અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૨૫

વિડિયો ૨૫

લેખ ૨૧ / ૧૪૯ · 9 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ. હવે ધારણાના ભેદ-ઉપભેદનું વર્ણન આવે છે. હે સુવ્રત, હવે હું તમારા માટે પાંચ ધારણાઓની બાબતમાં બતાવું છું.

પોતાના શરીરની અંદર જે આકાશ તત્વ રહેલું છે, અંદરના આકાશમાં બાહ્ય આકાશની ધારણા કરવી જોઈએ. બતાવ્યું, હમણાં જ જે આંગળી આમ મૂકીને હું કહેતો હતો કે, "તે હું શું કરતો હતો?" બાહ્ય આકાશની ધારણા મારી અંદર કરતો હતો કે, "બહારનું આકાશ છે ત્યાં તે અંદરના આકાશ એકરૂપ છે." એવી રીતે કરીને આકાશની ધારણા કરવાની. એવી રીતે પ્રાણમાં બાહ્ય વાયુ તત્વની, જઠરાનલમાં બાહ્ય અગ્નિ તત્વની, શરીરમાં રહેલા જળના અંશમાં બાહ્ય જળ તત્વની અને શરીરના પાર્થિવ ભાગમાં જ સંપૂર્ણ પૃથ્વીની ધારણા કરવી જોઈએ. સમજાયું કંઈ?

બાહ્ય આકાશને તેને અંદરના આકાશ સાથે એક કરવાનું કહે છે. બહારના વાયુને અંદરના વાયુ સાથે એક કરવાનું કીધું. બહારના જે સૂર્ય, તેજ, અગ્નિ જે કંઈ છે, તે બધાને અંદરના તેજ અને અગ્નિ સાથે એકરૂપ કરવાનું કીધું. એવી રીતે બહારના જળ તત્વ, જે આખી પૃથ્વી પર રહેલું જળ છે, તે બધું જ અંદર છે અને આ જે કંઈ પૃથ્વી તત્વ છે, તે આખેઆખી પૃથ્વી તકે મારી અંદર છે, એવી રીતના જોવાની, એવી ધારણા કરવાનું તેમ કહેવામાં આવ્યું છે.

હવે પ્રત્યેક તત્વની ધારણાના સમયે ક્રમશઃ "હં", "યં", "રં", "વં", "લં" આ બીજ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે અને આ ધારણાને સર્વોત્તમ ધારણા બતાવવામાં આવેલી છે. આ બધા જ પાપોનો નાશ કરનાર ન્યારી ક્રિયા છે. જે પાંચ તત્વો બહારના છે, તે બધાની સાથે તે બધાને અંદરના પાંચ તત્વો સાથે એકરૂપ કરવાનું છે. આ મૂળ ધારણા છે અને એનાથી શું થશે? તો કે બધા જ પ્રકારના પાપોનો નાશ થઈ જશે.

હવે બીજી બાબતમાં છે: પગથી માંડીને ઘૂંટણો સુધીનો ભાગ એ પૃથ્વીનો અંશ ગણાય છે. ઘૂંટણથી માંડીને ગુદા સુધીનો ભાગ જે છે, તે જળનો અંશ ગણાય છે. ગુદાથી તે હૃદય પ્રદેશનું ક્ષેત્ર એ અગ્નિનું ક્ષેત્ર ગણાય છે. હૃદયથી શરૂ કરીને ભ્રમરોના મધ્ય ભાગ સુધીનો જે ભાગ છે, તે વાયુનું ક્ષેત્ર ગણાય છે અને તેનાથી ઉપરનું જે ક્ષેત્ર છે, તે બધું જ મસ્તકનું, આકાશ તત્વનું અંશ ગણાવેલ છે.

હે મહાપ્રાજ્ઞ, પૃથ્વી તત્વના અંશમાં બ્રહ્માજીનું, જળ તત્વમાં વિષ્ણુનું, અગ્નિ તત્વમાં મહાદેવજીનું, વાયુ તત્વમાં ઈશ્વરનું, આકાશ તત્વમાં સદાશિવનું ચિંતન કરવું જોઈએ. પાંચ દેવોને આવી રીતે સ્થાપિત, "દેવતાનાં પરમાત્મને નમઃ" કરીને બેસાડી દેવાના બધાને અને ત્યાં જ એમની આવી રીતના પૂજા, પ્રાર્થના બધું કર્યા કરવું જોઈએ.

પણ ત્યાં આગળ કોઈ પાપ પ્રવેશી શકે ખરું? મહાદેવજી બેઠા હોય તો કોઈને મજાલ? અહીં જ બેસી ગયા છે, હવે કરો જોઈ કશું થશે? પણ જો અહીંથી ધ્યાન ખસ્યું, તો પછી દેખાઈ જશે કોક છોકરી, કોક ચોર, કોઈ ફલાણો કોક આવવા આવું કરે છે અને પેલો તેવું કરે છે. એ બધું અંદર પેસી જશે પછી તે ટાઈમે. પણ જો મહાદેવજી બેઠા છે, તો આ કોઈની મજાલ નથી કે આવા કોઈ વિચારો, કોઈ પ્રકારની કોઈ એવી વૃત્તિ કે કશું પણ અંદર ઉઠી શકે. શક્ય જ નથી!

એટલા માટે કીધું કે, "ત્યાં રહો! આ દેવત્વ જગાડો!" તમારી અંદર દેવત્વ જગાડવાની જે વાત છે, તે આવી રીતે જગાડવાનું હોય છે. ફરી એક વખત કહું છું: પૃથ્વી તત્વના અંશમાં બ્રહ્માજીનું, જળ તત્વના અંશની અંદર વિષ્ણુ ભગવાનનું, અગ્નિ તત્વમાં મહાદેવજીનું, વાયુ તત્વમાં ઈશ્વરનું અને આકાશ તત્વમાં આવી રીતે સ્થાપિત પંચાયતન દેવને કરવાના.

હે મુનિ શ્રેષ્ઠ, હવે એક બીજી ધારણા કહું છું. જ્ઞાની મનુષ્ય અંતર્યામી પુરુષ એટલે કે આત્મામાં, બધાયની ઉપર શાસન કરનારા, બોધમય, આનંદ સ્વરૂપ તથા કલ્યાણમય અવિનાશી પરમાત્મા તત્વની દરરોજ ધારણા કરે. ક્યાં કરવાની કીધી? પોતાના આત્મામાં, અંતરાત્મામાં. એ કેવો છે? તો કે બધાયની ઉપર શાસન કરનારો છે. એની સત્તાથી જ બધું ચાલે છે. એવો બોધમય છે, આ આનંદ સ્વરૂપ છે, કલ્યાણમય અવિનાશી પરમાત્મા તત્વની દરરોજ ધારણા કરે. એનાથી દરેક પ્રકારના પાપોનું સમન થઈ જાય છે.

કાર્ય સ્વરૂપ બ્રહ્મા વગેરે પોતપોતાના કારણમાં લય કરીને, બધાના પરમ કલ્યાણ, અનિર્વચનીય અને બુદ્ધિથી પર જે અવ્યક્ત પરમાત્મા તત્વ છે, તેવા એ શ્રેષ્ઠ પરમાત્માને પોતાના આત્મામાં ધારણ કરે. અર્થાત, અર્થાત એ સાક્ષાત પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા જ અંતર્યામી આત્માના રૂપમાં વિદ્યમાન છે, એવો દ્રઢ નિશ્ચય કરે. અને એ રીતે આત્મા ધારણ કરતી વખતે પોતાના મનની બધી જ કલાઓથી યુક્ત પ્રણવ સ્વરૂપમાં પરમાત્મા જ રાખવામાં આવે. તેની સાથે જ મન દ્વારા બધી જ ઇન્દ્રિયોને પણ પોતપોતાના વિષયોથી અલગ કરીને આત્મામાં નિયોજિત કરી દે.

ટૂંકમાં, બધું જ છેવટે આત્માની અંદર સમર્પિત કરી દેવાનું છે. બધાનો ડિઝોલ્યુશન પોઈન્ટ કયો છે? તો કે અંતર્યાત્મા. અંતરાત્મા જે છે આપણો, તેની અંદર આ બધાનો લય કરી નાખવાનો છે. અને એ જે અંતરાત્મા છે, તે જ પરમાત્મા છે, એવી ધારણા કરવાની અને એ રોજ રોજ કરવાની, પાછી નિત્ય નિત્ય કરવાની.

હવે અહીં બે પ્રકારના ધ્યાન અને તેનું ફળ બતાવવામાં આવ્યું છે. હવે હું જગતના બંધનોનો વિનાશ કરનાર ધ્યાનનું વર્ણન કરું છું. બંધનોનો વિનાશ કરનાર ધ્યાન તો બધા બહુ જાતના હોય, પણ આ ધ્યાન કેવું છે? તો કે જગતના બંધનોનો વિનાશ કરશે. બંધનોનો વિનાશ થશે એટલે શું થશે? તમને જગત મુક્તિ થઈ જશે, તમે જગદીશ બની જશો, તમારું નામ પણ બદલાઈ જશે અને તમારા ગુણધર્મો પણ બદલાઈ જશે. તમારું જ્ઞાન પણ બદલાઈ જશે. અમિત રૂપે તમારું નામ છે, જગદીશ રૂપે કંઈક બીજું જ થઈ જશે. પછી તો અંદર બધા "જગદીશ" બોલો. કેવું, "જય જગદીશ"! પછી આપણે એવું કરવાનું.

જે સમસ્ત સંસાર રૂપી રોગનું એકમાત્ર ઔષધ રૂપ, ઊર્ધ્વ રહેતો, વિષમ નેત્રોવાળા, યોગેશ્વરોના પણ ઈશ્વર, વિશ્વરૂપ અને મહેશ્વર રૂપ છે, એ રૂત અને સત્ય સ્વરૂપ અવિનાશી પરબ્રહ્મ પરમાત્માનું પોતાના આત્માના રૂપમાં આદરપૂર્વક ધ્યાન કરો.

પોતાની બુદ્ધિમાં આ ભાવો પૂર્ણ નિષ્ઠાથી પ્રતિષ્ઠિત કરો કે, "એ અવિનાશી પરમાત્મા સ્વરૂપ પરબ્રહ્મ હું જ છું." બીજું ધ્યાન એવું હોય કે જેની અંદર સત્ય સ્વરૂપ સર્વેશ્વર જ્ઞાનમય, આનંદ સ્વરૂપ, અનુપમ, અતિ નિર્મલ, નિત્ય અને આદિ, મધ્ય તથા અંત રહિત છે. તે સ્થૂળ પ્રપંચોથી સંપૂર્ણપણે દૂર છે. આકાશથી અલગ, સ્પર્શમાં આવનાર વાયુથી પણ વિલક્ષણ, ચક્ષુઓથી દ્રષ્ટિગોચર થનારા અગ્નિ તત્વથી પણ હંમેશા પૃથક છે, અલગ છે. રસરૂપ એવા જળ અને ગંધ સ્વરૂપ પૃથ્વીથી પણ સર્વથા વિલક્ષણ છે. જેની જાતે જ પ્રત્યક્ષ પ્રમાણો દ્વારા જાણકારી પ્રાપ્ત કરી શકાતી નથી, જે અનુપમ છે, શરીરથી અતીત છે, એવા એ સત્-ચિત્-આનંદમય, અંતરહિત પરબ્રહ્મનું પોતાના આત્માના રૂપમાં ચિંતન કરો. બુદ્ધિ દ્વારા એ નિશ્ચિત કરવામાં આવે કે, "પરબ્રહ્મ પરમાત્મા હું જાતે જ છું." આ રીતે કરેલું ધ્યાન મોક્ષ આપનારું હોય છે.

આવા ધ્યાનના અભ્યાસમાં જે કોઈ બુદ્ધિમાન પુરુષ જોડાઈ રહે છે, તેને વેદાંત વર્ણિત બ્રહ્મ તત્વનું નિસંદેહ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થઈ જ જાય છે, તેમાં જરાય સંશય નથી.

હવે આગળ સમાધિની વાત કરીએ છીએ. હવે આ સમસ્ત સાંસારિક બંધનોને નષ્ટ કરી નાખનારી સમાધિનું વર્ણન કરી રહ્યો છું. પરમાત્મા તથા જીવાત્માના એકીભાવના સંબંધમાં, પરમાત્મા અને જીવાત્મા વચ્ચેના એકીભાવના સંબંધમાં શું કરે છે? તો કે, નિશ્ચયાત્મક બુદ્ધિનું ઉત્પન્ન થવું તે જ સમાધિ છે કે, "આ બે એક જ છે, આ બે નથી." એમ પોઈન્ટ 'એ' પોઈન્ટ 'બી' એવું કંઈ છે નહીં. આ જીવાત્મા અને પરમાત્મા એવું કંઈ છે નહીં, આ બે એક જ છે એવી નિશ્ચયાત્મક બુદ્ધિ એ સમાધિ છે. કારણ કે આ ઉપાધિ છે, જીવાત્મા એકલો આ પરમાત્મા છે. બરાબર છે? હવે પરમાત્માને સાથે જેવું આ એકરૂપ થાય છે, એટલે આ બધી ઉપાધિનો લય થઈ ગયો, જતું રહ્યું બધું, એટલે સમાધિ થઈ ગઈ. ઉપાધિમાં સમાધિ, કેવું સરસ!

આ આત્મા અવિનાશી, નિત્ય, સર્વવ્યાપી છે, એક રસ અને સર્વ દોષહીન છે. એ એક હોવા છતાં પણ માયા દ્વારા ઉત્પન્ન થયેલા ભ્રમને કારણે તેની અલગ અલગ પ્રતીતિ થાય છે, અનુભૂતિ પણ થાય છે. યથાર્થમાં એમાં કોઈ જાતનો ભેદ નથી. આ કારણે માત્ર અદ્વૈત જ સત્ય સ્વરૂપ છે. પ્રપંચ અથવા સંસાર નામની કોઈ વસ્તુ જ નથી. સંસાર નામની કોઈ વસ્તુ જ નથી. જે રીતે આકાશને ઘટાકાશ અને મહાકાશ પણ કહેવામાં આવે છે, એનું એ જ આકાશને અલગ અલગ નામે જેમ બોલાવવામાં આવે છે, તેવી રીતે એક અજ્ઞાની મનુષ્ય એક પરમાત્માને જીવ, ઈશ્વર એમ બે રૂપમાં ભાળે છે. પરંતુ, "ના તો હું શરીર છું, ના પ્રાણ છું, ના ઇન્દ્રિયોનો સમૂહ છું, ના તો હું મન છું. હંમેશા સાક્ષી રૂપ રહેવાને કારણે હું એકમાત્ર શિવ સ્વરૂપ પરમ પરમાત્મા તત્વ છું."

"હે શ્રેષ્ઠ મુનિ, આ રીતની જે શ્રેષ્ઠ નિશ્ચયાત્મક બુદ્ધિ છે, તેને અહીં સમાધિ કહેવામાં આવે છે. હું જે પરમેશ્વર છું, સંસારના બંધનોમાં જકડાયેલો જીવ હું નથી. એથી મારાથી અલગ ભિન્ન કોઈપણ વસ્તુનું કોઈપણ કાળમાં અસ્તિત્વ જ નથી." એ રીતે ફીણ અને લહેરો જેમ સમુદ્રમાં ઉઠતાની સાથે જ વિલીન થઈ જતી હોય છે, એ પ્રમાણે આ જગત મારામાં પ્રગટ થાય છે અને મારામાં જ વિલીન થાય છે. એ માટે સૃષ્ટિનું કારણભૂત મન પણ મારાથી જુદું નથી. આ જગત અને માયાનું પણ મારાથી અલગ અસ્તિત્વ નથી. આ રીતે જે પુરુષને આ પરમાત્મા પોતાના આત્માના રૂપમાં અનુભવ થવા લાગે છે, એ પરમ પુરુષાર્થ રૂપ સાક્ષાત પરમ અમૃત સ્વરૂપ પરમાત્મા ભાવને પ્રાપ્ત કરી છે.

જે સમયે યોગીના મનમાં સર્વત્ર વ્યાપક આત્મચૈતન્ય સ્વરૂપનો અપરોક્ષ રૂપમાં અનુભવ થવા લાગે છે, ત્યારે એ સમયે જાતે જ પરમાત્મા સ્વરૂપમાં સ્થાપિત થઈ જાય છે. જ્યારે શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ પોતાના બધા ભૂત પ્રાણીઓને પોતાનામાં જ જુએ છે, અવલોકન કરે છે તથા પોતાને સંપૂર્ણ ભૂતોમાં રહેલો જુએ છે, ત્યારે એ સાક્ષાત પોતે જ બ્રહ્મરૂપ બની જાય છે. જ્યારે સમાધિ પુરુષ પરમાત્મા સાથે એકત્વ મેળવીને પોતાનાથી અલગ કોઈપણ પ્રાણી કે ભૂતને જોતો જ નથી, ત્યારે એ માત્ર પરમાત્મા રૂપથી જ પ્રતિષ્ઠિત થઈ જાય છે. જ્યારે પુરુષ માત્ર પોતાના આત્માને પરમાર્થ સત્ય સ્વરૂપમાં જુએ છે, સંપૂર્ણ વિશ્વને માયાનો વિલાસ જ માને છે, ત્યારે એ પરમાનંદને પ્રાપ્ત કરી લે છે. આ રીતે મહાજ્ઞાની ભગવાન દત્તાત્રેયજી ઉપદેશ આપીને મૌન બની ગયા.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.