અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૩૮

લેખ ૩૫ / ૧૪૯ · 52 મિનિટ વાંચન · સિરીઝના વિડિયો

આધારરૂપ જ્યોતિનું આત્મતત્વના રૂપમાં પ્રણવવિધ પર કર્મનો અપ્રભાવ અને ઉન્મની અવસ્થાથી અમનસ્ક સ્થિતિની પ્રાપ્તિ, બ્રહ્માનું સંતાનથી કૈવલ્યની પ્રાપ્તિ, બ્રહ્મવિદનું સ્વરૂપ, સુષુપ્તિ અને સમાધિમાં ભેદ, બ્રહ્મનું બ્રહ્મરૂપ થવું, જાગૃત વગેરે પંચ અવસ્થાઓ, સંસારમાંથી પાર થવાનો માર્ગ, મન જ બંધન અને મોક્ષનું કારણ, નિર્વિકલ્પ સમાધિના અભ્યાસથી શ્રેષ્ઠ બ્રહ્મવિદ થવું અને બ્રહ્માનંદની પ્રાપ્તિ વગેરેનું વિષદ વિવેચન છે.

ત્રીજા અધ્યાય બ્રાહ્મણમાં પરમાત્મજ્ઞાન અને લક્ષ્ય દર્શનથી અમનસ્કાની પ્રાપ્તિ અને એનાથી સંસાર બંધનની નિવૃત્તિ, તારક માર્ગમાંથી મનોનાશની પ્રાપ્તિ અને ઉન્મની સિદ્ધ યોગીનું બ્રહ્મ રૂપ થવું વગેરે વર્ણન છે. ચોથા બ્રાહ્મણમાં વ્યોમ પંચકનું જ્ઞાન અને એનું પ્રતિફળ તથા રાજયોગનો સારાંશ વિવેચિત છે. પાંચમાં બ્રાહ્મણમાં પરમાત્મામાં મનને લીન કરવાનો અભ્યાસ, અમનસ્ક અવસ્થાના અભ્યાસથી બ્રહ્મ સ્થિતિની પ્રાપ્તિ, અમનસ્ક સિદ્ધ પુરુષની મહિમા વગેરેનું વર્ણન છે.

એટલે આટલું વિશાળ ફલકની અંદર અહીંયા આગળ આ મંડલ બ્રાહ્મણોપનિષદ આપણને રજૂ કરવામાં આવ્યું છે. તો પ્રકાશિત થઈ રહ્યું છે અહીંયા. તો શાંતિ પાઠથી એની શરૂઆત થાય છે: "ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે શાંતિ શાંતિ શાંતિ ૐ."

મહામુનિ યાજ્ઞવલ્ક્ય એકવાર આદિત્ય લોકમાં ગયા. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ફરી એક વખત. તો મહામુનિ યાજ્ઞવલ્ક્ય પણ તમારી જેમ સાધના વગેરે નિયમિત કરતા હોય તો સૌથી પહેલામાં પહેલાં એ સૂર્યમંડળનું ભેદન કરીને આદિત્ય લોકમાં પહોંચ્યા, ત્યારની વાત કરે છે. ત્યાં આદિત્ય લોકમાં ગયા પછી ભગવાન આદિત્ય એટલે સૂર્યનારાયણને નમસ્કાર કરીને એમણે કહ્યું કે, "હે ભગવાન આદિત્ય, અમોને આપ આત્મતત્વનો ઉપદેશ પ્રદાન કરો."

ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, "તત્વજ્ઞાન સાથે યમ, નિયમ વગેરેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. ઠંડી, ગરમી, આહાર અને નિંદ્રા પર વિજય મેળવવો." ચાર વસ્તુઓ કીધી: ઠંડી, ગરમી, આહાર અને નિંદ્રા. એના પર વિજય મેળવવો, એક વાત. બીજું, હંમેશા શાંત રહેવું. ત્રીજું, નિશ્ચલ બનીને ઇન્દ્રિયો પર કાબુ રાખવો. એ બધા યમ છે. નિશ્ચલ બનીને ઇન્દ્રિયો પર કાબુ રાખવો, આ બધા યમ કીધા.

એટલે ઠંડી, ગરમી, આહાર, નિંદ્રા પર એક બાજુ કંટ્રોલ લાવવો, આ ફિઝિકલ આસ્પેક્ટ થઈ ગઈ છે, બરાબર? બીજી બાબત, હંમેશા શાંત રહેવું, એટલે મનનો નિગ્રહ થઈ જાય છે. અને ત્રીજી બાબતમાં આ બંને ભેગું કરવાથી શું થશે? નિશ્ચલ બનશો કે હવે ફિઝિકલ આસ્પેક્ટ પણ પતી ગઈ, મેન્ટલ આસ્પેક્ટ પણ પતી ગઈ, અને સાયકો ફિઝિકલ આસ્પેક્ટ આવશે, તો ત્યાં આગળ બધી જ ઇન્દ્રિયો પર કાબુ મેળવવો. એટલે આમ સંભળાય કશુંક અને આપણા એમ કે ચિત્ત ત્યાં દોડી જાય છે કે આમ કોક દેખાય છે અને પછી આપણે આમ એની કોણ ગયું ને કોણ આવ્યું જોવાની જે ઝીણવટપૂર્વકની આપણી જે ડિટેલિંગ શરૂ થાય છે, એ જે વૃત્તિ છે તેની ઉપર કંટ્રોલ, તે વૃત્તિ પર કંટ્રોલ લાવવાનું. તો આ બધા યમ છે એમ કીધું.

તો યમનું પાલન કરવાના પણ ફાયદા હોય, નિયમનું પાલન કરવાના પણ ફાયદા હોય છે. ગુરુ ભક્તિ આ નિયમ કહેવાય. એટલે પહેલા તો યમ તો પાલન કરવાનું જ છે. આ વિશેષ રૂપે પાલન કરવા યોગ્ય બીજી વધારાની વસ્તુઓ આ સહાયકારી છે. નિયમો હંમેશા યમની પાછળ કામ લાગે. ગુરુ ભક્તિ અને તમે એવી રીતે કહી શકો કે યમ શું છે? તો કે સેક્શન ફલાણા ફલાણા જે છે તે યમ છે અને આરબીઆઈ નોટ રિફંડ રૂલ્સ દાખલા તરીકે હોય તો એ નિયમ છે, બરાબર? એ રૂલ્સ છે. એટલે નિયમ છે. પેલા મુખ્ય છે, એનું જો તમે પાલન નથી કર્યું તો દંડ સંહિતા પ્રમાણે તમને દંડ મળવાનો જ છે. પેલાના અંદર તમે જો પાલન કરવામાં કચાસ કરશો તો તમને પનિશમેન્ટ થશે, બરાબર? પેલામાં તો ઘોર પનિશમેન્ટ છે, આની અંદર એવી પેલામાં કેપિટલ પનિશમેન્ટ છે, આની અંદર તમને આર્થિક રીતે આ બીજા પ્રકારની એવી એવી તમને સજાઓ કરવામાં આવે છે અથવા તો તમારી પ્રગતિ એટલે ટકા અંશે એટલા ટકા રોકાઈ જાય છે, અંશે એવા પ્રકારની સ્થિતિ છે.

તો એ બધું શું છે? તો કે ગુરુ ભક્તિ આ નિયમમાં આવે છે.

ભગવાન સૂર્યનારાયણ યાજ્ઞવલ્ક્ય ઋષિને કહી રહ્યા છે: "સત્ય માર્ગમાં રુચિ." પહેલી તો કે ગુરુ ભક્તિ. બીજી, સત્ય માર્ગમાં રુચિ અને પ્રેમ. ત્રીજી, યથાલાભ સંતોષ, જેટલું મળ્યું તેમાં સંતોષ. એકાંત નિવાસ, અનાસક્તિ, મનોનિવૃત્તિ, ફળની ઈચ્છા ન રાખવી, એના વૈરાગ્ય ભાવ, આ બધા નિયમ છે. ફરી વખત એક જુઓ: પહેલી ગુરુ ભક્તિ, પછી સત્ય માર્ગમાં રુચિ. તમને સત્ય માર્ગ કયો છે? પરબ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ જે છે તે જ સત્ય માર્ગ છે, બાકી બધું અસત્ય છે, એવા પ્રકારની રુચિ અને પ્રેમ ઉત્પન્ન થવું. ભયના માર્યા એ રસ્તે નથી જવાનું, રુચિ અને પ્રેમથી જવાનું છે એમ કીધું છે.

મારે જાણવું છે. અત્યારે જો યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ ક્યાં ગયા છે? આદિત્ય લોકમાં ગયા છે. ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કરી રહ્યા છે કે મારે આત્મકલ્યાણ કેવી રીતે કરવું? તો મને જરા સમજાવો. પ્રેમથી પહેલા પણ એમને સમજાઈ રહ્યા છે. તો આત્મા વિશે, આત્માના જ્ઞાન વિશે જ્યારે પણ તમે કોઈ યોગ્ય પાસે જશો તો એ પોતાનું સર્વસ્વ ઠાલવી દેશે તમારી અંદર. સંપૂર્ણ અનુભવ સહિતનું જ્ઞાનના અંદર નાખી દેશે. ભલે એ તમને શબ્દ રૂપે આપ્યા કરતો હોય પણ એની અંદર પાવર છે, કારણ એની પાછળ બ્રહ્મ ઊભો છે. કેમ? તો કે એ સૂર્યદેવની પાછળ બ્રહ્મ રહેલો છે અને એ સૂર્યદેવને અનુભવ છે કે હું જે છું તે બ્રહ્મના આધારે છું. એટલે એ બ્રહ્મની સત્તાથી સૂર્ય બનીને બેઠા છે અને હવે એ તમને જ્ઞાન આપી રહ્યા છે યાજ્ઞવલ્ક્યને. તો ચોક્કસ એને અસર થશે, થશે ને થશે જ. આ વાત છે.

તો રુચિ અને પ્રેમ પછી.

તો, "યથા લાભ સંતોષ." જે પણ તમને લાભ થયો, તેનાથી તમને સંતોષ હોવો જોઈએ કે ભાઈ, આટલું બરાબર છે. આપણે ચાર ટકા વ્યાજ મળે છે, અને તેના બદલે અત્યારે તો સરકાર 8% આપવા માંડી છે કે ઘણું સારું છે. આપણે બહુ શાંતિ, આમાં આપણું થઈ રહે છે, કશો વાંધો આવતો નથી. આઠ કોળિયા રોજ ખાવાના છે, વધારે નથી. પછી તો બધું ઘણું પડ્યું રહેશે યાર. સંતોષ આવશે ને, એટલે પછી સમૃદ્ધિ એટલી ઉછાળા મારશે કે ના પૂછવાની વાત.

ત્યારે સાચું માનું છું, મને ગઈકાલે પણ કહેવામાં આવ્યું કે હવે હજુ એક વખત એવું બનશે કે તમારા જીવનમાં મોહ ઉછાળા મારશે. મેં કીધું, "ના, હવે શક્યતાઓ નથી." બરાબર, ચોક્કસ કારણસર એમને તો કહ્યું હતું. ગઈકાલે જે પૂજા-પ્રાર્થનામાં ગયા હતા, ત્યાં આગળ એક પંડિતજીએ જરાક વાત કરી એમને. તો એમને શું હતું કે ભાઈ, હવે તમે આ બધું પુણ્ય કર્મ વગેરે બધું કર્યું છે, તો તમારા સંતાનોનું બધાનું હવે સરસ થઈ જશે. એ બધા એ થશે, પછી બાળગોપાળો આવશે, અને પછી તમે એ બધાની અંદર આવશો એટલે તમને ફરી વખત એ બધું સારું સારું લાગશે અને ત્યારે તમને મોહ પેદા થશે. કેમ કે વ્યાજનું વ્યાજ બહુ વાલુ હોય એમ. બધા કહે છે ને વ્યવહારની અંદર પણ ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે ને, વ્યાજનું વ્યાજ. તો એટલે કે તમને બહુ વાલુ હોય. મેં કીધું, "ના, હવે શક્યતાઓ નથી." બરાબર, એ ભલે બધું થશે, પણ એ મોહ વ્યાપવા વાળી વાત જે છે, તે હવે થઈ શકે એવું નથી.

કારણ કે અહીંથી અંદરથી બધું ચોખ્ખું થઈ ચૂકેલું છે ભાઈ. તો એમનું એવું માનવું હતું કે આવશે, અને અમારું એવું કહેવું હતું નિશ્ચયપૂર્વક કે ના, હવે એ સ્ટેજ અમે પરવારી ચૂક્યા છીએ. એટલે ભલે અમારી સ્થિતિમાંથી પસાર થવાનું આવશે, વેલકમ, પણ અમે એમાં હવે લેપાયમાન થઈ શકવાના નથી.

તો, "યથા લાભ સંતોષ." પછી, "એકાંત અંત નિવાસ." એક અંત, એકની અંદર બધાનો અંત કરી દેવાનો, એને કહેવાય એકાંત. બરાબર? હવે એ એક શું છે? તો કે બ્રહ્મ છે. તો જે કંઈ છે એ બધું બ્રહ્મ જ છે. જે કંઈ છે એ બધું બ્રહ્મ છે. બસ, આ આવી રીતે માણસ જીવે જતો હોય, એને એકાંત કીધું. બાકી આમ વ્યક્તિ કોઈ સોલીટ્યુડમાં જતો રહે અમુક સમય માટે થઈને, એને પણ એકાંત લોકો કહેતા હોય છે વ્યવહારમાં. આપણને એની સામે કોઈ વિવાદ નથી, પણ મૂળ વાત આ છે કે સર્વ કાઈનો આ એકની અંદર અંત લાવું છું, એવો જ્યારે નિશ્ચય કરે, ત્યારે એ એકાંતવાસી અથવા તો અંતેવાસી કહેવાય છે. અંતેવાસી કહેવાય.

અને આ "અન આસક્તિ." કોઈપણ પ્રકારનું મોહ કે આસક્તિ રહ્યું જ ના હોય. મનોવૃત્તિ જે છે કે એવી મનોનિવૃત્તિ છે કે મન સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ચૂક્યું. હવે એને કોઈ વસ્તુઓની અંદર જઈને કંઈ પણ મેળવવાનું, એમાં કઈ રસ આવે, કઈ આનંદ આવે, એવું કંઈ ના હોય. એને ક્યાંક ગયા હોય, ઘડીક બેઠા હોય, સામે ચાર ચોપડી પડી હોય, ને આમ ઈચ્છા ના થઈ જાય કે ચલો લાવો હું જોવું આ ચોપડીમાં શું છે કે પેલી ચોપડીમાં શું છે. વેઇટિંગ રૂમમાં તો પાંચ ચોપડી પડી હોય તો એક અડધો કલાકના બદલે બે કલાક થઈ જાય, તો પણ એ વ્યક્તિ એ ચોપડીની સામે જોતો હોય છતાં પણ એને ખોલીને ના અંદર વાંચે કે કંઈ બે લીટી બી ભલે એને આવડતી હોય એ ભાષા પણ. કારણ કે અમુક ટાઈમ અંગ્રેજીમાં હોય મેગેઝીન, આજકાલ બધા લાઈન મૂકે છે બધા કે ફોટા છે વડે જોવાની વૃત્તિ ના થતી હોય. એ બે કલાક શાંતિથી ત્યાં આગળ બેઠો હોય અને પોતાની અંદર ઉતરી ગયો હોય.

એના માટે વેઇટિંગ સજા નહોતી. એટલે પેલા લોકો તો ઉપરથી એને એક તક આપી, એનો આભાર માનશે. કેટલું સારું થયું! તો આટલી સુંદર જગ્યાની અંદર મને મારી અંદર બેસવાની તક આપી છે. થેન્ક્યુ વેરી મચ. કારણ કે નહીં તો ના મળત અધરવાઇઝ, અને આટલા કોન્સન્ટ્રેટેડ થઈને તો બિલકુલ ના મળત. એટલે તમારો આભાર માનું છું.

સરસ મજાનું એસી ચાલતું હોય, પાણી પાણી બધું આમ મૂકેલું હોય, બધું વ્યવસ્થિત આમ. અને તે પેલી ગુફામાં બેઠો હોય તો માણસને આમ જરાક આમ અંદર કંઈક થોડું એવું રહી ગયું હોય તો ડર લાગી જાય. સાપ આવશે, કોઈ જરી જાનવર ખાઈ જશે, કઈ મચ્છર કરડી જશે, કંઈ થશે, કઈ થશે, કઈ થશે. રાઈટ? તે સંજોગોની અંદર આ મહાયોગીને આવું મહાસુખ મળે છે કે ભાઈ, કોકની એર કન્ડિશન ઓફિસ નહીં, બહારના વેઇટિંગ એરિયાની અંદર આવું બે કલાક કામ કરીને આમ અંદર ઉતરી જવાબ મળે છે. બોલો, ધન્ય ધન્ય છું. નક્કી આ બધા કૃષ્ણ ભગવાનના ભક્તો હોવા જોઈએ, ત્યારે એમને આવું બધું પ્રાપ્ત થઈ જાય.

શું? પછી તો કે, "ફળની ઈચ્છા ન રાખવી." આનું શું? તેનું શું? મારું શું? બસ, પૂરું થઈ ગયું. એ ના હોય એનામાં સહેજ પણ. આમાં મને શું લાભ? એટલે જ્યાં હાની અને લાભનો વિચાર કરનારો હોય, એ હજુ વૈશ્યવૃત્તિની અંદર રહેલો સાધક કહેવાય. સમજાયું? એનાથી ઉપર હજી ઉઠી શક્યો નથી. ક્ષત્રિય હશે તે કેવો હશે? તલવાર કાઢીને એકદમ ફણા થઈ જવું કે જાન આપી દઉં આ વખતે માતૃભૂમિને ખાતર. તો ભલે ગમે તે થાય, જાન જાય પણ બસ કે હું તો આ પૂરું જ કરું એમ. આ વૃત્તિને ક્ષત્રિય વૃત્તિ કહેવામાં આવે. અને બ્રહ્મને તો મિત્ર, શત્રુ, ફલાણું, ઢીકણું, હાની, લાભ, કશું કશું છે નહીં. તેવા તમામ દ્વંદ્વની ઉપર જતો રહ્યો હોય, ત્યારે એ બ્રાહ્મણ કહેવાય. ત્યાં સુધી તો એ બ્રાહ્મણ પણ કહેવાતું નથી. આ બધું આપણે શીખ્યા. તો એને લક્ષમાં લઈને હવે આગળ ચાલીએ.

તો, "ફળની ઈચ્છા ન રાખવી" અને "વૈરાગ્ય ભાવ" હોય એનામાં. કેવો હોય વૈરાગ્ય? એટલે એનામાં રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય. એવો વૈરાગ્ય કહેવાય. એક વિતરાગ શબ્દ છે, સિનોનેમ તમે બાજુમાં મૂકી શકો. એવો વૈરાગ્ય છે. અને આ વૈરાગ્ય છે એ એકદમ ચંદ્ર સમાન શીતળ હોય. ઘર બાળી નાખ્યું હોય અને પછી કે હવે હું બાવો થઈ ગયો છું એટલે ઘર બાળી નાખી છે એવું, એવો ક્રોધમાં આવીને, અહંકારમાં આવીને કે એવું કશું કરીને કશું કરી.

બેઠેલો હોય એવું નહીં, બહુ શાંત, સહજતાથી, પરિપક્વતાથી. કહેવાનો મતલબ, પોતાના ગુણોને ઉપર આવીને અતિક્રમી ગયેલો હોય, બધા જ ગુણોની અવસ્થાઓને પાર કરીને છેવટે એ નિર્ગુણની અંદર ગતિ કરવા માટે નિષ્ઠાપૂર્વક આગળ વધતો હોય તેવો વૈરાગી કહેવાય. તો આ બધા નિયમ છે.

હવે આસનની વાત કરે છે કે સુખાસન વૃત્તિ એટલે સુખપૂર્વક એક જ વૃત્તિમાં લાંબા સમય સુધી રહેવું. બ્રહ્માજી ક્યાં બેઠા છે? કમળમાં. પદ્મકમળ ક્યાંથી નીકળ્યું? વિષ્ણુની નાભીમાંથી. બ્રહ્માજી ત્યાં જ બેસે છે હંમેશા. વિષ્ણુ ભગવાન ક્યાં છે? ક્ષીર સમુદ્રની અંદર શેષ સાઈ બનીને યોગ નિંદ્રામાં છે. તમે જુઓ અને વર્લ્ડ મેનેજમેન્ટ ચલાવે. એક જ મુદ્રા છે. શિવજીની કેવી છે? તો કે ધ્યાન મુદ્રા છે. જો, શિવજીની કેવી છે? ધ્યાન મુદ્રા છે. બ્રહ્માજીની જે છે એ જ્ઞાન મુદ્રા છે. જ્ઞાન મુદ્રા અને ઉપદેશ આપે છે ચાર મુખથી ચાર બાજુ બધાને. તો આ બ્રહ્માજી, પેલા વિષ્ણુ ભગવાન, બિલકુલ. અને અહીંયા આગળ તો શું કીધું કે દરેક પોતાનું કર્તૃત્વ આપણાથી મોટા છે, બરાબર છે, સ્વીકારીએ આપણે. તો એ લોકો પોતાના એક જ વૃત્તિમાં લાંબા સમય સુધી રહે છે એટલે એ લોકો ત્યાં આગળ પહોંચી ગયા જ્ઞાન વૃત્તિમાં.

આમ સતત આગળ વધ્યો. બ્રહ્મા બની જ જશો જો તમે આ વૃત્તિમાં આગળ વધશો તો. તમે વિષ્ણુ બની જ જશો, વ્યાપક બની જ જશો પછી તમે. અને જો તમે ધ્યાન મુદ્રામાં બેઠા તો તમે શિવ સમુદ્ર, શિવરૂપ તમે ચોક્કસ થઈ જશો.

લાંબો સમય કેટલો લાંબો? એવું નથી લખ્યું અહીંયા આગળ. પર્યાપ્ત લાંબો સમય કહેવાય, કારણ કે દરેકના માટે અલગ અલગ કાળખંડ હોઈ શકે છે. સમજાયું? તો ઈટ ઈઝ ઓપન વેકેન્સી છે ભાઈ, બરાબર છે. તમારે શિવજી બનવું છે, તમારે બ્રહ્માજી થવું છે, તો તમારા માટે એ સ્થિતિ પણ ઓપન છે, કહેવાનું એ. અને ચીર નિવાસ, કોઈપણ પ્રકાશ વિના લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેવું એ આસનનો નિયમ છે. આ આસનની વાત કરી. તો સ્થિરતા એક જ સ્થિતિની અંદર. જો તમે આમ બેઠા હોય તો આમ તમે કલાક બેસી શકતા હોવા જોઈએ, બે કલાક બેસી. અને શરીર તો ના હાલે પણ સાથે સાથે મન ન હાલવું જોઈએ. મનના આંદોલનો બંધ થવા જોઈએ. હવે એ મનના આંદોલનો કેવી રીતે બંધ થશે? શરીરને હલાવનાર કોણ છે? મન છે. આ મનને કોણ હલાવે છે? પેલું ચિત્તના આંદોલનો. ઘડીમાં આમ દોડે, ઘડીમાં આમ દોડે. એને લીધે એનામાં મુવમેન્ટ ઊભી થાય છે.

હવે એને તમે બંધ કરી દો. કેવી રીતે? તો કે આત્મા થઈને તમે ચિત્તને જોશો તો ચિત્ત ઊભું રહી જશે. ફેવિકોલને ગળે લાગી જશે બરાબરનું. એટલે પછી હાલી ચાલી નહીં શકે ચિત્ત તમારું, એવું ચોંટી જશે બરાબર. તો એ જે સ્થિતિ છે એ આસનના નિયમ છે.

હવે 16 માત્રાઓ સુધી પૂરક. 16 માત્રા સુધી પૂરક. એક માત્રા એટલે આપણે આમ એક બોલીએ અને એટલા અથવા એક ચપટી ફેરવીએ આમ કરીને આમ અને આપણા અંગૂઠાને ફરતે આપ એક હાથ ફેરવીએ તો એને એક માત્રાનો સમય કહેવામાં આવે છે. એટલે આશરે એક થી ત્રણ સેકન્ડ વચ્ચેનો કોઈપણ સમય ગણી શકાય તમે, બરાબર. એક સેકન્ડ, સેકન્ડમાં પણ આટલું તમે કરી શકો. એક ચપટી વગાડો અને પછી આમ હાથ ફેરવી દો તમારો. આ એ હાથ છે ને? હા, એ ચપટી વગાડો અને તરત આમ એક હાથ ફેરવો ઢીંચણના ફરતે. આ તમે બેઠા છો. હા, બસ એટલો એક સમય, આટલો સમય એ પ્રાણાયામનું માપ છે. સમજાય છે? અને આ બહુ નક્કી છે. પહેલા તો ઘડિયાળો કશું હતું જ નહીં ને ભાઈ આવી બધી પ્રિસાઈસ. એટલે અહીંયા નક્કી કરવામાં આવ્યું છે 16 માત્રા સુધી પૂરક કરવાનું. તો આવું 16 વખત થાય ત્યાં સુધી તમારે શ્વાસ લીધા કરવાનો એમ કે 64 માત્રા દ્વારા કુંભક કરવાનો અને 32 માત્રા સુધી રેચન કરવાનું.

એટલે શ્વાસ ઉચ્છવાસ બહાર કાઢ્યા કરવાને પ્રાણાયામ કહેવામાં આવે છે.

હવે આ પ્રાણાયામની વાત થઈ. પહેલા દિવસે તમે 16 માત્રા સુધી પૂરક નહીં કરી શકો. 64 માત્રા સુધી કુંભક પણ નહીં જ થાય અને 32 માત્રા સુધી રેચન પણ 100 ટકા નહીં થાય. કારણ કે 16, 64 અને 32 એટલે આ 4, 16 અને 8 નું માપ છે, બરાબર છે. તો એ માપ પ્રમાણે તમે એ કરી નહીં શકો. એટલે એને ધીરે ધીરે ધીરે ધીરે શરૂઆત કરવાની કીધી છે કે તમે પહેલા જેટલો સમય સુખપૂર્વક પૂરક કરી શકો તેટલો તમે શ્વાસ લો. સુખપૂર્વક રોકી શકાય તેટલું રોકી રાખો અને સુખપૂર્વક તમે કાઢી શકાય તેટલો તમે કાઢો. પછી એ સુખપૂર્વક પ્રાણાયામ જે છે તે તમારી ક્ષમતા અઠવાડિયા પછી થોડીક વધશે, થોડીક વધશે, થોડીક વધશે અને છ મહિના, 12 મહિનાની આવો અભ્યાસ સતત તમારો ચાલુ હોય ત્યારે તમે આ ચોક્કસ આ 16 માત્રાના પૂરક વાળી જે વાત છે ત્યાં સુધી તમે પહોંચી શકો. પહેલા દિવસે કરવા જાવ તો 100 ટકા થવાનું નથી.

હવે ઇન્દ્રિયોના વિષયમાંથી મનનો નિરોધ કરવો એને પ્રત્યાહાર કહેવાય છે. આંખની જે ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિય, એનું કામ શું છે? રૂપ જોવાનું છે. કશું બી રૂપાળું દેખાય એટલે આમ તરત આમ આમ આમ ચકમક જુએ ને સહેજ બી એટલે આમ ઝાકમ ઝાળ જુએ એટલે તરત આંખો ચકડ વકર થવાનું ચાલુ થાય. આ એનું કામ છે. હવે અવાજ મધુર, કર્કસ કેવા પણ પ્રકારનો, ખાસ કરીને મધુર ખેંચાય એટલે તરત જ આપણું આમ ત્યાં આગળ ખેંચાવા માંડે. કઈ બાજુથી અવાજ આવ્યો? ક્યાંથી આવ્યો? આ ખુરશી નીચેથી આવ્યો? એવી રીતના માણસ શોધે. તો એ વૃત્તિ બહાર વહેવા માંડે છે. એની આંખ તરત એ દિશામાં જશે, કાન તરત એ દિશામાં જશે અને ભલેને ગમે તેટલો પ્રાણાયામ કરવા બેઠું હોય, ધ્યાનમાં હોય તોય ત્યાં પહોંચી જાય કે શું હશે? શું હશે? પછી પાછી કલ્પનાઓ ચાલુ થઈ જાય કે આવું લાગે છે, અવાજ ઉપરથી આવું લાગે છે હો.

પાછો અવાજ સાંભળ્યા ઉપરથી એ બધું આયોજન કરી નાખે, કલ્પનાઓ કરી નાખે બધું કે આવું લાગે છે, આવું લાગે છે. સાવ અજાણ્યા બે માણસોનો અવાજ હોય તોય એને ખબર પડી જાય બધું. કોણ જાણે કેવી બે આકૃતિઓ.

પેદા થઈ જાય ને બધું કંઈક કંઈક ચાલુ થઈ જાય અંદર. તો આ બધું કામ મનનું છે. મન એટલે બ્રહ્માજીનું. બુદ્ધિ એ આવે. મન એટલે બ્રહ્મા જે બુદ્ધિ એમાં જ આવે. બુદ્ધિ એ બ્રહ્મા જે છે. બુદ્ધિ એ સંસ્કારિત સ્વરૂપ છે. બુદ્ધિ એ બરાબર છે, પણ બુદ્ધિ પણ પાછી બે પ્રકારની હોય છે: એક વ્યભિચારીની હોય છે અને એક વિવેક હોય છે. એટલે વિવેકી હોય તો આપણે એવા વિવેકી સંસ્કારી બુદ્ધિની જરૂર પડે છે અને એ આપણને ક્યાંથી મળે? તો કે સરસ્વતી શારદામા પાસેથી મળે. "બુદ્ધિમ પ્રદામ શારદમ." પણ તમે કીધું આપણે કે મતિ છે એ મતિ કહેવાય અને આને બુદ્ધિ કહેવાય. જે બોધ રૂપે જે પ્રકૃતિ એને જ બુદ્ધિ કહેવાય, એને બુદ્ધિ કહેવાય અને બાકી મતિ, બાકીની બધી મતિ. હા, કુમતી, સુમતી એવું બધું ચાલ્યા કરે. વિવેક રૂપ જે ઉત્પન્ન થઈ છે, વિવેક વાળી હોય તેને જ બુદ્ધિ કહેવાય.

એ બુદ્ધિ બહુ દોડા કરતી હોય ને નફો આવો, એના બુદ્ધિ જ ના કહેવાય. એ બુદ્ધિ કહેવાય? એ શું મતિ કહેવાય. એ મતિ જ કહેવાય. "તારી મતિ ફરે છે, તારી મતિ ફરી ગઈ છે તે તું આવું બધું કરે છે." તો એને મતિ કે કલ્પના કરે બ્રહ્માજી. બરાબર, એનું કામ બેઠા બેઠા કલ્પના કરવાનું. બુદ્ધિનું કામ દોડાદોડ બી કરે પાછું થોડુંક. આ મતિ હોય ને એમાં ગતિ હોય અને એ પ્રમાણે પાછી આપણને પ્રગતિ બી કરાવે અને દુર્ગતિ પણ કરાવે. એટલે એ એના પર ધ્યાન આપવાનું હંમેશા કે બુદ્ધિ અને ચોક્કસ જગ્યાએ જઈને ચોક્કસ બુદ્ધિ ઉત્પન્ન થાય પાછી. આમ એવું કંઈ છે નહીં. બધું બરાબર હોય, સરસ હોય, એકદમ શાંત ને આમ ઈચ્છા બી હોય કે હરદ્વાર જઈશ ને હું આમ ધ્યાન કરીશ ને તેમ કરીશ ને બધું કરીશ ને પછી આમ કંઈક કોક પૂર્વ જન્મની પછી કોક લેણીયા હોય અપ્સરા રૂપે ત્યાં પ્રગટ થાય ત્યાં અને પછી જે ચકચડોળે ચડે, બધું ચકબમ થાય, બધું કઈ જાતજાતનું કંઈ સમજાય જ નહીં કે ભાઈ શું થયું?

તો એ જ્યારે દુર્ગતિ થવાની હોય ત્યારે એવું બધું પણ થાય. તો એવા સંજોગો ઊભા થતા જશે, પણ એમાંથી પણ પ્રગતિ થવાની હોય તો તે વખતે સંયમ, ઇન્દ્રિય નિગ્રહ, આ તે બધી વસ્તુઓ પાછી એક પછી એક આવવા માંડશે અને તમે એ જ મુશ્કેલ પરિસ્થિતિને અતિક્રમીને વિવેક વાળી બુદ્ધિને પ્રાપ્ત કરી લેશો અને એ પ્રમાણે તમારી આગળ પછી પ્રગતિ થશે બ્રહ્મની પ્રાપ્તિની અંદર. એવું છે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. તો આંખને જે જોવાનો છે એનો ખોરાક છે, કાનને સાંભળવાનો, નાકને સુંઘવાનો, જીભને સ્વાદ કરવાનો અને આને સ્પર્શ કરવાનો. બરાબર, આ એનો ખોરાક છે અને સ્વાભાવિક છે કે એ લોકોને આ જ ચારો જ હોય. આ બધી ગાયો છે, તો એનો ચારો શું છે? આ એનો ચારો છે. તો એ આ ચર્યા કરતી હોય ઇન્દ્રિયો, એમાં જ રમ્યા કરતી હોય. આ આ ગાયોને તેમાં જે ચારો આપ્યો છે તે ચારાની અંદર હવે ધ્યાન આપવાનું છે કે હવે તેનાથી આગળ ના વધે અથવા તો એ આ જે ચારો ચરી રહી છે તેની પર તમે જ્યારે ધ્યાન કરો છો, બરાબર આમ એની ઉપર એ રાખીને જુઓ છો ત્યારે એ ગાયો પર એટલે ગૌ પર એટલે કે ઇન્દ્રિયો પર તમારો સંયમ સ્થાપિત થાય છે.

ત્યારે તમે કેવા કહેવાઓ છો? ગોપાલ કહેવાવ છો. ત્યારે તમે ગોપાલક બનો છો. પછી આગળ જવાય. ત્યાં સુધી તમને બ્રહ્મ પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત થતો જ નથી. એટલે ગાયોને શરૂઆતમાં તો જેમ ચારો નાખવો જ પડે તેમ તમારા આ ઇન્દ્રિયોને પણ ચારો નાખવો પડશે બધો. એને જે જોવું હોય એ પછી જોઈ લે તું, જે સાંભળવું હોય એ સાંભળી લે, ખાવું હોય એ ખાઈ લે, ફલાણું કરી લે, ઢીંકણું કરી લે, બધું કરી લે. બધું પતી ગયું પછી કે હવે ચલ મારી વાત. હવે તારે આટલું જ કરવાનું છે. ધીરે ધીરે જેમ ગાયોને ગોવાળ સંયમમાં રાખે છે તેવી રીતે તમારે તમારી ઇન્દ્રિયોને સંયમિત કરવાની છે, તમારા કંટ્રોલમાં લાવવાની છે. તેને ગોપાલન કીધું અને એ કર્યા પછી જ બ્રહ્મ પ્રાપ્તિનો માર્ગ આગળ પ્રશસ્ત થાય છે, ત્યાં સુધી થતો નથી. એનો મતલબ એ નથી કે અહીં આગળ ગાય દેખી તો પૂળા નહીં નાખવાના.

એ પણ ક્યારેક કરી લેવાનું એમ. બરાબર છે, સામે આવ્યું હોય આપણને અને ઈચ્છા થઈ જાય અંદરથી તો નથી રોંગ. પણ જઈને અહીંથી તમારે હરદ્વાર જવાનું પણ ત્યાં આગળ પૂળા એમ કે નાખીશ 500 રૂપિયાના રોજ એમ કે મહિના સુધીને એવા બધા ગાંડા કાઢવાની જરૂરત હોતી નથી. લોકો આવું બધુંય કરતાં થઈ ગયા હોય છે કારણ કે ભગવાને એવું કીધું છે કે લોકોની જે બુદ્ધિ છે ને એ અનંત શાખાઓ વાળી થઈ જાય છે અને પછી એ વિસ્તાર કરી લે છે પોતાના સંસારનો. એ આવી રીતે પોતાની જાતે જાતે જ બધું આગળ આગળ નક્કી કરી નાખે કે આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ. એનો કોઈ અંત જ નથી. ભાઈ, તું શું કરીશ? એનો તો પહેલા તો તું સંયમ કરીશ એમ પ્રશ્ન પૂછવો જોઈએ. સંયમ કરીશ તો બધું થશે પછી આગળથી. એટલે બિનજરૂરી, બિનઉપયોગી વસ્તુઓ પછી બંધ થઈ જશે. એનાથી શું થશે? તો કે તમારો ઇન્દ્રિય નિગ્રહ થશે.

જે પ્રાણ ઇન્દ્રિયોના ચરવાના કારણે, ચરણ ઇન્દ્રિયોના ચરવાના કારણે વહી જઈ રહ્યો હતો, વેસ્ટ જઈ રહ્યો હતો બિનજરૂરી રીતે, તેની ઉપર કંટ્રોલ આવશે. જ્યારે આવું થશે ત્યારે તમારી દ્રષ્ટિ દૈવી બનશે. ત્યારે તમારી શ્રવણેન્દ્રિય જે છે તે પણ દૈવી બનશે, ગ્રહણેન્દ્રિય પણ દૈવી બનશે, રસનેન્દ્રિય પણ દૈવી બનશે અને સ્પર્શનેન્દ્રિય પણ દૈવી બનશે. તમારા સ્પર્શ માત્રથી મુર્દા ઊભા થવા માંડશે. તમારા એમ કે સ્વાદ માત્રથી તમે કંઈક ગ્રહણ કરશો તેટલા માત્રથી કંઈનું કંઈક બધું સારું થવા માંડશે. તમારા ફક્ત એક શબ્દ માત્રથી પણ કંઈક થઈ જશે. તમારી આંખોથી તમે જો કોઈકની સામે જોશો તો તરત જ તેનામાં પણ કંઈક ફરક પડી જશે. તમે કોઈકને સાંભળશો એટલામાં એનામાં પરિવર્તન આવવા માંડશે. આવા આવા ફરકો પડે. આ પ્રત્યાહારનો પાવર છે અને એ પ્રત્યક્ષ દેખાય. આપણને આ કાળમાં મુશ્કેલ લાગે.

આપણને પણ અશક્ય નથી. ધેર ઇસ અ પાવર, આઈ હેવ સીન ઈટ. જબરજસ્ત પાવર પેદા થતો હોય એની અંદર, એટલે એ પ્રત્યાહાર છે.

હવે વિષયોથી નિરોધિત મનને ચૈતન્ય સત્તામાં રાખવાને ધારણા કહેવામાં આવે છે. આ જે બધું આમ આમ આમ આમ બધું જતું હતું, તે બધું કરોડિયાએ બંધ કરી દીધું છે. હવે ફક્ત એક જ જગ્યાએ, એક જ તાર લગાડ્યો છે. કઈ બાજુ? જ્યોતિર્લિંગ ઉપર, પરબ્રહ્મ! બસ, બીજું કાંઈ નહીં. એમ એક જ ટીક ટીકી લગાડીને ત્યાં જ મચી પડ્યો છે કે, "બસ, હવે હું અહીંયા ડ્રીગલિંગ કર્યા કરીશ. હવે તો તેલ કાઢીને જ જંપવું," એમ નક્કી. ભલે ગમે તેટલું ઊંડું હોય, એવી રીતે જ્યારે કરે છે તેને ધારણા કહેવામાં આવે છે.

અને બધા શરીરોમાં એક જ ચૈતન્ય સત્તા રહેલી છે. આવી એકતાનતા, એકતાનતા, એકતાન થઈ ગયો હોય. બસ, એમાં તાન હોય ને? તાન એટલે તાલ, સમજાય છે ને? તાન એટલે તાલ કહેવાય. હવે આ એક તાલ હોય, દ્વિતાલ હોય, ત્રિતાલ હોય, છે ને ખબર છે? બરાબર છે. તો એના પ્રમાણે આ મન છે એ તમારું એકતાન થઈ ગયું હોય, અને એવા નિરંતર ચિંતનને ધ્યાન કહેવામાં આવે છે. કયું ધ્યાન કરવાનું? કે દરેક નામ-રૂપની અંદર ચૈતન્ય એક જ છે. આને ધ્યાન કહેવામાં આવે છે.

એનો તમારે બેસીને અનુભવ કરવાનો છે. એ અનુભવ ક્યાં સુધી નહીં આવે જ્યાં સુધી પહેલા પ્રત્યાહાર નહીં કર્યો હોય, જ્યાં સુધી પહેલા તમે ધારણા જે પ્રત્યાહાર કરી, હવે તેનાથી આ પહેલાનું જે કંઈ પ્રત્યાહારથી પહેલા તમે પ્રાણાયામ કરો છો તે નહીં કર્યું હોય, આસન રાખ્યું હોય તે ન બરાબર કર્યું હોય, નિયમોનું પાલન કર્યું ના હોય, યમનું પાલન ના કર્યું હોય, તો આ કશું આગળની પછી પ્રક્રિયા થવાની નથી.

અથવા તો જો કાળે કરીને એટલે સુધી તમે થઈ પણ જશો, પહોંચી પણ જશો, પણ પછી પાછું ફરી ત્યાં પહોંચ્યા પછી વિનાશકાળે વિપરીત, અને પછી પાછો ફરી પડશે નીચે. એટલે ઉપર ચડાઈને પાડશે, અને બહુ વસમું હોય છે. ઠાઠા ભાગી નાખે એવા ખરાબ રીતે કે ના પૂછવાની વાત! માટે કીધું છે કે, "સહેજે યમ-નિયમમાં કચાસ નહીં કરતા. યથાશક્તિ, યથાશક્તિ પાલન કરીશ," એવા સંકલ્પો નહીં ચાલે. ૧૦૦% જ માંગશે બ્રહ્મ શક્તિ તો આના માટે, કારણ કે તારે બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે ને? એટલા માટે.

હવે આ બાબત: બધા શરીરોમાં એક જ ચૈતન્ય રહેલું છે એવી એકતાનતાને ધ્યાન કહેવામાં આવ્યું છે. અને એ ધ્યાન કરતાં કરતાં કરતાં કરતાં તે પણ વિસ્મૃત થઈ જાય કે, "હું શું કરી રહ્યો છું?" એ જ્યારે સ્થિતિ આવશે, તેને સમાધિ કહેવામાં આવે. આ સૂર્યનારાયણ ભગવાન કહી રહ્યા છે કોને? યાજ્ઞવલ. તો આ સમાધિ છે. એ રીતે આ બધા સૂક્ષ્મ અંગો છે. જે એને આ રીતે જાણે છે, તે મુક્તિનો અધિકારી બને છે. તમે શબ્દ રૂપે આજે જાણ્યું, એ વસ્તુને તમારે ચરિતાર્થ કરવી પડે, ત્યારે તમે મુક્તિના અધિકારી બનો છો.

હવે બીજો ખંડ કહે છે કે, આ શરીર કામ, ક્રોધ, નિશ્વાસ (એટલે શ્વાસ અને પ્રશ્વાસ), ભય અને નિંદ્રા, અજ્ઞાન નિંદ્રા, આ પાંચ દોષો હોય છે આ શરીરમાં. કામ છે એ રોકાશે એટલે ક્રોધ આવશે. આ બંનેનું મૂળ કારણ શ્વાસોશ્વાસ છે. એના અવરોધ થવાના કારણે જ કાં તો તમને ભય આપે છે, કાં તો નિંદ્રા આવે છે. હવે નિંદ્રા પણ પાછી કઈ છે? બે જાતની: એક ફિઝિકલ સ્લીપ અને બીજી જ્ઞાન રૂપી નિંદ્રા છે એ વ્યાપે છે. તો આવા પાંચ દોષો શરીરમાં રહેલા છે.

હવે આગળ કહે છે કે: સંકલ્પ રહિત થવું, સંકલ્પ રહિત થવું, ક્ષમાશીલ થવું, અલ્પાહાર કરવો (આઠ કોળિયા), નિર્ભય થવું, તત્વચિંતન કરવું એ ઉપયુક્ત શરીરના દોષોને દૂર કરવાનું સાધન છે. શરીરના દોષોને દૂર કરવાના છે. તો પહેલામાં પહેલું સંકલ્પ રહિત થવું. મતલબ, "નિર્વિકલ્પ જે છે તે હું છું, બસ આ જ છું," એવા એક જ નિર્વિકલ્પ ઉપર આવી જવાનું કે, "હું બ્રહ્મ છું." બાકીના બધા જ સંકલ્પો છોડી દેવાના.

ક્ષમાશીલ થવું. ક્રિયામાં અકર્તા પણ હું એકલો નહીં, બધા જ દરેક જન પોતપોતાની જે જે ક્રિયાઓ કરી છે, કરવાના છે અથવા કરી રહ્યા છે કે કરશે, એ બધાના પ્રત્યે સહજ ક્ષમા. જાણવા છતાં ભવિષ્યકાળની અંદર આ માણસ મારો દગો કરવાનો છે, તમે આજે પણ તેના પ્રત્યે એવા જ માયાળુ અને ક્ષમાશીલ બની શકો છો, તો તમે ક્ષમા, સહજ ક્ષમા, તમે સિદ્ધ કરેલી છે.

આવું દરેક સાથે કરવાનું છે. પાછું, અમુક સાથે થઈ જશે, બહુ સહેલું છે. અમુક સાથે નહીં જ થાય, બહુ જ અઘરું લાગશે. બસ, ત્યાં જ જરૂર છે તમારા પુરુષાર્થની. અમુક જગ્યાઓ એવી હશે: "હા હા, જા જા, તને માફ કરી દઉં છું." રોડ ઉપર કોક થાળાયો, ભટકાયો, સ્કૂટર પર ફલાણું થયું, આમ થયું, તેમ થયું, તમે કહી દેશો, "જા જા, જતો રે." ઘેર ગયા પછી બૈરીએ તમને કંઈ બે સવાલ પૂછ્યા, બસ ત્યાં આગળ તમે ક્ષમા નહીં કરી શકો, બહુ અઘરું પડે છે. પણ એ પણ શીખવું તો પડશે જ. એ બી સ્ટેજ છે, એમાંથી બહાર તો નીકળવાનું છે કોઈક ને કોઈક દિવસે, આજે નહીં તો કે. અને આપણે એમાંથી એવી રીતે સમજવાનું પણ છે, મેળવવાનું છે કે, "પેલાને હું કરી શકું તો આને કેમ નહીં?"

પ્રશ્ન જેવો ઊભો થશે ને, તો તરત ખબર પડશે કે અહીં મમત્વ છે, અહીં અહમ છે, અને ત્યાં નથી. એટલે છૂટા પડી જવાશે, તરત અનાસક્ત થઈ જવાશે. પત્ની સાથે પણ અનાસક્તિ, પતિ સાથે પણ અનાસક્તિ. આ જેવું થયું ને, એટલે સહજ ક્ષમા. સંસારમાં સૌથી અઘરામાં અઘરું એ જ હોય છે કે તમારા કાઉન્ટરપાર્ટને તમે સહજ ક્ષમા કરો, સહજ ક્ષમા કરો. એની અપેક્ષા પણ ના હોય છતાં પણ તમે ક્ષમા કરશો. એની ઈચ્છા પણ નથી કે તમે એને ક્ષમા કરશો, ત્યારે પણ તમે એને ક્ષમા કરી લો. એ સ્ટેજ પહોંચવાની. અને એવું પછી આગળ એક્સટેન્ડ થતું થતું થતું બધા સાથે થઈ જશે. અને જ્યારે આવું થશે ને, ત્યારે પહેલામાં પહેલી તો એટલી બધી ઠંડક લાગશે, એટલી બધી વિશ્રાંતિનો અનુભવ થશે. કારણ કે આમ જ તપ્યા કરે છે પેલી મશીનરી ખાલી ખોટી ખોટી. એક્સિલેટરના બ્રેક બેય જોડે દબાઈ રાખેલા છે. અત્યારની સ્થિતિ એવી હોય છે એટલે.

આ બધું ગરમ ગરમ થઈ ગયું છે એકદમ, કે આ નથી આગળ જવા દેતું, નથી મશીનરી જોર જોરથી ચાલ્યા જ કરે છે. તો ક્ષમાશીલ થવાનું. પછી કીધું: અલ્પઆહાર કરવો. અલ્પ આહાર, આહાર શુદ્ધિની પણ વાત છે જ. આપણે બહુ ડિટેલમાં કરેલી છે, અત્યારે ફરી એમાં નહીં જઈએ. પણ જે આહાર તમે પ્રાપ્ત કરો છો, તેને શુદ્ધ કરજો. એક ટૂંકો રસ્તો સમજાવ્યો હતો કે, "ભલે આહારમાં કોઈ દોષ છે," એવું જોવાનું જ નહીં. પહેલી ભૂલ આપણી ત્યાં થતી હોય છે: દ્રષ્ટિ દોષ આપણો. આમ જોઈને એમ થાય કે, "આવું ખાવાનું!" એટલે પહેલો દોષ ઉત્પન્ન થયો. હજી ખાધું નથી, ખાલી જોવા માત્રથી અકળામણ થઈ જાય. પેલું તો મોઢા મૂક્યા પછી કે થાય, આ તો અહીં પહેલેથી દાવ ખાવાનું અત્યારે એમ. તો એ જે છે, તેના બદલે સામે જે આવ્યું છે અત્યારે, એ જ મારા માટે યોગ્ય છે અને એને જ મોકલાયેલું છે. બધાનો આધાર કોણ છે?

એ છે. તો એને મોકલાયેલું છે. "ઈટ હેઝ કમ ફ્રોમ બ્રહ્મ, હાઉ કેન યુ રિફ્યુઝ?" એવો જ્યારે પ્રશ્ન આપણને થશે, એટલે તરત 'એક્સેપ્ટન્સ' આવવા મળશે. આપણામાં સ્વીકાર ભાવ આવશે. અને બ્રહ્મ તરફથી આવેલું છે, તો ચોક્કસ તમે સ્વીકાર કરશો ને? ગાળ હશે તો પણ અને સિંગનો ખોળ હશે તો પણ. કારણ કે, "ઈટ હેઝ કમ ફ્રોમ ગોડ." "ઈટ હેઝ કમ ફ્રોમ ગોડ." તો ટોટલ 'એક્સેપ્ટન્સ' કે, "ભાઈ, તું જે કરે!" પેલું સરસ એક ગીત હતું: "એ ખુદા હર ફેસલા તેરા મુજે મંજૂર હૈ." એવું એક હતું ખરું. તો, "ઈટ હેઝ કમ ફ્રોમ હિમ." સર્વનો આધાર એ છે. ટૂંકમાં, એના તરફથી બધું આવેલું છે. "તોય પ્રત્યયતી, તોય ધારેતી" વાળું પાછું ફરી યાદ કરી નાખવાનું. એટલે તરત આપણને 'એક્સેપ્ટન્સ' આવી જશે. અને પછી આપણે એને સ્વીકાર કરી લેવાનો કે, "ભાઈ ભગવાન, આ વખતે તો આપણને ગાળ પણ મોકલાય છે.

કઈ દર વખતે કઈ ગોળ જ મોકલાવે એવું થોડું છે? કોક વખત વચ્ચે વચ્ચે આવું વિટામિન રૂપે આવી બી જાય પાછું." એટલે થઈ ગયું. હવે એમાં 'એક્સેપ્ટન્સ' આવી ગયું આપણું. તો કે, "યસ, આવી ગયું. ઓકે, ફાઇન." તો હવે આપણે આગળ વધ્યા.

હવે અલ્પ આહાર કરવો. તો આહારમાં શુદ્ધિ, જેમ કીધું ને કે, "દ્રષ્ટિ માત્ર એને શુદ્ધિ ભવેત." આપણો ભાવ એવો રાખવાનો કે, "એનામાં અનેક અશુદ્ધિઓ છે." પણ આ દ્રષ્ટિ કોણે આપેલી છે? બ્રહ્મે આપેલી છે. એનામાં કેવો પાવર છે? બ્રહ્મની અંદર સર્વશક્તિમાન છે, અનંત પાવર છે. હવે તમે એને જ્યારે આવી રીતના આમ "તું શુદ્ધ છે" એમ જુઓ છો, એટલે એ શુદ્ધ થઈ જાય છે. "ધીસ ઇસ ધ પાવર." અને પછી તમે જ્યારે એને પ્રેમથી ગ્રહણ કરો કરો છો, તમને કે કોઈકને આપો પણ છો તમે આ, તો આશીર્વાદ રૂપે એને કોઈ દાડો કોઈ તકલીફ થઈ શકે નહીં. "ધીસ ઇસ ધ પાવર." તો એનો ઉપયોગ કરવાનો. આ જેમ કરતાં જશો, તેમ એ પાવર વધશે. પેલી સિદ્ધિઓને પાછળ પડવાની જરૂર નથી. આ બધી સિદ્ધિઓ પહેલા મેળવો ને ભાઈ, મેળવવા જેવી છે ખરેખરી.

પછી નિર્ભય થવું. નિર્ભયતા ક્યારે આવશે? જ્યારે તમે લોકોને અભયતા આપશો પહેલા તબક્કે. બરાબર? કે, "મારા તરફથી તમને કોઈ નુકસાન ક્યારેય થઈ શકે એવું છે નહીં. હું ભાઈ કરવા માંગતો નથી." અહિંસાનો ભાવ આવી ગયો અંદર. બરાબર? 'નોન વાયોલેન્સ, નોન ઇન્જરી.' પણ નિર્ભયતાની મૂળ વાત એ છે કે, "હું અને બ્રહ્મ એક છું." એ જ રીતે, "તું અને હું પણ એક જ છીએ." કારણ કે, "તું પણ બ્રહ્મ જ છું અને હું પણ બ્રહ્મ જ છું." આ સમજણ જ્યારે ઊંડી બરાબર રીતે 'વર્ક' કરતી થઈ ગઈ હશે દરેક 'રિલેશનશીપ' વખતે, 'એવરી મોમેન્ટ ઓફ યોર લાઇફ,' ત્યારે તમે સાચા અર્થમાં નિર્ભય બની શકશો. લોકો સ્વપ્નમાંય ભડકેલા ફરતા હોય. કેટલો ભયભીત થાય છે લોકો સ્વપ્નમાં? સૌથી વધુ ડરતા હોય છે ને? દરેક ડર સ્વપ્નમાં પહેલા 'એક્સપ્રેસ' થતો હોય છે. ખરેખર સુંદર સ્વપ્ન કેમ નથી આવતા?

જો આવવા જ જોઈએ! તો ભાઈ, 'સિલેક્શન' કરો ને યાર! આવું શું કરવા સુંદર સ્વપ્ન જુઓ તમે? બ્રહ્મના સ્વપ્ન જુઓ, એની સાથે એકરૂપતાના સ્વપ્ના જુઓ. કંઈક આમ 'ચેન્જ ધ સબ્જેક્ટ' યાર! આમ ટ્રેક બદલી કાઢો આખી. ના હોય તો નવી રેલવે લાઈન નાખી દો, બુલેટ ટ્રેનની જેમ નાખે છે ને આ લોકો? એવી રીતના કે, "હવે આપણે આ દિશામાં જવાનું જ નથી. આપણે તો અહીંયા જ ચલાવવાની છે." બસ, પાકું રાખો. અને પછી તમને સુંદર સ્વપ્ન શરૂ થશે બધા કે, "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ સાથે એકરૂપ છું, તું પણ બ્રહ્મ છે." બસ, આ સ્વપ્ન જોવા જેવા છે ખરેખર તો. તો એને સાકાર કરો.

તત્વ ચિંતન કરવું. તત્વ એક જ છે: પરમ તત્વ. પરમ તત્વ એટલે પરબ્રહ્મ, પરમાત્મા, આત્મા, પ્રભુ, ભગવાન, જે કંઈ કહેવું હોય તે. સર્વશક્તિમાન છે. તો એ તત્વ કેવું છે? કેવું છે? કેવું છે? બસ, એમ વિચાર્યા કરો અને એના વિશે ચિંતન કર્યા કરો. એને તત્વચિંતન કહેવામાં આવે છે. એ કરવાથી શરીરના દોષો બધા દૂર થઈ જાય જશે.

હવે અજ્ઞાન નિંદ્રા જે છે એ પણ. અજ્ઞાન નિંદ્રા અને ભય એ બે સાપ જેવા છે. એ લાગેલા હોય તો એ તમે આમ રાત્રે બી શાંતિથી સુઈ શકતા નથી. હિંસા અને એ બધા શું છે? 'વેવ્સ' છે. હિંસાનો એક 'વેવ' અહીંથી આમ ચાલે ને, એટલે કેવું થાય ખબર છે? એક માણસની જે હિંસાનો ભાવ હોય ને, તો બીજી બીજાને જાય, ત્યાં 'એમ્પ્લીફાય' થાય. પછી ઓર આગળ વધે, ઓર આગળ વધે. તો થોડીવારમાં આખું ટોળું ગુસ્સે થઈ જાય. અને પછી કોક બીજાની ઉપર એ બધો ગુસ્સો કાઢે અને બધી તોડફોડ, તહસ નહસ બધું કરી નાખે.

તૃષ્ણાઓ! તૃષ્ણા છે ને, એ કેવું છે? આશા રૂપી અગ્નિ વાળી હોય છે. આમ એની અંદર નિહિત અંદર હોય, જેમ લાકડામાં હોય ને, એવી રીતના તૃષ્ણાની અંદર આગ લાગેલી હોય. એટલે તૃષ્ણા જેવી વ્યાપે ને કોઈના મનની અંદર, એના હૃદયની અંદર, એટલે આખા શરીરમાં અને મનમાં એને આગ લાગે. એના અભાવ એને એટલો બધો ચાલે કે ના પૂછવાની વાત! એના માટે પછી હિંસા કરી નાખે, કંઈ પણ કરી નાખે છે બધું એવું. તો એ શું છે? તો કે, ભવર છે, એક જાતનો વમળ છે. એની અંદર જો જો ગયું ને, તો એ ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા જ કરે.

ફર્યા જ કરે અને પછી એ નીચે ખેંચે, ક્યારેય એને ઉપર ના જવા દે વ્યક્તિને. એટલે એનું ધ્યાન રાખો. સ્ત્રી-પુરુષ ભોગ કાદવ સમાન છે. એટલે અહીં શું છે? સ્પષ્ટતા કરો. સ્ત્રી દેહ પ્રત્યે કે બીઇંગ પ્રત્યે કોઈ એ નથી, પણ એ સ્ત્રીને કે પુરુષને ભોગવવાનો જે ભાવ છે તે કીચડ સમાન છે કે જેટલું વધે એમાં મથો એટલું વધારે તમારે અંદર ખૂંપતા જ જવું પડશે, ખૂંપતા જ જવું પડશે અને ક્યાંય એનો અંતર તમને દેખાશે નહીં.

એવા સંસાર રૂપી સાગરમાંથી પાર જવા માટે જો ભગવાન સૂર્યનારાયણ કેવું સુંદર જ્ઞાન આપી રહ્યા છે આપણને. સૂર્યાસ્ત કાળે સૂક્ષ્મ માર્ગનો સહારો લઈને, સત્વ આદિ ગુણોથી પણ ઉપર થઈને તારક બ્રહ્મનું દર્શન કરવું જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ. તારક બ્રહ્મ વિશે હવે આપણને સમજાવે ભગવાન. જ્યારે આપણે આવું કરીએ ત્યારે આ બધી ચીજોમાંથી આપણે ઉપર ઉઠી શકીએ.

બંને ભ્રમરોની વચ્ચે સચ્ચિદાનંદ રૂપ, જો બહુ સ્પષ્ટ લોકેશન આપી દીધું છે તમને. નોર્થ ઈસ્ટ ફલાના ઢીકણા અને સાઉથ વેસ્ટ ફલાના ઢીકણા. હવે તમે ત્યાં પહોંચી જાઓ. બંને ભ્રમરોની વચ્ચે સચ્ચિદાનંદ સ્વરૂપ, તેજ સંપન્ન, કુટ રૂપ તારક બ્રહ્મનો નિવાસ છે. જ્યોતિર્લિંગ તમરૂપ. અહીંયા એને બીજા સ્વરૂપે તારક બ્રહ્મ કીધો. બરાબર? તારક એટલા માટે કીધો છે કે એ તારનારો છે તમને, શેમાંથી? સંસાર સાગરમાંથી તારનારો છે. એટલે એને તારક બ્રહ્મ કીધું. એની પ્રાપ્તિના ઉપાયોમાં લક્ષ્ય ત્રયનું અવલોકન કરવું જોઈએ. ત્રણ પ્રકારના લક્ષ્યનું અવલોકન કરવું જોઈએ.

હવે પહેલી વિધિ શું છે? તો કહે છે કે મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી, સૂર્ય સમાન આભવાળી, પ્રકાશવાળી સુષુમ્ણા નાડી છે. એની વચ્ચે એનાથી એક કરોડો ઘણી મૃણાલ તંતુ જેટલી સૂક્ષ્મ કુંડલિની છે. ત્યાં એના જ્ઞાનથી, કુંડલિનીના જ્ઞાનથી એટલે એને જાણવાથી તમોગુણની નિવૃત્તિ થાય છે. કુંડલિનીને જાણશો એટલે તમોગુણ ગયો તમારો. હવે રહ્યો રજસ અને સત્વ. એના દર્શનથી બધા જ નાશ થાય છે. તમોગુણ પતી ગયો.

હવે આગળ, તર્જની આંગળીના આગળના ભાગથી બંને કાનોને બંધ કરવાથી કાનના છિદ્રોમાં ફૂટકાર શબ્દ થાય છે. જ્યારે એ શબ્દમાં મનને સ્થિર કરવામાં આવે છે, ત્યારે નેત્રોની મધ્યમાં નીલવર્ણ ભૂરી જ્યોતિના દર્શન થાય છે. એવી જ રીતે હૃદયમાં પણ એ જ જ્યોતિના દર્શન થાય છે. તો બસ આને આમ સાંભળવાનું. અભ્યાસ માંગે છે આ વસ્તુ.

પણ આ હવે ત્રીજી વાત. બાહ્ય લક્ષ્ય એ છે. હવે બાહ્ય લક્ષ્ય બતાવે છે કે નાસિકાના અગ્રભાગથી 4, 6, 8, 10 અને 12 આંગળથી દૂર ક્રમશઃ નીલ વર્ણ, શ્યામ વર્ણ, રક્ત વર્ણ, પિત્ત વર્ણ અને બે રંગોના મિશ્રણવાળું રંગયુક્ત આકાશ દેખાશે. આટલી જગ્યાની અંદર એ યોગી બની જાય છે. અર્ધોન્મીલિત નેત્ર. આ શા માટે કરવાનું? ભગવાને કીધું છે કે, "હે અર્જુન, તું યોગી થા." વારે વારે કહ્યું છે અને પછી એને વિધિ આપી હતી કે, "તું તારી આંખોને આવી રીતના સ્થિર કરી, નાસિકાગ્ર બનીને તું આવી રીતના જોજે. તારા શ્વાસ બસ ત્યાં જોયા કર, બીજું કંઈ કરતો નહીં." એમ કે. અને આ જોતી વખતે તારે શ્વાસ પર પણ ધ્યાન આપવાની જરૂરત નથી. નોર્મલ સાદો શ્વાસ જેમ ચાલતો હોય એમ ચાલવા દેજે. કશું નહીં, ફક્ત તારી દ્રષ્ટિ આકાશ પર કરવાની તે વખત. બીજે ક્યાંય લઈ જવાના નથી.

આંગળ કેટલા? ફરી એક વખત ચાર. ચાર આંગળ, બરાબર ને? ચાર આંગળ જેને કહેવાય, પછી છ આંગળ, દસ આંગળ અને 12 આંગળ. 12 આંગળી એટલે એક ફૂટ થાય. બસ આ રીતના જોવાનું. તમે અહીંથી જુઓ છો કે અહીંથી જુઓ છો એ જ મુખ્ય બાબત છે. તમે આમ જોશો એટલે અહીં સામે દેખાશે. બસ આ ભાગ છે એને જોયા કરવાનું, બીજું કંઈ કરવાનું નથી.

હવે આમાં તમે કોકના વેઇટિંગ રૂમમાં બેઠા હોય તો વાંધો નહીં, બસ સ્ટેન્ડે બેઠા હોય તો વાંધો નહીં. કોકના ફોનની રાહ જોતા હોય ને તમે આવી રીતના આમ કરીને આમ અંદર ઉતરી ગયા હોય તોય વાંધો નહીં. આંખોને તાણવાનું નથી, શરીરને, મગજને, ભ્રમણને, કક્ષાને કંઈ પણ સહેજ પણ ખેંચવાનું નથી. બિલકુલ રિલેક્સ હોવું જોઈએ. એવી રીતે તમે એનો અભ્યાસ કરો તો વારંવારના અભ્યાસ કરવાથી શું થશે? તો કે નીલ વર્ણ દેખાશે પહેલામાં પહેલો તો જે તમારી દિવાલની પાછળ રહેલો છે. શ્યામ વર્ણ દેખાશે, કાળો નહીં, શ્યામ વર્ણ દેખાશે. રક્ત વર્ણ દેખાશે, પિત્ત વર્ણ દેખાશે અને બે રંગોના મિશ્રણવાળું રંગયુક્ત આકાશ દેખાશે તમને તે જગ્યાએ, આટલી જગ્યાની અંદર. બસ અહીં સમવેર હિયર.

અને એ જો જો કરવામાં તમને શું થશે? તો કે ચલ દ્રષ્ટિથી વ્યોમ ભાગને જોતા, વ્યોમ એટલે આકાશ, દ્રષ્ટિ પુરુષની દ્રષ્ટિના અગ્ર ભાગમાં જ્યોતિયુક્ત કિરણો દેખાય છે. આમ આકાશમાં પણ તમે આમ જોશો ને તો પણ તમને આમ પુષ્કળ કિરણો દેખાશે. ઝબુકિયા ઝબુકિયા થશે ને બંધ થશે, થશે ને બંધ થશે. સતત એનો અભ્યાસ હોવો જોઈએ. બહાર પણ કરી શકાય, અહીં પણ કરી શકાય, રૂમમાં બેસીને પણ કરી શકાય. તો એવી રીતે કરવાથી શું થશે? તો કે જ્યોતિયુક્ત કિરણો દેખાય છે. મને તો રાત્રે બહુ દેખાય રૂમમાં. હું આમ બંધ કરીને બેઠો હોઉં એટલે મને બહુ મજા આવી જાય. અને એનાથી દ્રષ્ટિમાં શું આવશે? તો કે સ્થિરતા આવશે તમારી. કેટલાક માણસોને તમે જોશો તો આમ ડોળો છે ને તો આમ આમ આમ આમ ફર્યા જ કરતો હોય. સ્થિરતાપૂર્વક કોઈની સામે જોઈ પણ શકતા હોતા નથી. ક્યાંક લખવું હોય ને તો પણ એ લોકો આમ ભલે જોતા હોય પણ તો પણ એમની દ્રષ્ટિ તો ચંચળ આમ આમ આમ આમ થયા જ કરતી હોય.

બરાબર? તો એ દ્રષ્ટિનો એક દોષ કહેવાય છે. તો એમાં શું થશે? તો કે સ્થિરતા આવી જશે.

હવે શીર્ષ એટલે કે મસ્તકની ઉપર 12 આંગળ દૂર જ્યોતિ દેખાય છે. આ દસ આંગળ થયા અને ઉપર બીજા બે મૂકવાના આમ. એટલે આટલે દૂર સમવેર હિયર. જો અહીંયા આગાળે તમે તમારું

ધ્યાન કેન્દ્રિત કરશો તો આ જગ્યા ઉપર તમને જ્યોતિ દેખાશે. એ જ્યોતિ જ્યારે દેખાય ત્યારે અમરત્વની પ્રાપ્તિ થાય છે. તમે પછી મૃત્યુને જીતી લો છો.

મધ્ય લક્ષ્ય.

હવે આ બાહ્ય લક્ષ્યની વાત કરી. હવે મધ્ય લક્ષ્ય આવ્યું. મધ્ય લક્ષ્ય એ છે કે સવારે પ્રાતકાળમાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જ્વાળાવત અને એનાથી વિહીન અંતરિક્ષવત દેખાય છે. એના આકારની જેમ જ આકાર વાળો બની જાય છે.

સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ જ્વાળાવત અને એનાથી વિહીન, એટલે જ્વાળાવત દેખાય પહેલા, પછી જ્વાળા વિહીન દેખાય છે, અંતરિક્ષવત દેખાય છે. એટલે આકાશ જેવું દેખાય છે. તમને સૂર્ય પણ આકાશ જેવું દેખાય છે, અગ્નિ પણ આકાશ જેવો દેખાય છે, ચંદ્ર પણ તમને આકાશ જેવો. સમજાયું? ના સમજાયું? ઓકે, ઓકે.

દાખલા તરીકે, સામે અહીંયા આગળ એક હોલિકા છે, સમજો. તો અહીંયા આગળ ભડકો થયેલો છે મોટો અને ખૂબ અગ્નિ પ્રગટેલો છે. તો તેમાં એક ચોક્કસ પ્રકારનું લાઈટ અને અજવાળું તમે જુઓ છો, બરાબર છે ને? હોળીના દિવસે સાંજે જ્યારે પૂજા કરવા જાવ છો, તો પહેલી દ્રષ્ટિએ તમને જ્વાળા બધું દેખાશે, પણ થોડો ટાઈમ પછીથી તમને જ્વાળા નહીં દેખાય. એ ત્યાં હોવા છતાં નહીં દેખાય અને એ આ જેમ મારા બે હાથ વચ્ચે રહેલું જેમ આકાશ છે, એવું જ તમને ક્લિયર કટ આકાશ જ દેખાશે. એની અંદર એમાંથી એ તત્વ જ ગાયબ થઈ જશે અને આકાશ તત્વ જ દેખાશે, એમ કહેવા માંગે છે.

એટલે તમે આમ નજર ઉઠાવીને સૂર્યની સામે જોશો તો તમને અત્યારે સૂર્ય દેખાય છે. જેમ અત્યારે આમ સામે જુઓ ને, મને આ લાઈટ દેખાય છે. દર વખતે જોઉં છું, દેખાય છે. પણ પછી એક વખતે આમ કરીને આમ જોઉં છું, મને લાઈટ દેખાતી નથી. મને ફક્ત આકાશ જ દેખાય છે. એવું ચંદ્ર સાથે થાય રાત્રે અને એવું જ અગ્નિ સાથે થાય. આ મધ્ય લક્ષ્ય છે.

તો કે એવા આકાર જેવા જ આકાર વાળો બની જાય છે ત્યારે શું થાય છે કે અભ્યાસ દ્વારા એ વિકાર રહિત ત્રિગુણા આકાશ રૂપ થાય છે. ત્રણ ગુણ વાળું આકાશ થાય. અત્યંત પ્રગાળ પ્રકાશયુક્ત તારકો સમાન પરાકાશ થાય છે. જુઓ, પહેલા આકાશ રૂપ થાય છે, પછી હવે પરાકાશ બતાવે છે. કાલાગ્ની સમાન પ્રકાશવાન મહાકાશ થાય છે. સર્વોત્કૃષ, પરમ, અદ્વિતીય અને વિશિષ્ટ રૂપે દ્યોતમાન પ્રકાશ તત્વ આકાશ થાય છે અને કરોડો સૂર્યોની જેમ પ્રકાશમાન સૂર્યાકાશ થાય છે. જે આ તથ્યને આ રીતે જાણે છે, એ અભ્યાસ પૂર્વક તનમય બની જાય છે. "તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ". તમે આવો સંકલ્પ કરશો, આવું થઈ જશે, એમ કહે.

હવે એક ત્રીજો ખંડ જે કહે છે, તે કહે છે કે એક યોગના બે વિભાગ છે: એક છે પૂર્વ અને એક છે ઉત્તર. પૂર્વ વિભાગને તારક બ્રહ્મ કહે છે અને ઉત્તર વિભાગને અમનસ્ક કહે છે.

તારક બ્રહ્મના પણ બે પ્રકાર છે: એક છે મૂર્તિ તારક અને બીજો અમૂર્તિ તારક. જે ઇન્દ્રિયો સુધી સીમિત છે, તે મૂર્તિ તારક છે અને જે બંને ભ્રમરોની આગળ છે, તે અમૂર્તિ તારક છે. ગોટ ઈટ? ઇન્દ્રિયો સુધી સીમિત છે એટલે જે તમે એના વડે ઇન્દ્રિયો વડે જોઈ રહ્યા છો, મૂર્તિ સ્વરૂપને, નામ રૂપને, તો એ મૂર્તિ તારક કહ્યો અને એ બે ભ્રમરોની વચ્ચે પર આગળ છે, એને અમૂર્તિ તારક કીધો.

અહીંયા કોઈ મૂર્તિ નથી, પણ તમે જુઓ છો એવી રીતે અહીંયા આગળ મૂર્તિની અંદર કોઈપણ મૂર્તિ હોઈ શકે. જરૂરી નથી કે ભગવાનની જ હોય. કોઈ ફોટો, કોઈ કેલેન્ડર, તમારો પોતાનો ફોટો છેવટે સામે મૂકીને જોયા કરજો, આનંદ આવતો હોય તો પણ એ મૂર્તિ તારક છે. અને ત્યાં આગળ એ અમૂર્તિ તારક છે. આ બંનેનો મનયુક્ત, મનોયોગપૂર્વક થઈને અભ્યાસ કરવો જોઈએ, કારણ કે મનયુક્ત અંતરદ્રષ્ટિ તારક બ્રહ્મને પ્રગટ કરવામાં સક્ષમ હોય છે.

અહીં બહુ સૂક્ષ્મની અંદર આખી વિધિ આપી દીધેલી છે કે તમારે એ બેસીને કોઈપણ એ મૂર્તિ હોય, તેને બસ આમ જોયા કરવાની છે અને એ જોતાં જોતાં જોતાં એક સમય આવશે કે એ તારક બ્રહ્મ સ્વયં પોતે પ્રગટ થઈ જશે. એ મૂર્તિ તારક છે, એનો જોનારો જે છે ને, તે પોતે જાતે જ પ્રગટ થશે. આમે તે દરેક વખતે એ જ સ્વયં પ્રગટ થાય છે. આપણે કરીએ છીએ એવું આપણે માનતા હોઈએ, થઈ જશે. ખરેખર એવું હોતું નથી. એ એની ઈચ્છાથી, એના ટાઈમે, અહેતુક કૃપા કરીને પ્રગટ થતો હોય છે.

પણ કન્ડિશન એપ્લાય શું છે કે ભાઈ આપણે એ સ્થિતિમાં હોવા જોઈએ ને, તો થાય ને? અહીંયા જ ના હોય તો પછી ત્યાં ક્યાંથી આવવાનું છે? એટલે કોઈ માણસ એમ બેઠા બેઠા કોઈ વિચાર કરે કે એ તો થઈ જશે, એ તો થઈ જશે. ના થાય ભાઈ! એના માટે જે કરવું યોગ્ય કન્ડિશન હોવી જોઈએ, એ તો પૂરી થવી જોઈએ, હોય ને? કન્ડિશન ફૂલફીલ થવી જોઈએ. તો કન્ડિશન એપ્લાય. તો એ મૂર્તિ તારક છે.

જ્યારે મૂર્તિને તમે જુઓ, ફોટાને જુઓ, કંઈ પણ રીતના કરીને કરીને તમે જ્યારે અભ્યાસ કરો છો, તો એને તારક બ્રહ્મ કીધો. અને આ મૂર્તિ તારક પછી અમૂર્ત તારક છે જે અહીંયા આગળ છે. તો તમે ત્યાં બેસીને એને જો જો કરશો, એક દિવસ એ અમૂર્ત પણ પ્રગટ થઈ જશે. પછી બંને ભમરોની મધ્યમાં, ભ્રુ યુગલની વચ્ચે છિદ્રમાં તેજ આવિર્ભૂત થાય છે. એ પૂર્વ તારક બ્રહ્મ છે, એમ કીધું. બિલકુલ! અહીંયા અંદર છિદ્ર છે અને ત્યાં આગળ એ મૂર્તિ તારક જે છે, એ પ્રગટ થાય છે. તેને પૂર્વ તારક બ્રહ્મ કહેવામાં આવે છે.

જ્યારે ઉત્તર વિભાગ જે છે છે, તે મન રહિત હોય છે, એટલે કે સમનસ્ક હોય છે, અમનસ્ક હોય છે. તેના અંદર તાળવાના મૂળથી ઉપરના ભાગમાં મહાજ્યોતિનો નિવાસ હોય છે. એના દર્શનથી અણીમા વગેરે સિદ્ધિઓ મળે છે. તો આ જીભનું તાળવું પાછળ પલોટી, આ ટીપ ઓફ ધ ટંગ જે છે, એ જ્યાં સુધી પાછળ એની મેળે જતી હોય, ત્યાં સુધી ધીરે ધીરે થોડી થોડી થોડી વધારે ને વધારે જ જતી જશે. એક ટાઈમ પછી એ તાળવાના છિદ્રની અંદર પ્રવેશ કરશે અને એ જ્યારે થશે, ત્યારે મહાજ્યોતિનો જે નિવાસ છે તે જગ્યાએ જેવું એ ટચ કરશે ને, એટલે તરત જ એ મહાજ્યોતિ પ્રગટ થશે અને એ...

મહાજ્યોતિના જ્યારે દર્શન થશે, ત્યારે અણિમા વગેરે સિદ્ધિઓ પણ પ્રાપ્ત થતી હોય ત્યાં સુધી કંઈ થતું નથી, ભાઈ. હવે આમ વાત કરીએ ખેચરીને, એનાથી સહેજ આગળ જ્યારે લક્ષમાં અંતઃબાહ્ય દ્રષ્ટિ નિર્મેશ થઈ જાય છે, બિલકુલ સ્થિર થઈ જાય છે, આમ અડધો કલાક થઈ ગયો પણ આંખે કોઈ પલક પાડી નથી કે સહેજ પણ હાલ્યું નથી. આમ કોઈપણ રીતના એવું જ્યારે થાય છે, ત્યારે તેને સાંભવી મુદ્રા કહેવામાં આવે છે. તો એ સાંભવી મુદ્રાની અંદર તમે દ્રષ્ટિને સહેજ ઊર્ધ્વ કરો છો. જે અત્યાર સુધી નીચે જોતા હતા, તેના બદલે ઉપર જોવાનું. આવી રીતે બસ એનો અભ્યાસ કરવાનો. અને એક દિવસે શું થાય છે? તો કે, બધા જ તંત્રોમાં ગોપનીય એવી આ બ્રહ્મવિદ્યા છે. એના જ્ઞાન દ્વારા સંસારમાંથી નિવૃત્તિ થઈ જાય છે. એનું પૂજન મોક્ષ રૂપી ફળ પ્રદાન કરે છે. તો સાંભવી મુદ્રા, બસ આની અંદર રહેલો ભાગ છે, તેને ઉપરથી જોવાનો.

અહીંયા આગળ ખેચરી પણ કરવાની. ત્યાં સાંભવી આ સ્થિતિની અંદર લાંબો સમય સુધી અભ્યાસ કરવાનો.

અંતરલક્ષ એટલે પ્રકાશવાન જ્યોતિ જેવું છે. હવે અત્યાર સુધી બાહ્ય લક્ષ્ય કીધું, મધ્ય લક્ષ્ય કીધું, હવે અંતરલક્ષ એ પ્રકાશવાન જ્યોતિ જેવું છે. એને મહર્ષિગણ જ જાણી શકે છે. એ બાહ્ય અને આંતરિક ઇન્દ્રિયો દ્વારા અગોચર છે, એટલે કે નેત્રો, મન વગેરેથી પણ અગોચર છે. એટલે અંતરલક્ષ એટલે કેવું છે કે બસ તમે આમ અંદર ઉતરી ગયેલા હોય, ખૂબ ઊંડે ઊંડે ઊંડે ઊંડે ઊંડે અંદર ક્યાંક, અંદર ક્યાંક, અંદર ક્યાંક. બસ એવું આમ કાળું જે કંઈ પણ તમને દેખાય છે, શ્યામ સુંદર. લોકો તો કહે છે, "શ્યામ સુંદર સમીપે ના જાઉં." પણ ત્યાં ગયા વગર તારો ઉદ્ધાર કેમનો થશે? બસ આમ અંદર અંદર અંદર અંદર અંદર એવું ઊંડે ઊંડે અને એક જગ્યાએ તમને પછી અદભુત એવા દર્શન થશે. તે પ્રકાશવાન જ્યોતિ છે. એટલે આ એના લક્ષ્ય છે.

ચોથા ખંડની અંદર સહસ્ત્રાર દળમાં પ્રકાશમાન જ્યોતિ સમાન અંતરલક્ષ છે. અહીં પાછું એક બીજું અંતરલક્ષ આપ્યું: સહસ્ત્રાર દળમાં પ્રકાશમાન જ્યોતિ સમાન અંતરલક્ષ. ફક્ત સહસ્ત્રારને જો કર્યા કરે. કેટલાક લોકો એવું માને છે કે બુદ્ધિ રૂપી ગુફામાં સર્વાંગ સુંદર પુરુષનું રૂપ એ અંતરલક્ષ છે. કે ત્યાં આગળ બુદ્ધિ રૂપી ગુફા છે, એક એ ગુફાની અંદર એક પુરુષ રહેલો છે, સર્વાંગ સુંદર પુરુષ છે અને એને સતત જોવાનું. એમ કે કેટલાક લોકો એવું માને છે કે મસ્તકની અંદર રહેલા મંડળની વચ્ચે પંચમુખ વાળા ઉમા સાથેના નીલકંઠ ભગવાનનું પ્રશાંત રૂપ પણ અંતરલક્ષ છે. પણ જો આ બધા પ્રક્ષેપણો છે, ખરેખર ધારણાઓ છે. એ પણ અંતરલક્ષ છે. પછી એક છે અંગુષ્ઠ માત્ર પુરુષ અંતરલક્ષ છે. તમારા હૃદયની અંદર તમે અંગુષ્ઠ માત્ર આત્માનો જ એમ કે કર્યા કરો, તો પણ એ પણ અંતરલક્ષ છે.

જો કેટલી બધી ટેકનિકો આપી દીધી છે! એવું પણ કેટલાક વિદ્વાનો માને છે. તમારે બસ ખાલી અહીંયા આગળ આમ દીપકની જ્યોતિ સમાન એવો તમારો આત્મા છે અને આ આત્મા આવો છે, આવો છે, આવો છે, એટલે પોતાના ગુણો જે કંઈ આત્માના છે, તેના સહિત છે. એવું જ્યારે તમે આમ અનુભવ, પ્રતીતિ અને લક્ષ્યપૂર્વક સતત લાગેલા રહેશો અને એ વસ્તુ તમને અનુભવ આગળ ઉપર આપે, તો ઉપર જણાવેલા બધા જ વિકલ્પો જે છે, તે બધા આત્માના છે. એટલે આત્માના આ બધા વિકલ્પો છે. આના બદલે જોવાનું છે એ લક્ષણને જે શુદ્ધ આત્મદ્રષ્ટિથી જુએ છે, તે બ્રહ્મનિષ્ઠ બની જાય છે. તમે ચાહે બાહ્ય લક્ષ્ય લીધું, તમે મધ્ય લક્ષ્ય લીધું કે અંતરલક્ષ લીધું, પણ એને આત્મદ્રષ્ટિથી તમે જુઓ. આ એક કન્ડિશન છે. એટલે તમે શું જુઓ છો એ અગત્યનું તો છે, એનાથી વધારે અગત્યનું એ છે કે તમે એને આત્મદ્રષ્ટિથી જુઓ.

હવે આત્મદ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ? "તે હું છું" એ આત્મદ્રષ્ટિ છે. એનાથી એને જોવાનું છે, બસ. સમજાયું? અને એવું સતત અભ્યાસ, સતત અભ્યાસ એ રીતે અંતરલક્ષ્યનું દર્શન પ્રાપ્ત કરી લેવાથી એ જીવ જીવનમુક્ત તરફ આગળ વધતો સ્વયં અંતરલક્ષ બનીને પરમ આકાશ સ્વરૂપ અખંડ મંડળ બની જાય છે. અખંડ મંડળ બની જાય.

પછી હવે બીજો બ્રાહ્મણ છે, એમાં પ્રથમ ખંડ કહે છે. ત્યારબાદ ઋષિ યાજ્ઞવલ્ક્ય આદિત્ય મંડળમાં રહેલા પુરુષને પ્રશ્ન કર્યો. આદિત્ય મંડળમાં રહેલા પુરુષને પ્રશ્ન કર્યો. અત્યાર સુધી આદિત્ય નારાયણને કરતા હતા, હવે તેની અંદર રહેલા પુરુષને પ્રશ્ન કરે છે. એનાથી વધારે અંદર. આ બધું જ્ઞાન સંપાદન કર્યા પછી દ્રષ્ટિ થઈ ગઈ, એટલે "હી બીકેમ કેપેબલ ઓફ ડુઇંગ ઈટ." અને હવે એ કહે છે કે, "ભગવાન, અંતરલક્ષ વગેરે વિષયમાં પણ ઘણું બધું કહેવામાં આવ્યું, પણ હું એને સમજી નથી શક્યો. એટલે હવે આપ મને સમજાવો કે મને હજી સમજાયું નથી, બહુ ક્લિયર કટ કંઈક તમે સમજાવો." ત્યારે એ સાંભળીને સૂર્યનારાયણે કીધું કે, "પાંચ ભૂતોનું આદિકારણ એ વિદ્યુત પુંજ સમાન છે." આ પાંચ ભૂતોનું આદિકારણ. જો, એક એક શબ્દને બરાબર તમે સમજજો. પાંચ ભૂતોનું આદિકારણ. આ પાંચ ભૂતો કયા કયા?

પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, તેજ, આકાશ. બરાબર છે? આ એટલે એ આ પાંચ. હવે એના અંદર એનું આદિકારણ શું છે? તો કે, વિદ્યુત પુંજ સમાન છે. કેવું છે? એ બધાનું મૂળ શું છે? તો કે, વિદ્યુત પુંજ સમાન છે. એ વિદ્યુત પુંજમાં એક ચતુષ્પીઠ છે, જેની વચ્ચે તત્વનો પ્રકાશ થાય છે. એ પ્રકાશ અત્યંત ગૂઢ અને અવ્યક્ત છે. પાંચ ભૂતોની અંદર રહેલું આ જે આદિકારણ છે, એ વિદ્યુત પુંજ જેવું એક ચતુષ્પીઠ છે, એક ચોરસ ચોકડું છે, ટૂંકમાં ઘન છે, બરાબર. બધી બાજુથી એક સરખો પાસાદાર. એના અંદર આ વિદ્યુત પુંજ સમાન જે છે, તેની અંદર તત્વનો પ્રકાશ થાય છે, જે ગૂઢ છે અને અવ્યક્ત છે. એટલે એકદમ વ્યક્ત થયેલો નથી. એ અવ્યક્ત પ્રકાશ જ્ઞાન રૂપી પ્લવમાં બેઠેલી વ્યક્તિ માટે જાણવા યોગ્ય છે. જે જ્ઞાન રૂપી નવકામાં બેઠેલો છે, તે જ એને જોઈ શકશે, બીજો એને...

જોઈ શકતો એ વ્યક્ત ત્યાં સુધી થતો નથી જ્યાં સુધી એનામાં જ્ઞાન આવતું નથી. એ બાહ્ય અને આભ્યંતર લક્ષ્ય છે. તો મૂળ વાત અહીં એને સમજાવી દીધી, બરાબર?

એની વચ્ચે જગત લીન બની છે. એ નાદ, બિંદુ અને કલાથી પર અખંડ મંડળ છે. એ સગુણ અને નિર્ગુણ સ્વરૂપ છે. તેને જાણનારો વિમુક્ત બની જાય.

એટલે ચતુ પીઠ જે છે, એ વિદ્યુત મંડળ જેવું પ્રકાશિત વિદ્યુત પુંજ સમાન પ્રકાશ છે. એના સેન્ટરની અંદર જે અવ્યક્ત પ્રકાશ છે, એને જોશો તો પ્રકાશમાન બની જશે. અને પાછા ક્યાં? પાંચે પાંચ તત્વોની અંદર. હવે સમજાયું? પેલું સવારમાં કરે છે તે: "બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો." તે આ કહેવામાં આવે.

ચતુષ્પીઠ છે એ ઘન છે, ચૈતન્ય ઘન. એમાં એક પ્રકાશ છે, એ વિદ્યુત પુંજ સમાન છે, અવ્યક્ત છે. પણ એના પર જ્ઞાન રૂપી દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવશે, એટલે કે "તે હું છું" એવું જ્યારે જોવામાં આવશે, ત્યારે એ અવ્યક્ત પ્રકાશ વ્યક્ત થવા માંડે છે. અને એવી રીતે જાણ્યા પછીથી એ વ્યક્તિ પોતે મુક્ત થઈ જાય છે. અને ક્યાં છે? તો કે અહીં છે, અહીં છે, અહીં છે. પાંચે પાંચ તત્વોની અંદર છે અને આ દેહની અંદર રહેલા પાંચે પાંચ તત્વોમાં એ મોજુદ છે. શક્તિનું માપ ગણવા અગણિત માપો. ખ્યાલ આવ્યો?

પછી પેલામાં પણ કહે છે ને: "પંચે તત્વોમાં શું કહે છે? પાંચે પાંચ તત્વોમાં જગદંબા મોજુદ છે." એની વચ્ચે જગત લીન બની જાય છે. એ નાદ, બિંદુ અને કલાથી પર અખંડ મંડળ છે. એ સગુણ અને નિર્ગુણ સ્વરૂપ છે. એને જાણનારો વિમુક્ત બની જાય છે.

સૌથી પહેલા અગ્નિમંડળ છે. જો, સૂર્યમંડળની પણ પહેલા અગ્નિમંડળ. એની ઉપર સૂર્યમંડળ છે. એની વચ્ચે સુધા સ્વરૂપ ચંદ્રમંડળ છે. સૂર્ય અને અગ્નિની વચ્ચે ચંદ્રમંડળ છે, એમ કહેવા માંગે છે. એની વચ્ચે અખંડ બ્રહ્મનું તેજોમંડળ છે. એ વિદ્યુત રેખાવત શ્વેત અને પ્રકાશમાન છે. એ જ સાંભવી મુદ્રાનું લક્ષણ છે.

જ્યારે સાંભવી મુદ્રા કરતાં કરતાં જો આવશે, તો પહેલા અગ્નિમંડળ દેખાશે. અગ્નિમંડળની પછી ઉપર સૂર્યમંડળ છે, વચ્ચે ચંદ્રમંડળ છે. અને તેની અંદર પાછું એને શું બતાવ્યું? "વિદ્યુત રેખાવત શ્વેત પ્રકાશમાન" એવું બ્રહ્મનું તેજોમંડળ છે, તે દેખાડશે. સેન્ટરમાં બ્રહ્મ છે. ટૂંકમાં, એનું દર્શન કરવાથી ત્રણ સ્વરૂપ દ્રષ્ટિમાં આવે છે. એ રૂપ અમાસ, એકમ અને પૂનમ રૂપ છે.

આ કોયડો છે પાછો. બહુ આગળ નહીં સમજાવું. આ થોડુંક ના પાડે છે. નિમિલિત એટલે પલક બંધ થવાની સ્થિતિની અંદર દ્રષ્ટિ જે છે, તે અમાસ રૂપ છે. અર્ધન્મિલિત દ્રષ્ટિ જે છે, તે એકમ રૂપ છે. અને પૂરેપૂરી ખુલેલી દ્રષ્ટિ જે છે, તે પૂનમ રૂપ છે. એટલા માટે પૂનમ રૂપ દ્રષ્ટિનો જ અભ્યાસ કરવો જોઈએ.

આ પેલી અમાસ છે, પેલી એકમ છે અને આ પૂનમ છે. એટલે કે હવે સામે જુઓ. એમ તમે આમ જુઓ છો તો પણ અને અંદર જુઓ છો તો પણ, સામે જ તમે જુઓ. ટૂંકમાં, તમને એમ કહે છે કે તમારે આમ આમ જોવાનું નથી. આ ડોકું ઊંચું નીચું કરવાની જરૂર નથી; તમારે સીધું સામે આમ તતાર બેસીને જોવાનું છે. ડોકું સીધું જ રાખવાનું છે. "ચીન પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ", ધેટ્સ ઈટ. અને પછી સામે જોયા કરો, તો આ તમારી પૂનમ દ્રષ્ટિ થઈ ગઈ.

તો આવી રીતે સામે બેસશો, તો તમારે અમુક સમય દૂર સુધી જોવાનું. તો આ જે ભાગ છે બધો, એ બધો જ તમને દેખાશે. તેના અંદર આ બધા ચાલુ થશે. પછી એક ટાઈમ પછી આકાશ. હા, બસ સીધું સીધું, ઇઝીએસ્ટ, બરાબર ને? કરો તો એ પૂનમ દ્રષ્ટિનું લક્ષ્ય નાકનું ટેરવું છે, નાસિકાગ્ર. સમજી ગયા?

પાછા, જે વખતે તાળવાના મૂળમાં પ્રગાઢ અંધકારના દર્શન થાય છે, તે સમયે અભ્યાસ દ્વારા અખંડ મંડલાકાર જ્યોતિ દેખાય છે. એ જ સચ્ચિદાનંદ. તો તાળવાના મૂળમાં પ્રગાઢ અંધકારના દર્શન થાય ત્યાં અમાસ છે. પછી આ બાજુ આમ જોશો તો તમને પહેલું પૂનમ, પહેલું ફર્સ્ટ દેખાશે એકમ. અને આવી રીતના જ્યારે નાસિકાગ્ર કરશો તમે, ત્યારે પૂનમ દ્રષ્ટિ શરૂ થશે તમારી. અને ત્યાં આગળ એ અખંડ મંડલાકાર જ્યોતિ દેખાતી હોય છે. એને સચ્ચિદાનંદ બ્રહ્મ કહેવામાં આવે છે.

આ રીતે જ્યારે સહજાનંદમાં મન લીન બની જાય છે, ત્યારે સાંભવી મુદ્રા સિદ્ધ થાય છે. અને એને જ ખેચરી મુદ્રા કહે છે. અંદર ઓલરેડી અમાસ તમે શોધી કાઢી છે. પછી તમે પડવો કર્યો અને એ પડવાની પછી હવે ધીમે રહીને તમે પૂનમ કરો છો. સમજાયું? તેને સાંભવી મુદ્રા કીધી. અને બસ એ સિદ્ધ કરવાની. એના અભ્યાસથી મન સ્થિર થાય છે અને ત્યારબાદ બુદ્ધિ પણ સ્થિર થઈ જાય છે.

એના ચિન્હો આ પ્રકારે છે: સૌથી પહેલા એ તારાની જેમ દેખાય છે. ત્યારબાદ એ વજ્ર દર્પણ એટલે કે હીરાનું દર્પણ. પહેલાના જમાનામાં જ્યારે કાચ નહોતા, ત્યારે આવું વાપરતા હતા. એટલે એને ઉપયોગ કરતું હીરાનું દર્પણ હોય આખું. શું તેનો ઉપયોગ કરે? તો એવું દેખાય છે. અને છેલ્લે પૂર્ણ ચંદ્ર મંડળ દેખાય છે.

ત્યારબાદ નવ રત્ન પ્રભાનું મંડળ દ્રશ્યમાન થાય છે. નવ ગ્રહોનું જેમ કે રત્નો હોય ને, નવ રત્નોનું મંડળ તેવું આખું દેખાય છે. ત્યારબાદ બપોરનું સૂર્યમંડળ પરિલક્ષિત થાય છે. બપોરે તમે સૂર્યની સામે જોતા હોય એટલું બધું અજવાળું પછી છેલ્લે દેખાય છે. ત્યારબાદ ક્રમશઃ અગ્નિ શિખામંડળ દેખાય છે. તમે કોઈ પણ અગ્નિ પ્રગટ થયો હોય અને તેની જ્યોતને જો કરતા હોય એવું પછી તમને ત્યાં પછી દેખાવાનું શરૂ થાય છે.

તો અહીં આપણે આ પહેલો ખંડ પૂરો કરીએ છીએ એના બ્રાહ્મણનો. અને આજે અહીં વિરામ લઈએ. અને જો કોઈના કોઈ પ્રશ્નો હોય અત્યાર સુધીમાં, તો આપણે હવે જોઈએ. કોઈ સજેશન, કોઈ પ્રશ્નો હોય તો કોઈના પણ?

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.