અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૨. અધ્યાત્મોપનિષદ્ ભાગ ૧

વિડિયો ૨

લેખ ૨ / ૧૪૯ · 46 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ઉપનિષદની અંદર આ પણ એક બહુ અગત્યનું ઉપનિષદ છે: અધ્યાત્મ ઉપનિષદ. આમાં શુક્લ યજુર્વેદ, યજુર્વેદ આખો જે છે એમાં પણ કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ બે છે. એમાંથી આ શુક્લ યજુર્વેદનો છે અને એનો વિષયવસ્તુ જે છે, તે આત્મતત્વના સાક્ષાત્કાર એ બાબત ઉપર જ કહે છે.

એ શું કહે છે કે અજન્મના રૂપમાં, અજ એટલે અજન્મ જે જન્મ્યો જ નથી, એ બધા જ ચરાચર ઘટકોમાં સંવ્યાપ્ત છે. જેને તમે ઘટક કહો છો, કોઈપણ નામ કે રૂપ ઊભું થાય એટલે એ ઘટક થયું. આ પૂર્ણ છે અને આ ઘટક છે એટલે "હોલ" અને "પાર્ટ" વાળી વાત. તો દરેક પાર્ટની અંદર એ "હોલ" જે છે એ સમવ્યાપ્ત છે, રહેલો જ છે. આ જ કહે છે "પૂર્ણમિદમ" વાળી વાત.

પરંતુ એ પ્રાણી એને જાણતા નથી. પ્રાણી એને જાણતો નથી. પણ જેનામાં પ્રાણ હોય એ પ્રાણી કહેવાય. એટલે મનુષ્ય પણ પ્રાણી કહેવાય છે. દેવો છે તે પણ પ્રાણી કહેવાય. એમનો પ્રાણ બહુ ઊંચા છે એટલા માટે આપણે એમને પ્રાણી કહેતા નથી. બાકી વાસ્તવમાં એમનામાં પણ એ છે કારણ કે એ પ્રાણ વડે નથી, એ તેજ વડે છે. આપણા પ્રાણની અંદર તેજ બહુ ઓછું છે પ્રમાણ, જેને કહેવાય બહુ અતિશય ડાયલ્યુટ કરેલું છે. એટલે પ્રાણ ગ્રોસ છે. આપણે સમજ્યા હતા ને સાત જે ઘટકો છે તેની અંદર. એમનો સાતમા ગ્રેડથી ઉપરનું છે બધું એટલે એ બધું જ એમને લાગુ પડતું નથી. એ તો માત્ર તેજ ઉપર છે.

એટલે ત્યાં આગળ શું વાત થાય કે આ દેવનું તેજ આટલું વધારે, આ દેવનું તેજ આટલું ઓછું. તો એ બાબતે એ લોકોને ઓછુંપણું, વધારેપણું આવતું હોય છે અને એ લોકોનો આખો વ્યવહાર સંસાર એના આધારે જ ચાલતો હોય. એટલે ત્યાં પ્રયત્ન આ જેમ આપણે ત્યાં આગળ વધુમાં વધુ પૈસાદાર થવા માટે હોય છે, એવી રીતે ત્યાં વધુને વધુ તેજ પ્રાપ્ત કરવા માટેનું હોય છે. હવે સંપૂર્ણ તેજસ્વી ક્યારે બને કે જ્યારે સંપૂર્ણ જ્ઞાની બને. જ્ઞાનથી મોટું કોઈ તેજ જ નથી. એટલે સંપૂર્ણ જ્ઞાની તો ક્યારે બને માણસ કે બસ પછી એ સીધો જ એની અંદર હોય. પણ જે તે નામરૂપની અંદર હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ હોય તે સંસારની ટોપ મોસ્ટ સર્વોચ્ચ અવસ્થા છે અને એ પ્રાઈઝ છે. કોઈ નોબેલ પ્રાઈઝ એનાથી મોટું ના હોઈ શકે. આ ટોપ મોસ્ટ વસ્તુ અને એને પ્રાપ્ત કરવા માટે દરેક દેવો, ઋષિઓ, મુનિઓ બધા જ પ્રયત્નશીલ હોય છે કે હોવા છતાં પણ ટોપની અંદર આપણે રહેવું એવું સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવું.

એટલે એ બધામાં સંવ્યાપ્ત છે પણ એને જાણતા નથી. એને સમજાવતા સોહમ અને તત્વમસિ વગેરે સૂત્રોના આધારે. આ સૂત્ર કેવી વસ્તુ છે? જેમ કે તમે કોઈપણ વસ્તુ હોય તો એને પગેરું પકડે ને પગી શોધતા શોધતા આ એક્ચ્યુઅલી દેખાતું ના હોય પણ એક પગલું અને બીજું પગલું શોધે છે. એ બેના વચ્ચે પણ એક સંબંધ એવો જોઈ શકે છે, એને સૂત્ર કહેવાય. જે નથી દેખાતો એવો સંબંધ જે જોઈ શકે છે. પગી કેવી રીતે જુએ? આ પગલું અને પેલું પગલું બે એક જ છે અને આ ડાબું છે અને આ જમણું છે. એટલે આ જે વ્યક્તિ હતો ડાબા પગે અહીંયા ચાલ્યો અને જમણા પગે અહીંયા ચાલ્યો. આ બે વચ્ચેનો રિલેશનશીપ એ પકડી શકે. એમ એમ કરતાં કરતાં એ શોધી કાઢે કે આ ડાયરેક્શનમાં ગયો છે અને પછી એને પણ શોધી કાઢે. એવી રીતે જ આપણે શોધવાનું છે કે આપણને બતાવશે શું? બધા ઘટકો જ બતાવશે. પણ આ ઘટક, આ ઘટક એમ એમ કરતાં કરતાં દરેક એકમોને જે છે તેને બધાના વચ્ચેની રિલેશનશીપ જેમ જેમ સમજમાં આવવાની શરૂ થશે એટલે પછી પરમાત્માના સ્પંદનો શરૂ થાય આપણને કે આ દિશામાં ગયો.

એટલે કીધું પહેલા શું થાય? તો કે તમને કલાઓ દેખાય. પછી શું થાય? તો કે નાદ આવવાનું શરૂ થાય. પછી શું થાય? તો કે બિંદુ સ્વરૂપ દેખાવાનું ચાલુ થઈ જાય. પછી બિંદુ બ્લાસ્ટ થઈ જાય એટલે અનંત થઈ જાય. આવું બધું થાય છે આની અંદર. ત્યારે શું કહે છે? શરીર અને વિકારોથી ઉપર ઉઠીને. જો શરીરથી તો ઉપર ઉઠવું જ પડશે. હવે જો શરીર છે તો શરીરની અંદર વિકારો પણ હોઈ શકે, બરાબર? એનાથી પણ ઉપર ઉઠવાનું. શરીરમાં હોય તો મનમાં પણ હોય. આપણે કહીએ છીએ કે શરીરમાં કોઈ વિકાર નથી, મનમાં પણ કોઈ વિકાર નથી કારણ કે હું પરમાત્મા છું. આ દેહ કોનો? પરમાત્માનો. હાઈએસ્ટ શરણાગતિ. આ મન કોનું? પરમાત્માનું. મારું નથી. મારું હોઈ જ ના શકે. કેવી રીતે હોઈ શકે? એટલે જે નથી પોતાનું તેને ક્લેમ કરે તો આ કેવું થાય? બહાર સંસારની અંદર જેમ વ્યક્તિઓ કરે છે ને એવા પ્રકારની બળજબરી છે આખી.

એમાંથી આ સંસાર ઊભો થઈ ગયો અને હજી એ પાછી એ બળજબરી પકડી રાખે અનંતકાળ સુધી.

પેલો ગુરુ આવીને સમજાવે કે "અલા છોડ, નો હોય તારું આ શરીર. આમ પેલા લોકો તાણીને લઈ જશે. તું એ જુએ અંતિમ અવસ્થા તારી પણ આવી જ થવાની એક દિવસે કે તું પડ્યો હઈશ અને તને લઈ જ જશે સો ટકા. તે જોયું ને પેલાને ફલાણો મરી ગયો હતો તેને કેવી રીતે લઈ ગયા હતા? બીજો મરી ગયો હતો એ પણ તે જોયું એને કેવી રીતે લઈ ગયા હતા?" તો દરેકની ગતિ છેવટે તો દેહની તો આ જ છે. પણ તું હજી જાગી જા. તું નક્કી કરી નાખ કે તું આ દેહ નથી તો તું કદાચ બચી જઈશ. એ દેહના દુઃખોથી બચી જઈશ. એ દેહ જે જે અવસ્થાઓમાંથી પસાર થવાનો છે એના જે પરિણામો તારે ભોગવવાના આવવાના છે તેનાથી પણ તું બચી જઈશ. તો તું નક્કી કરી નાખ કે તું દેહ નથી. તું નક્કી કરી નાખ કે તું મન પણ નથી. તું દેહ અને મનથી ઉત્પન્ન થનારી કોઈપણ વસ્તુ પણ નથી. એટલે વિચાર પણ નથી, કોઈ ઈમેજ નથી.

મનની જ્યારે વાત કરી એટલે શું થયું? બધા સંવેદનો આવી ગયા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સંસારની અંદર આ પાંચ મુખ્ય છે અને પેલા ત્રણને આધારે ઉભા થાય છે: સત્વ, રજસ અને તમસ. અને એ બતાવે છે કે દરેક અણુએ અણુની અંદર સત્વ, રજસ અને તમસ રહેલા છે. પણ એ જેવા દેહના સંપર્કમાં આવે છે એટલે શું થાય? તો કે વાત, પિત્ત અને કફ ઊભા થાય. એ જ સત્વ.

રસ અને તમસ એટલે જો આ ત્રણ-ત્રણની ચોકડીમાં પડીશ, તો આ બીજા ત્રણ ઊભા થઈ જશે. અને આ જેવા ત્રણ ઊભા થઈ ગયા બીજા, એટલે પછી બધું ગડબડ થવાનું ચાલુ થશે. અને એ પહેલાં તારા ચાર બગાડશે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પેલો ઊભો થઈ જશે, પણ એની જેમ. અને એ એ છે ને, તો બધું ક્લેમ કરે છે કે, "આ બધું મારું છે, આ બધું મેં કર્યું છે, આ બધું મેં..." આપણે વાત કરીને, બળજબરી. વાસ્તવમાં એને કશું કર્યું જ નથી, એ છે જ નહીં ખરેખર તો. પણ આ બધું "મારું, મારું, મારું" કરીને આખી જિંદગી જીવે જાય. અને જ્યારે સાવ પેલો નિષ્પ્રાણ થઈને પડ્યો હોય, તે વખતે તો એનું તો કંઈ હોતું જ નથી. એ તો એમાંથી એ નીકળી જવું પડે છે, એની એટલી બધી મજબૂરી છે.

અને ઢસડાતો ઢસડાતો આ દેહ એક બાજુ ઢસળાય છે, અને બીજી બાજુએ એનો જે સૂક્ષ્મ દેહ છે, તે પણ ઢસળાય છે. એની અંદર રહેલો અહંકાર છે તે. અને પછી બીજા કોઈ દેહમાં પેસવા મજબૂર કરે છે. જેમ એક પ્રેત હોય, એને માનો કે કાંઈ ખાવાની એમ કે અતૃપ્તિ બાકી રહી ગઈ હશે, અને જો એ જતો રહ્યો તો સ્થૂળમાંથી એ નીકળી ગયો. પણ હજી એની વાસના સૂક્ષ્મ છે, અને એને તો એ ભોગવવું છે. એટલે શું કરશે? બસ, કોઈક પણ જગ્યાએ ગોળ ગોળ ગોળ ગોળ ભયમાં ભમ્યા કરતો હશે. અને એને જોઈતી વસ્તુ, એને જોઈતો પદાર્થ ક્યાં મળે, એ પદાર્થ મેળવવા માટે એ પ્રયત્નશીલ થશે. તે કાળે કરીને ભમતો ભમતો પછી એને આમ ખ્યાલ આવે, એટલે એવા બાજુએ ખેંચાતો જાય. જેમ આપણને ખ્યાલ આવે ને કે આ બાજુએ આ મળે છે, તે એવું બધું ત્યાં બધું કમ્યુનિકેશન છે, એટલે ખબર પડી જાય. ત્યાં પહોંચી જાય.

ત્યાં પહોંચ્યા પછી શું થાય કે એ પોતે એને પામવાનો પ્રયત્ન કરે. ફોર એક્ઝામ્પલ, પપૈયું ખાવું છે. તો પપૈયાની આગળ પાછળ એવો ભમ્યા કરે, પણ પપૈયું ખવાય એનો સ્વાદ આવી શકે નહીં. કારણ કે એના પાસે આ સ્થૂળને ગ્રહણ કરવાનું કશું છે નહીં. એટલે ત્યાં ભમ્યા કરે. પછી શું થાય? તો કે કોક આમ પસાર થતો હોય, એ પપૈયું આમ જોવે. એને પપૈયાની જેવી ઈચ્છા થાય ને, પેલો આમ ઓળખી જાય કે આવો આવો ખાવાનો થયો છે. એટલે એ એના સાથે એક થઈ જાય, મય પેસી જાય એની સાથે. એની એકરૂપતાથી યુવા પપૈયાનો સ્વાદ માણે કરે. પેલો માને કે હું ખાઉં છું, વાસ્તવમાં ખાનારો કોક બીજો જ છે. આ વાસ્તવિકતા છે. આટલી હોટલોમાં લોકો ખાય, આટલું બધું એક્ટિવિટીઓ કરે, દરેક જણ વિચારે છે કે હું કરું છું. એટલે તમે કોઈ કશું નથી કરનાર. કરનારા બધા સૂક્ષ્મ, અને એ તમને બધું કરાવડાવે છે.

તમારે નથી કરવું, કરાવડાવે. નથી ઠેકડો મારવો, તોય મરાઈ દે. આમ ટ્રેન પસાર થતી હોય ને, ત્યાં તમને ખબર છે કે મોત આવી જાય એવું છે, પણ તોય પેલો આમ એવું જોર મરાવે ને કે ના પડગે. એમ કરીને કેટલાય લોકોના જીવન અંત આણે છે. એવી રીતે દરેકે દરેક વસ્તુઓની પ્રાપ્તિ માટે માણસો, પ્રાણીઓ, બધા જે એક વાસ્તવમાં જાવા મારે છે, બધું પોતાનું નથી. દર વખતે આમાં આ બધાનો બહુ મોટો હિસ્સો, ફાળો હોય, અને એ લોકો પછી આ કર્યા જ કરે, શોધ્યા જ કરે. એને પ્રાપ્ત કરવાથી શું થાય છે? એક જાતની એને આનંદની અનુભૂતિ આવે. પણ એ આનંદ પેલો આનંદ નથી. આ એક જાતની સેન્સેશન જ છે, અને બહુ સ્થૂળ પ્રકારનો આનંદ છે. એટલે આ વાસ્તવમાં આનંદ, આનંદ જ નથી. કોઈપણ વસ્તુ પ્રાપ્ત કરીને માણસ ખુશ થઈ જાય, એ આનંદ જ નથી હોતો.

તો એ "સોહમ" અને "તત્વમસિ" વગેરે સૂત્રોના આધારે શરીર અને વિકારોથી ઉપર ઉઠીને આત્મસાધનામાં રત રહેવાની જાણકારી અને માર્ગદર્શન-નિર્દેશન આપવામાં આવેલ છે. સ્વપ્ન, સુષુપ્તિ વગેરે સ્થિતિઓથી ઉપર ઉઠીને નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં પરમાત્મા તત્વ સાથે એકરૂપ હોવાની વાત કહેવામાં આવેલી છે. આ સમાધિ અવસ્થાને "ધર્મ મેઘ" જેમ મેઘ રાજા વરસે છે, તેવી રીતે આ ધર્મની વર્ષા જાણે કે થાય છે, એમ કહીને એમાં જ બધી વૃત્તિઓને લીન કરી દેવાની, અશ્વમેઘ જેમ કરે છે ને, એમાં આ ધર્મમેઘ યજ્ઞની વાત કરી રહ્યા છે. બધા પુસ્તકોમાં લોકો વાતો કરે છે કે હું આવો યજ્ઞ કરું ને તે યજ્ઞ કરું. ભગવાને કીધું છે ધર્મ યજ્ઞ, મેઘ યજ્ઞ કરવાનો છે. અને તેમાં શું? તો કે બધી વૃત્તિઓને લીન કરીને. હવે તમે છે ને આમ શાંત થઈને બેસો. સુષુપ્તિ આવશે, આમ થશે, તેમ થશે. પછી નિંદ્રા પણ એક વૃત્તિ છે, નિંદ્રાથી પણ ઉપર ઉઠવાનું છે.

એટલા માટે કીધું કે એ બધી જ વૃત્તિઓને લીન કરીને મુક્તિ અવસ્થા મેળવવાનો માર્ગ બતાવેલ છે.

જીવનમુક્ત અવસ્થાનું વર્ણન કરતાં એ સ્થિતિમાં પ્રારબ્ધ કર્મ પણ પૂર્ણ સમાપ્ત થઈ જવાની વાત સમજાવેલી છે. પરંતુ એ સ્પષ્ટ કરી દેવામાં આવેલ છે કે આ અવસ્થા મેળવતા પહેલાં કર્મોનું પ્રારબ્ધ ફળ જરૂર ભોગવવું પડે. પણ વાસ્તવમાં એનો ભોગવટો કોને આવે છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણો ભોગવટો છે નહીં. પરમ જ્ઞાન આપણને આવું કહે છે. ઇન્દ્રિય વૃત્તિઓની જેમ પ્રારબ્ધ કર્મ પણ ઉક્ત દેહાભિમાનીઓને જ બાંધે છે, ને જ બાંધે છે. અહીં ચોખ્ખું લખ્યું છે કે ઇન્દ્રિયોની વૃત્તિઓની જેમ પ્રારબ્ધ કર્મ પણ કોને બાંધે છે? જે દેહમાં અભિમાન ધરાવે છે તેને બાંધે છે. જે દેહના અભિમાનથી મુક્ત થયો છે, તેને પ્રારબ્ધ કર્મ બાંધતું નથી. એને ભલે એમાંથી પસાર થવાનું થાય, પણ એમને બંધન કરતા નહીં લાગે. સમજાય છે? બહુ સૂક્ષ્મ બાબત છે, અતિશય સૂક્ષ્મ. ગુરુ અનુશાસનનું અનુગમન કરીને.

ગુરુ એટલે હવે કોઈ વ્યક્તિ નહીં. તમને યાદ છે, અનંત વ્યાપક જે છે તે, સર્વોપરી જે છે, જેનામાં બધું અંદર થાય છે તે. અનુગમન કરીને ગુરુનું અનુગમન કરો, તો તમે શું થશો? ગુરુ થશો. ગુરુત્વ પ્રાપ્ત તો કરવું જ પડશે ને? તમારે એકરૂપતા મેળવવાની છે, સાયોજ્ય મેળવવાનું છે, તો તમારે પણ ગુરુ થવું જ પડે. હવે ગુરુત્વ કેવી રીતે તમે ગ્રહણ કરી શકો? કંઈ ન કરીને ગુરુત્વ ગ્રહણ કરવાની વાત છે. આ સંસારનું કાંઈ પણ એવું ગુરુ બનાવે, એટલે કીધું કે ગુરુ.

હોય કશાની પડી ના હોય. તમે મોટો પાવાગઢ જેટલો મોટો કે "આ સોનાનો પાડ તમને આપું છું," તો "હું એને ક્યાં ઉચકીને ફરીશ, ભાઈ? તું એક કામ કર, જ્યાં છે ત્યાં જ રહેવા દેને. જેવો છે તેવો જ રહેવા દેને. કે મને તો અત્યારે બી એ સોનાનો જ દેખાય છે, તને ભલે માટીનો, પથ્થરનો દેખાય." કારણ કે આ સ્વયં સાક્ષાત પરબ્રહ્મ છે અને એનું જો ક્રિએશન છે, તો એમાં કોઈ ખામી, મણી મણા કેવી રીતે હોઈ શકે? એ તો બસ મારા પરબ્રહ્મ જ છે, કારણ કે હું બીજા સ્વરૂપ જોવા માંગતો જ નથી. કશું મારે જોવું જ નથી.

આવી ઉચ્ચતા જેને એમ કે પ્રાપ્ત થઈ જાય, એવું ગુરુત્વ અને એવા ગુરુનું અનુગમન કરવાનું એટલે આપણામાં પણ આ વસ્તુ આવે. ક્યારે આવે? તો કે પહેલા સાલોક, પછી સાનિધ્ય, પછી સાર રૂપ અને છેલ્લે સાયોજ્ય. તો આ ધર્મ મેઘ સમાધિ જ્યારે પ્રાપ્ત કરીએ, તો એ જ રસ્તે આપણને લાઈ જાય છે. અને શિષ્યને એવી અવસ્થા પ્રાપ્ત થઈ હતી, એનું શું ફળ મળે છે, તેનું વર્ણન આ ઉપનિષદીય જ્ઞાનના હસ્તાંતરણની પરંપરાથી જણાવેલ છે.

અહીંયા આગળ જો શાંતિ પાઠ પણ શેનો મૂક્યો છે: "ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:." આજે ઓમ રૂપ છે. ઓમકારને પણ રૂપ કીધું. ભલે એટલું સૂક્ષ્મ છે, દિગંત આપી છે, છતાં પણ એમને ઓમકાર સ્વરૂપે જેને અભિવ્યક્ત કરવામાં આવે છે.

પરંપરા રૂપે મારે જો તમારું ધ્યાન ખેંચવું હોય તો હું તે વખતે હેલો હેલો એવું નહોતો કરતો. હું ત્યારે શું કરતો હતો? "ઓમ!" એટલે જેવો પ્રતિઘોષ સંભળાય ને, તરત જ સામે જવાબ આપે પ્રતિઘોષમાં "ઓમ!" કે "મેં તમને સાંભળ્યા, મારું ધ્યાન તમારી પર છે." આવી રીતના એ જમાનામાં વાતચીતનો આરંભ થતો હતો, હેલોથી નહોતો થતો.

એ પરબ્રહ્મ સ્વયં બધી રીતે પૂર્ણ છે. હવે પેલા ગ્રેહામ બેલની જે પ્રેમિકા હતી, તેનું નામ હેલો હતું. એને એને બોલાવી હતી, એટલા માટે એને પહેલી વખત હેલો બોલ્યો ત્યાં આગળ. પણ જ્યારે તમે પરબ્રહ્મ છો, હવે પરબ્રહ્મને મારે મારે જો વ્યક્ત રૂપે બોલાવવા હોય, તો મારે શું કહેવું જોઈએ? "ઓમ!" તો એ તે કાળની અંદર તો આ લોકો જાણતા હતા અને એવી રીતે બોલતા હતા કે "હું પરબ્રહ્મને બોલાવું છું, તમારી અંદર રહેલા જેના મારફતે તમારું આ મન, વચન, કાયા બધા કાર્યાન્વિત થશે ને તમે જે યોગ્ય છે તે પાછું કામ મને કરી આપી શકશો." એટલે એવી રીતે હતું.

એ પરબ્રહ્મ સ્વયં બધી રીતે રીતે પૂર્ણ છે અને આ સૃષ્ટિ સ્વયંમાં પૂર્ણ છે. આ સૃષ્ટિ છે તો કઈ બહાર થોડી છે પરબ્રહ્મની? એ પણ પરબ્રહ્મની અંદર જ છે અને એટલે એ પણ પરિપૂર્ણ છે પોતાની રીતે. એક કે એક એટમની અંદર કોઈ પણ ખામી કે ખરાબી નથી, એવું અદભુત છે.

તો વિકાર તો મનમાં ઊભો થાય ને, વૃત્તિમાં આવે છે ને? એટલે એ વિકાર, વૃત્તિ અને મનમાં ના હોય તો આપણે પાછા નિર્વિકાર થઈ શકીએ ને? બરાબર.

એ પૂર્ણમાંથી આ પૂર્ણ કાઢી લેવામાં લેવાથી પણ બચેલું છે, જે છે તે પૂર્ણ જ રહે છે. દાખલા તરીકે, ખીચડી: એક કોળિયો તમે દાખલા તરીકે આખી તપેલીમાંથી કાઢી લો છો, તો એક કોળિયામાં જે ગુણો છે, એ બધા આની અંદર મોજુદ છે. આખી તપેલીમાં જે કાંઈ છે, એમાંથી આ કાઢી કરી લીધું. હવે આ જે બાકી રહ્યું, તે પણ કેવું છે? પૂર્ણ જ છે. આની અંદર જે તૃપ્તિ આપવાનો ગુણ છે, જે બધું છે, તે બધું જ આની અંદર પણ મોજુદ છે. એટલે કશું અપૂર્ણ છે જ નહીં વાસ્તવમાં.

એને આપણે જાણવાનું, સમજવાનું અને એને એવી રીતે જીવવાનું શરૂ કરવાનું. એટલે શું થાય છે કે આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક તાપ-સંતાપ શાંત. આ પણ એક સંકલ્પ છે.

જો બધું જ પૂર્ણ છે, તો પછી આજે બધું દેખાય છે કે આવું આવું બધું વિકારો ઊભા થયા, તે બધું કેવું થઈ જાવ? શાંત થાવ! શાંતિ ક્યાં હોવી જોઈએ? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં જ; મન, વચન, કાયામાં જ. ત્યાં શાંતિ વ્યાપવી જોઈએ એમ કહેવામાં આવે છે.

હવે કહે છે: શરીરની અંદર રહેલ હૃદય રૂપી ગુફામાં એક અદ્વિતીય એટલે કે અજ. હૃદય ક્યાં છે, ભાઈ, તમારું? જ્યાં તમે અનુભવ કરો છો દરેક વસ્તુનો, તે તમારું હૃદય છે. આ જે છે એ ફિઝિકલ છે, એને હાર્ટ કહે છે લોકો, હૃદય કહે છે. જે મૂળ જગ્યા જ્યાં તમે બધું જ અનુભવ કરી રહ્યા છો, તે જગ્યાને હૃદય કહેવામાં આવ્યું છે.

શિવનું હૃદય અને તમારું હૃદય એક જ છે. જો તમે અનુભવ કરો તો એકતાનો ને; નહીં તો તમે શિવથી જુદા છો અને પછી તમારે શિવની ભક્તિ કરવી જરૂરી થઈ પડે. પણ જો એકરૂપ થઈ ગયા શિવ જોડે, તો પછી તમે સંપૂર્ણ છે. પછી ભક્તિ, ભક્ત, ભગવાન આવું બધું કશું રહેતું નથી એવી રીતે.

એટલે ક્યારેય જન્મ ન લેનાર એ જે છે અંદર હૃદયમાં રહેલું, તે કેવું છે? તો કે ક્યારેય જન્મ લેતું જ નથી. એ તો છે જ એમ. શાશ્વત ચૈતન્યમ શાશ્વતમ નિત્ય એટલે કે શાશ્વત નિવાસ કરે છે.

પૃથ્વી તેનું શરીર છે. એ પૃથ્વીની અંદર રહે છે, પરંતુ પૃથ્વી અજને જાણતી નથી. આ પૃથ્વી તત્વ તત્વ જે છે, એ પૃથ્વીની સાથે જ છે. પૃથ્વીની અંદર રહે છે, પણ પૃથ્વી એને જાણી શકતી. કારણ કે પૃથ્વી તત્વમાં જાણપણું નથી, એનામાં એ ગુણ નથી. પેલું જોડે પૃથ્વી સાથે જોડાશે, પછી પૃથ્વીમાં પણ બધું ચૈતન્ય જેવું બધું આખું ઊભું થતું હોય છે. વાસ્તવમાં ચૈતન્ય અલગ છે.

જળ જેનું શરીર છે, જે જળમાં નિવાસ કરે છે, પરંતુ જળને તેનું જ્ઞાન નથી. જળને પણ એનું જ્ઞાન નથી. આ બધા પાંચ ઘટક જે દ્રવ્યો છે, તત્વો છે તેને. તેજ જેનું શરીર છે, જે તેજની અંદર સંચિત થાય છે, પરંતુ તેજ જેને સંચરત થવાને જાણતું નથી.

પ્રકાશ હોય ને, આમ માધ્યમમાં વહેતો હોય છે, આમ ફ્રિક્વન્સી રૂપે રહેતો હોય છે. પેલા ફોટો આમ કરીને જતા હોય છે, એવી રીતે એનું પ્રસારણ થતું હોય હોય. બિલકુલ એ જ રીતે જ્ઞાનનું પણ પ્રસારણ થઈ રહ્યું છે, સર્વત્ર થઈ રહ્યું છે, પણ એને ગ્રહણ કોણ કરી શકે જ્ઞાનને કે જે એના માટે એટલી...

ગ્રહણશીલતા એને ઊભી કરેલી હોય તે જ એને ગ્રહણ કરી શકે. દાખલા તરીકે, આંખોની અંદર રહેલા જે કોન્સ છે, નામના એ તે કોન્સ છે, "ધે આર સેન્સિટિવ ટુ પર્ટીક્યુલર લાઇટ સ્પેક્ટ્રમ." એટલે એને જાણે વાલી પીનારા દેખાય. હવે એ સ્પેક્ટ્રમની લાઇટથી ઓછું કે વધારે હોય તો એને એમાં કલર દેખાવાના બંધ થઈ જાય છે. કલર મોજુદ છે એ જ શ્વેત પ્રકાશ જે આવી રહ્યો છે તેની અંદર સાતે સાત મોજુદ છે, પણ એ એને ડિસાઇફર કરી શકતો નથી. એને અલગ પાડી શકતો નથી કે આ બધું અલગ અલગ છે. એ અલગ અલગ પાડવાનો ગુણ ક્યાં ઊભો થયો? તો કે કોન ની અંદર ઊભો થાય છે અને એ એક્ટિવ થાય, સેન્સિટિવ થાય ને એ પાછો પેલો જાણનારના સાથે જોડાય ત્યારે જ કલર દેખાય, ત્યાં સુધી દેખાતો નથી.

સિમિલરલી, જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાનની ભૂમિકા જો અંદર તૈયાર થઈ હશે તો આ જ્ઞાનના અમૃતબિંદુની વર્ષા નિરંતર થઈ રહી છે. એવો કોઈ સમય નથી, એવો કોઈ કાળ નથી, એવો કોઈ સ્થળ નથી કે જ્યાં આગળ જ્ઞાન નથી. અનરાધાર ધર્મ મેઘ વરસી રહ્યો છે કે ગ્રહણ કરો. બસ એ જ વાત છે. હવે ક્યારે થશે? તો કે એવી સત્વશીલતા જ્યારે આપણે પ્રગટશે અંદરથી તો બધે જ પછી જ્ઞાન દેખાવા જ માંડશે. પછી ચિત્ર ઊભું થઈ જશે કે, "ઓ, સંસાર તો કે બરાબર છે, એને બાજુ પર મૂકો. પછી એની પાછળ વાળો કોણ છે એને શોધો." એમ કરતાં કરતાં કરતાં અજ જે છે તેને જાણી લે છે અને છેલ્લો અનુભવ એનો એ છે કે, "તે હું જ છું." પૂરો થઈ ગયો અહીંયા પ્રોગ્રામ.

હવે વાયુ જેનું શરીર છે, જે વાયુની અંદર સંચરત થાય છે, પરંતુ વાયુ જેને જાણતો નથી. આમ વાયરો વાહતો હોય પણ એનામાં પણ જ્ઞાન હોતું નથી. એવી જ રીતે આકાશમાં જે સંચરત થાય છે, એટલે આકાશથી પણ સૂક્ષ્મ છે એવું આ જ્ઞાન, પરંતુ આકાશ જેને જાણતું નથી. હવે આ પાંચેનો અનુભવ કરનાર મન છે. તો કે મન જેનું શરીર છે, જે બોડી છે, મન જે મનમાં સંચરત થાય છે, પરંતુ મન પણ જેને જાણતું નથી. પછી આગળની વાત કરી તો કે મનનો જે સૂક્ષ્મ ડેવલોપ ભાગ જે છે તેને બુદ્ધિ કહે છે. બુદ્ધિ જેનું શરીર છે, જે બુદ્ધિમાં નિવાસ કરે છે, બુદ્ધિની અંદર પણ એ છે, પણ બુદ્ધિ એને જાણતી નથી. એટલે સોફ્ટવેર હોય પણ તેમ છતાં એ સોફ્ટવેર છે એ જ બધું જાણી લે છે એવું કંઈ થતું નથી. સોફ્ટવેર પોતાને જાણતું હોતું નથી. એવી રીતે જે અનંત અવ્યક્તમાં સંચરત થાય છે, એવું ચિત્ત જેને જાણતું નથી.

અવ્યક્ત જેનું શરીર છે, જે અવ્યક્તમાં સંચરત થાય છે, જે વ્યક્ત નથી એવું અવ્યક્ત તેની અંદર એ જે ફરે છે તેને જાણતું નથી.

અક્ષર જેનું શરીર છે. હવે અવ્યક્ત પછી અક્ષર, આ પાછો બીજી લાક્ષણિકતા, બીજું વાત આવી ગઈ. અક્ષર જેનું શરીર છે, જે અક્ષરમાં સંચરત થાય છે, પરંતુ અક્ષર તેને જાણતું નથી. જેનું શરીર મૃત્યુ છે, જે મૃત્યુમાં સંચરત થાય છે, મૃત્યુને પણ જાણે છે. આ જીવ્યો, આ મર્યો, આમ ક્ષણે ક્ષણે દરેક નામરૂપની અંદર ફેરફારો જે થાય છે, તો જન્મ મૃત્યુ તો થયા જ કરે છે નિરંતર. તેને પણ જે જાણે છે તેવો એવો જે છે, મૃત્યુ જેને જાણતું નથી. એ જ સર્વભૂતોમાં રહેલો, સર્વભૂતોમાં પંચભૂતોની પણ વાત નથી, સર્વે ભૂતોમાં રહેલો એમનો અંતરાત્મા છે. એ નિષ્પાપ છે, એનામાં પાપ હોતું જ નથી. તો પાપની કલ્પના છે એવું દાદાએ આપણને કીધું. "તમે પાપની કલ્પના કરી એટલે પાપથી તમે બંધાયા. જો તમે પાપની કલ્પના કરવાની બંધ કરશો તો તમને પાપથી બંધાવાનું બંધ થઈ જશે." એવું સમજાયું.

એ નિષ્પાપ છે અને એ જ એક દિવ્ય નારાયણ છે. નરમાં અયન. નર આપણે વાત કરી હતી કાલે નર વિશે, બરાબર ને? કે જે આમ વ્યાપ્ત છે બિલકુલ આમ બધે જ પાણીની જેમ બધે સમુદ્રની અંદર નારાયણ જેમ કે સૂતા છે એવી રીતના રહેલા છે. એવા એ દિવ્ય નારાયણ છે, જે આ બધાની અંદર હોવા છે તો બધાને જાણે છે, છતાં પણ એ પોતે બસ છે, બીજું કંઈ નહીં. એના સાથે કંઈ બીજું ના લગાડી શકાય.

અને જે શરીર અને ઇન્દ્રિયોના અનાત્મ વિષય છે, અનાત્મ વિષય, આત્મવિષય નથી, અનાત્મ વિષય છે. એના વિષયમાં "હું અને મારાનો ભાવ" એ અધ્યાસ ભ્રાંતિ માત્ર છે. આજે અનાત્મ વિષય છે તેની અંદર આ ઊભું થાય છે. આત્મા તો વિષય છે, તો એ તો સર્વોચ્ચ બાબત થઈ ગઈ. તો આ ભ્રાંતિ છે. એટલા માટે વિદ્વાને ઈચ્છવું જોઈએ કે બ્રહ્મને બ્રહ્મજ્ઞાન દ્વારા આ અધ્યાસ ભ્રાંતિ ભ્રમને દૂર કરે. "જાણવાથી જ મુક્તિ થાય છે" એ વાત પણ અહીંયા આગળ કરી દીધી. પોતાને જ બુદ્ધિ અને એની વૃત્તિનો, હવે આગળ પ્રોસેસ આપ્યો, "પોતાને બુદ્ધિ અને એની વૃત્તિનો સાક્ષી માની સ્વયંને જ પ્રત્યક આત્મા માને." પ્રત્યક આત્મા એટલે જે વ્યાપી છે બધે, પ્રત્યેક જગ્યાએ છે, પ્રત્યેકમાં છે એવું જે છે તેને પ્રત્યેક આત્મા. "એ હું જ છું." આ સોહમ વૃત્તિ, સો અહમ, સો અહમ, આ બધું જે કંઈ છે તે બધું હું છું.

અને કીધું કે શ્વાસ સાથે તમે ભણી લો તો તમે ઝડપથી પણ. એટલે બોલાવે છે સો અહમ, પણ એને બોલવાનું નથી. એ તો એના અંદર જ પોતાની જાતે જાતે જે ઉઠતો જે સ્વર છે, જે નાદ છે તેને પકડવાનો છે કે એ આ કહે છે આપણને આ સોહમ વૃત્તિ દ્વારા.

"પોતાના સિવાય સમસ્ત પદાર્થોમાંથી આત્મબુદ્ધિનો પરિત્યાગ કર." પદાર્થોમાંથી આત્મબુદ્ધિ કાઢી લો. આ પદાર્થો બધા જે છે તે હું નથી. બધા પદાર્થો મારા માટે જે મારામાં રહેલા છે, બધું એટલો બધો વ્યાપક હું છે. એટલે એમાં તમે એટમની અંદર માલિકી ભાવ છે. આત્મબુદ્ધિનો મતલબ અહીંયા આગળ એવો છે: માલિકીપણું તમે છોડી દો આ બધી વસ્તુઓમાંથી અને તમે એનાથી મુક્ત થઈ જાવ. "લોકાનું વર્તન એટલે કે સંસારનું અનુસરણ છોડીને." જ્યાં સુધી તમે સંસારનું અનુસરણ એક કરતો હોય, તમે એની કોપી કર્યા કરશો ત્યાં સુધી તમે શું કરશો? સંસારનું જ અનુસરણ કર્યા જ કરશો અને ક્યારેય એમાંથી મુક્ત થશો તે કંઈ કહી શકાતું નથી. તો કીધું, "લોકાનું વર્તન એટલે કે સંસારનું અનુસરણ છોડીને."

તમારે સંસારનું અનુસરણ છોડવું જ પડશે. છોડીને દેહનું વર્તન પણ છોડી દેવું પડશે. દેહ પણ, આ દેહનું વર્તન જે કાંઈ છે તે બધું મારું છે એ પણું તમારે છોડવું પડશે. દેહનું વર્તન પણ, શાસ્ત્રનું વર્તન પણ છોડી દો. શાસ્ત્રમાં જે દેહ વિશે બધી વાતો કરેલી છે, આ છે તે છે બધું, તે પણ તમે છોડી દો. આ બધું તમે નથી.

ત્યારબાદ, આત્મ અધ્યાસ એટલે "હું આત્મા છું, હું આ આત્મા છું, હું આવો આત્મા છું" એ બધું જે આમ ઊભું થતું હોય છે, એ બધું પણ કેવું છે? આભાસી છે, ભ્રાંતિ છે. એને છોડી દો. જ્યારે એ છૂટશે તો જ મૂળ આત્માનો અનુભવ આવશે, ત્યાં સુધી નહીં આવે. માણસ બેસીને વિચાર્યા કરે, "હું આવો છું, આવો છું, આવો છું" એમ, તો પણ એને આ સ્થિતિ બહુ જ લાંબા ગાળે આવવાની છે. કારણ કે જ્યારે જે ક્ષણે આત્મબુદ્ધિ એની છૂટશે વસ્તુઓમાંથી, બધામાંથી, ત્યારે જ એનો આ અનુભવ આવતો હોય છે.

એટલે એવી રીતે હંમેશા પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહીને યુક્તિ શ્રુતિ એટલે કે સ્વર શ્રવણ અને સ્વાનુભૂતિ દ્વારા બધાને પોતાનું આત્મસ્વરૂપ માનીને યોગી પુરુષનું મન વિનષ્ટ થાય છે, નષ્ટ થઈ જાય છે. યોગી સ્વરૂપનું મન છે તેનો લય થઈ જાય છે. હવે કોઈપણ વસ્તુમાં એનો ભાવ રહેતો નથી. સર્વત્ર એક જ એક આત્મભાવ છે. "અજ છે, હું અજન્માં છું અને હું જ છું" એ જ સતત એનો અનુભવ થવાનો શરૂ થઈ જાય છે.

નિંદ્રા, લોક વાર્તા અને કીધું પેલા કીધું લોક વાર્તા, અફવાઓ, કેવી બધી ફેલાવતા હોય છે બધા! સાચું માની લે કે અહીંયા આગળ તો આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એવું બધું વ્યવહારિક બધી નિંદ્રા અને લોક વાર્તા. આ બે વસ્તુઓ, શબ્દ આદિ વિષયો. જો શબ્દનો વિષય છે તો ટેલિવિઝન આવે છે, મોબાઈલ આવે છે. આ જેટલા સાધનો અત્યારે જે ગૂંચવાડા વાળા ઊભા થયા છે બધા, એ બંધન કરનારા છે. એટલા કીધું કે આ બધાને પણ તમારે જોવું પડશે, એને તમારે છોડવાનો એ કરવો પડશે.

એવી રીતે કરી અને આત્મવિસ્મૃતિનો ક્યારેય અવસર ન આવવા દઈ. એટલે એવી કોઈ પળ, એવી કોઈ ક્ષણ નથી કે જ્યારે તમે આત્મસ્વરૂપનો અનુભવ નથી કરી રહ્યા. એવું નિરંતરપણું અંદર લાવી આત્મામાં આત્માનું ચિંતન કરવું જોઈએ. આત્મામાં આત્માનું ચિંતન કરવું જોઈએ, એના પર વિચાર કરવાનો. કેવી રીતે કરવાનું? આત્મા કેવો? આ વાત કરી કે આવો આત્મા છે, એનું ચિંતન કર્યા કરો સતત. આજે હમણાં કહેવાયું તે બાબતોનું સતત ચિંતન કર્યા કરો. તમે એમાંને એમાં રહેશો ત્યારે પછી એમાંથી મુક્ત થશો.

કારણ કે માતા અને પિતાના મળ એટલે કે મેલથી ઉત્પન્ન થયેલા આ શરીરને, જેમાં મળ અને માંસદ ભરેલું છે, એને ચંડાળની જેમ દૂર કરીને. એ વખતે લોકો કરતા હતા કે ભાઈ તું આગો રે એવી રીતના કરે. કેમ? તો કે તું ભાઈ આવું આવું બધું કામ કરનારો છે, તું આવું બધું કરનારો છે, એટલા માટે તું દૂર. તો કાયાની સાથે સ્વના બોધને છોડવાનો છે. એ ચંડાળ છે, બહાર પેલો ચંડાળ નથી. એનામાં તો તમારે પરબ્રહ્મ જોવો પડશે ત્યાં તો, નહિતર મુસીબતમાં મુકાઈ જવાય. તો સ્વના બોધને છોડીને કાયાની સાથે બ્રહ્મરૂપ બનીને કૃતાર્થ બનો. કૃતાર્થ, કૃત આ અંતિમ છે. એટલે એ જે કૃત્ય કર્યું અને પછી બસ તમે જ્ઞાન પામી લીધું એટલે તમે કેવા થયા? તો કે કૃતાર્થ થયા. કૃત્યનો અર્થ તમને પ્રાપ્ત થઈ ગયા. આ છેલ્લામાં છેલ્લું કૃત્ય. એને કૃતાર્થ કીધું તું. ભગવાને કીધું તું કે તું કર્મ કર ભાઈ, પણ તું આ કર્મ કર એમ એમને સમજાયું હતું.

બધા લોકો એવું સમજાય કે ભાઈ સવારે ઉઠીને મારે જે કઈ છે આ બધું તો ફેક્ટરી ચલાવવાની, ગાડી દોડાવવાની, આ બધું કર્મ જ કહેવાય. એવી રીતના કરીને લોકો કહેતા. ભગવાનના ડેફિનેશનમાં કર્મ એટલે શું? તો કે આત્મા વિશે જે કંઈ તમે કરો ચિંતન, મનન, એ જ કર્મ છે. બાકી કોઈ કર્મ નથી, બાકી બધું બંધન કરતા છે.

હે મુનિ, મહાકાશમાં ઘટાકાશની જેમ પરમાત્મામાં આત્માને વિલીન કરીને અખંડ ભાવથી હંમેશા વ્યાપ્ત રહો. એટલે દર વખતે આપણે આપણા ઘડો ફોડી કાઢવાનો. જેવો દેહ ભાવ આવે ને તરત જ ફટ દઈને આમ અવાજ આવવો જોઈએ, "કડા ભૂસ" કરીને. બસ કે "હું આ અનંત આત્મા છું." હું આમ દર વખતે ઘડો ફોડ્યા કરવાનો. આમ તમને જેવો જેવો ભાવ થાય એ રીતના કરો એટલે પૂરું થઈ જશે. તો શું થશે? તો કે અખંડ ભાવથી તમે શાંત થઈ જશો. જો આ શાંત છે, અહીંયા આગળ અશાંતિ જણાય છે. આને ફોડી કાઢશો, આના સાથે મળી જશો, શાંત થઈ જશો. ડિસ્ટર્બન્સ અંદર ઊભો થયો છે કારણ કે અંદર વૃત્તિઓ ખતબદે છે. હવે તમે એ ફોડી કાઢ્યું એટલે બધું વૃત્તિઓ બધી જતી રહેશે. આની સાથે એકરૂપ થવાની તમારી એકમાત્ર કૃતાર્થપણાનો જે ભાવ છે, એના કારણે તમે એની સાથે થઈ ગયા, એક થઈ ગયા અને શાંતિ પામી જાવ.

સ્વપ્રકાશિત. જો આ કેવો પ્રકાશ? તો કે કોઈક અજવાળું આપે એવો નહીં, સ્વપ્રકાશ. સ્વયંભૂ. પોતે પોતાના પણથી ઊભો છે. ભૂ, ભૂમિ ક્યાંક પણ સ્થિરતા પકડે ને ઊભા રહેવું, હોવું, ત્યાં ભૂ કહે છે. એવો સ્વયંભૂ પોતે આમ જાતે જ છે. કારણ કે એ અજ છે અને અધિષ્ઠાન પાછું એ બધે હોવાથી એ બધાનું અધિષ્ઠાન છે, આધાર છે. એના વગર કશું છે નહીં. ભાઈ, પરમાત્મા છે તો બધું છે. પરમાત્મા જ નથી તો પછી કશું નથી. પણ પરમાત્મા નથી એવું ક્યાંય હોતું નથી અને ક્યારેય એવું બનતું નથી ભાઈ, એ પણ જાણવાની જરૂર છે.

હવે ટેમ્પરરી માણસ પ્રાર્થના કર્યા કરતો હોય: "શાંતાકારમ ભુજંગ સયનમ પદ્મનાભમ સુરેશમ, વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણમ શુભાંગમ, લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી ધ્યાન ગમ્યમ, વંદે વિષ્ણુ ભવભયમ સર્વલોકના." વિષ્ણુ વ્યાપક છે. શાંત આકારમ. વળી પાછો શાંત આકાર છે. બસ બીજું કશું જોઈતું. એનો આકાર કેવો છે? આકાર જ નથી, પણ કેવું? તો કે બિલકુલ શાંત છે. "શાંત આકારમ" એવા સ્વપ્રકાશે સ્વયંભુ અધિષ્ઠાન રૂપ બનીને બ્રહ્માંડ અને પિંડનો પણ વિષ્ટા પાત્રની જેમ પરિત્યાગ કરી દેવો જોઈએ. વિષ્ટા પાત્ર છે એમ.

સમજીને એને છોડી દેવું જોઈએ અને બધા લોકો ટોયલેટ જોડે જ લઈને ફર્યા કરતા હોય એવો હવે આપણને અનુભવ ખ્યાલ આવવો જોઈએ કે આપણે આ બધી વૃત્તિઓ અને આ બધું જે કાંઈ છે તે બધું આ જ છે, બીજું કંઈ નથી. એને એવું જાણીશું ત્યારે ઓટોમેટીક છૂટશે એનાથી. એને કોઈ જોડે લઈને ના ફરે એટલે એવી સ્વાનુભૂતિનો ત્યાગ કરી દેવાનો. અત્યાર સુધીની સ્વાનુભૂતિ જે છે તેનો ત્યાગ કરવાનું કે આ મૂળ વાત ઉપર આવી જાવ. આ જેવી તમે તોડશો એટલે તમે તરત ત્યાં છો. પણ એટલે તમારો ઘટાઘાસ તોડી નાખો, તમારો ઘડો ફોડી નાખો. શરીરની ઉપર આરૂઢ થયેલા, શરીરની ઉપર આરૂઢ થાય આ છે ને રથ જેવું છે. એમાં જેમ ડ્રાઇવર બેસે છે તેવી રીતે આ બેસી ગયો છે અહમ બુદ્ધિવાળો. એ એનો સારથી બની જાય છે. અહમ બુદ્ધિને શું કરવાની છે? તો કે ભાઈ, જો તું તારું સ્વતંત્ર તારી જાતે નિશ્ચય, નિર્ણય ના કરીશ.

સદાનંદ અને ચિત્ત સ્વરૂપ આત્મામાં જોડીને અંદર આત્મા રહેલો છે ને, આ રથ છે તેની અંદર અહંકાર છે. હવે એ અહંકારે પૂછવાનું છે, "બોસ, કિધર લેના હૈ?" અને પેલો તો ખાલી આમ ઈશારો જ કરશે. તો અહં વૃત્તિ જે છે તેને કેવી બનાવવાની છે? કમ્યુનિકેટિવ. કોના સાથે? આત્મા સાથે. કમ્યુનિકેશન તારું બીજે ક્યાંય ના હોવું જોઈએ. તું બીજે ક્યાંય બીજા કોઈના અહંકાર જોડે જેવું કમ્યુનિકેશન કરીશ એટલે તારો સંસાર ચાલશે. એક ગાડીવાળો બીજા ગાડીવાળાને કહે, "તું આઘો લે." પેલો કહે, "તું આઘો લે." ત્યાં ઝઘડો, ત્યાં સંસાર. પણ પેલો ખાલી આમ ઈશારો જ કરશે કે કાંચો ભટકાવાનું નથી તારે, તું આમ બહાર નીકળ. એની બુદ્ધિ જેવું પકડશે, એનો ભાવ પકડશે આત્માનો, બોસનો, એટલે તરત જ એવું આ ગાડી બાજુ પર લઈ લેશે કે આપણે સંસારમાં ભટકાવાની, સમય બગાડવાની, આ બધું કરવાની કોઈ જરૂર નથી.

તો એવી રીતે ચિત્ત સ્વરૂપ આત્મામાં જોડીને, જો અહીંયા શું કીધું? આત્માનું સ્વરૂપ અહીંયા આગળ સ્પષ્ટ કર્યું કે ચિત્ત સ્વરૂપ છે. એટલે હવે આપણને જો ખબર નથી તો આપણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તો કે આપણા ચિત્તથી કરવી. તો હવે આપણે શોધવાનું કે મારું ચિત્ત ક્યાં છે? કેવું છે? શું છે? ધીરે ધીરે ધીરે એનાથી જ એ પોતે સ્વયં સ્પષ્ટ થશે ને, કારણ કે એ તો સ્વયંભુ છે. અને એ તો છે જ પાછું, બધે જ છે, વ્યાપક છે. એટલે કહેવાનું, "હે ચિત્ત, તું આત્માને શોધી કાઢ." પછી કહેશે કે, "એ હું છું." આગળ ઉપર શું? એટલે એવા ચિત્ત સ્વરૂપ આત્મામાં જોડીને લિંગ શરીરને છોડીને હંમેશ માત્ર આત્મરૂપ થાઓ. હંમેશ માત્ર આત્મરૂપ થાઓ. એવો કોઈ સમય ના હોવો જોઈએ કે જ્યારે આપણે આત્મરૂપ નથી હોતા. એટલે આત્મરૂપમાં, આત્મભાવમાં જેને કહેવાય છે, તેમાં રહેવાનું.

"હે નિષ્પાપ," હવે પાછા એને એ કહે છે, "જે રીતે દર્પણમાં નગર દેખાઈ આવે છે એવી રીતે પોતાને 'હું બ્રહ્મ છું' એવું જાણીને કૃતાર્થ બની જાવ." દાખલો આપી દીધો, "દર્પણમાં નગર દેખાય છે." દર્પણમાં દેખાય છે ને? તો તે રૂપ છે, તે બ્રહ્મ હું છું. દેખાડનારો કોણ છે? તે હું છે. તો એવું જાણીને કૃતાર્થ બની જાઓ. ફરી પાછો એ જ કે તમે તમારા કર્મનો અર્થ જે છે તેને સિદ્ધ કરી લો. અહંકારથી મુક્ત બનેલ પુરુષ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અહંકાર જ્યારે આત્માની સામે જોવા માંડે એટલે પછી એ પોતે ખબર પડી જાય કે હા, બરાબર છે. એટલે આત્મા સ્વરૂપ પ્રગટ થાય ત્યાં સુધી થાય નહીં. એટલે દરેક વખતે ઓળખી ઓળખીને જ્યાં ત્યાંથી આપણા જ્યાં પણ આપણને દેખાય કે આ આપણો અહંકાર છે તેને શું કહેવાનું? "તું આત્મા ભણી જો." દર વખતે યાદ આપવાનું, રિમાઇન્ડર કરવાનું એને કે, "તું એની સામે જો.

તારો આત્મા ક્યાં છે? ખોળ તો ખરો. તું કોની સામે ખાલી ખાલી ગાડી ક્યાં દોડાયા કરે? તું પેલા બોસને પૂછ તો ખરો કઈ બાજુ જવું છે?" શું આ બોસ એવો છે કે એને ક્યાંય જવા પણું નથી, કશું નથી, છતાંય કહે છે કે ના, તું એને જ પૂછ. એ વખતે એને ક્યાંક જવું હોય તો એટલા માટે પણ તું પૂછે નહીં ને તારી જાતે મન મરજી તે તો ચલાઈ રાખે તો પેલો કંઈ કહેશે, "કર તારે જેમ કરવું એમ."

તે ચંદ્ર સમાન વિમલ થઈને પૂર્ણ સદાનંદ અને સ્વપ્રકાશક બને છે. આ ઉપમા છે. ચંદ્રમાં સમાન એટલે શીતળતા પ્રાપ્ત કરે છે અને છતાંય તેજ આપે છે. એવું અહીંયા ચંદ્રનો મતલબ એવો છે કે તમને બધું દેખાડશે અંધારાની અંદર. દેખાડનાર કોણ? તો કે ચંદ્ર. પણ એ ચંદ્રનો પાછો મૂળ કર્તા કોણ? તો કે સૂર્ય. સૂર્યના પ્રકાશના કારણે ચંદ્રનો પ્રકાશ ઉત્પન્ન થયો છે. પણ એવો એ ચંદ્ર પ્રકાશ કેવો? તો કે વિમલ, મલ વગરનો છે. એવો તમે બની જાવ. એ કેવો? તો કે પૂર્ણ સદા આનંદ. પૂર્ણતા પણ છે અને સદેવ આનંદ છે. એવું કોઈ ક્ષણ નથી કે જ્યારે આનંદમાં પણ નથી. એવો સ્વપ્રકાશ બને, સ્વયંપ્રકાશ બને. સાંસારિક ક્રિયા નાશથી ચિંતા દૂર થાય છે. સાંસારિક ક્રિયાઓ જ્યાં સુધી કર્યા કરે ત્યાં સુધી ચિંતાઓ દૂર થવાની. લોકો લાગેલા ને લાગેલા રહેશે એની અંદર. અને ચિંતા નાશથી વાસનાનો ક્ષય થાય છે.

આજે અહંકાર છે ને આખો કર્તાપણું, મારે કરવાનું રહી ગયું, મારે કરવું છે વાળું જે આખું બધું હાઈ હોય એ ભાગ છે તેનો વાસનાનો ક્ષય થાય છે. પછી એને કરવા પણું ક્યાંય દેખાશે નહીં. તો છે જ નહીં બધું બરાબર છે. એટલે શું? પેલા આપણે કમલેશાનંદ જે કહ્યું હતું તે કુદરતી રચના છે. બધું જોયા કર કે બધું ચાલ્યા કર. તારે અંદર કશું કરવાનું નથી. દાદાએ કહ્યું જ તું પહેલેથી, "ડખો ડખલ ના કરીશ. ડખો ના કરીશ ને ડખલ બી ના કરીશ." કે થયેલું હોય એને પાછું સીધું કરવાનો ટ્રાય ના કરું એમ. તને ખ્યાલ આવે કંઈક ઊંધું થયું છે તો જે એ જે ઊંધું થયેલું છે તે પણ વ્યવસ્થિત છે પાછું. એને તું સીધું કરવાનો પ્રયત્ન કરે છે એ ના કર. કોઈકે આરોપ મૂકી દીધો, "ડખો થઈ ગયો, અમિતભાઈ તો આવા છે." હવે એને સુલટાવવાનો પ્રયત્ન ના કરે છે કે હું...

આવો, નથી સમજાયું? છોડી દે. બરાબર છે. જો હોતા હૈ, એ હોને દે. આત્માએ પોતાનું ડિફેન્સ કરવાની જરૂર હોતી નથી. સંસારમાં એને કોઈ, આ સંસાર એને પહોંચી જ ના વળે આત્માને. આત્મા કહેવાય એ તો આ સંસાર એટલે બહુ ફેર પડી જાય. હવે એ વાસના દૂર થવી એ જ મોક્ષ છે.

હવે અહીંયા મોક્ષનું સ્વરૂપ બતાવ્યું આપણને કે ભાઈ આ જ્યારે શું થશે કે ચિંતા અને વાસનાઓ બધી જતી રહેશે, પછીની જે સ્થિતિ હશે તેને મોક્ષ કહેવામાં આવે. એને જ જીવન મુક્તિ કહેવામાં આવે છે. એ જીવતો હશે ત્યારે. પ્રાણ નીકળી જવાનો તે વખતે આ કરવાથી એટલે ઘણા લોકો એવું ડરતા હોય છે કે ભાઈ હું ભગવાનનું નામ લઈશ, હું સમાધિ કરીશ, હું આમ કરીશ, હું તો પછીનું તો મોત થઈ જશે, તો આ દેહનું મોત થઈ જશે. ના, મુવા! આ તારા અહંકારનું જ મોત થાશે, બીજે કશું થવાનું નથી. અને એ તો નિશ્ચિત છે, એ તો થશે જ. એટલે ભડકેલો રહે છે કે નહીં, તું બધું કરજે ભાઈ, તું સમાધિ ના કરતો, તું પ્રાણાયામ ના કરતો. એને ડર લાગે એટલે તમને કરવા જ ના દે. કંઈક ને કંઈકમાં એ ડખો, ડખલ એવી ઊભી કર્યા કરે. કઈક હડતાલ કરાવડાવશે શરીરમાં, મનમાં, ક્યાંય પણ, બહાર કે અંદર ગમે ત્યાં.

છેવટે ડોરબેલ વાગે, કોક આવ્યું એટલે તમે આમ નાક પકડીને છોડીને ઊભા થવું તો પડશે ને? અચ્છા, એ નથી થયું તો અહીંયા આગળ ખંજવાળ આવવાનું ચાલુ થશે તમને. એટલા જોરથી કોઈ દાડ ના આવતી હોય પણ એ જ ટાઈમે આવવાનું ચાલુ થાય. એટલે એવું પણ કંઈક ઊભું કરશે કે તમારું ચિત્ત જે તમારું આમ એકાગ્રતા થઈ રહી છે આત્મામાં, ત્યાંથી તમને પાછો દેહ ભાવમાં લાવવાનો પ્રયત્ન કર્યા જ કરશે.

"આ વૃત્તિને તમારે જીતવી પડશે," એમ કહે છે ભગવાન. "આ વૃત્તિને તમારે જીતવી પડશે. તમે તમારા પ્રભુત્વમાં રહો. તમે પ્રભુત્વ છોડીને બહાર જાઓ છો એટલે તમારે પશુત્વમાં જવું પડે છે. આ પશુ છે, પ્રાણ જેનામાં હોય એ બધા પશુ. તમે તમારા પ્રભુત્વમાં જો રહેશો તો તમારે પશુત્વમાં નહીં જવું પડે અને એ દૂર થઈ જશે." એટલે કીધું કે ક્રિયા નાશથી ચિંતા દૂર થાય છે અને ચિંતા નાશથી વાસનાનો ક્ષય થાય છે અને વાસના દૂર થાય છે એ મોક્ષ છે અને એને જ જીવન મુક્તિ કહેવામાં આવે છે. તો રાજા જનક આવી સ્થિતિમાં જીવ્યા, રાજા રામ પણ આવી સ્થિતિમાં જીવ્યા, ભગવાન શ્રીકૃષ્ણ પણ આવી સ્થિતિમાં જીવી ગયા, બધું કરી ગયા. બરાબર છે? તો આપણા માટે આ રસ્તો છે એવું અહીંયા આગળ કહી દીધું.

હવે આગળ કહે છે: "જો જે સર્વત્ર બધી બાજુએ બધાને માત્ર બ્રહ્મ રૂપમાં જુએ છે." બ્રહ્મનું કોઈ રૂપ નથી પણ છતાંય અહીંયા આગળ કીધું કે જે એને એવી રીતે લઈ શકીએ કે જે સર્વત્ર બધી બાજુએ બધાને માત્ર બ્રહ્મ જ જુએ છે, બીજું કંઈ જોતો જ નથી. જેની સદવાસના, સદભાવના દ્રઢ બની ગઈ છે. આ જે છે તે જ સત છે, જે બ્રહ્મ છે તે જ સત્ય છે. હવે એ સત ભાવના દ્રઢ બની ગઈ છે કે બધું બ્રહ્મ જ છે, હું જે કાંઈ જોવું છું તે બધું બ્રહ્મ જ છે, મને જે કાંઈ અનુભવ આવે છે તે પણ બ્રહ્મ જ છે, બધું બ્રહ્મ જ છે. એવી જેની ભાવના દ્રઢ થઈ ગઈ છે, એની વાસનાનો લય થઈ જાય છે. પછી એને ભાખરી ખાવાની વૃત્તિ નહીં ઊભી થાય, કંઈક ખાવું છે, કંઈક જાવું છે, કંઈક કરવું છે એવાને. કેમ? તો કે હવે આ અચલ છે, અડગ છે, એને કોણ હલાવે? એનામાં આ બધી વૃત્તિઓ ના હોય એટલે વાસનાઓનો લય થઈ જાય છે અંતિમ અવસ્થામાં.

એટલે જ્યારે કોઈ આવો દેહધારી જીવન મુક્ત હોય ત્યારે એની બહુ કાળજી રાખવી પડે કારણ કે એ દેહ ભાવની પર જતો રહ્યો હોય. અમારે ત્યાં આગળ ગયા હતા બનારસ, ત્યાં પેલા તેલંગ સ્વામીની વાત કરી હતી. ૧૨૦૦-૧૩૦૦ વર્ષ જીવ્યા પણ કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં, સદા ચિદાનંદની અંદર જ હોય, આમ બસ એવા સ્વરૂપમાં. તો જે એને જાણે તે તે આવીને ભક્તિ ભાવથી એની ઉપર પાણીનો લોટો ઢોળી જાય, કોઈ નાળિયેર ફોડી જાય, કંઈક કરી જાય, કોઈ હાર પહેરાવી જાય, કોઈ બીજું કરી જાય, જે થાય તે પણ એમ કોઈ સામે રિસ્પોન્સ જ નહીં, કશું જ નહીં. એ તો પોતાના એમાં જ નિરંતર રહેતા હતા. આખા સંસારનો, એ દેહનો પણ નહીં, મનનો પણ નહીં, અંદર શું થઈ રહ્યું છે તેનું પણ નહીં. એટલા બધાથી પર એવી રીતના એ એટલા બધા વર્ષ જીવ્યા એવું કહે છે. એની વાસનાઓ નષ્ટ થઈ જાય છે.

"ક્યારેય બ્રહ્મનિષ્ઠમાં પ્રમાદ ન કરો." બ્રહ્મની નિષ્ઠા જે છે એ તો એમાં ક્યારેય આળસ ના કરશો. આ આ તો કરવું જ પડશે તમારે કારણ કે પ્રમાદ જ મૃત્યુ છે. હવે જો અહીંયા મૃત્યુનું સ્વરૂપ કહી દીધું. એ એવું મૃત્યુ પછી પેલું મૃત્યુ લઈ આવશે. જો તમારે એનાથી પર જવું છે તો તમારે જરૂરી છે કે તમે ત્યાં આગળ પહોંચી જાઓ તમારા બ્રહ્મનિષ્ઠપણાની અંદર જ. બધું તો બ્રહ્મમાં અનન્ય નિષ્ઠા ક્યારે થાય? તો કે બધું બ્રહ્મ છે એવો જ્યારે અનુભવ કરવા માંડે. પહેલા એ ચિંતન કરશે, પછી મનન કરશે, પછી એવો અનુભવ એને આવવાનો ઊભો થઈ જશે. બસ, કામ પૂરું થઈ ગયું. કરવા પણું આટલું જ છે. આને જ કર્મ કીધું, આને જ કૃત્ય કીધું અને આ કરીને જ જે કંઈ સ્થિતિ ઊભી થશે તેને કૃતાર્થતા કીધી. બાકી કશું છે નહીં એમ કહે છે.

એટલે પોતાના આત્માના અનુસંધાનને છોડીને જીવન વિતાવવું એનું નામ પ્રમાદ છે. અહીં ડીફાઇન કરી દીધું કે પ્રમાદ તમે કોને કહો છો. આમ કરીને આમ માણસ આમ એમ પડ્યો છે એટલે કંઈ પ્રમાદમાં છે એવું એવું તમે ના માનશો. આ સ્થિતિમાં પણ જો એ બ્રહ્મ નિષ્ઠામાં છે, પોતાના બ્રહ્મ સ્વરૂપમાં છે તો એ ઓકે જ છે. તો એની તમે ટીકા નિંદા કરીને પાછા તમે ના બંધાઈ જતા કે આ આવું કરે છે. એ પણ એક બંધનનું કારણ બને છે. શબ્દ રૂપે તમે, વિચાર રૂપે તમે એને એવું જોયું કે એ બ્રહ્મ નથી, એ પણ તમારા બંધનનું કારણ અત્યાર સુધી બની રહેલું હતું. માટે એને દૂર કરો. આવું ના કરશો એમ પણ કહેવામાં આવે. એટલે આવું કરવાથી શું થાય? તો કે આવી વિદ્યાના જાણકારને બ્રહ્મવાદી કહેવામાં આવે.

આવે છે, એને બ્રહ્મને જાણી લીધો. કેવી રીતે જાણવું તે પણ એને જાણી લીધું છે, એટલા માટે એને બ્રહ્મવાદી કહેવામાં આવે છે. બ્રહ્મવાદ બીજો કોઈ વાદ નહીં, એમ. બાકી બધો વિવાદ. બ્રહ્મ એક જ વાદ, એમ. એની જ વાત, બીજી કોઈ વાત નહીં. વાદ એટલે શું? આની વાત કરે છે. કોની વાત કરે છે? આની વાત કરે છે. આ જે કહે છે એવું એ કરે છે અથવા તો એના વિશે વાત કરે છે, તો એને વાદ અને વિવાદ કીધો. પછી આ કહે કે આવું છે, પેલા કહે કે આવું નથી, આવું છે, વિવાદ થઈ ગયો. તો કે ના, એવું નહીં. ખાલી એક જ બ્રહ્મની જ વાત, એ જ વૃત્તિ, એ જ વિચાર. આ બધું જે કાંઈ છે તે બધું ભેગું થાય ત્યારે બ્રહ્મનિષ્ઠ કહેવાય. એવો બ્રહ્મનિષ્ઠ જ્યારે મળી જાય, તો કેવી રીતે થાય છે? તો કે જે રીતે શેવાળને પાણીની ઉપરથી થોડી દૂર કર્યા પછી એ ક્ષણભર પણ ત્યાં રહેતી નથી અને પહેલાની જેમ જ ફરી પાણીને ઢાંકી દે છે, તેવી રીતે બુદ્ધિમાન વ્યક્તિ પણ જો બ્રહ્મનિષ્ઠાથી થોડી પણ અલગ થાય તો માયા તેને આવૃત્ત કરી લે છે.

પ્રયત્ન તો કરશે. હવે અહીંયા માયાનું પ્રાબલ્ય બતાવે છે કે તમે પ્રયત્ન કરશો તો આ વસ્તુ થશે. વારેવારે પાછું ઉપર ઢાંકી જ દેશે અને એ સહજ છે, સ્વાભાવિક છે, કારણ કે માયા આ જ કરે છે, આ જ એનું કામ છે. પણ એમ છતાં પણ એને કીધું કે જેને જીવતા કૈવલ્ય અવસ્થા મળી ગઈ છે, એ વિદેહ, દેહ રહિત થયેથી કેવળ બ્રહ્મ જ રહેશે. એટલા માટે નિષ્પાપ સમાધિ નિષ્ઠ થઈને નિર્વિકલ્પ એટલે કે વિકલ્પ રહિત થાઓ. આપણને પ્રિસ્ક્રિપ્શન કીધું કે તમારે આ જગ્યાએ પહોંચવાનું છે. આવું તો થશે જ પાછું, શેવાળ જેમ ઢાંકે છે એવી રીતે. મૃત્યુ તો આવશે, પણ તમારે પાછું એને ફરી હટાવવાની, ફરી હટાવવાની, ફરી હટાવવાની. એક ટાઈમે એવું થશે, પછી એ ઢાંકી નહીં શકે. જે સમયે નિર્વિકલ્પ સમાધિથી અદ્વૈત આત્માનું દર્શન થાય છે, એ સમયે હૃદયની અજ્ઞાન રૂપી ગ્રંથિનો સમૂળો વિનાશ પૂર્ણ રૂપે નષ્ટ અને વિનાશ થઈ જાય છે.

એક બાજુ જે આ ગ્રંથિ તૂટી, બીજી બાજુ જ્ઞાન. એક બાજુ જ્ઞાન થયું, તો આ બાજુ ગ્રંથિ તૂટી. બંને એક સાથે બનતી ઘટના છે. પ્રકાશ આમ કરીને આમ કર્યો એટલે અજવાળું થાય, એટલે અંધકાર જાય. અંધકાર જાય એટલે અજવાળું થાય. બંને ઘટના એક જ છે, એક સાથે જ બનતી છે અને આ બંને અલગ અલગ નથી એમ કહેવા માંગે છે. આત્મત્વ અર્થાત આત્મભાવને દ્રઢ બનાવીને અહંકાર આદિનો પરિત્યાગ કરીને તે તેનાથી એવી રીતે ઉદાસીન બની રહો કે જેવી રીતે વાસણ અને વસ્ત્ર વગેરેથી ઉદાસીન ભાવ રાખવામાં આવે. વ્યક્તિ ઘરમાં બેઠો હોય, રાત રચેલું બધુંય ભરેલું હોય, તો એ બધાને પ્રત્યે એવા ભાવથી આમ બેસી રહેતો હોય સામાન્ય રીતે કે આ બધું મારું છે, મારાપણું છે, આમ છે, આ બધાથી હું આમ છું ને શોભો છું ને એવું બધું. પેલો કહે કે ના, તમે એના પ્રત્યે ઉદાસીન, ઉદાસીન. "આ બધું મારું નથી, આ બધાથી હું અલગ છું, હું ચૈતન્ય છું, હું આત્મા છું." એવી રીતના ભાવની અંદર તમે આવી જાવ અને એવું કરીને પછી તમે આત્મભાવને દ્રઢ કર્યા કરો.

હવે બ્રહ્માથી માંડીને સ્તંભ સુધી, આ તમે મને પ્રશ્ન પૂછ્યો તો કે આ બ્રહ્માથી માંડીને કહે છે, તો કે બ્રહ્મા પણ? કે હા, બ્રહ્મા પણ. તમે પહેલો મને મોકલાયો હતો. સ્તંભ એટલે ઘાસ સુધીની સમસ્ત ઉપાધિઓ મિથ્યા છે. મતલબ નામ રૂપ મિથ્યા છે. બ્રહ્માનું જે સ્વરૂપ છે તે પણ મિથ્યા છે. એટલે બ્રહ્મા પણ નથી એમ કહેવા માંગે છે. એટલા માટે હંમેશા એક સ્વરૂપમાં સ્થિર રહેનાર પોતાના પૂર્ણ આત્માનું સર્વત્ર દર્શન કરવું જોઈએ. તો વિષ્ણુ, વિષ્ણુ, વિષ્ણુ, શિવ, શિવ, શિવ કેમ કહીએ છીએ અને બ્રહ્મા, બ્રહ્મા, બ્રહ્મા કેમ નથી કહેતા? કારણ શું? તો કે બ્રહ્મા જે છે એ પણ ક્ષણભંગુર છે. એ રીતે જોઈએ તો શાશ્વત નથી. વિષ્ણુ વ્યાપક છે, શિવ સદા છે, પણ એનાથી ઉપર જવાનું છે. આ બેય પાછા જેનું જે કંઈ કરીને પોતે શિવત્વ કે વિષ્ણુત્વ પામે છે તે હું છું એમ કહો તમે, ત્યારે તમારી બ્રહ્મનિષ્ઠા સાચી પડે, ત્યારે તમે ત્યાં પહોંચો છો.

એટલા માટે હંમેશા એક સ્વરૂપમાં સ્થિર રહેનારા પોતાના પૂર્ણ આત્માનું સર્વત્ર દર્શન કરવું જોઈએ. એટલે અંદર પણ અને બહાર પણ. આમ જોવું છું તો મને આત્મા દેખાય છે, પણ આમ જોવું છું તો પણ મને આત્મા જ દેખાય છે. આત્મા સિવાય બીજા કશાનું મારે દર્શન કરવું નથી, મારી વૃત્તિ પણ નથી. ઓગળી ગયું છે. મારે બીજું કંઈ જોવું નથી, મારે બીજું કંઈ જોઈતું નથી. અંદર બસ કેવળ એક આત્મ સ્વરૂપ, આત્મા, આત્મા, આત્મા. આવી એકતા અને અભેદતા આખી ઊભી થશે, ત્યારે શું થશે? તો કે પૂર્ણ આત્માનું સર્વત્ર દર્શન કરવું જોઈએ. દર્શન કરવાની વાત છે. દર્શન કરશો ત્યારે જ્ઞાન આવી જ જશે. દર્શન પછી જ જ્ઞાન છે. સ્વયં બ્રહ્મા, સ્વયં વિષ્ણુ, સ્વયં ઇન્દ્ર, સ્વયં શિવ, સ્વયં વિષ્ણુ ને સ્વયં પોતે જ આ બધું છે. સ્વયં સિવાય બીજું કાંઈ જ નથી. બસ આ એક જ ભાવ ઊભો થયો.

પોતાના આત્મામાં સમસ્ત વસ્તુઓનો આભાસ જેમ દોરડીમાં સાપ રહેલો છે તેવો આરોપિત કરેલો ભાવ છે કે આ વસ્તુ છે એવું આપણે આરોપ કરીએ. વાસ્તુત્વ વસ્તુ નથી, એ બ્રહ્મ છે. આપણે બ્રહ્મને વસ્તુ કહીએ છીએ અને પછી એ વસ્તુને નામ આપીએ છીએ અને પછી એ વસ્તુને રૂપ પણ ઊભું થાય છે. એટલે આપણે એને નામ આપીએ છીએ અને પછી આ સંસાર ઊભો થાય છે. સમજાય છે? એવું કીધું. તો એનું નિરાકરણ એટલે નિરસન કરી દેવાનું, એને લય કરી દેવાનો. રિવર્સ જવાનું. રિવર્સ એન્જિનિયરિંગની વાત છે આ તમારી. એ સ્વતઃ પોતે પૂર્ણ અદ્વૈત અક્રિય, ક્રિયા રહિત છે. બ્રહ્મને કશું કરવાપણું હોય નહીં એટલે પ્રિય છે. પરબ્રહ્મ બની જાય છે. પ્રોસેસ આપી દીધો છે અહીંયા આગળ બહુ સૂક્ષ્મતાથી. આમ બસ આ જે છે તેને કરીને કૃતાર્થ થાઓ એમ કીધું. એક જ આત્મા રૂપી વસ્તુમાં. હવે આત્માને અહીંયા વસ્તુ કહ્યો છે.

કહેવું પડે છે કારણ કે એ ઠોસ.

છે જે આ વિકલ્પ ભેદ જણાય છે, પ્રતીત થાય છે, એ ઘણું કરીને મિથ્યા છે. કારણ કે નિરાકાર, નિર્વિકાર અને નિર્વિશેષમાં ભેદ ક્યાં છે? આમ પૂછવાનો પ્રશ્ન. નિરાકારમાં ભેદ હોય? ના. નિર્વિકારમાં હોય? કોઈ વિકાર ના હોય. નિરાકારમાં આકાર હોય? તો કે ના હોય. નિર્વિશેષમાં કોઈ વિશેષપણું હોય? તો કે ના. વિશિષ્ટ છે એ સ્વયં પોતે. એ રીતે વિશિષ્ટ છે એ ચૈતન્ય આત્મા દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય ભાવ વગેરેથી શૂન્ય છે. જો એનામાં કંઈ આવો ભાવ જ નથી કે હું આ જોવું કે હું આ જાણું. કે એ હું આ જોવું ને જાણવું વાળું જે ઊભું થાય છે તે કોણ કરે છે? અહંકાર મનના ભાગમાં થઈ રહ્યું છે. એટલે સાવધાન રહેવાનું છે. આ પેલોનો ડિસગાઈઝ ફોર્મ પકડી લે છે. જે નિરામય એટલે નિર્દોષ અને પ્રલય કાયમના સાગરની જેમ પરિપૂર્ણ છે. પ્રલયકાળનો સાગર કેવો હશે? આમ વિચાર કરવાનો.

અહીંયા આગળ એ સાગરની વાત નથી. આ ચૈતન્ય મહાસાગરની વાત કરવામાં આવી કે જેની અંદર બધું જ મળી ગયું. જે રીતે અંધકાર પ્રકાશમાં વિલીન થઈ જાય છે, એ રીતે અદ્વિતીય પરમ તત્વમાં ભ્રાંતિનું કારણ પણ વિલુપ્ત થઈ જાય છે. એ આત્મા અવયવ રહિત છે, તેથી એમાં ભેદ ક્યાંથી હોય? એકાત્મક પરમ તત્વમાં ભેદ કઈ રીતે રહી શકે છે? ભેદ કોણ છે? ક્યાંથી ઊભો થાય છે? તપાસ કરવી જોઈએ. સુષુપ્ત અવસ્થામાં સુખ માત્ર છે, એમાં ભેદ કોના દ્વારા જોવામાં આવે છે? હવે અવસ્થાની વાત કરી. આ વિકલ્પ ભેદનું મૂળ કારણ ચિત્ત છે. અગર ચિત્ત ન હોય તો કોઈ પણ વિકલ્પ નથી. તેથી પ્રત્યેક રૂપ પરમાત્મામાં પોતાના ચિત્તને સમાધેસ્થ, સમાહિત કરી દો. જે આમ બધું બહાર ફરવાનું જે ચાલુ કરેલું છે તેને કે તું ઘેર આવી જા અને તું તારા મૂળ સ્વરૂપમાં બેસી જા. ત્યારે જ તને શાશ્વત સુખ મળશે.

અખંડ આનંદ રૂપ આત્માને પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજીને, જો આપણું વાસ્તવિક સ્વરૂપ એ અખંડ આનંદ સ્વરૂપ છે, સમજીને હંમેશા આ આત્મામાં જ બહાર અને અંદર આનંદ રસનું આસ્વાદ કરો. આત્મા વિષય આમ જેવું કરશો એટલે આનંદ આવવાનું જે શરૂ થાય છે તેનો આસ્વાદ લો. તમે એ કરો. હવે અહીંયા જે આસ્વાદન થશે એ તમારી આ ઇન્દ્રિયોજન્ય હશે. આ અતિન્દ્રિય આનંદની વાત છે અને આ અતિન્દ્રિય આસ્વાદનની વાત છે. ઇન્દ્રિયજન્ય નથી. એટલે કીધું કે જે આંખોને જોવાની શક્તિ આપે છે, જે કાનને સાંભળવાની શક્તિ આપે છે, તેની વાત કરવામાં આવે છે. તેની વાત કરી છે. તો કે એ આનંદનું તમે આસ્વાદન કરો. વૈરાગ્યનું ફળ બોધ જ્ઞાન છે.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.