ઉપનિષદ સિરીઝ · વિડિયો ૭૬
વિડિયો ૭૬
આહુતિઓ છે, એને એવું સમજો કે આ યજ્ઞની તમે એક એક આહુતિઓ આપી રહ્યા છો. એવી રીતે તમારે લેવાનું. એક સાયકલની અંદર બે આહુતિ તમે આપો. એક બ્રીધિંગ સાયકલની અંદર એક ઉચ્છવાસ અને એક નિશ્વાસ. દરેક વખતે તમે વચ્ચે સ્ટોપ આવશે, બરાબર? એ વખતે આહુતિ ત્યાં આગળ પહોંચી જશે અને પછી એ પ્રાણનું રૂપ પરિવર્તન થશે. અંદર આવે છે પાછો અથવા બહાર નીકળે, એનાથી અગ્નિ જાગૃત થાય છે. એટલે એ યજ્ઞની આહુતિઓ છે, એને એવું સમજો.
એ આહુતિઓને સમાનતાપૂર્વક વિભક્ત કરવાને કારણે સમાન વાયુ એ ઋત્વિક છે. મન નિશ્ચિત રૂપે યજમાન છે. આપ કરવા બેસો તમે, તો મન પોતે યજમાન છે, સો કે જેના દ્વારા બધું કાર્ય થઈ રહ્યું છે. અભિષ્ઠ ફળ એ ઉદાન છે. મનની અંદર કંઈક વિચાર કર્યો હોય, "સારું થાવ," "તબિયત સારી થાવ"થી માંડીને કંઈ પણ સારું, આ ઉદાન વાયુ એટલે ઈચ્છિત ફળ. મનને દરરોજ હંમેશા બ્રહ્મમાં જોડી રાખે. ઈચ્છિત અત્યારે એમ પ્રશ્ન કરવામાં આવે કે, "બોલો, તમારું ઈચ્છિત શું છે?" તો તમે શું કહો? "બ્રહ્મની પ્રાપ્તિ, સ્વરૂપ જ્ઞાન, સ્વસ્વરૂપની પ્રાપ્તિ, સાક્ષાત્કાર." બસ, આ જ તમે કહેશો. સર્વોચ્ચ ફળ તો આ જ છે. એટલે એના માટે થઈને મનને ત્યાં આગળ જોડી રાખે. આ બધી આખી પ્રોસેસ જે ચાલે છે તે.
સ્વપ્નની સ્થિતિમાં આ દેવ પોતાના મહિમાનો અનુભવ કરે છે. જાગૃત અવસ્થામાં એણે જે જોયું હતું, એને એ ફરી સ્વપ્નમાં જુએ છે. જે સાંભળ્યું હતું, તેને એ ફરી સાંભળે છે. વિભિન્ન દિશાઓમાં અનુભવ કરેલાને જ એ ફરી ફરી અનુભવે છે. એટલું જ નહીં, એ જોયાને, ન જોયાને, સાંભળ્યાને, ના સાંભળ્યાને, અનુભૂત કર્યાને કે ન અનુભૂત કર્યાને, સત અને અસતને ને સમસ્ત પદાર્થોને જુએ છે અને જાતે સર્વરૂપ બનીને આ બધું જુએ છે. સ્વપ્નની અંદર પડે એટલે જાણે એક કૃતિ, એક કાર્ય કંઈ પણ થયેલું અનેક વાર એ પડઘા રૂપે અંદર બધું ભેગું થઈ જાય અને મલ્ટીપલ પેલા એ પડી જાય બધા અને પછી આ બધું જ એ જોયા કરતો હોય છે સ્વપ્ન અવસ્થાની અંદર. એટલે તમે જુઓ કે સ્વપ્નનું ડિસાઈફરેશન કે ભઈ, "મેં શું સ્વપ્ન જોયું?" એમ હું બહુ સ્પષ્ટતાપૂર્વક એનું બહુ વર્ણન કરી શકતો હોતો, કારણ કે બધું જ ભેગું થયેલું હોય અંદર.
આખા દિવસનું જોયેલું, સાંભળેલું, અનુભૂતિ કરેલું, કંઈ પણ કરેલું બધું જ તે સમયે આવતું હોય.
હવે સ્વપ્ન પુરુષ જે છે તે પણ કોણ છે? મન છે. એ તો જાગે જ છે, બરાબર? તે વખતે પ્રાણ સાથે જોડાયેલું જે મન, મનનો ભાગ છે તે સતત જાગે. જે મનનો જડ ભાગ છે તે સૂઈ જાય, સુષુપ્તિમાં પડી જાય છે, પણ બાકી જાગે. હવે જ્યારે આ જીવાત્મા તેજસથી સંપન્ન થાય છે, ત્યારે એ સ્વપ્ન જોતો નથી. એ સમયે શરીરમાં આનંદ, સુષુપ્તિનું સુખ એ પ્રાપ્ત કરે. તેજસ, લાઈટ એને એકદમ મળે છે ત્યારે આવું થાય. એ સૌમ્ય, જે પ્રમાણે પક્ષી પોતાના રહેઠાણ એવા વૃક્ષ ઉપર જઈને બેસી જાય છે, તેવી જ રીતે આ સમસ્ત તત્વ પરમ આત્મામાં પ્રતિષ્ઠિત થઈ જાય છે.
મંત્ર એવું કહે છે કે પૃથ્વી અને તેની તનમાત્રા ગંધ, જળ અને તેની તનમાત્રા રસ, આકાશ અને તેની તનમાત્રા શબ્દ, વાયુ અને તેની તનમાત્રા સ્પર્શ, તેજ એટલે કે અગ્નિ અને તેની તનમાત્રા રૂપ, નેત્ર અને જોવા યોગ્ય દ્રશ્ય, કાન અને સાંભળવા યોગ્ય શબ્દ, ગ્રહણ સુંઘવા યોગ્ય ગંધ, જીભ અને સ્વાદ ગ્રહણ કરવા યોગ્ય રસ, ત્વચા સ્પર્શ કરવા યોગ્ય પદાર્થ, હાથ અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થ, વાક શક્તિ વ્યક્તવ્ય વિષય વગેરે, ઉપસ્થ એના સંબંધિત પ્રજનન સંબંધી, ગુદાર અને વિસર્જન યોગ્ય મળ, પગ ગંતવ્ય સ્થળ, મન અને મનનીય વિષય, બુદ્ધિ અને જાણવા યોગ્ય વિષય, અહંકાર અને એનો વિષય, ચિત્ત અને ચિંતનીય વિષય. અહંકાર બી પોતાનો વિષય ખોળી કાઢે, "હું શું બાબતે અહંકાર કરું?" ચિંતનીય ચિંતનનો વિષય છે. એ તેજસ અને પ્રકાશિત કરવા યોગ્ય પદાર્થ, પ્રાણ અને તેના આશ્રિત રહેનારા પદાર્થ, એ બધા જ પરમાત્મામાં લીન થઈ જાય છે.
આ બધા અલગ અલગ બાબતો આપણને કહી. આખા દેહની અંદર, મનની અંદર, ચિત્તની અંદર બનતી જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિમાં થતું અલ્ટીમેટલી આ બધું ક્યાં જશે? પરમ તત્વની અંદર જશે. તો કહે છે કે, "હે સૌમ્ય પુરુષ, જે પુરુષ આ છાયા રહિત, શરીર રહિત, અલોહિત, શુભ્ર, અક્ષર પરમાત્માને સારી રીતે જાણે છે, એ સર્વજ્ઞ અને સર્વ રૂપ બની એને જ પ્રાપ્ત થઈ જાય." એવું આ શ્લોકમાં પણ વર્ણિત છે.
આગળ કહે છે કે, "હે સૌમ્ય, જે અવિનાશી પરબ્રહ્મમાં સમસ્ત દેવગણ, આ બધા દેવો, સમસ્ત પ્રાણ, પાંચે પાંચ, સમસ્ત ભૂત એટલે પાંચ તત્વો." હવે પાંચ ભૂતની વાત આવી છે, પાંચ તત્વોની પણ સમજણ દઈશ. "સારી રીતે પ્રતિષ્ઠિત થાય છે, એને જાણનાર સર્વજ્ઞાતા પણ એમાં જ પ્રવેશ પામી જાય છે." પાંચ તત્વોની સાધના બતાવી હતી, એમાં એક તત્વની તો ઓલરેડી મેં તમને બતાવી દીધી. આકાશ તત્વની સાધના છે, બરાબર? હવે બીજી જે સાધના છે તે વાયુ તત્વની. શરીરમાં વાયુને બિલકુલ બેલેન્સ કરી દેશે. આંગળી ને અંગૂઠાના અંદર આવી રીતે રાખવાની. અંગૂઠાની અંદર ઉપર હળવેથી ધીમેથી અંગૂઠો આમ જોડી દેવાનો. આમ કરીને શાંતિથી બેસવાનું. પછી પાંચ મિનિટ આ વાયુ તત્વની સાધના થશે. એ ઓટોમેટિક ત્યાં જ આવશે. જુઓ તમે, આંગળી તમારી જ્યાં મૂળમાં અડેલી છે આ જગ્યાએ, અહીંયા, ત્યાં તમને એનું સ્પંદન આવશે.
અહીંયા, આ જગ્યાએ, આ જગ્યાએ એક સ્પંદન ત્યાં આવશે અને બીજું આજે ઉપર અંગૂઠો લાગ્યો છે, અહીંયા પણ થડકારો આવશે તમને. આ બે રીધમિક બેલેન્સમાં વાતો કરશે. થડક થડક થડક થડક થડક થડક થડક. એ મસ્ત, જો એવું અદભુત છે કે ના પૂછવાની. તો આ થઈ વાયુ તત્વની સાધના. શાંતિથી પછી કરજો આ. અત્યારે જાણી લો. પછી આવ્યું છે તો કે પૃથ્વી તત્વ. તો પૃથ્વી તત્વની સાધના કરવા માટે થઈને અનામિકા ત્રીજી આંગળી, બરાબર? આ પહેલી, બીજી. હવે આ આંગળીને બંધ કર દો. આ જે આંગળી રહી હતી, ત્રીજી આંગળીની અંદર ત્યાં શું કરવાનું? તો કે અંગૂઠો.
સ્પર્શ કરવાનો અને પછી આમ છોડી દેવાનું, આ પૃથ્વી તત્વની સાધના છે. શરીર એકદમ પૃથ્વી જેવું થઈ જશે: નક્કર, તેજસ્વી, મજબૂત. આખા બોડીની અંદર જે પૃથ્વી તત્વ છે, તે બધું શોધન થઈ જશે, સાફ થઈ જશે. વજન વધશે, વધવાનું હશે તો; ઘટાડવું હશે તો ઘટશે. પૃથ્વી તત્વ. સુગંધ આવશે શરીરમાંથી, જબરજસ્ત સુગંધ આવશે. એટલું બધું શુદ્ધ થઈ જશે પૃથ્વી તત્વ. બેઝિક ચક્ર તમારું સંપૂર્ણ શુદ્ધ થઈ જશે. બેઝિકના ખરાબ થવાના કારણે ઉત્પન્ન ના થતા બધા જ રોગો ભાગી જશે. આ પૃથ્વી તત્વ પાંચ મિનિટ.
હવે છેલ્લી આંગળી, આ જળ તત્વ છે. "ૐ વરુણદેવમ્ આહ્વયામિ." આ જળ તત્વ છે. આમ કરો, અહીંયા આગળે જુઓ. સીધા તમારા સ્વાદિષ્ઠાન એટલે કે ચક્રની અંદર થડકારા થશે. અહીંયા પણ થશે. તો પૃથ્વી શુદ્ધ થઈ ગઈ અને જળ પણ શુદ્ધ થઈ ગયું. ભૂલોક અને ભુવલોક બંને પણ શુદ્ધ થઈ ગયા, એમ પણ કહી શકો. યસ, પાંચ મિનિટ જળ તત્વ. બોડીમાં જેટલા ફ્લુઈડ છે, બધા શુદ્ધ થઈ જશો. ટૂંકમાં, તમારબ બાયોકેમેસ્ટ્રી બદલાઈ જશે ખાલી આટલું કરવા.
ત્રીજી તમને બતાવી તી, એ ત્રીજી આંગળી જે છે તે ને અંગૂઠાને અહીંયા સ્પર્શ કરવાનો આ રીતે અને આમ રાખવાનું. આ સૂર્ય મુદ્રા, અગ્નિ મુદ્રા. એનાથી તમારું અગ્નિ તત્વ અને સૂર્ય જેને કહેવાય તેજ તત્વ, એ પ્રકાશિત થઈ જશે, શુદ્ધ થઈ જશે. આની સીધી અસર નાભી ઉપર થશે. નાભી પર કામ કરો. છ મહિના પછી મોઢું એકદમ ચકચકિત થઈ જશે, ફર્સ્ટ ક્લાસ.
એવી રીતે વાયુ તત્વ. સમજાયું? આ તેજ તત્વ જ્યારે કરશો તો નાભી ચકચકિત, પ્રકાશિત, બહુ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. સ્કિનનો ટોન, કલર બધું બદલાવવા માંડશે. અગ્નિ તત્વો, વાયુ તત્વો. શરીરમાં વાયુ જો વધી ગયેલો હશે, ઓછો થઈ જશે. કંઠ અને હૃદય, આ જે બે છે, એ બે ચક્રો પર આ અસર કરે છે. એને લગતા જેટલા રોગો, બીમારીઓ દૂર કરવી હોય, આટલા ભાગમાં થયેલું કંઈ પણ, એ બધું આનાથી દૂર થઈ શકે. વાયુતત્વ.
છેલ્લે આપણે આકાશ તો જોઈ લીધું છે. તો આવી રીતે આ પાંચ આજ્ઞા માટે બેઝિક સોલર આજ્ઞા આકાશ તત્વ કીધું. આકાશ તત્વ છે, તેનાથી આ થશે. આ બે સાપ થશે. સોલર જે છે, તે આનાથી જ થશે, સૂર્ય મુદ્રાથી, સૂર્ય મુદ્રાથી. ભોજન કર્યા પછી પાંચ મિનિટ આયા કરી શકાય. બીજી કોઈની પણ આ તો કરી શકાય. ભોજન પચી જશે, બધું ફર્સ્ટ ક્લાસ થઈ જશે એકદમ. તો એ એવું છે. તો આવી આ પાંચ તત્વોની સાધના પણ છે. કરી જોજો. થોડું ઘણું તમને જે પણ યોગ્ય લાગે, તે બધું તમારું છે. બરાબર? ચાલો ત્યાં જય સચ્ચિદાનંદ. વી ટેક અ બ્રેક હિયર ફોર 15 મિનિટ્સ. ઓકે. ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ૐ શાંતિ શાંતિ શાંતિ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.