ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૩૫
ૐ. બિંદુ બ્રહ્મારૂપ છે અને રજ શક્તિ સ્વરૂપ છે. બિંદુ જે છે તે ચંદ્રરૂપ છે અને રજ છે તે સૂર્યરૂપ છે. રજમાં ગરમી પુષ્કળ છે, બિંદુમાં શાંતિ છે, શીતળતા છે. એ બંનેનું મિલન થતા પરમપદની પ્રાપ્તિ થાય છે. જ્યારે વાયુથી શક્તિચાલીની મુદ્રા દ્વારા ગતિશીલ રજ બિંદુ સાથે એકાકાર થઈ જાય, ત્યારે શરીર દિવ્ય બની જાય છે. તો શરીરને દિવ્ય તો કરવાનું છે જ. અહીંયા ટ્રાન્સફોર્મેશનની આખી પ્રક્રિયા આપેલી છે.
રજનો સંયોગ સૂર્યમાં અને શુક્લ એટલે કે શુક્રનો સંયોગ ચંદ્રમાં જે રીતે થાય છે, તે વિષયને અને બંનેની એકરસતાને જાણનાર સાધક જે હોય છે, તે યોગવત્તા કહેવાય છે. જે સાધના દ્વારા નાડી સમૂહનું શોધન કરવામાં આવે છે. સામાન્ય રીતે માણસોના શરીરની અંદર જે નાડીઓ-નસો છે, તેમાં વાત, પિત્ત અને કફ એટલા બધા પ્રમાણમાં ભરાયેલા હોય છે અને એના ઇમબેલેન્સના કારણે અનેક રોગોના એ લોકો શિકાર પણ થયા કરતા હોય છે. અનેક પ્રકારના ભ્રમના શિકાર થયા હોય છે. એમાંનો મોટામાં મોટો ભ્રમ તો આ જ છે કે હું આ દેહ છું. તો એ બધું ચોખ્ખું થાય છે.
તો એટલા માટે જે સાધના દ્વારા નાડી સમૂહનું શોધન કરવામાં આવે છે અને સૂર્ય અને ચંદ્રને ચલાવવામાં આવે છે તથા રસનું શોષણ કરવામાં આવે છે, તેને મહામુદ્રા કહેવામાં આવે છે. તો મહામુદ્રા દ્વારા નાડી સમૂહનું શોધન થવું જોઈએ. લોકો બધી મુદ્રાઓ કર્યા કરતા હોય, નાટક-ચેટકની પણ કોઈ મહામુદ્રા કરવા પાંચ મિનિટ આપવા તૈયાર હોતા નથી. પરિણામો એમના જીવનમાં એ લોકો ભોગવ્યા કરતા હોય છે, જે સ્વયં સ્પષ્ટ છે. વિવેકપૂર્વક જો પાંચ મિનિટ મહામુદ્રાનો અભ્યાસ કર્યો હોય અને પછી એને નિયમિતતાથી ધીમે ધીમે વધારે, તો બધી નાડીઓનું શોધન થઈ શકે એવું છે.
ડાબા પગથી યોનિ સ્થાનને દબાવી, હડપચીને છાતી સાથે દબાવવાની અને જમણો પગ સીધો ફેલાવી, બંને હાથની આંગળીઓ સાથે પકડી, બંને કુક્ષીઓમાં પૂરો શ્વાસ ભરીને ધીમે ધીમે બહાર કાઢવો. આ મહામુદ્રાની ક્રિયા બધા પ્રકારના વ્યાધિઓનો નાશ કરે છે. અભ્યાસક્રમમાં સૌપ્રથમ ડાબી નાસિકા ચંદ્રઅંશથી શ્વાસને ખેંચવાનો, રેચન કરતા જઈને અભ્યાસ કરવો. પછી જમણી નાસિકા સૂર્ય અંશથી શ્વાસ ખેંચી અને રેચનનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે બંને સ્વર ચંદ્ર અને સૂર્ય સમાન થઈ જાય, ત્યારે અભ્યાસ બંધ કરવો જોઈએ. ૧૦ સેકન્ડ સુધી શ્વાસ લીધે રાખો, ૧૦ સેકન્ડ સુધી છોડો. ફરી ૧૦ સેકન્ડ સુધી લીધે રાખો, ૧૦ સેકન્ડ સુધી છોડો. તો આ સૂર્ય-ચંદ્ર અને એ બે જેવા બેલેન્સ થશે.
તો એ તદુપરાંત યોનિ મુદ્રાનો અભ્યાસ. આ મહામુદ્રા કરવાથી શું થાય છે? પથ્ય-અપથ્ય અથવા બધા પ્રકારનું નિરસ ભોજન પચી જાય છે. ભોજન વધુ કરી લેવાથી અને વિષ ખાઈ લેવાથી પણ તે અમૃતની જેમ પચી જાય, એટલો બધો મહામુદ્રાનો પ્રભાવ છે. આ મહામુદ્રાનો અભ્યાસ કરનાર સાધકને એના પ્રભાવથી ક્ષય, કોઢ, ભગંદર, મસા, અજીર્ણ વગેરે અને ભવિષ્યમાં થનારા બધા રોગોમાંથી એને છુટકારો મળી જાય છે.
તો આ ડાબા પગની એડી જે છે, તેને આ સ્થાનમાં આમ દબાવવાની. હવે જમણો જે પગ છે, તેને આમ સીધો કરવાનો અને પછી શ્વાસ લેવાનો. હાથ ઉપર કરીને આ વખતે મૂળ બંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ ત્રણે એક સાથે થશે. આ રીતે કરવું જોઈએ. તો આ જમણી બાજુ કર્યું એ જ પ્રમાણ ડાબી બાજુ કરવાનું. પછી બંને પગે કરવાનું. બંને પગ સીધા રાખીને સામે આવો. એક થયો. આવી ત્રણ વખત કરવી જોઈએ મહામુદ્રા, થ્રી ટાઈમ્સ. એની શરૂઆતમાં પહેલા તમારે આ પગને આમ અહીંયા ઢીંચણ સાથે આમ દબાવવાનું. આ રીતનું પુષ્કળ અને પછી શ્વાસ લેવાનો, રોકવાનો અને છોડવાનો. એક આવર્તન એ કર્યા પછી એને એ જ આગળ સીધું લંબાવાનું. પછી એ ક્રિયા કરવાની. એક વસ્તુ રિપીટ કરો. પછી બંને પગે એની એ જ વસ્તુઓ. તેમાં બંને પગ અહીંયા દબાવવાના, શ્વાસ લેવાનો, મૂકવાનો. હું બતાવીશ પછી. કારણ કે આ મહામુદ્રા સાધકોને મહાસિદ્ધિ આપનારી છે.
તેના વિશે બધાને ના કહેવું. પ્રયત્નપૂર્વક તેને ગુપ્ત રાખવી જ હોય. છતાં સામાન્ય માહિતી રૂપે અત્યારે તમને આ જણાવી દીધું. જાણવું હોય, શીખવું હોય તો આવી જજો.
એકાંત સ્થળે પદ્માસન લગાવી, કમરથી મસ્તક સુધી શરીરને સીધું રાખી, નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિને સ્થિર કરી, અવ્યય પ્રણવ ઓમકારનો જપ કરવો જોઈએ. અહીંયા આગળ અહીં ઓમકાર જોયા કરો. "ઓમ નિરંજન, નિર્વિકલ્પ, નામ રહિત, શુદ્ધ, બુદ્ધ, નિત્ય, અનાદિ, નિધન, શાશ્વત, એક, તુર્ય, ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં એક રસ રહેનાર પરબ્રહ્મમાંથી સ્વયં પ્રકાશરૂપી પરાશક્તિ પ્રગટ થઈ." એ પરાશક્તિ જેને તમે જગદંબા કહો છો. આત્મા પરમાત્મામાંથી પ્રકાશ આકાશ પ્રગટ થયું. પછી આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી પ્રગટ થઈ. સદાશિવ, ઈશ્વર, રુદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા એ પાંચ દેવતા આ ભૂતોનાય પાછા સ્વામીઓ છે. એમાં બ્રહ્માજી ઉત્પન્ન કરનાર, વિષ્ણુ પાલન કરનાર, રુદ્ર સંહાર કરનાર છે. સતોગુણ રૂપ વિષ્ણુ, રજોગુણ રૂપી બ્રહ્મા અને તમોગુણ રૂપી રુદ્ર છે.
દેવતાઓમાં પ્રથમ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. સૃષ્ટિની ઉત્પત્તિ માટે બ્રહ્મા, સૃષ્ટિના પાલન અર્થાત વિકાસ કરવા માટે વિષ્ણુ અને સૃષ્ટિના વિનાશ માટે રુદ્ર, ભોગો માટે ઇન્દ્રની ઉત્પત્તિ સૌપ્રથમ થઈ. લોક, દેવ, તિર્યક, નર અને સ્થાવર એ બધાની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ. તેમાં મનુષ્ય વગેરેનું શરીર પંચભૂતોના સંયોગથી બને છે. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાનના વિષય અને પ્રાણ વગેરે પંચ વાયુ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અપેક્ષા કરતાં પણ સ્થૂળ હોવાને કારણે તેમના મૂળ કારણને કારણે સ્થૂળ પ્રકૃતિ કહેવાય છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પંચવાયુ, મન, બુદ્ધિને સૂક્ષ્મ લિંગ શરીર કહેવાય.
છે, કારણ કે શરીર ત્રણ ગુણોવાળું છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ ત્રણ શરીર સૌને હોય છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય એ ચાર અવસ્થાઓ છે. તેજસ, પ્રાજ્ઞ, વિશ્વ અને આત્મા એ ચાર પુરુષ આ બધી અવસ્થાઓના અધિપતિ છે. જેમ જેમ આમ જતા જાય, એક પછી એક ખંડની અંદર, તો એની ઉપાધિ બદલાય છે. વિશ્વ સ્થૂળનો નિત્ય ભોગ કરે છે, તેજસ એકાંતનો ભોગ કરે છે, પ્રાજ્ઞ આનંદનો ભોગ કરે છે અને એ સૌનો સાક્ષી આત્મા એનાથી પર, બધાથી અલગ રહીને જોયા કરે છે.
સર્વવ્યાપી પ્રણવ પરમાત્મા જીવોની આનંદમય અવસ્થાઓના ભોગ વખતે અધોમુખ અર્થાત ઉદાસીન બનીને રહે છે. એ બધાની અંદર એ જોતો ધ્યાન નથી આપતો. એ બિલકુલ અલિપ્ત, ઉદાસીન કરતાં વધારે તો કહેવાય કે અસંગ બનીને રહે છે. ખરેખર, તે વખતે ભોગોની સ્થિતિમાં, જીવોના જે ભોગવટાના સ્થિતિ હોય તેમાં, પ્રણવમાં નિહિત ત્રણ અક્ષર – અકાર, ઉકાર અને મકાર – ત્રણ વેદ, ત્રણ લોક, ત્રણ ગુણ, ત્રણ અક્ષર અને ત્રણ સ્વરના રૂપમાં પ્રણવ જ પ્રકાશમાન છે.
અકાર સમસ્ત જીવધારીઓની જાગ્રત અવસ્થામાં નેત્રોમાં વાસ કરે છે. સ્વપ્ન અવસ્થામાં ઉકાર કંઠમાં નિવાસ કરે છે, ત્યારે જ સ્વપ્નો આવે અને મકાર સુષુપ્તિ અવસ્થામાં હૃદય પ્રદેશમાં નિવાસ કરે છે. આ સ્થૂળ વિરાટ વિશ્વ અકાર જ છે, એટલે જ્યાં જુઓ ત્યાં આગ જ લાગવાની છે. "હં" કરશે એટલે આગ લાગશે, બધેરી આગ આવવાની છે, તમને કશું કરી શકાય નહીં. સૂક્ષ્મ તેજસ્વી હિરણ્ય ગર્ભના રૂપમાં ઉકાર ગણાય છે અને મકાર એ અવ્યાકૃત પ્રગટ એ કારણ પ્રાજ્ઞ છે.
અકારની પ્રકૃતિ રાજસી છે, ભોગવટો વર્ણ એનો લાલ છે, એને સૃષ્ટિ કરતા બ્રહ્મા કહેવાય. જાગૃતમાં બધું બેઠા બેઠા ગડગડ કર્યા જ કરે, મનમાં ભાતભાત ચાલે ને બધી. એ ઉકારની પ્રકૃતિ સાત્વિક છે પ્રમાણમાં અને શ્વેત વર્ણ છે તેનો. પાલન કરતા વિષ્ણુ છે. મકારની પ્રવૃત્તિ તામસી છે, વર્ણ કૃષ્ણ છે, તેને સંહાર કરતા રુદ્ર કહેવાયું છે. બધું અંદર સાફ થઈ જઈ રહ્યું છે જ્યારે તમે મકાર બોલો છો ત્યારે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રની ઉત્પત્તિનું કારણ પણ ઓમ જ કહેવાયું છે. પ્રણવ જ બધાનું અનાદિ કારણ પરમ તત્વ છે. અકારમાં સૃષ્ટિ કરતા બ્રહ્મા સમાહિત છે, ઉકારમાં વિષ્ણુ અને મકારમાં રુદ્ર સમાયેલા છે. એકમાત્ર પ્રણવ જ પ્રકાશમાન રહે છે.
આ પ્રણવ જ્ઞાની મનુષ્યોમાં ઉર્ધ્વમુખ અને અજ્ઞાની મનુષ્યોમાં અધોમુખવાળું કહેવાય છે. આમાં આટલો ફેર પડે છે, ટિલ્ટ આવી જાય છે આખી આ રીતે. એટલે જે અજ્ઞાની મનુષ્ય છે તેમને જે અધોમુખ ઓમ છે તેને ઉર્ધ્વમુખ કરવો પડશે. શેનાથી થશે? જેમ જેમ ચિત્તની શુદ્ધિ થશે તેમ તેમ થશે. ઉપાય: ઓમકાર કરો. જેટલા વધુ કરશે તેટલો એ વધારે ઝડપથી ઊંચો થઈ જશે. ઉર્ધ્વમુખ ઓમકાર જોઈશે, જોઈશે ને જોઈશે.
આ રીતે સર્વત્ર સમરૂપે પ્રણવ જ પ્રતિષ્ઠિત છે. એનું એ જે પ્રકારે જાણે છે તે જ વેદવિત છે. જ્ઞાની સાધકોમાં આ પ્રણવ અનાહત રૂપે ઉર્ધ્વ ગતિવાળો હોય છે, જેનું અહીંયા ધ્યાન કરી શકાય, અહીંયા ધ્યાન કરી શકાય, નાભીમાં ધ્યાન કરી શકાય. તેલની ધારની જેમ અવિચ્છિન્ન, ઘંટાનાદ જેવા ધ્વનિયુક્ત અનાહત નાદવાળા તેનું મૂળ બ્રહ્મ કહેવાય. મહાપુરુષો દ્વારા સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યોગ્ય પ્રણવનો તે અગ્રભાગ પ્રકાશમય અને વાણીથી પર છે. એ રીતે જાણનારો મહાત્મા જ વેદવિત્ત છે.
બંને નેત્રોની વચમાં જાગ્રત અવસ્થામાં હંસ જ્યોતિમાન છે. હંસ સકારને ખેચરીના રૂપમાં કહેવાયો છે, જે નિશ્ચિત રૂપે ત્વમનો વાચક છે. હકાર પદ એ પરમાત્માનું દ્યોતક છે, જે નિશ્ચિત રૂપે તત્પદનું રૂપમાં છે. જે પ્રાણી સકારનું ધ્યાન કરે છે તે નિશ્ચિત રૂપે હકારરૂપ બની જાય છે. આ જ રીતે સોહમ અને તત્વમસિની સાધના હોય છે. એટલે જો કોઈપણ સોહમ અને તત્વમસિ એ બંને બોધ વાક્યો છે. એક સમાનતા છે, એકરૂપતા છે. સાધક જ્યારે તાત્વિક દ્રષ્ટિથી સ્વપ્રતિ જુએ છે તો તેને સોહમ અસ્મિનો બોધ થાય છે કે "તે હું, હું છું" એમ. જ્યારે બહારની તરફ એ જ દ્રષ્ટિથી જુએ છે તો તેને "તત્વમ અસિ" તેનો અનુભવ થાય છે. બંને વસ્તુ એક જ છે.
જીવને ઇન્દ્રિયો બંધનમાં નાખે છે. જીવને કોણ બાંધે છે? ઇન્દ્રિયો બાંધે છે. આ આંખોથી જોયેલું, કાનથી સાંભળેલું, તમે સાંભળેલું, તમે જોયેલું, તમે બંધનમાં. તમે સુંઘેલું, તમે ચાટેલું, તમે બંધનમાં. તમને સ્પર્શ થયો તો પણ તમે બંધન. એના સંવેદનોની સ્મૃતિઓ એટલી ઝડબેસલાખ હોય છે કે એ બંધન પેદા કરી દે છે. તો મમતાનું બંધન નાશ પામતા તે કૈવલ્યરૂપ. બહુ સીધી સાદી વાત: આ પાંચ સંવેદનો જે છે ને એ ન થવા જોઈએ, બસ એક જ વાત છે. પણ અત્યારે આપણે જો કોઈકને કહીએ કે તું આંખોથી જોવાનું બંધ કર, કાનથી સાંભળવાનું બંધ કર, તો બિચારો શું કરે? ઇન્દ્રિયનો આધાર ઇન્દ્રિયો જ એનો આધાર. વ્યવહાર જગતની અંદર તો એને જોય છે, એના વગર ચાલશે નહીં. એટલે પછી કે "હવે મેલો તમારી સાધના બાજુ પર, મને આ પહેલા પૂરું કરવા દો." અને આનો પારાવર નથી, કારણ કે આ જીવન પૂરું થઈ જશે એમ કરતાં કરતાં.
એ રાજી થશે કે હું પછી કરીશ, પણ પછી તો હોતું જ નથી. એ પહેલા તો બધું ચડી બેઠું હોય એની ઉપર, એટલું બધું જામી ગયું હોય ને બધી જાળો, નાડો, નાડીઓ, નસો બધું ભરચક કરી દીધું હોય. પછી તમે સાંભળો કે ભાઈને એટેક આવ્યો, ફલાણું થયું, ઢીંકણું થયું, આ રોગ થયો ને તે રોગ. આ સ્થિતિ. એટલે જ્યારે પણ તક મળે, પહેલામાં પહેલા આમ બંધનનો નાશ કરવો. તો એને કેવી રીતે કરવાનું? તો કે આ સંવેદનોની સ્મૃતિઓ બધી ખલાસ કરી નાખવાની. ક્યારે થશે? હંસ સાધના કરવાથી, જે તમને બતાવેલી છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ છઠ્ઠા અધ્યાયમાં, પાંચમાં અધ્યાયમાં બહુ સ્પષ્ટ કરેલી છે. સરળ વિધિ છે, એટલા માટે લોકોને કરવી નથી. આમાં કંઈક આમ થોડુંક ભગવાને બધા વેરીએશનો મૂક્યા હોત તો કદાચ ખબર નહીં કોક કરત. હવે ભગવાને નથી મૂક્યા તો પછી મળી ગયા.
બધા ગુરુઓ તો જાતજાતના વેરીએશનો કરાવી કરાવીને બધી કેસેટો વેચે છે, એ વાત આખી જુદી. પણ જેને કૈવલ્યની ચાહના છે, તદરૂપ બનવું છે, એને તો નિશ્ચિતપણે યોગ્ય ગુરુ અને માર્ગદર્શક એનો સમય થઈ ગયો હોય ત્યારે મળી જ જાય છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ દેવતા, ભૂભુવસ્વહ લોક જેની માત્રાઓમાં રહેલા છે, તે પરમ પ્રકાશરૂપ ઓમકાર છે. પરમ પ્રકાશમાન ઓમકારની ત્રણ માત્રાઓમાં ક્રિયા, ઈચ્છા અને જ્ઞાન તથા બ્રાહ્મી, રૌદ્રી અને વૈષ્ણવી શક્તિઓ પણ વિરાજમાન છે. એક ઓમકારમાં કેટલું બધું છે! સદા નામ કરતાં પૂરક કરવો સદૈવ વાણીથી તેનો જપ કરવો. કઈ વાણી એમ નથી કીધું. સદૈવ વાણીથી તેનો જપ કરો. તો શક્ય થાય મોટેથી, નથી તો પછી મનમાં, નથી તો પછી ચિત્તમાં, નથી તો પછી અંદર પરામાં પણ એને ચલાયમાન રાખવાનો એમ કહે છે. શરીરથી તેનું જ આચરણ કરવું જોઈએ ઓમકારનું.
મનથી તેનો જ જપ કરતા જઈ અને તે જ પરમ પ્રકાશરૂપ ઓમકારમાં સ્થિર થઈ જાવ. અને સ્થિરતા આવે પછી હાલવાનું નહીં એમ. એક વખત સ્થિર થઈ ગયા પછી સ્થિર રહેવાનું. આ તો પાછા હલકડોલક કરવા માંડે. "૧૫ મિનિટ થઈ ગઈ."
પવિત્ર કે અપવિત્ર કોઈપણ અવસ્થામાં ઓમકારનો જપ કરનાર પાપરૂપી પંકથી ફસાતો નથી. સંસારમાં પછી મને પૂછજો કેમ? સંસારમાં તે જળથી અલિપ્ત કમળપત્રની જેમ નિર્લિપ્ત રહે છે. જ્યાં સુધી પવન વાતો રહેશે, જ્યાં સુધી પણ બિંદુ ચલાયમાન રહેશે, વાયુ સ્થિર થઈ જશે તો પણ યોગી પણ નિશ્ચલ બની જશે. તેથી વાયુની સ્થિરતા એટલે કે પ્રાણાયામનો અભ્યાસ કર્યા જ કરવો જોઈએ. શરીરમાં જ્યાં સુધી વાયુ રહેલો છે, ત્યાં સુધી શરીરમાં જીવ સ્થિર રહેશે. શરીરમાંથી વાયુને નીકળી જવું તે જ મૃત્યુ છે. એ કારણે જ વાયુનો નિરોધ કરવો જોઈએ, નિગ્રહ કરવાનો, કંટ્રોલ કરવાનો. જીવ શરીરમાંથી ત્યાં સુધી નીકળી શકતો નથી. હવે આ બીજી વાત: જ્યાં સુધી શરીરમાં વાયુ રહેલો છે, જે વ્યક્તિ બંને ભ્રમરોની વચ્ચે દ્રષ્ટિને સ્થિર રાખે છે, તે કાળને જીતી લે છે. તેને કાળનો ભય કેવો?
બ્રહ્મા પણ અલ્પકાળના ભયથી મુક્તિ મેળવવા માટે પ્રાણાયામ કરે છે. આ એ જ બ્રહ્મ છે. તેથી પ્રાણનો નિરોધ કરવા માટે યોગ્ય અને મુનિઓએ પણ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. સામાન્ય શ્વાસ ૧૨ આંગળ બહાર આવે છે પ્રાણાયામ નાસિકાના બંને છિદ્રો એટલે કે ડાબા અને જમણા બંને માર્ગથી કરવો જોઈએ. નાડીચક્ર બધા પ્રકારના મળથી શુદ્ધ થઈ જાય છે, ત્યારે યોગી પ્રાણોનો નિરોધ કરવા માટે સમર્થ બની જાય છે. તે પહેલા નહીં. પ્રાણનો નિરોધ તે પહેલા નહીં કરવાનો. પહેલા તો બધા પ્રકારના મળથી નાડીઓની શુદ્ધિ કરવી જ પડે અને કરવી જ જોઈએ. અને "૩૦ સેકન્ડના ત્રણ સેટ મારી દીધા એટલે કામ પૂરું થઈ ગયું" એમ ગણીને બંધ કરી દીધું એવું ચાલતું નથી. એના નિયમો છે, ચોક્કસ પદ્ધતિ છે, યોગ્ય માત્રા છે. એ પ્રમાણે જો પ્રાણાયામ કરવામાં આવશે તો જ એનો બેનિફિટ ચોખ્ખો દેખાશે.
અને કોઈ યોગી બેનિફિટ માટે નથી કરતો, બ્રહ્મપ્રાપ્તિ માટે કરે છે. "સારું લાગે છે કે હા, બહુ સારું લાગે."
યોગનો અભ્યાસ કરવા માટે બદ્ધ પદ્માસન લગાવવાનું. પછી ચંદ્રનાડી દ્વારા વાયુને અંદર ખેંચવાનો, પૂરક કરો. ફરી થોડો સમય એને રોકો, કુંભક કરો. પછી સૂર્યનાડી જમણા સ્વર દ્વારા રેચન કરવું, અર્થાત બહાર કાઢવું. પ્રાણાયામ વખતે અમૃત સમુદ્રમાંથી નીકળેલા ગાયના દૂધ જેવા શ્વેત વર્ણના ચંદ્રબિંબનું ધ્યાન કરવાથી સાધક સુખી થાય છે. ફરી હૃદય કમળમાં રહેલા પ્રજ્વલિત જ્વાળા જેવા ભગવાન સૂર્યના ધ્યાન સાથે પ્રાણાયામ કરવો તે યોગી માટે સુખદાયી છે. સૂર્યસ્વરમાં હૃદયમાં સૂર્ય જોવાનો અને અહીંયા ગાડે ચંદ્ર જોવાનો, શ્વેત વર્ણ. પ્રાણાયામમાં સૌ પ્રથમ ઈડા અથવા ડાબા સ્વરથી શ્વાસ ખેંચવો એટલે કે પૂરક કરવો. ફરી પિંગળા નાડી એટલે કે જમણા સ્વરથી શ્વાસનું રેચન કરવું. ફરી એનાથી ઉલટું કરવું. આ રીતે પ્રાણાયામ કરતી વખતે સૂર્ય અને ચંદ્ર જે બેનું અહીંયા આગળે વર્ણન કર્યું એ રીતનો ધ્યાનનો અભ્યાસ કરવાથી જ માત્ર બે મહિનામાં નાડી શોધન થાય છે.
બે મહિનામાં નાડી શોધન. પ્રાણાયામ કરવાથી જ્યાં સુધી અંદર રોકાઈ રહે ત્યાં સુધી અપાન વાયુને પણ રોકી રાખવો. આ રીતે હૃદયાકાશમાં એક શ્વાસની માત્રા ઉપર અને નીચે ગતિશીલ બને છે. પ્રાણાયામની કુંભક, પૂરક અને રેચક એ ત્રણેય ક્રિયાઓ એ સાક્ષાત પ્રણવનું જ સ્વરૂપ છે. "અ" બહાર નીકળે છે એમ કહે છે. એ ચિંતનની સાથે ૧૨ માત્રા યુક્ત પ્રાણાયામ કરવો જોઈએ. ૧૨ માત્રા એટલે ૧૨ સેકન્ડનો પૂરક, ૧૨ સેકન્ડનો કુંભક અને ૧૨ સેકન્ડનો રેચક. આ સીધેસીધા ના પહોંચાય એટલે.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.