું લાગે. "અમે તો ફલાણા કુળના, અમે તો આમના, અમે આ બાજુના, અમે તે બાજુના." કશું નહીં, નથિંગ ડુઈંગ. તમે પરમાત્માના છો. આ બધાના યોગથી એ પરમ પુરુષ જીવ પ્રાણી રૂપમાં પરિણત થાય છે. અન્ય બીજું કોઈ પણ સમર્થ થઈ શકતું નથી.

જે કોઈ વ્યક્તિ આ ઉપનિષદનું પ્રતિદિન અધ્યયન કરે છે, એ અગ્નિપૂતની જેમ પવિત્ર બને છે. "સ અગ્નિપૂતો ભવતિ, સ વાયુપૂતો ભવતિ." પાછું આવી ગયું. વાયુની જેમ એ શુદ્ધ થાય છે. આદિત્યની જેમ ગતિશીલ બને છે. બધા રોગોથી મુક્ત થઈ જાય છે અને ધન, ધાન્ય, સંપત્તિ, પુત્ર, પૌત્રાદિ બધું મળી જાય છે. વિદ્વાન થઈ જાય છે. મહા મોટા ઘાતક પાપોથી પણ એ પવિત્ર થઈ જાય. અનાચરણના જન્મ દોષોથી પણ એ મુક્ત થઈ જાય છે. માતા પ્રત્યેના કદાચરણથી પણ એ મુક્ત બની જાય છે. પુત્રી અને બહેન પ્રત્યેના વિકારોથી પણ એ મુક્ત થઈ જાય છે. આ બધા જે કંઈ પાપો થયેલા છે તેનું લિસ્ટ છે. સોનું વગેરે ધનની ચોરીના પાપોના ભાવોથી પણ એ મુક્ત થઈ જાય છે. વેદનું અધ્યયન કરીને એને ભૂલી જવાથી પણ લાગેલું પાપ છે, તેનાથી પણ એ મુક્ત થઈ જાય છે. ગુરુની સેવા સુશ્રુષામાં ઉત્પન્ન થયેલું આળસ, પ્રમાદના કારણે જે પાપ ઉત્પન્ન થયું હોય, તેનાથી પણ એ રહિત થઈ જાય.

યજ્ઞય કાર્યોમાં યજ્ઞ કરવાના આયાજ્ય એટલે કે અપવિત્ર પદાર્થોના યજનના પાપથી પણ એ રહિત થઈ જાય છે. અભક્ષ આહાર વગેરે પાપ પ્રવૃત્તિ, હોટલમાં જઈને કંઈ લીધું, મુક્ત બની જાય છે. ઉગ્ર પ્રતિગ્રહ, નિકૃષ્ટ દાનથી પણ એ પવિત્ર થઈ જાય છે. પરસ્ત્રી પ્રત્યેની પાપ દ્રષ્ટિથી એ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે પાપોથી એ બંધાતો નથી. એ વ્યક્તિ બધા જ પાપોથી રહિત થઈ જાય છે. છેવટે કહી દીધું, "અને આ જન્મમાં જ સૌથી મહત્વની વાત, પૂર્ણ પુરુષ અર્થાત પરમાત્માના જ્ઞાનથી યુક્ત બનીને એ પુરુષ શ્રેષ્ઠ પુરુષ અથવા પવિત્ર થઈ જાય." જ્યાં પુરુષુક્તને આવી રીતે જાણે છે અને તેનો પાઠ કરે છે.

ઉપનિષદના આ વાક્યનો અર્થ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. ઘણા લોકો એનો એવો અર્થ કરે છે કે પાપવૃત્તિને વશ થઈને જે પાપ કર્મ કરે છે, તેના દંડથી, શિક્ષાથી એ મુક્ત થઈ જાય છે. પરંતુ ઋષિઓ કહે છે કે જ્ઞાની વિભિન્ન પાપવૃત્તિઓથી, અંતરંગ દોષોથી મુક્ત થઈ જાય છે, નહી કે પાપ કર્મોના દંડથી. જ્ઞાની પોતાની દ્રષ્ટિથી વાસ્તવિકતાને ઓળખી લે છે. એટલા માટે પાપવૃત્તિઓના પ્રલોભનમાં, લાલચમાં પછી એ પડતો નથી અને ફસાતો પણ નથી. એ બચી જાય આ રીતે.

આ પુરુષસૂક્તનો અર્થ અત્યંત રહસ્યમય છે. આ સૂક્ત રાજગુહ્ય, દેવગુહ્ય તથા ગુપ્તથી પણ અતિગુપ્ત છુપાયેલું છે. જે ગુરુ દ્વારા દીક્ષિત કરવામાં આવેલું ના હોય, તેને આ સૂક્તનો ઉપદેશ ન કરો. જે પ્રબુદ્ધ હોવા છતાં પણ જિજ્ઞાસાના ભાવથી પૂછતા ન હોય, જે અયજ્ઞ હોય, જે યજ્ઞ ન કરતા હોય, અવૈષ્ણવ હોય, જે વિષ્ણુને માનતા પણ ના હોય, જે અયોગી હોય, જે યોગ કરતા ના હોય, જે બહુભાષી હોય, બહુ બોલબોલ કરતા હોય, બકવાસ કરતા હોય, અપ્રિય ભાષી હોય અને જે દરેક સંવત્સર એટલે કે વર્ષમાં એકવાર વેદોનું અધ્યયન ન કરી લે, તો પણ દોષ લાગે છે. જે તુષ્ટ ના હોય, સંતોષી અસંતોષી હોય તથા જે વ્યક્તિએ વેદોનું અધ્યયન, ભણવું અને ભણાવવું ન કર્યું હોય, તેને આ પુરુષસૂક્તનો ઉપદેશ કરવો જોઈએ નહીં.

આ પુરુષસૂક્તના અર્થને આ રીતે સારી રીતે જાણનાર વેદવિદ ગુરુ પણ શુદ્ધ પવિત્ર દેશમાં, શુભ નક્ષત્રમાં, પ્રાણાયામ કરીને, પરમ પુરુષનું ચિંતન કરીને, અતિ વિનમ્રતાપૂર્વક મારી પાસે આવેલા શિષ્યને જ એના જમણા કાનમાં ઉપદેશ આપે. વધારે વાતો ના કરે, નહીં તો એ શ્રેષ્ઠ જ્ઞાન જે છે, એ અસાર રૂપ દોષથી દૂષિત થઈ જાય છે. આ રીતે આ સૂક્તના અર્થનો વધારે ઉપદેશ કરો. આવા શિષ્ય અને ગુરુ બંને આ જન્મમાં જ પૂર્ણ પુરુષ બની જાય છે. અહીં શાંતિ પાઠ કરીએ: "ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ૐમ શાંતિ શાંતિ શાંતિહી."

એક વખતે, હવે આ મૈત્રાયણ ઉપનિષદ છે, એ સામવેદ સંબંધી. એક વખત એવું બન્યું કે બૃહદ્રથ નામના રાજાને પોતાના શરીરની નશ્વરતાનો વિવેક જાગૃત થયો કે "આ શરીર તો નશ્વર છે, હું ગમે ત્યારે જઈશ." એને અતિ તીવ્ર એવો વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો. રાગમય જીવન જીવતા હોય, રાજાઓ તો શેમાં હોય? રંગમાં હોય ને, કાં તો રાગમાં હોય. એના બદલે એને વૈરાગ્ય થઈ ગયું. ભાગ્યશાળી હોય એને થાય ને આવું? આવું થઈ ગયું એમને. તો પછી એટલે એ પોતાના મોટા પુત્રને રાજ્ય સોંપી દીધું કે "ભાઈ, હવે તું રાજપાટ ચલાવજે, હું તો ચાલ્યો." અને પછી એ વનમાં ચાલ્યો ગયો, એકાંતમાં જતો રહ્યો. ત્યાં જઈને એને બહુ લાંબા સમય સુધી કઠોર તપશ્ચર્યા કરી. તેઓ દરરોજ સૂર્ય તરફ જોતા, પોતાના બંને હાથ ઉપર આમ કરીને ઊભા રહેતા. આવી રીતે ૧૦૦૦ વર્ષ બાદ એમની ઉગ્ર તપશ્ચર્યાને કારણે પરિણામ સ્વરૂપ એવું થયું કે શાકાયન્ય નામના એક આત્મવેતા એવા મહામુનિ એમની સમક્ષ આવ્યા.

તો એ મુનિ જે હતા, એટલા બધા તેજસ્વી હતા, જાણે કેવા લાગે કે ધુમાડા વગરનો અગ્નિ હોય ને, એટલા તેજસ્વી હતા. તો એ શ્રેષ્ઠ મુનિને પાસે આ રાજા આવ્યા અને પછી રાજાએ તો એમને નમન કર્યું. એમને ઉઠાડ્યા કે "એ રાજન, ઉઠો, ઉઠો, વરદાન માંગો." વંદન માત્રથી વરદાન આપવા માટે તત્પર થઈ જાય. કેવા તપસ્વી હશે? કેટલી એમની તીવ્ર એવી કરુણા હશે, એનો વિચાર કરો.

એ રાજાએ મુનિને નમસ્કાર ફરી કર્યા અને કીધું કે "હે ભગવન, હું આત્મવેતા નથી. મને આત્મા વિશે કંઈ જ ખબર નથી. મેં સાંભળ્યું છે કે આપ બ્રહ્મવિતા છો, તેથી આપ મને સત્ય જ્ઞાન રૂપ વરદાન પ્રદાન કરો. બ્રહ્મવિદ્યા આપો." એવું સાંભળીને શ્રેષ્ઠ મુનિએ એને કીધું કે "હે રાજા, તમે બીજું કોઈક વરદાન માંગો. તમે જોજો, બ્રહ્મજ્ઞાન માંગો ને, તરત આપે એવો ભાગ્યે જ કોક તમને મળે છે. અનાદિકાળથી આ ચાલતું હોય. આ રીતના પ્રશ્નો પૂછશો નહીં, કારણ કે એને પ્રાચીન કાળથી જ અત્યંત કઠિન અને મુશ્કેલ ગણવામાં આવ્યા છે, બહુ પહેલેથી. એટલે જ્યારે જ્યારે જ્યારે પણ કોઈક જાય કે 'પ્રભુ, મને બ્રહ્મજ્ઞાન આપો,' તો મોટા ભાગે એને કોક ભ્રમ આપી દેવામાં આવે ને, પેલો જતો રહે કે 'મને બ્રહ્મજ્ઞાન મળ્યું છે.' વાસ્તવમાં એને કઈ મળ્યું હોય? એ વધારેને વધારે બ્રહ્મ માખવું પડે.

એટલે બ્રહ્મજ્ઞાનની જે ક્વોલિફિકેશન છે, એ બહુ ઊંચી છે. એનું સ્ટાન્ડર્ડ એવું હાઈ છે કે તમે IAS હોય તોય ફેલ થઈ જશો અને IIM પાસ કરેલા હશે તો પણ ફેલ થશો. હાવર્ડમાં ભણેલા હશો તો પણ ખોટું પડશે, બ્રહ્મજ્ઞાન ના મળે એનાથી."

એટલે એને કીધું કે "ભાઈ, તું બીજું ગમે તે વરદાન માંગ, પણ તું આ બધું છોડ." બ્રહ્મજ્ઞાન! ત્યાં યમરાજાએ પહેલાને પણ એવું કર્યું હતું, નચિકેતાને કે "ભાઈ, તું બીજું કોઈક વરદાન માંગ, આ બધું ના માંગીશ. તું શું? આ જરૂરી નથી કે તારા માટે એવું અમને લાગે કે આ બહુ કઠિન છે." દરેકને પહેલા જ કહી દેવામાં આવે છે. "નથી આપવું" એવો ભાવ પણ નથી હોતો, પણ એની સત્યાસત્યતાને પણ ચકાસવી બહુ જરૂરી હોય. એટલે કીધું કે "હે મુનિશ્રેષ્ઠ, આ શરીર હાડકા, ચામડી, સ્નાયુ, મજ્જા, માંસ, વીર્ય, લોહી, આંસુ, મળ, મૂત્ર, વાયુ, કફ અને પિત્તથી ભરાયેલું છે. કોઠી ભરેલી છે, બરાબરની. અને એ દુર્ગંધથી યુક્ત છે અને તત્ત્વ રહિત છે. આમાં કોઈ તત્ત્વ જેવું તો કંઈ છે નહીં. તો પછી આ કામનાજન્ય ભોગોની શી આવશ્યકતા છે? ઈચ્છાઓ થાય એમ કર્યા. હે ભગવાન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વિષાદ, ઈર્ષ્યા, પ્રિય વસ્તુનો વિયોગ અને અપ્રિયનો મિલનનું દુઃખ.

અપ્રિય થાય એનું મિલન થાય તમને, એટલે એક્સિડન્ટ થઈ જાય તો અપ્રિયનું મિલન થયું. ભૂખ, તરસ, હવાર, સાંજ લાગ્યા જ કરે. ઘડપણ અને મરણ બસ આવ્યા જ કરતું હોય છે. શોક સદા વિદ્યમાન એવું આ શરીર અત્યંત પરેશાન રહે છે. આવી સ્થિતિમાં કામનાઓ અને ઉપભોગોની શું આવશ્યકતા? હે ભગવાન, આ સંપૂર્ણ સંસાર ક્ષણભંગુર."

જો આ જે રાજા કહી રહ્યો છે, એ સત્ય છે અને આવું જ બધું પહેલા ભરતૃહરિ રાજાને થયું હતું. પિંગળાએ જ્યારે એને દગો આપ્યો છે, એવું જ્યારે એની રાણીએ એને જ્યારે અહેસાસ ઊભો થઈ ગયો, બસ ત્યારે પછી એનો વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચી ગયો અને એને જે કંઈ કહેલું છે વૈરાગ્ય શતકમાં, બસ એ આ છે. તો કે "હે ભગવાન, આ સંપૂર્ણ સંસાર કેવો છે? ક્ષણભંગુર, એક ક્ષણમાં..."

ભાગી જાય છે કે સંસાર આખો બધો કેવોય આપણે ઘડ્યો હોય, બધું સરસ કરીને બેઠો હોય, એ એક ક્ષણની અંદર બધું ખલાસ થઈ જાય. એટલે એને ક્ષણભંગુર કહેવામાં આવ્યો. મનુષ્ય વગેરે ભૂત પ્રાણીઓને નિરંતર નષ્ટ થતા હું જોયા કરું છું. કોકને કોક તો બસ જતું જ હોય. એવી રીતે બધા જ ક્ષુદ્ર જીવ, દંશ, મચ્છર, કીટ વગેરે પણ ઉત્પન્ન થઈને થોડા સમયમાં મરણને શરણ થઈ જતા જોવું છું. એટલે આમાંથી કોઈનામાં કંઈ ભલીવાર તો આવતો નથી કે આ બધાને જતા જ જોવું છું. હું આમની એટલે સમસ્ત ક્ષુદ્ર જીવોની શી ગણતરી? એનાથી અલગ મહાન ધનુરધારી, શૂરવીર અને બીજા બધા કેટલાય સુદ્યુમ્ન, ભૂરીદ્યુમ્ન, ઇન્દ્રદ્યુમ્ન, બધા નામ આપ્યા છે. એ કેટલાય બધા જે હતા તે ધનુરધારીઓ હતા. બધા મહાન ભરત સુધીના ચક્રવર્તી નરેશ, એ પોતાના બાંધવો સહિત જોતજોતામાં આ લોકના મહાન ઐશ્વર્યને ત્યાગીને, આ લોકમાં તો એ લોકો રાજાઓ હતા, મહાન રાજાઓ, એ બધું છોડી દઈને અકસ્માત જ પોતાનો દેહ ત્યાગ કરીને પરલોકમાં પ્રયાણ કરી ગયા.

મારી નજર સામે આ બધું થયેલું મેં જોયું એમ.

"હે મુનિ, માત્ર મનુષ્ય જ નહીં પણ અસુર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત સમુદાય, પિશાચ, સર્પ, ગ્રહ અને ઉપગ્રહ બધાયને અમે તો વિનષ્ટ થતા જોઈએ છીએ."

ત્યારબાદ રાજા બૃહદ્રતે શ્રેષ્ઠ મુનિ શાકાયને કહ્યું કે, "હે ભગવાન, અગર આને પણ છોડી દઈએ એટલે કે આ ચેતન પ્રાણીઓને પણ, તો અચેતન વસ્તુઓમાં પણ જેમ મોટા મોટા સાગર સુકાઈ જાય છે, પર્વતની શૃંખલાઓ જે છે તે એના શિખરો ગબડી પડે છે, વિશૃંખલિત થઈ જાય છે, ઉપરથી તૂટી પડે. શિલાઓ પડે છે ને બધી આમ પેલું શું કહે છે એને? લેન્ડસ્લાઈડ થઈ થઈને ઉપરથી બધું નીચે જ આવતું હોય. પર્વતો આવી રીતે બધા ખલાસ થાય છે. એટલે બાકી રહેલા હોય તો પેલા લોકો આજકાલ ચડાવે છે ને પેલું શું કહે છે એને? જેસીબી. તે જેસીબી ચડાવી દેવું ઉપર બે ચાર એટલે પછી તમારે ઘડીકમાં તો બધું સપાટ મેદાન કરી નાખે છે એ લોકો. તો આવી રીતે પણ પર્વતો બધા ખલાસ થાય છે. પછી ધ્રુવ પ્રદેશ પણ પોતાના સ્થાને કેન્દ્રિત રહી શકતો નથી, કારણ કે એમાંય પરિવર્તન આયા કરતું હોય. થોડા થોડા સમય એ ખસતો હોય છે.

જેમ આ સેટેલાઈટ બધા ફરે છે એમ એ બી ફરી રહ્યો છે એમ કહે છે. વૃક્ષો પણ ધરાશાયી થઈ જાય છે, મોટા મોટા ઊંચા કહેવાય, જૂના, પ્રાચીન હોય પણ ખતમ. પૃથ્વી પણ પોતાના એક સ્થાન પર સ્થિર રહી શકતી નથી. સમસ્ત દેવગણ પણ પોતાના પદથી ચ્યુત થતા જોવામાં આવે છે. દેવ, સમસ્ત દેવગણ, કોઈ બાકી નહીં. દરેક પોતપોતાનો ટાઈમ થાય એટલે દેવ યોનિમાંથી ગતિ કરે. તો પછી આવી સ્થિતિમાં આ અહંકારથી યુક્ત એવો આ નશ્વર સંસારની અંદર વિષય વાસનાઓના ભોગોમાં આસક્ત રહેનારા તો વારંવાર આ નશ્વર જગતમાં જન્મ-મરણના ચક્રમાં જ બંધાયેલા એવા દેખાય છે. મન તો એ કારણને લઈને, હે મુનિ, આ અજ્ઞાન રૂપી અંધકાર જે છે એના કૂવામાં પડેલા દેડકાની જેમ, અંધારા કૂવાના દેડકા જેમ આ નશ્વર જગતમાં હું પણ પતિત અવસ્થામાં આવેલો છું. મહેરબાની કરીને આપ મને પોતાની ગતિ પ્રદાન કરો."

કારણ કે એ પ્રગતિશીલ છે ને વિદ્વાન છે. તો કે તમારી ગતિ પણ એ જ મારી ગતિ થાઓ. હવે એની ગતિ તો સદગતિ થવાની છે. તો કે આની પણ સદગતિ થાય ને જો એની સાથે જોડાય તો. એટલા માટે પ્રાર્થના કરે છે. એટલે કે મારો ઉદ્ધાર કરો. હું આપના શરણમાં છું. આપ જ મારો એકમાત્ર આધાર છો. તમારા વગર મારે બીજો કોઈ આધાર દેખાતો નથી. અને આ બધું એ માંગે છે શેના માટે? આટલી બધી કાકલુદી, આટલી વિનંતીઓ, બધું શા માટે કરે છે? કોને પ્રાપ્ત કરવા માટે? સમર્થ પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને અહીંયા અમને એટલી પ્રાર્થના કરવી પડે છે પહેલામાં પહેલી તો, કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે એવું એને બધું અનુભવ કરી લીધું.

ત્યારબાદ આ રાજા બૃહદ્રતની કથા સાંભળી અને એ મુનિએ અત્યંત પ્રસન્ન થઈને કીધું કે, "તમે ધન્ય છો. તમે દરેક રીતે કૃતકૃત્ય થયા છો, હે ભારત. આ આત્મા શું અને કેવો છે તે હું હવે તમને સાર તત્વ બતાવવાનો પ્રયાસ કરું છું."

રાજાએ કીધું કે, "હે મુનિ, આપે મને તે સંબંધિત વિષયમાં ચોક્કસ બતાવવાની વિશેષ કૃપા કરજો."

પછી મહર્ષિ કહેવા લાગ્યા. અહીંથી શરૂ થાય છે એ બધું આગળનું બ્રહ્મજ્ઞાન.

"હે રાજન, બાહ્ય ઇન્દ્રિયોનો નિરોધ કરવાથી, ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવવાથી, પ્રાણ તત્વરૂપી આ આત્મા યોગના માધ્યમથી ઊર્ધ્વ તરફ ગતિ કરવા માંડે છે. ગમન કરે એ દુઃખરૂપ જણાતો હોવા છતાં વાસ્તવમાં એ દુઃખ રહિત છે. અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવા માટે એ સમર્થ છે. આ આત્મા આ નશ્વર શરીરમાંથી બહાર નીકળ્યા પછી પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્મ તત્વનું વરણ કરીને જાતે જ પોતાના સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. આ આત્મતત્વ અમૃતયુક્ત છે, ભય રહિત છે અને જાતે બ્રહ્મરૂપ છે. આત્મતત્વની વાત કરીએ. હે રાજન, જે અવિનાશી બ્રહ્મવિદ્યાનો બધા ઉપનિષદો એક જ સ્વરે ઉપદેશ કરે છે, એ બ્રહ્મવિદ્યાના જ્ઞાનને ભગવાન મૈત્રે મને બતાવેલ છે. એ જ શ્રેષ્ઠ જ્ઞાન હું હવે તમને આપું છું, બતાવું છું, કહું છું. સાધના દ્વારા જેના સમસ્ત પાપો નષ્ટ થયા છે એવા તેજસ્વીને બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા મુનિ વાલખિલ્યના નામથી જાણીતા છે.

આવી જ રીતે એકવાર એ શ્રેષ્ઠ મુનિએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો અગાઉ કે, 'હે બ્રહ્મન, આ શરીર ગાડીની જેમ અચેતન છે, તો પછી એવું કયું અતિન્દ્રિય તત્વ છે? કયા શ્રેષ્ઠ તત્વની એવી તો મહિમા છે કે જેનાથી આ શરીર ચૈતન્યની જેમ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે? આ શરીરને જે પ્રેરિત કરે છે અને વાણીથી પણ પર શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. હે ભગવાન, એ શ્રેષ્ઠ તત્વને અમારી સમક્ષ બતાવવાની કૃપા કરો.' ત્યારે બ્રહ્માજીએ મુનિને કહ્યું હતું."

પોતે વચ્ચેથી ખસી ગયા. જો બીજાનો રેફરન્સ આપી દીધો કે ફલાણાએ આણે આને આવું કહ્યું.

તું પોતે હવે એને કહે છે એવી રીતની વાત નથી. આ પણ એક પ્રકાર છે અહંકાર રહિત રીતે આખી વાતને આગળ રજૂઆત કરવાનું, પરોક્ષ પરોક્ષ રીતે.

હે શ્રેષ્ઠ તત્વને શુદ્ધ, પવિત્ર, શૂન્ય, શાંત જીવન પ્રદાન કરનાર, અનંત, અવિનાશી, શાશ્વત, સનાતન, સ્થિર, અજન્મા અને સ્વતંત્ર રૂપે રહેનાર આત્મા કહેનાર કહેવામાં આવે છે. એની આ મહિમા જ મહાન છે. એ આત્માથી જ આ અચેતન શરીરને ચેતનની જેમ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. એ ચેતન આત્મતત્વ પ્રેરણા પ્રદાન કરનારું છે; બધાને પ્રેરિત કરે છે કંઈકને કંઈક કરવા માટે.

આ સાંભળ્યા બાદ મમ્મુનિ વાલખેલ્યજીએ ફરીથી પ્રશ્ન કર્યો કે, "હે ભગવાન, આવી રીતનો આ આત્મા અન અનિચ્છિત હોવા છતાંય ચૈતન્ય રૂપે આ શરીરમાં કેવી રીતે રહે છે? એ તો કોઈ કશી ઈચ્છા કરતો નથી, કશું કરતો નથી." (એટલે એક શબ્દ વાપર્યો: અનિચ્છિત). "તો આ શરીરને પ્રેરિત કેમનો કરે છે તથા આ આત્માની આ મહિમા કયા પ્રકારની છે?"

ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, "હે મુને, આ આત્મા સૂક્ષ્મ છે, અગ્રાહ્ય છે, અદ્રશ્ય રૂપ છે. એટલે એનું રૂપ નથી દેખાશે નહીં તમને. એ કારણે એને પુરુષ નામની સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે."

આ આત્મા પોતાના એક અંશથી આ શરીરમાં પોતાના પ્રયોજનના અભાવમાં પણ બુદ્ધિપૂર્વક સતત આવતો રહે છે. સૂતેલાને યુક્તિપૂર્વક બોધ કરાવતા, ચૈતન્ય રૂપે બધા પ્રાણીઓમાં એ પ્રતિષ્ઠ પ્રતિષ્ઠિત છે, કરે છે. એ જ પ્રકારે પ્રત્યેક શરીરમાં ક્ષેત્રજ્ઞના રૂપમાં એ પોતે પ્રતિષ્ઠિત છે.

૧૨મો અધ્યાય આવી ગયો. એ જ પ્રકાશ, સંકલ્પ, પ્રયાસ, અહંકાર ાર, લિંગ (એટલે કે સ્ત્રી-પુરુષ વિગેરે) અને પ્રજાપતિના રૂપમાં સમસ્ત વિશ્વને જોનારું છે. એની ચેતનાથી શરીર ચૈતન્ય યુક્ત છે. એ જ આ શરીરને ક્રિયાનવન હેતુ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

વાલખીલીએ ફરી પ્રશ્ન કર્યો કે, "હે ભગવાન, આવો આત્મા અખંડ હોવા છતાં પણ કઈ રીતે અંશરૂપમાં અહીંયા સ્થિર છે? જે તમારો બધાનો પ્રશ્ન છે: સમજાવતો નથી બધાને કે આ અખંડ હોય ને પાછો તૂટ્યા વગર કેવી રીતે અહીં ટુકડા થઈને આવ્યો?"

તો મહર્ષિ કહે છે કે, "સૌથી પહેલા એકમાત્ર પ્રજાપતિ એકાકી રૂપમાં હતા. તેઓ એકલા રમણ પોતાને સંતુષ્ટ કરી શક્યા નહીં. એટલે એમણે પોતાના આત્માનું ધ્યાન કર્યું. એના એના ફળ સ્વરૂપે એમણે વિભિન્ન રૂપોમાં પ્રજાનું સર્જન કરી દીધું."

પોતાના દ્વારા ઉત્પન્ન કરેલા પ્રાણી તેમને જાતે જ નિષ્પ્રાણ અને થાંભલા જેવા લાગ્યા. કોઈપણ જાતની ચેષ્ટા કરતા નહોતા. એટલે લાઈને આપણા પૂતળા મૂકી દીધા હોય પેલું ચેસ રમવા માટે, એના અંદર આમ એવા હતા એમ કે આટલી બધી પ્રજા પેદા કર્યા, બધું કર્યું, પણ પછી એ બધું આવું હતું એમ: સ્થિર, બધું નિશેષ. એમાં કોઈ જીવંતતા નહોતી એટલે કશું થતું જ નહતું એમ.

તો આવું જ્યારે થયું ત્યારે આ પ્રજાને ક્રિયા, જ્ઞાન અને શક્તિથી યુક્ત સચેતન કરવા માટે એમને શું કર્યું? ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિથી યુક્ત સચેતન કરવા માટે એમણે કીધું કે, "હું" (એટલે કે એ બ્રહ્માજી પોતે સ્વયં એમ) "એમના અંતઃકરણમાં જ પ્રવેશ કરી જવું કે અંદર જવું અને પછી એક્ટિવ કરવું બધું કે અંદર જઈને ચાલુ કરવું." આપણે કોક મોટી મશીનરી હોય, ઘણી વખત નથી હોતું કોક જગ્યાએથી એને ચાલુ કરવાનું? આવડા મોટા મશીનો હોય તો અંદર ક્યાંક પેસી જઈએ. આવડી મોટી ગાડીમાં તમે બેઠા હોય ત્યાં જઈને પેલું પુશ બટન દબાવોને 'સ્ટાર્ટ' લખેલું ત્યારે ગાડી ચાલુ થઈ જાય ને? બસ, એવું એમને થયું કે તો ડ્રાઈવર અંદર તો પેસવું પડે છે. આજકાલ પેલા જુદી ગાડીઓ આવે છે એમાં બહારથી થાય છે ચાલુ ઓટોમેટિક વાત, પણ એ વખતની ટેકનોલોજી પ્રજાપતિની આવી હતી એટલે એ બી અંદર પેસી ગયા, સમજો બરાબર.

તો અંદર બેઠા પછી એમણે પુશ બટન દબાવ્યું એટલે બધાના અંતઃકરણમાં એ ખુદ સ્વયં પ્રવેશી ગયા છે કે છે અને પછી બટન દબાવ્યું એટલે પછી બધું જીવંત થયું ઉઠ્યું, એકદમ ગાડી ચાલુ થઈ જાયને ઢરર કરતી એવી રીતના બધું ચાલુ થઈ ગયું.

તો એવું વિચારીને એમણે પોતાને પહેલા શું કર્યું? તો કે વાયુરૂપમાં પરિણત કર્યા. એ વાયુ બની ગયા. વાયુરૂપ થઈને પછી એ બધામાં પોતાના દ્વારા ઉત્પન્ન કરેલા પ્રાણીઓની અંદર પ્રવેશી ગયા. અંદર પેઠા અને પછી બસ એનું પોષણ ચાલ્યા કરે છે એટલે એ પણ ચાલ્યા કરે.

તેઓ એક હોવા છતાં પણ પાંચ રૂપ રૂપોમાં વિભક્ત થયા, જે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનના નામે ઓળખવામાં આવ્યા. સમજાઈ ગયું?

તો આ કેટલું નજીકનું છે એ તમે જુઓ! પ્રજાપતિની પાંચે પાંચ છે, એ પાંચે એક જ છે પાછા અને એ જ પ્રજાપતિ છે. એટલે બધું અંદર. હવે અંદર બેઠે બેઠા ગઢભાંચ કરે છે, પહેલા બહાર બેઠા બેઠા કરતા હતા, બરાબર? પહેલા આખી સૃષ્ટિનું કર્યું એમણે, પછી એક એકની અંદર પેસી ગયા વાયુરૂપ બનીને. એટલે હવે ત્યાં દરેક જગ્યાએ પાંચ પાંચ બની ગયા છે એ પોતે અને પછી આ કારખાનું ચલાય રાખે છે દેહરૂપી.

જે ઉર્ધ્વ ગમન કરે છે તે પ્રાણ છે. નીચેની તરફ જાય છે તે અપાન છે. જે અત્યંત સ્થૂળ અન્ન અને ધાતુને પાચનતંત્ર ઉર્જાના માધ્યમથી અપાનમાં પ્રતિષ્ઠિત કરે છે તથા સૂક્ષ્મ રૂપે અંગ પ્રત્યંગમાં સમાન રૂપે પહોંચી જાય છે, એને સમાન કહે છે. જે ખાધેલા પીધાલા પદાર્થને બહાર કાઢે છે કે ગળી જાય છે તેને ઉદાન કહે છે. અને જે વાયુથી સમસ્ત નાડીઓ પરિપૂર્ણ છે તેને જ વ્યાન કહેવામાં કો. આખે આખી નાડી છે તે બધાયની અંદર હમય પૂરેલી છે, હવા વાયુ પુરાયેલો છે, હવા છે જ એમ. આ દરેકની અંદર હવે વાયુ બધે પરિપૂર્ણ. પણ એ વાયુને પાછું મુવમેન્ટ આપવા માટે શું જોઈ? પ્રાણ જોઈ. વાય હવાને ધક્કો મારવાનું કંઈક તો જોશે ને પાછું? એ તો બધે વ્યાપી ગયું, હવા તો બધે બધે પ્રવેશી ગઈ, થઈ ગયું બધું. પણ હવે એને પાછી એક્ટિવ રાખવા માટે પ્રાણનું આયોજન કરવામાં.

એટલે પછી એ શ્વાસોશ્વાસ કરે છે તો એ.

કહે છે કે જે નજીક રહેવા છતાંય, આટલો નજીક હોવા છતાંય, અંતર્યામી અંતરિક્ષને જાણનાર છે, જે એક પ્રહરની અંદર જ પરાભવ કરી દે છે. એક પ્રહર એટલે સવારથી બપોર, બપોરથી સાંજ. બે પ્રહરની પૂજા, ત્રણ પ્રહરની પૂજા એમ હોય છે ને? એટલે એવા એ બેયની વચ્ચે જે ઉષ્ણતા વર્ષે છે, એ ઉષ્ણતા તાજ પુરુષ છે. જે પુરુષ છે એ જ વૈશ્વાનર નામનો અગ્નિ છે. બીજે પણ એ કહેવામાં આવે છે કે અંતઃકરણમાં વિદ્યમાન પુરુષ જ વૈશ્વાનર રૂપ અગ્નિ પુરુષના નામથી ઓળખાય છે. આનાથી, વૈશ્વાનર રૂપ અગ્નિથી ખાધેલું ભોજન પચે છે. જે ગ્રહણ કરવામાં આવે છે એનો શબ્દ અંતઃકરણમાં આપણને સંભળાય છે. શું બોલાઈ રહ્યું છે તે પણ સંભળાઈ પણ રહ્યું છે ને? તમે તો શ્રવણ કરો છો, પણ અહીં પણ કોઈક સાંભળનારો બેઠો છે ને? શું બોલાય છે એ સંભળાય છે. તો અંતઃકરણમાં એ સંભળાય છે. કાનને બંધ કરવાથી એ ધ્વનિ અંદરથી આવતો હોય એવું લાગે છે.

જ્યારે શરીરમાં પ્રાણનો નીકળવાનો સમય હોય છે, ત્યારે આ ધ્વનિ સંભળાતો નથી. તો વ્યક્તિ પોતે બોલે તો પણ એને સંભળાતું હોતું નથી. મૃત્યુ પામતો હોય તે વખતે બીજાનું પણ એને સંભળાતું નથી, પોતાનું પણ એને સંભળાતું નથી. અકાળા ઉઠે ને પછી.

એટલે આ પ્રજાપતિ રૂપી આત્મા જાતે જ પોતાને પાંચ ભાગોમાં વિભક્ત કરી હૃદય રૂપી ગુફામાં પ્રતિષ્ઠિત છે. આ જ આત્મા મનોમય રૂપમાં, પ્રાણમય રૂપમાં, તેજોમય રૂપમાં, સંકલ્પ રૂપમાં તથા આકાશાત્મરૂપ રૂપમાં રહેલો છે. આ રીતે આ આત્મા હૃદય પ્રદેશમાં રહેતા ઇન્દ્રિયોનો અનુભવ ન કરતા સ્વયંને અકૃતાર્થ અનુભવ કરવા લાગ્યો. કંઈક બરાબર નથી એવું લાગ્યું. ત્યારબાદ પોતાને કૃતકૃત્ય કરવા માટે પાંચ દ્વારો એટલે પાંચ ઇન્દ્રિયોનું એને વેદન કર્યું. એને કોઈક રીતે કેલિબ્રેટ કરી ઇન્દ્રિયોને અને પછી અંદર અને પછી શું કર્યું? પ્રાદુર્ભૂત થયો. એને એક્ટિવ કરી દીધી. એ પાંચ દ્વાર શ્રોત્ર વગેરે પાંચ ઇન્દ્રિયોના રૂપમાં બની ગયા, જેનાથી એ વિષયોનો ઉપભોગ કરે છે. એ પાંચે જ્ઞાનેન્દ્રિયો એ લગામ છે તથા પાંચ કર્મેન્દ્રિયો છે એ ઘોડા છે. શરીરને રથ અને મનને સારથીની ઉપમા આપવામાં આવેલી છે અને સ્વભાવ એટલે કે પ્રકૃતિને ચાબુક કહેવામાં આવે છે.

ઘણા કહે છે ને, "મારી પ્રકૃતિ આવી છે, મારો સ્વભાવ આવો છે." અલગ ઓલ્ટરનેટિવલી આવું બોલતા હોય. તો એના દ્વારા એ પોતે પોતાની ઇન્દ્રિયોનું સંચાલન કરતા આ રીતે આત્મા જ આ શરીરને સચેતન બનાવીને રહેલ છે તથા એને પ્રેરિત કરતો રહે છે.

એવું જણાય છે કે આ આત્મા શરીરના વશમાં રહીને, આત્મા શરીરના વશમાં જતો રહે અને શુભાશુભ કર્મોના ફળ સ્વરૂપ બંધનમાં ફસાઈ ગયો છે. શરીરના કંટ્રોલમાં ગયો એટલે આ કારણે એ આત્મા વિવિધ શરીરોમાં સંચરિત થતો રહેતો હોય છે. એક પછી બીજું શરીર ધારણ કરે, બીજા પછી ત્રીજું કરે. પરંતુ ચિંતન કરીએથી એવું જણાય છે કે વાસ્તવમાં એ અવ્યક્ત, સૂક્ષ્મ, અદ્રશ્ય, અગ્રાહ્ય, મમતાથી રહિત અવસ્થા એટલે કે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિથી રહિત છે. આવો આત્મા તેથી એ આત્મા અકર્તા હોવા છતાં પણ કર્તા રૂપમાં આપણને પ્રતીત થયા કરે છે. આ આત્મા શુદ્ધ, સ્થિર, અચલ, નિર્લિપ્ત, ઉદ્વિજ્ઞતા રહિત, નિષ્પૃહ દ્રષ્ટાની જેમ રહેતા પોતાના દ્વારા કરવામાં આવેલા કર્મોના ફળનો ઉપયોગ કરતો હોય એમ જણાય છે. છે નહીં.

સાથે સાથે એ પણ પ્રતીત થાય છે કે એ આત્માએ પોતાના રૂપને ત્રણ ગુણો – સત્, રજ અને તમ રૂપી વસ્ત્ર દ્વારા ઢાંકી રાખેલ છે પોતાને. તો આત્માનું આવરણ કોણ છે? આ ત્રણ ગુણો છે. એટલે ત્રણ ગુણો એટલે ત્રણ ત્રણ લેયર લાગેલા છે અને એક લેયર કેટલું જાડું છે કોને ખબર? હવે તમે વિચાર કરો કે બહાર આત્માનો પ્રકાશ કેમ નથી આવતો? સમજાઈ ગયું? તો તમોગુણ વધતો જ જાય પાછો. પેલો એમ કે કે, "મને તો બહુ ક્રોધ આવે." દર વખતે એવું કે એટલે પાછું એક લેયર વધતું જાય. જેમ પેલો હોય છે ને સિમેન્ટ પેલું કરનારો, એક થપેડો મારે પછી ઉપર બીજો મારે, પછી ત્રીજો મારે. તો કેટલું જાડું કરે એનું લેયર જે હોય છે, એવી રીતના એ જાડું જાડું કરતો જ જાય થપેડા મારી દર વખતની અને પછી ક્યાં પાર આવે તમે વિચાર કરો. આ તો તમોગુણ તો વાત થઈ. પછી રજોગુણ બી આવે અને રજોગુણ કેવો?

એકદમ ચીકણો, ઝટ દઈને છૂટે જ નહીં. એટલે સ્ટીકી છે. સિમેન્ટમાં જે ચોંટવાપણું હોય છે ને, એ રજોગુણ ચોંટ લગાડે. હંમેશા તમોગુણ તો ઉખાડી નાખે. તો તમોગુણને ચોંટાડવા માટે પાછો રજોગુણ મોજૂદ હોય ત્યાં આગળ. એવી રીતે એટલે એ એના કારણે શું થાય કે પેલો સિમેન્ટ ચોંટેલો રહે છે. એ તો એની અંદર રાગ છે. સિમેન્ટની અંદર શું સ્ટીકીનેસ જે છે ને તે. તો આ રાગ હંમેશા ચીકણો હોય અને રાગમાં જે અનુરાગી હોય, અનુરાગી એ છે ને ઝટ પેલા બીજો જે છૂટવાના તરફડીયા મારતો હોય ને તેને પણ જવા ના દે. એને ચોંટાડી રાખે, "બેસ ને હું અડધો કલાક. એમાં શું? બીજી બસ આવશે. આપણે વાતો કરીએ." અને પછી ચાલ જ રાખે. ચાલે એવા લેયરો પર લેયરો, થપેડા ને થપેડા રોજ લાગી જાય. બોલ, કેવી રીતે આત્માનું અજવાળું મળે? રજોગુણ આપણને ખેંચી નાખે, ખબર જ ન પડે આપણને. યથાર્થ ગીતામાં અર્જુનને અનુરાગ કીધો.

હા, અનુરાગી કીધો છે અર્જુનને. પણ અનુરાગ શબ્દ કોનો છે? આત્માને જે રાગ લગાડે તે અનુરાગી. બાકી બધા રાગી. સૂક્ષ્મતમ સાથે એનો અનુરાગ બાકી એટલો. એટલે કીધું ને કે શરીરને રથ અને મનને સારથી બનાવવામાં આવ્યો અને પછી એનાથી આ પ્રકૃતિની રૂપી ચાબુક બનાવવામાં આવી અને ચાબુકથી શું કર્યું? તો કે આ શરીર છે તે ચક્રની જેમ ગમન કર્યા કરે અને આ આત્મા જ આ શરીરને સચેતન બનાવે છે. હવે એવું કહે છે કે આ આત્મા શરીરના વશમાં આવવાથી શુભ અને અશુભ કર્મોના ફળ સ્વરૂપ બંધનમાં ફસાઈ ગયો છે. એટલે પછી એક પછી એક કર્મોની શરીરોમાં એને જવું પડે છે, કારણ કે એને કર્મો તો પૂરા કરવા પડશે. પરંતુ ચિંતન.

કરવાથી એવું જણાયું કે વાસ્તવમાં એ કેવો છે? તો કે અવ્યક્ત છે, સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે, અગ્રાહ્ય છે. એને પકડી ન શકાય. આત્મા મમતાથી રહિત છે, એટલે એને કોઈ મમત છે નહીં. પોતાની હોવાપણાની પણ મમત નથી આત્માને. ને તો કોઈ કે, "તું નથી," તો એ સાઇલેન્ટ. બસ, બોલવાનું નહીં બીજું કશું. અને અવસ્થાઓથી પણ રહિત છે: સુષુપ્તિ, જાગૃત અને સ્વપ્ન અવસ્થા. તેથી એ આત્મા અકર્તા હોવા છતાં કર્તા રૂપમાં આપણને પ્રતીત થતો હોય છે.

આ આત્મા કેવો છે? તો કે શુદ્ધ છે, સ્થિર છે, અચલ છે, નિર્લિપ્ત છે, ઉદ્વિજ્ઞતા રહિત છે. નિષ્પૃહની જેમ, દ્રષ્ટાની જેમ રહે છે. નિષ્પૃહ થઈ, કોઈ જાતની સ્પૃહા નથી એને. કશું પ્રાપ્ત કરવાનું નથી, કંઈ ગુમાવવાનું નથી, કંઈ મેળવવાનું નથી, કશું નથી. ખાલી દ્રષ્ટા જોયા કરે બધું શું ચાલી રહ્યું છે. તો પોતાના દ્વારા કરવામાં આવેલા, ખરેખર એને પોતે નથી કર્યા, પણ એના હોવાને લીધે ઇન્દ્રિયો દ્વારા જે બધા કૃત્યો થયા તે બધા કરીને કર્મના ફળનો ઉપયોગ કરતો હોય એમ જણાય છે. સાથે સાથે પ્રતીતિ થાય છે કે પોતાના રૂપને એના ત્રણ ગુણો – સત્વ, રજ અને તમસ્ – થી ઢાંકી રાખેલ છે, વસ્ત્રરૂપી.

મહર્ષિએ ફરી પ્રશ્ન કર્યો કે, "હે ભગવાન, આ આત્માની મહિમાનું વર્ણન અગર આ પ્રમાણે છે..." પેલા વાલખીલ્યએ કોને પ્રશ્ન કરે છે? ભગવાન બ્રહ્માને. અત્યારે યાદ હોવું જોઈએ, બરાબર? તો ફરીથી, "આત્મા શ્રેષ્ઠ અને નિકૃષ્ટ એવા કર્મના બંધનમાં બંધાયેલો તથા સારી-ખોટી યોનિઓમાં ફરતો શું કોઈ બીજો આત્મા છે? સુખ-દુઃખ વગેરે દ્વંદ્વોથી વિટળાયેલો, ઊર્ધ્વગામી અથવા અધોગામી ગતિઓમાં વિચરણ કરે છે, તે કોણ છે?"

ત્યારે એને કહે છે કે, "હે શ્રેષ્ઠ મહર્ષિ, જે શુભ-અશુભ કર્મોને કારણે અધોગામી થયો છે, એ તો બીજા ભૂતાત્મા જીવાત્માના નામથી ઓળખાય. આ એ નથી કે એ જોડે જોડે ફરે છે, પણ મૂળ જે છે, જે ભ્રમણ કરનારો છે, એ આવો છે કે અને એ કર્મ અનુસાર સારી-ખોટી યોનિઓમાં ગમન કર્યા કરે છે. ઊંચી-નીચી ગતિઓને પણ એ મેળવે છે. સાથે સાથે સુખ-દુઃખ વગેરે દ્વંદ્વથી એ પ્રભાવિત પણ થાય છે. પંચભૂતો અને તન માત્રાઓને ભૂત કહેવામાં આવે છે. શરીરમાં રહેનારો એ આત્મા તો કમળના પાંદડામાં રહેનારી બુંદો સમાન છે, પરંતુ એ પોતાના પ્રાકૃતિક ગુણોથી પ્રભાવિત અને પરાજિત થઈ અને મૂઢ થઈ જાય. સાઇલેન્ટ, સુષુપ્ત બની જાય. 'કશું કરવાનું નથી મારે.' એ કારણે એ પોતાની અંદર ઉપસ્થિત પ્રેરક પરમ તત્વને પણ જોઈ શકતો નથી. આ રીતે એ સદગુણોથી તૃપ્ત થતા, પાપયુક્ત, અસ્થિર, ચંચલ, લોલુપ એટલે કે લાલચુડો, વિષયનો આસક્ત, વ્યગ્ર અને અભિમાની થઈને અહંકારયુક્ત બની જાય છે.

અભિમાની થઈ જાય છે. એની અંદર એ ભાવ આવવા માંડે છે કે, 'આ હું છું, આ મારું છે.' એ પછી એ પક્ષીની જેમ ઝાળ રૂપી વિકારોની અંદર ફસાઈ જાય. એ પોતાના દ્વારા કરેલા કર્મોના ફળ સ્વરૂપ પોતે જ બંધાઈને વિચરણ કર્યા કરે."

અન્ય સ્થળોએ પણ કહેવામાં આવ્યું છે કે કર્તાપણું તો ભૂતાત્માનું જ છે. અંતઃકરણમાં વિદ્યમાન રહેનારો પવિત્ર આત્મા તો માત્ર પ્રેરણા જ પ્રદાન કરે છે. એ માત્ર સ્ફૂરણ આપે, બસ. પછી આગળનું કામ પાછો બીજો કરે છે. તો જે રીતે શું કહેવાય તમને, સ્પાર્ક પ્લગ હોય, એ તમને શું આપે છે? સ્ટાર્ટિંગ માટેની જે પાવર હોય છે ને, તે. બસ, એ આપી દે છે. પછી એ સ્ટાર્ટિંગ મોટર તો બંધ થઈ જાય. પછી સાઇલેન્ટ હોય છે. કંઈ ઉખાડીને કોઈ ફેંકી નથી દેતું બહાર. એ ગાડીમાં જ હોય, પણ પછી એનું કામ જે છે, એ મેઈન પેલી બેટરી ઉપાડી લેતી હોય. હા, એટલે ટોર્ક આપવાનું કામ કરે. યસ, આવી રીતના.

તો શુદ્ધ આત્મા દ્વારા તપીને સદગુણો દ્વારા સતત પ્રહાર કરતા રહેવાથી એ બીજા અનેક રૂપોમાં બદલાઈ જાય છે. અર્થાત, એ ગુણોથી યુક્ત થઈને ૮૪ લાખ યોનિઓની અંદર ભ્રમણ કરતો રહે છે. આ અનેકત્વનું સ્વરૂપ છે. અને જે રીતે આ ચક્રને ફેરવનારો કુંભાર ચાકડાથી અલગ રહે છે, એવી રીતે આત્મા પોતે સત્વ, રજ અને તમ – આ ત્રણેય ગુણોથી અલગ છે. અને આ ત્રણેય ગુણો એની ઉપર અસર કરતા હોતા નથી.

જે રીતે લોખંડના ટુકડાને ટીપવાથી એમાં રહેલો અગ્નિ ટીપાતો નથી, એ જ પ્રમાણે શુદ્ધ આત્મા વિકાર રહિત હોય છે, પરંતુ એને ભૂતાત્માના સંસર્ગનો દોષ લાગી જાય છે. હવે જ તપેલું લોખંડ છે, એનો જ દાખલો લઈએ. તો લોખંડ તો ટીપાય છે. તો લોખંડ ટીપાય છે, જોડે જોડે એ જે એને અગ્નિત્વ પ્રાપ્ત કરેલું છે, તેને બી ફટકા તો પડી જ રહ્યા છે. પણ ફટકા પડે છે તેનો અનુભવ માત્ર કોને થઈ રહ્યો છે? લોખંડને થઈ રહ્યો છે. એ અગ્નિત્વ છે, એ જેના કારણે એ લોખંડ એટલું પીગળેલું, ઓગળેલું છે, એને તમે ટીપો છો, તો એના હોવાના કારણે જ એવું પેલું બીજા આકાર ધારણ કરી શકે છે. એવી રીતે આત્મા પોતાએ હાજર હોવાના કારણે જ આ વૃત્તિઓ, વિકારો કે જે કાંઈ બધું છે, તેના કારણે પછી પોતે જે પોતાના ફળના પરિણામો છે, તે બધા બદલાયા કરે છે. અલગ અલગ અલગ થાય. અને એના કારણે એને અલગ અલગ વિનયો, યોનિઓની અંદર વિઝિટર વીઝા પર જવું પડે છે.

પરમેનન્ટ વીઝા મળતો નથી. બધાયે ના પાડી દીધી છે. અમુક દેશોમાં તો એવું જ છે ને કે પરમેનન્ટ વીઝા નહીં મળે કે તમારે દર વર્ષે લેવા પડે. દર વખતે નવો વીઝા આવવું હોય તો એપ્લાય કરો. કે અહીં તો એપ્લાય નહીં કરવાને લાયક થાવ એટલે તમત ખેંચાઈ જાવ.

ગરમ થયેલું લાલચોળ લોખંડ અગ્નિ જેવું દેખાય છે. એ સ્થિતિમાં એને હથોડા વડે ટીપવાથી ઈચ્છિત આકાર આપી શકાય છે. એ જ પ્રમાણે આત્મતત્વના સંસર્ગમાં રહેલું પંચભૂત જ્યારે ચેતનાયુક્ત દેખાય છે, ત્યારે એને ગુણોના પ્રહાર દ્વારા દબાણથી ઈચ્છિત આકાર આપી શકાય છે. એ સિવાય એક અન્ય સ્થળે પણ એ સંકેત મળે છે: સ્ત્રી-પુરુષના સંયોગથી જે શરીર ઉત્પન્ન થાય છે, એ તો ચેતના શૂન્ય છે અને નર્ક જેવું લાગે છે. મૂત્ર દ્વારમાંથી બહાર આવનારું આ શરીર હાડકા દ્વારા નિર્મિત કરવામાં આવે છે, માંસથી...

ભરેલું છે અને ચામડીથી બાંધેલું છે. મળ, મૂત્ર, પિત્ત, કફ, મજ્જા, ચરબી, મેદ – આ બધા ચીકણા પદાર્થોથી એ યુક્ત છે. એ સિવાય બીજા કેટલાય પ્રકારના મળથી પણ એ ભરેલું છે. આ શરીર એવું જણાય છે કે બધા વિકારયુક્ત પદાર્થોનો જાણે ભંડાર આ જ છે.

એક અન્ય સ્થાનમાં એવું પણ કહેવાયું છે કે મોહ, ભય, વિષાદ, નિન્દ્રા, તંદ્રા, વૃદ્ધાવસ્થા, શોક, ભૂખ, દુઃખ, તરસ, દીનતા, ક્રોધ, નાસ્તિકતા, અજ્ઞાન, માત્સર્ય, વિકાર, મૂળતા, નિર્લજતા, ઉદ્ધતતા, વિષમતા, કૃતજ્ઞતા – આ બધા તમોગુણો છે. કેટલા બધા એવા વિકારોથી આ શરીર પરિપૂર્ણ છે. એ સિવાય તૃષ્ણા, સ્નેહ, રોગ, લોભ, હિંસા, કામ, દ્રષ્ટિ, વ્યાપાર, ઈર્સા, સ્વેચ્છાચારિતા, ચંચળતા, કોઈકની વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા, ધન ઉપાર્જન કરવાની ઈચ્છા, મિત્રોનો અનુગ્રહ, પરિગ્રહનો આશ્રય, ઇન્દ્રિયોનો અપ્રિય વસ્તુઓ સાથે દ્વેષ અને પ્રિય વિષયો સાથે આસક્તિ – આ બધા રજોગુણથી યુક્ત વિકાર પણ એ ભૂતાત્મામાં વિદ્યમાન હોય છે. આ બધા જ વિકારો દ્વારા આ ભૂતાત્મા પરાભવને પ્રાપ્ત કરે છે તથા ફરીથી અનેક રૂપોને ધારણ કરે છે.

બ્રહ્માજી દ્વારા અપાયેલ આ ઉપદેશ સાંભળીને ઉર્ધ્વરેતા એવા અખંડ બ્રહ્મચારી (જે હોય તેને ઉજવરતા કહેવાય) શ્રેષ્ઠ મુનિ વાલખેલ્યજી ખૂબ જ વિસ્મિત થઈ ગયા અને નજીક જઈને કહ્યું કે, "હે ભગવાન, આપને નમસ્કાર છે. આપ જ અમોને શરણ આપનાર છો. આપના સિવાય અન્ય કોઈ અમારું શરણ સ્થળ નથી. તેથી આપ અમોને એ સમજાવો કે આ ભૂતાત્માનું અતિથિ કોણ છે? જેના માટે આ સર્વસ્વ ત્યાગીને આ આત્મામાં જ સાયુજ્ય પ્રાપ્ત કરે છે."

ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, "હે શ્રેષ્ઠ મુનિ, એક અન્ય સ્થળે એવું પણ કહેવાયું છે કે જેમ મોટી મોટી નદીઓમાં તરંગ લહેરો ઉત્પન્ન થયા કરે છે, એવી રીતે ભૂતાત્મામાં પૂર્વ જન્મમાં કરેલા કર્મો મળી આવે છે. એ કરેલા કર્મોનું ફળ એને જ ભોગવવું પડે છે. ફરીથી, જે રીતે સમુદ્રનો કિનારો લહેરોના મોજાઓના અંત માટે આવશ્યક છે, તેવી જ રીતે ભૂતાત્માને માટે પણ મૃત્યુ પણ અત્યંત આવશ્યક છે. એ શુભ અને અશુભ કર્મોના પરિણામ સ્વરૂપ બંધનોમાં પશુઓની જેમ બંધાયેલો પરતંત્ર બની ચૂક્યો છે. એવું જણાય છે કે એ ભૂતાત્મા યમના રાજ્યમાં જ નિવાસ કરે છે. આ રીતે એ ભૂતાત્મા હંમેશા ડરપોક જેવો જ બનીને રહે છે. વિષય વાસનાની સુખરૂપી મદિરાનું પાન કરીને એ મતવાળો બની જાય છે. પાપરૂપી ભૂત દ્વારા આવેશિત એ અહીં-ત્યાં ભટકતો રહે છે. આ રીતે વિપત્તિમાં વિષધર સર્પદંશની જેમ એ દુઃખ ભોગવે છે.

વિષય વાસનાઓની ઈચ્છાઓને અનુરૂપ ગાઢ અંધકારની અંદર પડેલો એ આંધળા જેવો જ થઈ ગયો હોય છે, એને કશું દેખાતું નથી. જાદુગરના જાદુની જેમ એ માયાથી ભરેલો છે. સ્વપ્નવત આ બધું એને મિથ્યા જણાતું હોવા છતાં પણ એને મોહ છૂટતો જ નથી. કેળાના વૃક્ષના અંતભાગની જેમ સાર રહિત છે, પોલું હોય છે ને અંદરથી કેળાનું અને નટ, પોલું હોય છે ને? એક પ્રત્યેક ક્ષણે નવીનથી એ નવીન વેશો ધારણ કર્યા જ કરતો હોય છે. અંદર બધું અવનવું જ ચાલ્યા કરે છે. ચિત્રોથી સુસજ્જિત દિવાલની જેમ એનું બાહ્ય આવરણ તો બહુ સારું રહે છે, પણ અંદર સડો લાગી ચૂક્યો હોય છે.

એ પછીથી કહેવામાં આવે છે કે શબ્દ, સ્પર્શ વગેરે વિષય પણ સાર રહિત છે. એ સાર રહિત વિષયોમાં આસક્ત એવો ભૂતાત્મા પોતાને યથાર્થતયા સ્મરણ પણ રાખી શકતો નથી. ઘણી વખતનો અલ્ઝાઈમર થઈ ગયો પછી ગયું બધું સ્મરણ. જય ભગવાન, કેટલી કવિતાઓ યાદ છે તમને? પહેલા, બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં ભણતા હતા એમાંથી પહેલા તો બહુ ગાતા હતા, રોજ ગાતા હતા. હવે કેમ ભૂલી ગયા બધું? વિસ્મરણ થઈ જાય.

આ ભૂતાત્માની મુક્તિનો ઉપાય બ્રહ્માજી બતાવે કે જ્ઞાનની પ્રાપ્તિ જે ધર્મથી થઈ શકે એવા શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરવું જોઈએ. એટલે કે પોતાના આચરણ ધર્મનું હંમેશા પાલન કરવું જોઈએ. બીજા ધર્મ તો ગુલ્મ એટલે તૃણની શાખાની જેમ અસત્ય છે. બીજા ધર્મ એટલે ભૂતાત્માએ પોતાના ધર્મ દ્વારા જ પ્રગતિને પ્રાપ્ત કરે છે. બીજી જાતના ધર્મોથી તો તેને અવનતિ તરફ જ જવું પડે છે. વેદમાં વર્ણવેલા સ્વધર્મનો પરિત્યાગ કરનારો કદી પણ પોતાનો આશ્રમી કહી શકાતો નથી. જે વ્યક્તિ આશ્રમ ધર્મનો નિર્વાહ કરે છે એ તપસ્વી છે એમ કહેવામાં આવેલ છે. જે તપસ્વી નથી એનું ધ્યાન આત્મામાં એકાગ્ર થતું નથી. તપ કર્યા વગર આત્મામાં એકાગ્રતા આવતી નથી. એના કારણે એની કર્મ શુદ્ધિ પણ થઈ શકતી નથી. તપના માધ્યમથી જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થવાથી મન પોતાના વશમાં આવી જાય છે.

તપથી જ્ઞાન પ્રાપ્ત થયું અને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે મન વશમાં આવી ગયેલું હોય ત્યારે જ એ થાય છે. મનના વશમાં આવી જવાથી આત્મતત્વની પ્રાપ્તિ થાય છે અને આત્માની ઉપલબ્ધિ આ સંસાર સાગરમાંથી મુક્તિ થવાથી થાય છે.

અહીં બ્રહ્માજી કેટલીક વસ્તુઓ આગળ સમજાવે છે કે જેમ અગ્નિમાં લાકડું સળગીને સમાપ્ત થયેથી અગ્નિ જાતે જ પોતાના સ્થાનમાં શાંત થઈ જાય છે, એવી રીતે વૃત્તિઓનો ક્ષય થયેથી ચિત્ત જાતે જ પોતાના ઉત્પત્તિ સ્થળમાં શાંત થઈ જાય છે. પોતાના ઉદગમ સ્થળમાં શાંત મન જ્યારે સત્ય તરફ જાય છે ત્યારે કર્મને આધીન વશ થયેલી ઇન્દ્રિયોની પ્રત્યે આસક્તિ વગેરે ભોગ વિષય એને અસત્ય લાગે છે. એક વખત એ આત્મા ભણી વળ્યો એટલે પછી હવે એને બહારનું બધું અસત્ય છે એવું એને ખ્યાલ આવવા માંડે છે. ચિત્ત જ સંસાર છે, એ કારણે પ્રયત્નપૂર્વક ચિત્તનું શોધન થવું જોઈએ, શુદ્ધિ થવી જોઈએ. ચિત્ત શુદ્ધિ કર્યા વગર કાંઈ વળતું નથી. જે રીતનું વ્યક્તિનું ચિત્ત હોય છે એ રીતે જ એને ગતિ એટલે કે દિશા અને દશા પ્રાપ્ત થતી હોય છે. આ સનાતન નિયમ છે. તો ચિત્ત શુદ્ધિ અનિવાર્ય છે અને ચિત્તની શુદ્ધિ એટલે શું?

નિર્મળતા વિચારોની, રાગ-દ્વેષ અને જેને કહેવાય સત્વ, રજસ અને તમસપણું જે કાંઈ છે તે બધું ના હોવું જોઈએ."

એમ બેલેન્સિંગ હોવું જોઈએ. ચિત્તના શાંત થઈ જવાથી શુભ અને અશુભ કર્મ શું થાય છે? વિનષ્ટ થઈ જાય છે.

ચિત્ત શુદ્ધિનો ઉપાય આપી દીધો તમને. આ કરવા માત્રથી આટલું બધું થઈ જશે. પાંચ મિનિટ પછી વધારો. છ મિનિટ, દસ મિનિટ શોધીને કરતાં છ મહિના પછી તમે પાંચ મિનિટનો હોલ્ડ પણ કરી શકશો. બંને વખત કુંભક પણ એ વખતે પણ પાંચ-પાંચ મિનિટ. બસ, એનથી વધારે નહીં. એવી રીતે જ એનો પ્રયોગ શરૂ કરવાનો. એ કરતાં કરતાં કરતાં કરતાં એની અને અથાક પ્રયત્ન હોવો જોઈએ અને રોજ હોવો જોઈએ. 24 કલાકમાં ઓછામાં ઓછું એકવાર નક્કી કર્યું એટલે થવું જ જોઈએ. બે વખત થાય, "વેલ એન્ડ ગુડ". ત્રણ વાર થાય, "વેરી ગુડ". "ઇટ્સ ઓલ અપ ટુ યુ", પણ મિનિમમ ક્વોલિફિકેશન તો કે એક વખત તો માંગે. 24 કલાકમાં એક વાર તો થવું જ જોઈએ.

કે તમે બહુ ગંભીર રીતે બીમાર હોય અને તમે દવા પાડો તો શું થાય? પછી વચ્ચે ગેપ પાડો તો પછી તમારે ઇન્જેક્શન લેવા આવવું પડે અમારી પાસે. એવું થાય ને? અને પેલું તો તમારે રેગ્યુલર ચાલ્યા કરે. બસ, કશું નથી. કે, "રોજ હું સવાર-બપોર-સાંજ એક કેક ખાઈ લઉં છું." કે, "દવા તો બધી કે વાંધો નથી કે તું તારું ચાલુ રાખ." કે, "તારું જો કે હવે બોલ, બીપી ચેક કર તારું કંટ્રોલમાં છે કે નહીં? કાબુમાં છે ને?" તો કે, "હા, કાબુમાં છે હો. બહુ સરસ છે. વેરી ગુડ."

જો, આ વાત છે કે પછી તમને મોહનો તાવ નહીં લાગે, તમને ક્રોધ નહીં વ્યાપે અને ચિત્તની શાંતિ અને શુદ્ધિ લાગ્યા કરશે.

વસ્તુઓ પ્રત્યેના ખેંચાણ, વ્યક્તિઓ પ્રત્યેના ખેંચાણ, બહાર જવું, બહુ ધમાચકડી કર્યા કરવું – બધું શાંત, ટાઢું-ટપ થઈ જશે. ધીરે ધીરે, ધીરે ધીરે. એકદમ પરિવર્તન આવે તો પાછો કુટુંબીજનોને ઝાટકા લાગે ને! એટલે એમનોય ખ્યાલ રાખવો પડે આપણે કે, "ભાઈ, ધીરે ધીરે બદલાયા." હા ભાઈ, કે "એ તો બાર મહિનાથી આવું કરતા હતા ને! પછી એમને ધીમે ધીમે આવું આવું થવા માંડ્યું. પછી એ ધીમે ધીમે 'વિથડ્રો' જ કરે છે. કે, "પહેલા આટલું કરતા હતા, હવે થોડું જરા વધારે કરે છે, પછી એનથી વધારે કરે છે." કે, "પણ વાંધો આવશે નહીં કોઈના તરફથી." શું? બધા પછી "હાજર સર! હા, બરાબર, બરાબર. ચાલુ રાખો." કે, "તમે તમારું સારું કરે." કેમ? તો કે, "પહેલા તો ઊભા થઈને આંટા મારે ને કચકચ કર્યા જ કરે કે આ ડોલ ઊંધી કેમ મૂકી છે અને આ છતું કેમ મૂક્યું છે?" અલા, જે છતું મૂક્યું'તું એને ઊંધું કર્યું'તું હમણાં!

એટલે આ બધું જે થાય ને, એનાથી પછી એ પેલા લોકો રાજી થઈ જાય કે, "હા, બસ બરાબર કે હો! જો, કચકચ તો નથી કરતા ને! કે બેસીને પ્રાણાયામ જ કરે છે ને! કે બહુ સારું કે કરવા દો કે!" અને આમેય એકાદ-બે છોકરા થઈ જાય ને, પછી કોઈ બહુ લપ નથી કરતી બૈરીઓ. જો ખરેખર!

અને એવું જ સામે સ્ત્રીઓ માટે પુરુષોને પણ હોય છે કે, ભાઈ, એને પણ એના પાસેથી અપેક્ષિત એક જ હોય છે કે, "ભાઈ, એક-બે સંતાન એને આપી દીધા, ઘર વ્યવસ્થિત રાખે છે, બધું બરાબર સવાર-સાંજ ખાવાનું બરાબર, પથારી સારી રીતે રાખે છે, ઘર ચોખ્ખું રાખે છે, આવતા-જતાને વિનય-માન આપે છે, બધું બરાબર છે, 'ઓલરાઈટ'. પૈસા ઉસેટીને ઘરની બહાર નથી ફેંકતી." બહુ મોટી વાત થઈ ગઈ! સંતોષી. નહિતર કે, "રોજ દસ તોલા સોનું લાઈ આપો!" કરીને ઝઘડા કરતી હોય તો પછી થાય ઉપાધિ. કોક તો કે, "ના ના, હવે, હવે..." પણ આવા જે પ્રાણાયામને આ બધા મળી ગઈ હોય એને પછી સોનું શું ને સુવાનું શું? કશું ના હોય એને. બધું કોઈ આગ્રહો ના હોય, કશું નહીં. બસ, એ સહજ સ્વાભાવિક છે. એટલે, એટલે ચાહે તમે સ્ત્રી દેહમાં છો કે ચાહે પુરુષ દેહની અંદર, પણ પછી ધીમે ધીમે ધીમે ધીમે શું થશે કે બધું વળી જશે.

અને એક સમય પછી છે ને, તમારો પ્રયત્ન, પુરુષાર્થ જોઈને પણ પરમાત્મા પોતે તમને સાનુકૂળતાઓ મોકલાવે છે. અમુક બાબતોની 'કન્સેશન' મળે ને વચ્ચે વચ્ચે, એવા ટાઈપનું. એટલે એ તમને મળ્યા કરે. વચ્ચે વચ્ચે 'રિફંડ ઓર્ડર' આવ્યા કરે ઇન્કમ ટેક્સનો કે, "ભાઈ, જો તમને આટલા એટલા પૈસા પાછા મોકલીએ છીએ અમે. ટેક્સ તો લઈ લીધો હતો, પણ અમારા હિસાબે જરાક તમને રિફંડ નીકળે છે." કરીને આપે. પણ એ 'ગ્રેસફુલી' આવે આવી રીતના. બાપો કે, "જલસો મારો, ચાલો!"

એટલે ચિત્તનો શાંત થઈ જવાથી શું થશે? પછી શુભ અને અશુભ કર્મ વિનષ્ટ થઈ જશે. અહીંયા આગળ ત્રણ ગુણ તમારા જે છે, તે પણ એમ કે 'બેલેન્સ' થઈ ગયા. એટલે એ બાજુ એ બધું વિનષ્ટ થઈ ગયું. ચિત્ત દ્વારા શાંત થયેલ વ્યક્તિ જ્યારે ચિંતનના માધ્યમથી આત્મામાં સ્થિત થાય છે, ત્યારે એને અક્ષય આનંદની અનુભૂતિ થાય છે. એવો આનંદ કે ક્યારેય એ ક્ષય થવાનો જ નથી.

મનુષ્યનું ચિત્ત વિષય, વાસના અને ભોગોમાં જેટલું વધારે આસક્ત હોય છે, અગર એટલું જ ચિત્ત ક્યાંક એનું બ્રહ્મ પ્રત્યે જો આસક્ત બની જાય, તો પછી એને વાસના વગેરે વિષયોના બંધનોમાંથી મુક્તિ કેમ ના મળે? ચોક્કસ મળે ને! શુદ્ધ અને અશુદ્ધ એવી આ બે સ્થિતિઓ જે છે, તે પણ મનની કહેવામાં આવે છે, આત્માની નથી. આ સ્થિતિઓ ખાલી મનના લેવલ સુધી જ છે આ બધું શુદ્ધિ, અશુદ્ધિ, આ તે બધું. કામનાઓના સંકલ્પયુક્ત મન જે છે, તે અશુદ્ધ છે અને કામનાઓનો ત્યાગ કરી દેવાથી એ જ મન પાછું શુદ્ધ થઈ જાય છે.

જે તમારું નથી એ તમે જો ઉપાડી લીધું તો તમે ગ્રહણ કર્યું છે અને જેવું તમે છોડી દીધું છે તો તમે મુક્ત છો. શોપિંગ મોલમાં જાઓ જોઈએ અને એમના પેલા ટીકડા-બીકડા, 'ફ્લેગ' વાળી હોય કોઈ વસ્તુ લઈને બહાર જવાનો પ્રયત્ન કરો. તરત પેલો રોકશે કે, "ઊભા રહો, તમે કંઈક લઈને ઉપાડી જાઓ છો ભાઈ. તમારું નથી એવું." અથવા તો, "યુ હેવ નોટ પેડ ફોર ઈટ." બે વસ્તુઓ છે. પાછું મૂકી દો. તમે મૂકી દેશો, તમને જવા દેશે. 'ઓકે'. પણ 'ઇફ યુ ઇન્સિસ્ટ' અથવા એમને મચડીને જાઓ, તો પછી 'યુ હેવ ટુ પે ફોર ઈટ'. બરાબર ને? પાછળ પડે, પછી પોલીસ પડે, આ પડે, તે પડે. 'યુ હેવ ટુ પે'. બસ, આ વાત છે.

તો લય અને વિક્ષેપ રહિત મન પૂર્ણ રૂપે નિશ્ચલ, સ્થિર થઈ જાય છે. બધા કહે છે ને કે, "મારું મન બહુ ભમે છે, બહુ ભમે છે, ભટકે છે." પણ શું છે? લય અને

વિક્ષેપ રહિત એનું મન થવું જોઈએ અને કેવી રીતે થશે? કે કામનાઓનો ત્યાગ કરશે એટલે આ બધું ઓટોમેટિક થઈ જશે. એ પરમપદ રૂપને પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી મનનો ક્ષય થાય નહીં, ત્યાં સુધી હૃદયમાં એનો નિરોધ કરવો જોઈએ. પોતાના હૃદય, હૃદયાકાશ એટલે શું છે? અનુભવોનું આખું જે એક સમગ્રપણું છે તેને હૃદય કહીએ છીએ આપણે. એટલે કહીએ છીએ ને, "અંતઃકરણમાં તમે બધું જાણો જ છો, એ અંતરાત્માને બધી ખબર જ છે." એવું એ જે બોલે છે એ કઈ જગ્યાએ છે? ત્યાં આગળ તેની વાત કરે છે કે ત્યાં આગળ જેવું કંઈક ઊભું થાય એટલે જો સમજવાનું, "આ મને આત્મા બાજુ લઈ જશે." જો જવાબ ના આવે તો એને તરત ત્યાગ કરી દેવાનું. એમ કરતાં કરતાં, "કામ ક્રોધમય દત્તમ ગૃહાણમ પરમેશ્વર." તરત તરત આમ, "લોભ મોહનમય દત્તમ ગૃહાણમ પરમેશ્વર સ્વાહા" કરીને આપી દેવાનું તરત જ. એટલે પછી આ બધું જતું રહેશે.

બાકીના બીજાનો તો ગ્રંથોમાં વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે શું કહે છે કે મનનો વિનાશ ના થાય ત્યાં સુધી એને હૃદયમાં એનો નિરોધ કરવો છે. હૃદયની અંદર એને રોકી રાખવાનું. હૃદયની અંદર અંતરાત્મા છે ને? બસ, ત્યાં આગળ એને મૂકી રાખવાનું. એને બાજુમાં રહેશે ને એટલે એને એ અંતરાત્માનો સંગ લાગવા મળશે. એટલે મેળે શુદ્ધ થઈ જશે. માથાકૂટ જ નહીં કરશે. સમજાય ગયું? તો જ્યાં આ છે તો હવે હૃદયમાં નિરોધ કરવો જોઈએ. તો માત્ર આ જ જ્ઞાન અને મોક્ષનો સાર છે કે તમારા અંતરાત્માની અંદર તમારા હૃદયને જોડે રાખો. બસ, બીજું કંઈ કરવાનું નથી. એટલી જ વાત છે. અને એટલે બાકીના બીજાનો તો ગ્રંથોમાં બહુ વિસ્તાર કરવામાં આવે છે, પણ આટલો જ જ્ઞાનનો અને મોક્ષનો સાર છે એ સમજી જાવ.

સમાધિ દ્વારા જેના મળનું પરિશોધન થઈ ગયું છે તથા જે આત્મામાં વિલીન થઈ ગયો છે, એવું ચિત્ત જ આનંદાનુભૂતિની પ્રાપ્તિ કરી શકે છે. જ્યારે એનું વર્ણન વાણી દ્વારા કરવામાં કોઈ પણ સમર્થ થતું નથી. એને તો માત્ર અંતઃકરણ દ્વારા જ ગ્રહણ કરી શકાય છે. જેમ જળમાં જળ, અગ્નિમાં અગ્નિ અને આકાશમાં આકાશ વિલીન થઈ જાય છે, એના બધા જ ભિન્ન ભિન્ન રૂપો જણાતા નથી. એવી જ રીતે ચિત્તનું આત્મામાં વિલીનીકરણ થવાથી પુરુષ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. "મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો, બંધાય વિષય સક્ત મુક્તમય નિર્વિષયમ સ્મૃતિમિતિ." વિષયોમાં આસક્ત મન જ બંધનનું કારણ છે અને વિષયોથી રહિત, વિષયોમાં આસક્ત ન રહેનારું એવું મન મુક્તિનું કારણ બને છે. એ રીતે કૌશાયતની ઋષિની પણ પ્રશંસોક્તિ છે.

એ શું કહે છે કે, "તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે પ્રજાપતિ છો, તમે અગ્નિ છો, તમે વરુણ છો, તમે વાયુ છો, તમે ઇન્દ્ર છો અને તમે જ નિશાકર એટલે કે તમે ચંદ્રમા છો. તમે મનુ છો, તમે યમ છો, તમે પૃથ્વી છો, તમે અચ્યુત છો. તમે પોતાના વિષય રૂપમાં સ્વાભાવિક અર્થમાં છો તથા તમો જાતે જ પોતાના જ વિભિન્ન રૂપોમાં પ્રતિષ્ઠિત રહેશો. હે સર્વેશ્વર, આપને નમસ્કાર કરું છું. આપ જ સંપૂર્ણ વિશ્વ, વિશ્વના આત્મા છો. વિશ્વના સમસ્ત કાર્યોને કરનારા છો. બધાનું ભરણ પોષણ કરનારા છો. બધા જ પ્રકારની માયાની ધારણ કરનારા, સર્વત્ર વિશ્વ ક્રીડામાં પ્રેમ રાખનારા આપ બધાના પ્રભુ છો. હે શાંત આત્મા વાળા, આપને નમસ્કાર છે. અતિશય ગુઢ, અચિંત્ય, પ્રમાણોથી પણ ન જાણી શકાવાને યોગ્ય અને આદિ અને અંતથી રહિત આપના માટે નમન છે, વંદન છે, નમસ્કાર છે."

સૃષ્ટિ રચના પહેલા આ ભૂતાત્મા માત્ર અંધકાર રૂપ હતો. ત્યારબાદ પરમાત્મા દ્વારા પ્રેરણા મેળવી ઇન્દ્રિયોના વિષય રૂપમાં એ ફેરફાર થઈ ગયો. આ રૂપોમાંથી આ વસ્તુ રજોગુણના રૂપમાં થઈ અને પછી એ તમોગુણનું પણ એ જ સ્વરૂપ બન્યું. એટલે પ્રેરણા પ્રાપ્ત તમોગુણ, તમોગુણમાંથી પ્રગટ થાય છે. આ સત્વગુણનું પણ એવું જ રૂપ છે. એટલે પ્રેરણા પ્રાપ્ત થયેલ સત્વગુણ જ સત્વગુણોમાંથી સ્ત્રવિત થયેલો છે. જે આ ચેતન સત્તા દરેક ભૂત પ્રાણીઓમાં ક્ષેત્રજ્ઞ રૂપમાં જીવ રૂપથી સ્થિત થયેલી છે અને એ પરમાત્માનો અંશ છે. એ દૃઢ સંકલ્પયુક્ત અધ્યવસાય, દૃઢ નિશ્ચય છે. અહંકાર રૂપ એટલે કે હું પણાથી ઓળખાનાર તથા સમસ્ત પ્રજાના એ પ્રજાપતિ છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને પણ પરમાત્માનું સૌથી મોટું અને શ્રેષ્ઠ શરીર કહેવામાં આવે છે. એ પરમાત્માના રજોગુણ અંશને બ્રહ્મા કીધા, તમોગુણ અંશને રુદ્ર અને સત્વગુણ અંશ જે છે તેને વિષ્ણુ કહેવામાં આવે છે.

એ કારણથી જ એ એક જ પરમાત્મા ત્રણ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપોમાં, આઠ એટલે અષ્ટ વસુઓના રૂપમાં, ૧૧ રુદ્રના રૂપમાં, ૧૨ આદિત્યના રૂપમાં તથા અન્ય અસંખ્ય સંસારી લોકોના રૂપની અંદર અગણિત રૂપોમાં ઉત્પન્ન થયેલા છે. એ આ રીતે ઉદ્ભૂત થવા છતાંય પ્રત્યેક ભૂત પ્રાણીઓની અંદર રહેલા છે. એ જ સમસ્ત પ્રાણીઓના અધિસ્થાતા છે અને એ જ અંદર અને બહાર બધે આત્મરૂપે ત્યાં આગળ વિદ્યમાન છે. એ જ અંદર છે અને બહાર પણ એ જ.

"ૐ બ્રહ્માર્પણ બ્રહ્મ હવી બ્રહ્માનો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના." શાંતિ: શાંતિ: શાંતિ: આ સત્રનું આપણે અહીંયા સમાપન સંપન્ન કરીએ છીએ. પરમાત્માનો ખૂબ ખૂબ ધન્યવાદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.