અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૪૨

વિડિયો ૪૨

લેખ ૩૯ / ૧૪૯ · 53 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ સહનાવતું, સહન ભુનક્તુ, સહવીર્યમ કરવાવહે, તેજસ્વીના વધી તમસ્તુ, માં વિદ્વિશાવહે, શાંતિ શાંતિ શાંતિ.

"યોગ તત્વોપનિષદ" કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધિત છે. એમાં યોગ વિષયક વિવિધ ઉપાદાનોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. ઉપાદાન એટલે સહાયકારક જે કંઈ બાબતો હોય તેને આપણે ઉપાદાન કહીએ. ભગવાન વિષ્ણુ દ્વારા પિતામહ બ્રહ્મા માટે યોગ વિષયક ગુણ તત્વોના નિરૂપણની સાથે ઉપનિષદનો શુભારંભ થયેલ છે. કેવલ્ય રૂપી કયા લેવલથી આખી વાત ચાલે છે એ જુઓ. કેવલ્ય રૂપી પરમપદની પ્રાપ્તિ માટે યોગમાર્ગ શ્રેષ્ઠ સાધન રૂપે બતાવેલ છે. મંત્ર યોગ, લય યોગ, હઠયોગ અને રાજયોગના ક્રમમાં એની ચાર અવસ્થાઓ – આરંભ, ઘટ્ટ, પરિચય અને નિષ્પત્તિનું વર્ણન કરવામાં આવેલ છે. એથી આગળ યોગીના આહાર, વિહાર અને દિનચર્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એ જ ક્રમમાં યોગસિદ્ધિના પ્રારંભિક લક્ષણોનું વર્ણન તથા તેનાથી સાવધાન રહેવાનો નિર્દેશ પણ આપેલો છે. પૂર્ણ મનોરથ સાથે કરેલી, પૂર્ણ મનોયોગ સાથે કરેલી યોગ સાધના નિઃસંદેહ ચોક્કસ સફળ થાય છે, જે યોગી સાધકને બધી સિદ્ધિઓ – અણીમા, ગરિમા, મહિમા વગેરેથી પૂર્ણ કરી દે છે.

એ ઈશ્વરીય શક્તિઓના અધિકારી બની જાય છે. છેવટે એ આત્મતત્વનો શાંત, સ્થિર દીપકની જ્યોત સમાન અંતઃકરણમાં જ સાક્ષાત્કાર કરીને આવાગમનથી મુક્ત બની જાય છે. આ ફળશ્રુતિની સાથે યોગ તત્વ ઉપનિષદનું સમાપન થયેલું છે.

અહીં એક વાત બહુ ઉલ્લેખનીય છે. એને કીધું કે આત્મતત્વનો શાંત દીપકની જ્યોતિ સમાન. એટલે આત્માનો જે અનુભવ છે એ કેવો છે? શાંત દીપકની જ્યોતિ સમાન છે, આલ્હાદક છે. અંતઃકરણમાં સાક્ષાત્કાર કરવાનો છે. ક્યાં કરવાનો છે? કોઈ જગ્યાએ થવાનો છે? તો ક્યાં થવાનો છે? અંતઃકરણમાં થવાનો છે. આવાગમનથી મુક્ત બની જાય. એનું ફળશ્રુતિ શું છે? તો કે એ આવાગમનથી મુક્ત બની જાય છે. તો અહીંયા આગળ કહે છે કે યોગીઓની હિતકામનાની દ્રષ્ટિથી હું યોગ તત્વનું વર્ણન કરું છું. ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે, "જેને સાંભળવા અને અધ્યયન તથા આચરણમાં મૂકવાથી બધા જ પાપો દૂર થઈ જાય." સાંભળવા માત્રથી પાપો દૂર થતું હોય એ તો કેટલી અદભુત વસ્તુ છે, વિચારો! વિષ્ણુ નામના મહાયોગી જ બધા ભૂતોના, પ્રાણીઓના આદિ મહાભૂત અને મહા તપસ્વી છે. એ પુરુષોત્તમ તત્વ માર્ગની અંદર દીપક સમાન પ્રકાશમાન છે.

અહીં પિતામહ બ્રહ્માજીએ જગતના સ્વામી ભગવાન વિષ્ણુની આરાધના કરી પહેલાં અને પછી પ્રણામ કર્યા અને કીધું કે, "પ્રભુ જગન્નાથ, આપ આઠ અંગો યુક્ત અષ્ટાંગ યોગનો ઉપદેશ મને આપો." ભગવાન વિષ્ણુ પાસે બ્રહ્માજી જઈને કહે છે. આ પ્રમાણે સાંભળીને ભગવાન ઋષિકેશે કહ્યું કે, "હું એ તત્વનું વર્ણન કરું છું. તમે ધ્યાનમગ્ન બનીને સાંભળો. બધા જ ધ્યાનમાં આવી જાઓ. આ બધા જ જીવો સુખ-દુઃખની માયા રૂપી જાળમાં બંધાયેલા છે. આ સુખ-દુઃખ રૂપી માયાની જાળને કાપીને એ બધા સમસ્ત જીવોને મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરનારો તથા જીવન, મૃત્યુ, જરા, વ્યાધિથી છોડાવનારો આજ મૃત્યુ તારક માર્ગ છે."

તો અહીંયા કીધું કે સુખ અને દુઃખની માયા રૂપી જાળ છે. એક તાણો સુખનો છે અને બીજો દુઃખનો છે. નિશ્ચિતપણે આવી રીતે એને સમજજો. સંસાર રૂપી કપડું આવી જ રીતે બનેલું છે. એટલે કેવળ સુખ જ આયા કરશે એવું બનવાનું નથી. સુખની જોડે પાછો વાણો આવવાનો એટલે તાણો આવવાનો. એવી રીતે સુખ આવવાનું અને પછી દુઃખ આવવાનું. એનો ક્રમ ગમે તે હોઈ શકે, બરાબર છે? સુખ સુખ સુખ સુખ અને પછી દુઃખ દુઃખ દુઃખ દુઃખ દુઃખ પણ હોઈ શકે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ, કેટલાય લોકોના મેં જીવન એવા જોયા કે જન્મ જાહોજલાલીમાં થયો હોય અને કિશોરાવસ્થા સુધી ચાલ્યા કરે. યુવાન થતાં થતાંમાં તો કંગાળ થઈ ગયું હોય. આખું ફેમિલી માંડ માંડ ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય એવી હાલતમાં આવી જાય અને ખૂબ શ્રમ કરે, પરિશ્રમ કરે તોય ઘર માંડ ચાલે એવી સ્થિતિ આવી ગઈ હોય. અને પાછું કંઈક એવું બને, કંઈક એવું બને કે પાછી એને આવે બાળક અને એ બાળક કંઈક કરે અને પછી આગળ વધે અને પછી ફરી પાછી જાહોજલાલી ચાલુ.

તો ઘણાના કેસમાં છેક 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ સુધી સુખ હોય પણ 70 પછી અપાર દુઃખ એટલું બધું આવી જાય, બિચારો એમાં જ ઉકલી જાય. તો આ સુખ અને દુઃખના તાણાવાણા આવા વિચિત્ર હોય છે અને દરેકના માટે અલગ અલગ હોય છે. એટલે કયા ક્રમમાં શું આવશે એ કોઈ કહી શકતું નથી. એનું નામ કુદરત, વિધાતા. એટલે મૃત્યુ તારક માર્ગ છે આ. કયો છે? યોગનો જે માર્ગ છે.

હવે ભગવાન આગળ બતાવે છે, "કેવલ્ય રૂપી પરમ પદ બીજા માર્ગોનો સહારો લેવાથી મુશ્કેલીએ પ્રાપ્ત થાય છે." બીજા કોઈ માર્ગે એટલે યોગ સિવાયના, બરાબર? તો ભક્તિ યોગ કરો છો, તમે જપ યોગ કરો છો, એ બધા બાબતો તો એવી રીતે અલગ અલગ શાસ્ત્રોના મતોમાં પડીને જ્ઞાનીજનોની બુદ્ધિ મોહગ્રસ્ત થઈ જાય છે. ઘણી જગ્યાએ લખ્યું કે આમ કરવાથી તત્કાળ તમને આમ થઈ જશે ને તેમ થઈ જશે અને માણસે કર્યા જ કરે, કંઈ ફળ પરિણામ આવે નહીં અને માણસ એમ કરે જ જાય, કરે જ જાય, જિંદગી પૂરી થઈ જાય. ઉચ્ચ અનિર્વચન પદનો ઉલ્લેખ દેવગણ પણ કરી શકતા નથી ત્યારે એ સ્વપ્રકાશિત આત્માના રૂપનું વર્ણન શાસ્ત્રોમાં કેવી રીતે કરી શકાય? "સૃષ્ટિ સે પહેલે સત નહીં થા, અસત ભી નહીં થા, અંતરિક્ષ ભી નહીં, આકાશ ભી નહીં થા." તો આવી જ્યારે સ્તુતિ કે ક્યાં પતા દેવોને પણ આ સૃષ્ટિના ઉદ્ભવની ખબર છે કે નથી એ પણ એમને ખબર નથી.

કારણ કે દેવો પણ તો સૃષ્ટિની ઉત્પત્તિ પછી આવેલા છે. એટલા માટે કહે છે કે અહીં દેવો પણ કંઈ કરી શકતા નથી. તો આ તો મૂળ આદિથી છેક શરૂઆત થાય છે, સનાતન યોગની જે વાત છે તેની વાત કરે છે અને કોણ કરે છે? હાઈએસ્ટ ઓથોરિટી, યોગીરાજ જેને તમે કહો, સ્વયં ભગવાન વિષ્ણુ.

જગન્નાથ પોતે જ પ્રજાપિતા બ્રહ્માને કહી રહ્યા છે અને એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અત્યારે આપણે ભાગ્યશાળી છીએ.

આત્માના રૂપનું વર્ણન શાસ્ત્રોમાં કેવી રીતે કરી શકાય? ભગવાન જ કહે છે કે એ શક્ય જ નથી. એ નિષ્કલ છે, કલા રહિત છે, મલ રહિત છે. એ નિર્મળ છે, શાંત છે, સર્વાતીત છે; એટલે કે બધાથી પર છે, બધાથી ઉપર છે. નિરામય છે, એટલે રોગ રહિત છે. એ તત્વ જીવ રૂપમાં પુણ્ય અને પાપના ફળોથી પૂર્ણ બની જાય છે, ભરાઈ જાય છે.

અહીં પ્રશ્ન થાય કે પરમાત્મા જ્યારે ભાવ અને પદથી પર, નિત્ય જ્ઞાન રૂપ અને માયા રહિત છે, તો એ જીવ ભાવને કેવી રીતે મેળવી લે છે? ફરી પ્રશ્ન આવ્યો: જીવ અને શિવની એકરૂપતા કેવી રીતે સિદ્ધ થાય છે? ત્યારે અહીં આગળ સમજાવે છે કે એ પરમાત્મા તત્વમાં જળ સમાન સ્ફૂરણ થયું. જળ સમાન સ્ફૂરણ થયું શેમાં? પરમાત્મા તત્વમાં. અને એમાં અહંકારની ઉત્પત્તિ થઈ. પછી પંચમહાભૂત રૂપ ધાતુથી બંધાયેલો ગુણાત્મક પિંડ ઉત્પન્ન થયો.

હવે એ વિશુદ્ધ પરમાત્મા સુખ-દુઃખ યુક્ત થઈને જીવ ભાવના કરી. એને કારણે એમને જીવ નામ આપવામાં આવ્યું. કામ, ક્રોધ, ભય, મોહ, મદ, રજોગુણ, જન્મ, મૃત્યુ, કાર્પણ્ય (એટલે કે કંજૂસી), શોક, તંત્ર, ક્ષુધા, તૃષ્ણા, લજ્જા, ભય, દુઃખ, વિષાદ, હર્ષ વગેરે બધાય દોષોથી મુક્તિ મળી જાય ત્યારે જીવને "કેવલ" એટલે કે "વિશુદ્ધ" કહેવામાં આવે છે. આ બધા વિકાર છે એમ કહી દીધું, પણ એ બધાથી મુક્તિ મળે ત્યારે જ જીવને વિશુદ્ધ એટલે કે કેવળ કહેવામાં આવે છે. આમાંથી એક પણ દોષ બાકી રહી ગયો હોય ત્યાં સુધી એને પ્રાપ્તિ થતી નથી.

હવે આ બધા દોષો જે અગાઉ કહ્યા, તેને દૂર કરવાનો ઉપાય કહું છું. તો શું કરવાનું કહે છે ભગવાન? "યોગ વિહીન જ્ઞાન મોક્ષ આપનારું કેવી રીતે હોઈ શકે?" એટલે યોગ વગરનું જે કંઈ જ્ઞાન હોય, એ બધું મોક્ષ આપવા માટે નકામું પડે છે. જ્ઞાન રહિત યોગથી પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાતો નથી. હવે એકલો યોગ કર્યા કરે, પણ યોગમાં કંઈ જો જ્ઞાન હોય નહીં, તો પણ તેનાથી કોઈ ફાયદો થતો નથી; એટલે મોક્ષ પ્રાપ્ત થતો નથી. અત્યારે જે બધી પુષ્કળ યોગાભ્યાસ ચાલી રહ્યો છે જબરજસ્ત રીતે, પણ તેનાથી મોક્ષ પ્રાપ્તિનો લક્ષ્ય સિદ્ધ થતો નથી અને વાસ્તવમાં લોકોનો હોતો પણ નથી. પણ એમ કે કે "હું યોગ કરું છું, વેરી ગુડ!" એને કારણે મોક્ષના અભિલાષી સ્વયં શું કરવું જોઈએ કે જ્ઞાન અને યોગ એમ બંનેનો દ્રઢ અભ્યાસ કરવો જોઈએ.

આ સંસાર અજ્ઞાનથી જ બંધન સ્વરૂપ છે. તથા જ્ઞાન દ્વારા જ આ સંસારમાંથી નિવૃત્તિ થઈ શકે છે. જ્ઞાન સ્વરૂપ જ આદિમાં છે અને જ્ઞાનના માધ્યમથી જ જ્ઞેયને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વડે તમે જ્ઞેય (જાણવા યોગ્ય વસ્તુ)ને જાણી શકો છો, પણ જાણવા યોગ્ય વસ્તુનું પણ આપણને જ્ઞાન તો હોવું જોઈએ ને? તો એ જ્ઞાન પ્રાપ્તિનો પ્રોસેસ પણ તો થવો જોઈશે ને? એટલે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન: ત્રણ વસ્તુ ઊભી થઈ જાય છે. જેના દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય અને કેવલ્ય પરમપદ, નિષ્કલ (એટલે કલા રહિત), નિર્મલ, સચ્ચિદાનંદ સ્વરૂપ, ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર અને સ્ફૂરણનું જ્ઞાન થાય, એ જ વાસ્તવિક જ્ઞાન છે. આ ડેફીનીશન આપી. શું કીધું? જેના દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય અને પોતાનું સ્વરૂપ પાછું કેવું? તો કે કેવલ્ય, પરમપદ, નિષ્કલ, નિર્મલ, સચ્ચિત્-આનંદ સ્વરૂપ ઉપરાંત સ્થિતિ, સંહાર અને ઉત્પત્તિ; એ ઉપરાંત સ્ફૂરણ (સૌ પહેલી અવસ્થા)નું જ્ઞાન થાય, તો જ એને વાસ્તવિક જ્ઞાન કહેવામાં આવે છે.

હવે એનાથી આગળ યોગના સંદર્ભમાં વર્ણન કરે છે. હે બ્રહ્મન, વ્યવહારની દ્રષ્ટિએ યોગના અનેક ભેદ બતાવવામાં આવેલા છે; જેમ કે મંત્ર યોગ, લય યોગ, હઠયોગ અને રાજયોગ. સર્વત્ર યોગની ચાર અવસ્થાઓનું વર્ણન કરવામાં આવેલ છે. એ અવસ્થાઓ છે: આરંભ, ઘટ, પરિચય અને નિષ્પત્તિ. તો આરંભ અવસ્થા છે જ્યાં યોગનો આરંભ થાય છે. પછી એ ઘટ્ટ થાય છે. અને પછી અથર્વ શિરમાં કીધું છે, મથવાદી એ ફીણ જેવું થઈને ઘટ્ટ થાય છે. અને પછી શું થાય? તો કે પરિચય થાય છે અંદરથી જે કંઈ પ્રગટ થાય છે તે બાબતનો. એટલે એ ત્રીજી અવસ્થાને "પરિચય અવસ્થા" કહેવામાં આવે છે. અને પછી જે માખણ નીકળે છે, તે અવસ્થાને "નિષ્પત્તિ" કહેવામાં આવે છે. તો આ ચાર યોગની મૂળ અવસ્થાઓ છે; કોઈપણ યોગમાં આ હશે જ એમ કીધું. એના ચાર અવસ્થાઓના લક્ષણ સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે.

મંત્ર યોગ એટલે જે માતૃકા વગેરેથી યુક્ત મંત્રનો બાર વર્ષ સુધી જપ કરે, એ ક્રમશઃ અણિમા વગેરેનું જ્ઞાન મેળવી લે છે. કોઈપણ મંત્રનું અનુષ્ઠાન શરૂ કરે, બાર વર્ષનું હોય. અહીં પણ આજ અવધિ આપી દીધી. એવું જો કરે છે, તો તેને શું થાય કે અણિમા વગેરેનું જ્ઞાન, સિદ્ધિઓ બધી આવી જાય છે એની પાસે. પરંતુ આ પ્રમાણેનો યોગ અલ્પબુદ્ધિવાળા લોકો કરે છે તથા તેઓ અધમ કોટિના સાધકો હોય છે. માળા લઈને મચી પડ્યા હોય બાર વર્ષ સુધી, બસ આ એક જ વસ્તુ એમ કે કરવાની. તે લોકોની શું કીધું? તો કે બુદ્ધિ અલ્પ છે. વધારે બીજું કંઈ જાજુ કરી શકે એટલી સૂઝ, સમજણ કે જ્ઞાન સંપાદન કરવું વગેરે બાબતો એમની પાસે હોતી નથી. એટલે એ લોકો આ કરે. આ કરીને અણિમા સુધી પહોંચી પણ જાય એ લોકો. પછી આગળ જ્ઞાન ના હોવાના કારણે, બીજું ધારણ હોવાના કારણે, વળી પાછા જાદુગરીમાં પડી જાય અને પછી પાછા નીચે પડે.

ચિત્તનો લય એ લય યોગ છે. આપણે હમણાં કીધું, ચિત્ત બધી વસ્તુઓ ઉપર જા જા જા જા કરતું હોય. ત્યાં આગળ આમ થોડી વાર અટકે પાછું એનું જ્ઞાન લઈને પાછું આવે. તો કે, "હા, આઈસ્ક્રીમ ખાધો વાડીલાલનો." તો કે, "ફલાનો પાઇનેપલ બહુ મજાનો હતો." મેં પાઇનેપલના આઈસ્ક્રીમમાં લટકી ગયો હોય, વન કેવલ ચૂકી ગયો હોય. બહુ વિચિત્રતા તો...

કે આ લય યોગની અંદર આવું થાય કે જેની અંદર ચિત્તનો લય કરવાનો. એ લય એક કરોડો પ્રકારનો છે પાછો. ચિત્તનો લય એટલે ચાલતા, બેસતા, અટકતા, રોકાતા, ઊંઘતા, ભોજન કરતાં કલા રહિત પરમાત્માનું નિરંતર ચિંતન કર્યા જ કરે. એટલે ક્રિયા કોઈ પણ ચાલતી હોય, પણ એનું કામ એક જ છે: પરમાત્માનું ચિંતન કર્યા કરતો હોય. એટલે પછી એનો ચિત્તનો લય થઈ જાય છે. એ પ્રકારે એ તો લય યોગ થયો.

હવે હઠયોગ વિશે કીધું કે, "યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ભ્રમરોની મધ્યમાં શ્રી હરિનું ધ્યાન તથા સમાધિ સામ્યાવસ્થાને અષ્ટાંગ યોગ કહેવામાં આવે." ભ્રમરોની મધ્યમાં શ્રી હરિનું ધ્યાન. શ્રી હરિનું સ્વરૂપ જ્યાં સુધી ખબર ના હોય, શ્રી હરિ શું છે, કોણ છે, કેવા છે, ક્યાં છે અને એનું ધ્યાન શા માટે કરવું જોઈએ, આની પર્યાપ્ત જાણકારી જ્યાં સુધી ના હોય, ત્યાં સુધી આ વસ્તુ આગળ વધી શકે. એટલે તમે સો વખત "શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ" કર્યા કરો, એનાથી શ્રી પણ આવે નહીં અને હરિ પણ આવતા નથી. બરાબર? એટલે એને સમજીને કરવાનું.

તો આંખોને બંધ કરી અને આપણે જ્યારે આમ જોઈએ તો જે દેખાય છે તે કેવો આકાર છે? તો કે શાંત છે આકાર. બિલકુલ "શાંતાકારમ ભુજંગ સયનમ." જે ચિત્ત જે છે તે ભુજંગ સયનમ એટલે ભુજંગ ઉપર જાણે કે સુઈ ગયું છે, બિલકુલ એવી રીતના એને અનુભવ કરવાનો. કારણ કે જે ચિત્ત છે એ શુદ્ધ થાય છે ત્યારે એ જ સ્વયં પરમાત્મા છે. એટલે બધી જ વાસનાઓની ભાગમભાગમાંથી એને મુક્તતા આપી અને વાળી દેવામાં. તો શું કીધું કે જે વિસ્મય વાસનાઓ હતી, એ બધી ભુજંગ રૂપે જ એની ઉપર એને સયન કરી દીધું છે. નિરાંતે સુઈ ગયો છે. કેટલું સામર્થ્ય એને કેળવ્યું છે એ જુઓ વૃત્તિઓ ઉપર કે ભુજંગ ઉપર એ સુઈ ગયો છે. મતલબ ચિત્તની વૃત્તિઓ જ્યારે ભુજંગ રૂપે થઈને રહેલી છે, વિસ્મય છે, તેની પર એ આરામથી સૂતો છે. એને કશું થઈ શકતું નથી.

"ભુજંગ સયનમ પદ્મનાભમ સુરેશમ." પદ્મનાભમ એટલે નાભીમાંથી પદ્મ જેનું બહાર નીકળેલું છે એવા પદ્મનાભ ભગવાન. સુરેશમ એટલે સુરો એટલે દીપો, ઇન્દ્ર. ના, બધા દેવોના દેવોનો દેવ એ તે સ્વયં ભગવાન વિષ્ણુ. સુરેશ. "શાંતાકારમ ભુજંગ સયનમ પદ્મનાભમ સુરેશ વિશ્વાધારમ." વિશ્વનો જે આધાર છે, જેના કારણે આખું બધું વિશ્વ ઉત્પન્ન થાય છે, એ જેમાં રહે છે અને જેમાં લય પામે છે, તેવું એકમાત્ર કોણ? તો કે ભગવાન વિષ્ણુ. વિશ્વાધારમ, વિશ્વનો આધાર છે. "ગગન સદૃશમ." આમ જુઓ કેવા છે? તો કે આમ ગગન સદૃશમ, એટલા બધા સૂક્ષ્મ છે. ગગન પદ. વિશ્વાધારમ ગગન સદૃશમ. આગળ શું કીધું? "યોગિભિર્ ધ્યાનગમ્યં." યોગીઓ ધ્યાન દ્વારા એમને પામી શકે છે. આનાથી પણ પરમાત્મા પ્રાપ્ત કરી શકાય એવા. "વંદે વિષ્ણુ ભવભય હરમ." એવા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરું છું. ભવ ભય હરમ. અમારો ભવની અંદર જે ભય લાગેલો છે, આ વારે વારે ભવની અંદર આવવું પડે છે, એનાથી પણ અમને જે એને જ તમે દૂર કરો.

એટલે કીધું એને, "હરિ ભવ ભય હર સર્વ લોકૈક નાથમ." સર્વ લોકોના નાથ, જગન્નાથ ભગવાન. તો ભગવાન જગન્નાથને આપણે બધું સમર્પણ કરી આવી સુંદર પ્રાર્થના કરી અને અહીંયા આગળ એવાને જુઓ છે શાંત આકાર. બસ બીજું કંઈ જ નથી કીધું એમને. "ગગન સદૃશમ મેઘ વર્ણમ શુભાંગમ." મેઘ જેવો જેનો વર્ણ છે. જ્યારે વરસાદ પડવાનો થાય તો આકાશમાં વાદળોનો જેવો રંગ હોય છે, તેવો રંગ એ મેઘનો રંગ કહેવાય. મેઘવર્ણમ શુભાંગમ. એના અંગો બધા કેવા કે શુભ છે, બધા શુદ્ધ છે. બસ એવું સમજાયું.

તો હવે એવા ભગવાનનું તમારે ત્યાં આગળ અભ્યાસ કરવાનો. શ્રી હરિનું ધ્યાન આવી રીતે કરવાનું અને સમાધિની સામે અવસ્થાને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ભ્રમરોની વચમાં શ્રી હરિનું ધ્યાન તથા સમાધિની સામ્ય અવસ્થાને અષ્ટાંગ કીધો. મહામુદ્રા, મહાબંધ, મહાવેદ, ખેચરી મુદ્રા, જાલંધર બંધ, ઉડિયાન બંધ, મૂળ બંધ, દીર્ઘ પ્રણવ સંધાન અને પરમ સિદ્ધાંતને સાંભળ. અલબો તથા વજ્રોલી, આમરોલી અને સહજોલી એ ત્રણ મુદ્રાઓ. આ બધું જેને ધ્યાન હોય તે એ બધું કરી શકે. એને આવડતું હોય તો એની પ્રેક્ટિસ એને કરવી જોઈએ.

હવે આપ એમાંથી પ્રત્યેકના લક્ષણ સાંભળો. યમમાં એકમાત્ર સૂક્ષ્મ આહાર જ મુખ્ય છે. યમ સૂક્ષ્મ આહાર કયો છે? "હું બ્રહ્મ લઉં છું, બ્રહ્મને મૂકું છું, બ્રહ્મ જ મારો આહાર છે." સોહમ સોહમ. બ્રહ્મનો જ આહાર રહે. બીજો કોઈ આહાર જ નથી. મુખ્ય છે. તથા નિયમોની અંતર્ગત અહિંસા મુખ્ય છે. એક અહિંસા પકડો અને એક સૂક્ષ્મ આહાર પકડો. બસ બે વસ્તુ કરો એટલે યમ અને નિયમો. બાકીનું બીજું બધું છે એ સહાયકારી છે. એ ઓટોમેટીક આવી જશે એમ ભગવાન કહે છે.

હવે સિદ્ધાસન, પદ્માસન, સિંહાસન અને ભદ્રાસન એ ચાર મુખ્ય આસન છે. એમાંથી કોઈ એક પસંદ કરી લો જે તમને કન્વીનિયન્ટ હોય અને લાંબો સમય એની અંદર તમે બેસી શકો. ચતુરાનન, ચાર મુખ વાળા છે બ્રહ્માજી એટલે ચતુરાનન કીધા એમને. આળસ પણ સૌથી પહેલા અભ્યાસના પ્રારંભિક સમયમાં જ વિઘ્ન ઉપસ્થિત થાય છે. જેવો તમે યોગાભ્યાસ શરૂ કરશો એટલે આજે નહીં કાલે, પ્રોકાસ્ટીનેશન શરૂ થઈ જશે. "આજે ૧૧ વાગી ગયા છે. હવે તો બેસાતું જ નથી. મહારાજની સાહેબે કીધું તું પાંચ મિનિટ વાળો તું ધ્યાન કરજે, પણ પાંચ મિનિટ આજે તો થાય એવું જ નથી. બસ એક કામ કરું, સૂતા સૂતા થાય તો કદાચ કંઈક કરજે." એટલે થોડું એટલે પછી ગયો. એટલે નિયમ તૂટ્યો. બરાબર? નિયમ તૂટવાથી મુશ્કેલી શું થાય છે કે મનની જે સ્થિતિ હોય છે તે ફ્રેક્ચર થઈ જાય છે. જે મનનું અનુસંધાન ચાલતું હોય છે પરમાત્મા સાથે તે ફ્રેક્ચર થઈ જાય છે.

એટલા માટે નિયમનું પાલન કરવું જોઈએ. એટલા માટે યમનું પાલન કરવું જોઈએ કે આવું એવું ના થાય અને આપણે એક સળંગ યોગ ચાલ્યા જ કરે.

એટલા માટે ભલે જેટલો થાય એટલો કરો. આમાં એવું જરૂરી નથી કે હું આમ ખૂબ કરી નાખું એક સામટું એક દિવસ અને પછી બીજા દિવસે કાંઈ નહીં. ચાલશે. આ કોઈ જીમ નથી કે બે દિવસ કાર્ડિયો કરો ને બે દિવસ ફલાનું કરો ને હાથ પગનું કરો ને એવું બધું કંઈક શીખવાડે છે ને આજકાલ બધું. મેં એવું કઈ વાંચ્યું તું, સાંભળ્યું હતું. પાછું પેટની એક્સરસાઈઝ એક દિવસ કરો, બે દિવસ કાર્ડિયો કરો. અઠવાડિયે અમે એક દાડો કાર્ડિયો કરવું જ જોઈએ તમારે અને પેલા એ નહીં કરવાનું, એવું બધું પાછું આમ આપે. અહીં એવી વાત નથી. જડબે સલાહક યમ અને નિયમનું પાલન કરવાનું એટલે કરવાનું. સૂક્ષ્મ આહાર કરવાનો અને અહિંસાનું પાલન કરવાનું. તો આ યમ અને નિયમ મનસા, વાચા, કર્મણા અહિંસા એટલે કોઈપણ જીવાત્માને કિંચિત માત્ર પણ દુઃખ ન હોવું, ન ન હો, ન હો. બરાબર, આ પહેલી વાત થઈ ગઈ.

પ્રાપ્ત મન, વચન, કાયાથી કોઈપણ જીવ માત્રના કોઈપણ પ્રકારે, કોઈપણ પ્રકારનો દોષ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિઓ આપો. તો આ બધા આપણને આપ્યા હતા એમણે. યાદ રાખો, નિયમો આપેલા છે તેનું આપણે આપણે પાલન કરવાનું. પણ આ બધાનો મતલબ એવો નથી કે યથાશક્તિ જેટલું થાય એટલું. એવા બધા કોઈ એમ ઉપર ચોટીયા કોઈ એવા નથી. તમારે છટકી જવાય એવી બાબતના 100% ઓલ ધ ટાઈમ, બસ આ એક જ કન્ડિશન છે.

હવે એને કીધું કે, "આળસ એ સૌથી મોટામાં મોટી તકલીફ પેદા કરશે." સૌથી પહેલા બીજું થશે શું? તો કે પોતાની મોટાઈ. "હું યોગ કરું છું, હું બહુ મોટો થઈ જશે," એકદમ. પછી છેતરવાની, જુઠ્ઠી વાતો કરવાની. સામે વ્યક્તિ જે છે, ભલે એને સુજ નથી, જ્ઞાન સો ટકા છે. એને ફોટો તારો પડી ગયો. પરમાત્માને સીધો જ એ ટ્રાન્સફર થઈ જાય છે કે આ માણસે આવું કર્યું. ઈથરની અંદર આ બધું એકદમ ફર્સ્ટ ક્લાસ ટ્રાવેલ કરતું હોય છે જડબે સલાખ. એટલે પરમાત્માને તો બધી ખબર છે કે તમે ભલે યોગના નામે શું કરવા બેઠા, શું કરી નાખ્યું, બધું ખબર છે. તો આવી રીતે જૂઠી વાતો કરવી અને મંત્ર વગેરેનું સાધન, આવા બધા જાત જાતના પેલા તકલીફો પેદા થાશે. મંત્રનું સાધન કરવા જાવ, મંત્ર કંઈક હોય ને પછી કંઈક બોલાવવાનું ચાલુ થઈ ગયો હોય, તમને ખબર જ ના હોય. બરાબર ને? પેલા કુંભકર્ણને આવું થયું હતું.

તો એને છે તો જઈને શિવજી પાસે પેલું વરદાન માંગવાનું હતું અને તપ કરવા ગયા હતા રાવણ, એને પેલો વિભીષણ, ત્રણેય. તે પેલા એ વરદાન માગ્યું શિવજીને આજે થવાનું, અમર થવાનું એટલે અમૃતકુંભ એને નાભીમાં આવ્યો. આને શું જોઈતો હતો? તો કે "મને ઇન્દ્રાસન આપો." કુંભકર્ણને તે ખબર હતી કે જો આવો અહીંયા બેસી જશે, પેલો સ્વર્ગમાં બેસી જશે, તો આ બે જણ ભેગા થઈને શું કરશે ભગવાનને વિષ્ણુને? એટલે એમણે માં સરસ્વતીને જરાક ઈશારો કર્યો કે, "જા ભાઈ, તું હવે થોડીક હેલ્પ કર." એટલે એ પોતાને જઈને કહે છે કે એની જીભ પર જઈને બેસી ગઈ. એટલે પેલો પેલા ભગવાને પૂછ્યું એને કે, "બોલ કે માંગે એ તને આપું." કારણ કે એ બંધાયેલા છે. તપ હોય એટલે આપવું પડે એમને. તો પાછું એ લોકો એવું ના કહી શકે કે ભાઈ, "તમારું બેલેન્સર હું ચેક બાઉન્સ કરું છું, સિગ્નેચર ડીફોર." ગમે તે બહાના કાઢી ના શકે એ લોકો.

દેવું તો નિયમથી બંધાય આવેલા છે. ત્યારે કે, "હવે શું કરવું?" એટલે પછી સરસ્વતી માં જરાક વાર જઈને બેસી ગયા. એટલે પેલા એ કીધું કે, "ભાઈ, શું જોઈએ તારે?" પેલાએ કીધું, "નિંદ્રાસન." તે પછી કે, "સારું, ત્યારે તને છ મહિના સુવાયા કરવાનું તને વરદાન આપું." તું ગયા કરશે કે છ મહિના જાગવાનું અને છ મહિના સુવાનું. સમજાયું?

તો મંત્ર યોગની અંદર આવું કોઈક માત્રા માતૃકા જેને કહેવાય. માતૃકા એટલે શું કે સ્વર હોય ને કંઈ પણ મંત્ર જે હોય છે. આપણે એની ચર્ચા નહીં કરવું, નામ કશું નહીં બોલવું. પણ અક્ષરો હોય વર્ણમાળાના અક્ષરો. એમાં કંઈક વચ્ચે કંઈક ખૂટી જાય, એકદમ માણસ વિસ્મૃત થઈ જાય અને આવું બધું બહુ જ થતું હોય છે. તમે સતત એક તાંતામાં આમ કામ કરતા હોય અને ક્યાંય મંત્ર ચાલતો હોય ને ક્યાંય તમે બોલતા હોય એટલે આવો એક જાતની સ્થિતિ આવે છે. એમાંથી બચવું જોઈએ. એટલે શું છે? સદેવ જાગૃત રહેવું પડે આમાં. તમે ગાડી ચાલે રાખે છે અને આપણે મ્યુઝિક સાંભળે રાખીએ છીએ અને બસ ચાલે રાખે છે સો માઈલની ઝડપે ગાડી, એવું નથી. યોગ એવી રીતે ન કરાય. શ્રેષ્ઠ બુદ્ધિમાન સાધકે ધાતુ એટલે રૂપિયા વગેરે ધન, સ્ત્રી, ચંચળતા વગેરેને મૃગજળ રૂપ સમજીને, મૃગ તૃષ્ણા રૂપ માનીને, વિઘ્ન રૂપ જાણીને છોડી દેવા જોઈએ.

કેટલી વસ્તુઓ કીધી? પહેલા તો વિત્ત, પછી દારા, બરાબર? અને ત્રીજી શું છોડવાનું કીધું? ચંચળતા. મનની ચંચળતા. યોગ કરતો હોય એને મનની ચંચળતા ઉપર ધ્યાન રાખવાનું. ધીમે ધીમે ધીમે ધીમે એનું મન શાંત થતું જવું જરૂરી છે. એને કેવા સમજવાના? એટલે કે મૃગજળ જેવા સમજવાના. એના વિશે જો કોઈ ઈચ્છા થાય તો જે મૃગ તૃષ્ણા હોય છે, એ સોનાનું મૃગ મને લાઈ આપો, એ એને મૃગ તૃષ્ણા કહેવાય. સોનાનું મૃગ ક્યાંથી હોય અને પાછું જીવતું હોય, ચાલતું હોય પાછું? એવી મૃગ તૃષ્ણા રૂપ એને માની, એને વિઘ્ન રૂપ સમજો. પહેલા તો કે ભાઈ, આ વચ્ચે બાધા આવી રહી છે. હું જે કરી રહ્યો છું ને તેમાં અટકાવવા આવી રહ્યો છે. છે. એટલે હવે એને દૂર કરો પહેલાનો અને પછી એને છોડી દેવું જોઈએ. એ પછી શ્રેષ્ઠ સાધકે પદ્માસન વાળીને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. એવા માટે સૌથી પહેલા એક નાની સરખી ઝૂંપડી, પર્ણકૂટી, નાના દ્વાર વાળી તથા છિદ્ર વગરની બનાવવામાં આવે.

હવે તો બંગલામાં ઝૂપડી ના બનાવતા. ઘણા લોકોએ બનાવી છે, મને ખબર છે. "શું?" અરે, બધું જાત જાતનું બનાવે. બંગલામાં ઝૂપડીઓ બનાવે. ટૂંકમાં શું? અને ત્યાર પછી પાછું એ પર્ણકૂટી બનાવીને ગાયના છાણથી લીપીને શોભાક્ત બનાવવામાં આવે. સારી રીતે સ્વચ્છ કરવામાં આવે પ્રયત્નપૂર્વક માકડ.

મચ્છર, કરોળિયા વગેરે જીવાતથી એને રહિત કરવામાં આવે, કે જેથી તમે સ્થિરતાપૂર્વક અભ્યાસ કરી શકો. દરરોજ એક ઝૂંપડીને વાળી-ઝૂડીને સ્વચ્છ કરતા રહેવામાં આવે. સાથે સાથે તેને ધૂપ, ગૂગળ વગેરેની ધૂણી આપીને વારેવારે સુવાસિત પણ કરવી જોઈએ.

હવે આસન કીધું કે જે વધારે ઊંચું ના હોવું જોઈએ, જે વધારે નીચે પણ ના હોવું જોઈએ. પાટલાથી વધારે ઊંચું ના હોવું જોઈએ એમ કીધું. એ બે ઇંચ, ત્રણ ઇંચનો જે પણ ઊંચાઈવાળો પાટલો હોય, જરા મોટી સાઈઝનું, એનાથી મોટું નહીં. એની ઉપર વસ્ત્ર, પછી મૃગચર્મ અથવા તો કુશ એટલે કે દર્ભ, એનું આસન બનાવીને પદ્માસનમાં બેસવાનું.

શરીરને સીધું રાખીને, હાથ જોડતા, ઈષ્ટ દેવતાને પ્રણામ કરો. અહીંયા ભગવાન વિષ્ણુનું જો તમે ધ્યાન કરવાના હોય તો ભગવાન વિષ્ણુનું, શિવનું કરવાનું હોય તો ભગવાન શિવનું. હૃદયમાં અહીંયા કોઈપણ જગ્યાએ તમે શરૂ કરો, પહેલા એમને પ્રણામ કરો, ધ્યાન કરો. શિવની જે આકૃતિ ફોટા-કેલેન્ડરમાં જુઓ છો, તેવા નહીં. શિવ સ્વરૂપ, કલ્યાણમય, સૌથી મોટા મહાદેવ, અત્યંત તેજ, તેજસ્વી એવા શિવનું ધ્યાન કરો.

પછી જમણા હાથના અંગૂઠાથી પિંગલાને દબાવો. પિંગલા એટલે જમણી બાજુનું નાક દબાવો. ધીમે ધીમે વાયુને અંદરની બાજુ ખેંચો. એને શક્તિ મુજબ રોકી રાખો અને કુંભક કરો. ત્યારબાદ પિંગલા દ્વારા એ વાયુને સામાન્ય ગતિથી બહાર કાઢી નાખવો જોઈએ. ત્યારબાદ પિંગલાની વાયુને પેટમાં ફરીથી ભરવી, શક્તિ મુજબ ગ્રહણ કરી રેચક કરો. એ રીતે જે તરફથી વાયુ બહાર કાઢે, તે તરફથી જ ફરી ભરીને બીજી નાસિકા દ્વારા બહાર કાઢતા રહે, તો આ અનુલોમ-વિલોમ પ્રાણાયામ જ એમને સમજાયેલો છે.

હવે આ કેવી રીતે કરવાનો છે તે અહીં કીધું છે: તે ના તો અત્યંત ઝડપથી આ નથી કરવાનું, ના તો અત્યંત ધીમી ગતિથી. એવી રીતે નહીં, એક સામાન્ય ગતિથી તમારે શ્વાસ લેવાનો, સહજ સામાન્ય ગતિ.

હવે અહીંયા આગળ રસ્તો બતાવ્યો. શું કીધું? કે ઘૂંટણની પ્રદક્ષિણા (આ ઘૂંટણ છે). પ્રાણાયામ તમે કરો છો, તો ઘૂંટણની પ્રદક્ષિણા કરીને એક ચપટી વગાડવામાં આવે, એટલા સમયને એક માત્રા કહેવામાં આવે છે. "આ એક માત્રા, આ એક માત્રા" તો એવી એક માત્રા કહેવાય. એના સમયમાં, એક માત્રામાં, સૌથી પહેલાં ઈડા દ્વારા એટલે કે ડાબી નાડી દ્વારા 16 માત્રા સુધી વાયુને ખેંચો. 64 માત્રા સુધી કુંભક કરો. પછીથી 32 માત્રા સુધી પિંગલાથી રેચક કરો. ફરી વખત પિંગલાથી વાયુ 16 માત્રામાં ખેંચો અને પછી 64 માત્રા સુધી કુંભક કરો અને 32 માત્રા વડે રેચક કરો. એ ઈડાથી. આવી રીતે તમારે સવાર, બપોર, સાંજ, અડધી રાત્રે એમ ચાર વખત ધીમે ધીમે ક્રમશઃ 80 કુંભક સુધી અભ્યાસ વધારવો જોઈએ.

કુંભક દરેક વખતે કરવાના. તમે શરૂઆત 20 કુંભકથી કરી શકો તો પણ સારું. સમજાયું? એટલે આ હરિનો માર્ગ છે ભાઈ, આ શૂરાનો માર્ગ છે, નહીં કાયરનું કામ. જોઈને, એટલે આળસ કરતો હોય જે કાયર થઈ જતો હોય કે ભઈ આ કેવી રીતે કરવું ને શું, એનું કામ નથી એમ કીધું. તો 80 કુંભક કરવાના છે: સવારે, પછી બપોરે, પછી રાત્રે અને પછી મધ્યરાત્રે. એમ ચાર રાખો. સાયંકાળ કીધો અને મધ્યરાત્રી. તો ચાર વખત ધીમે ધીમે ક્રમશઃ 80 કુંભક સુધી વધારવાનો છે આ અભ્યાસ.

આ રીતે ત્રણ માસ સુધી અભ્યાસ કરવાથી નાડી શોધન થઈ જાય છે. હવે બીજી રીતે તમે જુઓ, આનો હિસાબ લગાડો કે 8 ચોક 32, 320 કુંભક થયા તમારા, બરાબર? 320 કુંભક રોજના કરવાના. તો તમને એ ત્રણ મહિનાની અંદર કીધું. 320 ના બદલે તમે એના અડધા કરી નાખો તો તમને છ મહિનામાં સિદ્ધિ થશે. એના પણ અડધા કરી નાખો તો પાછા તમને એક વર્ષની અંદર થશે.

લેટ ઈટ બી, એક વર્ષ સુધી તમે આ ફક્ત આસન અને પ્રાણાયામ અને થોડો થોડો ધ્યાનનો, ધારણાનો અભ્યાસ ચાલુ રાખો. પણ પહેલું એક આખું વર્ષ એવી રીતે જવા દો. પહેલા જ દિવસે મહાઅવતાર બાવાજી બની જવું છે કરીને ના મચી પડો. કાં તો "હું પ્રગટ કરીને જ કે છૂટકો જ નથી" એમ એમને આવ્યા વગર અને પછી અંદરથી જોર જોરથી બૂમ પાડે કે "હે બાબાજી, મહાઅવતાર બાબાજી, પ્રગટ થાઓ! પ્રગટ થાઓ!" નિરાશા મળે છે એટલે માણસ થાકી જાય. પછી થોડા દિવસ પછી પાછો એ બંધ કરી દે.

આવી અલગ અલગ પદ્ધતિઓ છે. તો એમ કીધું કે તમે એક વર્ષ સુધી કરો. હજી આનાથી ઓછું તમારે થતું હોય તો ભલે તમે બે વર્ષ સુધી કરજો. તો રોજના છ શ્વાસ કે છ કુંભક કે બાર કુંભક કરો, ભલે, પણ નિયમિત કરો એમ કહે છે. એક દિવસ વચ્ચે પડવો જોઈએ નહીં. અને તમે ત્રણ કલાકની અંદર 320 કુંભક કરી નાખો તો ત્રણ કલાક જેવો સમય થાય, કદાચ થોડોક વધારે થાય મારા હિસાબે તો. કારણ કે આ માત્રાનો હિસાબ લગાડવાનો ને પાછો આપણે પણ. 16 સેકન્ડ, 64 સેકન્ડ અને 32 સેકન્ડ ભેગી કરો તો આજે કેટલું થયું? એટલા પ્રમાણની અંદર એટલે ઓન એન એવરેજ તમારે દોઢ મિનિટનો એક પ્રાણાયામ થશે, દોઢથી બે મિનિટની વચ્ચેનો ભાગ થશે.

હવે 320 મિનિટ કરવાનો છે. 320 પ્રાણાયામ તમારે કરવાના છે, તો કેટલો સમય જોઈશે? તેનો એક એવો ઉપાય એક જગ્યાએ એવું પણ કીધો હતો કે બે પ્રહર સુધી તમે આ પ્રાણાયામ કર્યા કરો. એટલે ત્રણ કલાક થઈ ગયા ને? તો કે સતત તમે બે પ્રહર સુધી આ પ્રાણાયામ કર્યા કરો. કયો? ભસ્ત્રિકા. બસ, લેવાનો અને મૂકવાનો ઝડપથી. તેનાથી પણ નાડી શુદ્ધિ થઈ જાય છે, એવો એક રસ્તો હતો ત્યાં આગળ. પણ અહીંયા ભગવાન શ્રી હરિના જે પ્રિસ્ક્રિપ્શન છે, તેના પ્રમાણે શું છે? 80 કુંભક અને ત્રણ મહિનામાં તમારે સિદ્ધ કરવાના છે.

સવાર, બપોર, સાંજ અને મધ્યરાત્રી. આ ચિહ્નો એવા છે. એનાથી શું થશે કે નાડી શોધન થઈ જશે અને એ શુદ્ધ થવાથી એના ચિહ્નો યોગીના દેહમાં પણ દ્રષ્ટિગોચર થવા લાગે છે. દ્રષ્ટિગોચર: શરીરમાં હલકાપણું લાગે, જઠરાગ્નિ તીવ્ર બની જાય છે, ખૂબ ભૂખ લાગે, ખાધેલું બધું બળી જ જાય. શરીર પણ નિશ્ચિત રૂપે સુકાઈ જાય છે. અગ્નિ એ તો ગ્રહણ કરી રહ્યો છે ને?

આવા સમયે યોગમાં અડચણરૂપ બનનાર આહારને છોડી દેવો જોઈએ. મરચું છોડી દો, પહેલામાં પહેલું. તીક્ષ્ણ જે કાંઈ કહેવાય એવી બાબતો છોડી દો. તો કીધું કે, "મીઠું, તેલ, ખટાશ, ગરમ, લુખ્ખું, તીક્ષ્ણ ભોગ, ભોજન, લીલું શાક, હિંગ, મસાલા, આગથી તાપવું, સ્ત્રી પ્રસંગ, વધારે ચાલવું, સવારનું સ્નાન, ઉપવાસ અને પોતાના શરીરને પીડા પહોંચાડનાર બીજા કાર્યોને ઘણું કરીને છોડી દેવા જોઈએ." એટલે ઓલમોસ્ટ બીજું લગભગ બધું છોડી દેવાનું છે અને અતિશય જેને કહેવાય કે સૌ શુદ્ધ આહાર અને પ્રાણાયામ વ્રત ભગવાને કીધું છે એવા કે, "પ્રાણાયામ પરાયણ એવા થઈને તમારે રહેવાનું એક વર્ષ સુધી." પછી મગ, ઘઉં અને ભાત એટલે કે ચોખાનું ભોજન યોગમાં વૃદ્ધિ પ્રદાન કરનારું બતાવવામાં આવેલું છે. એટલે તમારે ઘઉં, મગ અને ભાત ત્રણનું ભોજન કરવું જોઈએ.

આ રીતે અભ્યાસ કરનાર વાયુને ઈચ્છા અનુસાર ધારણ કરવાની શક્તિ પ્રાપ્ત કરી લે છે. એક વર્ષે, દોઢ વર્ષે થાય પણ ઈચ્છા મુજબ વાયુ ધારણ કરી શકતાં માત્ર કુંભક સિદ્ધ થઈ જાય છે ત્યારે રેચક અને પૂરકને છોડી દેવા જોઈએ. શ્વાસ લઈ લીધો, અંતરકુંભક થઈ ગયો, બસ પછી બહાર છોડવાનું બંધ. પછી જો બહાર શ્વાસ છોડી દીધો છે તો બાહ્ય કુંભક થઈ ગયો, ફરી શ્વાસ લેવાનું બંધ. જેટલું ઈચ્છા મુજબ તમે ધારો એટલું તમે કરી શકો છો, વધારી શકો છો. આ વાત કરી પણ જ્યારે આવું કરે છે ત્યારે એ યોગી માટે ત્રણેય લોકોમાં કશું પણ દુર્લભ રહેતું નથી. સ્થિતિ એની પછી આવી આવી જાય છે. એવા સમયે જો એને પરસેવો નીકળે તો એને આખા શરીરે માલિશ કરી દેવો જોઈએ. એ અંતર્ગત વાયુની ધારણ શક્તિ નિરંતર ધીમે ધીમે વધતી રહેવાથી આસન ઉપર બેઠેલા સાધકના શરીરમાં કંપન, ધ્રુજારી થવાની ચાલુ થાય છે.

એનાથી આગળ વધારે અભ્યાસ થયાથી દેડકા જેવી ચેષ્ટા થાય છે. એટલે પછી એ બેઠો આ આસન પરથી અને દેડકાની જેમ કૂદ્યા કરે. પદ્માસનની સ્થિતિની અંદર હોવા છતાં એકદમ જમ્પ મારે તો આખા રૂમની અંદર બધે ફરતો હોય માણસ, શું? એવી પણ થાય છે. એટલે દેડકો ઉછળીને ફરીથી જમીન પર આવી જાય એવી રીતની સ્થિતિ પદ્માસન પર બેઠેલા યોગીની થઈ જાય છે.

જ્યારે અભ્યાસ એવાથી પણ આગળ વધે છે ત્યાર પછી એ યોગી જમીનથી ઊંચે ઉપર ઉઠવા લાગે છે, લેવીટેશન શરૂ થઈ જાય છે. પદ્માસન પર બેઠેલા યોગી અત્યંત અભ્યાસને કારણે ભૂમિથી ઉપર જ ઉઠી રહે છે. એ રીતે બીજી પણ અતિ માનુષી ચેષ્ટાઓ નિરંતર કરવા માંડે છે. બીજી પણ ઘણી બધી આના જેવી બાબતો બનતી હોય છે. અહીં ટૂંકમાં સમજાવી દીધું અને પછી ધીમે રહીને કીધું કે, "યોગીએ આ રીતની શક્તિ અને સામર્થ્યનું પ્રદર્શન કરવું જોઈએ નહીં, પરંતુ જાતે જ જોઈને પોતાનો ઉત્સાહ વધારવો જોઈએ." આવું થશે તો એને ખ્યાલ આવશે કે આહા, આટલે પહોંચ્યો હો! આટલી શુદ્ધિ થઈ, આટલી આસન સિદ્ધિ થઈ, આટલો પ્રાણાયામ પરાયણ થયો કે મારો પ્રાણાયામ આટલો પરિપક્વ થયો. એ એને ખ્યાલ આવે છે. એનાથી હવે બીજા ઇન્ડિકેશન: મળમૂત્ર બહુ જ ઓછું થઈ જાય છે. એની ઊંઘ પણ ઓછી થઈ જાય છે. કીચડ, નાક, થૂંક, પરસેવો, મોંની દુર્ગંધ વગેરે થતી નથી.

નિરંતર અભ્યાસ વધારવાથી એને વધારે શક્તિઓ મળી જાય છે. આ રીતે ભૂચર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભૂમિ ઉપર કોઈપણ જગ્યાએ એકદમ જ પ્રગટ થઈ જાય, ભૂમિમાં સમાઈ જાય, ભૂમિમાંથી બહાર નીકળી જાય. અહીંથી બેઠો, ન્યુઝીલેન્ડમાં બહાર. બીજાએ ફટ દઈને ત્યાંથી બેઠો અને સીધો મેક્સિકોમાં. ધીસ ઇસ પોસિબલ.

આવા યોગી માટે વાઘ, ઊંટ, હાથી, નીલગાય, સિંહ આ બધા તો આના હાથ મારવા માત્રથી મૃત્યુ પામે છે. હાથી પણ! પ્રાણાયામની આટલી બધી પાવર છે. આ ક્યારેય આ કોઈને મારતો નથી કારણ કે એનું વ્રત પહેલા જ શું કીધું? અહિંસા. આ તો એક જસ્ટ તમને રેફરન્સ આપે છે દાખલા તરીકે કે આટલી બધા પ્રચંડ કાય જે પ્રાણીઓ છે તે પણ એને એક થપ્પડ મારવા માત્રથી ખતમ થઈ જાય. એનું સ્વરૂપ પણ કામદેવ સમાન સુંદર બની જાય છે. એ પણ આકર્ષક લાગે છે. આના રૂપનું અવલોકન કરીને જોઈને અનેક અનેક સ્ત્રીઓ આકર્ષાઈને તેની સાથે ભોગની ઈચ્છા કરવા લાગે છે. પરંતુ જો એવું કરી બેસે તો એ નષ્ટ થઈ જાય છે. એટલા માટે એનું ચિંતન ન કરતાં એ ક્રિયા પ્રક્રિયાઓનું કે સ્ત્રીઓનું નિરંતર અભ્યાસમાં દ્રઢ નિશ્ચય બનીને રત રહેવું અને વીર્યને ધારણ કરવાના કારણે શરીરમાંથી સુગંધ આવવા લાગે છે.

ત્યારબાદ એકાંત સ્થળે બેસીને પ્લુત માત્રાથી એટલે કે ત્રણ માત્રાથી આપણે વન ટુ થ્રી, વન ટુ થ્રી, વન ટુ થ્રી એટલે ત્રણ ચપટી અને ત્રણ ચક્કર, બરાબર? એટલો સમય, એટલાથી પ્રણવ ઓમકારનો જપ કરવો જોઈએ. ઓમકારનો જપ કર્યા કરવાનું. એને કીધું એટલો સમય સુધી કરવાનો, બરાબર? એટલે એ ૐ. બસ, હવે પછી નેક્સ્ટ ઓમ, પછી નેક્સ્ટ ઓમ. એટલો સમય લગભગ થશે, લગભગ ત્રણ સેકન્ડથી સહેજ વધારે ઓછું બની શકે છે એટલો. એવી રીતે એને નિરંતર ઓમકાર અભ્યાસ કરતાં જ રહેવાનું. એનાથી પૂર્વ જન્મના પાપોનો વિનાશ થઈ જશે. "સંચિત પાપ વિનાશન લિંગમ, તત્પ્રણમામી સદાશિવલિંગમ." ઓમકાર મંત્ર બધી જ જાતના વિઘ્ન, મુશ્કેલીઓ અને દોષોને દૂર કરનાર છે. એનો નિરંતર અભ્યાસ કરતા રહેવાથી સિદ્ધિઓ હસ્તગત થવા લાગે છે. ૨૪ કલાક ઓમકાર, બીજું કાંઈ નહીં.

ત્યારબાદ વાયુ ધારણનો અભ્યાસ કરવો જોઈએ. આ ક્રિયાથી ઘટાવસ્થાની પ્રાપ્તિ સહજ રૂપે થવા માંડે છે. આપણે પહેલા કીધું હતું ને ઘટ્ટ પ્રારંભ, ઘટ્ટ ઘટાવસ્થા. એટલે પહેલો પ્રારંભ થયો, શરૂઆત કરી ત્યારે. હવે ઘટાવસ્થા સહજ રૂપે થવા લાગે. જે અભ્યાસથી કે અભ્યાસમાં પ્રાણ, અપાન, મન, બુદ્ધિ, જીવ અને પરમાત્મા જે પારસ્પરિક નિર્વિરોધ એકતા સ્થાપિત થાય છે તેને ઘટાવસ્થા કહેવામાં આવે છે. તો ઘટાવસ્થાની અંદર શું થશે? મન, બુદ્ધિ, જીવ અને પરમાત્મા જે કાંઈ છે તે બધું એક જ.

"છે શુદ્ધ છે, પવિત્ર છે." આ બધી વસ્તુઓ એને ધીરે ધીરે ધીરે ધીરે લક્ષ્યમાં આવે છે અને અનુભવમાં આવવાની શરૂ થઈ ગયું હોય છે. એની ઘટતા વધતી જાય છે. એટલે યોગી પહેલા જેટલો અભ્યાસ કરતો હતો, હવે એનો ચોથો ભાગ જ અભ્યાસ કરે. એટલે પહેલા જે 80 પ્રાણાયામ કરતો હતો, એનો ચોથો ભાગ એટલે આખા દિવસના 80 પ્રાણાયામ પછી એને કરવાના રહેશે. પહેલા જે ટોટલ 320 કરતો હતો, એના બદલે હવે એને 80 પ્રાણાયામ કરવાના છે. ચોથો ભાગ અભ્યાસ દિવસ હતા. રાત્રિમાં માત્ર એક જ પ્રહર અભ્યાસ કરે, એટલે કાં તો દિવસે કરે કાં તો રાત્રિમાં કરે. દિવસમાં એક જ વાર કેવળ કુંભક કરે અને કુંભકમાં સ્થિર થઈને ઇન્દ્રિયોને એના વિષયોમાંથી ખેંચી લાવે, એને પ્રત્યાહાર કહેવામાં આવે. આંખ બંધ કરી દે, જોવાનું બંધ કરી દે. કાનથી સાંભળવાનું બંધ, જે નાકથી કંઈ સાંભળવાનું કે સ્વાદ નહીં અને કોઈપણ સ્પર્શનો અનુભવ નહીં.

એવા પ્રકારની સ્થિતિ પોતે અંદર કરી અને એની અંદર એ બેસે. એવી રીતે એને લાંબો સમય ત્યાં બેસવાનું. એટલે દિવસમાં એકવાર કેવળ કુંભક કરવો જ જોઈએ. કુંભકમાં સ્થિર થઈ જવાનું. આને પ્રત્યાહાર કહેવામાં આવે છે.

એ સમયે આંખથી જે કંઈ પણ જુએ તેને આત્મવત સમજે. વાસ્તવિક કુંભક આ છે, વાસ્તવિક પ્રત્યાહાર આ છે કે જે કંઈ જોવું છું તે આ બ્રહ્મ છે, આત્મા જ છે, બીજું કંઈ નથી. આ સાચો પ્રત્યાહાર છે. પેલો ફિઝિકલ છે, આ નોન-ફિઝિકલ છે, યોગીક છે. જે કાનથી સાંભળે કે નાસિકા દ્વારા સુંઘે તે બધાનો આત્મભાવથી સ્વીકાર કરે. જીભના માધ્યમથી જે કંઈ રસ ગ્રહણ કરે તેને પણ આત્મરૂપ જાણે. ચામડી દ્વારા જે કંઈ સ્પર્શ થાય તેને પણ પોતાના આત્માની જ ભાવના કરે. આ રીતના જ્ઞાનેન્દ્રિયોના જેટલા પણ વિષય છે, એ બધાને યોગી પોતાના અંતરાત્મામાં ધારણ કરે તથા દરરોજ એક પ્રહર સુધી આ ક્રિયાનો અભ્યાસ આળસ છોડીને પ્રયત્નપૂર્વક કરે. એક પ્રહર દોઢ કલાક સતત એને આ કર્યા જ કરવાનો. પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવાનો છે.

આ રીતના અભ્યાસ દ્વારા જેમ જેમ યોગીના ચિત્તની શક્તિ વધતી જાય છે, એમ એમ એને દૂર શ્રવણ, દૂરદર્શન, ક્ષણભરમાં સુદૂર ક્ષેત્રમાંથી આવી જવું, વાણીની સિદ્ધિ, જ્યારે ઈચ્છે ત્યારે એવું રૂપ ધારણ કરી લેવું, અદ્રશ્ય થઈ જવું અને એના મળમૂત્રના સ્પર્શથી લોખંડનું સોનું બની જવું, આકાશ માર્ગથી જઈ શકવું, આવી બધી બહુ જાતની સિદ્ધિઓ પ્રગટ થવા માંડે છે. બુદ્ધિમાન શ્રેષ્ઠ યોગી હંમેશા પોતાના યોગની સિદ્ધિ તરફ જ ધ્યાન રાખે છે. આ સ્ત્રીઓ તિજોરીની અંદર સોનું મૂકી રાખે તેવી રીતે આવા યોગીએ પોતાના મળમૂત્રને પછી સાચવવાનું ટેન્શન ઊભું થઈ જાય. ખરેખર તો કે આ કોક લઈ જશે, સોનું બનાવી દેશે કે? અને એ આ બધી પડોજનમાં પડે નહીં એમ કહેવાનું. બહુ જ અલ્પ પ્રમાણમાં થાય અને કોઈને ખબર ના પડે ક્યારેક ગયું શું થાય. એક અવસ્થા પછી તો સ્થિતિ એવી આવે છે, ભઈ બારોબાર.

હવામાં વિસર્જનમાં આપણે જેવી રીતે એન્ટિટીને દૂર કરીએ છીએ, એવી રીતે એ પોતે એને દૂર કરી દે છે. કારણ નથી એ સાથે સાથે એને કીધું કે આ બધું ભલે તમને આવે, પણ એનું યોગની સિદ્ધિ તરફ ધ્યાન બનાવી રાખે છે. યોગની સિદ્ધિ ક્યારે થઈ કહેવાય? આ બધી સિદ્ધિ આવે, યોગની સિદ્ધિ નથી એમ કીધું ભગવાને. પણ બ્રહ્મ સ્વરૂપ જે તમે પ્રાપ્ત કરી લો, તમને આત્મસાક્ષાત્કાર થઈ જાય, તમે તમારું બ્રહ્મ સ્વરૂપ પામી લો, ત્યારે યોગ પૂર્ણ થાય છે. તેની ઉપર લક્ષ્ય બનાવી રાખજો, નહીં કે આ બધી ચીજો ઉપર. જેવું આમાં ધ્યાન ગયું અને પેલું લક્ષ્ય હટ્યું, દુર્ઘટના ઘટી. એટલા માટે એને કહેવામાં આવે છે કે આ બધી સિદ્ધિઓ યોગ સિદ્ધિ માટે અડચણરૂપ છે. બુદ્ધિમાન યોગી સાધકે આનાથી, સિદ્ધિઓથી બચવું જ હોય કે, "મને માફ કર માતા કે તું જા કે જે એને જોઈતી હોય એની પાસે તું જા, મારી પાસે ના આવીશ હમણાં.

મારી પાસે બહુ મોટું કામ છે, હું બહુ બિઝી છું," કરીને આપણે મોકલી દે. એંગેજ્ડ ટોન આપવાનું આપણે, "ધેટ આઈ એમ એંગેજ્ડ વિથ ધ હાઈએસ્ટ એન્ડ ધ બેસ્ટ, સો પ્લીઝ ગો." આપણે એમ કહેવાનું, "પ્લીઝ ગો." એવા પ્રકારના સામર્થ્યને ક્યારેય કોઈની સમક્ષ પ્રગટ નહીં આવશે, પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. ટેમ્પ્ટેશન ભયંકર આવશે. એટલે કહે છે ને, "લીડ અસ નોટ ઇનટુ ધ ટેમ્પ્ટેશન બટ ડિલિવર અસ ફ્રોમ ધ ઇવિલ." એટલા માટે શ્રેષ્ઠ યોગીએ જનસામાન્ય પાસે કેવો થવાનું? પહેલા તો પ્રસંગ ટાળે. છતાં પણ જાય ત્યારે સાવ અજ્ઞાની, મૂર્ખ અને બહેરા જેવો બની જવાના. "ક્યાં બોલા? ક્યાં બોલા? ક્યાં બોલા? સુનતા નહીં, સમજતા નહીં." બસ કરીને નીકળી જવાનું ત્યાંથી. પોતાના સામર્થ્યને બધી રીતે છુપાવીને ગુપ્ત રીતે રહેવું જોઈએ. શિષ્ય સમુદાય પોતપોતાના કાર્યો માટે યોગી સાધક પાસે અવશ્ય પ્રાર્થના કરશે, "સાહેબ, આજે તો મારે આમ થઈ ગયું અને પ્લીઝ તમે કંઈક કરો કે મારા મધરને આમ થઈ ગયું છે, મારા ફાધરને આમ થઈ ગયું છે, મારી ઓફિસમાં આમ થઈ ગયું છે, મારે ધંધામાં આવું થયું છે અને આત્મહત્યા કરવી પડે એવી હાલત થઈ ગઈ છે.

પ્લીઝ મારી હેલ્પ કરો." અને એવા ભયંકર ધર્મસંકટની અંદર મુકશે શિષ્ય સમુદાય. એનાથી બચો. એ અવશ્ય પ્રાર્થના કરશે, પણ યોગીએ શિષ્યગણોના કામમાં પડીને પોતાનું કર્તવ્ય ભૂલી જવું જોઈએ નહીં. ના કરવાની ના નથી પાડી ભગવાને. જો પણ એ જ કરતા રહેશો, તો એમાં જો પરોવાઈ જશો, તો મૂળ કાર્ય લક્ષ્ય ચૂકી ના જશો એમ આપણને અહીંયા આગળ એક રિમાઇન્ડર આપે છે. એ યોગીએ ઈચ્છવું જોઈએ કે ગુરુના વાક્યો યાદ કરીને બધા જ પ્રકારના ક્રિયાકલાપો છોડીને યોગના અભ્યાસમાં જોડાયેલો રહે. આ પ્રમાણે યોગના લગાતાર સતત અભ્યાસથી એને ઘટાવસ્થાની પ્રાપ્તિ થઈ જાય. યોગ એને ઘટ્ટ થઈ ગયો. હવે યોગનો આકાર આવી ગયો, બધું સરસ થઈ ગયું. પરંતુ આ પ્રકારની સિદ્ધિ અભ્યાસ દ્વારા જ મળી શકે છે, માત્ર વાતોથી કંઈ સિદ્ધ.

થઈ શકતું નથી, તેથી યોગીએ નિરંતર પ્રયત્નપૂર્વક યોગનો અભ્યાસ કરતા રહેવું. ત્યારબાદ અભ્યાસ યોગથી પરિચય અવસ્થાનો શુભ આરંભ થાય છે.

આ પરિચય અવસ્થામાં શું થશે ભાઈ આગળ? તો કે પ્રયત્નપૂર્વક વાયુથી પ્રદીપ્ત, વાયુથી પ્રદીપ્ત અગ્નિ સહિત કુંડલીની શક્તિ સાધના દ્વારા જાગૃત કરીને ભાવનાપૂર્વક ભાવ કરો કે સુસમનામાં અવરોધ રહિત પ્રવેશ કરી રહી છે. ભાવના કરવાની છે, બહુ જોર મારવાનું નથી, ગમે તે કંઈક કરીને. બરાબર?

ત્યારબાદ વાયુ રહિત ચિત્તને, ચંચળતા વગરનું ચિત્ત, વાયુ રહિત એટલે મહાપથમાં અગ્રેસર કરાવવું જોઈએ. મહાપથ કયો છે? સુસુમના પથેન. ચિત્તને ત્યાં લઈ જાવ મૂળાધારની અંદર અને ત્યાંથી પછી એને ધીરે ધીરે ધીરે ધીરે ઉપર લાવવાનું છે એમ કીધું.

જે યોગીનું ચિત્ત વાયુ રહિત સુસુમના નાડીમાં પ્રવેશી જાય છે, તેને પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ – આ પાંચ મહાભૂતો રૂપી દેવોની પાંચ મહા, પાંચ મહાભૂત રૂપી દેવોની પાંચ પ્રકારની ધારણા થઈ જાય છે.

અને પૃથ્વીની ધારણા થાય તો પૃથ્વી તત્વ એને આધીન થઈ જાય. જળ તત્વની ધારણા સિદ્ધ થાય એટલે "વરુણદેવાહયામી" બધા એ બોલે એટલે બસ, બધું જળમાં પણ એ ધારે એવું કરે. સુનામી એ પેદા કરે અને શાંત બી કરી દે. અને જળમાં રહેલા બધા જ રત્નો "બહાર ઠાલવી દો" કે તો એનો હુકમ માનવો પડે.

સમુદ્ર પેલા બેઠા હતા ને રામ કે, "આજે તું હવે તારું પતાવી દઉં." કે સિંધુ (સમુદ્ર) શોષણ કરવાની ધમકી (શોષણ બાણ)ની વાત હતી, ને તે વખતે યોગનો પાવર હોય તો એ શક્ય બને. એ આની કંઈ જરૂર નથી અને એમનેમ જ એ કરી શકતા હતા. બરાબર?

તો જળની ધારણા, એવી રીતે અગ્નિની ધારણા ચાહે ત્યાં. એટલે ટોટલ કંટ્રોલ અગ્નિ તત્વ ઉપર, પોતાના કે ક્યાંય પણ જગ્યાના. કારણ કે કશું બીજું છે જ નહીં એના માટે. એટલે અગ્નિ તત્વની ધારણા સિદ્ધ થાય.

વાયુ તત્વની થાય. ભયંકર મોડું આવતું સુનામી હોય, બધા સાયન્ટિસ્ટોએ કહી દીધું હોય, પણ એ કહે, "રૂક જાવ." પતી ગયું, બધું ઠુસ ઠુસ થઈ જાય. અને છેલ્લે આકાશ તત્વની ધારણા. એનાથી તો બધું બહુ થાય છે ભાઈ. એટલે આ બધા પાંચ પ્રકારની ધારણાઓ સિદ્ધ થઈ જાય.

હવે પગથી ઘૂંટણ સુધી પૃથ્વી તત્વનું સ્થાન છે. ચાર ખૂણાથી યુક્ત આ પૃથ્વી એટલે ચોરસ, તમારે ક્યુબ જેને કહે છે ને, એવો ઘન ચોરસ. પીળો વર્ણ છે અને લકારથી યુક્ત કહેવામાં આવે છે.

પૃથ્વી તત્વમાં વાયુને આરોપિત કરતાં, લકારને એમાં સંયુક્ત કરીને, એ સ્થાનમાં સોના સમાન રંગથી યુક્ત ચાર ભુજાઓ અને ચતુર્મુખ બ્રહ્માજીનું ધ્યાન કરવું જોઈએ. ચાર મોઢાવાળા અને ચાર હાથવાળા બ્રહ્માજીનું ધ્યાન કરવાનું.

આવી રીતે પાંચ ઘટી (એટલે બે કલાક) સુધી ધ્યાન કરવાથી પૃથ્વી તત્વને જીતી લે છે. એવા યોગીનું પૃથ્વીના સંયોગ (એટલે કે વિકાર અથવા આઘાત)થી મૃત્યુ થતું. ધરતી ગમ થાય, માનો કે એવા દટાઈ ગયું હોય તો પાછો ફરી બહાર નીકળે. એને કંઈ થાય થાય નહીં. પૃથ્વી તત્વ એને કાંઈ કરી શકે નહીં.

એવી રીતે ઘૂંટણોથી ગુદાસ્થાન સુધીનું જળ તત્વનું ક્ષેત્ર બતાવ્યું. એમાં અર્ધચંદ્ર સ્વરૂપમાં "વમ" બીજ વાળું હોય છે.

આ જળ તત્વમાં વાયુને આરોપિત કરતાં, જળ તત્વને વાયુમાં આરોપિત કરવાનું. આ જળ તત્વમાં વાયુને આરોપિત કરવાનું છે. કેવી રીતે કરશું? અલગથી બતાવ્યું.

વમ બીજને સમન્વિત કરીને, ચતુર્ભુજ, મુગટ ધારણ કરેલા, સ્ફટિક પવિત્ર સ્ફટિક સમાન પીળા વસ્ત્રોથી ઢંકાયેલા અચ્યુત શ્રી નારાયણનું બે કલાક ધ્યાન કરવું જોઈએ, જેનાથી દરેક પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

ત્યારબાદ બાદ, એ યોગીને કોઈ જાતનો, જો પૃથ્વી અને જળ બે સિદ્ધિ થઈ ગયા પછીથી, એને ફિઝિકલમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એટલે એને કોઈ જાતનો ડર જળથી પણ રહેતો નથી. જળથી એનું મૃત્યુ થતું નથી.

જળ તત્વ ગુદા ભાગથી હૃદય સુધીનું ક્ષેત્ર જે છે, તે પાછું અગ્નિનું સ્થાન બતાવવામાં આવ્યું છે. આ બધું અગ્નિનું સ્થાન છે.

"અગ્નિ દેવમ આવાહયામી સ્થાપયામી" કરીને એને સ્થાપિત કરી શકાય છે.

ત્રણ ખૂણાથી યુક્ત. હવે અહીંયા ત્રિકોણ છે. પહેલા આપણે ચોરસ જોયું, પછી અર્ધચંદ્રા જોયો. હવે અહીંયા આગળ ત્રિકોણ આવ્યો. એમાં અગ્નિ તત્વ, લાલ રંગ અને રકાર એમ જોવાનું છે.

અગ્નિ તત્વમાં વાયુને આરોપિત કરીને સમુજ્જવલ રકારને સમન્વિત કરવો જોઈએ.

પછી આગળ કહે છે: ત્રિયક્ષ (એટલે ત્રણ નેત્રોથી યુક્ત), વર પ્રદાન કરનાર, તરુણ આદિત્ય (યુવાન સૂર્યનારાયણ સમાન પ્રકાશવાન) તથા સમસ્ત અંગોમાં ભસ્મ ધારણ કરેલા ભગવાન રુદ્રનું પ્રસન્ન મનથી હંમેશા ધ્યાન કરવું જોઈએ.

પાંચ ઘટી સુધી આ રીતે ચિંતન કરવાથી (એટલે બે કલાક) યોગી અગ્નિથી સળગાવી શકાતો નથી. એ સિવાય પ્રખર રીતે સળગતા અગ્નિમાં પણ એને પ્રવેશ કરાવવામાં આવે તો પણ એ સળગતો નથી.

હવે એનું મૃત્યુ થાય તો શું? એને પછી શું કરવાનું? પૃથ્વીમાં એ જાય નહીં, જળમાં એ ડૂબે નહીં, અગ્નિમાં એ બળે નહીં. હવે આવો યોગી દેહ ત્યાગ કરીને ગયો હોય તો શું કરે? કરશો બોલો!

આકાશમાં પણ તમારી પાસે એ સિદ્ધિ હોવી જોઈએ ને, આકાશમાં એને મોકલાવવાની.

હૃદય ક્ષેત્રથી ભ્રુકુટીઓ... ભાગ્યે જ આવું બને અને એ તો જ્યાં આવી ઘટના બને ત્યાં એનું સંભાળ લેવાતી જ હોય છે. એટલે એમાં કંઈ બહુ વિચારવા જેવું નથી.

હૃદય ક્ષેત્રથી ભ્રુકુટીયા, ભ્રમર સુધી હૃદય ક્ષેત્રે. આ ક્ષેત્ર વાયુનું ક્ષેત્ર કહેવાય છે.

આ ષટકોણ વાળા આકારનું, કાળા રંગ (કૃષ્ણ વર્ણ) યુક્ત, ભાસ્વર 'ય' અક્ષર વાળું છે.

હવે આ 'ય' અક્ષર છે. અહીંયા આગળ મરુત સ્થાન 'યકાર' હોય છે. અહીં 'ય' અક્ષર સહિત વિશ્વતો મુખ સર્વજ્ઞ ઈશ્વરનું સતત ચિંતન કરવું જોઈએ.

આવી રીતે પાંચ ઘટિકા (એટલે કે બે કલાક) સુધી વિશ્વતો મુખ ભગવાનનું ધ્યાન કરવાથી યોગી વાયુની જેમ આકાશમાં ગમન કરનારો બની જાય છે.

એ મહાન યોગીને વાયુથી કોઈપણ પ્રકારનો ભય જણાતો નથી અને મૃત્યુ પણ પામતો નથી.

હવે આગળ કહે છે: ભ્રુકુટીના મધ્યભાગથી...

તાળવાના અંત સુધીના ભાગને "આકાશનું ક્ષેત્ર" કહેવામાં આવે છે. આ ક્ષેત્રની અંદર વ્યોમવૃત્તના આકાર, વ્યોમ એટલે આકાશ, આકાશ જેવું આકારવાળું, ધૂમ્ર વર્ણથી યુક્ત, ધુમાડા જેવું, હકાર અક્ષરથી પ્રકાશિત છે. આટલો ભાગ આ આકાશ તત્વમાં વાયુનું આરોપણ કરીને, આકાશ તત્વમાં આકાશનું આરોપણ નથી, જુઓ અહીં ધ્યાન રાખો. આકાશ તત્વમાં વાયુનું આરોપણ કરીને હકારની ઉપર ભગવાન શંકરનું ધ્યાન કરવાનું, જે બિંદુ રૂપ મહાદેવ છે, એ જ વ્યોમાકાશમાં સદાશિવ રૂપ છે.

આ બધું ભલે અત્યારે યાદ ના રહે, પણ જે તે સમયે તમે જે તે કક્ષાએ પહોંચશો એટલે તરત ઇનર ગાઈડન્સ આવવાનું શરૂ થશે અથવા તો કોઈક તમને પ્રગટ થઈને કહેશે કે "હવે આ કર." એવી રીતના નિશ્ચિત રહેજો, આ બને છે આવું. એ ભગવાન શ્રી પરમ પવિત્ર સ્ફટિક સમાન નિર્મળ છે. સ્ફટિક આપણે લઈએ છીએ, ક્રિસ્ટલ. બાળ રૂપ ચંદ્રમાને મસ્તકમાં ધારણ કરેલા છે અને પંચમુખથી યુક્ત, સૌમ્ય, દસ હાથ અને ત્રણ નેત્રથી યુક્ત છે એવા ભગવાન શિવ છે. તમામ પ્રકારના શસ્ત્રાસ્ત્રોને ધારણ કરેલા, વિભિન્ન ઘરેણાથી શણગારાયેલા, પાર્વતીથી સુશોભિત અર્ધાંગ વાળા, વરદાન આપવા વાળા તથા બધા જ કારણોના કારણ રૂપ એવા પરમાત્મા છે. એ ભગવાન શિવનું ધ્યાન આકાશ તત્વમાં કરવાથી અવશ્ય આકાશ માર્ગમાં ગમન કરવાની શક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે. અહીંથી સુરત, બસ આમ કરોને ત્યાં આગળ ગમન કરવાની શક્તિ મળી જાય.

સાધક આ ધ્યાનથી ગમે ત્યાં રહે, અત્યંત સુખની પ્રાપ્તિ કરે. ભગવાન દત્તાત્રેય એવું કહે છે કે રહેતા હોય છે અમુક જગ્યાએ. પછી બપોરનો સમય એક એમ કે કાશીમાં હોય છે, સંધ્યાકાળ કોઈક જગ્યાએ હોય છે અને મધ્યરાત્રીએ કોઈ અલગ જગ્યાએ ભારતમાં જે ચાર જગ્યાએ ભ્રમણ કર્યા કરે છે ભગવાન દત્તાત્રેય. યોગી એના વિશે લખેલું છે, છે બધું ઘણું બધું. તો આ રીતના વિશેષ પ્રકારના લક્ષણથી યુક્ત યોગીએ પાંચ જાતની ધારણાઓ કરવી જોઈએ. આ પાંચ તત્વોની ધારણાની વાત કરી. આ ધારણાથી યોગીનું શરીર અત્યંત દ્રઢ થઈ જાય છે તથા તેને મૃત્યુનો પણ ભય જણાતો નથી. હવે બ્રહ્મપ્રલય અર્થાત ચરાચરમાં જળમય સ્થિતિ બની જાય છે, છતાં પણ એ મહાયોગીને દુઃખ મળતું નથી. અર્થાત બે કલાક ૨૪ મિનિટ સુધી વાયુને રોકીને આકાશ તત્વમાં ઈષ્ટ સિદ્ધિદાતા દેવોનું નિરંતર ધ્યાન કરતા રહેવું જોઈએ.

કેટલા? બે કલાક ૨૪ મિનિટ. આપણે ૩૦ કરી નાખો, ગણો તો પણ બરાબર. તો અઢી કલાક થયા. તો અઢી કલાક સુધીને કેવળ કુંભક, અંદર રોક્યો કે બહાર તમે જાણો, પણ અઢી કલાક પછી બીજો શ્વાસ લઈશ અથવા છોડીશ, બરાબર? આવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની. તો એવી રીતે પાછું કેવું કરવાનું? તો કે એ ઈષ્ટદાતા દેવનું ધ્યાન કરવાનું છે.

સગુણ ધ્યાન કરવાથી અણીમા વગેરે સિદ્ધિઓ આવે છે અને નિર્ગુણ ચિંતન કરવાથી સમાધિ થાય છે. પહેલા સગુણ સમાધિ, સબીજ સમાધિ, આ બધું જે આપણે અગાઉ વાત કરેલી છે તે પ્રમાણેનું. યોગમાં નિષ્ણાત સાધક, હવે જો આગળની વાત, આ બધી વાત કરીને ૧૨ વર્ષની બધી. હવે જો આગળ કીધું, યોગમાં નિષ્ણાત સાધક માત્ર ૧૨ જ દિવસમાં સમાધિની સિદ્ધાવસ્થા મેળવી લે છે. ૧૨ દિવસ ફક્ત. એ યોગી વાયુ પ્રાણને સ્થિર કરી, સમાધિને સ્થિર કરીને પોતાના જીવનમાં મુક્તિ મેળવી લે છે. ૧૨ દિવસમાં મુક્તિ મળી શકે છે. તમને પહેલા પણ વાત કરી હતી ને એક વખતે કે બસ એટલી વાર લાગે, વધારે નહીં. અહીંયા આગળ ૧૨ દિવસની વાત કરી, હું તો ફક્ત છ મિનિટની વાત કરું છું. ઈટ્સ પોસિબલ, પણ એ છ મિનિટ ત્યારે જ આવશે જ્યારે તમે ૧૨ દિવસનું કરેલું હશે અને એ ૧૨ દિવસનું ત્યારે જ આવશે કે જ્યારે તમે પેલા ૮૦-૮૦ પ્રાણાયામ એમ ક્યારેક ખેંચેલા હશે.

એમને એમ કશું સડન થઈ શકતું નથી. આ એક નક્કી રાખજો.

સમાધિમાં જીવાત્મા અને પરમાત્માની અવસ્થા સમાન થઈ જાય છે. બે રહેતા જ નથી, એટલે સમાન અવસ્થા મતલબ બંને એકરૂપ જ થઈ જાય, સાયુજ્ય થઈ જાય છે. એમાં અગર પોતાનું શરીર છોડવાની ઈચ્છા હોય તો એને છોડી પણ શકાય છે. બસ એ ટાઈમે નીકળી જવાનું કે "હવે મારે પાછા નથી આવવું. આ સમાધિમાં પેસું છું, એકરૂપ થઉં છું." ગયો, પતી ગયો. તો બોડી અહીં પડ્યું રહેશે અને પછી આ બધા એનું જે કાંઈ કરવાનું હશે એ કરશે. એ રીતે યોગી પોતાની જાતને પરબ્રહ્મમાં વિલીન કરી દે છે અને ફરીથી જન્મ લેવો પડતો નથી. પરંતુ એને અગર શરીર પ્રિય લાગે છે, હજી શરીરમાં એને થોડોક ટાઈમ રહેવાની કંઈક આમ ઊભી થઈ ગયેલી હોય થોડીક, તો એ જાતે પોતાના શરીરમાં રહીને અણીમા વગેરે સમસ્ત સિદ્ધિઓથી યુક્ત થઈને બધા લોકોમાં જઈ શકે છે. અગર ઈચ્છે તો ગમે ત્યારે દેવતા બનીને સ્વર્ગમાં પણ નિવાસ કરી આવે.

વચ્ચે થોડો ટાઈમ આપણે જઈએ ને હોલીડે કરવા? સ્વર્ગમાં જઈને હોલીડે કે થોડા દિવસ કરી આવવાનો. અંદામાન નિકોબાર અને પછી પાછો આવી જાય. પાછો અહીંયા પૃથ્વી પર ફરી પાછો યોગી બનીને ચાલ્યા કરતો હોય. એ થોડી દિવસ મજા કરી લીધી કે ચાલો, ઈટ્સ પોસિબલ.

યોગી સ્વેચ્છાથી મનુષ્ય અથવા યક્ષનું રૂપ પણ ક્ષણભરમાં ધારણ કરી શકે છે. એ સિંહ, હાથી, ઘોડો વગેરે અનેક રૂપોને સ્વેચ્છાપૂર્વક ધારણ કરવામાં સમર્થ હોય છે. મહેશ્વર પદ મળી જવાથી યોગી ઈચ્છાનુકૂળ વ્યવહાર કરી શકે છે. આ ભેદ તો માત્ર અભ્યાસનો જ છે. ફળની દ્રષ્ટિથી તો બંને સમાન જ છે. સાધકે ઈચ્છવું જ હોય કે ડાબા પગની એડી દ્વારા યોનિ સ્થાનને દબાવે અને જમણા પગને ફેલાવીને પગના અંગૂઠાને મજબૂતીથી પકડી લે. ત્યારબાદ હડપચીની છાતી સાથે લગાડી વાયુને ધીરે ધીરે અંદર ધારણ કરવામાં આવે. શક્તિ અનુસાર કુંભક કરે અને પછી રેચક દ્વારા વાયુને એ બહાર કાઢી નાખે છે. આ ક્રિયાને નિરંતર અભ્યાસપૂર્વક ડાબા અંગથી કર્યા બાદ જમણા અંગથી કરે અથવા જે પગ ફેલાવેલો હતો તેને યોનિના સ્થાને લગાવે, જે સ્થાન યોનિના પર હતું તેને ફેલાવીને.

અંગૂઠાને દ્રઢતાપૂર્વક પકડી લે છે. આને મહાબંધ કહેવામાં આવે છે. આ બંધનો બંને પ્રકારે અભ્યાસ કરવામાં આવે છે. બંને રીતે કરો. મહાબંધની ક્રિયામાં સતત સંલગ્ન રહેનાર યોગી જ્યારે એકાગ્ર થઈને કંઠની મુદ્રા દ્વારા વાયુની ગતિને આવૃત્ત કરી લે, બંનેના નાસિકા છિદ્રોને સંકુચિત કરે છે, ત્યારે તત્પરતાપૂર્વક વાયુ ભરાઈ જાય. સમજાયું?

એક આ ડાબા પગનું જે છે, તેને આપણે આવી રીતના સેટ કરવાનો. એડીને અહીંયા આગળ આમ. પછી આ પગને આગળ રાખવાનો છે, બરાબર? એ કર્યા પછીથી એને આમ આ જે હટપચી છે, તો આમ લગાડી લેવાનો. અંગૂઠો પકડવાનો અને પછી એને પ્રાણાયામ કરવાનો શરૂ કરવાનો. શ્વાસ લેવાનો શરૂ કરવાનો. આ સ્થિતિમાં પછી એને કુંભક કરી રાખવાનો, યથાપ્રાપ્ત જેટલું થઈ શકાય એટલું. અને પછી ધીમે ધીમે ધીમે ધીમે એને છોડી દેવાનું. આને પાછું લઈ જવાનું. હવે આ પગને અહીંયા લગાડવાનો, આ પગને ફેલાવવાનો અને પછી એ જ વસ્તુ રિપીટ કરવાની. તો ડાબાથી, જમણાથી, ડાબાથી, જમણાથી. આ ક્રિયાને મહાબંધ કહેવામાં આવે છે. પછી ફરી ક્યારેક બતાવીશ. આ બંધનો બંને રીતે અભ્યાસ કરવાનો એમ કહે છે.

યોગીજન આમ મહાવેદનો હંમેશા અભ્યાસ કરતા રહે છે. પછી જીભને ઉલટાવીને અંતઃ તાળવાની ગુફામાં લગાડી, બંને ભ્રુકુટીની મધ્યમાં દ્રષ્ટિને સ્થિર કરવી. એને ખેચરી મુદ્રા કહેવામાં આવે છે. કંઠને સંકુચિત કરીને દ્રઢતાપૂર્વક છાતી પર સ્થાપિત કરવાને જાલંધર બંધ કહેવામાં આવે છે, જે મૃત્યુ રૂપી હાથી માટે સિંહ સમાન હોય છે. જે બંધથી પ્રાણ સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરે છે, તેને યોગી લોકો ઉડ્ડિયાન બંધ કહે છે. એડી દ્વારા યોનિ સ્થાનને સારી રીતે દબાવી, અંદર તરફ ખેંચી અને અપાનને ઉપરની તરફ ઝાટકો મારીને ઉઠાવવાનો હોય છે. આ યોનિ બંધ કહેવાય. આ ક્રિયાથી પ્રાણ, અપાન, નાદ અને બિંદુમાં મૂળ બંધ દ્વારા એકતાની પ્રાપ્તિ થાય છે. શેની શેની થઈ? પ્રાણ અને અપાન બે એક થઈ ગયા અને નાદ અને બિંદુ બે પણ પ્રગટ થાય છે. આ સંસાર રહિત યોગ સિદ્ધ કરાવનારો છે.

હવે વિપરીત કરણી મુદ્રા બતાવીએ છીએ. વિપરીત કરણી મુદ્રા કરવાથી બધી જ વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. એનો અભ્યાસ કરવાથી સાધકના જઠરાગ્નિ વધી જાય છે. એ કારણે વધારે આહારને પચાવવામાં એ સમર્થ થઈ જાય છે. અગર ઓછું ભોજન કરશે તો એનો જઠરાગ્નિ એના શરીરને નષ્ટ કરી નાખશે. આ મુદ્રા માટે પહેલા દિવસે ક્ષણભર માટે માથું નીચે તરફ અને પગને ઉપર કરે. ત્યારબાદ પ્રત્યેક દિવસે એક એક ક્ષણભર અભ્યાસ વધારતા રહે તો છ માસમાં જ સાધકના શરીરની કરચલીઓ અને વાળની સફેદાઈ સમાપ્ત થઈ જાય છે. જે દરરોજ એક પ્રહર એટલે કે ત્રણ કલાક સુધી આ વિપરીત કરણી મુદ્રાનો અભ્યાસ કરે છે, એ યોગી કાળને પોતાના વશમાં કરી લે છે.

આગળ કહે છે: જે યોગી વજ્રોલી મુદ્રાનો અભ્યાસ કરે છે, એ ઝડપથી સિદ્ધાવસ્થાને મેળવે છે. જે એ મુદ્રાનો અભ્યાસ કરે છે, તો યોગની સિદ્ધિ એના હાથમાં આવી જાય છે. એ ભૂત ભવિષ્યનો જાણકાર બને છે અને જરૂર આકાશ માર્ગે ગમન કરવા માટે સમર્થ પણ બની જાય છે. જે યોગી અમરી એટલે કે મૂત્રને દરરોજ પીવે છે અને ગ્રાણેન્દ્રિય દ્વારા એનું નસ્ય કરે છે અને સુંઘે છે તથા વજ્રોલીનો અભ્યાસ કરે છે, તો એને અમરોલીનો સાધક કહેવામાં આવે છે. ત્યારબાદ આ રાજયોગ સિદ્ધ કરવામાં સમર્થ બની જાય છે. એમાં જરા પણ શંકા નથી. રાજયોગ સિદ્ધ થઈ ગયા પછી યોગીને હઠયોગ સંબંધી શરીરની ક્રિયાઓની પછી જરૂર પડતી નથી. તો રાજયોગ એને સહેજમાં જ અવશ્ય વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિ.

જે ક્રિયા માર્ગી હોય એને આ બધું બતાવ્યું પણ કહે છે કે જો તમે રાજયોગી છો તો તમારે આ બધું નહીં કરવાનું, પણ તમને ઓટોમેટિક આ થશે. તમારે એને ફક્ત રાજયોગની પદ્ધતિથી કરવાનું. તો ભગવાન વિષ્ણુ જ મહાયોગી, મહાભૂત સ્વરૂપ અને મહાન તેજસ્વી છે. એટલે તત્વ માર્ગ પર જનારા એ પુરુષોત્તમ દીવાની જેમ દ્રષ્ટિ ગોચર થાય છે. આ જીવન વિભિન્ન યોનિઓમાં ફરતું ફરતું માનવ યોનિમાં આવ્યું છે. જ્યારે તે આ સ્થિતિમાં છે, ત્યારે તે આનંદની અનુભૂતિ કરે છે. જીવે જે યોનિમાં જન્મ લીધો હતો, એવી જ યોનિમાં એ ફરી ફરી ફર્યા કરતો હોય છે. એક જન્મમાં જે માં હોય છે, એ જ એના બીજા જન્મમાં પત્ની પણ થઈ શકે છે તથા જે પત્ની હોય છે, તે માતા પણ બની શકે છે. જે પિતા હોય છે, તે પુત્ર બને છે અને જે પુત્ર હોય છે, તે પિતાના સ્વરૂપે જન્મ લઈ શકે છે. આ રીતે આ સંસાર ચક્ર એ કેવું છે?

કૂપ છે, કૂવા જેવું છે. રેન્ટ અંદર ચાલ્યા કરતો હોય એ રીતે બધું સતત ચાલતું હોય છે. જેમાં પ્રાણી નાના પ્રકારની યોનિઓમાં અનેક પ્રકારની યોનિઓમાં સતત આવજા કર્યા કરતો. ચોમાસામાં જીવડા તમે જુઓ કેટલા બધા હોય. એનું આયુષ્ય કેટલું? અડધો કલાક. પછી એ પાછો મરી જાય. વળી કોક બીજા જાતનું જીવડું બને. તો એ જીવડું બનતો હોય, એ બધા જીવડા જ બન્યા કરે. એટલે એમ ચાલ્યા કરતો હોય ઘટમાળ બધી. પણ મહા મહા મુશ્કેલીએ વ્યક્તિ મનુષ્ય જન્મની અંદર આવતો હોય છે એમ કહે છે.

તો લોક ત્રણ જ છે, વેદ પણ ત્રણ જ છે અને સંધ્યાઓ પણ ત્રણ જ છે. સ્વર પણ ત્રણ જ છે. ત્રણ અગ્નિ છે, ત્રણ ગુણ છે અને ત્રણ અક્ષરોમાં જ બધું જ વિદ્યમાન છે. આ ત્રણ અક્ષર અને એક અર્ધાક્ષરનું યોગીએ અધ્યયન કરવું જોઈએ. એટલે શું? ઓમકારનું અધ્યયન કરવું. જે કંઈ છે એ બધું જ આ ત્રણ અક્ષરમાં પરોવેલું છે. જે કંઈ છે એ બધું જ આ ત્રણ અક્ષરમાં પરોવેલું છે. એ સત્ય સ્વરૂપ છે, એ શાશ્વત પરમ પદ છે. જેમ પુષ્પમાં સુગંધ હોય છે, દૂધમાં ઘી સમાયેલું છે, તલમાં તેલ છે અને પથ્થરના ટુકડામાં સોનું રહેલું છે. કાઢતા આવડતું હોય તો નીકળે, નહીં તો ના નીકળે. એવી જ રીતે એ પણ બધામાં વ્યાપ્ત છે. હૃદય સંસ્થાનમાં જે કમળ પુષ્પ રહેલ છે, તેનું મુખ નીચે તરફ છે. હૃદય સંસ્થાન. હવે આગળની વાત.

"એનું મુખ નહીં, એને એની નાળ ઉપર તરફ છે, નીચે બિંદુ છે, એની મધ્યમાં મન રહેલું છે. આ અકારમાં રેચિત કરેલા હૃદય કમળનું ઉકારથી ભેદન કરવામાં આવે છે અને મકારથી નાદ ધ્વનિને પ્રાપ્ત કરવામાં આવે છે, ત્યારે અર્ધમાત્રા નિશ્ચલ, શુદ્ધ સ્ફટિક સમાન, નિષ્કલ અને પાપ નાશક છે. આવી રીતે યોગથી સંયુક્ત થયેલો યોગી પોતાના એને બરાબર સીધું કરી લે અને પછી આગળની પ્રક્રિયાઓ જાણતો હોય એ રીતે પોતાના હાથ, પગ, માથાને પોતાની અંદર પ્રતિષ્ઠિત કરી લે છે. આ શું કીધું? જેવી રીતે કાચબો પોતાના હાથ, પગ, માથાને પોતાની અંદર પ્રતિષ્ઠિત કરી લે છે, તેવી રીતે યોગી બધા જ દ્વારોથી ભરીને દબાવેલો વાયુ નવે દ્વાર બંધ કરીને ઉર્ધ્વ તરફ ગમન કરી દે છે. પ્રાણને ટૂંકમાં તમારે ઉપર પહોંચાડવાનો છે, બસ આ વાત કરી. પણ રો ફોર્મમાં પ્રાણ ઉપર જો પહોંચાડે, તેને બહુ મુસીબતો થઈ જાય ભાઈ.

પેલું શું કહે છે? બ્રેન હેમરેજ ને બ્રેન સ્ટ્રોક ને બ્રેન ક્લોટ ને બધા કંઈ જાત જાતની ઉપાધિઓ બધું થઈ શકે છે એમાં. અથવા તો પેલું બહુ અતિશય પેલું બ્રેનનું પરિભ્રમણ થાય ને બ્લડનું, તો કારણ કે વાયુ ત્યાં પહોંચી રહ્યો છે, તો એને માઈગ્રેન ને એટેક ને આ બધી વસ્તુઓ વધી જાય. એટલે એને સૌથી પહેલા વાયુને શુદ્ધ કરવો પડે અને ત્યાર પછી ઉપર. એના માટે આપણને આ વિધિ અગાઉ આપેલી છે, તે પ્રોપરલી આપણે કરવી જરૂરી છે. એટલે આ એક જસ્ટ ચેક છે, ધ્યાન રાખજો દરેક જણ અને કંઈ મુશ્કેલી થાય શરૂઆત કરતાં કરતાં, તો પહેલા કોઈ યોગ્ય નિષ્ણાત વ્યક્તિ હોય, તેનો મહેરબાની કરીને સંપર્ક જ કરજો, એટલે બધું સારી રીતે આગળ તમે કરી શકો. આ રીતે વાયુ રહિત ઘડાની મધ્યમાં સ્થિર જ્યોતિ વાળો દીપક રાખેલો હોય છે, એવી રીતે કુંભકને પોતે જાણવો જોઈએ. કુંભક આવી રીતે કરવાનો છે એમ બતાવે છે.

આ યોગ સાધનામાં નવ દ્વારોને રોકવાથી સુનશાન અને નિરૂપ સ્થાનમાં માત્ર આત્મ તત્વ જ શેષ રહે છે, એવું આ યોગ તત્વ ઉપનિષદ કહે છે. ૐ શાંતિ ૐ. હે પરબ્રહ્મ પરમાત્મા, આપનો અત્યંત અત્યંત આભાર માનીએ છીએ. આપેલું આ જ્ઞાન અવિચળ રૂપી અમારી અંદર હંમેશા સ્થિર થાઓ, પરિણામ પામો. હે પરમ તત્વ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. ધન્યવાદ, ધન્યવાદ. સો ગોડ બ્લેસ યુ ઓલ. અહીં સુધી આપણે આજે પહોંચ્યા છીએ. આગળ સમય મળતા આગળના ઉપનિષદો માટે પણ વિચાર ક્યારેક કરીશું અને આ બધું જ સમય, સંજોગો અને ઈશ્વર કૃપા ઉપર આધારિત છે, અવલંબિત છે. નિમિત્ત રૂપે છું, તમારા સૌ સુધી આ ઉપનિષદોનું જે કાંઈ સમજણ છે, તે તમને પહોંચાડી."

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.