અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૩૪

વિડિયો ૩૪

લેખ ૩૦ / ૧૪૯ · 102 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

નમઃ નમસ્તે ગણપતે! ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી, ત્વમેવ કેવલમ કર્તાસી, त्वमेव केवलं धर्ताऽसि, त्वमेव केवलं हर्ताऽसि। ત્વમેવ સર્વ ખલવિદમ બ્રહ્માસી, ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ. ऋतं वच्मि, सत्यं वच्मि। अव त्वां माम्, अव वक्तारम्, अव श्रोतारम्, अव दातारम्, अव धातारम्, अवानूचानम्, અવશ્ચાતાત, પુરસ્તાત, ઉત્તરતા, દક્ષિણાત, ચોરધ્વાતા, અવધરાતાત. સર્વત્વમ પાહી પાહી સમંતાત.

ત્વમ વાગમયસ્ત, ત્વમ ચિન્મય, ત્વમ બ્રહ્મસ્ત, ત્વમ આનંદમય, ત્વમ સચ્ચિદાનંદ દ્વિતીયો સિત્યમ. પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયો શ્રી. સર્વ જગદીદમ ત્વત્વતી, સર્વ જગદીદમ ત્વૈય લઈ મેશતી, સર્વ જગદીદમ ત્વય ધારેતી, સર્વ જગદીદમ ત્વય પ્રત્યતિ. त्वं भूमिरापोऽनलोऽनिलो नभः, त्वं चत्वारि वाक्पदानि। ત્વમ અવસ્થા ત્રાયદિતમ, ત્વમ ગુડાયદિતમ, ત્વમ દેહત્રાયદિતમ, ત્વમ કાલત્રાયદમ, ત્વમ મૂલાધાર સ્થિતોષ શ્રી નિત્યમ. ત્વમ શક્તિ ત્રાયાત્મકમ, ત્વમ યોગીનો ધ્યાયંતી નિત્યમ. ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્રસ્ત, ત્વમ ઇન્દ્ર, ત્વમ અગ્નિસ્ત્વમ, વાયુસ્તમ, સૂર્યસ્તમ, ચંદ્રમાસ્તમ.

બ્રહ્મ ભૂપૂર્વ સરોમ ગણાદિ પૂર્વમ ઉચ્ચાર્યમ વર્ણાદી તદનંતરમ અનુસ્વાર પરતરમ અર્ધેન દુર્લસિતમ તારે રુદ્ધમિત તત્વમ મનુસ્વરૂપમ. गकारः पूर्वरूपम्, अकारो मध्यमरूपम्, अनुस्वारश्चान्त्यरूपम्, बिन्दुरुत्तररूपम्, नादः सन्धानम्। સૈસા ગણેશ વિદ્યાગણ કૃષિ નીચોદ ગાયત્રી સંત ગંગ ગઢપતે દેવતા. ૐ ગન ગણપતયે નમઃ.

એકદંતાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ તન્નો દન્તિઃ પ્રચોદયાત્. એકદંતમ ચતુરહસ્તમ પાશમ કુષધારિણમ દંચ વર્ધમ હસ્તે વિભ્રાણમ મુષક ધ્વજમ. રક્તમ લંબોદરમ સુપ કણકમ રક્તવાસમ રક્તગંધાનુ લિપ્તાંગમ રુક્ત પુષ્પે હે સુપૂજિતમ. ભક્તાનુકંપિનમ દેવમ જગત કારણ મચ્યુતમ આવિર્ભૂતચ સૃષ્ટિ યાદો પ્રકૃતિ પુરુષાર્થ પરમ. એવમ ધ્યાયતિ યો નિત્યમ સહયોગી યોગી નાવર.

નમો વ્રાતપતે, નમો ગણપતે, નમો પ્રમતપતે. નમસ્તે લંબોધરાય, એકદંતાય, વિઘ્ન નાશીને, શિવસુતાય, શ્રી વરદ મૂર્તયે નમઃ. ૐ ૐ પરમ તત્વ પરબ્રહ્મ પરમેશ્વર આવાહયામી સ્થાપયામી નમસ્કારમ નમસ્કારોમી.

હે પરબ્રહ્મ પરમાત્મા, આપની કૃપાથી આજે આ ઉપનિષદ અમૃત પ્રાસન ફરી એક વખત શરૂ કરીએ છીએ. આપ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. વાણી આપો, અમારા મસ્તકે બિરાજો, અમારા કંઠે બિરાજો, અમારા હૃદયમાં બિરાજો. ધન્યવાદ.

આજે આપણે શરૂ કરીએ છીએ બ્રહ્મબિંદુ ઉપનિષદ. આ ઉપનિષદ એ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધિત છે. એનું બીજું નામ પણ છે, એટલે એને અમૃતબિંદુ ઉપનિષદ પણ કહેવામાં આવે છે. અમૃત બિંદુ ઉપનિષદ, અમૃત બિંદુ ટપકવાના શરૂ થઈ જાય એમ કે. એમાં કુલ ૨૨ મંત્રો છે, જેમાં બ્રહ્મના અનુસંધાનનું એટલે કે સાક્ષાત્કારનું વર્ણન ક્રમિક સ્વરૂપ વર્ણિત થયેલું છે, ક્રમબદ્ધ રીતે.

તો કહે છે, "મન એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણભૂત છે." આ શાશ્વત તથ્યના ઉદ્ઘાટનની સાથે જ ઉપનિષદનો શુભ આરંભ થયો છે. મનને નિર્વિષય બનાવી મુક્તિની પ્રાપ્તિ, નિર્વિષય બનાવવાની વિધિ, સ્વર એટલે કે પ્રણવ તથા અસ્વર દ્વારા વ્યક્ત અને અવ્યક્ત બ્રહ્મનું અનુસંધાન, ત્રણેયની અવસ્થાઓમાં જાગૃતિ, સ્વપ્ન અને સુસુપ્તિ, એક જ આત્મતત્વની સ્થિતિ, આત્માનું સ્વરૂપ, માયાથી જીવાત્માનું ઢંકાયેલું હોવું, અજ્ઞાન અંધકાર નષ્ટ થયે જીવાત્માના એકાત્મનો પરમાત્મા સાથેના એકાત્વનો બોધ અને દૂધમાં રહેલા ઘીની જેમ ચિંતન મનન રૂપ મંથન દ્વારા પરમાત્મા તત્વની પ્રાપ્તિ અને છેવટે સ્વયંના રૂપમાં એટલે કે પરમ તત્વની અનુભૂતિ — આ બધા જ વર્ણ વિષયો આની અંદર આપેલા છે. આ બ્રહ્મબિંદુ ઉપનિષદના બધા જ વિષયો ઘણા સરળ ઢંગથી આ ઉપનિષદમાં પ્રતિપાદિત થયેલા છે.

તો હંમેશા આપણે જોઈએ છીએ કે કોઈપણ ઉપનિષદની શરૂઆત થાય છે, તો એ શેના વિશે છે, એમાં શું છે, એ કોણે ઉપનિષદ કેવી રીતે પ્રકાશિત કરેલું છે, આ બધી બાબતોની અંદર રજૂઆત આવતી હોય છે. ઉપનિષદની શરૂઆતની અંદર આપણે શાંતિ પાઠ કરીએ: "ૐ સહનાવતું સહન ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીના વધી તમસ્તુ માં વિદ્વિશાવહે શાંતિ."

અહીંયા આપણને આધુનિક જે સાયકોલોજી કહે છે તેવી આપણી પ્રાચીન સાયકોલોજીનું પણ અહીંયા આગળ બધું બહુ સુંદર રીતે વર્ણન કરેલું છે. તો કહે છે, મનના બે પ્રકારો છે: એક મન છે એ શુદ્ધ મન છે અને બીજું જે છે તે અશુદ્ધ મન છે. એટલે શુદ્ધિના આધારે મનના બે વિભાગ કરવામાં આવ્યા. જેમાં ઈચ્છાઓ, કામનાઓના સંકલ્પ ઉત્પન્ન થાય છે, તે અશુદ્ધ મન છે. જ્યાં ઉત્પત્તિ છે શેની? તો કે કામનાઓની, ઈચ્છાઓની. જ્યાં જાણે સંકલ્પ ઊભો થાય છે, એ ભાગ ઉપર ધ્યાન આપો એમ કહે છે ઋષિએ અહીંયા આગળ આપણને કે એ જગ્યા જે છે તે અશુદ્ધ મન છે.

હવે જો આપણને ખબર પડી જાય કે આપણે ઈચ્છાઓ, કામનાઓ અને સંકલ્પો કરીએ છીએ ત્યારે ત્યારે મન અશુદ્ધ થાય છે અને આ જગ્યાએ થાય છે, તો આપણે એના પર ધ્યાન આપવા માત્રથી શું થશે કે એમાંથી આપણી નિવૃત્તિ થતી જશે. ધીમે ધીમે ધીમે ધીમે કરીને આપણી ઈચ્છાઓ ઓછી થતી જશે અને એક વખતે સંપૂર્ણપણે નામ શેષ થઈ જાય છે. એમાં સંકલ્પો કહે છે, "સંકલ્પ તો આપણે કરતા હોઈએ છીએ ને?" જીવન આમાં સંકલ્પ એક જ છે, સ્વયંનો સંકલ્પ. સંકલ્પ કહેવાતો નથી જે સંસારિક બાબતોના વિષય જે આપણે સંકલ્પો કરતા હોઈએ છીએ તેને આપણે સંકલ્પ કહીએ છીએ. પેલો મૂળ જે વાત છે એ તો શું છે કે પોતે પોતાની સ્વયં પ્રતિષ્ઠા કરે છે એટલે એને સંકલ્પ નથી કહેતા. સંકલ્પ સાથે રહીને કલ્પના કરો છો તમે કશાકની ત્યારે સંકલ્પ બને છે. એટલે કલ્પ છે ત્યાં આગળ. જ્યારે બ્રહ્મ છે એ કોઈ કલ્પ બી નથી ને સંકલ્પ પણ નથી.

એ તો સ્વયં સિદ્ધ છે, એ તો છે જ. એના વિશે કશું કહેવાનું ના હોય. જેમ કે વ્યવહાર ભાષાની અંદર પણ આપણે એમ જોઈએ કે આપણે કોઈકને એમ કહીએ કે ભાઈ તમે કોણ છો? એટલે

"તરત પોતાનું નામ બોલે છે કે, "હું ફલાણો છું, હું આ છું, હું અમિત છું, હું માનવ છું." તો એ જે બોલે છે એ સંકલ્પપૂર્વક બોલે છે. પણ જ્યારે એ એમ કહે કે, "હું બ્રહ્મ છું," ત્યારે નિશ્ચયપૂર્વક બોલે છે. બેમાં ફરક આવી ગયો. તો સંકલ્પોથી તમે બંધાવ છો અને નિશ્ચયથી તમે છૂટો પણ છો. વસ્તુ એક ને એક હોવા છતાંય બેની અંદર આવી રીતે થોડોક ફરક પડી જાય છે. એટલે કલ્પના નથી કરવાની. જે દરઅસલ ફેક્ટ છે, હકીકત છે, તેને જ્યારે તમે રજૂ કરો છો ત્યારે શું થઈ જાય છે? નિશ્ચય બની જાય છે. તો દરેક કાર્ય કેવું હોવું જોઈએ? તો કે નિશ્ચયપૂર્વક હોવું જોઈએ. આવું નિશ્ચયપૂર્વકનું જેટલું પણ કાર્ય હોય તે બધું જ શેમાં જાય? તો કે આત્માની અંદર જાય, એ આત્માના ભાગની અંદર જાય છે. સંસાર કેવી રીતે બને છે એ પણ આપણે આગળ જોઈએ છીએ.

અહીં આગળ કહે છે કે, "જેમ બધી જ ઈચ્છાઓનો સર્વથા અભાવ થઈ જાય છે એ શુદ્ધ મન છે." જો, શુદ્ધ મન કેવું કીધું? જ્યાં ઈચ્છાઓનો સંપૂર્ણ અભાવ થઈ ગયો છે, કોઈ ભાવ જ નથી, કોઈ પ્રકારની ઈચ્છા ઉપર ભાવ નથી, તેને કહેવાય મુક્તિની દશા. તો બહુ સુંદર રીતે અહીંયા આગળ બતાવી દીધું. આગળ કહે છે, "મન એ જ મનુષ્યોના બંધન અને મોક્ષનું મુખ્ય કારણ છે." છે બંધન? જે વ્યક્તિ ગુંગળામણ ફીલ કરતો હોય છે, જીવન દરમિયાન, જીવવા દરમિયાન દરેક વસ્તુની અંદર કોઈક જાતનું એને કમ્પલ્સન લાગેલું હોય, રહેલું હોય, એવા પ્રકારનું તેને બંધન કહે છે. એ બંધનનો બીજો છેડો મોક્ષ છે. એ ઉત્પન્ન થાય છે ને? એક ઊભું થાય એટલે બીજું હંમેશા ઊભું થઈ જાય. દ્વૈતનો સિદ્ધાંત લાગુ પડી જાય છે. એટલા માટે તો, "વિષયોમાં આસક્ત મન બંધનનું અને કામના સંકલ્પથી રહિત મન એ જ મોક્ષ કે મુક્તિનું કારણ કહેવામાં આવેલું છે." તો હંમેશા આપણે કેવા હોવા જોઈએ?

તો કે નિર્વિકલ્પ હોવા જોઈએ. નિર્વિકલ્પ હોવાથી આપણે શુદ્ધ મનવાળા થઈએ છીએ અને શુદ્ધ મન એ જ મુક્તિનું મુખ્ય કારણ છે અથવા મુક્તિ ઈટસેલ્ફ છે, એવી રીતે એને આપણે લઈ શકાય.

"વિષય ભોગોના સંકલ્પથી રહિત થવાથી જ આ મનનો વિલય થાય છે." હવે વિષયની વાત આવી. વિષય એટલે કોઈપણ વસ્તુની ઈચ્છા, કોઈપણ વસ્તુની કલ્પના, કંઈ પણ તમે લો, સબ્જેક્ટ આવ્યો એટલે એ વિષય. તો મન તમારું કેવું હોવું જોઈએ? તો કે કોઈપણ પ્રકારના સબ્જેક્ટ વગરનું હોવું જોઈએ. એમાં કોઈ સબ્જેક્ટ જ નથી. પણ મન છે ત્યારે ચૈતન્યનું પ્રતિપાદન કરે છે. જ્યારે જ્યારે સંકલ્પ ઊભો થયો એટલે એ કન્ડિશન જે છે તે તૂટી જાય છે. એટલા માટે એ પછી સંસાર ખડો કરવાનો શરૂ કરી દેતો હોય છે. તો, "વિષયોમાં આસક્ત મન બંધનનું અને કામના સંકલ્પથી રહિત મન જ મોક્ષ અને મુક્તિનું મુખ્ય કારણ આપણને કહેવામાં આવ્યું છે." "વિષય ભોગોના સંકલ્પથી રહિત થવાથી જ આ મનનો લય થાય છે." તો મનનો જો લય કરવો હોય તો વિષય ભોગોના સંકલ્પોથી આપણે મુક્ત થવું જોઈએ, રહિત થવું જોઈએ.

"મુક્તિની ઈચ્છા ધરાવનાર સાધક પોતાના મનને હંમેશા વિષયોથી દૂર રાખે." વિષયોથી એને અલિપ્ત રહેવાનું છે, અલગ રહેવાનું છે. ત્યાર પછીથી જ્યારે મનમાંથી વિષયોની આસક્તિ નીકળી જાય છે, અલગ રહેશે, બહુ ટાઈમ સુધી અલગ રહેશે, અલગ રહેશે, અલગ રહેશે અને પછી એની આસક્તિ નીકળી જશે. જેમ કે કોઈક એક વ્યક્તિના સાથે રહેવાનું શરૂ કરે વ્યક્તિ, તો એનો સહવાસના કારણે જેટલો સમય એના સહવાસમાં હોય તો એના વિશેની આસક્તિ કે માયા કે મોહ વ્યાપી જતો હોય છે. પછી એ વ્યક્તિ સડનલી લાઈફમાંથી નીકળી જાય કોઈક કારણવશાત, તો શરૂઆતની અંદર દિલની અંદર એક ટીસ રહ્યા કરે, કંઈક આમ એવું થયા કરે કે અભાવ સાલે છે જેને આપણે કહીએ, એવા પ્રકારની સ્થિતિ આવે છે. અને બહુ જ લાંબો સમય જતો રહ્યો હોય ત્યાર પછીથી આ જે આપણું મન છે તે પણ અંદર સમાધાન મેળવી લે છે કે ભાઈ હવે તો અહીંયા આવનાર નથી પાછો, તો પછી હવે શા માટે આ બધું તું પકડીને રાખેલું છે?

એમ કરીને મન પોતે સ્વયં પોતાની જાતને ધીમે ધીમે એ વસ્તુઓનો અલિપ્ત કરતું જાય છે. એટલે એનો જે મોહ કે આસક્તિ દિવસે દિવસે દિવસે કરતાં ઘટી જાય છે અને એના કારણે પછી એ પોતાની જાતને મુક્ત કરી દે છે.

તો આગળ શું થાય છે? તો કે, "જ્યારે મનમાંથી વિષયોની આસક્તિ નીકળી જાય છે તથા એ પોતાના હૃદયમાં સ્થિર થઈને ઉન્મની ભાવને પ્રાપ્ત કરી લે." કોઈ ભાવ નથી, કોઈ અભાવ નથી, કશું જ નથી. બસ આ જ સ્થિતિ, આ જ સ્થિતિ આ સેકન્ડે, એના પછી, એના પછી, એના પછી ને સેકન્ડે. તો આને અનુસંધાન કહેવામાં આવે છે. કોનું? મુક્તિનું. બસ આ રીતે બેસવાનું. અત્યારે મન બિલકુલ શાંત, નિર્વિકાર, તમામ વૃત્તિઓના અભાવ વગરનું. જોયું? મન ગાયબ થઈ ગયું. તો આ રીતે નિરંતર અનુસંધાન કરતા રહેવાથી ચૈતન્યની જાગૃતિનો અનુભવ આવવાનો શરૂ થાય છે. ત્યારે શું થાય છે? તો કે, "ઉન્મની ભાવને પ્રાપ્ત કરી લેવાથી પરમ પદને પ્રાપ્ત કરી લે છે." આ પરમપદ આ રહ્યું, બહુ દૂર નથી આપણાથી. પણ આપણે એક સેકન્ડ માટે પરમપદમાં અને પછી પાછા ફરી સંસારની અંદર જોરથી જોલા ખાતા હોઈએ.

"મનુષ્ય પોતાનું મન ત્યાં સુધી રોકવાનો પ્રયાસ કરવો જોઈએ કે જ્યાં સુધી હૃદયમાં વિલીન ન થઈ જાય." આવું આપણને શા માટે કહે છે? તો કે હૃદયમાં મનને વિલીન કરવાનું છે. અહીંયા પહેલી વાત તો એ સમજવાની. હવે હૃદયમાં શું છે? તો કે વૃત્તિઓ રહેલી છે. બધી વૃત્તિઓ ક્યાં ઉત્પન્ન થાય છે? હૃદયની અંદર ઉત્પન્ન થાય. તો આ હૃદયની અંદર જ એ બધી વૃત્તિઓને નિવૃત્ત કરી દેવાની છે. નિવૃત્ત. કોઈ વૃત્ત ના થવું જોઈએ. તો એનું નિવૃત્તિ કહેવાય. તો એવો નિવૃત્ત થઈ ગયો. એવું જ્યારે થાય છે ત્યારે, "મનનું હૃદયમાં લીન થઈ જવું જ જ્ઞાન અને મુક્તિ છે." પણ ત્યાં રહેવું પડે અમુક સમય સુધી ત્યારે જ્ઞાનનો અને મુક્તિનો અનુભવ આવે છે આપણને. આપણે"

જ્ઞાન કે મુક્તિનો અનુભવ આવે તે પહેલાં જ ભૂસકો મારીએ, ફરી વખત સંસારની અંદર. આપણા બધાથી હંમેશા ભૂલ આ એક જ થતી હોય છે. એટલા માટે કીધું કે અનુસંધાન કરો. શેનું કરો? તો કે બસ, મનને અમન કરી દો. કેવી રીતે કરવાનું કીધું? હૃદયમાં બધી વૃત્તિઓને વિલીન કરી દેવાની. તો બસ, આમ જોયા કરવાનું છે અને કેવા ઉનમની ભાવમાં બેસવાનું? ઉનમની મન કેવું? તો કે તમારું આમ ઉર્ધ્વમાં પહોંચી ગયું છે, ઉર્ધ્વ વિશે જ વિચાર કરો છો. આ બધું અધસ છે. "ઉર્ધ્વમૂલમ અધસ શાખમ" તો આ બધાનું મૂળ જે છે તે પરમાત્મા છે. તેના વિશે જેવો પણ તમે વિચાર કરશો, એટલે વિચારનું અનુસંધાન કરવાનું શરૂ કરશો, તો એ સ્વયંમાં વિલીન થઈ જશે અને પછી કશું જ રહેશે નહીં. એટલે પછી જ્ઞાનનો, પરમાત્માનો, પરમ તત્વનો, ચૈતન્યનો, આત્માનો, પરબ્રહ્મનો, પરમાત્માનો, ભગવાનનો, જે પણ તમે કહેશો, તેનો અનુભવ ત્યાં આગળ આવી રીતનો આવે છે.

એમાં કોઈ સંસારી ડાગાડૂગી ચાલી શકતી નથી. એટલે એ સિવાય બીજું જે કંઈ છે, એ બધા માત્ર ગ્રંથનો વિસ્તાર છે.

શું કહી દીધું આપણને કે વૃત્તિઓને હૃદયની અંદર લીન કરી દો? એ જ્ઞાન અને મુક્તિ છે અને એના સિવાય બીજું જે કંઈ છે, તે તો ગ્રંથનો વિસ્તાર છે. એટલે તમે એના વિશે કેટલું પણ લખ્યા કરશો, બોલ્યા કરશો, તો પણ "મિશ પારમ ન યાતી" કહે છે ને? શારદા દેવી અનંતકાળ સુધી લખ્યા જ કરે ગ્રંથો, તો પણ એનો પાર આવે નહીં. તો એ પરમ તત્વ વિશે આવી રીતના વાત કરેલી છે. બહુ સુંદર રીતે જ્યારે ચિંતનીય અને અચિંતનીયનું, જો શબ્દો કેટલા અદભુત રીતે વાપરે છે. ચિંતનીય એટલે જે ચિંતન કરવા યોગ્ય છે તેવું અને અચિંતનીય એટલે જેને ક્યારેય પણ ચિંતન ન કરવું જોઈએ તેવું. એની સાધકની સમક્ષ કોઈ જ અંતર ના રહે, એટલે ભેદ ઊભો જ ના થાય, અદ્વૈત થઈ જશે બિલકુલ. કે આ ચિંતન કરવા યોગ્ય છે અને આ ચિંતન કરવા યોગ્ય નથી, એવી સ્થિતિ અમન થશે ત્યારે આવશે. તથા બંનેમાંથી કોઈની પ્રત્યે મનનો પક્ષપાત પણ ન રહી જાય.

આ ચિંતન કરવા યોગ્ય છે, જો એવું પણ રહ્યું છે, તો પણ એ સંસાર ઊભો કરવાનું કારણ બની શકે છે. તમારા પુણ્યો અર્જિત કરવા માંડશે અને એટલા માટે ફરી પાછા સંસારમાં આવવાનું થતું હોય છે. તો એનાથી પણ આપણે મુક્તિ પ્રાપ્ત કરી લેવાની છે.

એટલે અહીં આપણને એમ કહે છે કે સંપૂર્ણ અદ્વૈતની વાત, એક કેવળ પરમાત્મા, બસ બીજું કંઈ નહીં અને પછી તે વૃત્તિનો પણ અભાવ થઈ જવો જોઈએ. આ છેલ્લી પરીક્ષા હોય છે સાધકની. અનંતકાળથી પેલા સંસ્કાર બધા પ્રાપ્ત કરેલા હોય જન્મોના, એટલે કાંઈ પણ નામ રૂપ વિશે એ પોતે જપ્યા જ કરતો હોય, જપ્યા જ કરો. તો એને એ નામ રૂપ ઉપર પણ એટલો બધો મોહ અને આસક્તિ થઈ ગઈ હોય છે કે પરમ તત્વને નિર્ભેળ બિલકુલ એ સમજી શકતો હોતો નથી. તો ત્યાં આગળ એ લાગેલો રહે છે. છેક શરૂઆતમાં એમ કીધું હતું કે વૃત્તિઓનો સદંતર અભાવ થવો જોઈએ, ચાહે સારી હોય કે ખોટી હોય, વૃત્તિ જ ના હોવી જોઈએ. વાત એમ કીધું એટલે કે નિવૃત્તિ જોઈએ. ક્યાં? તો કે હૃદયથી નિવૃત્ત થવાનું છે. કોઈ કામકાજથી નિવૃત્ત થવાની વાત કરી નથી. એટલે દરેકે પોતાનું જે નિત્ય નૈમિત્તિક કર્મ કરવાનું હોય, પોતાના જે ધંધો રોજગાર કરવાનો હોય, આ બધું એને કર્યા કરવાનું છે.

આ જે સ્થિતિ છે એ તો હૃદયની છે, એ આંતરિક સ્થિતિ છે. એને બાહ્ય સ્થિતિને કોઈ લેવા દેવા જ નથી. પણ જ્યારે હૃદયની નિવૃત્તિ પ્રાપ્ત થઈ ગઈ હશે, ત્યારે તમને સંસારની અંદર પણ કેવું લાગશે? પરમ શાંતિ લાગશે. ત્યાં સુધી લાગશે નહીં. એટલે પરમ શાંતિ જો પ્રાપ્ત કરવી હોય, તો હૃદયની અંદર બધી જ ઉત્પન્ન થતી વૃત્તિઓને સંપૂર્ણ વિલીન કરી દો. નિવૃત્ત કરવા માટેનો રસ્તો આ એકમાત્ર છે. શું? વિલીન કરી દો હૃદયની અંદર જ. બસ, એ આમ જાણે કે અંદર અદ્રશ્ય થઈ રહ્યું છે, બસ એવી રીતના આમ જોયા કરો. કોઈ વૃત્તિ નથી, કશું જ નહીં, બસ એનું જ એક અનુસંધાન અને પછી એ પરમ ચૈતન્ય જે છે, તે તો છે જ, એની મેળે ઝળકી ઉઠશે. સુગંધી, તેજસ્વી, મધુર પરબ્રહ્મ, પરમાત્મા. મધુર શું છે પછી તો?

તો મનનો પક્ષપાત જો સત પ્રત્યે પણ ન હોય, અસત પ્રત્યે પણ ના હોય, એવી જ્યારે સ્થિતિમાં સાધક આવશે, એટલે બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. હવે આ પાછી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ થઈ કે એ તો છે જ બ્રહ્મ તો પણ એને અત્યાર સુધી એને એવું લાગતું હતું કે મને એ અપ્રાપ્ય છે. એટલે વચ્ચે અંતરાયો, આવરણો, બધા જે વિક્ષેપો, જે મળ, જે અજ્ઞાન, જે કંઈ આપણે કહીએ છીએ તે, પાપો, આ બધું જ જે કંઈ છે, તે બધું ક્યાં છે? તો કે મનમાં છે. તો એને ખતમ બી ક્યાં કરવાનું? મનમાં કરવાનું. શેના વડે કરવાનું? તો કે મનથી કરવાનું. જો એટલે કપડું જેમ કપડા ઉપર ઘસી ઘસીને તમે ડાઘો દૂર કરો છો, એવી વાત છે. આમ આમ આમ આમ કરવાનું. પોર પો સાધકે સ્વર અથવા પ્રણવ દ્વારા, જો સ્વર એક જ છે, બાકી બધા વ્યંજન છે. અહીં કહી દીધું, સ્વર અથવા પ્રણવ દ્વારા, હમ, અંદર ચાલ્યા જ કરતો નિરંતર આ એક જે છે, તે પરમાત્માનો આ વાત છે.

લોકો કહે છે ને, "પ્રભુ કી પુકાર સુનો, પ્રભુ કી પુકાર સુનો." તો એ એક જ વાત કહે છે કે ભાઈ તમે આ ઓમકારને સાંભળો, એનું શ્રવણ કરો. સાંભળવા કરતાંય વધારે સારું શું છે? તો કે શ્રવણ કરવાનું. સાંભળવા ખાતર સાંભળ્યું હોય એવી રીતના આપણે આમ થોડીક વાર સાંભળી લઈએ એવું નહીં. એનું શ્રવણ થવું તો કે બધી વૃત્તિઓ એની અંદર લીન કરતા જાઓ. બસ, એક પછી એક પછી એક પછી એક બધું ધીમે ધીમે અંદર અદ્રશ્ય થઈ જાય છે. તો સ્વર અર્થાત પ્રણવ દ્વારા વ્યક્ત બ્રહ્મની અનુભૂતિ કરવી જોઈએ. જે વ્યક્ત બ્રહ્મ છે તે કયો છે? તો કે ઓમકાર છે. આપને ખબર છે કે છેલ્લામાં છેલ્લો યાજ્ઞવલ્ક્ય ઋષિએ પણ કહ્યું હતું કે ટોપ મોસ્ટ શું છે? તો કે અક્ષર છે. પછી આગળ કીધું કે ભાઈ આ અક્ષર છે ને એ પણ દેહ છે, એ અક્ષરને...

જે જાણે છે તે પરમ તત્વ છે. હવે આ છેલ્લી વાત થઈ ગઈ, બસ પૂરું થઈ ગયું. તો જે અક્ષરને જાણે છે તે બ્રહ્મ છે. જે અક્ષરને જાણે છે તે જ બ્રાહ્મણ છે. જે અક્ષરને જાણતો જ નથી તેને બ્રાહ્મણ કહી શકાય જ નહીં. એટલા માટે કીધું કે અક્ષરનો મહિમા અપરંપાર છે, એનો ક્યારેય પાર આવે એવો નથી. માટે પ્રણવ દ્વારા વ્યક્ત બ્રહ્મની અનુભૂતિ કરવી જોઈએ તથા તેના પછી 'અ' સ્વર દ્વારા હવે આગળનું સ્ટેજ કહે છે. પ્રણવથી અતીત એટલે શરૂઆતમાં તમે કરશો, બધું ઓમકાર બોલશો, બધું કરશો, પણ ધીમે ધીમે ઓમકારનું પણ વિલીન થઈ જશે. અને ત્યાં આગળ શું થશે કે અવ્યક્ત બ્રહ્મનું ચિંતન કરશે, કરશે કરતાં થશે, ઓટોમેટીક થવા માંડશે પછી તો. કારણ કે વ્યક્ત બ્રહ્મ પણ વિલીન થઈ ગયો છેવટે અવ્યક્ત બ્રહ્મ આવીને ઊભો રહ્યો, પછીનું સ્ટેશન તો.

આ અવ્યક્ત બ્રહ્મનું ચિંતન જેવું થશે, થયા કરશે, એનું જ અનુસંધાન રહ્યા કરશે. તે આવી આમ એક સ્થિતિ હોય છે, આમ એને ઉન્મની કહેવામાં આવે. એ સ્થિતિની અંદર જ એ રહ્યા કરતો હોય. પ્રણવવાતી, પ્રણવથી પણ અતીત એવો શ્રેષ્ઠ પરબ્રહ્મની પ્રાપ્તિ ભાવનાના માધ્યમથી ભાવ રૂપમાં થાય છે, અભાવ રૂપમાં નહીં. પરમાત્મા કશું નથી, એ જે છે તે પરમાત્મા છે એવું નથી. પરમાત્મા છે, છે જ. એટલે કશાનો અભાવ એ પરમાત્મા છે એવું નથી. પરમાત્મા છે જ, પરમ તત્વ જ છે, બીજું કંઈ જ નથી. એવું જ્યારે ભાવનાના માધ્યમથી વ્યક્તિ ભાવ રૂપે અનુભવવાનો શરૂ કરે છે. આ ભાવ અતિશય સૂક્ષ્મ છે, આ સંસારી ભાવ નથી, એટલે એ ઝડપથી પકડાશે નહીં.

તો આપણને પહેલા જે કંઈ કીધું કે ભાઈ તમે અશુદ્ધ મન જે છે, ડાઘાવાળું મન જે છે, તેને સૌથી પહેલામાં પહેલા તો વૃત્તિઓનો વિલય કરો હૃદયની અંદર કરો. એટલે પછી પેલું શુદ્ધ મન ઊભું થશે અને એ શુદ્ધ મન ઊભું થયું હશે ત્યાં આગળ આ પહેલા પ્રણવની સાધના થશે, વ્યક્ત શબ્દ બ્રહ્મની પ્રણવની. અને એ જ્યારે પૂરી થશે ત્યારે પેલી શરૂ થઈ જ ગઈ હશે. આ એક પછી એક આગળની સ્થિતિ જ છે. સહજ સ્વાભાવિક રીતે વ્યક્તિ ત્યાં આગળ પહોંચતો હોય છે, કરોડોમાં કોક કોક કાળે પાછો. હું પણ એનો મતલબ એ નથી કે આપણે નાસીપાસ થઈએ, આપણે નાહિંમત થઈએ અને આ તો પ્રાપ્ત કરી શકાય એવું નથી એમ કરીને આપણે બધું માંડી વાળીએ અને જે કરીએ છીએ એ કર્યા કરીએ. તો એ યોગ્ય વલણ હોતું નથી મનનું. એટલે એ મનને પહેલા કેળવવું જોઈએ, પછી એની અશુદ્ધિને આપણે ધીમે ધીમે હૃદયની અંદર વિલીન કરવી જોઈએ, નિવૃત્ત કરવી જોઈએ.

પછી પ્રણવનું ચિંતન કરવું જોઈએ. એટલે પુષ્કળ ઓમકાર કરવાના અને એટલા બધા ઓમકારો થયા જ કર્યા પછી આ બિલકુલ અવ્યક્ત બ્રહ્મની એમ કે અનુભૂતિ આવવાની શરૂ થશે. ક્યાં તો કે બસ એ ભાવ અંદર ઉત્પન્ન થઈ જશે. એટલે એને કહે છે કે પરમાત્મા પ્રગટ થયો. એ બસ એ ભાવનો અનુભવ આવવા માંડશે તમને. "અહમ બ્રહ્મ અસ્મિ" – હું જ બ્રહ્મ છું. આ જે કાંઈ છે તે બધું જ બ્રહ્મ છે એવો અનુભવ અને પાછો સતત લગાતાર ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા જ કરતો હોય એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે આપણને અહીંયા આગળ પ્રેરિત કરે છે.

તો એ શ્રેષ્ઠ પરબ્રહ્મની પ્રાપ્તિ ભાવનાના માધ્યમથી ભાવ રૂપમાં થાય છે, અભાવ રૂપમાં નથી. એટલે કશાનો અભાવ ચાલતો. એટલા માટે કીધું: "પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે." તો પૂર્ણની પ્રાપ્તિ થઈ જાય છે એવો ભાવ સંતૃપ્તિ બિલકુલ. એને કીધું આ પરબ્રહ્મની પ્રાપ્તિ. એ બ્રહ્મ કેવો છે? કલાઓથી રહિત છે. તો આ બધી જે ૧૬ કલાઓની વાત કરે છે ને, ૧૬ કલાવાળા ભગવાન, ૧૬ કલાવાળા બધાય. બધે બધી કલા જ્યારે એની અંદર વિલીન થઈ જાય છે તેવી સ્થિતિની અંદર પરમાત્મા છે. બાકી વ્યક્તિ રૂપે તો વિશેષ રૂપે લોકો કલા કર્યા જ કરતા હોય છે. પોતાને કલાકાર કહે છે અને પોતાની કલાઓનું પ્રદર્શન સંસારની અંદર અલગ અલગ અલગ રીતે કર્યા જ કરતા હોય છે. તો એ સંસાર આગળ ચલાવવાનું, વધારવાનું, વિસ્તાર કરવાનું કારણ બને છે.

પણ હંમેશા આ બધી વસ્તુઓ ધીરે ધીરે ધીરે સહજ રૂપે થતી હોય. તો સંગીત જેમ એક કળા છે, ગાયન એક કળા છે, કોઈ વાદન એ પણ એક કળા છે, કોઈકને આપણે શિક્ષણ આપવું, જ્ઞાન આપવું એ પણ એક જાતની કળા છે કોઈપણ વિષય વિશેષનું. તો આ બધી કળાઓ વ્યક્તિ ધીમે ધીમે ધીમે ધીમે કરતા હાસિલ કરે છે. પહેલા તો એ હાસિલ કરે, પ્રાપ્ત કર્યા પછી એ બધું કર્યા પછી છેવટે શું કરવાનું? એ બધાને અંદર હૃદયની અંદર વિલીન કરી દેવાનું છે બધું. તો રસોઈ બનાવવા આવડવું જ હોય. આ લોકો કહેતા, "તરવું, તાંતરવું ને તસ કરવું" – ત્રણ વિદ્યાઓ પણ એમ કે આવડવી જોઈએ આ બધો સંસાર ચલાવવા માટે થઈને. બાળક નાનું હોય ત્યાંથી એને આગળ પ્રગતિ કરાવે ધીરે ધીરે ધીરે ધીરે કરીને. તો સંસાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરો, સમજણ પ્રાપ્ત કરો. ત્યાર પછી પ્રણવ ઉપાસના શરૂ થશે અને પ્રણવની ઉપાસના પૂરી થશે ત્યારે અવ્યક્ત બ્રહ્મની સાધના શરૂ થશે અને પછી એ ભાવ પ્રગટ થશે કે હું જ સંપૂર્ણ.

એટલે આવી એક અનંતકાળની યાત્રા એક જીવનમાં પૂરી નથી કરી શકતા. એટલા માટે "પુનરપિ જન્મમ પુનરપી મરણમ" વાળી જે આખી આ પદ્ધતિ આખી આવે છે તે આના કારણસર થતી હોય છે.

એ બ્રહ્મ કળાઓથી રહિત એક રસ કળા. બીજી તો કે પ્રાણ આદિ પણ કળાઓ છે, જે પ્રાણવિદ્યા વિશે આપણે બધું શીખીએ છીએ તે બધું. માસ્ટર ચો સાહેબે પણ શું કહ્યું હતું? "આર્ટ એન્ડ સાયન્સ ઓફ પ્રાણી ખેલી" પ્રાણવિદ્યા વિશે તેની અંદર શીખવ્યું હતું કે એ પણ એક આર્ટ છે. બધા જ ચિકિત્સકો અલગ અલગ પદ્ધતિથી ભલે સિસ્ટમ એક જ ફોલો કરતા હોવા છતાં પણ જેમ બધા કલાકારોની કળા અલગ અલગ હોય એ પ્રમાણે એમની અભિવ્યક્તિ જે હોય છે પ્રાણની પણ દરેકની એ બધાની અલગ અલગ હોય છે. એટલા માટે પહેલા સાયન્સ.

જાણો અને પછી તમે આર્ટિસ્ટ બનશો તો આ બધું પૂરું કરીને છેવટે પાછું નિવૃત્ત થવાનું. પછી વ્યક્ત સ્વરની, એટલે પ્રણવની, સાધના શરૂ કરવાની અને એ કરીને પછી અવ્યક્તની અંદર પ્રવેશ કરવાનો. ત્યાં અવ્યક્ત બ્રહ્મને પ્રાપ્ત કરી પૂર્ણતાનો અનુભવ લઈ અને પછી વ્યક્તિ ત્યાં આગળ પોતે વિશ્રાંતિ પામી ગયો હોય છે, કારણ કે હવે એને કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એને સંપૂર્ણતાનો અંદરથી સ્વાદ આવે છે, અનુભવ આવે છે, તૃપ્તિ થઈ જાય છે, ઓડકાર આવી જાય. અમી રસ જરજર કરે એટલે પછી તેના એવા ઓડકારો શરૂ થાય કે આમ બસ "ઓય" કરીને કે "બસ હવે મને સંપૂર્ણ તૃપ્તિ થઈ ગઈ છે." એટલે સાડા સાત વાટકી બાસુંદી પી લીધા પછી આપણને આમ જેવું ફીલ થાય ને, બસ એવું તે વખતે ફીલ થાય એવું કહી શકાય.

એ નિર્વિકલ્પ અને નિરંજન છે. જે પરબ્રહ્મની વાત કરીએ છીએ તે નિર્વિકલ્પ. જો પાછો કોઈ પણ વિકલ્પ નથી એ પરમાત્માનો, એ ભાવની જે વાત કરી છે ને સંપૂર્ણતાના બાબતની, એનો કોઈ વિકલ્પ છે જ નહીં. એટલે એ તો પ્રાપ્ત કરવાનું જ છે એમ. એવો જ્યારે નિશ્ચય શરૂ થશે, તે દિશામાં પ્રગતિ શરૂ થશે. આપણે નક્કી તો કરવું જ પડે છે ક્યાંય પણ જવું હોય તો કે ભાઈ, "મારે આ દિશામાં ગતિ કરવી છે, મારે આ વસ્તુને પ્રાપ્ત કરવી છે." અહીંયા તો અવસ્તુ છે, પરમાત્મા કોઈ વસ્તુ નથી, એ ભાવ છે. તો એને કેવી રીતે પ્રાપ્ત કરવાનો? તો કે પ્રણવથી પ્રાપ્ત કરવાનો છે, પહેલા વ્યક્ત પ્રણવ અને પછી અવ્યક્ત પ્રણવ.

છે તો એ નિરંજન છે. એટલે કોઈ એમ કહે કે "મને આ કર્યું ને બહુ મજા આવી ગઈ," તો પછી એ રંજનમાં જ છે હજી. તો એ મનનું રંજન કર્યા કરે છે. તો અધ્યાત્મની કોઈપણ ક્રિયા-પ્રક્રિયા હજુ તો એ ભાઈને એ મનોરંજનનો જ વિષય છે. તો મન ખડું છે, હજી તો ઊભું છે. એ મનને લય કરવાનો છે હૃદયની અંદર. એ જ્યારે લય કરી શકશે ત્યારે મૂળ કામ શરૂ થશે. તો આ લય કરવાની પ્રક્રિયા ક્યારેક ને ક્યારેક તો શરૂ કરવી જ પડે અને એટલું બધું ડિફિકલ્ટ નથી. આપણે એને એવું અંદરથી માની બેસીએ છીએ કે "આ બધું બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે." વાસ્તવમાં આપણે ક્યારેક ને ક્યારેક તો આ બધું કર્યા જ કરતા હોઈએ છીએ, જાણે-અજાણે કરતા હોય છે. જેમ કે રાત્રે નિવૃત્ત થઈ જઈએ છીએ, વિશ્રાંતિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો પછી જાગૃતિની અવસ્થા છોડીને આપણે પછી શું કરીએ છીએ કે સુષુપ્તિમાં જઈએ છીએ.

સુષુપ્તિમાંથી પછી સ્વપ્ન અવસ્થા શરૂ થતી હોય છે. વળી પાછા સુષુપ્તિમાં આવી જતા હોઈએ. તો સુષુપ્તિની અંદર પણ આપણને શરીરને અને મનને વિશ્રાંતિ મળી જાય છે, બંનેને વિશ્રાંતિ મળી જાય છે. અને બીજા દિવસે સવારે પાછા આવીએ.

પણ જો એ જાગૃતિ, સુષુપ્તિ અને સ્વપ્નથી પણ આગળ એવી એક જે અવસ્થા છે જેને તુરિયા કહેવામાં આવે છે, તેની અંદર વ્યક્તિ ક્યારેક પહોંચી જ જતો હોય છે. તેને હજુ સુધી એની ઓળખાણ-પીછાણ થતી હોતી નથી. એટલે એ ત્યાં આગળ લાંબો સમય રહેતો નથી. પણ જેમ જેમ અભ્યાસ એનો તુરિયામાં જવાનો વધતો જાય, તો એના માટે પહેલા શું જોઈશે? "તુરિયામાં જવું છે" એવો નિશ્ચય થવો જોઈએ. "આ તુરિયા શું છે એને જાણવું છે" એવો પણ એને નિશ્ચય થવો જોઈએ. એટલે પછી એવી તુર્યા અવસ્થાની અંદર આગળ પ્રગતિ કરતો જશે. તો એ જેમ તુરિયામાં જશે, શેના આધારે? ક્યારે જશે? તો કે પ્રણવથી જશે. સાધન આપી દીધું: વ્યક્ત અક્ષર ઓમ અને પછી અવ્યક્તની અંદર એનો પ્રવેશ. અને પછી બસ એ ભાવ જે છે પરમ તત્વનો, એ પોતે પ્રાપ્ત કરીને સંપૂર્ણતા મેળવતો હોય છે.

તો માયા અને મોહથી રહિત છે કોણ? બ્રહ્મ. બ્રહ્મમાં ક્યારેય માયા કે મોહ હોઈ શકે નહીં. "એ બ્રહ્મ હું છું" એવું જાણીને મનુષ્ય અવશ્ય બ્રહ્મમય થઈ જાય. જો અહીંયા પ્રોમિસ આવી ગયું છે. જો આને સિરીયસલી લીધું હોય અને સિરીયસલી કોઈ માણસ આના પર વર્ક કરવાનું શરૂ કરી દીધું હોય, તો ઋષિ અહીંયા આપણને કહે છે કે "એ બ્રહ્મ હું જ છું." "એ બ્રહ્મ હું જ છું." જો આ છેલ્લી વાત કરી દીધી. છેલ્લો ભાવ તમારો કયો હશે? "એ બ્રહ્મ હું જ છું." તત્વમ અસિ. "એ બ્રહ્મ હું જ છું." એ ભાવની અંદર વ્યક્તિ જ્યારે આમ અંદર પોતાની અંદર થઈ જશે તદરૂપ, ત્યારે એ અવશ્ય બ્રહ્મમય થઈ જાય છે.

નિર્વિકલ્પ, અંત રહિત એટલે કે અનંત, હેતુ અને દ્રષ્ટાંતથી શૂન્ય. એને એમાં કોઈ હેતુ નથી રહેતો. જોયું? હેતુ ઊભો થાય છે એટલે ઈચ્છા ઊભી થાય છે. તો અહીંયા તો બિલકુલ નિર્વિકલ્પ થવાનું કીધું. પછી દ્રષ્ટાંતથી શૂન્ય એટલે કોઈપણ પ્રકારનું દ્રષ્ટાંત એને આપી ના શકાય એવો બ્રહ્મ છે ભાઈ. અને એવો તું છે. અને એવો તું છે એટલે દાખલા રૂપે એવું આપણે આમ કહી જ ના શકીએ જેવો બ્રહ્મ છે. એટલા માટે એને અનિર્વચનીય કીધું. દ્રષ્ટાંતથી શૂન્ય છે, પ્રપંચથી રહિત છે. પ્રપંચ એટલે સંસાર. સંસાર એટલે પ્રપંચ. સંસારની કોઈપણ બાબત જેવી પણ અંદર હૃદયમાં ઊભી થઈ વૃત્તિ એટલે ઈચ્છા થશે જ, વાસના થઈ જશે અને પછી વસી જશે અંદર. બસ આ બીજ પડી ગયું. તો એનાથી રહિત એવો છે. પછી અનાદિ. અનાદિ જેની શરૂઆત નથી, જેનો અંત નથી એવો જે છે તે હાઈએસ્ટ એન્ડ બિગેસ્ટ. એવો અનાદિ પાછો કેવો?

પરમ કલ્યાણમય છે પરમાત્મા. પરમ કલ્યાણમય. એ સૌનું કલ્યાણ જ કરે. તો એવું કલ્યાણમય પરબ્રહ્મને જાણીને વિદ્વાન પુરુષ જાતે જ મુક્ત થઈ જાય છે. વિદ્વાન પુરુષ જો આટલું જાણી લે એટલે એ મુક્ત થઈ જશે.

નિર્વિકલ્પ, અંત રહિત, અનંત, હેતુ અને દ્રષ્ટાંતથી શૂન્ય, પ્રપંચથી રહિત, અનાદિ અને પરમ કલ્યાણમય એવો પરબ્રહ્મ છે. તેને જાણીને વિદ્વાન પુરુષ અને જેવો જાણવાનો પ્રયત્ન શરૂ કરશે એટલે વ્યક્તિમાં વિદ્વતા પ્રગટ થવાની શરૂ થશે અને એ પછી પોતાને મુક્ત કરી દે છે. શેનાથી મુક્ત કરે છે? આ બધી વસ્તુઓ તો ઓલરેડી એને પહેલા છોડી દીધી છે. છે તો પછી એ મુક્ત.

થઈ જાય ને ભાઈ. એને બાંધતો તો શું આ બધી વસ્તુઓ બાંધતી હતી? વિકલ્પો એને બાંધતા હતા. જે કંઈ જેને કહેવાય કે લિમિટેશન હતા ઊભા કરેલા, તે એને બાંધતા હતા. દરેક વસ્તુમાં કારણ શોધતો હતો. હેતુ શું આનો? વરસાદ પડવાનો હેતુ શું? બહાર જવાનું શું કારણ? તમારે આમ કરવાનું શું કારણ? આવા બધા હેતુઓ ઊભા કર્યા હતા.

"દ્રષ્ટાંત દેહ શૂન્ય છે," એટલે એવો પરબ્રહ્મ જેના વિશે "આના જેવો, આના જેવો, આના જેવું" એવું કંઈ પણ કહી ન શકતા, એવો પ્રપંચથી રહિત મતલબ સંસારિક કોઈપણ અંદર વાસના, ભાવના કશું જ નથી તેવો, આદિ અંતથી રહિત અને પરમ કલ્યાણમય એવો પરબ્રહ્મને જાણીને વિદ્વાન પુરુષ જાતે જ મુક્ત થઈ જાય છે.

એક ડોક્ટર જેમ આપણને પ્રિસ્ક્રિપ્શન લખે છે કે ભાઈ આ પાંચ દવાઓ લઈ લો, તો અહીંયા ઋષિએ આપણને આ પાંચ દવા લખી આપી છે. વાસ્તવની અંદર એના ઉપર જેવું મન તમે લઈ જશો, નિર્વિકલ્પ શબ્દ ઉપર તમે મેડિટેટ કરશો કે અનંત શબ્દ પર મેડિટેટ કરશો કે હેતુ અને દ્રષ્ટાંતથી શૂન્ય એવું શું? એવો પ્રશ્ન કરશો, પ્રપંચથી રહિત એટલે શું? એવો તમે વિચાર કરશો, અનાદિ કેવું હોય? એવી અંદર ઉત્સુકતા પેદા થશે અને એને પરમ કલ્યાણમય અનુભવ કરવાનો શરૂ કરશો, ત્યારે એ પરબ્રહ્મ તો ત્યાં છે જ, એ પ્રગટ થઈ જશે અને એ રીતે કરીને વ્યક્તિ, વિદ્વાન પુરુષ પોતાને મુક્ત કરી દે છે.

"ના નિરોધ છે," એટલે કે પ્રલય છે. મતલબ એમ કહેવા માંગે છે કે પ્રલય નથી. "ન ઉત્પત્તિ છે." જો આ બધું નકારે છે તો કંઈ પણ ઉત્પન્ન થતું જ નથી. અહીંયા બહુ જ ટૂંકની અંદર બધી વસ્તુ આપેલી છે. બહુ સિદ્ધાંતો છે આટલા. એ જ્યારે એમ કહે છે કે "નિરોધ છે," તો તમે આ બધું "ન નષ્ટ થઈ જશે, નષ્ટ થઈ જશે" વાળો જે ભાવ છે તે પહેલામાં પહેલા તો દૂર કરો એમ કહે છે. એ ભાવનો હૃદયની અંદર લય કરી નાખો. ખરેખર તો એ પ્રલય કહેવાય છે જો કહેવો હોય તો, બાકી કોઈ પ્રલય નથી. એટલે આ સંસારનું કંઈક થઈ જવાનું છે એવા ભડકાટની અંદર, ભયની અંદર જીવતા લોકોના માટે અહીંયા જો આ નીડરતાનું વરદાન આપે છે ઋષિ. એ કહે છે, "ના નિરોધ કે પ્રલય છે કે ના ઉત્પત્તિ છે." તો તારી બિગીનિંગ બી નથી ભાઈ, કહે છે. તું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શું કરવાનો, આ બધો વિચાર કરવાની તારે કોઈ જરૂરત છે જ નહીં.

ઘણી વખત હું જોવું છું પેલા કેલેન્ડરો બહાર પાડે છે લોકો, પેલામાં મોકલતા હોય છે કે તું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, તું વિચાર કર. ગીતાના સારના કઈ ૧૫-૧૭ સૂત્રો આમ રેન્ડમ લખેલા હોય અને બધા એકબીજાને મોકલતા હોય છે. "ના બંધન છે," ઋષિએ કહી દીધું. તો તું મુક્ત છે, બંધન નથી. બસ આ ભાવ કરી નાખો, અંદર વિલીન કરી નાખો, તો તમે કોઈપણ વસ્તુથી ક્યારેય બંધાઈ શકો એવા છો જ નહીં એમ કહે છે. "અને ન તો મોક્ષ." પાછું "ન તો મોક્ષ" એટલે સાધકતા છે. એટલે બંધનની પણ અને મોક્ષની પણ બંનેની વાતો બંધ કરી દો. એ બધું જ વિલીન કરી દો, ખતમ કરી નાખો વન્સ ફોર ઓલ. આપણા આસપાસ આ બધું ચાલ્યા કરતું હશે, પણ એટલીસ્ટ આપણા પૂરતું, આપણા માટે, આપણી અંદર એનો લય કરી નાખવાનો.

ઘણી વખતે એવું બને છે કે વ્યવહારની અંદર અમુક પ્રકારની બાબતો થતી હોય તો આપણે એના માટે અસંમતિ કરીએ છીએ. એટલે એને સંમતિ પણ નથી આપતા કે અસંમત પણ નથી થતા. બસ એમ જ આપણે ન્યુટ્રલ રહીને, તેમાંથી નિર્લેપ ભાવે રહીને નીકળી જઈએ. વધુમાં વધુ કહી શકાય કે હું આના વિશે કશું કહી શકતો નથી એમ કહીને આપણે નીકળી જઈએ, "નો કોમેન્ટ્સ." તો એવી રીતના કરવાનું. તો અહીં તો કહી દીધું ચાર વસ્તુઓ જુઓ યાદ રાખો: "ના પ્રલય છે, ના ઉત્પત્તિ છે, ના બંધન છે, ના મોક્ષ છે." એટલે મોક્ષ નથી તો સાધક છે. એના તમે કશું સાધવાનું છે જ નહીં કે જે કરવાનું છે એ આ છે. "ન મુક્તિની ઈચ્છા છે." જો, ઈચ્છા પણ ન હોવી જોઈએ મુક્તિની. "અને ન તો મુક્તિ છે." આ રીતનો નિશ્ચય થવો જો. આવી ગઈ વાત નિશ્ચય ઉપર. આ રીતનો નિશ્ચય થવો એ જ પરમાર્થ બોધ અર્થાત વાસ્તવિક જ્ઞાન છે.

વાસ્તવિક જ્ઞાન આટલું છે, આવું છે.

શરીરની અંદર હવે આગળ વાત કરે છે: "આ ત્રણેય જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાઓમાં એક જ આત્મતત્વનો સંબંધ માનવો જોઈએ." તમે એમ વિચાર કરો કે આ જે અવસ્થાઓ છે જાગૃતિ, સુષુપ્તિ અને સ્વપ્ન, તે અવસ્થામાંથી એનો અનુભવ કરનાર કોણ છે? તો કે આત્મા સિવાય બીજો કોઈ કરી શકે એવો નથી. કારણ કે સુષુપ્તિમાં મન નથી હોતું. સ્વપ્નની અંદર એ થોડુંક ચંચળ હોય છે. જાગૃતિની અંદર એ વધારે પડતું ચંચળ હોય છે. તો એ મનનો વિષય નથી અને પાછો સવારમાં ઉઠીને કહે છે કે મેં આવું સ્વપ્નું જોયું. તો એ કોને ખબર પડી કે મેં આવું જોયું? એટલે એનો કોક જોનારો હોવો જોઈએ સ્વપ્નનો. તો કે એ આત્મા છે. કારણ કે જોવાની અને જાણવાની શક્તિ કેવળ આત્મા પાસે જ છે. તમામ પ્રકારની શક્તિઓ કેવળ આત્માની જ છે. આ જ સાચું જ્ઞાન છે. એટલા માટે કીધું: "એક જ આત્મતત્વનો સંબંધ માનવો જોઈએ."

જે કોઈ વ્યક્તિ આ ત્રણેય અવસ્થાઓથી પર થઈ ગયો છે, એ વ્યક્તિનો ફરીથી જન્મ થતો. તો એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે કે જે ના તો જાગૃતિ છે, ના તો સ્વપ્ન છે, ના તો સુષુપ્તિ છે. સમજાયું? તમે મને કહેતા હતા કે આ અમુક ટાઈમે હું આમ કરું તો મને એવી રીતે લાગે કે આ સંસાર મને સાવ સ્વપ્ન જેવો લાગે છે. સાચી વાત છે, તમે એ દિશામાં આગળ ગયા છો. પણ સ્વપ્ન પણ તમને સ્વપ્ન ના લાગવું જોઈએ, જાગૃતિ પણ જાગૃતિ ના લાગવી જોઈએ અને સુષુપ્તિ પણ સુષુપ્તિ ના લાગવી જોઈએ. એવી અવસ્થાની અંદર જ્યારે તમે હોવ છો, આ ત્રણેયને અતિક્રમણ કરવાનું છે. જ્યાં અતિક્રમણ કરવાનું ત્યાં આપણે કરતા નથી હોતા અને જ્યાં નથી કરવાનું હોતું ત્યાં ફરિયાદ જ કરીએ છીએ ને? પછી પાછા બધા પ્રતિક્રમણો કરવા બેસવું પડે છે રિવર્સ કરવા માટે. તો સંસારમાં ગતિ કરી એટલે અતિક્રમણ.

કીધું, "પણ તમે બ્રહ્મમાં અતિક્રમણ કરોને, કરવું હોય તો એટેક બ્રહ્મ!" બસ, એવું એક ઓપરેશન બ્રહ્મ શરૂ થવું જોઈએ કે ભાઈ, મારે બીજું કાંઈ કરવાનું છે જ નહીં. નિશ્ચયપૂર્વક આખું આમ શરૂ થાય ને, દરેક વસ્તુ ડિસીઝન લેવાઈ જાય અને પછી એ જ દિશામાં બધા આગળ જાય. એટલે પેલા કમાન્ડો આજકાલ તો બધા કેવા ફોર્સથી આમ લાગી પડે છે, કેટલા ઉત્સાહથી! એવી રીતે અંદર જવાનું એ મેકે છે.

તો આ વાસ્તવિક જ્ઞાન જો વ્યક્તિ પ્રાપ્ત કરી લે, એટલે કે ત્રણેય અવસ્થાઓમાં પણ એક જ આત્મતત્વ છે એવું એ પહેલા તો એને માનવું પડશે અને પછી એ વ્યક્તિ આ ત્રણેય અવસ્થાઓથી પર થઈ જશે કે આ ત્રણેયનો જાણકાર હું જ છું. એવું કહે છે, એ વ્યક્તિનો ફરીથી જન્મ થતો નથી, બરાબર? એટલે જો જન્મ ન લેવો હોય તો આટલું પણ કરી શકાય કે તમે આ ત્રણ અવસ્થાઓથી પર થઈ જાવ જીવતે જીવ, હિયર એન્ડ નાઉ ઇસ પોસિબલ.

સમસ્ત ભૂત પ્રાણીઓના એક જ અંતર્યામી દરેક પ્રાણીના અંતઃકરણમાં વિદ્યમાન છે. આપણે દરેક કહીએ છીએ ને પ્રત્યેક એવું ગણીએ છીએ, એટલા માટે અહીંયા આગળ એમને આવી રીતે સમજાયું છે. અલગ અલગ જળમાં પ્રતિબિંબિત ચંદ્રમાની જેમ એ એક જ અનેક રૂપોમાં દેખાય છે, જણાય છે. કેટલા બધા આ પૃથ્વી પર કેટલા જળાશયો છે અને ઉપર એક જ ચંદ્ર છે અને તેનું પ્રતિબિંબ આ દરેક જળાશયોમાં પડે છે. હવે તમારે જો પૃથ્વી ઉપર ઊભા ઊભા તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમને એકાદું જળાશયની અંદર રહેલો એક ચંદ્રમાં દેખાય, પણ તમારે અનેક ચંદ્ર જોવા હોય તો ઉપર ઉઠવું પડશે, ઉર્ધ્વમાં જવું પડશે. એવી સ્થિતિ પ્રાપ્ત કરવી પડશે કે જ્યાંથી તમે પ્રોપર અવલોકન સમસ્ત પૃથ્વીનું કરી શકો. તો જેવું તમે પૃથ્વીનું અવલોકન કરશો તો તમને અલગ અલગ ચંદ્ર ભાષિત થશે કે ભાઈ આ ચંદ્ર છે, આ ચંદ્ર છે, આ ચંદ્ર.

વાસ્તવમાં ચંદ્ર ક્યાંય છે જ નહીં. ચંદ્ર ક્યાં છે? ઉર્ધ્વમાં છે. આ નજર ઉઠા કે દેખો, બસ ચંદ્રમાં હાજર છે. એવી રીતે બ્રહ્મ પણ આમ જ હાજર છે. વાસ્તવમાં દ્રષ્ટિ આપણે ઉપર રહી જ જતા નથી, ઉન્મની અવસ્થામાં આવતા જ નથી. બસ આ એક જ ભૂલ. જેવી ઉન્મની અંદર પહોંચ્યા, ચંદ્રમાં જેમ દેખાય એમ બ્રહ્મ આપણને દેખાય. બસ, બ્રહ્મને જોયા પછી આ નીચે પાછા એના પ્રતિબિંબો જોવા જવાની જરૂરત ખરી? આપણને ખબર પડી ગઈ કે આ છે બ્રહ્મ અહીંયા આગળ. એવી રીતે બ્રહ્મને જોવો અને જાણવો જોઈએ.

ઘટ એટલે કે ઘડામાં આકાશ તત્વ પૂર્ણ રૂપે વિદ્યમાન છે. જે ઘડો હોય તેની અંદર આકાશ હોય જ છે. પરંતુ જે રીતે ઘડાના તૂટી ફૂટી જવાથી માત્ર ઘડાનો વિનાશ થાય છે, તેમાં ભરેલા આકાશ તત્વનો નહીં. આકાશ તત્વનો આકાર આપણે આમ જોઈએ. ખાલી વચ્ચે માટીનું એક પડ હતું, એટલે માટીના એ પડના કારણે આપણને એમ લાગતું હતું, ઘડાનું આકાશ જુદું છે અને પેલું આકાશ જુદું છે. વાસ્તવમાં આ આભાસ હતો. કેમ? તો કે આ પૃથ્વી તત્વની એક પેલી જે દીવાલ જેવું લાગે આપણને ઘડાની, એના કારણે આપણે એમ સમજતા હતા કે આ જુદું છે ને આ જુદું છે. વાસ્તવમાં આકાશ એક જ છે. એ પ્રમાણે બ્રહ્મ જે છે તે પણ સળંગ છે, એક જ છે. એમાં વચ્ચે કોઈ ખાંચા, દિવાલો, કશું થયું નથી. કોઈ મેઝ નથી ને કશું જ નથી.

શરીર ધારણ કરનારો જીવ પણ આકાશની જેમ જ છે. આપણે આમ માનતા જ નથી હોતા. બસ આ મુશ્કેલી પડે કે જીવ રૂપે હું કેવો છું? તો કે આ બોડી. તરત લિમિટેશનની અંદર બેસી જાય છે માણસ કે આટલું આ મારું, આ ઘર મારું. એમ આ મન મારું, આ મારી માન્યતા. માનેલું છે તો બધું મારું કીધું અને પછી લિમિટેશન ઊભા કરી દીધા એને પોતાનું. એટલે કીધું કે "મારું મારું બંધ કર. મારું મારું કર્યા કરીશ તો મર્યા જ કરીશ." કે ક્યાં સુધી મારું મારું કરીશ? તો કે એ છૂટી જશે તો પછી શું થશે? તો કે આકાશની જેમ એ જીવ પોતે છે અને શરીરના નષ્ટ થવાથી આત્માનો વિનાશ થતો નથી. દ્રષ્ટાંત આપ્યું: ઘડો છે અને આ તમારો ઘડો છે. આ બરાબર? આ ફૂટી જશે તો અંદર રહેલો જીવાત્મા એ આકાશ જેવો છે, એટલે એનાથી ક્યારેય જુદો હતો જ નહીં. આ તો ભાસ થતો હતો આપણને કે ગળામાંનું આકાશ. એટલે કહેતા હતા આપણે.

હા, તો આ શરીરની અંદર રહેલું જે આકાશ જેવું જે જીવ છે તે અને જે આ બહાર છે બધું તે પણ બધું એકાકાર જ અત્યારે પણ છે જ ઓલરેડી. અત્યારે છે હિયર. અનુભવ આવવો જોઈએ. વિચાર કરો, બધા વિકલ્પો બંધ કરો. બસ, અનુભવ આવી જશે. એટલે કીધું કે શરીરના નષ્ટ થવાથી આત્માનો નાશ થતો નથી, વિનાશ થતો નથી, કારણ કે આત્મા શાશ્વત છે. આ સુંદર ફોર્મ્યુલા આપી દીધી કે ભાઈ આ દેહ જે છે એ ઘડા જેવો છે અને દેહ ફૂટી જાય જેમ ઘડો ફૂટી જાય એમ કોઈપણ રીતે. એટલે પછી એમાંનું આકાશ જે છે તે જેમ બહારના આકાશને મળી જાય તેવી રીતે આ જે જીવ છે તે બ્રહ્મને અંદર મળી જાય છે. પણ જઈને મળવાનું અને એવું બધું કંઈ છે નહીં. આ બધું ભાષાના લિમિટેશનનો છે એના કારણે. અને આ ભાષા કેમ ઊભી થઈ? મન છે એટલે. મનની અંદર તમે પરાની ઉપર જતાં રહો એટલે પછી કામ પૂરું થઈ ગયું. ત્યાં ભાષાનું શું કામ છે?

કોઈ કામ નથી. એટલે ઉનમનીની અંદર હંમેશા તમે પરાની ઉપર જશો, પરા અવસ્થાની પણ ઉપર જશો, જ્યાં કશું કોઈને કંઈ કહેવાનું નથી, કશું જ નથી. શબ્દ નથી, સ્વર નથી, કંઈ નથી. બસ, બધું એક છે, બધું એક છે, બધું એક છે. એક જ અનુભવ સતત આપણને આવી શકે છે.

સો, સમસ્ત જીવ પ્રાણીનું ભિન્ન ભિન્ન શરીર ઘડાના જેવું જ છે, જે વારંવાર તૂટફૂટ કે વિનાશને પ્રાપ્ત થાય છે અને થતું જ રહેશે. આ વિનાશને પ્રાપ્ત થનારું જળ શરીર પોતાના અંતઃકરણમાં રહેલા ચિન્મય પરબ્રહ્મને જાણતું નથી. આ જળ શરીર છે તે પરબ્રહ્મને જાણી શકતું નથી, કારણ કે એ જળ છે, પહેલા જ કહી દીધું અને આ ચૈતન્ય છે. તો જળ ચૈતન્યને જાણી શકે નહીં. ચૈતન્ય છે તે જળને જાણે છે અને ચૈતન્યને પણ જાણે છે. એ રીતે આ ચિન્મય પરબ્રહ્મ જે છે તે ક્યાં રહેલો છે તો?

કે જળ શરીરની અંદર, જીવ માત્રના અંતઃકરણમાં રહેલો છે. હવે આ અંતઃકરણ એટલે આપણે પાછા સમજીએ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ જે ચાર અવસ્થાઓ છે – ફોર ફેસેટ્સ. કે મન રૂપે ફિઝિકલ છે, ચિત્ત રૂપે એ શું છે? તો કે ચૈતન્ય છે. મન બુદ્ધિ જે છે તે વળી એનું પણ સંસ્કારિત સ્વરૂપ છે. એમાં સંસ્કાર આવી ગયેલા છે, વિવેક આવી ચૂકેલો હોય તેને કહેવામાં આવે છે. બીજા કોઈ સંસ્કારો હોય તો પાછું એ અશુદ્ધ મન કહેવાય, એટલે એ ના ચાલે અધ્યાત્મની અંદર. બરાબર? અધ્ય આત્મ અહીંયા આત્મા, બસ બીજું કાંઈ નહીં.

તો આ જે ચૈતન્ય જે છે તેને આ જળ શરીર જાણતું નથી કે એના પોતાના અંતઃકરણમાં જ રહેલું છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને છેલ્લે બાકી રહ્યો તો અહંકાર, હું પણું. તો એ અહંકારનો જો લય થાય, ક્યાં થશે? તો કે મનની સાથે સાથે અહંકારનો લય થશે. એટલે આ બે તમારા હૃદયની અંદર જ અંદર બધી વૃત્તિઓનો અભાવ થતાં પછી જે બાકી રહી જશે તે કે શુદ્ધ ચૈતન્ય જ હશે અને બીજું કંઈ નહીં હોય. અને એ હંમેશા વિવેક સાથે હશે, એટલે એને જ્ઞાન કીધું. એટલા માટે એને વિજ્ઞાન પણ કહેવામાં આવ્યું. અને એ દેહની અંદર ઉત્પન્ન થવું જોઈએ, બહાર ચોપડીની અંદર નહીં. લાખો વીડિયોની અંદર પણ બધું આપેલું છે, પણ એ બધું માહિતી કહેવાય છે. પણ એનો એક બહુ સૂક્ષ્મ ભાગ, એક નાનકડી રીલ પણ જો વ્યક્તિના જીવનની અંદર ઉતરી ગઈ તો તેને અને એને અનુભવ આવવાનો શરૂ થયો, તેને વિજ્ઞાન કહેવામાં આવે છે.

એ બધાયના સાક્ષી પરમાત્મા હંમેશા બધાના શરીરોને જાણતા જ રહ્યા છે. જો ઇન જનરલ એમને કહી દીધું, "દરેકના અંતઃકરણની અંદર પરમાત્મા રહેલો છે અને એ પરમાત્મા આ બધું જ જાણી રહ્યો છે." હવે આની સમજણ આપી કે જ્યાં સુધી નામ રૂપાત્મક હયાતી ધરાવનારી માયા દ્વારા આ જીવાત્મા ઢંકાયેલો રહે છે. જીવ આત્મા, જીવ છે તો એ આત્મા, બંનેની એકતા અને અભેદતા છે જ. પણ જ્યાં સુધી એ નામ રૂપ વાળી, નામ રૂપમાં ફસાયેલો છે, હયાતી ધરાવનારી માયા, એટલે માયાને અલોપ કરવાનું અહીંયા આગળ સમજાવી દીધું કે ભાઈ આ માયાના કારણે આવું છે. એ માયા એને ઢાંકી દે છે, એના ચૈતન્યને ઢાંકી દે છે અને પ્રગટ નથી થવા દેતું. ત્યાં સુધી બંધાયેલાની જેમ હૃદય કમળમાં જ રહે છે, અંદર હૃદયકમળમાં જ છે. જ્યારે અજ્ઞાન રૂપી અંધકારનો વિનાશ થઈ જાય છે, ત્યારે જ્ઞાન રૂપી પ્રકાશમાં વિદ્વાન પુરુષ જીવાત્મા અને પરમાત્માના એકત્વનું દર્શન કરી લે છે.

સમજાઈ ગયું? જેવું એને જ્ઞાન પ્રગટ થશે એટલે એને ખ્યાલ આવી જશે કે હું જ પરમાત્મા છું. પછી એ જીવ રૂપ પોતાનું છોડી દે છે, ઓટોમેટીક જતું રહે છે. જેવું જ્ઞાન પ્રગટ થાય એટલે પછી એને ખબર પડી જાય કે હું આ નથી, આ છું.

શબ્દ બ્રહ્મ એટલે પ્રણવ અને પરબ્રહ્મ એ બંને અક્ષર જ છે. આપણે બોલીએ ને પરબ્રહ્મ, તો એ પણ અક્ષર છે અને પેલો પણ અક્ષર છે. પંદરમું લેવલ સીધું આપણે આમ યાદ કરી લો. આકાશથી પણ સૂક્ષ્મ શું છે? આકાશ જેમાં ઓતપ્રોત છે, શેમાં ઓતપ્રોત છે? તો કે એ અક્ષરમાં ઓતપ્રોત છે. અને એ અક્ષર ઓમ છે. તો આ બંને અક્ષર છે એમ કીધું. એનો ક્યારેય ક્ષર થવાનો, શબ્દ બ્રહ્મનો પણ અને પરબ્રહ્મનો પણ. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મમાં લય થઈ જાય, પણ બંને એક જ છે પાછા ત્યાં આગળ. આ બંનેમાંથી જે કોઈ એકના ક્ષીણ થયે બીજો અક્ષયની સ્થિતિમાં બની રહે છે. એ પરબ્રહ્મ જ વાસ્તવિક અક્ષર અવિનાશી છે. વિદ્વાન પુરુષ અગર શાંતિ ઈચ્છે છે, તો તેમને એ પર અક્ષર રૂપ પરબ્રહ્મનું જ ચિંતન કરવું જોઈએ. જોઈએ તમારે જો જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો આ અહીંયા આગળ સરળ રસ્તો આપી દીધો કે તમે અક્ષર બ્રહ્મની ઉપાસના કરો, અક્ષર બ્રહ્મનું ચિંતન કરો.

આ અક્ષર કેવો છે? શું છે? કેમ છે? કોણ છે? ક્યાં છે? બસ આ જ પકડ્યો અને આટલું જ લિમિટેશનની અંદર તમે બરાબર ઊંડું ડ્રીલિંગ કરવાનું શરૂ કરશો. અંદર હૃદયની અંદર બધી વૃત્તિઓ બધી અંદર ખતમ થઈ જશે, ત્યારે અક્ષર બ્રહ્મ પહેલા પ્રગટ થશે. અને પછી એ જે પ્રણવ રૂપે પ્રગટ થયેલો શબ્દ બ્રહ્મ છે, તે પણ સમી જશે. શેની અંદર? તો કે મૂળ પ્રણવની અંદર, પરબ્રહ્મની અંદર. અને પછી એવું થવાથી અક્ષર રૂપ પરબ્રહ્મ પ્રગટ થઈ જાય છે. તો એનું ચિંતન થવું જોઈએ.

એ બે વિદ્યાઓ જાણવા યોગ્ય છે. પ્રથમ વિદ્યાને શબ્દ બ્રહ્મ અને બીજી વિદ્યાને પરબ્રહ્મના નામથી ઓળખવામાં આવે છે. શબ્દ બ્રહ્મ અર્થાત વેદ શાસ્ત્રોના જ્ઞાનમાં નિષ્ણાત થયે વિદ્વાન મનુષ્ય પરબ્રહ્મને જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. શબ્દો દ્વારા એ પોતે પહેલા વેદ શાસ્ત્રો વગેરે પકડશે અને એ બધાના જ્ઞાનની અંદર એ નિષ્ણાત થશે. અને એ થવાથી એનામાં શું થશે? તો કે પરબ્રહ્મને જાણવાનું સામર્થ્ય ઊભું થશે. આપણે આ ઉપનિષદનો અભ્યાસ કરીએ, સતત કરીએ એટલે શું થશે? તો કે આપણામાં પરબ્રહ્મને જાણવાનું સામર્થ્ય ઉત્પન્ન થઈ જાય. આ શા માટે કરવું જોઈએ? આ કેટલું ઉપયોગી છે? અને ઉપનિષદ અંતિમ જ્ઞાન જેને કહેવાય, વેદશાસ્ત્રનું પણ વેદનો અંત જ્યાં આવી જાય છે, બધા વેદો ના પાડી દે કે બસ હવે આનાથી આગળ કશું હું કહી શકું એવું નથી, એવી સ્થિતિ તે ઉપનિષદ.

અને તેનું આપણે અધ્યયન ચિંતન કરવા માટે આપણે સૌભાગ્યશાળી બન્યા છીએ. એનો મતલબ કે પરબ્રહ્મ આપણી અંદર પ્રગટ થવાની સંભાવનાઓ બળવત્તર બનતી જાય છે. એટલે જો આ લાગેલા રહીએ બરાબર, તો એ સ્થિતિ તો નિશ્ચિત છે જ. કારણ કે પરબ્રહ્મ ક્યાંય ગયો નથી, એ તો છે જ અંદર અંતરાત્મામાં વિદ્યમાન છે એમ કીધું. પણ શું છે કે અત્યાર સુધી સૂઝ પડતી નથી, સમજણ પડતી નથી, ગમ પડતી નથી. તે સૂઝ, સમજણ અને ગમ પડી જશે કે હું જ પરબ્રહ્મ છું. અને એ પડ્યા પછી બોલવું નહીં પડે પાછી મજાની વાત એ છે, કારણ કે વાણી પાછળ રહી ગઈ છે, વિચાર પણ પાછળ રહી ગયો છે. માણસ ખાલી પરબ્રહ્મ થઈને બેસી જાય છે, બસ બીજું કશું નહીં.

"નથી, માટે પરબ્રહ્મનું ચિંતન કરો. એમ કરતાં કરતાં વેદશાસ્ત્રનો અભ્યાસ કરવાનો ચાલુ રાખવાથી પરબ્રહ્મને જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ જાશે. જ્ઞાની મનુષ્યએ ચાહવું, ઈચ્છવું જોઈએ કે ગ્રંથનો અભ્યાસ કર્યા બાદ એમાં રહેલા જ્ઞાન-વિજ્ઞાનને, મૂળ તત્વને, એમાંથી સાર કાઢવાનો ને ગ્રહણ કરી લે. ક્યાં કરવાનું ગ્રહણ? અંતઃકરણમાં. ક્યાં થશે? શુદ્ધ મનમાં થશે. અશુદ્ધ મનની અંદર આના સંસ્કારો પ્રવેશી શકશે નહીં. ડાઘાવાળા, મેલા લુગડાની અંદર જેમ નવો રંગ બેસતો નથી, તેવી રીતે ડાઘાવાળું અશુદ્ધ મન કે અશુદ્ધ ચિત્ત જો હશે, તો તેની અંદર આ પરબ્રહ્મને લગતા જે શબ્દબ્રહ્મના સંસ્કારો અંદર આવી શકશે નહીં. ત્યાં સુધી નહીં આવે કંઈક ખામી, કંઈક ઉણપ, કંઈક ખોટ, કંઈક રહી જાય, કોઈક વૃત્તિ રહી જાય. ઊંડે ઊંડે ઊંડે ઊંડે ખૂબ તપાસ કરવી પડે, ખૂબ શોધખોળ કરવી પડે, ત્યારે આપણને નિજ દોષ દર્શન શરૂ થાય.

પહેલા તો આપણે દરેક વસ્તુ 'મારી મારી' કરતા હોઈએ, પણ આપણો દોષ હોય તો આપણે સ્વીકારતા નથી હોતા. અહંકારની આ એક રમત જ હોય. 'આ મારું ને આ નોય મારું' તરત આમ ભેદ ઊભો કરી દે. કાં તો તું બધું જ સ્વીકાર કર, કાં તો બધું જ છોડી દે. બધું જ છોડી દે, પછી 'નોય મારું' કરીને બેસી જા. કોનું છે? જેનું છે તે આવીને પ્રગટ થઈ જશે. પછી હજી સુધી મેં કોઈ ભગવાનને 'મારું મારું' કહેતો સાંભળ્યો નથી. આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં બધી જગ્યાએ પણ વ્યવહાર રીતે ભાષામાં આપણી જેમ જ એ લોકો ઉપયોગ કરતા હોય છે, પણ વાસ્તવમાં ક્યારેય એ લોકો એ નિશ્ચયપૂર્વક કહેતા હોતા નથી. એ વ્યવહારિક હોય છે, 'મારું મારું' નથી હોતું. એટલા માટે એ બધા ભગવાન છે અને 'નોય મારું' એની અંદર એટલું બધું સુંદર રીતે એમને ખ્યાલ હોય છે, એ લોકોના અનુભવમાં હોય છે એટલે એમાં છ ઐશ્વર્ય પેદા થયેલા હોય છે એટલા માટે.

સંતોષ, તૃપ્તિ, સંપૂર્ણ જ્ઞાન, અનંતતા, બધા એવા છ એમના એ છ હોય ત્યારે જ એ ભગવાન કહેવાય, ત્યાં સુધી ના કહેવાય. વ્યવહારમાં બધા એકબીજાને ભગવાન ભગવાન કર્યા કરે, પણ ખરેખર તમે એને યાદ કરો છો કે આવો છે ભગવાન અને આડકતરી રીતે તમે એને યાદ દેવડાવો છો, "અરે ભગવાન, તમે આવું ક્યાં કરો?" "અરે ભગવાન!" એમ કરીને આપણે બોલીએ છીએ, ત્યારે ખરેખર તો આપણે એ વસ્તુ પહેલાની યાદ આવે છે. પહેલા આપણે કહ્યું હતું કે તમે અક્ષરને પ્રક્ષેપિત કરો છો. અક્ષર એટલે શબ્દબ્રહ્મ. અક્ષરને તમે પ્રક્ષેપિત કરી રહ્યા છો એટલે તમે રોપી રહ્યા છો, વાવણી કરી રહ્યા છો. ક્યાં? તો કે પેલું આ જે છે ને તેની અંદર જળ ખરેખર જડ નથી, એટલે જે કાંઈ છે તે બધું કેવળ ચૈતન્ય છે અને એ ચૈતન્યમાં તમે ચૈતન્યની પ્રતિષ્ઠા કરો છો. દર વખત એમ કીધું એટલે આ ભગવાન છે એટલે આ છે એમ કીધું.

તો ભગવાન એટલે સંપૂર્ણ ઐશ્વર્ય હોય, શાંતિ હોય, તૃપ્તિ હોય, સંતોષ હોય, અનાદિ હોય અને વ્યાપક હોય એવો ભગવાન હોય. તો એને કીધું કે જ્ઞાની મનુષ્ય ચાહવું જોઈએ કે ગ્રંથનો અભ્યાસ કર્યા બાદ એમાં રહેલા જ્ઞાન-વિજ્ઞાનને, એટલે કે એના મૂળ તત્વને, એટલે કે એનો સારને. કેવી રીતે? પેલું ક્યાંય ઈક્ષુ કહે છે ને કે શેરડી હોય તો શેરડીને તમે લઈ લઈને ફર્યા કરો છો, શેરડીથી તમે લડમલડન, વળમવળ્યા કરો છો, પણ ખરેખર એવું બધું કરવાનું નથી. જેની પાસે શેરડી આવી હોય તેને એ શેરડીનો સાર કાઢવાનો, એટલે એનો રસ કાઢવાનો અને પછી એ રસ જે છે તે પીવાનો છે અને એ જે કૂચો છે શેરડીનો, તેનો ત્યાગ કરવાનો છે, ફેંકી દેવાનો છે. તો સંસારનો સાર કોણ? તો કે પરબ્રહ્મ, પરમાત્મા, પરમ તત્વ છે. બસ આ એક સમજણ પ્રાપ્ત કરવાની અને સંસારને છોડી દેવાનો છે અને પછી ભોગવવાનું, "આ શિરામાં કંઈ માલ નથી," એમ આપણે કહેવાનું અને પછી એ શિરાનો આરોગવાનું એમ કીધું.

જ્યાં સુધી "આ શીરો બહુ સરસ છે" વાળું ઊભું થશે, ત્યાં સુધી એનો સ્વાદ ચોંટી જશે અને ફરી ફરી પાછો એવો શીરો બને તો સારું, વધારે મળે તો સારું, વારંવાર મળે તો સારું, એ બધી વૃત્તિઓ પેદા થયા જ કરશે. આ બિલકુલ સહજ સ્વાભાવિક જેને કહેવાય એવી ચાલતી પ્રક્રિયા છે આખી, જેના વડે સંસાર આપણો વધ્યા કરતો હોય છે. તો દિવસ દરમિયાન એટલા માટે કીધું કે ભાઈ અવલોકન કરો, થોડીક વાર બેસીને પણ આ આવી આવી વસ્તુઓ જડશે, એનો બધાનો ત્યાગ કરવા માંડો અને પછી તો કે એનો સાર ગ્રહણ કરો. સાર શું છે સંસારનો? પરમ તત્વ. આ બધું જે કાંઈ છે તે બધું પરમ તત્વ જ છે એવું અનુભવ કરવાનું અને બસ પછી એમાં રહેવાનું, એના ઘૂંટડા ભરે રાખવાના. આ જ અમૃત છે, બીજું કાંઈ નથી. એટલે એ ગ્રંથને પછી છોડી દેવાનો. બરાબર એવી જ રીતે જેમ અનાજને મેળવી લેનારો વ્યક્તિ અન્નને તો પ્રાપ્ત કરી લે છે, પણ તેના ફોતરાને ખળામાં જ છોડી દે છે.

એ જમાનામાં ખેડૂતો હતા બધા એટલે બધાને સમજ માટે થઈને અહીંયા આગળ આપ્યું કે અનાજના ફોતરા હોય, ફળોના પણ છોડીયા હોય, શાકભાજીના પણ છોડા હોય, તો બધાને આપણે કાઢી નાખીએ છીએ, અંદરથી સાર જ ગ્રહણ કરીએ છીએ. વ્યવહારમાં આપણને આટલી બધી સમજણ પડી ગઈ છે, છતાં આપણે અધ્યાત્મમાં કેમ આવી ભૂલ કરીએ છીએ? વારે વારે, વારંવાર ભૂલ કરીએ છીએ અને એના કારણે જ આપણી સ્થિતિ અહીંયા આગળ ગોળ ગોળ ફરતા બળદ જેવી થઈને રહે છે. અનેક રૂપ-રંગો વાળી ગાયોનું દૂધ એક જ રંગનું હોય છે. બરાબર એવી જ રીતે બુદ્ધિમાન વ્યક્તિ જો કેવા પહેલા કહી દીધું કે દ્રષ્ટાંત વગરની વાત છે આ, પણ પાછા જો કેવા અદભુત દ્રષ્ટાંતો આપે છે. બુદ્ધિમાન વ્યક્તિ અનેક સાંપ્રદાયિક ચિન્હોને ધારણ કરાનારા મનુષ્યોના વિવેકને પણ ગાયોના દૂધની જેમ જુએ. અહીં બહુ મોટી શીખ શીખવા જેવું છે. બહારના ચિન્હ ભેદથી જ્ઞાનમાં કોઈપણ જાતનું અંતર આવવા પામતું.

અત્યારે તો અમુક ટકા ઓછું પણ થયું છે, અમુક ટકા વધ્યું પણ હશે, પણ જે કે તો ધર્મની અંદર ધર્મવાડા."

સંપ્રદાયો બધી બાબતોમાં આવી રીતે આવ્યા, તો એની ઉપર આપણને આ સમજણ આપતા કહે છે કે જેમ અનેક રૂપ-રંગોવાળી ગાયો, જે ધોળી, કાળી, કાબરચિતરી, બ્રાઉન કલરની, બધી જાતની અલગ અલગ હોય; પણ જો એનું દૂધ નીકળે તો એક જ હોય અને એ સફેદ જ હોય.

એવી રીતે, બુદ્ધિમાન વ્યક્તિ – બુદ્ધિમાન વ્યક્તિ એટલે અત્યારે જે બધા બુદ્ધિમાન કહે છે એવા નહીં; અહીં બુદ્ધિમાન મતલબ વિવેક જેને સંપન્ન કર્યો છે તે. વિવેક સંપ્રદાયિક ચિન્હોને ધારણ કરનારા મનુષ્યોના બધા જાતજાતના સંપ્રદાયિક ચિન્હો ધારણ કરતા હોય છે. જપ કરે, માળા કરે, તિલક કરે, અલગ અલગ જાતના પાછા એમાં ચિન્હો હોય, એવું બધું હોય છે. તે બધાયનો વિવેક જુએ છે, નહીં કે એ ચિન્હો જુએ. મતલબ, એ ક્યાં પહોંચ્યો છે એ જુએ છે. એના ચિન્હોને સામે ન જોતા, "દૂધ પર ધ્યાન રાખ, ગાય પર નહીં," એમ કહે છે. અને એ વ્યક્તિનો વિવેક જે છે, તેને તું જો દૂધની જેમ, ગાયના દૂધની જેમ. બહારના ચિન્હભેદથી જ્ઞાનમાં કોઈપણ જાતનું અંતર એની અંદર પેદા કરતો નથી. એટલે, "આ જ ઊંચા અને આ નીચા" વાળું કશું એવું કંઈ હોતું નથી. ગાયનું દૂધ જેમ સમાન છે, તેમ આ બધું એકસરખું છે એમ ટૂંકમાં કહી દીધું છે.

બધા ઝઘડા બંધ થઈ જાય જો ફક્ત આટલું જ સમજાય તો.

જે રીતે, હવે આગળ વાત કરી. હવે ગાયનું દૂધ તો આપણી પાસે આવી ગયું, બરાબર? એ વિવેકરૂપી દૂધ કીધું. આપણી અંદર એવો વિવેક હશે તો આપણે દરેક સંપ્રદાયોને બધાને 'રિસ્પેક્ટ' કરીશું કે, "આમાંય જ્ઞાન છે, આમાંય જ્ઞાન છે, આમાંય જ્ઞાન છે અને બધું એક જ છે, અને આ બધું એક જ જગ્યાએ લઈ જાય છે." એવી જ્યારે સમજણ પ્રાપ્ત થઈ, મતલબ આપણે ગાયનું દૂધ પ્રાપ્ત કરી લીધું.

હવે એ દૂધની અંદર ઘી મૂળ રૂપમાં છુપાયેલું છે, જે આપણને દેખાતું નથી. એટલે વિવેક, એ વિવેકરૂપી દૂધ જે છે, તેને મંથન કરવાનું. એવી રીતે, પ્રત્યેક પ્રાણીના અંતઃકરણમાં વિજ્ઞાન એટલે કે ચિન્મય બ્રહ્મ રહેલો છે. અને જેમ ઘીની પ્રાપ્તિ માટે દૂધનું મંથન કરવામાં, વલોવવામાં આવે છે; એવી રીતે વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ માટે મનને વલોણા બનાવીને સતત મંથન શેનાથી કરવાનું? ધ્યાન અને વિચારથી. ધ્યાન કોનું કરવાનું? પરબ્રહ્મનું. અને વિચાર કોનો કરવાનો? તો કે પરબ્રહ્મનો. કયા કયા વિચારો કરવાના? તો કે, "કલા રહિત છે, નિરંજન છે, નિર્વિકલ્પ છે, અંતર રહિત છે, અનંત છે, હેતુ અને દ્રષ્ટાંતથી શૂન્ય છે, પ્રપંચથી રહિત છે, અનાદિ પરમ કલ્યાણમય છે," એવો પરબ્રહ્મ છે. અને પાછો જેમ ઘડો ફૂટી જતાં આકાશ જેમ મળી જાય છે કે બંને આકાશ એક જ હતા, એવી રીતે પરબ્રહ્મ રહેલો છે.

આટલું જ્ઞાન એ પોતાના હૃદયની અંદર રાખીને, એને સતત વિવેક વડે વલોવ્યા કરવાનું. ત્યારે પરબ્રહ્મ પ્રગટ થઈ જાય છે એમ આપણને કીધું. એટલે મનને વલોણાના રૂપમાં માનીને સતત મંથન જો બંધ કરવાનું છે જ નહીં, વિચાર કરતા રહેવું જોઈએ.

ત્યારબાદ, એ કરવાથી પછી આગળ શું થશે? તો કે, જ્ઞાનદૃષ્ટિ મેળવીને, અગ્નિ સમાન તેજરૂપ પ્રગટ અગ્નિ જેમ હોય છે, એવો પરમાત્મા છે, તેજરૂપ છે. સાવ અંધારું હોય, આમ કંઈ ન દેખાય એવું હોય, ત્યાં આમ બસ થોડોક અગ્નિ પ્રગટ કરે ને આમ કેવું થાય છે? બસ, એવો પરમાત્મા છે. કહે છે, "એ અંધારું જતું રહ્યું આમ ફટ દઈને તરત જ." એવો અનુભવ કરો અગ્નિ સમાન તેજરૂપ પરમાત્માનો કે, "એ કલારૂપ શૂન્ય છે, નિશ્ચલ છે." નિશ્ચલ એટલે ક્યાંય એને ચાલવાનું કંઈ એમાં પરમાત્મામાં કોઈ ગતિ-પ્રગતિ કશું છે નહીં. "અતિ શાંત પરબ્રહ્મ હું જ છું," એને વિજ્ઞાન કહેવામાં આવે છે.

વિજ્ઞાન એટલે શું? તો કે, આ વિજ્ઞાન છે. તો શું વાત કરી આપણે? કે પહેલા તો આપણે વિવેકરૂપી દૂધ પ્રાપ્ત કરવાનું કે, "આ બધું જ્ઞાન જ છે." એનો સાર લઈ લીધો, બધું દૂધ આવી ગયું. એના અંદર ઘી રૂપે પરબ્રહ્મ રહેલો છે. તો આપણે વિચાર અને મંથન કરવાનું છે. અને એ વિચાર અને મંથન કોના અંગે? એની પરબ્રહ્મ વિશેના જ વિચારો કરતા રહેવાનું, અવિરતપણે કરવાનું. એથી જ્ઞાનદૃષ્ટિ ઉત્પન્ન થશે. મેળવીને, એટલે એ પ્રાપ્ત કરવાની છે જ્ઞાનદૃષ્ટિ. અગ્નિ સમાન તેજસ્વરૂપ જ્ઞાનદૃષ્ટિ વડે જ પરમાત્મા દેખાવાના છે, 'અધરવાઇઝ' દેખાવાના નથી. તો તેજસ્વરૂપ પરમાત્માનો અનુભવ કરો. આપણને બધાને કહે છે કે, "તમે પણ કરો," એમ કે, "આવી રીતે કરો, આવી રીતે કરો." જો, બધું સમજાવી દીધું. "એ કલા શૂન્ય, નિશ્ચલ અને અતિ શાંત પરબ્રહ્મ હું જ છું." છેલ્લો વિચાર આપી દીધો કે તમારે વિચાર કરવો કે, "કલા શૂન્ય છું." એટલે ભગવાન કોઈ કલાકાર નથી, કોઈ કલાઓ કરતા જ નથી, એવો કલા શૂન્ય.

નિશ્ચલ એટલે જેમાં કોઈપણ ચલન નથી, કોઈ ગતિ નથી. અને "અતિ શાંત પરબ્રહ્મ હું જ છું." અતિ શાંત, કારણ કે ગતિ નથી એટલે શાંતિ છે. "એવો પરબ્રહ્મ હું જ છું." "અગ્નિ સ્વરૂપ, તેજસ્વી, નિશ્ચલ, અતિ શાંત પરબ્રહ્મ હું જ છું." જય સચ્ચિદાનંદ!

તો આને વિજ્ઞાન ઊભું થયું એમ કહેવામાં આવે છે. આવું વિજ્ઞાન છે જેમાં સર્વભૂત પ્રાણીઓનો નિવાસ છે. આ બ્રહ્મ કેવું છે? તો કે, અનાદિ છે, પાછું અનંત છે, વ્યાપક છે, નિર્મળ છે. એવું બ્રહ્મ છે. તેની અંદર સમસ્ત ભૂત-પ્રાણીઓનો નિવાસ છે. બધા ભૂત અને પ્રાણીઓ એની અંદર ઉત્પન્ન થયેલા છે, એની અંદર જ બધા રહે છે. જે સ્વયં પણ બધા જ ભૂત-પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. પાછો આ બ્રહ્મ બધાના હૃદયની અંદર પણ રહેલો છે અને બધાની ઉપર અહેતુક કૃપા કરવાને કારણે પ્રસિદ્ધ છે, પ્રખ્યાત છે. અહેતુક કૃપા કરે છે, એમને કોઈ હેતુ નથી. આપણે પહેલા જ કીધું કે હેતુઓ બધા છોડી દેવાના. તો પરમાત્મામાં હેતુ નથી હોતું, એટલે અહેતુક બધી કૃપા કર્યા જ કરે. બરાબર? એટલે આમ ખાલી બેઠા હોય ને કાંઈ પણ, પણ એકદમ જ તમને આવા જ માંડે પછી તો દે.

કરતો પરમાત્માનો અનુભવ એને કૃપા કીધી. આમ વયા જ કરે, જ્ઞાન દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય અને અગ્નિ સમાન તેજસ્વી પરબ્રહ્મ પરમાત્મા બસ આમ બધે જ દેખાય. તમને અંદરે દેખાય, બહાર દેખાય અને એ અંતઃકરણની અંદર રહેલો છે. પાછો એમ કીધું, પણ અંતઃકરણ કેવું? કેટલું? ક્યાં? કેવું? આમ અનંતા અનંત છે. આ તો બહુ અદભુત છે, બહુ અદભુત, અદભુત છે.

જો આવો બ્રહ્મ છે, એનો અનુભવ કરવાનો અને નિરંતર કરવાનો અને આના અનુસંધાનમાં રહેવાનું. તો આ પ્રાપ્તિ છે. એના માટે કીધું કે "આ બધા આત્મામાં રહેલો વાસુદેવ હું જ છું." એ સર્વાત્મા વાસુદેવ હું જાતે જ છું, આ અનુભવ કરો. વાસુદેવ એટલે "આ બધા જે વસુઓ હતા, તે બધામાં વસેલા, તે બધાની ઉપરનો જે દેવ છું, તે હું છું" એમ કીધું. એટલે એને વાસુદેવ કીધો. તો એવા વાસુદેવ હું જાતે જ છું, એવો અનુભવ કરો.

આ રીતે આ ઉપનિષદ અહીં પૂર્ણ થયું. તેજસ્વીના વધે તમસ્તુ શાંતિ શાંતિ. પરબ્રહ્મ વાસુદેવ હું જ છું.

હવે બ્રહ્મવિદ્યા ઉપનિષદ વિશે જણાવો. આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધિત છે. એમાં બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય અને એના સ્વરૂપનું વિષદ વિવેચન કરવામાં આવેલ છે.

સૌથી પહેલા બ્રહ્મવિદ્યાના રહસ્યભૂત પ્રણવ બ્રહ્મનો ઉલ્લેખ કરતાં પ્રણવની ચાર માત્રાઓનું વિવેચન કરેલું છે: જીવનું સ્વરૂપ, બંધ અને મોક્ષનું કારણ, હંસ વિદ્યા દ્વારા પરમેશ્વરની પ્રાપ્તિ, સકલ અને નિષ્કલ બ્રહ્મનું સ્વરૂપ, માત્ર શાસ્ત્રીય જ્ઞાન અને આચરણથી પાપ અને પુણ્યની પ્રાપ્તિ, પ્રણવ હંસનું અનુસંધાન જ પ્રત્યક્ષ યજન, હંસ માત્રના અભ્યાસથી સમાધિની પ્રાપ્તિ, હંસ યોગનો અભ્યાસક્રમ તથા હંસ યોગી દ્વારા આત્માના સ્વરૂપનું ચિંતન વગેરે વિષયોનું વિશેષ વિવેચન કરવામાં આવેલ છે.

આ બધા વિષય બ્રહ્મના તાત્વિક સ્વરૂપને સ્પષ્ટ કરે છે. એટલા માટે આ ઉપનિષદની "બ્રહ્મવિદ્યા" આ સંજ્ઞા સાર્થક જ છે. અને શા માટે બ્રહ્મવિદ્યા ઉપનિષદ નામ આપવામાં આવ્યું છે, એ પણ એના જે વિષય છે, એની જેટલી વસ્તુઓને આવરી લે છે, જેના વિશે જણાવવા માંગે છે, એટલા માટે આ ઉપનિષદને બ્રહ્મવિદ્યા ઉપનિષદ કહેવામાં આવ્યું છે.

આ ઉપનિષદ થોડું મોટું પણ છે, પણ એ બહુ જ બહુ જ ઉપયોગી છે.

તો કહે છે કે દ્રષ્ટવ્ય અવધૂતો ઉપનિષદની અંદર: "સહવીર્યમ કર પાવહૈ, તેજસ્વીના વદી તમસ્તુ, માં વિદ્વિશાવહૈ શાંતિ." ચાલો આપણે બ્રહ્મવિદ્યા ગ્રહણ કરીએ.

હવે બ્રહ્મવિદ્યા નામના ઉપનિષદનું વર્ણન કરીએ છીએ. અદભુત અને શ્રેષ્ઠ કર્મ કરાવનાર વિષ્ણુ રૂપ પરબ્રહ્મની કૃપાથી, ધ્રુવાગ્ની એટલે કે અટલ અગ્નિ રૂપ એવા આ જ્ઞાનના સ્વરૂપ વાળી બ્રહ્મવિદ્યાનું રહસ્ય કહેવામાં આવી રહ્યું છે. વિષ્ણુ એટલે જે સર્વત્ર વસેલા છે, તેને પાછા વિષ્ણુ કહેવાય. એટલે વ્યાપક જે હોય તેને વિષ્ણુ કહેવાય. બરાબર. તો એવા વિષ્ણુ રૂપ પરબ્રહ્મની કૃપાથી, ધ્રુવાગ્ની એટલે કે અટલ અગ્નિ રૂપ એવા આ જ્ઞાનના સ્વરૂપ વાળી બ્રહ્મવિદ્યાનું રહસ્ય કહેવામાં આવી રહ્યું છે. ગ્રહણ કરો સાવધાન થઈને.

જે રીતે બ્રહ્મને પ્રણવના એક અક્ષર "ઓમ"ના રૂપમાં બ્રહ્મજ્ઞાનીઓએ કહેલો છે, તેવી જ રીતે તેના (એટલે કે બ્રહ્મવિદ્યાના) શરીર, સ્થાન અને ત્રણેય કાળનું વર્ણન કરું છું, તે સાંભળો. અહીંયા આગળ બ્રહ્મવિદ્યાના શરીર, સ્થાન અને ત્રણેય કાળનું વર્ણન આવવાનું છે.

બ્રહ્મની અક્ષરાત્મક અભિવ્યક્તિ "ઓમ"થી કરવામાં આવી છે. એટલા માટે ઋષિ અહીં એની સ્પષ્ટતા કરી રહ્યા છે. એ ઓમકારમાં ત્રણ દેવતા, ત્રણ લોક, ત્રણ વેદ અને ત્રણ અગ્નિઓ (શિવ સ્વરૂપ) રહેલા છે. આ ત્રણ અક્ષરની ત્રણ અને અડધી માત્રાઓ અકાર, ઉકાર, મકાર અને અનુસ્વાર છે. આ બધું મળીને એક ઓમ બને.

અક્ષર દેહની જે વાત કરી રહ્યા છે, શું કે "આ એનો હાથ છે, આ એનો પગ છે, આનું માથું છે અને આ બધું ઓમકાર કેવી રીતે છે" તે અહીંયા આગળ બતાવે છે. આ અક્ષર દેહ વિશે વર્ણન આવી રહ્યું છે. એટલે એ અક્ષર દેહ વિશે જાણવાથી તમે અક્ષરને જાણી જશો.

એ ઓમકારમાં ત્રણ દેવતા, ત્રણ લોક, ત્રણ વેદ અને ત્રણ અગ્નિ રહેલા છે. તો શિવ સ્વરૂપ આ ત્રણ અક્ષરની ત્રણ અને અડધી માત્રાઓ અકાર, ઉકાર, મકાર અને અનુસ્વાર.

બ્રહ્મજ્ઞાનીઓએ અકારનું શરીર ઋગ્વેદ, ગાહપત્ય અગ્નિ, પૃથ્વી તથા તત્વ અને બ્રહ્માને બતાવેલા છે. અકારનું શરીર ઋગ્વેદ, પછી ગાહપત્ન અગ્નિ, પૃથ્વી તત્વ અને બ્રહ્માને અકાર રૂપી બતાવેલા છે.

ઉકારનું શરીર યજુર્વેદ, દક્ષિણાગ્નિ, આકાશ તત્વ અને ભગવાન વિષ્ણુને બતાવેલા છે. જ્યારે મકારનું શરીર સામવેદ, આહની આહ્વાની અગ્નિ, દ્યુલોક, ઈશ્વર અને પરમ દેવને કહેવામાં આવેલા છે.

આ એના અકાર, ઉકાર, મકાર દરેકના આપણને બતાવી દીધા. તો ત્રણ દેવતા આવી ગયા. પહેલાની અંદર આપણે દેવતા જોયા તો બ્રહ્મા હતા, બીજામાં ભગવાન વિષ્ણુ હતા અને ત્રીજામાં ઈશ્વર પરમદેવ હતા. આ ત્રણ દેવતાઓ થઈ ગયા.

ત્રણ લોકની જ્યારે વાત કરી તો અ, ઔ, મ ની અંદર સૌથી પહેલામાં પહેલા પૃથ્વી તત્વ બતાવ્યું. ત્યાર પછી આકાશ તત્વ, ઉકારની અંદર પૃથ્વી તત્વ અને આકાશ તત્વ. અને પછી તો કે દ્યુ લોક બતાવેલો છે. દ્યુ લોક એટલે વિદ્યુત લોક. બરાબર. તો આ ત્રણ બતાવી દીધા.

હવે અગ્નિની વાત કરીએ તો ગાહપત અગ્નિ, દક્ષિણા અગ્નિ અને પછી આહ્વાવનીય અગ્નિ. આહ્વનીય અગ્નિ એટલે આવાહન કરીને બોલાઈ શકાય એવો અગ્નિ. દક્ષિણાગ્નિ એટલે દક્ષિણ દિશામાં રહેલો હોય તેવો અગ્નિ. અને એક ગાહપત તે અગ્નિ પણ રહેલો છે.

એવી રીતે આગળ શિવ સ્વરૂપ છે. પાછા આ બધા ત્રણેય બધું આખું શિવ સ્વરૂપ છે. ત્રણ માત્રાઓ અને પાછો અનુસ્વાર પણ છે, તેની ઉપર ચંદ્ર.

હવે એ કેવી રીતે? તો કે શંખના મધ્ય ભાગની જેમ અકાર સૂર્યમંડળની મધ્યમાં રહેલો છે. જે વચ્ચેનો ભાગ તમે જોશો, ત્યાં આગળ સૂર્યમંડળ છે. ચંદ્રમાની જેમ ઉકાર એ જ ચંદ્રમંડળમાં રહેલો છે. ધુમાડા રહિત અગ્નિ અને વિદ્યુતમાં અગ્નિ સમાન મકાર રહેલો છે. આ રીતે ત્રણેય માત્રાઓને સૂર્ય, ચંદ્ર અને અગ્નિના રૂપમાં જાણવી જોઈએ.

"સૂર્ય, ચંદ્ર અને અગ્નિના 'અ', 'ઉ', 'મ' સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે. એવી રીતે એને જાણવાની છે. જે રીતે દીપકની જ્યોત ઉપર તરફ રહે છે, તેવી રીતે પ્રણવની ઉપરની અર્ધમાત્રાની સ્થિતિને જાણવી જોઈએ. અર્ધમાત્રા જે છે, તે દીપકની જ્યોત હંમેશા ઊર્ધ્વમુખી રહેલી છે. અનુસ્વાર નાસિકા મૂળ મસ્તકના ઉચ્ચ ભાગમાં ગુંજારિત થાય છે. જે જગ્યાએ ત્યાં આગળ છેલ્લો આમ ગુંજારો પહોંચે છે, તે જગ્યા અર્ધમાત્રાની છે. તો મસ્તકના ઉચ્ચ ભાગની અંદર એનો ગુંજારો થાય. આ માત્રાને કારણે 'ઓમ'નો સંયુક્ત સ્વર ઊર્ધ્વોન્મુખ બને છે. ઊર્ધ્વોન્મુખ એટલે ઉપર તરફ જના, મુખ ખોલીને જાણે કે જતું હોય એવી રીતના. 'ૐ' જ્યાં છો ત્યાંથી ઉપર લઈ જશે. મતલબ કહેવાનો એ છે કે તમારી સ્થિતિ જ્યાં હશે ત્યાંથી ઉપર. હા, દીવાની જ્યોત આમ ઉપર તરફ લઈ જાય એવી રીતે તમને ઉપર લઈ જશે.

તમારી કોઈપણ સ્થિતિ હોય, પણ ઓમકાર કરવા માંડો એટલે તમે ઉપર ચડવા માંડો. તમારી સ્થિતિમાં પરિવર્તન આવે, સાંસારિક પણ અને પેલી પણ, બંને રીતે. એટલા માટે એ એને ગુંજારો થાય છે અને આ ઊર્ધ્વોન્મુખ બને એટલા માટે જ્યોતને અનુરૂપ કહેવામાં આવે છે.

અને પાછું દ્રષ્ટાંત આપ્યું કે આ જ્યોતને અનુરૂપ હોય છે. દીવાની જેમ જ્યોત હોય છે, એ શિખા જ્યોત પદ્મસૂત્ર સમાન દ્રષ્ટિગોચર થાય છે. પદ્મસૂત્ર સમાન દ્રષ્ટિગોચર થાય છે. એ શિખા જે જ્યોત છે, એ અહીંયા એમ કહેવા માંગે છે કે તમારા સુષુમ્ણાની અંદર રહેલી સરસ્વતી નાડી જે છે, તેની અંદર આ ઓમકાર ઊર્ધ્વમુખ જેમ થશે ને, જેમ પ્રવાહિત થવાનો શરૂ થશે નીચેથી ઉપર તરફ, એટલે સૂર્ય સમાન એ નાડી સૂર્યનું ભેદન કરીને તથા 72,000 નાડીઓનું ભેદન કરીને મૂર્ધા એટલે કે તાળવામાં રહેનારી, બધા પ્રાણીઓને વરદાન પ્રદાન કરનારી અને બધાને વ્યાપ્ત કરીને રહેનારી છે. એ શિખા કેવી છે? પદ્મસૂત્ર સમાન છે એમ કીધું. એટલે પદ્મનું જેમ સૂત્ર હોય, બધા પદ્મ એક સૂત્રની અંદર પરોવેલા. સૂર્ય સમાન નાડી છે, એ પાછી આમ એટલી બધી તેજોમય છે, જબરજસ્ત. એ સૂર્યનું ભેદન કરશે, પછી એને પણ મથીને બહાર નીકળશે અને 72,000 નાડીઓનું પણ એ ભેદન કરી નાખશે.

ને મૂર્ધામાં, તાળવામાં રહેનારા બધા પ્રાણીઓને વરદાન પ્રદાન કરનારી છે. વરદાન શું આપવાનું હોય? દરેકનું જ્યાં હોય ત્યાંથી ઊર્ધ્વગતિ થાય, એ એકમાત્ર વરદાન છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું તું: "બધું કરજે, પણ તું તારા આત્માને અધોગતિમાં ના મોકલીશ." આ વગર લેવા દેવાનું આત્માને તો ફર્યા કરવું પડે ને! ભલે ગમે તેટલા બોડી લીધા કરે, જાતજાતની યોનિઓની અંદર જા જા કરે, પણ પેલાને જોડે જોડે જ ફર્યા કરવું પડે છે ને! ભલે એને અસર નથી થતી, કશું નથી થતું, પણ એ ત્યાં આગળ ગૂંચવાયેલું રહે છે એમ કે. એટલા માટે કે તું એવા કૃત્યો ના કરીશ કે જેથી કરીને તને નીચલા સ્તરના બધા શરીરો અને અવયવો અને બોડીને બધું બન્યા કરે. માણસ તો બની ગયો, ફરી પાછો મકોડો બને, શું કરવા જાય ભાઈ તું એમ કહે છે? ફરી પાછું કઈ આ જીવજંતુઓમાં, આમાં, તેમાં બધામાં શા માટે?

કે એવા કૃત્યો ના કરીશ. બસ, ભગવાને આટલું કીધું. એટલે બધા પ્રાણીઓને વરદાન પ્રદાન કરનારી છે અને બધે બધાને વ્યાપ્ત કરીને રહેનારી છે.

હવે દાખલો આપે છે કે કાંસાની એટલે કે તાંબુ અને ટીન બે ભેગું થાય ને ત્યારે કાંસુ બને. ટીન એક જાતનું આવતું હતું પહેલા એલ્યુમિનિયમ ટાઈપનું અને તાંબુ બે ભેગું થાય એટલે કાંસુ બને. તો ધાતુથી નિર્મિત ઘંટનો જે રીતે શાંતિ આપતો વિલીન થઈ જાય છે, તેવી રીતે ઓમકારની સાધના દ્વારા દરેક પ્રકારની ઈચ્છાઓ શાંત થઈ જાય છે. અગાઉ આપણને કીધું તું કે ભાઈ તમારી ઈચ્છાઓને વિલીન કરો, ક્યાં કરો? કરો તો કે હૃદયમાં કરો. હવે આનું અનુસંધાન સાથે લો અને તમે બસ શબ્દ બ્રહ્મ ઓમકારનો ગુંજારો કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો. એક સમય ચોક્કસ એવો આવશે કે જ્યારે તમારી બધી જ ઈચ્છાઓ વિલીન થઈ ગઈ હશે. મતલબ કે તમારું અશુદ્ધ મન જે છે, અશુદ્ધ ચિત્ત છે, તેનો લય થઈ ગયો હશે અને તમે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં હશો. તમે ચૈતન્ય સ્વરૂપમાં હશો અને ચૈતન્ય સ્વરૂપની અંદર ત્યાં આગળ એટલે રહેવાના કારણે ઉન્મની સ્થિતિ આવશે અને ત્યાં તમને બ્રહ્મ ભાવ પેદા થઈ જશે.

કયો? "હું જ બ્રહ્મ છું, હું જ વાસુદેવ છું, હું જ નારાયણ છું, હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્મ છું." તો દરેક પ્રકારની ઈચ્છાઓ શાંત થઈ જશે.

"જે તત્વમાં શબ્દ વિલીન થઈ જાય છે, તેને પરબ્રહ્મ કહેલ છે." જો એક બીજી ડેફિનેશન આપી કે જે તત્વમાં શબ્દ, કયો શબ્દ? ઓમ, શું થાય છે? વિલીન થઈ રહ્યો છે. ઓમકાર જ્યાં વિલીન થાય છે, તે તત્વને પરબ્રહ્મ કહેવામાં આવે. હવે કરો ૐ. આ પરબ્રહ્મ છે, એને પહેચાનો. ફરી અનુસંધાન કરો, આ પરબ્રહ્મ છે. તો પ્રસાદમમાં કીધું તું એ પ્રમાણે માત્ર કરવા ખાતર 15 ઓમકાર કરે અને 21 ઓમકાર કરે એવું ના કરતાં. તમે બસ એને યથાર્થ સમજીને, જાણીને આ ઓમકારનો આ જગ્યાએ લય થઈ રહ્યો છે, એ જગ્યાને જાણો. એ પ્લેસલેસ પ્લેસ છે તમારા એક્સેપ્ટન્સ મેડિટેશન વાળી. ત્યાં એનો લય થઈ રહ્યો છે, એ જગ્યાને ખોળી કાઢો અને બસ તમને મળશે ત્યારે ત્યાં પરબ્રહ્મ છે એમ કીધું. કારણ કે શબ્દ બ્રહ્મનો લય ક્યાં થઈ શકે? તો કે પરબ્રહ્મની અંદર જ થઈ શકે, બીજે ક્યાંય થાય નહીં. "જે બુદ્ધિ બ્રહ્મમાં વિલીન થઈ જાય, કરવાપણું બધું ખતમ થઈ જાય, એ અમૃત સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવેલ છે." બસ, આ જગ્યા જે છે તે અમૃત સ્વરૂપ.

ત્યાં પહોંચ્યા એટલે પરમ શાંતિ, આમ એકદમ તૃપ્તિ, આનંદ, સંતોષ બધું એકદમ સાથે સાથે પુષ્કળ પ્રકાશ બધું એક સાથે મળી જાય. તો કમાણી તો આ કહેવાય.

"વાયુ, તેજ અને આકાશ આ ત્રણેયથી જીવની ઉપમા આપવામાં આવેલ." હવે આગળ થોડુંક વધારે એને કીધું. જીવ જે છે તેની સાથે સાથે શું છે? તો કે એમ જીવની અંદર વાયુ પણ છે, તેજ પણ છે."

અને આકાશ પણ છે. આ ત્રણ તત્વો છે જીવની અંદર. પૃથ્વી અને જળ તત્વ એમાંથી પછી પ્રગટ થાય છે, એટલે દેહ બનાવે છે. જીવ રૂપે જ્યાં સુધી છે ત્યાં સુધી શું છે એનામાં? તો કે વાયુ છે, તેજ છે અને આકાશ. ત્રણ તત્વો છે એ જીવની ઉપમા આપવામાં આવે છે.

હવે આ જીવનું પ્રમાણ આકાર કેટલો છે? તો કે "બાલની અણીનો સોમો ભાગ." એટલે કે અતિ સૂક્ષ્મ કલ્પવામાં આવે છે. એક વાળની અણીનો સોમો ભાગ મતલબ અતિ સૂક્ષ્મ છે એ જીવ. "વિશ્વ શુદ્ધ તત્વ નિર્મળ સ્વરૂપ નાભી પ્રદેશ નાભિક ન્યુક્લિયસમાં રહેલો છે. એ સૂર્યની જેમ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનારું તેમજ કલ્યાણકારી એટલું બધું સૂક્ષ્મ તત્વ છે." તો નિર્મળ સ્વરૂપ નાભી પ્રદેશમાં રહેલું છે. કોના નાભીમાં રહેલું છે? સૂક્ષ્મ તત્વ વાળની અણી, વાળની અણીના સોમાં ભાગ. તો એ સો ભાગ જે છે તેના નાભી પ્રદેશમાં રહેલું છે, સો એ સો ભાગની અંદર. આમ ત્યાં એટલું ઝીણું છે કે ત્યાં આપણે નાભી શોધવાનું અહીંયા આગળ નથી કહેતા. એ જે તત્વ જે રહેલું છે જીવ તત્વ, તેના નાભી, નાભીની અંદર આ રહેલું છે એમ કે ન્યુક્લિયસની અંદર નિર્મળ સ્વરૂપ રહેલું છે. શુદ્ધ તત્વ એ સૂર્યની જેમ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનારું તેમજ કલ્યાણકારી છે.

તેના વડે આખા બ્રહ્માંડનો પ્રકાશ વ્યાપી જાય છે. તો આ બ્રહ્માંડ એક તમારું છે તેમ તમે અનુભવ કરી શકો છો, કારણ કે એ દરેક સેલના નાભીની અંદર આ સૂક્ષ્મ તત્વ રહેલું છે. એટલે એને કલ્યાણકારી કીધું, કારણ કે જો એવું ના હોય તો આ જળ છે તો જળને જળ જાણે છે, ચૈતન છે તો ચેતનને ચેતન જાણે છે. એવી રીતના કરી કરીને પણ એ બધાને જાણે છે. એટલે એને કીધું કે પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરવું એટલે શું? જાણવું એના વિશે. એવી રીતના તો આ સમસ્ત બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. તો આ એક બ્રહ્માંડ, બીજું બ્રહ્માંડ, ત્રીજું બ્રહ્માંડ. કેટલા બ્રહ્માંડ હોય? એક રૂમમાં કેટલા બ્રહ્માંડ હોય છે? ઘણી વખતે આપણે જોઈએ તો મોટા હોલમાં કેટલા બ્રહ્માંડ ભેગા થાય છે? બધા બહુ ભેગા થઈ જાય તે વખતે. પણ એ બધાય પાછા એકબીજાને જાણતા હોય. બધું કેવું કેવું ગજબનું છે આ સંસાર!

હવે આગળ કહે છે: "શ્વાસોશ્વાસના રૂપમાં શ્વાસ અને ઉચ્છવાસ, શ્વાસ અને પ્રશ્વાસ એવી રીતે કહું છું, તેમાં સકાર અને હકાર એટલે કે સોહમનો જપ નિરંતર કર્યા કરે." કયો જીવ? નાભીમાં રહેલો. કયા નાભીમાં? દરેક સેલની નાભીમાં રહેલો સકાર અને હકારનો જપ કર્યા કરે છે. એટલે કે તમે ફક્ત અહીંથી શ્વાસ લો છો એવું નથી કહેતા, અહીંયા આ બધું શ્વાસ લઈ રહ્યું છે. ટૂંકમાં એવો કોઈ સેલ નથી કે જે શ્વાસ લેતો નથી. બધે પહોંચે છે. આપણો અનુભવ એવું કહે છે કે આટલે જ છે, પણ વાસ્તવિકતા આ છે એમ કહે છે. વ્યાપકતા આવશે. જેવું તમે આ છોડીને આમાં જોશો એટલે તમારામાં વ્યાપકતા આવવાની શરૂ થશે. તો એ સોહમનો હંમેશા જપ કર્યા કરે છે. એના પ્રભાવથી એ નાભી રંધ્રથી ઉત્ક્રમણ કરતો રહે છે અને એને કોઈપણ જાતના વિષય વ્યાપ્ત કરતા નથી. પ્રકાશ જે પ્રકાશ એટલે એના અંદર પછી કશું રહેતું નથી, કોઈ વિષય આવી શકતો નથી.

બધું ખતમ કરી નાખે ને! તેજસ્વી છે, અગ્નિ છે.

"દૂધથી વલોવીને કાઢેલા ઘીની જેમ એ નિષ્કલ, નિષ્કલ એટલે કલા રહિત, બધાના કારણ રૂપ આત્મતત્વને પ્રાણના પાંચ આયામો દ્વારા ઓળખવામાં આવે છે." જો હવે એ આત્મતત્વની વાત કરી. તો કે પાંચ પ્રાણના આયામો દ્વારા એને ઓળખવાનો. દેહના પાંચ તત્વોમાં પ્રાણ તત્વ પ્રવાહિત થાય છે. આ પાંચેમાં પ્રવાહિત પ્રાણના પાંચ આયામો માનવામાં આવેલા છે. પાંચે પાંચ તત્વોની અંદર જે પ્રાણ વહી રહ્યો છે એને જે જુએ છે, જાણે છે તે આત્મતત્વ છે. આ બધાયના કારણ રૂપ છે પાછું આત્મતત્વ. તો જે રીતે વલોવવામાં આવતા દંડથી દૂધને વલોવાય છે તેવી રીતે ચાર કલાથી યુક્ત હૃદયમાં રહેલા પ્રાણ તત્વને શરીરમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ચાર કળાવાળું છે આમાં. "વિગ્રહ ગામી મહાપક્ષી" એટલે પક્ષી રૂપ જીવ આરામ ના કરતાં નિવાસ કરે છે. જ્યારે શ્વાસ રોકાઈ જાય છે, બંધ થઈ જાય છે ત્યારે જીવ નિષ્કલ એટલે કે કલા રહિત થઈ જાય છે.

જીવની અંદર કળાઓ ચાર પ્રગટે છે શેનાથી? આ પ્રાણ લે છે એટલા માટે. ચાર કલાવાળો પ્રાણ લે છે. ચાર કળાથી યુક્ત છે. હૃદયમાં રહેલા પ્રાણ તત્વને શરીરમાં ભ્રમણ કરાવવામાં આવે છે. પ્રાણ તત્વ ક્યાં રહેલું છે? હૃદયની અંદર. એનાથી એને ભ્રમણ કરાવવામાં આવે છે. એટલે શું થાય છે? તો કે આરામ ના કરતાં નિવાસ કરે છે અને જ્યારે રોકાઈ જાય છે ત્યારે કલા રહિત થાય તો નીકળી જાય છે. તો ઋષિએ હૃદયને ચાર કળાઓવાળું કહેલું છે. વર્તમાન શરીર વિજ્ઞાની પણ ડાબું જમણું ઓરિકલ અને ડાબા જમણા વેન્ટ્રીકલ એવા ચાર ભાગ હૃદયના પણ કહે છે. પણ આ શારીરિક ભાગ છે. અહીંયા આપણે હૃદયની વાત કરીએ છીએ એ હૃદય કે જે વૃત્તિઓનો સંચય કરે છે અથવા જ્યાં વિલીન કરવાની છે વૃત્તિઓને તે. તો તે ભાગની વાત.

"આકાશમાં રહેલા નિષ્કલ તત્વનું ચિંતન કરતાં એ ભવ બંધનથી મુક્ત થઈ જાય છે." આ એક જ સેન્ટેન્સ પર વિચાર કરો તમે. આકાશ તત્વમાં, આકાશ તત્વ કેવું છે? ક્યાં છે? કેવું હોય છે? એનું એક્ઝેક્ટ એ કરીને એના નિષ્કલ તત્વનું, આ આકાશની અંદર પાછું એ રહેલું છે, એ નિષ્કલ તત્વ કે જે કળા રહિત છે, એનું ચિંતન કરતાં કરતાં ભવ બંધનથી મુક્ત થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્મા કેવો છે? બસ એને નામ, રૂપ, ગુણ બધું છોડી દો અને પછી કેવો છે? તો કે બસ આવો છે. અને પછી એનામય થઈ જાવ અને બધું છોડી દો. પછી તમારે કશું છોડવાનું રહેશે જ નહીં, બધું છૂટી જ ગયું હશે અને તમે મુકતા જાશો એમ કહે છે ઋષિ અહીંયા આગળ. તો "પુરુષ હૃદયમાં રહેલા અનાહત ધ્વનિ યુક્ત પ્રકાશયુક્ત ચિદાનંદ હંસને જાણે." આ ચિદાનંદ હંસ કીધો તેને કારણ કે હંસ હંસ સતત.

ચાલ્યા કરતો હોય છે. એ જ્ઞાની પુરુષ રેચક અને પૂરકને છોડી દઈને કેવળ કુંભકમાં રહે છે; પ્રાણ અને અપા ને એક કરી દે છે. મસ્તકમાં રહેલા અમૃતને ધ્યાનપૂર્વક આદર સહિત પીવે છે. એમ એમ ઘૂંટડા નથી ગળવાના; આદર સહિત એના ઘૂંટડા ગળવાના.

તથા જે નાભીની મધ્યમાં દીપકની જેમ સુપ્રકાશિત મહાદેવ પર અમૃતનું સિંચન કરતાં "હંસ હંસ"નો જપ કરે છે, તેને પૃથ્વી પર રહેતા ઘડપણ, મરણ, રોગ વગેરે વિકારો થતાં નથી. તથા એ અણિમા વગેરે સિદ્ધિઓ અને વિભૂતિઓનો પણ અધિકારી બની જાય છે.

ફક્ત આ હંસ ઉપર ધ્યાન આપ્યા કરે અને પેલું અમૃત પીધા કરે. આદર સહિત અમૃત પીવે. પાછું આ કરશે એટલે શું થશે કે પ્રાણ તત્વ છે એ બધે જ ફરશે. ચાર કલા વાળું છે પાછું એ પ્રાણ તત્વ બધે ફરશે. એનાથી શું થશે કે નિષ્કલ્પ બ્રહ્મ પેદા થઈ જશે અને એ એનો અને અનુભવ આવશે ત્યાં આગળ ત્યારે અમૃત પ્રગટ થશે. એ પીધા કરશે આદર સહિત. એટલે એ સતત આ અમૃતનું સિંચન કરતાં કરતાં આમ ટપક ટપક સિંચન, કેવું ટપક પદ્ધતિથી થાય છે સિંચન?

તો "હંસ હંસ"નો જપ કરે એટલે એ સતત જપ ચાલ્યા જ કરે છે અવિરત પણે. અને એવું જો થાય તો આ પૃથ્વી પર રહેતા ઘડપણ ના રે, મરણ ના રે, રોગ ના રે. આ ત્રણ મુખ્ય વિકારો છે જેનાથી માણસને તકલીફ થતી હોય છે, એ જ જતા રહે છે.

જોવાનું છે બસ એ ચાલી જ રહ્યો છે. જપ કરે છે કીધું છે ને અહીંયા આગળ? હા, કોણ કરે છે તમારે જાણવાનું છે. અનાહત ધ્વનિ યુક્ત પ્રકાશ યુગ ચિદાનંદ હંસને જાણે છે. આજે હંસ છે તે બસ આ કરતાં જવાનું છે. જોતા જવાનું કે આ, આ "હંસ હંસ હંસ" ચાલી રહ્યો છે અને તેના જાણકારી માત્રથી અમૃત તત્વ પ્રગટ થશે અને એ સિંચન થશે. એને આદર સહિત પીવાથી બધા મૃત્યુ અને ઘડપણ અને રોગ વગેરે જતું રહે છે. ઉપરાંત શું થાય છે? તો કે સિદ્ધિઓ અને વિભૂતિઓના અધિકારી બની જાય છે. એટલે એ પોતે છે તેનાથી આગળની પદવીઓ એને પ્રાપ્ત થવા માંડે છે. એને સિદ્ધિઓ પ્રગટ થાય એટલે ઘણી બધી વસ્તુઓ એવા કરતો થઈ શકે છે.

તો સોહમને ઉલટાવી દેવાથી હંસ બને છે. હવે અહીંથી શરૂ કરો: તો એ પ્રાણ રૂપ જીવને હંસ કહેવામાં આવ્યો છે. પ્રાણરૂપ જીવ થઈ ગયો. પ્રાણ જ્યાં જ્યાં ફરે છે તે હંસ છે. અને એ હંસ આ પરમાત્મા તત્વને લક્ષ્ય કરીને, એ હંસ પરમાત્મા તત્વને લક્ષ્ય કરીને "સોહમ એ હું છું" એવો ભાવ કરે છે. તો એ પદાર્થગત વિકારોથી પ્રભાવિત થતો નથી. પદાર્થો જે કંઈ છે, સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીના, તે તમામ પદાર્થોથી એ વિકારોથી પ્રભાવિત થતો નથી. મતલબ કે પ્રકૃતિનો કોઈપણ વિકાર તેને લાગુ પડતો. એ પોતે મુક્ત થઈ જાય છે પ્રકૃતિથી, એમ કહે છે ટૂંકની અંદર. મતલબ બધા સંસ્કારો પ્રકૃતિના જન્મ જે કાંઈ બધા ઊભા થયા છે, બધા "ગચ્છંતી ગચ્છંતી" બધું ગયું, વિલીન થઈ જશે અંદર. આ અગાઉ કીધેલું જે છે હૃદયમાં વિલીન કરવાની પ્રક્રિયા, તેનો જ આ થોડોક વધારે ડીટેલમાં સમજણ આપેલી છે.

જે જ્ઞાની પુરુષ હંમેશા આ બ્રહ્મવિદ્યામાં જોડાયેલો છે. શું સમજ પડી? બ્રહ્મવિદ્યા એટલે શું કીધું? આજે હંસ કે સોહમ ચાલી રહ્યો છે તેને લક્ષ્ય રૂપે જાણે કે "તે હું છું". એને જવાનું જાણવાનું છે આપણે. એટલે શું થશે? જે અનુભૂતિ દેહ સાથે "હું છું" વાળી જે છે, તેને ત્યાંથી લાવીને ત્યાં જવાનું છે કે "આ મારું આ જે ચાલી રહ્યું છે સોહમ રૂપી તે હું છું". તો ઓલરેડી કહી દીધું: હંસ ચાલે છે, એને ઉલટાવી દો એટલે હંસ થાય છે. પણ એ હંસ જે છે એ મૂળભૂત રીતે શું કહી રહ્યો છે? તો કે "સોહમ તે હું છું, તે હું છું, તે હું છું" એમ બોલે છે. શિફ્ટ કરવાનું. હા, અહીંથી ખસેડો દેહ ઉપરથી આને અહીંયા લાવો. બસ વિચારો, બધું એની મેળે જતું રહેશે, બધું વિલીન થઈ જશે.

તો આપણે જે સૂક્ષ્મ પ્રક્રિયા આપી ભગવાને, વાસુદેવ નારાયણે આપણને ભગવત ગીતાની અંદર, ત્યાં પણ એ જ ચાલી રહ્યું છે. એને કીધું છે: "આ લેવાના શ્વાસ નથી ભાઈ, ખાલી જાણવાના છે, જોવાના. આ થઈ રહ્યું છે, બસ તમે જુઓ અને તે હું છું." એટલે બાકીનું બધું છોડી દો. પેલું જે છે "તે હું છું", બસ એ ભાવ પકડવાનો છે અને પછી બેસવાનું છે. તો એ સોહમ ચાલી રહ્યું છે અંદર. હવે સોહમ મનમાં બોલવાનું પણ નથી. કારણ કે જ્યાં સુધી "સોહમ સોહમ" બોલ્યા કરશો ત્યાં સુધી મન ઊભું રહેશે. માટે એ બોલવાની વૃત્તિનો પણ એની અંદર ત્યાગ કરી દેવાનો છે. માત્ર અવલોકન કરવાનું છે જે આવનારો શ્વાસ, જનારો શ્વાસ એમ કીધું ભગવાને. આવનારો શ્વાસ, જતો શ્વાસ, આવતો શ્વાસ, જતો શ્વાસ, તે શું બોલી રહ્યો? અરે, "સોહમ" તો આમ જોરથી ઊંચા હું શ્વાસ લઉં ત્યારે મને સમજાય છે, સંભળાય છે.

પણ ના, મારે તો શ્રવણેન્દ્રિયને એટલી બધી સૂક્ષ્મ કરવાની છે, અવલોકનને એટલું તીવ્ર કરવાનું છે કે બસ આ પ્રાણ જે ચાલી રહ્યો છે "સોહમ સોહમ", તેને હું સતત બસ જોયા કરું. કેવો અગ્નિ રૂપ છે, તેજસ્વી છે! એટલે આ મથન કીધું. આનું મંથન કર્યા કરવાનું છે. એને જોયા જ કરવાનું, જાણ્યા જ કરવાનું, જોયા કરવાનું, જાણ્યા જ કરવાનું અવિરત પ્રમાણ. આ રીતે કરવાથી અમૃત પ્રગટ થઈ જાય છે અને તેનું સિંચન થાય છે ટીપે ટીપે ટીપે અંદર પછી આવશે. અને એનાથી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ બધું જતું રહેશે એમ અહીંયા આગળ કીધું છે. અને સાથે સાથે સાથે, ઓફકોર્સ, આ બધી શક્તિઓ અને સિદ્ધિઓ પણ પ્રગટ થાય છે.

આગળ કહે છે કે જે જ્ઞાની પુરુષ હંમેશા આ અભ્યાસમાં જોડાયેલો રહે છે. આ અભ્યાસને શું કહેવાય ભાઈ? બ્રહ્મવિદ્યા કહેવાય. આ અભ્યાસને બ્રહ્મવિદ્યા કીધી. ખાલી બસ જાણવાનું છે, જોવાનું. આ અભ્યાસ કરવો એને બ્રહ્મવિદ્યા કીધી લીધી. તો એમાં જોડાયેલો છે તેને શું થાય છે કે ઈશ્વરત્વની પ્રાપ્તિ થઈ જાય છે. તે સ્વયં ઈશ્વર બની જાય છે. અનેક પુરુષ આ એક જ માર્ગ દ્વારા નિત્ય પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે. જો, કન્ફર્મેશન આપે છે પાછું કે "યુ આર નોટ ધ ફર્સ્ટ વન ટુ ડૂ ધીસ, ધેર આર અધર્સ".

આ માર્ગે આગળ ચાલીને બધા નિત્ય પદને પામી ચૂકેલા છે. નિત્ય પદ કયું છે? પરમ પદ છે, પરબ્રહ્મ પદ છે, પરમાત્મા પદ છે, આત્મપદ છે, સ્વપદ છે, શુદ્ધાત્મા પદ છે. તેની અંદર બસ તમારે રહેવાનું. હંસ રૂપી વિદ્યામૃતની જેમ નિત્યત્વનું આ જગતમાં બીજું કોઈ સાધન નથી. બસ આને જોયા કરો. કહી દીધું એટલે ભગવાને એ વિદ્યા ત્યાં છઠ્ઠા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં આપણને આપી છે કે ભાઈ, તમે આનું અવલોકન કરો. અમૃત છે.

જે જ્ઞાની પુરુષ આ હંસ નામની પરમ પાવન પરમેશ્વરી મહાવિદ્યાને પ્રદાન કરે છે, તેની હંમેશા જ્ઞાનપૂર્વક પ્રજા સહિત સેવા કરવી જોઈએ. જે તમને આના વિશે જાણકારી આપે, તમને જ્ઞાન આપે, તેની તમારે શું કરવી જોઈએ? તો કે પ્રજા સહિત, એટલે એના આખા ફેમિલીની તમારે સેવા કર્યા કરવી જોઈએ એમ કહે છે. આ મહાવિદ્યાનું જે જ્ઞાન આપે છે, તેને ગુરુ જે કંઈ શુભ કે અશુભ આદેશ આપે, શુભ કે અશુભ. જો ગુરુનો આદેશ, બસ બીજું કાંઈ નહીં. એમાં વિચારવાનું નથી કે શુભ શું છે, અશુભ શું છે, શું નહીં. કશું એ પ્રોબ્લેમ ગુરુનો, આપણો નહીં. સમજાયું? યસ. તો કોઈપણ જાતનો વિચાર કર્યા વિના, સાંસારિક, વ્યવહારિક કોઈ વિચાર નથી કરવાનો. બસ આ ગુરુ તત્વ જે છે, એ પરમ તત્વ છે.

હવે થોડીક ગુરુ વિશે વાત કરું તો ગુરુ તત્વ વિશે એવું કીધેલું છે કે જ્યારે પરમ તત્વ ઉપદેશ આપવા સમર્થ થાય છે, તત્પર થાય છે, ત્યારે તેને ગુરુ તત્વ કહેવામાં આવે છે. તો ગુરુ કોઈ વ્યક્તિ નથી. એ કોઈપણ વ્યક્તિની અંદર ક્યારે પણ પ્રગટ થાય છે. હવે યાદ કરો, ઈશ્વર પરમ તત્વ અહેતુકી કૃપા કરે, અહેતુકી. તમારો હેતુ નથી, તમારી ઈચ્છા પણ નથી, કશું નથી અને એ ગુરુ બસ તમને ઉપદેશ આપી દે છે. તે ટાઈમ ઉત્થાનનો સમય થઈ ગયો છે આ જીવનો. બસ અને એટલે કોઈને પણ એ માધ્યમ બનાવી દેશે અને પ્રવાહિત થઈ જશે ઉપદેશ ત્યાંથી. તો ઉપદેશ આવે છે ક્યાંથી? બધો ઉપદેશ માત્ર જ્ઞાન માત્ર ક્યાંથી આવી રહ્યું છે? તો કે પરમ તત્વમાંથી વહી રહ્યું છે. કેટલી અદભુત ઘટના છે! કેટલી અદભુત ઘટના! ક્યાંય પણ ચાલ્યા જ કરતું હોય, આ વિરત પણ ચાલ્યા કરતું. કેવું અદભુત પરમ તત્વ છે!

આપણને આમ અહો ભાવ એટલો બધો આમ તૃપ્તિ થઈ જાય. નથી? બસ આની અંદર રહેવાનું, બીજા કશામાં નહીં જવાનું. નીચે નહીં ઉતરવું, આત્માનુભૂતિથી નીચે કદી નહીં ઉતરો. બસ આમ નિશ્ચયપૂર્વક રહેવાનું અને એના અંદર રહેવાનું.

તો એવા ગુરુની હંમેશા સેવા કરવી એમ કીધું. હવે કયા ગુરુની સેવા કરવાનું કીધું? આંતર ગુરુ. હવે એ આંતર ગુરુ એનો પરિવાર લઈને બેઠો છે. કયો પરિવાર લઈને બેઠો છે? એનો મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત જે કાંઈ છે અંતઃકરણ તે, પ્લસ એના કારણે ઉત્પન્ન થયેલું આ ફિઝિકલ બોડી. તો તેની બરાબર સેવા કરવાની એમ કીધું. સેવા કેવી રીતે કરશો એની? હંસ હંસ જે ચાલી રહ્યું છે તેને તમે બસ અવલોકન કર્યા કરો, એને ગ્રહણ કરો, એને જુઓ, એને જાણો અને એનો અનુભવ કર્યા કરો. આ સેવા કરવાનું કીધું છે. કાઈ લોકો પગ દબાવવા માંડ્યા એકબીજાના, પછી ક્યારે ગળું દબાવી દે નક્કી નહીં, કાપી નાખે ફટ દઈને ખબર ના પડે. તો સેવા આ હતી કરવાની અને લોકો ક્યાંના ક્યાંય પહોંચી ગયા છે. બસ બધું.

તો ગુરુની સહાયતાથી આત્મા દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરીને, જો અહીં બહુ સ્પષ્ટ કહી દીધું છે કે આ ગુરુ કોઈ વ્યક્તિ નથી. સહાયતાથી આત્મા દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરીને તથા બ્રહ્મને નિશ્ચયપૂર્વક બુદ્ધિ દ્વારા જાણીને વર્ણાશ્રમ, જાતિ વગેરેનો સંબંધ અને વેદ અને શાસ્ત્રોની વાતોને સંકોચ વિનાના ભાવથી ત્યાગી દઈને ગુરુની હંમેશા સેવા કરે, તેનાથી મનુષ્યનું સાચું કલ્યાણ થાય. કૂટાય છે ને બરાબરનું આંધળ બેરું. સ્વયં ગુરુ જ સાક્ષાત હરિ છે. સ્વયં ગુરુ અંદર જે આ તમને જણાવે છે ને, "સોહમ સોહમ" ચાલી રહ્યું છે, એ તમારો ગુરુ છે અને એ સાક્ષાત હરિ છે એમ કહે છે. બીજું કોઈ નથી એવું શ્રુતિનું કથન છે. તો શ્રુતિ કહેવા આ માંગે છે, લોકો સમજે કંઈક. તો શ્રુતિનું કથન સંશય રહિત પરમાર્થ રૂપ છે, પરમ અર્થ આપનારું છે. શ્રુતિનું આ જે કથન છે એ જો સમજાઈ જશે તો તમે વ્યક્તિઓમાં ગુરુ શોધવાના બંધ કરી દેશો.

અંદર જ છે. બસ એમાંથી નીકળશે અને પછી એ કરો. તો તેનો રિસ્પેક્ટ કરવાનું કીધું, સેવા, સુશ્રોષા, આદર ભાવ, બધું જે કાંઈ કીધું તે. તે અને કરવાનું એક જ કર્મ કીધું. ત્યાં પણ ભગવાને કીધું તું, શ્રીકૃષ્ણ ભગવાને બરાબર કે તું બસ ખાલી આટલું જ કર, એનું અવલોકન. આજ યજ્ઞની પ્રક્રિયા છે અને તેનો અધિષ્ઠાતા હું સ્વયં બેઠો છું કે તારી અંદર અને હું તને આ બધું કરાઈ રહ્યો છું, તું નથી કરતો. તો તો તું એમ ના માનતો કે આ સોહમ હું કરું છું એટલે થાય છે. જે દિવસે તું કરવા માંડીશ ત્યારે પતી ગયું હશે કે એટલે આ હું જ કરું છું. પણ આ તારી જે બુદ્ધિ આવી અવળી ચાલે છે તેને સરખી અવળી કરવા માટે થઈને આ પ્રક્રિયા તું કરીશ એટલે બધા સંસ્કારો બધા એ થઈ જશે. બીજું જળ જે ભાગ છે તેના અંદર રહેલા બધા સંસ્કારો જે છે પ્રકૃતિના તે જે તને વચ્ચે વિક્ષેપ રૂપ આવી રહ્યા છે તે બધા ઉડતા જશે એક પછી એક અને આ ચાલી રહ્યો છે અગ્નિરૂપ હંસ.

અગ્નિરૂપ હંસ ચાલી રહ્યો તો ભલભલું ઉડાડે જ ને બધું. તો બધા સંસ્કારોને ઉડાડી રહ્યો છે. માટે તું મુક્ત થઈ જઈશ પ્રકૃતિથી અને એટલા માટે તને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ પણ આવવાના નથી પછી, કારણ કે તું અહીંયા પહોંચી ગયો છે. પ્લસ તું આના પરિણામ સ્વરૂપ જે પ્રગટ થતું અમૃતબિંદુ છે જે છે તે ટપક ટપક ટપક. આજે મને કાલે જ લખ્યું હતું પેલા ધ્રુવભાઈએ કે ભાઈ હવે એના ટપકા પડવાના ચાલુ થયા છે ક્યારેક ક્યારેક. એટલે અદભુત વસ્તુ છે આ. તો જે કરે એ પામે. બસ સીધો સાદો નિયમ છે. આમાં કોઈ લાયક, નાલાયક, આંખ બહુ કરે છે, આ ઓછું કરે છે એવું બધું કંઈ છે નહીં.

"ન્યૂનમ અધિકમ જે પણ જે કાંઈ છે તે બધું જ પરમાત્મા પરમ તત્વને સમર્પિત છે," એમ કરીને, બસ એને સંપૂર્ણ સમર્પણ ભાવ અંતર ગુરુ ઉપર કરીને, બસ આ એને આપેલું આ એકમાત્ર જે બાબત છે તેના પર કામ કરવાનું અને બસ એમાં લાગેલા રહેવાનું છે. ક્યાં સુધી? તો કે બસ આને પૂરું કરવાનું છે.

હવે મજાની વાત ભગવાને એવી કીધી હતી કે, "આ યજ્ઞને પૂર્ણ કરાવવા હું છું. તું પૂર્ણ નથી કરવાનો. આ યજ્ઞ હું પૂર્ણ કરાવીશ." ભગવાને કીધું છે, બરાબર?

કેવી રીતે થશે? તો કે, પ્રાણ અને અપાન બંને એક થઈ જશે, સંયમ થઈ જશે. પ્રાણ એક સરખો, અપાન બી એક સરખો. આપણે સમજાવ્યું હતું ને, બરાબર? "એ" પોઈન્ટ અને "બી" પોઈન્ટ, તે પોઈન્ટ અને "બી" પોઈન્ટ ભેગા ભેગા થતાં, પછી એ "બી" પોઈન્ટ ભેગા થઈ જશે ક્યાં? તો કે અહીંયા આગળ આ જગ્યાએ. અને ત્યાં બસ પરમાત્મા પ્રગટ છે જ ઓલરેડી. તરત તમને ખબર પડી જશે કે એ જ તમારી રાહ જોતો બેઠો હતો. આનંદ, આનંદ! બસ બીજું કાંઈ છે નહીં. તો એને કીધો સચિત આનંદ.

શ્રુતિનું કથન સંશય રહિત પરમાર્થ રૂપ છે. શ્રુતિનો વિરોધ થયે અન્ય બીજું કંઈ પણ પ્રમાણ છે જ નહીં. તો શ્રુતિમાં કહેલું આ છે અને એનાથી વિરોધી કંઈ પણ હોય તો તેને માટે શ્રુતિ કશું કંઈ કહેતી જ નથી. જે પ્રમાણ વગરનું હોય એ અનર્થકારી અર્થાત હાનિકારક હશે.

ગુરુ ક્યારેય હાનિકારક ના હોઈ શકે. અને આપણે સ્પષ્ટતા થઈ ગઈ કે જ્યારે પરમ તત્વ ઉપદેશ આપે તે સમયે તે ગુરુ તત્વ કહેવાય. ઉપદેશ આપવાના કાળમાં ઉપદેશ અપાઈ ગયો, ગુરુ તત્વ પાછું પરમ તત્વ. બોધ થાય છે અંદર.

દેહમાં રહે ચેતનાને સકલ તથા દેહ રહિત પરમ ચેતનાને નિષ્કલ જાણવી જોઈએ. દેહની અંદર રહેલી ચેતના જે છે તેને સકલ એટલે કે કલા અથવા વિભાગ યુક્ત. ચાર કલા વાળો પ્રાણ જે કીધો ને, તે બધે ફરે છે, તો તેને સકલ કીધું એટલા માટે. અને દેહ રહિત પરમ ચેતનાને નિષ્કલ કીધું. જેવો તમે દેહ પ્રમાણથી અલગ થયા બધામાંથી, દરેકના નાભી પ્રદેશની અંદર રહેલા પરમ તત્વને પહોંચી ગયા, એટલે ત્યાં આગળ શું થઈ ગયું? નિષ્કલ થઈ ગયું. તો એને એવી રીતે જાણવું જોઈએ.

આપ્ત ગુરુના ઉપદેશથી જાણવામાં. જો ગુરુ કેવો હોય? તો કે આપ્ત હોય. ઉપદેશ જ્યારે આપે તો એ ગુરુ આપણને બહુ વાલો લાગે તે વખતે. માધ્યમ ગમે તે હોય, રિસ્પેક્ટ છે એ તત્વ માટેનું. તો એવા આપ્ત ગુરુના ઉપદેશથી જાણવામાં આવતું આ તત્વ સર્વત્ર સંભાવથી રહેલું છે. પાછું આકાશ જેવું છે એટલે સંભાવ છે એની અંદર.

પરમ તત્વ કેવું? તો કે આકાશ જેવું છે, અનંત છે અને વ્યાપક છે. અને વળી પાછું કેવું છે? તો કે નિસ્પંદ છે. છે પાછું એમાં કોઈ કળા નથી એટલે એ નિષ્કલ કીધું. તો સંભાવથી સર્વત્ર રહેલું છે અને પ્રતિષ્ઠિત છે. અને પાછું તમારે કંઈ પ્રતિષ્ઠિત કરવાનું નથી કોઈએ, તો ઓલરેડી છે જ.

હવે જે જ્ઞાની પુરુષ "હંસ હંસ" બોલે છે. આ થોડું ટ્રીકી છે, સમજો. જ્ઞાની કોને કીધો? જે "હંસ હંસ" બોલે છે તેને. જે જાણે છે તે જ્ઞાની છે. ત્યાં જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે. એ ભાગ જે છે તે પુરુષને જ્ઞાની કીધો. એને પુરુષ કહેવામાં આવે. બાકી બધી શું? તો કે પ્રકૃતિ જ છે. એટલે આપણે વાસ્તવમાં અહીં જે આપણે આમ "આ પુરુષ છે ને, આ સ્ત્રી છે ને, આ બાળક છે ને" એમ જે વિભાગો પાડીએ છીએ, એવું આ શ્રુતિ કે નથી. પુરુષ કયો? તો કે જે જ્ઞાની હોય તેને પુરુષ કહેવાય. જે જાણે છે તેને પુરુષ કીધો. સમજાયું?

એ જ્ઞાની એટલે આ જ્ઞાની પુરુષ છે અને આ જ્ઞાની પુરુષ નથી એવું ક્યારેય કહી શકતા નથી આપણે. માટે કોઈ કોઈનું ક્યારેય અપમાન કરી કરવું ન જોઈએ. બધાનો આદર કરવું. કારણ કે જ્ઞાન તો એનામાં, પુરુષ તો એનામાં છે ને? કંઈક તો જાણે છે ને? પ્રગટ તો થઈ જ રહ્યું છે ને? કશુંક તો કોક ભાગમાં તો કંઈક તો થઈ જ રહ્યું છે ને? વિશેષ બળાબળ એવું હોઈ શકે એની અવસ્થાના કારણે કે એની પ્રકૃતિનું જોર જાજુ જાજુ હોવાના કારણે એ હજી જ્ઞાની પુરુષમાં એટલું સામર્થ્ય ન આવ્યું હોય. બસ આટલી સ્થિતિ છે જીવ માત્ર ની અંદર. પણ એ જ્ઞાની તો છે જ. એટલા માટે કીધું, "જીવ માત્ર ને તું પરમાત્મા માનજે." છેલ્લીમાં છેલ્લી વાત એટલા માટે કહી દીધી.

તો કે જે જ્ઞાની પુરુષ "હંસ હંસ" બોલે છે, એટલે કે સોહમની સાધનામાં રત રહે છે, બસ આ જે છે એને જે જાણ્યા કરે છે તે જ્ઞાની પુરુષ એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું કલ્યાણકારી સ્વરૂપ છે.

એ ગુરુના ઉપદેશથી સર્વતો મુખ વાળા, સર્વત્ર સર્વત્ર વ્યાપ્ત એવા બ્રહ્મને જાણવા સમર્થ થાય છે. બ્રહ્મને આવી રીતે જાણી લે છે. જે જ્ઞાની પુરુષ સોહમની સાધનાની અંદર રથ છે અથવા તો "હંસ હંસ" જે બોલાઈ રહ્યું છે તેને જે જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે, તેની વાત કરે છે.

હવે આગળ કીધું કે, "જે રીતે તલમાં તેલ છે, ફૂલોમાં સુગંધ રહેલી છે, એવી રીતે પુરુષના આ શરીરમાં બહાર કે અંદર એ બ્રહ્મ વિદ્યમાન છે. અંદર આમ પૂરેપૂરો વ્યાપ્ત એવો આ બ્રહ્મ છે." ફૂલમાં જેમ સુગંધ છે, કેવી સુંદર ઉપમા આપી! તરત આપણને ખ્યાલ આવી જાય. ફૂલના કોઈ એક જ ભાગમાં સુગંધ હોય છે એવું બનતું? આખા ફૂલમાં સુગંધ. એટલે કહે છે, "સુગંધીદાર ફૂલ છે ભાઈ. બસ સુગંધ આવવી જોઈએ." તો આ બી એક ફૂલ છે. "હંસ હંસ" ચાલી રહ્યું છે. તો એને એવી રીતે આ શરીરમાં દર અને બાર એક જ બ્રહ્મ છે એવું જ્યારે એ જુએ છે, ત્યારે તે બરાબર જુએ છે.

જે રીતે મસાલના પ્રકાશથી દ્રવ્ય વસ્તુને જોઈ લઈને મસાલને છોડી દેવામાં આવે છે, તેવી રીતે જ્ઞાનના માધ્યમથી જ્ઞાતવ્ય વિષયની પ્રાપ્તિ થઈ ગઈ. જ્ઞાનનો પરિત્યાગ કરી દેવામાં આવે છે. જ્ઞાન શું છે? તો કે મસાલ છે. વિજ્ઞાન જેવું ઊભું થાય પછી જ્ઞાન. બસ, તો કે એનો જ્ઞાનનો બી ત્યાગ કરવાનો છે. એટલે પરિત્યાગ થશે, કરવાનું નથી, ઓટોમેટીક થવું જોઈએ. પછી જ્ઞાનને છોડી છૂટી જાય છે, પાછળ રહી જાય છે. કારણ કે જાણવા યોગ્ય કેવળ એક પરબ્રહ્મ છે. બસ, એ પરબ્રહ્મને જાણી લીધું. અનુભવી.

લીધું એટલે પછી એ જે પેલું બધું જે જાણવાનું, કરવાનું, બધું જે કંઈ ઊભું થયું હતું, જાણવાપણું ને બધું જતું રહે એમ કહે છે. એ મસાલ રૂપ છે, સાધન છે કે જ્ઞાન તો સાધ્ય કંઈક બીજું છે. છોડી દેવામાં આવે છે સકલ અર્થાત કલાયુક્ત અને પુષ્પની જેમ અને એની ગંધને નિષ્કલ કલા રહિતની જેમ. માનો, એક ફૂલ છે, સકલ છે, દેખાય છે, કળા છે, બધી અંદર પાંખડી છે, એ બધું છે. અને એ પુષ્પની અંદર રહેલી ગંધ, જે સ્મેલ છે રોઝની, તેને નિષ્કલ ગણો. આ સકલ છે અને આ નિષ્કલ છે. અથવા સકલ વૃક્ષ સમાન છે અને એનો પડછાયો એ નિષ્કલ છે એમ તમે જાણો. ઝાડ હોય તો એનો છાયો પડવાનો છે, એવી રીતે નિષ્કલ છે, એવી રીતે સમજો. તો આવી રીતે નિષ્કલ અને સકલ ભાવ સર્વત્ર દ્રષ્ટિગોચર થાય છે. બધે જ તમે જોઈ શકશો: સકલ, નિષ્કલ, સકલ, નિષ્કલ. એ રીતે કલા સંપન્ન વસ્તુ ઉપાય અથવા સાધન છે અથવા તથા ઉપેય સાધ્ય એટલે કે બ્રહ્મ એ કેવું છે?

તો કે કલા રહિત છે. કલા રહિત હોવા છતાં તમામ કલાઓ એની અંદર છે. વધારે સાચું, સારી રીતે સમજવું હોય તો એમ સમજવાનું: કલા રહિત છે મતલબ એ કલાઓનો કોઈ ઉપયોગ કરનારું નથી એવું છે. જીવ છે એ કલાઓનો ઉપયોગ કરે છે, શું કમાવવા માટે, આ કરવા, તે કરવા, બધી કળાઓનો ઉપયોગ કર્યા કરે. ત્યારે બ્રહ્મ છે તે એની પાસે પોતાની જે કંઈ કળાઓ, ક્ષમતાઓ છે તેમાંથી કોઈનો પણ ઉપયોગ ક્યારેય કરતો નથી, પોતાના માટે નહીં અને કોઈના માટે નહીં. માટે એ બ્રહ્મ સકલમાં કલાયુક્ત ભાવ તથા નિષ્કલ એટલે કે અખંડ નિર્વિકારમાં નિષ્કલ ભાવ રહે છે.

એ સકલ એક માત્રા, બે માત્રા અને ત્રણ માત્રાના ભેદ વાળા અર્ધમાત્રાને પર માનવું જોઈએ. આ સકલ છે તેને પર માનવાનું, પારકું, જુદું માનવાનું, એની ઉપર પરાતપર છે. આ રીતે સકલ પાંચ દૈવત વાળું, પાંચ પ્રકારનું, પંચપ્રાણ અને પંચભૂતાત્મક જાણવું જોઈએ. સકલ જે છે એ પાંચ ભૂતાત્મક છે અને એમાં પાંચ પ્રાણ છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. અને પાંચ ભૂતો પણ એમાં રહેલા છે: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. એના વાળું હોય એ સકલ અને પેલું તો કે નિષ્કલ. જેના આધારે આ ઊભું થયું છે તે સકલ અને આ જે કંઈ છે પોતે એને ત્યાગીને બેઠેલું છે, પોતે નિષ્કલ. આને આપી દીધું છે એટલે આ સહિત છે અને આ રહિત છે. સકલ-નિષ્કલ એને એવી રીતે પણ જોઈ શકાય. તો એની ઉપર પરાતપર છે.

આ રીતે સકલ પાંચ દૈવત વાળું, પાંચ પ્રકારની શક્તિઓ વાળું. દૈવત એટલે દૈવતનો અર્થ એ પણ કહી શકાય કે પાંચ પ્રકારની તન્માત્રાઓ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો એને દૈવત કીધું. આપણે સામાન્ય રીતે નથી કહેતા કે, "આ ભાઈમાં કંઈ દૈવત જ નથી!" બિલકુલ આમ પેલો ઢીલો ઢસ થઈને બેઠેલો હોય તો એવું કહે છે કે, "ભાઈ અત્યારે હવે એનામાં કંઈ દૈવત રહ્યું નથી!" પહેલા તો આમ હતું કે કોક કાળની અંદર, પણ હવે અત્યારે તો એ શું થઈ ગયો? દૈવત વગરનો થઈ ગયો. તો એ નિષ્કલ્પ થઈ રહ્યો છે અને આ સકલ છે જેનામાં દૈવત પેદા થાય છે. છોકરું હોય, ઉછાળતું હોય, "લાવ મારે કરવું છે, હું આ કરીશ, આમ કરીશ, તેમ કરીશ!" કેટલું બધું એનામાં હોય! તો એમાં સકલ બ્રહ્મ પ્રગટ થઈ રહ્યો છે, પેલામાં નિષ્કલ. સમજાયું? કળારહિત.

બ્રહ્મનું સ્થાન હૃદયમાં છે. વિષ્ણુ કંઠમાં નિવાસ કરે છે અને તાળવામાં ભગવાન રુદ્ર તથા કપાળમાં મહેશ્વર રહેલા છે. બ્લુ પર્લ જે છે તે મહેશ્વર. તાલવાની અંદર જ્યાંથી અમૃતના ટપકા પડે છે તે શિવ છે, રુદ્ર નામ આપ્યું છે. વિષ્ણુ કંઠમાં વાસ છે. હવે બોલો, ભગવાન શિવ જેમણે હલાહલ વેશ ધારણ કરીને અહીંયા આગળ ધારણ કરીને રાખ્યું, તો ભગવાન શિવનો આ જે કંઠ છે તે નીલકંઠ થઈ ગયો. પણ ત્યાં આગળ કોનો વાસ છે પાછો? વિષ્ણુ ભગવાનનો. તો ધારણ કરતાં કોણ છે? વિષ્ણુ. વિષ્ણુ એટલે વ્યાપક, સર્વત્ર વ્યાપ. કંઠમાં સર્વત્ર વ્યાપેલા છે તેને વિષ્ણુ કીધા. તો જ્યાં જ્યાં ધારણ કરવાનું જે કંઈ હશે તે કામ કોણ કરે છે? વિષ્ણુ શક્તિ કરે. સમજાયું? નાસિકાગ્રહ ટેરવે અચ્યુત સદાશિવ. સમજાયું?

અહીંથી જુઓ કે અહીંથી જુઓ, આ સૌથી સારું છે, માથું ઓછું દુખશે. એટલે આ નાસિકાગ્રહ છે. આમ સીધી લીટીમાં 14 આંગળ હવામાં, આકાશની અંદર જ્યાં અગાડે છે, ત્યાં આગાળી એમ કીધું છે. એના અંતિમ ભાગ એટલે ભ્રમરની વચ્ચે પરમ પદને રહેલા જાણવા જોઈએ. પરથી પર બીજું કંઈ નથી એવો શાસ્ત્રોનો નિર્ણય છે. આ પરમપદ જે છે તે જ છે અને પરથી પર કાંઈ છે નહીં એમ સમજો તમે. એ દેહાતીતને નાસિકાના અગ્રભાગથી બાર આંગળ ઉપર જાણવું જોઈએ અને તેના અંતિમ ભાગ સહસ્ત્રાર ચક્રમાં વ્યાપક પ્રભુને રહેલા જાણવા. મન ભલે અહીં કે ત્યાં ચાલ્યું જાય, ભલે આંખો બીજે બધે જોતી રહે, તો પણ યોગીઓનો યોગ અવિચ્છિન્ન, અતુટ ભાવથી ચાલતો રહે. એટલે આંખો જોડે ક્યાં જાય છે, મતલબ ઇન્દ્રિયો શું કરે છે તેના પર એને જોવાનું નથી. એનો તો લક્ષ્ય ઉપર જ ખ્યાલ છે કે બસ આ જ જે છે તે જ પરબ્રહ્મ છે.

એટલે તેની અંદર અતુટ ભાવે, અવિચ્છિન્ન રીતે બસ એનું લાગેલું હોય.

આ બધાથી ગૂઢ રહસ્ય છે. આ સર્વાધિક શ્રેષ્ઠ છે. એનાથી વધીને તથા એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. આ ફાઇનલ વસ્તુ આપી દીધી. શુદ્ધ જ્ઞાનામૃત મેળવીને પરમ અક્ષર તત્વનો નિર્ણય કરવો જોઈએ. પછી આ અવાજ ના આવતો બંધ થાય પણ ઓમકાર ચાલુ છે તમારો. સોહમ બે ભેગું થાય એટલે ઓમ બની જાય છે. તે આ ગૂઢથી પણ ગૂઢ અને ગોપનીય એટલે કે છુપાવવા જેવું છે, જે પ્રયત્નપૂર્વક ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે છુપાવવાનું અહીંયા કીધું અને ગૂઢથી ગૂઢ છે. મતલબ એ છે કે ક્યાંક આપણે આમ ગયા હોય એટલે બધા બેસી જાય છે આમ આમ કરવા, એવું બધું કરવાનું નથી. આપણે શું કરીએ છીએ કોઈને ખબર નથી, એવી રીતે આ જ્ઞાનને ગ્રહણ કરવાનું અને પછી સત્યમાં લાગેલા રહેવાનું. "ના પુત્રાય પ્રદાતવ્યમ, ના શિષ્યાયા કદાચન." અહીં એમ કહે: "ગુરુદેવાય ભક્ત્યાચ નિત્યમ ભક્તિ પરાયચ."

આ બ્રહ્મવિદ્યા ના તો અપુત્રને આપવી જોઈએ અને ના તો અશિષ્યને ક્યારેય પણ આપવી જોઈએ. આ વિદ્યા એને આપવી જોઈએ જે ગુરુનો સાચો શિષ્ય હોય, ભક્ત હોય, હંમેશા નિત્ય ભક્તિ પરાયણ રહેતો હોય. આ શાસ્ત્ર વિદ્યાને બીજા કોઈને આપવી ના જોઈએ. અગર કોઈ આપશે તો એ આપનારો નર્કમાં જશે અને સિદ્ધિ પણ પ્રાપ્ત થશે નહીં. અહીંયા આગળ આ બુદ્ધ નિષિધ મૂકી દીધું: "કોઈ બીજાને આપવાની નહીં."

પુત્ર કોણ છે? શિષ્ય કોણ છે? જ્ઞાતા કોણ છે? યાદ કરો, પ્રસાદમમાં સમજાયું હતું: પહેલા જિજ્ઞાસુ હશે, પછી એ મુમુક્ષુ થશે, પછી એ સાધક થશે, પછી એ સાધક સિદ્ધ થશે. તો આ પ્રક્રિયા છે આખી. તો ઉત્સુકતા કોઈપણ જ્યારે વ્યક્ત કરે છે ત્યારે બધાને એમ કે, "આપવું નહીં."

બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અથવા સન્યાસી કોઈપણ હોય અને ગમે ત્યાં નિવાસ કરતો હોય, પરંતુ પરમ અક્ષર તત્વને જાણનારો હંમેશા જ્ઞાની જ હોય છે. જેને આ વસ્તુનો ખબર પડી ગઈ છે, આ જ્ઞાન જેને ગ્રહણ કરી લીધું છે અને એ પ્રમાણે કરી રહ્યો છે, તે જ્ઞાની જ હોય એમ કીધું.

અગર કોઈ મનુષ્ય વિષયભોગી, વિષયોમાં આસક્ત રહેનારો હોય તો પણ એ શાસ્ત્રના જ્ઞાનથી દેહાંતર પછી શુભ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે જ્ઞાન એને અત્યારે આવ્યું છે, પૂર્યાષ્ટક લઈને આવ્યો છે. મતલબ, જ્ઞાન એની પાસે છે પણ હજુ એને પ્રારબ્ધ વેદવાનું બાકી છે. તો એ પ્રારબ્ધ તો પોતાનું પૂરું કરશે. હવે એના પ્રારબ્ધમાં વિષય ભોગો પણ હોઈ શકે, સુખ, શાંતિ, આનંદ બધું હોઈ શકે. એટલે એ પૂરું કરશે, પણ એ પૂરું કરીને દેહાંતરમાં દેહનો અંત થશે. એટલે દેહનો અંત થઈને પછીની જે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, તેવા સમયે એ શુભ ગતિને પ્રાપ્ત થઈ જાય છે.

જે બ્રહ્મ હત્યાના પાપ તથા અશ્વમેઘાદીના પુણ્યમાં લિપ્ત રહેતો નથી, એવો શ્રેષ્ઠ જ્ઞાની પ્રેરક, બોધક અને મોક્ષદાતા માનવામાં આવે છે. સંસારમાં આચાર્ય આ ત્રણ શ્રેણીના કહેવામાં આવ્યા છે: પ્રેરક માર્ગ બતાવે છે; બોધક યથાર્થ બોધ જ્ઞાનનું આચરણ કરાવે છે; અને મોક્ષ પ્રદાતા પરમ શ્રેષ્ઠ પરમ તત્વ પ્રદાન કરે છે, જેને જાણીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય છે.

વ્યવહારની અંદર જે જ્ઞાનીઓ કીધા તેના માટેની વાત કીધી કે, "જ્ઞાની હોય એમાં પણ ત્રણ પ્રકાર હોય." એક હોય છે એ પ્રેરક હોય છે, બીજો હોય છે એ બોધ હોય છે અને ત્રીજો મોક્ષદાતા હોય છે. તો દાદા ભગવાન આપણને એવું કહેતા હતા કે, "અમે તો મોક્ષદાતા છીએ, અમે મોક્ષનું દાન આપવા આવ્યા છીએ." એ મોક્ષનું દાન આપતા હતા. તો આમાં સંસારમાં આચાર્ય આ ત્રણ શ્રેણીના કહેવામાં આવ્યા. આચાર્ય નીચું શ્રેણી છે, જ્ઞાની તો બહુ ઉપર કહેવાય.

તો પહેલો છે એ પ્રેરક છે, જે તમને પ્રેરણા કરશે કે, "ભાઈ, આ કરવાથી આ થાય છે." પછી તમને અંદરથી થશે કે, "ભાઈ, મારે આ કરવું જોઈએ, કરવું છે." તો એ પ્રેરક ગુરુ થયો તમારો જ્ઞાની થયો. બોધક એવો છે કે જે તમને પ્રેરણા કરવી હોય એ રસ્તે તમે આગળ ચાલ્યા પછી એ તમને અંદર બોધ કરાવશે કે, "જુઓ, આને બ્રહ્મ કહેવાય, આને બ્રહ્મ કહેવાય, આને બ્રહ્મ કહેવાય." એમ જે વારેવારે તમને અનુભવો આપતો હોય એવી રીતના કરીને તો એ તમને ચખાડશે. ટૂંકમાં, પરબ્રહ્મનો સ્વાદ લગાડી આપશે.

પણ પછી શું થશે? તો કે આગળ પાછું એક બીજો પ્રગટ થશે: કોણ? મોક્ષદાતા જ્ઞાની. તે તમને છેવટે એવું આપી દેશે કે એનાથી પરમ શ્રેષ્ઠ તત્વ પ્રદાન કરે છે. એવું આમ તત્વ પ્રદાન કરી દે છે, જેને જાણીને એ તત્વ જે પ્રદાન થયેલું તત્વ છે તેને તમે જાણી લેશો ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે.

દાદા ભગવાને આપણને આપી દીધું: "આત્મા આવો છે, આવો છે, આવો છે." બધું કરીને અનુભવ આપી દીધો, બધું આપી દીધું. ડબ્બી બંધ કરીને કીધું, "હવે મૂકી રાખ અને તું કામ કર તારું." તો એનાથી પરમાત્માની પ્રાપ્તિ થશે.

આગળ કહે છે, "હે ગૌતમ, હવે તમે શરીરમાં યજનના વિશે સાંભળો." શરીરમાં કેવી રીતે કરવાનું છે આ બધું તે? આ કૃત્યને કરવાથી મનુષ્ય શાશ્વત અવ્યક્ત પદને પ્રાપ્ત કરી લે છે, અવ્યય પદને પ્રાપ્ત કરી લે છે. આ કરવાથી... એટલે હવે શું કરવાથી એ આગળ આપે છે.

તથા સ્વયં પોતાના દેહ શરીરની અંદર જ નિષ્કલ, કલા રહિત અને બિંદુને જોઈ લે છે. બંને નયનો પયનોની જેમ દિવસ અને રાત્રિના એક એક પ્રહર સુધી રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ કરવો. એક પ્રહર લગભગ દોઢ કલાક થાય. રેચક, પૂરક અને કુંભક એ કર્યા જ કરવો. દિવસે પણ કરવો અને રાત્રીએ પણ કરવો, એક એક પ્રહર. બંને આયનોની જેમ જેમ ઉત્તરાયણ અને દક્ષિણાયન હોય છે તેવી રીતના સૌથી પહેલાં બંને એટલે ઓમ તથા હંસનું ઉચ્ચારણ કરવાનું. લખવું હોય તો લખી લેજો હો ધ્યાન રાખીને. અહીંયા આગળ આમ સૌથી પહેલાં ઓમ અને હંસનું ઉચ્ચારણ કરવાનું.

પછી યથાક્રમાનુસાર પૂજન પૂર્ણ કરે. હંસ અને સોહમ આ નમસ્કાર યોગ દ્વારા તથા સાંભવી અને ખેચરી દ્વારા મુદ્રાઓના માધ્યમથી અર્ચન અને પૂજન કરવું જોઈએ. ખેચરી અને સાંભવી બંને મુદ્રા એક સાથે લગાવી, બરાબર? સેપરેટલી સમજાવીશ. અને મુદ્રાઓના માધ્યમથી અર્ચન પૂજન કરવાનું છે. મુદ્રાઓ કરવાથી શું થશે? અર્ચન અને પૂજન થશે. આ હંસ અને સોહમ એ નમસ્કાર યોગ કહેવાય છે. એના દ્વારા તમે અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માને વારંવાર કરોડો વાર નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર કરો છો.

હે વત્સ, સૂર્યના પૂજન માટે ગ્રહણ પ્રત્યક્ષ યજન સોહમ સાધના રૂપમાં કહેવામાં આવે છે. જે રીતે જળમાં જળ હોય છે, તેવી જ રીતે સાયોજ્ય પદ સદજ્ઞાન વડે જ મળે છે. સદજ્ઞાન એટલે સતજ્ઞાન. જેનામાં સત છે એવું જ્ઞાન હોવું જોઈએ કે જે સ્વયં ક્રિયાકારી છે, પરિણામ સ્વરૂપ છે. કરોને તરત તરત રિઝલ્ટ આપે. આમ દિવાસળી ઘસોને ત્યાં ભડકો થવો જ જોઈએ છેડે દિવાસળીના. એવું જે વિજ્ઞાન છે તેની વાત કરે છે. તો એને કીધું કે સૂર્યના પૂજન માટે સૂર્ય કયો છે? પરબ્રહ્મ ક્યાં છે? અંદર ક્યાં છે? બહાર? અરે ભાઈ!

અંદર-બહાર કંઈ છે જ નહીં, એ તો એક જ છે અને અનંત છે. ક્યાં છે? નાભિ કેન્દ્રમાં રહેલો છે. નાભિ એટલે પ્રત્યેક અણુ-કણોની અંદર રહેલા સેન્ટરની અંદર રહેલો છે. તો વિજ્ઞાનની ભાષામાં અત્યારની એમ કહી શકાય કે જે ન્યુક્લિયસ છે એટમનું, તેની અંદર જે રહેલું નાભિ, એને ન્યુટ્રોન કે શું કહે છે? ન્યુક્લિયસ. તે જગ્યા સૂર્ય પ્રત્યક્ષ યજન સોહમ સાધના રૂપમાં કહેવામાં આવ્યું. આ એનો સોહમ સોહમ ચાલે અને ત્યાં આગળ ઠેકાણું પડતું જાય.

તો યોગના અભ્યાસમાં જે શ્રમ કરવામાં આવે છે, તેમાં એટલા બધા ગુણ છે કે આ ક્રિયા દ્વારા ઉદ્યોગપૂર્વક બધા દુઃખોને દૂર કરવા માટેની સતત ચેષ્ટા કરવી જોઈએ. મતલબ, અવિરત સાધના હોવી જોઈએ. કર્તા કંઈ પણ હો, સોહમ ચાલે છે. બસ, તમે જુઓ અને પ્રગટ થશે પરબ્રહ્મ. એમ હંમેશા આ બ્રહ્મવિદ્યાના મંત્રનો જપ કરતાં, કયો મંત્ર? સોહમ. યોગરૂપી ચિંતન દ્વારા "તે હું છું, તે હું છું" એનું ચિંતન તન્મયતાને મેળવવી જોઈએ. તન્મય થઈ જવાનું, બસ. તદરૂપ આવવી જોઈએ. એટલે કીધું કે સાયોજ્ય મળે છે તમને જ્ઞાનના માધ્યમથી જ. એટલે કોના જ્ઞાનના? તો કે બ્રહ્મના પરમ સ્વરૂપ હંસ મંત્ર પ્રાપ્ત કરવામાં આવે છે.

તમે શરૂઆતમાં ગમે તેટલું કરશો, કશું પકડાશે નહીં. તમે આમ આમ કર્યા જ કરશો ખૂબ લોકો, પણ એવી રીતે મંત્ર પ્રાપ્ત થવાનો નથી. ના પાડી દે છે અહીંયા આગળ. કેવી રીતે પ્રાપ્ત થશે? ગુરુના સાનિધ્યમાં જ્યારે એને જોવામાં આવશે, ત્યારે એ પકડાશે. એ જ્ઞાન વડે પકડાશે આખું સોહમ તમારું. અને એવી રીતે જ્ઞાન વડે પકડાયેલો જે મંત્ર છે, સોહમ ચાલતો હશે, તે તમે અલગથી અનુભવ કરી શકશો. આખો જુદો છે, કારણ કે ચૈતન્ય થઈ જાય છે તે વખતે. આ જે છે, એ તો જડ સાધના છે, "સોહમ સોહમ" બોલ્યા કરે એવું નહીં. ત્યાં આગળ સૂક્ષ્મમાંથી તમને એ મંત્ર પકડાશે. પછી એ કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું. રીતિ ભગવાને આપી છે, છઠ્ઠો અધ્યાય, પાંચમો અધ્યાય. કર્યા કરો, છેવટે બધું ત્યાંનું ત્યાં જ આવે છે. અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા જ જઈ રહ્યું છે. જ્ઞાન તો બધું એક જ છે, સમજી જાવ.

આ આ લેબલ છે કે આનું ઉપનિષદનું અને પેલામાં ગીતાનું, એને ભૂલી જાવ. જ્ઞાન છે તો જ્ઞાન વડે વિજ્ઞાન પકડો. શું કીધું? "આ જ્ઞાન વડે વિજ્ઞાન પકડો."

વિજ્ઞાન કયું છે? તો કે પેલો મંત્ર ઊભો થશે ને તમારી અંદર, તે વિજ્ઞાન છે. એ વિજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ ગુપ્ત છે અને ગુહ્ય છે અને કોઈ કોઈને કહેતું નથી, કોઈ કોઈને બતાવી શકતું નથી, કોઈ કોઈને શીખવાડી શકતું નથી. દરેકને એક ક્ષણ છે, એક મોમેન્ટ છે, જ્યારે એ પકડાશે. ત્યાં સુધી નહીં પકડાય. કર્યા કરવાનું. એક સમય આવશે, અહેતુકી કૃપા અને બસ થઈ જશે. પણ કોને? જે સેવામાં, સાધનામાં અવિરતપણે લાગેલો છે. કોની અંતર? ગુરુની. ગુરુ કયો? જેને એને જ્ઞાન આપ્યું તું, "આ કર." એ વધારે, વધારે, વધારે, વધારે આપણને આગળ લઈ જઈ રહ્યો છે. ત્યારે કહે છે કે હંમેશા આ મંત્રનો જપ કરતાં યોગરૂપી ચિંતન દ્વારા તન્મયતાને મેળવવી જોઈએ અને જ્ઞાનના માધ્યમથી પરમ સ્વરૂપ હંસ મંત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. પરમ સ્વરૂપ હંસ મંત્ર જ્ઞાનના માધ્યમથી જ પકડાશે, બીજી કોઈ રીતે નહીં પકડાય.

તો પ્રાણીઓના શરીરમાં અચ્યુત, અચ્યુત ના થાય તેવો રૂપી હંસ ચેતન જીવ હંમેશા રહેતો જ હોય છે. હંસ જ પરમ સત્ય છે તથા હંસ જ શક્તિનું સ્વરૂપ છે. બાકીની બધી શક્તિઓ શેમાંથી પ્રગટશે? એ હંસમાંથી પ્રગટ થવાની છે. તમે ભલે બોલતા હશો છો, પણ થશે એ હંસ અને હંસમાંથી જ બધી શક્તિઓ પ્રગટ થતી હોય છે. તો બધા દેવતાઓની વચ્ચે હંસ જ પરમેશ્વર છે. હવે આને જાણો. દેવતાઓ એટલે ઇન્દ્રિયો અને તે બધાની વચ્ચે રહેલો એમનો પરમેશ્વર કોણ? તો કે પ્રાણ. હવે આ જે પ્રાણ છે, તેનું મૂળ સ્વરૂપ શું છે? તો કે હંસ છે. એટલે તેને હંસ સાધના કીધી. તો એ હંસ જ જે છે, તે શું છે? તો કે એ પરમ વાક્ય છે. હંસ જ વેદોનો પણ સાર છે. હંસ જ પરમ રુદ્ર છે અને હંસ જ પરમાત્મા છે. બસ, એને જાણવાનું છે. આમ જોયા કરો, જાણ્યા કરો, જોયા કરો, જાણ્યા કરો. બધા દેવતાની વચ્ચે હંસ જ પરમેશ્વર છે.

પૃથ્વીથી માંડીને ભગવાન શિવ સુધી તથા અકારથી માંડીને ક્ષ સુધીના હંસ જ વર્ણમાત્રાઓની જેમ રહેલા છે. માતૃકા વર્ણવિહીન મંત્રનો ઉપદેશ છે. ક્યાંય પણ આપવામાં આવતું નથી. એટલે માતૃકાઓ જે છે, અકારથી માંડીને ક્ષકાર સુધીની બધી જ ક્યાં પ્રગટ થાય છે? તો કે હંસમાંથી જ પ્રગટ થાય છે. એના વર્ણની માત્રાઓ હંસની અનુપમ જ્યોતિ દેવતાઓની વચ્ચે પ્રતિષ્ઠિત છે. આ બધા દેવતાઓ છે, આ બધાની વચ્ચે હંસની જ્યોતિ પ્રતિષ્ઠિત. દક્ષિણામુખ ભગવાન શિવનો આશ્રય લઈને જ્ઞાન મુદ્રા કરે તથા હંમેશા આદિ અવસ્થામાં હંસનું ચિંતન કરતો રહે અને નિર્મળ સ્ફટિક સમાન ઉત્તમ દિવ્ય રૂપનું ધ્યાન કર્યા કરો. બસ, આ હંસને જોયા કરો, જાણ્યા કરો, જ્ઞાન વડે એને પકડો એમ કીધું. મધ્યપ્રદેશમાં જ્ઞાન મુદ્રા વાળા પરમહંસનું હંમેશા ધ્યાન કરવું જોઈએ.

પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન આ પાંચ વાયુ તથા પાંચ કર્મેન્દ્રિયોથી સંપન્ન ક્રિયાશક્તિ વધારે બળવાન હોય. નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી પૂર્ણ જ્ઞાન શક્તિ અત્યંત બળવાન હોય છે. કુંડલિની શક્તિની વચમાં અગ્નિ અને નાભિ ચક્રમાં રવિ પ્રતિષ્ઠિત રહે છે. સૌથી પહેલા બંધ અને મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ. હવે યોગાભ્યાસની વાત કરે છે. તો બંધ અને મુદ્રાઓનો અભ્યાસ કરવાનો. નાકના ટેરવે અને બંને આંખોમાં અકાર રહેલો છે એમ કહેવામાં આવ્યું છે. એમાં પ્રાણશક્તિને સંયુક્ત કરવામાં આવે છે. બ્રહ્મ ગ્રંથિ ઓમકાર અને નાકના ટેરવે અને આંખમાં અને વિષ્ણુ ગ્રંથિ હૃદયમાં રહેલી છે એમ કહેવામાં આવ્યું છે. આ બધી જગ્યાઓનો વાત કરવામાં આવે. રુદ્ર ગ્રંથિ ભ્રુકુટીઓની વચ્ચે રહેલી છે. આ ત્રણેય ગ્રંથિ અક્ષર વાયુથી ભેદન.

કરવામાં આવે છે. અકારમાં બ્રહ્માનું, ઉકારમાં વિષ્ણુનું તથા મકારમાં રુદ્રનું સ્થાન બતાવવામાં આવ્યું છે. એવા અંતમાં પરાત પરબ્રહ્મ છે. પરાત બ્રહ્મ અંતમાં છેવટે કંઠનું સંકોચન કરીને આદિશક્તિ કુંડલીનીને સ્તંભિત કરવામાં આવે છે. ત્યારબાદ જીભ દબાવી, સોળ આધારવાળી, ઊર્ધ્વગામિની ત્રિકૂટ ઇડા, પિંગળા, સુષુમ્ણાના એ ત્રણેયના મિલન સ્થાનવાળી, ત્રણ પ્રકારની બ્રહ્મરંધ્રને જાણનારી અતિ સૂક્ષ્મ સુષુમ્ણા નાડીને ત્રિશંક એટલે સુખ-દુઃખ ત્રણેયને ખાનાર વજ્ર એટલે અયોગી દ્વારા દુર્ભેદ્ય અને ઓમકાર યુક્ત. જો શું કીધું? "વજ્ર એટલે કેવું? તો કે અયોગી દ્વારા દુર્ભેદ્ય." જે યોગ નથી કરતો તેનાથી એ ભેદાવાની નથી એમ કહે છે.

ઓમકાર યુક્ત ઊર્ધ્વનાલ, ઓમકાર યુક્ત ઊર્ધ્વનાલ ભ્રુકુટીઓ તરફ જનારી કુંડલીની શક્તિ તથા પ્રાણોને ચલાવીને શશિ મંડળનું ભેદન કરવામાં આવે છે. શશિ એટલે ચંદ્ર. ચંદ્રમંડળનું ભેદન કરવામાં આવે છે. તો પહેલા સૂર્યમંડળ આવશે, પછી ચંદ્રમંડળ આવશે. તો નવ દ્વારોને બંધ કરીને વજ્રકુંભક, ઉજ્જયી, શીતલી વગેરે પ્રાણાયામનું સાધન કરવું જોઈએ. મનને પ્રસન્ન રાખીને સહજ સ્થિતિમાં નિર્ગુણ બની, પવન પર આરૂઢ, પ્રાણાયામ પરાયણ થવું જોઈએ. "પ્રાણાયામ પરાયણ" શબ્દ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાને મૂકેલો છે, "પ્રાણાયામ પરાયણ". તો આવી રીતે સતત એમ કે હંસની સાધના કરવી. તો આવું કરવાથી શું થશે? તો કે આવા ધ્યાનથી બ્રહ્મ સ્થાનમાં નાદ સંભળાવાનો ચાલુ થશે. બ્રહ્મસ્થાન અહીંયા છે. તે આમ શંકિની નાડીથી અમૃતની વર્ષા થવા માંડશે અને ષટ્ચક્ર મંડળનું ભેદન થવાથી જ્ઞાન રૂપી દીપક પ્રકાશથી યુક્ત બની જાય છે.

તો બધા જ ભૂત પ્રાણીઓમાં રહેલા પરમદેવનું હંમેશા પૂજન કરવું જોઈએ. એ આત્મ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ તથા વ્યાધિથી રહિત છે. એ સર્વવ્યાપી નિરંજનના દિવ્ય સ્વરૂપનું દર્શન કરીને હંસ હંસનો નિરંતર જપ કરતા રહેવું. પ્રાણીઓના શરીરમાં રહેલા પ્રાણ અને અપાનની ગ્રંથિને અજપાજપ કે પોઈન્ટ એ, પોઈન્ટ બી, અજપાજપ કહેવામાં આવે છે. એનાથી દરરોજ ૨૧,૬૦૦, ૧૨ કરતાં હંસ સોહમના રૂપમાં બદલાઈ જાય છે. પરિચય થઈ જાય. ૨૧,૬૦૦ આવી રીતના ચાલે છે. ૨૧,૬૧૨ પ્રિસાઈઝલી એને શબ્દ મૂક્યો. પણ એને નિરંતર કર્યા કરો ત્યારે શું થશે કે હંસ જે ચાલે છે તે પાછો સોહમમાં પરિવર્તન એટલે એનો પરિચય થશે કે "સોહમ" એટલે "તે હું છું" તેનો અનુભવ તમને ત્યારે આવવાનો શરૂ થશે.

માટે સાધકે હંમેશા કુંડલીનીની પૂર્વમાં અધોલિંગનું, શિખા સ્થાનમાં પશ્ચિમ લિંગનું, ભ્રુકુટીઓની વચ્ચે જ્યોતિર્લિંગનું ધ્યાન કરવું જોઈએ. જ્યોતિર્લિંગ અહીંયા. હું તો શિખાના સ્થાનમાં પશ્ચિમ લિંગ છે અને આ પૂર્વ લિંગ છે. તો પૂર્વ લિંગ, પશ્ચિમ લિંગ. વન, ટુ, થ્રી. વન, ટુ, થ્રી. વન, ટુ, થ્રી. આ એક બીજી વિધિ હોઈ શકે છે જેનો ઉપયોગ કરી શકાય. આપણે પ્રયોગ કરે માણસ તો થોડોક પકડાશે કે એને પહેલા તો નીચે જે છે તે અધોલિંગ કુંડલીની પૂર્વમાં એટલે લગભગ નાભિની આસપાસમાં પૂર્વ દિશામાં. આ બાજુ આ પૂર્વ દિશા છે આપણી, બરાબર ને? આ પશ્ચિમ દિશા છે, આ ઉત્તર છે અને આ દક્ષિણ. તો પૂર્વ દિશામાં એટલે આ જગ્યાએ સંભવતઃ સહેજ ખસીને ત્યાં આગળથી પછી શિખાના સ્થાનમાં પશ્ચિમ લિંગનું અને પછી ભ્રુકુટિની વચ્ચે જ્યોતિર્લિંગનું એવી રીતના ધ્યાન કર્યા કરવું જોઈએ.

વન, ટુ, થ્રી. વન, ટુ, થ્રી. એવી રીતના થોડોક સમય એ ધ્યાન કરો. પછી એ બધી જ ઊર્જાને લઈને પાછા અહીં પહોંચો. પછી અહીંયા આગળ ધ્યાન કરો. પછી એ બધી જ ઊર્જાને લઈને પાછા અહીં પહોંચો. પછી જ્યોતિર્લિંગનું ધ્યાન કરો. તો આવી એક પદ્ધતિ હોઈ શકે. આપણે એનો થોડોક પ્રયોગ કરી જોઈશું, બરાબર છે? તો વી ટેક અ બ્રેક હિયર કારણ કે આ ઘણું લાંબું મળે છે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.