અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૩૦

વિડિયો ૧૩૦

લેખ ૧૨૮ / ૧૪૯ · 97 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન, તમારા શરણોમાં. સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમ. આ પરમહંસના સત્સંગમાં સો ચરણો, ચરણોમાં સો ચરણોમાં જય સચ્ચિદાનંદ.

મહોપનિષદમાં આગળ ઋષિ કહે છે કે અવિનાશી પરબ્રહ્મ પરમેશ્વરે જગતના રૂપમાં આ ઇન્દ્રજાળ વિસ્તારી છે. તો જે જગત છે તે ઇન્દ્રજાળ છે, એટલે કે માયા. એટલે જે કંઈ દ્રશ્યમાન જગત છે તે માયા અને માયાના પદાર્થો છે, અને એ બધા શેનાથી બનેલા છે? તો કે માયાથી બનેલા છે. માયા વડે અસ્તિત્વમાં આવ્યા છે એવું આપણને ભાસે છે.

દ્રષ્ટાનું, એટલે કે જોનારનું, દ્રશ્યનું શ્રી સત્તા સાથે સંબંધ થવું તેને બંધ કીધો. મેં તમને જોયા, તો મેં તમને જે જોવાનું આખું થયું ત્યાં સંબંધ ઊભો થયો, એટલે ત્યાં બંધ થયો. જ્યાં જ્યાં સંબંધ બંધ છે ત્યાં ત્યાં બંધ છે. સંબંધ સંબંધ છે એટલે એ શ્રી સત્તા સાથે સંબંધ થયો. આવી રીતે એને સમજવું બહુ જરૂરી છે. જ્યારે આપણે એવું જાણી લઈશું કે દ્રશ્યને વશ થઈને દ્રષ્ટા બંધનમાં પડે છે. તમે જો દ્રશ્ય ના જોશો તો તમને સંબંધ થતો નથી, એટલે તમને બંધ પડતો નથી, એટલે તમે બંધનમાં આવતા નથી. તમે જોયું, તમે બંધાયા. જે છે તે નથી જોયું. પાછું જે આભાસી છે, જે ભાસે છે, સાપ લાગે છે, જગત લાગે. જેમ સાપ દેખાય છે એવી જ રીતે જગત દેખાઈ રહ્યું છે. તો જગત સાથે જે જગત જોવાનો જે આખો સંબંધ ઊભો થાય છે તેના કારણે જોનારો બંધનમાં આવી જાય છે.

દ્રશ્યના અભાવમાં તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જોવાનું બંધ કરદો તો તમે મુક્ત છો. કંઈક બન્યું હોય તો પેલા પોલીસવાળાને શું છે પદ્ધતિની અંદર કે પેલો પંચક્યાસ કરવો પડે. તો એ શું કરશે? બે સાક્ષી બોલાવશે કે ભાઈ કોણે જોયું? વિટનેસ કોણ છે? આ જે ઘટના બની એ કોણે જોઈ? એટલે એક વ્યક્તિ આવીને કહેશે કે મેં જોઈ. એટલે પોલીસ તેને કહેશે, "તે જોઈ?" તો કે, "હા, બરાબર છે. હવે તું અમને લખાય કે તે શું શું જોયું? કેવી રીતે જોયું? ક્યાં જોયું? કેવી રીતે જોયું? આ ક્યાં ઊભો હતો? પેલો ક્યાં હતો? કયા ખૂણેથી આવ્યો?" બધું તો સ્પષ્ટતાપૂર્વક ત્યાં રેકોર્ડ કરવામાં આવે. ત્યારે કે વિટનેસ નંબર એક, વિટનેસ નંબર બે. હવે ત્યાં વાત પૂરી નથી થઈ જતી કે એને પોલીસને ખાલી કહી દીધું કે અહીંયા આવી રીતે આ ગુનો થયો હતો. હજી એ બંધાયેલો છે. કોર્ટમાં જઈને પાછું એને જજ સમક્ષ પાછી એની એ જ વસ્તુ કબુલાત કરવી પડે કે મેં આવું જોયું તું.

પછી જે બચાવ પક્ષનો વકીલ હોય ને એ આવીને પાછા પ્રશ્નો કરે અને ચકાસણી કરે. પેલા નામથી, તેમથી, ગમે તેમથી ગબડાવાનો પ્રયત્ન કરી નાખશે. સાક્ષી ઉડી જાય તો આરોપી બચી જાય. આરોપ મૂકવામાં આવે છે. ગુનો તો થયો છે પણ ગુનેગાર હજી સાબિત થતો નથી. પણ જેવો સંબદ્ધ થયો, બંધનમાં આવી ગયો.

જગતની અંદર દ્રશ્યના અભાવમાં તે મોક્ષને પ્રાપ્ત કરે. જો જગત તમે જોતા જ નથી તો તો પછી કેવળ બ્રહ્મ જ રહી ગયું છે. અને એટલા માટે બ્રહ્મને જોવાના કારણે વ્યક્તિ ક્યારેય બંધનમાં આવતો નથી. પણ બ્રહ્મને જગત રૂપે જોવામાં બંધનમાં આવી જાય છે. ભૂલ ક્યાં થાય છે? આપણે જગતને બ્રહ્મ રૂપે જોવાનું છે, તેના બદલે આપણે બ્રહ્મને જગત રૂપે જોવા માટે. બસ આટલી ભૂલ અને એના માટે આ બધું જ ઊભું થયું છે. આ જગત તું-હુંના ભાવવાળી સૃષ્ટિને કારણે દ્વંદ્વ ઊભું થયું ને દ્રશ્ય કહેવાય છે. આ જગતમાં ઇન્દ્રજાળ રૂપી શ્રી મનથી જ ફેલાય છે. જ્યાં સુધી આ મનની માયાજાળ હોય છે ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. મનમાં જ્યારે કોઈ દ્રશ્ય બાકી નહીં રહી જાય, સ્ક્રીન એકદમ બ્લેન્ક બની જશે, ત્યાર પછી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પછી એ મુક્ત જ હોય છે. એટલે જ્યાં સુધી હજી ફોટો જોવાની લાલસા છે મનની અંદર બધી, ત્યાં સુધી બંધન છે, છે ને છે.

આ સંસાર સ્વયંભુ બ્રહ્માજીની માનસિક સૃષ્ટિ છે. એમણે કલ્પના કરી છે અને એ કલ્પનાઓને આપણે જોઈ રહ્યા છીએ. સમજાયું? આ માયા જાણે છે તેથી દ્રષ્ટિગોચર થતા આ વિશ્વને મનોમય જ સમજવું જોઈએ. આ બધું માનસિક છે, મન જ છે બ્રહ્માજીનું. બીજું કંઈ નથી. જગત નથી. તો બ્રહ્માજીનું મન કેવું છે એ પ્રમાણે આ બધું જગત ચાલી રહ્યું છે. એવું એવું બધું ઉદ્ભવ પામે છે. આમ થાય છે બહાર કે હૃદયમાં ક્યાંય પણ આ મન સદરૂપે રહેતું નથી. વિષય વસ્તુઓના બોધને જ મન કહ્યું છે. તન્માત્રાઓ જ્યારે ગ્રહણ કરે અને પછી એનું એનાલિસિસ થઈ જાય એટલે પછી એ બંધનમાં આવે છે. હવે મન જે છે તે શેના આધારે ઊભું થાય છે? તો કે સંકલ્પ અને વિકલ્પમાં. સંકલ્પ કરશે અને પછી પાછા એ સંકલ્પનો પાછો વિકલ્પ ઊભો કરશે. અને એક વિકલ્પ નહીં હોય, અનંત વિકલ્પો. કારણ કે બુદ્ધિ કેવું થાય?

અનંત શાખાઓ વાળી હોય પાછી. એટલે આમ ઘડીકવારમાં તો એવી મોટી માયાજાળ ફૂટી નીકળે કે જ્ઞાન ગૂંચવાઈ જાય છે એની અંદર. એના કારણે સંકલ્પ વિકલ્પમાં જ રમણ કરતું હોવાથી મન સંકલ્પ જ્યાં છે ત્યાં જ મન છે એમ જાણવાનું. અંદર કંઈક પણ ઊભું થાય, ડિસિઝન આવે, આમ કરવું, આમ કંઈ પણ સ્ફૂરણ ઊભું થાય એટલે સમજવાનું કે આ મન છે એમ. મનને આપણે જાણવાનું છે. સંકલ્પ અને મનને કોઈ જુદા કરી શકતા નથી. બંને એક જ છે. પેલું ફંક્શનલ થઈ જાય એટલે એને સંકલ્પ કહે. મન જ્યારે ફંક્શન કરવા માંડે છે એટલે સંકલ્પ. બધા સંકલ્પોનો નાશ થાય છે ત્યારે આત્મસ્વરૂપ જ શેષ રહે છે. આપણા માટે આ કામનું સેન્ટેન્સ આ છે. એટલે શું કરવાનું છે આપણે? બધા સંકલ્પોનો નાશ કરવાનો છે કે હવે મારે કોઈ સંકલ્પ નથી. "હોમ અને ફોરેન" કહેતા હતા. હા, એટલે આ થઈ ગયો આ હોમ અને પેલું આ બધું ફોરેન.

બધું જ્યાં જ્યાં સંકલ્પ કર્યો પછી એના વિકલ્પોમાં ગયા તો તો બહાર ગયા ને બધે. મનની પોતાની જે સ્થિતિ છે એ તો સંપૂર્ણ શાંત અને સ્વસ્થ જ છે. એટલે મન જ્યારે અમન હોય છે ત્યારે તો એ જણાતું પણ નથી. એના કારણે શાંતિમાં તમને મન.

જણાતું નથી, હું, તું, જગત વગેરે દ્રશ્ય બ્રહ્મજાળ શાંત થઈ જાય છે અને દ્રશ્ય એટલે કે પ્રપંચ. દ્રશ્ય એ જ પ્રપંચ છે. જો અહીંયા આગળ વિકલ્પ શબ્દ મૂકેલો છે. અહીંયા સત્તા પરમાત્માને પ્રાપ્ત થાય છે ત્યારે તદ અનુરૂપ કેવલ કેવલ્યા અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. દ્રશ્ય જાળ જેવી શાંત થઈ એટલે પ્રપંચ પૂરો થઈ ગયો. પ્રપંચ જેવો પૂરો થયો એટલે કેવલ્ય અવસ્થા આવી જાય છે. આટલું જ દૂર છે, બહુ નથી.

મહાપ્રલયની સ્થિતિ આવતા સમગ્ર જગત સત્તા રહિત બની જાય છે. પછી કોઈ તત્વોની સત્તા રહેતી નથી, કોઈ દ્રશ્યની સત્તા રહેતી નથી; કારણ કે દ્રશ્ય રહેતું જ નથી. પ્રલય એટલે શું? દ્રશ્યનો લય એ જ પ્રલય. અજન્મ અને સમસ્ત દોષ રહિત દેવ છે. ત્યારે કહે છે કે ત્યારે સૃષ્ટિના આદિકાળમાં કેવળ પ્રશાંત આત્મા જ શેષ રહી જાય છે. જ્યારે પ્રલય થાય છે એટલે કે દ્રશ્ય પૂરું થઈ જાય, પછી કેવળ આત્મા જ રહી જતો હોય છે. બે દ્રશ્યની વચ્ચેનો જે ગાળો છે ને, તે પણ એ જ છે. આગળ એની વાત કરીએ. જે આત્મારૂપી સૂર્ય ક્યારેય અસ્ત પામતો નથી. તો દ્રશ્ય જે છે એ અસ્ત પામી જાય છે. આત્મા તો શેષ રહી જ જાય છે અને એ ક્યારેય અસ્ત પામતો હોતો નથી. એટલે કોઈનો આત્મા અસ્ત પામતો નથી. આત્મ સૂર્ય કીધો છે.

અજન્મ અને સમસ્ત દોષ રહિત દેવ જે સદેવ સર્વ કર્તા અને સર્વરૂપ છે, તેને પરમાત્મા કહેવાય. જ્યાં જઈને વાણી પાછી ફરે છે. બસ, પતી ગયું કે બોલવાનું ત્યાં. પછી આત્મા અને પરમાત્મા બંને પ્રગટ થાય જેને મુક્ત પુરુષો વડે જ જાણી શકાય છે. એ લોકો જ બને છે આપણા માટે આત્માને જાણવાનું. અને જેની આત્મા વગેરે સંજ્ઞાઓ કલ્પના માત્ર છે, સ્વાભાવિક નથી, તે જ અવિનાશી પરબ્રહ્મ કહેવાય છે. નામ પણ નથી, આત્મા એવું કશું છે જ નહીં. બસ, એ જે છે તે પરમાત્મા છે.

હવે આગળ કહે છે: "ચિત્તાકાશ, ચિદાકાશ અને ભૌતિક આકાશ એ ત્રણ આકાશ કહેવાય છે. હે મુનિ, આ ત્રણેયમાં ચિદાકાશને અત્યંત સૂક્ષ્મ કહેવાય છે." એક દેશ, દેશ એટલે વિષય, એક બાબત. એક દેશમાંથી બીજા દેશમાં એટલે કે એક વિષયમાંથી બીજા વિષયમાં પ્રવેશ કરતી વખતે વચ્ચે એકાદ નિમેષ જેટલો મધ્યકાળ આવે છે. આ નિમેષ એટલો જ કાળ જે છે, એક સબ્જેક્ટ પરથી બીજા સબ્જેક્ટ ઉપર જવા વચ્ચેનો જે ટ્રાન્ઝીશનનો કાળ છે, તેમાં વચ્ચે ગેપ છે. તે મધ્યકાળને ચિદાકાશ કહેવામાં આવે છે. બે શ્વાસ વચ્ચેની ગેપ, બે ઓમકાર વચ્ચેની ગેપ, એને સમજવું જોઈએ.

"જો તમે અતિ શ્રેષ્ઠ ચિદાકાશમાં બધા સંકલ્પોને છોડીને સ્થિર થાવ, પ્લેસલેસ પ્લેસ, તો ચોક્કસ સર્વાત્મક શાંત પદને પ્રાપ્ત કરશો." શાંતમ ચૈતન્યમ શાશ્વતમ. શાંત ચિદાકાશની સ્થિતિમાં પહોંચ્યા બાદ સુંદર, ઉદાર અને વૈરાગ્યરસ ઓતપ્રોત આનંદમય. વૈરાગ્ય કેમ કીધો? વસ્તુઓ પ્રત્યે રાગ નથી, દ્રશ્ય પ્રત્યે રાગ નથી એટલે એને વૈરાગ્ય કીધો. વિશિષ્ટ રાગ છે, એ બહુ જુદી જાતની સ્થિતિ છે કે જે રાગ રહિતતા છે સંપૂર્ણપણે. તે તો ઓતપ્રોત આનંદમય અવસ્થાની પ્રાપ્તિ થાય છે. તેને જ સહજ સમાધિ કહેવાય. એટલે સહજ સમાધિ જે છે ને, એ નિમિષ નિમિષ કરતાં કરતાં કરતાં કરતાં મોટી થઈ જાય અને ખબરય ના પડે આપણને. એવી અદભુત સ્થિતિ હોય છે.

જ્યારે એવો બોધ થઈ જાય છે કે દ્રશ્ય પદાર્થોની સત્તા છે જ નહીં અને રાગ દ્વેષ વગેરે સઘળા દોષો સમાપ્ત થઈ જાય છે, ત્યારે તે વખતે અભ્યાસ બળ વડે એકાગ્ર આનંદનો પ્રાદુર્ભાવ થાય છે. એકદમ જ એકાગ્રતા આવી જાય છે અને ત્યાં પછી એકદમ આનંદ પ્રગટે છે. તેને જ સમાધિ કહેવાય છે. દ્રશ્ય જગતની સત્તાનો અભાવ. આંખો બંધ કરો, જોતા નથી. બસ, હવે જે કંઈ છે તે બ્રહ્મ છે, તે આત્મા છે. જ્યારે અંતઃકરણમાં બોધ રૂપે આવે. પણ આપણે કોઈને કહીએ કે આંખ બંધ કર, બસ હવે શાંતિથી બેસ, જો શું અનુભવાય છે? એટલે જે છે તે બ્રહ્મ છે અને આત્મા છે. પણ હજી શું થાય છે? આવું તો કઈ હોતું હશે? એમ કરીને પેલું મન છે ને, ભુસકો મારીને એકદમ બહાર આવે છે અને વળી પાછા આપણે જગતની અંદર આવી જઈએ. એટલે બ્રહ્મને આપણે મુશ્કેલી એ છે કે વસ્તુ રૂપે ખોળી ગયા છીએ કે ભગવાન મને ક્યારે દેખાશે?

ભગવાન દેખાવા દેખવાની વસ્તુ નથી, જોવાની વસ્તુ છે જ નહીં. ભગવાન તો ભગવાન નિરખવાની વસ્તુ પણ નથી. તો ભગવાન તો કે બનવાનું. એટલે તે તમે છો, તમારી મૂળ સ્થિતિ છે. સહજ સ્વાભાવિક સ્થિતિ જે છે તેને પરમાત્મા કહેવાય. તો સંસારની અંદર શું છે? જીવ બને પરમાત્મા તે અસહજ સ્થિતિ છે. એ સહજ સ્વાભાવિક નથી, એનો સ્વભાવ નથી. એ વિશેષ પ્રયત્ન કરીને જીવપણું ઉત્પન્ન કરે છે, સંકલ્પ કરીને. બ્રહ્માજીએ કર્યું ને? એમણે શું કર્યું? જગત ઉત્પન્ન કર્યું. તમે એ જ કરી રહ્યા છો. પણ જેવો આ બધા જ સંકલ્પોનો આપણે લય કરી દઈએ, તો પછી જે સ્થિતિ રહે છે તે કેવળ બ્રહ્મ સિવાય બીજું કશું જ રહેતું નથી.

તો દ્રશ્ય જગતની સત્તાનો અભાવ જ્યારે અંતઃકરણમાં બોધ રૂપે આવે છે, ત્યારે તે સંશય રહિત જ્ઞાનનું સ્વરૂપ કહેવાય. અત્યારે પણ તમે અનેક વખત એનો અનુભવ તો કરો છો, પણ સંશય થાય છે પાછો. બ્રહ્મા આવો તો હોતો હશે? ભગવાન આવા તો હોતા હશે? અને વળી પાછા તમે ફરી એને વસ્તુ રૂપે ખોળવા માંડો છો કે મને અહીંયા દેખાવાનો છે, ત્યાં દેખાવાનો. બહુ તેજસ્વી ને ચકચકીત દેખાવાનો છે, મુગટ પહેરેલો દેખાવાનો છે, કોઈ આયુદ્ધ પકડેલા હોય જેમ કે શંખ, ચક્ર, ગદા, પદ્મ, એવું હશે તે જ ભગવાન હશે, બીજું કોઈ નહીં. તે જ સંશય રહિત જ્ઞાનનું સ્વરૂપ છે. તે જ ચિદાત્મક જ્ઞ તત્વ છે. તત્વરૂપે જાણવાનું છે પરમાત્માને. તે જ આત્મ કૈવલ્ય રૂપ છે અને એના સિવાયનું બાકીનું બધું જ જે કંઈ છે તે અસત્ય છે, મિથ્યા છે, અનિત્ય છે, પરિવર્તન પામ્યા જ કરે. એટલે કીધું કે એવું કંઈ ખોળી કાઢ કે જે ક્યારેય બદલાતું નથી, પરિવર્તન પામતું જ નથી.

બસ, તે તું છે, તે તું છે, તે તું છે. જે રીતે...

મદોન્મત્ત ઉન્મત્ત થઈ ગયેલો ઐરાવત, એટલે કે હાથી, સરસવના છોડના એક છેડાના છિદ્રમાં બાંધવો અશક્ય છે. સરસવનો છોડ બહુ નાનો હોય; એની જોડે એવડા મોટા હાથીને કેમ બાંધવો? એ બહુ અઘરું કામ છે અને અશક્ય છે. બંધાય જ નહીં કેમે કરું. ઘડીકમાં એ તો ઉખાડીને ફેંકી દે, કારણ કે ઉન્મત્ત થઈ ગયેલો છે.

એક રજકણના દરમાં મચ્છરોનું સિંહની સાથે યુદ્ધ કરવું અશક્ય છે. અને કમળની પાંખડીઓમાં રહેલા મેરુ પર્વતનું (કમળની પાંખડી કેટલી? મેરુ પર્વત કેવો?) એક ભ્રમરના બચ્ચા દ્વારા ગળી જવાનું અશક્ય છે. તેમ આ વિશ્વનું પણ અસ્તિત્વ શક્ય નથી, અસ્તિત્વ શક્ય નથી. ઉપનિષદ કહે છે, "અને તમે કહો છો કે જગત છે, અને પછી પાછા એમ પણ કહો છો કે હું છું." કેટલી વાર આમ ટક ટક કરે ને પૂછે, "કોણ?" એટલે કે, "હું છું." કેટલી વખત થયું બોલો!

તેથી, હે નિધાત, તમે તેની સત્તાને બ્રહ્માત્મક જાણો. ભ્રમ થાય છે એના આધારે જ એ સત્તા ઉત્પન્ન થાય છે એવું તમે સમજો, એવું તમે જાણો. એવું પ્રભુ રાજા એમના પુત્રની દાદને કહે છે.

રાગ, દ્વેષ વગેરે વિકારોથી દૂષિત ચિત્ત જ જગત છે. હવે એક સ્ટેપ આગળ ગયા અને કીધું: પહેલા કીધું સંકલ્પના કારણે, હવે સંકલ્પ ઉપર રાગ થાય છે કાં તો દ્વેષ થાય છે. તમારા ને તમારા જ ઉત્પન્ન થયેલા સંકલ્પ ઉપર પણ તમને શું થશે? રાગ થશે કાં તો દ્વેષ થશે. એનાથી જે દૂષિત થઈ ગયેલું છે ચિત્ત તમારું, એ જે છે તે જગત છે. તો જે ચિત્ત છે તે જગત છે એમ પણ આપણે આના ઉપરથી સમજી શકીએ છીએ.

તે જ ચિત્ત જ્યારે બધા દોષોથી મુક્ત થઈ જાય (દોષ કયા છે? રાગ અને દ્વેષ, અને આ જે સંકલ્પ ઊભો થાય છે તે), એ દોષોથી જ્યારે એ મુક્ત થઈ જાય છે, ત્યારે તેને જગતનો અંત કહેવાય છે. એટલે કે મોક્ષ પ્રાપ્તિ છે. જગતનો અંત એ જ મોક્ષ પ્રાપ્તિ કહેવાય છે.

જો અહીંયા આગળ આત્મજ્ઞાની પુરુષ આપણને સમજાવે છે, અને આપણે મોક્ષ ખોળીએ છીએ. આમ કંઈ નાળિયેર ગોટો હાથમાં આપવાનો હોય ને કોક એવી રીતના, કેવી રીતે મળે પાછી બોલો? જે વસ્તુ છે જ નહીં તેને તમે ખોળો છો, આવી અને પાછી કલ્પનામાં એને ગોટા જેવી બનાવો, નાળિયેર જેવી કે "હમણાં આપશે મને કોક." પછી પાછી લાલચ ઊભી થાય છે કે "આ મને આપશે કે પેલા મને આપશે." એટલે પછી ભટકમણ ચાલુ થઈ ગઈ, કારણ કે અહીંયા તો મોક્ષનો ગોટો આપનારા તૈયાર જ બેઠા છે બધા. જોઈએ એટલા અમુક રકમ જમા કરી દે, "ભાઈ, તને આપી દઈશ" કે "આને કંઈક જોતું હોય ને પેલાને કંઈક જોઈતું હોય." તો હવે આજે આપ-લેની સ્થિતિ પેદા થઈ એટલે શું થઈ ગયો? સંસાર થઈ ગયો, વ્યવહાર થઈ ગયો. વ્યવહારમાં આપ-લે આપ-લે કરે, આજ કરે લોકો. આત્માની અંદર તો કંઈ હોતું જ નથી, આપવાનું નહીં ને લેવાનું નહીં.

શું અધ્યાત્મની અંદર આપ-લે હોતી જ નથી? બસ એ સ્વયંભૂ આમ બસ એવું પ્રગટ થાય. એવી બધી સ્થિતિઓ, જે તમે પરિસ્થિતિઓ ને બધું જે કંઈ ઉત્પન્ન કર્યું છે તમારા મન દ્વારા, એ બધાનો લય થઈ જાય છે. બસ આ મોક્ષાઈ ગયો. આત્મા આવીને ઊભો રહી ગયો છે. હવે એને પાછું ક્યાંય જવાનું નથી, કશું કરવાનું નથી. અને હજી એ કરવું હોય તો આકાશને અહીંથી ઉપાડીને ત્યાં મૂકો, પછી બસ એ કર્યા કરો. બીજું કંઈ ખીચડી કરતા પણ પેલું જે આના લે હાના કે એટલે કારણે કહેતા હતા કે આ પોઈન્ટ ઉપરનું કંઈ છે જ નથી, કંઈ નથી કરવાપણું છે. ત્યાં સુધીને તો કંઈ તમારે આગળ વધ્યા જ નથી અધ્યાત્મની અંદર. સમજવાનું છે એ સમજણ જ્ઞાનમાં પરિણમન પામશે. જ્યારે સમજણ શાંત થઈ જશે, સમજણના આધારે તમે સ્વયં શાંતિનો અનુભવ કરશો. બસ આ મોક્ષ આવીને ઊભો રહી ગયો કે એને મુક્તિ કહેવામાં આવે.

સંશયમાંથી મુક્ત થયા એટલે તમે મુક્તિમાં છો, તમે મુક્ત છો, અને તમારો મોક્ષ થઈ ચૂકેલો જ છે. પાછો મોક્ષ થયો હોય, થોડી વાર રહીને પાછું આમ કંઈક એક સંકલ્પ બીજો ઊભો થાય, એના કારણે પાછો ફરી એ બંધનમાં પડે છે, અને એ પછી આગળ આગળ ચાલ્યા કરે છે.

જ્યારે તમને સંપૂર્ણ કેવલ્ય ઉત્પન્ન થશે, એટલે બધા જ સંશયો છેદાઈ જશે, બધી ગ્રંથિઓ ભેદાઈ જશે. વિચાર એક ગ્રંથિ છે. દરેક વિચાર તમારા સૂક્ષ્મ શરીરની અંદર એક ગાંઠ પેદા કરે છે એમ સમજો તમે. અને એક ગાંઠ છે ત્યાં સુધી, હાજી, મોક્ષ બહુ દૂર છે. છેલ્લામાં છેલ્લી ગાંઠ પણ ભેદાઈ જાય, સંશય નામની. "આત્મા આવો તો હતો હશે" એ પણ જ્યારે જતો રહેશે, પછી એ જ ઊભો છે. કારણ કે છેલ્લામાં છેલ્લો અંતરાય આ છે. વળી સામે હશે પણ દેખાતું નથી એના કારણે એમ પણ નથી. સર, આપણે કહીએ ને, "ઈશ્વરનો અનુગ્રહ થાય, એમની શક્તિથી જ બધી ગાંઠો એક જ ઝાટકે જતી રહે, કેવલ્ય થાય." ગાંઠો તો છે હજી ઘણી, પણ એમનો અનુગ્રહ થાય એટલે એ બધું છેદાઈ જાય ને બ્રહ્મ પ્રગટ અનુભવમાં.

હા, પણ ઈશ્વર અનુગ્રહ તો કરવા તૈયાર જ બેઠા છે. અનરાધાર બધાની ઉપર કરવો છે ઈશ્વરને તો અનુગ્રહ કરવો છે, પણ ઈશ્વર નિયમબદ્ધ પણ છે. એટલે જે લાયક બને છે તેની પર તરત જ અનુગ્રહ કરી દે છે. એટલે રેડીનેસ તો જોઈશે ને? એ જ કીધું કે, "ભાઈ, તારું ઉપાદાન જાગૃત રાખજે, એટલે નિમિત્ત તને ગમે તે મળી જશે, અને બસ તારું કામ થઈ જશે." દાદા જે આપણને આમ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા એ આ હતું કે, "ભાઈ, તારું ઉપાદાન એટલે બસ તારે હંમેશા સતત એમ હોવું જોઈએ કે બસ મારે મુક્તિ સ્વીકારવી છે, હિયર એન્ડ નાવ સ્વીકારવી છે." બસ આવું અંદર જાગૃત રહેવું છે. પછી એક નાનો છોકરો છે નિમિત્ત રૂપે આવીને એક શબ્દ બોલશે, બસ ત્યાં જ તમને એકદમ ભડાકો થશે, ને બધું સંશયો છેદાઈ જશે, અને મુક્તિ તરત. પછી જીવનમુક્ત બનીને જીવ્યા કરો. તો મારે આ સંસાર, પેલો સંસાર, જે કરવું હોય એ કરો, પણ આ સંશયો બધા છેદી નાખવાના છે.

ભગવાને એ કીધું હતું, એટલે સંતે કીધું કે, "સંશય આત્મા બનીશ તો તારો નાશ જ થવાનો છે, પણ તું શુદ્ધઆત્મા બનીશ તો પછી તું હજાર અમર જ છે." કારણ કે પછી તો બસ તો વાત વાસ્તવમાં એ જીવન છે. આ જીવી રહ્યા છે આપણે તો સદા જેવું લાગે.

ને આપણને પછી તો ખરેખર આમ ઉપાડીને એક બોડીની અંદર આપણને અંદર પૂરી દેવામાં આવ્યા છે. અને એ બોડીની પાછી કેટલી બધી મર્યાદાઓ! મનની મર્યાદાઓ! આમ મન આપણે એમ કહીએ કે અનંત છે, અમાપ છે, અસીમ છે, આંતન બધું વ્યવહારમાં બોલબોલ કરીએ; પણ અનુભવ નથી આવતો. કારણ આ જ છે: સંશય, સેલ્ફ ડાઉટ. શું? સ્વયં પર શંકા! બોલો, કેટલી મોટી વાત! એટલે કીધું કે, "તું દર ક્ષણે આત્મઘાત કરે છે, દર ક્ષણે. હવે તું દર ક્ષણે આમાંથી મુક્ત થવા માંગ. બસ, તારો મેળ પડી જશે. તરત તૈયારી રાખ તારી. સ્વીકાર, સ્વીકાર કર એનો." બસ કે, કીધેલું, "હવે કે ઈશ્વરનો મહિમા અપરંપાર છે." હા, પણ એ મહિમાને તું સ્વીકાર તો કર પહેલા. પણ એ કર્યું, જોડે જોડે પાછું બીજું પણ સ્વીકાર કરવા માંડશે, ત્રીજું પણ સ્વીકાર કરવા માંડશે, આણે કહેલું છે એ પણ સ્વીકાર કરવા માંડશે. બધું ગડબડ થઈ ગયું.

પછી પેલું કહે છે ને, "બે ભરમું થઈ ગયું." બનાવવા ગયો કંઈક ને થઈ ગયું એમ કંઈક કહેતા. "લોચો, લોચો, લો લોચો." સુરતમાં ખાસ પડે ને બધા બનાઈ બનાઈ કર્યા જ કરે, બનાઈ બનાઈ કર્યા જ કરે.

એટલે કહે છે, "મન દ્વારા શરીરની ભાવના થવાથી જ આત્મા દેહાત્મક બને છે." આત્મા માને દેહમાં પુરાવવું પડે. અને એ પણ પાછો ભાસ છે, યાદ રાખો. "હું દેહમાં છું કે આ દેહ હું છું," એ આખું આભાસી છે, સત્ય નથી. હવે કરવો જ હોય તો એ જ સત્યનો આગ્રહ કરું ને! આ કયા બધા સત્યાગ્રહો લઈને બેસો છો? એ તો બધા પૂર્વગ્રહોથી બધા થયેલા છે. જ્યારે તે શારીરિક વાસનાઓથી મુક્ત થાય છે, ત્યારે તે મન શરીરના ધર્મોથી લેપાતું નથી. શરીરના ધર્મો કેવા છે? ભૂખ, તરસ, ટાઢ, તાપ — આ બધું જે કંઈ છે તે બધું પછી અસર કરતા થતું. આમ પછી દેહ છે તો દેહની સાથે મોટામાં મોટો ડખો શું છે? તો કે, જન્મને મરણ લાગેલા છે, ડેટ ઓફ બર્થ એન્ડ ડેટ ઓફ ડેથ. આ એની જોડે ચોંટેલા છે. તો એ બધા ધર્મોથી પછી એને લેપાવાનું રહેતું નથી.

આ મન કલ્પને ક્ષણ બનાવી દે છે. એક કલ્પ જેટલો ગાળો. એક કલ્પ એટલે કેટલા વર્ષો એમ? બહુ મોટી લાંબી ગણતરી છે એક કલ્પ એટલે. તો એને ક્ષણ બનાવી દે છે. અને ક્ષણને કલ્પત્વમાં ભરી દે. એક ક્ષણ તમને એક કલ્પ જેટલી લાગે. એક કલ્પમાં તો પાછા કેટલા યુગો હોય ને? પાછો કલયુગ આવે ને આમ તેમ બધું કેટલું બધું! ઓહો, કેવું જીવવાનું! પાછો પેલો કહે છે, "કલયુગના ૪,૩૨,૦૦૦ વર્ષ હોય." હવે તું ૧૦૦ વર્ષની જિંદગી દર વખતે કરે તોય તારા કેટલા જન્મ કરવા પડે એક યુગને જીવવા માટે, પસાર થવા માટે? સમજાય છે?

તેથી મારા મતે આ જ્ઞાની પુરુષ કહે છે, "આ જગત કેવળ મનોવિલાસ છે, માનસિક છે બધું, મેન્ટલ." અર્થાત મનનો ખેલ માત્ર છે. "ડોન્ટ ટેક ઈટ સીરીયસલી, ડોન્ટ બી સીરીયસ."

"જે મનુષ્ય દુષ્ચરિત્રતાથી અટક્યો નથી, એકાગ્ર ચિત્ત થયો નથી અને જેનું ચિત્ત હજુ શાંત થયું નથી, તેવા પુરુષને આત્મસાક્ષાત્કાર થતો નથી." કોઈ એમ કહે કે મને કેમ નથી થતો? આ એક, બે ને ત્રણ પકડ કે જો આ તારા ડખા છે. અને તું દૂર, તારો આત્મસાક્ષાત્કાર ગેરન્ટેડ છે, ગેરંટી ભગવાનની છે અને સ્યોર છે પાછો. પણ આ એક, બે ને ત્રણ બાધાઓ તારી પતાવી દે. કે લોકો તો હજી તો નવી નવી લીધે રાખતા હોય બાધાઓ. બાધાઓ લે અને પાછી પૂરી કરવા જાય, પાછી પૂરી કરીને આવે ને પાછી નવી બાધા.

"તે આનંદ સ્વરૂપ, દ્વંદ્વ રહિત, ગુણ રહિત, સતસ્વરૂપ, ચિદાનંદ પરબ્રહ્મ સ્વરૂપ પોતાના નીજ રૂપને જાણી લીધા પછી માણસને કાંઈ ભય રહેતો નથી." કશું ભયભીત એને કરવાપણું છે વસ્તુ જ નથી કશું. જે કંઈ એ ભય પણ નથી ને ભય ઉપજાવે એવું કશું રહેતું જ નથી. અને આત્મા તો હંમેશા નિર્ભય જ હોય. હવે નિર્ભય બનવું છે ને? જે મહાનથી મહાનતમ, શ્રેષ્ઠથી શ્રેષ્ઠતમ તે જ સ્વરૂપ. જો આ આપણું આ સ્વરૂપ કેટલું બધું અદભુત છે! ફક્ત આનું ચિંતન કરવા માત્રથી બાકીનું બીજું બધું ખરવા માંડશે. જે બધું ચોંટેલું છે ને બધું તે પણ બધા પરમાણુઓ જે બધા ભાવના, અભાવના બધા જે ભરાય છે, રાગ દ્વેષ બધું. કેમ કે આત્મચિંતન કરશો એટલે આ એની મેળે ખરવા માંડશે. જબરજસ્ત દવા છે, બધું જતું રહે. આમ રામ રામ રામ રામ કરતાં કરતાં કરતાં કરતાં માણસ આમ એવો થઈ ગયો હોય કે બસ પછી માણસ રહેતો જ નથી, પછી એ પરમાત્મા થઈ જાય છે.

બોલો, કેમ મસ્ત વાત છે! કેટલું અદભુત છે! એટલે કીધું તું કે જપ કર. લોકોએ જાપ કરવા માંડ્યા. જપ કર કીધું, શાંત થા.

"સમજે સર્વજ્ઞ પુરાણ પુરુષ સનાતન." જો આત્મા પરમાત્મા કેવો છે? સનાતન છે. એ ના હોય એવું ક્યારેય હોતું જ નથી, બોલો. "સર્વેશ્વર." ઈશ્વરનો પણ ઈશ્વર છે. કોણ? તમારો જ આત્મા. પણ આ જે વ્યવહારમાં આપણે "તમારો આત્મા" ને "મારો આત્મા" બોલીએ છીએ ને પાછું મારું તમારું કરીને આપણે એને વ્યવહારમાં ખેંચી લાઈએ છીએ. વાસ્તવમાં ઈશ્વર પણ એક છે અને આત્મા પણ એક જ છે ને પરમાત્મા પણ એક જ. સંખ્યાને દ્રષ્ટિએ પણ એક નહીં કહેવાનું. એટલા માટે કીધું કે અદ્વૈત છે. બસ, જે છે એ એક જ છે, અદ્વિતીય છે, એના જેવું બીજું કંઈ છે જ નહીં. "બધા દેવગણો દ્વારા સંપૂજિત અને ઉપાસ્ય." બોલો, કેવો અદભુત છે આત્મા! "તે અવિનાશી બ્રહ્મ હું છું." આ ભાવના. અને પછી એ ભાવનાને પણ મૂકી દેવાની છે. અને પછી બસ આમ અનુભવ આવી ને એનો જ ઊભો રહે. તો કો મારી સાથે મનની અંદર અનુભવ કરો.

"અને શ્રેષ્ઠથી શ્રેષ્ઠતમ તે જ સ્વરૂપ, શાશ્વત, કલ્યાણપ્રદ, સર્વજ્ઞ, પુરાણ પુરુષ." પુરાણમાં વર્ણવેલો પુરાણ પુરુષ. "સનાતન, સર્વેશ્વર, સર્વેનો ઈશ્વર અને બધા દેવગણો દ્વારા સંપૂજિત અને ઉપાસ્ય છે, પૂજન કરવા લાયક છે. તે અવિનાશી બ્રહ્મ હું છું. તે અવિનાશી બ્રહ્મ હું છું. તે અવિનાશી બ્રહ્મ હું છું." આવો નિર્ણય મહાત્માઓને માટે મુક્તિનું માધ્યમ બને છે. "બંધન અને મોક્ષના બે જ કારણ છે: એક મમતા અને બીજું મમતા રહિત બનવું તે. મમતા છે તો બંધન છે, મમતા રહિત થઈ."

ગયા, તમે બંધનમાંથી મુક્ત થઈ ગયા. મતલબ, મુક્તિ મળી ગઈ છે. મમત્વ દ્વારા જીવ બંધનમાં પડે છે. "મારા મતે..." તારો મત ક્યાંથી લાવ્યો તું? કોઈ દિવસ કોઈ ઈશ્વર-પરમેશ્વરે પોતાનો મત જણાવ્યો છે? અને આપણે દર વખતે "મારા મતે આમ છે" એમ કહીએ છીએ. તો એવી રીતે આ મમત્વ જે છે ને, એ "મારો મત" એમ કરતાં કરતાં મમત્વ થઈ જાય છે અને ખબર પડતી નથી. તો મમત્વ દ્વારા જીવ બંધનમાં પડે છે અને મમત્વરહિત થઈ જતાં જીવ મોક્ષને પ્રાપ્ત થાય છે.

જીવ રૂપે અને ઈશ્વર રૂપે ઈક્ષણ — ઈક્ષણ અર્થાત સંકલ્પથી આરંભ પામેલી અને બ્રહ્મમાં પ્રવેશ રૂપી અંતવાળી આ ચેતન-અચેતનાત્મક સૃષ્ટિની કલ્પના ઈશ્વરે જ કરી. જાગ્રત અવસ્થાથી માંડીને તે મોક્ષ પ્રાપ્તિ સુધી સમગ્ર જગત જીવ દ્વારા જ કલ્પાયેલું છે. બેસી બેસીને જેટલી કલ્પના કરી, એમ તમે તમારું જીવન બનાવતા ગયા, બનાવતા જ ગયા અને એ બધી વસ્તુઓ આવતી ગઈ. જે નહોતું એ આવ્યું, આવશે જ પાછી, કારણ કે કોઈ સંકલ્પ નિષ્ફળ હોતો જ નથી. તો જે અત્યારે તમને પ્રાપ્ત નથી થયું, એ પાછું પ્રાપ્ત થશે જ એના સમયે. પણ ત્યારે કદાચ તમે ઈચ્છતા પણ નહીં હો, એવું પણ બને છે. આમ કે "મેં તો ધાર્યું નહોતું પણ કે મને બહુ લાભ થઈ ગયો, બહુ પૈસા આવી ગયા." એવું ક્યાંક થાય છે ને ઘણા લોકોને? એટલે આવી બાબત કોઈ યોજના ના હોય, કશું નહીં હોય, પણ એકદમ જ ધનલાભ થઈ ગયો.

ત્યારે પહેલા લોકો શું કહે? જોશીઓ, "આકસ્મિક ધનલાભ થયો તમને." એને એવું નામ આપે છે. વાસ્તવમાં તો સૃષ્ટિમાં, નિયતિમાં તો એ નિર્મિત થઈ જ ગયું હતું જે વખતે તે કલ્પના કરી હતી કે "હું આટલા પ્રાપ્ત કરું." એટલે આવીને ઊભું રહી ગયું.

એટલે સમગ્ર જગત જીવ દ્વારા જ કલ્પાયેલું છે. એટલે આ જે જીવ છે, તે જ પોતે પોતાનું જીવન ઘડ ઘડ કર્યા કરે છે. અંદર બેઠેલું મન બ્રહ્મની જેમ બધું કલ્પે. જેટલું કલ્પે એટલું બધું પેદા કર્યા કરે જગતની અંદર. હમણાં નહીં તો પછી સંયોગ હોય છે. એટલે સો મેની કોઝીસ બધા ભેગા થઈ જાય અને પછી અમુક વસ્તુઓ બને. એમનેમ તો કંઈ થતું નથી. અને પાછો કોઈક એમ કહે, "મેં કર્યું." ના થાય. કહે છે કે "કરતા કુદરત છે." સંયોગો બધા ગોઠવી આપે અને પછી એ ઘટના બને.

કઠોપનિષદને અંતર્ગત ત્રિનાચિકેતા અગ્નિથી લઈને શ્વેતાશ્વતર ઉપનિષદના યોગ પર્યંતનું જ્ઞાન ઈશ્વરીય ભ્રાંતિ ઉપર આધારિત છે. ઈશ્વરીય ભ્રાંતિ એને દૂર કરવા માટેની જ આખી વર્ણન અને એમાંથી કેવી રીતે મુક્ત થવું એ બધું એમાં આપેલું છે. ચાર્વાક મતથી લઈને કપિલ સુધીના સાંખ્ય સિદ્ધાંત સુધીનું દાર્શનિક જ્ઞાન પણ જીવ ભ્રાંતિનો આધાર છે. એટલે દર્શનો પણ નહીં, એને પાર જવું પડશે તમારે. દર્શન જ્યાં પૂરું થશે ત્યાં તે છે.

જે પુરુષ મુક્તિની આકાંક્ષા કરે છે, તે પુરુષ જીવ અને ઈશ્વરના વાદ-વિવાદમાં "હું જીવ છું કે હું ઈશ્વર છું?" મેલ પડતું! તું તો આત્મા છું, તું તો બ્રહ્મ છું. પાછો મનમાં શંકામાં પડે કે "હું આ હશે કે આ હશે?" પાછો એને કોઈક કહે, "તું ઈશ્વર છું." એટલે એમ થાય કે "હા, ખરેખર હું ઈશ્વર છું." કેવી પાછી શંકા પણ છે કે "હું ઈશ્વર કેવી રીતે હોઈ શકું? મારાથી તો એક પાપડ માંગતો નથી." પાછું એને જ્ઞાન થાય, "વ્યવહારમાં તો કંઈ થતું નથી." જે તારે કહે છે કે "તું આ બધો વાદ-વિવાદ બુદ્ધિને ભ્રમિત ન કર. દ્રઢતાપૂર્વક બ્રહ્મ તત્વનું જ નિરંતર ચિંતન કર. 'હું બ્રહ્મ છું' એકવાર બોલ અને પછી બસ નિરંતર અનુભવ કર્યા કર." એમ કહે છે. એક જ વાર બોલ, બસ પૂરું થઈ ગયું કામ. તારું કરવાપણું ગયું.

પાછો વિજ્ઞાની પુરુષ એ છે જે સમગ્ર દ્રશ્ય જગતને સંપૂર્ણ રીતે ચિત્તરૂપ માને છે. "આ જે કંઈ છે, આ બધું ચિત્ત જ છે." એટલે આમ ઊભું થાય બધું. તેવો વિજ્ઞાની જ શિવ છે, તે વિજ્ઞાની બ્રહ્મ છે અને તે જ વિષ્ણુ છે. વિષય વાસનાઓનો ત્યાગ અત્યંત દુર્લભ છે. એક દસ મિનિટ સુધી કંઈ ના હોય, ઓહો, તો તો બહુ મોટું કામ થઈ ગયું. પણ એમ કહે કે ક્ષણ માત્ર માટે પણ તમને કોઈ વિચાર નથી, પણ પછી બીજી ક્ષણે એકાદ હજાર વિચારો હુમલો કરશે. પછી એમાંથી બે-ચાર વૃત્તિઓ સળવળાટ કરીને તૈયાર થઈ જશે અને પછી એ ગાંઠો બાંધીને તૈયાર કરી દેશે. એટલે તમે જીવનની અંદર બંધનમાં આવો છો. પછી જીવનમાં આવવું પડે, જંગલમાં જીવ નામના વનમાં આવવું પડે, જીવવા જીવવું પડે પછી તમારે જીવડા તરીકે. જેને બોધાત્મિકા એટલે રેસ્ટ ઓફ રેર તત્વજ્ઞાનનું દર્શન પણ દુર્લભ છે. તત્વનું જ્ઞાન થવું અને પછી એને દર્શન થવું આમ અંતરચક્ષુઓથી એ પોતાના અંતર આકાશની અંદર, પોતાના હૃદય આકાશમાં એ વળી એનાથી એ દુર્લભ છે.

બાકીનું બીજું બધું જ હોય માણસ. પણ આ દર્શન કરે મંદિરમાં જઈને મૂર્તિના દર્શન કર્યા કરશે. શોખ છે ને? ટેવ પડી ગઈ છે ને? અંદર એક આસ્થા ઊભી થઈ ગઈ છે ને? એટલે એક જાતની મમતા ઊભી થઈ ગઈ છે ને? એટલે પછી એ ઠાકોરજીનું મોઢું જોવા કર્યા જ કરે, "આજે કેવા કપડા પહેર્યા હશે?" બોલો, હાય મમતા!

સદગુરુની અનુકંપા વિના સહજ અવસ્થાને પ્રાપ્ત કરવાનું એથી પણ દુર્લભ છે. દર્શન પણ થઈ જશે કદાચ તત્વજ્ઞાનનું, તો પણ સદગુરુની અનુકંપા વિના સહજ અવસ્થાને પ્રાપ્ત કરવું તેથી પણ દુર્લભ છે. જેણે બોધાત્મિકા શક્તિને જાગૃત કરી લીધી છે, બોધાત્મિકા એટલે આત્માનો બોધ કરાવનારી શક્તિઓ જેનામાં જાગૃત થઈ ચૂકી છે અને સમસ્ત કર્મોનો ત્યાગ કરી દીધો છે, ડિસાઈડ થઈ ગયેલું છે વન્સ ફોર ઓલ કે "આ કોઈપણ કર્મનો કર્તા હું નથી." એમ. તેવો યોગી સ્વયંમેવ સહજ અવસ્થાને પ્રાપ્ત કરી લે. તમે એમ કહો કે "મારે ઈશ્વરને ના જોવા અને ગુરુનુંય અવલંબન નથી લેવું." તો કે બસ, તારા માટે પછી આ રસ્તો છે. જો તું એટલો બધો તૈયાર થઈ ગયો છે એવું તને લાગે છે, તો પછી તું તારી જાતે જ સ્વયંભૂ તારી સહજ અવસ્થાને પ્રાપ્ત કરી લે. તો કેવી રીતે? તો કે બોધાત્મિકા શક્તિને જાગૃત કરવી પડશે, આત્માનો બોધ કરાવનારી શક્તિ જે અંદર છે તેને તારે પ્રગટ.

કરવી પડશે અને પછી બસ એ કામ થઈ જશે. કન્ડિશન: સમસ્ત કર્મોનો ત્યાગ કરવાપણું એનામાં રહેતું નથી. જ્યાં સુધી મનુષ્યને એમાં થોડું પણ અંતર કે ભેદ દેખાય છે, ત્યાં સુધી તેના માટે ભય ઊભો જ છે.

આવડો અમથો હોય, પણ ક્યારે મોટો થઈ જાય કાંઈ કહેવાય નહીં, ભાઈ! એનો આકાર, પ્રકાર, શક્તિ જેટલો કલ્પે ને પોતે વધારે ભયભીત થાય, એટલો વધારે ને વધારે, અરે, મોટો ને ભયંકર જ બનતો જાય, જેનાથી એ ભય પાછો પામ્યા જ કરે.

જેમ કે, નાનકડું બાળક છે. એને કોઈકે કહી દીધું કે અહીં જીન છે, કે અહીં ભૂત છે, કે ફલાણું છે. વાસ્તવમાં કાંઈ છે નહીં. ખાલી પેલાએ શબ્દ આપ્યો છે. હવે પેલો એ કલ્પનાની અંદર પેદા કરે છે એને, અને પછી એનાથી એ ભયભીત થઈને જ ફર્યા કરે. આ કેટલાય હજી એમાંથી બહાર નથી આવ્યા. જ્યાં જુએ ત્યાં બધા ભૂત જોયા કરે.

પંચમહાભૂત ઓછા છે, તો પાછા બીજા ભૂત લાવવા પડે ને તમને? એ પાંચથી તો તું ઓલરેડી પીડાઈ રહ્યો છો. પહેલા એનાથી તો મુક્તિ પામ! કેવી રીતે નક્કી કર કે "એ હું નથી"? એટલે એ પાંચ ભૂત વિદાય લેશે તારા પાસેથી, અને પછી આગળનું જ્ઞાન આવશે. આત્માનું જ્ઞાન પ્રગટ થશે.

તારે પાંચ ભૂત કહ્યા: આકાશ સુધીના, પૃથ્વીથી શરૂ કરીને. "આકાશ પણ હું નથી" એમ. "આકાશ હું નથી" ને મારામાં તોય તું અડધે પહોંચ્યો. પછી નક્કી કર કે "પ્રાણ પણ હું નથી", જેના આધારે આ બધું ચાલી રહ્યું છે, આ જીવન. બધું આંખો જુએ છે, કાન સાંભળે છે. બધું તોફાન ઊભું થઈ જાય છે જબરજસ્ત.

પણ લોકોને તો એમાં જ આસક્તિ છે. જોવામાં આનંદ છે, સાંભળવામાં આનંદ છે. મોટા મોટા ડબ્બા લઈ આવે, કેવા બનાવે પાછા જાતજાતના! બહુ કેટલા વોટનો અવાજ કાઢે છે કે એનોય મોહ, એની એ મમતા! તું કે એનાથી પહેલા મુક્ત થા.

આ પાંચ ભૂતોથી સૌથી મોટામાં મોટું જે બંધન છે, તે તારું મન જ છે, તે તારું ચિત્ત જ છે. એનાથી મુક્ત થઈશ એટલે બસ "ઇતિ સિદ્ધમ્"! જે કંઈ સિદ્ધ કરવાનું હતું એ સિદ્ધ થઈ ગયું, જાણવાનું હતું એ જણાઈ ગયું.

એટલે જ્યાં સુધી મનુષ્યને અંતરમાં ભેદ દેખાય છે, ત્યાં સુધી એના માટે ભય છે. એ વાતમાં કોઈ સંશય નથી.

આગળ કહે છે: સર્વવ્યાપી સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને જ્ઞાનરૂપી નેત્રોથી જોઈ શકાય. જ્ઞાનથી જોવાના છે પરમાત્માને.

આંધળા માણસને પ્રકાશિત સૂર્ય દેખાતો નથી, તેમ જ્ઞાન નેત્ર વગરનાને બ્રહ્મનો સાક્ષાત્કાર થતો નથી.

આગળ ઉપર એને અનુભવ આવશે કે જે પરમાત્મા છે, તે જ જ્ઞાન છે; અને જ્ઞાન છે, તે જ પરમાત્મા. બીજું કંઈ છે જ નહીં.

અને પછી કહેશે કે પરમાત્મા કે જ્ઞાન ક્યાં? કારણ કે એ તો સર્વત્ર છે, સાર્વત્રિક છે, વ્યાપક છે, અનંત છે, શાશ્વત છે, અવિનાશી છે. તે બ્રહ્મ પ્રજ્ઞાન જ છે. આવી ગયું.

સત્ય જ પ્રજ્ઞાનનું લક્ષણ છે. સત્ય શું છે? "હું બ્રહ્મ છું".

આથી બ્રહ્મના જ્ઞાનથી જ મર્ત્ય જીવ, એટલે જીવ જે મૃત્યુ-જન્મ કર્યા કરે છે, તેઓ મર્ત્ય જીવ અમરત્વને પ્રાપ્ત થાય છે, શાશ્વત થઈ જાય છે.

છે, સનાતન બની જાય છે. બ્રહ્મજ્ઞાન થતાં જ હૃદયની ગાંઠો ખુલી જાય છે, સર્વે સંશયો છેદાઈ જાય છે અને એના બધા જ કર્મો ક્ષય પામે છે. બધા જ કર્મો એક સાથે ફિનિશ. બસ, જ્ઞાન પ્રગટ કરો. આમ, આમ કરો છો ને? દિવાસળી ઘસઘસ કરો છો, પછી કેવો ભડકો થાય છે? પછી એ ભડકાથી તમે કેટલું મોટી, કેટલી મોટી આગ લગાડવી હોય, લગાડી શકો ને? અને પછી એ આગ લાગે અને એની અંદર બધું જેમ બળી જાય ને જે કંઈ હોય તે બધું, એવી રીતે તમારી બધી ગાંઠો ને કર્મો ને બધું જે કંઈ ભરેલું છે ને, બધું એકસામટું સળગી જશે. તો જ્ઞાનાગ્નિ પ્રગટાવો. બસ, આ ચાલશે. ભડકો કરીશ અને પછી બધું બળીને ભસ્મીભૂત, સ્વાહા. બધું સળગી જશે. એટલે તો "બહુ કર્મો લઈને આવ્યો છું ને, કર્મોનો લોડ બહુ છે ને, ક્યારે આ બધાનો પાર આવશે ને?" આ બધા સંશયો, સંકલ્પો, વિકલ્પો, આ તે બધામાં મહેરબાની કરીને ના પડશો.

અનંત શક્તિવાળો એ જ વાત આ રીતે બતાવી દીધી કે બસ, આટલી કાંડી છે તે મોટી આગ પ્રગટાવે છે, આખું બ્રહ્માંડ બાળી મૂકે એટલું. તો તમારે તમારું બ્રહ્માંડ બાળવું જ પડશે. પણ ત્યારે, ત્યારે જ તમે શિવ સ્વરૂપ છો એમ તમને ખ્યાલ આવે છે, અનુભવ આવે છે. પછી બધું બાળવું પડશે, કારણ કે જે કાંઈ તમે આ જગત, આ તે બધી જુઓ છો, બધી વાસનાઓ જ છે. વર્ષોના, જન્મોના જન્મોથી એકઠી કરેલી બધી વૃત્તિઓ જ છે નરી. એટલે એ બધું બળી જશે જ્ઞાનાગ્નિથી. "હે પુત્ર!" શિષ્યને પણ પુત્ર કહેવાય છે અહીં. તો વાસ્તવમાં એ ગુરુ-શિષ્ય પણ છે અને પિતા અને પુત્ર પણ છે. રઘુરાજા અને નિદાત. "અનાત્મ ભાવનો ત્યાગ કરીને હું વસ્તુ છું એવી રીતે આપણે સતત વિચાર્યા કરીએ." એ અનાત્મ ભાવનો ત્યાગ કર. "તું આત્મા છે. સાંસારિક સ્થિતિમાં વિકાર રહિત થઈને એકનિષ્ઠ બની અંતરમાં રહેલા સંવિત માત્રમાં રમણ કર." નક્કી જે ઓલરેડી છે સત્ય, બસ એની ઉપર તું આમ ઘડીભર બસ આમ રહી જા અને પછી શાંત થઈ જા.

નો મુવમેન્ટ. ચિત્તના આંદોલનો બંધ કરી દે, સ્પંદનો બધા બંધ કરી દે, વાઈબ્રેશનો બધા બંધ કરી દે. વાઈબ્રેશન, વાઈબ્રેશન કર્યા કરે. જે રીતે મરુભૂમિમાં ભ્રમથી દેખાતું જળ માત્ર મરુસ્થળ પર જ હોય છે. રણમાં જઈએ અને ત્યારે જ આપણને એ દેખાય છે, મૃગજળ જે કહે છે તે. તેમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓવાળું આ સમગ્ર જગત એ ખરેખર ભવરણ છે તે આત્મવિચારને કારણે ચિન્મય, ચૈતન્યમય છે. લક્ષ અને અલક્ષ બુદ્ધિનો ત્યાગ કરી જે કેવળ આત્મનિષ્ઠ બનીને જાય છે તે જ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની અને સ્વયં સાક્ષાત શિવ સ્વરૂપ છે. આ જગતનું અધિષ્ઠાન અદ્વિતીય છે. એના જેવું કોઈ બીજો છે નહીં. આ જગત જેના આધારે છે તે બ્રહ્મ છે અને તે કેવો છે? અદ્વિતીય છે. બીજું હોય જ નહીં એમ. વાણી અને મનની પહોંચથી પર છે. બંને વિરામ પામશે ત્યારબાદ પછી બ્રહ્મ પ્રગટ થઈ જ જાય.

એટલે વાણી અને મન, મન તો મનમાં વિચારો થાય છે, સંકલ્પો થાય છે, વિકલ્પો.

થાય છે એ બંધ થવા જોઈએ અને આ બોલાતી વાણી છે તે પણ બંધ થવી જોઈએ. બસ, એ પહોંચતી પર છે એટલે મન અને વાણીથી તમે ત્યાં પહોંચી શકતા નથી. નિત્ય વિભુ નિત્ય છે, વિભુ છે, સર્વગત અને સૂક્ષ્માથી સૂક્ષ્મ એવું, એવું જે અવિનાશી તત્વ છે, આ વિશ્વ સર્વશક્તિમાન ભગવાન મહાશિવનો મનોવિલાસ માત્ર છે. અહીંયા આગળ ભગવાન મહાશિવ કીધો એ જ આત્મા, એ જ બ્રહ્મ, એ જ પરબ્રહ્મ, એ જ મહેશ્વર. સર્વ કાંઈ એ જ મહાન ઈશ્વર. બધા ઈશ્વરોનો ઈશ્વર એટલે એને મહેશ્વર કીધું.

સંયમ, ધ્યાન, સમાધિ અને અસંયમ એટલે કે સહજ જ્ઞાન દ્વારા આ બધા સાંસારિક પ્રપંચો શાંતિ પ્રાપ્ત કરે છે. સંયમ કરવા માંડો તમે. મનનો સંયમ સૌથી પહેલા. પહેલા તો આલક ડોલક બંધ થાય શરીરની. શરીર શેના આધારે છે? તો કે મનના આધારે. એટલે પછી મન શાંત થાય, સેકન્ડ સ્ટેજ. મન શાંત થઈ ગયું, શરીર શાંત થઈ ગયું. પછી શરીરનો આભાસ જે હોય છે આપણને સતત એ જતો રહે છે. પછી મનનો આભાસ જતો રહે અને પછી બ્રહ્મ ખડો છે આમ કરીને આમ કે "હું છું." બોલશે નહીં પણ અનુભવ તરત આવી જશે.

"હે મુનિ, મનમાં ઉદ્ભવતા વિકારોની ચિકિત્સા માટેના ઉપાયો તને જણાવું છું." આ કામની વસ્તુ આવી. જે જે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ માટે મન ચંચળ બને છે, તે તે પદાર્થોનો ત્યાગ માનવની મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. વિચાર આવ્યો કે આ પ્રાપ્ત કરવું, તો કે "મૂકો વેતો એને." અથવા સ્વીકાર કરો કે "આવી ગયું." બે વસ્તુ છે. એક્સેપ્ટન્સ થઈ ગયું ને? બસ, પૂરું થઈ ગયું કામ. પણ તમારે ગાડી લેવા જવાની જરૂર નથી. તમે એમ કહો, "ગાડી આવી ગઈ." ઓકે, બસ. પછી મન ઊભું નહીં રહે. એ એ જોવા નથી જવાનું કે ભાઈ ગેરેજમાં છે કે નથી. તો આટલા પૂરું થઈ જશે એટલે ચંચળતા મનની ધીમે ધીમે ધીમે ધીમે કરીને ઘટતી જશે. એટલે પદાર્થોનો ત્યાગ કરવાનો પણ ક્યાંથી? મનમાંથી કરવાનો.

ગાડી તો જોઈશે ને? 40 km રોજ જવાનું હોય ઓફિસે, કામે જવાનું હોય, 100-200 km રોજ, તો ગાડી તો જોઈશે. પણ આ ગાડી છે, આ મારી છે, આ બધું મનમાં જે ભરેલું છે તે બધાનો ત્યાગ કરવાનો છે એમ કહે છે. ઘરેણાં જોઈ એટલા લાદીને ફરો, પણ મોહ સોનાનો ને "આ સોનું છે ને મારું છે" એ કરીને ફરો. બસ, એ તમે પહેર્યું છે ને, એ જ પહેરેલું જે છે ને તમે એ બંધન છે. સોનું પહેર્યું છે એનો વાંધો નહોતો ભગવાનને પડ્યો, પણ કે તે કીધું કે "આ મારું સોનું ને મેં પહેર્યું ઘરેણું." બસ, એ તારું બંધન છે. તું એને છોડ. કે ભગવાને કંઈ તમારા સોનાની જરૂર નથી. તઈ જઈને નાખી આવો આમ ક્યાંક એવી રીતના એવો ત્યાગ કરવાનો નથી કીધો. મનથી ત્યાગ કરવાનો છે અને મનથી કરેલો ત્યાગ જે છે તે જ સાચો ત્યાગ.

વ્યવહારની અંદર પણ તમે જોશો એવું બને છે. તમારા મનમાંથી એક વસ્તુને તમે વિદાય આપી દો કે હવે એ બાબતે કંઈ કરવાનું નથી ને કંઈ વિચાર કરવાનું નથી. પણ તમે જો છ મહિના સુધીને તમે ક્યારેય એ બાબત વિશે વિચારતા પણ નથી, જ્યાં સુધી પાછી ફરી કોઈક બીજી સ્મૃતિ સળવળાટ કરીને તમને એની યાદ ના આપે ત્યાં સુધી તમે કશું નથી કરતા. માટે કીધું કે સંસારમાં રહો, ભોગવો, આનંદ કરો. જે કંઈ યોગ્ય છે એ બધું જ તમે કરજો, પણ તમારા મનમાંથી "આ સંસાર છે, આ સંસાર સત્ય છે ને આ મારો સંસાર છે" કરીને જે જીવો છો તે બંધ કરદો. અહીં બોજો જતો રહેશે એકદમ ખડાક દઈને. પેલો માથે મજૂર હોય ને પાંચ મણ વજન લીધેલું, તો આમ કરીને આમ જેમ ફેંકી દે ને પછી એમ કેવું સારું લાગે? બસ, એવું લાગશે એકદમ જત. તમને "આ સંસાર મારો નથી, આ સંસાર હું નથી, હું સંસારમાં નથી અને હવે હુંય નથી." જાઓ.

પછી કહો કે "હું બ્રહ્મ છું" અને પછી એમાં રહો. પછી પાછું ફરી બોલો, "હું બ્રહ્મ છું" પછી પાછા એમાં રહો. બસ, એમ એમ કરતાં કરતાં એમ થઈ ગયા. તમને ખ્યાલય નહીં આવે કે કેટલી વખત આવું કરવા પછી હું આ થયો. કોઈ ગણતરીની જરૂર એટલે ગણવા ના બેસશો 108 આમ તેમ એવું બધું.

જેના માટે ઈચ્છિત સાંસ્કારિક પદાર્થોના ત્યાગની ભાવના, એકાંત પ્રિયતા અને આત્મનિષ્ઠા દુષ્કર હોય, તેવા મનુષ્ય રૂપી કીડાને ધિક્કાર! જો, જ્ઞાની પુરુષ આ કહે છે. વાસ્તવમાં એ કોઈને ધિક્કાર કરતા નથી, પણ આપણી અંદર મનમાં રહે જે છે તે વૈરાગ્ય પ્રગટાવવા માટે થઈને આ શબ્દો અહીંયા આગળ આવી રીતે વપરાયા છે. ક્યારેય જ્ઞાની પુરુષ કોઈનો પણ ધિક્કાર કરતો હોતો નથી, કારણ કે એને ગ્રહણ પણ ના હોય, ત્યાગ ના હોય, પ્રેમ બી ના હોય અને ધિક્કાર બી ના હોય. એકમાત્ર પણ એ કહે છે કે આવી જે તમારી સાંસારિક સ્થિતિ છે કે જેમાંથી તમે આ બધું છોડી એવાને આવી સ્થિતિને માટે ધિક્કાર છે. એમાંથી છૂટો જડ દઈને એમ કે.

"એકમાત્ર સ્વપુરુષાર્થની સાધ્ય એવી સ્વ ઈચ્છાઓના ત્યાગ રૂપી મનના સમન વિના શાંતિ નથી, શુભ ગતિ નથી." સંકલ્પ શૂન્યતા રૂપી શસ્ત્ર વડે જ્યારે આ ચિત્તની ધારાઓને કાપી નાખવામાં આવે છે. ભગવાન શિવ અને શક્તિ માતાજી ત્રિશૂળ ધારણ કરે છે. ત્રણ સૂળ કાઢે છે: સત્વ, રજસ અને તમસ. ત્રિશૂળ શેકે કાઢો? શાના આધારે ઊભા થયા? રાગ અને દ્વેષના આધારે ઊભા. હવે એમાંથી મુક્તિ માટે આ શસ્ત્ર જે છે તે અમોઘ છે. તો કહે છે કે સંકલ્પ શૂન્યતા રૂપી શસ્ત્ર વડે જ્યારે આ ચિત્તની ધારાને કાપી નાખવામાં આવે છે. ચિત્ત છે ને અવિરતપણે ચાલ્યા જ કરતું હોય. આમ જાય, આમ જાય, આમ આમ જાય, આમ જાય. પણ એની જે મુવમેન્ટ છે ને, આંદોલનો એના ચાલ્યા કરે એ બંધ થવા જોઈએ. જ્યારે કાપી નાખવામાં આવે છે સંપૂર્ણપણે કે "હવે આગો પાછો થઈશ નહીં, ચૂપચાપ અહીં બેસી રહે." એવી રીતે જીવંતતા એના એ મુવમેન્ટના આધારે તો આપણને આ જીવંતતા લાગે છે.

એ જેવું બંધ થઈ ગયું એટલે આજીવન થઈ ગયું પૂરું. ત્યારે સર્વરૂપી, સર્વવ્યાપક, શાંત બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. પ્રપંચની ભાવનાથી રહિત થઈને. એક પ્રપંચ તો કુળ કપટ કરે છે તે પણ આ જે આખું બધું ઊભું કર્યું છે તે જ પ્રપંચ છે. જે જગત છે તે પ્રપંચ છે. કોનો?

પ્રપંચ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બધાય ટોળું ભેગું કરી અંદર આ ઊભું કરેલું છે, ખડું કરેલું છે, એ પ્રપંચ છે. અને એ પછી તમને આમ બતાવે છે, આમ સંભળાવે છે, ગલગલિયા કરાવે છે, બધું કરાવે છે. એ જ રાગ અને દ્વેષ પણ કરાવે છે. તો પ્રપંચની ભાવનાથી રહિત થઈને, પરમ પ્રજ્ઞા સંપન્ન થઈને, ચિત્તને નિયંત્રિત કરીને, અવ્યગ્ર બનીને, વ્યગ્રતા જાય બનીને મુક્ત પદ ધારણ કરી શકાય છે.

મહીંથી મુક્ત છે ને, બહાર બંધાઈ ગયો છે અને એને ખબર પડતી નથી. પછી બૂમો પાડે છે: "હું બંધાયો! હું બંધાયો! બંધાયો!" એટલે જ્ઞાની પુરુષ આવીને પછી કહેતા હતા ને દાદા કે, "હું આમ કરીને આમ એક જરાક કાપી આલું," કહે છે, "તારું એક બંધનનું એક દોરી કાપી આલું." પછી તું એ બધું ઊંધો ફરવા માંડે ને, એટલે બધું જે સીધું વીંટ્યું હતું ને તે અને કોસેટો બનીને ફરતો હતો તે ઊંધું પછી આમ આમ કરીશ એટલે ઉકલી જશે. તારી મુવમેન્ટનો જ ઉપયોગ કર, પણ ઊંધી દિશામાં કર.

હવે ફર કરવા માટે, છૂટવા માટે તારા ચિત્તનો ઉપયોગ કરી નાખ. "નોય મારું, નોય મારું, નોય મારું, નોય મારું" મનનો પણ ઉપયોગ કરી નાખ. ખતમ કરી નાખ બેયને, એક્ઝોસ્ટ થઈ જવા દે. છેવટે તો એ ઊભા જ રહી જવાના છે ને? પછી બેય જડ છે, એટલે ચિત્તનો એક ભાગ તો જડ જ છે સંપૂર્ણપણે. એને ચૈતન્યનો ખાલી સ્પર્શ થયેલો છે, ભાઈ, એટલે આપણને જીવંત લાગે છે, ખરેખર નથી. ચિત્ત પણ એ જડ અને ચેતન બેનો સ્પર્શવાળું છે, બસ આટલી જ વાત છે.

એટલે જેવા તમે ઊંધા આંટા માર્યા કે, "નોય મારું, નોય મારું! આ ઘર મારું નથી, દેહ મારો નથી, જીવન મારું નથી, રોગ મારો નથી, કશુંય મારું નથી!" અને પછી કહેવાનું, "હું નથી!" આ 'હું'ના આધારે જ બધું વીંટાયું હતું તે. હવે તમે ઊંધા ફર્યા, આમ ગોળ ગોળ. એ જ મુવમેન્ટનો ઉપયોગ ઊંધી દિશામાં કરી નાખ્યો.

જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન લીધા પછી તમે આત્મા વિશેની જાણકારી બધી જે કંઈ લીધી હતી, એ જ શસ્ત્ર છે. હવે એનો ઉપયોગ કરો અને પછી મુક્ત જ છો તમે. થઈ જાવ નહીં, છો જ તમે! વાત તો એ છે, અનુભવ તો કરો. આ તો માણસ સ્થિર બેઠો હોય અને પછી આવી રીતના આમ હોય ને, એ એમ જુએ કે "હું ૧૦૦ માઈલની ઝડપે દોડું છું," એના જેવી વાત છે. હવે એને એમાંથી બહાર આવવું હોય તો શું કરવું જોઈએ? તો કે બસ, એ જે "દોડું છું" વાળી કલ્પના છે, તેને બંધ કરી દેવાની. સ્વીચ ઓફ કરી દો, ખતમ! દોડવાનું બંધ થઈ ગયું તમારું. સમજાયું?

એટલે આ "હું છું", "મારું છું" એવી ભાવનાઓ છે ને, એ જ મન છે. શ્રેષ્ઠ પૌરુષ રૂપી અભ્યાસ અને વૈરાગ્યનો આશ્રય કરીને તથા ચિત્તને અચિત્તા અવસ્થામાં સ્થિર કરીને, હૃદયરૂપી આકાશમાં ચિંતન કરીને, ચૈતન્યમાં સ્થિર થયેલા ચિત્તરૂપી ચક્રની તીક્ષ્ણ ધારથી મનનું દમન કરવું જોઈએ. બસ, એને આ જ વાત કરી છે કે આમ ઊંધા ફરવા માંડો. આ તમારું સુદર્શન: "હું નથી, હું નથી, હું નથી! મારું નથી, મારું નથી! હું નથી, મારું નથી!" જે જે ઊભું થાય તે બધાયને ઓલવી કાઢો આમ ઊંધી દિશામાં. એટલે એનું દમન થઈ જશે અને એમ કરવાથી બધી શંકાઓ દૂર થઈ જશે. કામ વગેરે શત્રુઓ બાંધી નહીં શકે.

"આ તે છે, આ હું છું, આ મારું છે" એવી ભાવનાઓ જે છે, જો છે તો જ મન છે. એ ભાવનાઓ બંધ કરી દો ભાવવાની. ભાવ્યા કરો છો, રોજ ભાવ્યા કરો છો, તે બંધ કરી દો ભાવવાનું. એનો અભાવ કરો અને બસ પછી શું થશે? તો કે આ ભાવનાઓના ત્યાગથી જ મનને જેમ કાપવાના સાધનથી વસ્તુને કાપીએ એમ કાપી નખાશે. આપણે તો કીધું કે આમ "હું મારું નથી" અને પછી કે "હુંય નથી!" હાશ, બસ પૂરું થઈ ગયું કામ. સહેલું છે.

જેવી રીતે ખરેખર જીવવું બહુ અઘરું છે, જીવંત રહેવું બહુ અઘરું છે. ક્યારે રોગ આવશે? ક્યારે ભય થશે? ક્યારે મૃત્યુ આવશે? આ જીવંત હોય એને આ બધું લાગે છે. એના કરતાં અમર થઈ જા, એટલે તું છું જ પાછો. તું છું જ. તો કે શું? તો કે આ જીવન અને જીવંતતાની આ બધી જે તું લઈને બેઠો છે મમતા જીવન પ્રત્યેની, એનો ત્યાગ કરી દે.

જેવી રીતે શરદ ઋતુના સમયના આકાશમાં છિન્ન ભિન્ન થયેલો વાદળોનો સમૂહ વાયુઓની થપાટોથી વિલય પામે છે. શિયાળો જેવું આવે ને તો અમુક થોડા ઘણા વાદળા હોય, પણ પછી ઠંડો પવન વાય ને બધું થાય, એટલે પહેલા વાદળા હોય એ બધા ધડાધડ ધડાધડ તૂટી જાય. પછી એ ક્યાંય દેખાય નહીં આપણને, છિન્ન ભિન્ન થઈ ગયા બધા. બસ, એવી રીતે તમારા બધા સંશયો, તમારા મોહ, મમતા, તે બધું આવી રીતના પછી સદવિચારો દ્વારા એવો જોરદાર પવન ફૂંકો સદવિચારોનો કે મનનો વિલય થઈ જાય.

પ્રલયકારી ૪૯ પવન એક સાથે વહેતા હોય, અથવા બધા સાગરો એકસાથે ભેગા થઈને એકાકારના થઈ જાય, આખા પૃથ્વી ઉપર પાણી પાણી, કોઈ જગ્યાએ ધરતી નહીં એવું. કે બાર આદિત્ય એક સાથે મળીને તપવા લાગે, તેમ છતાંય મનથી રહિત થયેલો હોય તેને કાંઈ નુકસાન થતું નથી. કારણ કે જે મનથી રહિત થઈ ગયો છે, તે ઓલરેડી દેહથી રહિત થઈ ચૂકેલો હોય છે. મનના આધારે તો દેહ ઊભો કર્યો છે, ખોખું જોઈએ ને પાછું મમતા રાખવા માટે. એટલે એને કોઈ નુકસાન થતું નથી.

કેવળ સંકલ્પ રાહિત, રાહિત્ય રૂપી, સંકલ્પ રહિતતા રૂપી એક સાધ્ય જ બધી સિદ્ધિઓની પ્રાપ્તિનું સાધન છે. કઈ સિદ્ધિ જોઈએ છે? જે સિદ્ધ છે તેને વળી સિદ્ધિની શું જરૂર? પાછી જરૂર પડી તો તો પાછી ભૂખ લાગી, ભીખ લાગી, પાછું લેવા જવું પડે. આ બધું પાછું ઊભું થઈ જાય. આત્મા તો નિત્ય સિદ્ધ છે.

અહીં કહેવા માંગે છે કે તમે સર્વ કંઈ પ્રાપ્ત કરી લો છો. જેને આત્મા પ્રાપ્ત કર્યો, એને સર્વ પ્રાપ્ત કર્યું એમ કહે છે ને? કારણ કે સર્વ કંઈ આત્મા જ છે એવું પણ કહે છે. તેથી તત્પદનો આશ્રય લઈને, તત્પદ એટલે 'તું હું છું', આશ્રય લઈને સંકલ્પ રહિતતાના વિસ્તૃત સામ્રાજ્યની અંદર સ્થિર થઈ જાવ. વિસ્તૃત કેવું? તો કે અનંત સામ્રાજ્ય. ચંચળતા વિનાનું મન ક્યાંય જોવા મળતું નથી, જેમ કારણ કે મન જેવી ચંચળ છોડે.

તો પછી મન દેખાવાનું જ નથી, કારણ કે મન રહેવાનું જ નથી. એટલે જ્યાં સુધી ચંચળતા છે ત્યાં સુધી મન છે. જેમ અગ્નિનો સહજ ધર્મ છે અગ્નિ આપવાનો, બાળવાનો કે ગરમી આપવાનો, ઉષ્મા આપવાનો, તેમ ચંચળ સ્વભાવની લીધે સ્પંદન શક્તિ એ ચિત્તનો સ્વાભાવિક ધર્મ છે. આત્માનું વાઈબ્રેશન ના હોય, આત્મા જ હોય. સ્પંદન શક્તિ એ ચિત્તનો સ્વાભાવિક ધર્મ. આ જે આમ થાય છે ને, "આમ કરું કે આમ કરું? આમ કરું કે આમ કરું? આ લઉં કે આ લઉં? આ લઉં?" બસ, એમાંથી આ બધું ઊભું થયું, વાઈબ્રેશન. સ્થિર થયેલા, અચંચળ મનને જ અમૃત સ્વરૂપ કહેવામાં આવે છે. અમૃત, પેલું આમ કલ્પના ના કરશો પાછા કે આમ કંઈક પીવાનું, ઘટકવાનું કંઈક આવતું હશે ને, અપ્સરા જેવા મહાવિષ્ણુ ભગવાન બનેનો એક ઘડો લઈને ગોળ ગોળ ફરતા હશે બધાને પીવડાવવા માટે. એવું બધું નહીં. અમૃત એટલે અમ, જે ન મરે તેવું, અમર છે તેવું, એમ.

મનને જ અમૃત સ્વરૂપ કહેવામાં આવે. તે જ તપ છે. તેને જ શાસ્ત્રીય સિદ્ધાંતની દ્રષ્ટિએ મોક્ષ કહેવાય. શાસ્ત્રીય સિદ્ધાંતની દ્રષ્ટિએ પણ મોક્ષ શું છે? જે અમન છે તે અમૃત છે અને બસ, તે જ મોક્ષ છે. એટલે જ્ઞાન, તમે જ્ઞાન સ્વરૂપમાં આવી ગયા, બસ, પૂરું થઈ ગયું. બહુ સ્પષ્ટતા જોઈશે આની અંદર. ગોળ ગોળ વાતો ના કરો. "મારે મોક્ષે જવું છે." એટલે શું કરવું? ભાઈ, તારે અહીં પાછું હજી તારે જવાનું બાકી રાખ્યું ને તે? હવે જવાનું બાકી રાખ્યું છે એટલે તારે પાછું આવવું પડશે. આ થાય છે આવાગમન. એટલે કહે છે કે ભાઈ, જે તું તારું મૂળ સ્વરૂપ છે એમાંથી ચાંચલ્ય જ જે છે ને તને અત્યારે જે કાંઈ, એ બધું જવા દે, એનો ત્યાગ કરી નાખે એટલે બસ, પૂરું થઈ ગયું તારું કામ.

શત્રુ રૂપી વાસનાને, વાસ ના. આ મન કે ચિત્ત ક્યાંય વસવું ના જોઈ, ક્યાંય અટકવું ના જોઈ, એમ કે એક ક્ષણ માત્ર માટે પણ નહીં. પછી ભલેને આખા બ્રહ્માંડના આંટા માર્યા જ કરે, માર્યા જ કરે, માર્યા જ કરે. કહેવાની વાત છે, કારણ કે જેવું તમે એ કર્યું પછી તો બ્રહ્માંડે નથી તો શેના આંટા મારવાના પડે? એટલે એ શાંત જ થઈ જાય. "હે નિષ્પાપ મુનિ!" જો, પોતાના શિષ્યને અને પુત્રને પણ શું સંબોધન કરે છે? "હે નિષ્પાપ મુનિ!" તમે કોઈને કહો કે "હે નિષ્પાપ!" તો એના બધા પાપ બળી જાય. તમે કહો કે "હે મુનિ!" તો મૌન જે છે સ્વરૂપ એનું એ પ્રગટ થઈ જાય એકદમ, કારણ કે આત્મા જ મુનિ છે, ક્યારેય બોલતો નથી. બધા કહે, "મારો આત્મા બોલ્યો." આ બધું વ્યવહારમાં હોય, ચાલે રાખે, એમ લોકો એ સમજે રાખે.

પુરુષાર્થ વડે મનને જે ઉદ્દેશ્યમાં સ્થિર કરો, તેને પ્રાપ્ત કરીને નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરું. જે નિર્વિકલ્પતા છે તે જ સમાધિ છે અને જો તમે સમાધિ કરશો તો નિર્વિકલ્પતા ઉત્પન્ન થઈ જશે. સમ આદિ, બધી આદિઓને સમ કરી નાખો. આદિ, વ્યાધિ, ઉપાધિ, બધું બરાબર. જે છે એ છે, બસ. જે બન્યું એ ન્યાય, એક્સેપ્ટન્સ, બસ, પૂરું થઈ ગયું. તો તમે સમાધિમાં જ છો અને સમાધિમાં છો એટલે તમે નિર્વિકલ્પ છો, કારણ કે સમ આધિનો કોઈ વિકલ્પ નથી. આત્માનો છે કોઈ વિકલ્પ? તો તમે સમાધિમાં ગયા એટલે તમે આત્મા છો, એ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ, બસ, પૂરું થઈ ગયું. એ અંતિમ છે. હવે એમાં કોઈ પાછું આમ પરિવર્તન થવાનું નથી, કામ પૂરું થઈ ગયું.

તેથી પ્રયત્નપૂર્વક ચિત્તને ચિત્તથી જ વશ કરીને, ચિત્તને ચિત્તથી જ વશ કરીને, શોક રહિત અવસ્થાના આશ્રય વડે આતંક રહિત થઈ જાવ. બોલો, સૌથી મોટા આતંકિત આતંકવાદીઓ કોણ છે? વૃત્તિઓ. અંદર પડેલી બધી ટેરરિસ્ટ વૃત્તિઓ જે છે તે સાચી ટેરરિસ્ટ છે અને એ જે ફેલાવે છે એ નર્યો આતંકવાદ છે જીવનમાં. નર્યો આતંક એને જ ફેલાયેલો. એક ક્ષણ માત્ર માટે માણસ પોતે સલામતીનો અનુભવ નથી કરી શકતો અને આત્મા તો "સબ સલામત!" બસ, બસ, એ સ્થિતિ છે. પછી એનું કાંઈ રહેતું નથી ત્યાં આગળ. આ સ્થિતિએ પહોંચી ગયા આપણે એટલે શાંતિ પ્રાપ્ત કરો. રોજ બોલીએ છીએ, "ઓમ શાંતિ શાંતિ શાંતિ." બોલીએ છીએ પણ ઊભા નથી રહેતા શાંતિમાં. આમ કર્યું નથી ને તરત આંખ ખોલી નથી ને પછી કે "પેલું કરવાનું છે, આ બાકી છે, તે બાકી." અલ્લા ભાઈ, શું કર્યું તે? છે ત્રીજી વખત શાંતિ બોલ્યા પછી તારે એમાં સરી જવાનું છે, તદરૂપ થઈ જવાનું છે એમાં, બસ, બીજું કંઈ નહીં.

બહુ અઘરી અઘરી સમાધિઓ ને આન તેને બધા શબ્દો ને જે કાંઈ છે ને બધું એ એ જ છે. યોગીઓને શોખ હોય એટલે બહુ મોટા મોટા શબ્દો વાપરે ને, "સમાધિ આમ તેમ બધું." અલે ભાઈ, આ સ્થિતિની વાત જ કરે છે, બીજું કંઈ નથી. એને પહોંચવા માટે આમ કરશે ને તેમ કરશે ને બધું જાતજાતનું જે કાંઈ શાસ્ત્ર વ્યવસ્થા છે એના પ્રમાણે એ બધું એનો રસ્તો છે, એ પ્રમાણે કરે છે. તારે શું કરવું છે? તો કે શાંતિ. તો કે બસ, એ છે જ, કહે છે, થઈ જા હવે. કહેતું ભગવાન કહે છે, "તથાસ્તુ." ત્રણ વાર બોલ અને પછી શાંત થઈ જા. વગર બોલે ભગવાન તને બધું આમ શાંતિ કરી દેશે, કારણ કે એ રાજી થાય ને કે "હાહા, આયો પાછો!" કેવો રાજી થાય! નીકળ્યો તો ભટકવા, આયો પાછો બાપને શાંતિ થઈ જાય, નિરાંતે ઊંઘી. નહીં તો રાતે નિશાચર ભટક ભટક ભટક ભટક.

બસ, વિષય વિકારોથી રહિત મન જ મનનો પૂર્ણ રીતે નિરોધ કરવા સમર્થ છે. વિષય ક્ષય વિકાર રહિત મન એ મનનો સંપૂર્ણ નિરોધ કરવા માટે સમર્થ છે. એક રાજાને પરાજિત કરવામાં એક રાજા જ સમર્થ છે. એક રાષ્ટ્રને પરાજિત કરવા માટે એક રાષ્ટ્ર સમર્થ હોય છે અથવા અસમર્થ હોય છે. પણ લડે બે રાષ્ટ્ર. અત્યારે એવું છે. પહેલા લડતા હતા બે રાજાઓ. એવી રીતે મન દ્વારા મન સાથે તમારે કરવાનું. પણ સામર્થ્યવાળું મન હશે તે પહેલા મનને, સંકલ્પ વિકલ્પવાળું મન છે તેને પરાજિત કરી દેશે. સંકલ્પ વિકલ્પવાળું મન છે ને એ પેલા કુતરા જેવું હશે. ઘડીમાં આમ દોડવા માંડે, ઘડીમાં આમ દોડે, ઘડીમાં આમ દોડે, ઘડીમાં આમ દોડે, એમ કરે, બરાબર? અને પછી આમ કરીને આમ પેલો સામર્થ્યવાન જાણે કે આમ આવીને પડે એની ઉપર એટલે પૂરું થઈ ગયું.

એની ભાગદોડ બધું બંધ થઈ જાય કે ના થઈ જાય, એટલે સામર્થ્ય કેળવવાનું છે, કોનું? મનનું. શેનાથી આવશે? સતશાસ્ત્ર, સદવિચાર અને સત્સંગ. જેવો સંસાર સાગરમાં પડીને, સંસાર છે અને સાગર છે, પડીને વમળોની ઝાળમાં ફસાવવાથી ઘડીમાં આમ ઘૂમે, ઘડીમાં આમ ઘૂમે. શું? પાછો આમ મોજું આવે એટલે આમ ક્યાનો ક્યાંય જઈને પડે. વળી પાછો ત્યારે ગોળ ગોળ ફરવા માંડે. ભૂલી જાય કાંઈ પહેલા અહીંયા હતું. હવે આવવાનો પ્રયત્ન કરે તોય પહોંચાય એવું નથી. હાથમાં કંઈ આવતું નથી અને જીવન પૂરું થઈ જાય. વળી પાછા બીજા જીવનમાં જાય, ચાલ્યા જ કરે. જાય એટલે આવવું પડે, એટલે પોતાના લક્ષ્યથી દૂર ભટકી ગયા છે. લક્ષ્ય શું છે? સ્વરૂપ. એ જ લક્ષ્ય, બીજું કંઈ નહીં. પછી હવે તમે નામ આપો આત્મા, પરમાત્મા, શિવ, સદાશિવ, જે કહેવું એ કીધા કરો. મા માંનતા હોય તો માતાજી, જગદંબા, જે કહેવું એ બધું.

પણ બધું ત્યાં ત્યાં જ છે. તેમને બચાવવા માટે વિષય વિકારોથી રહિત મન જ સમર્થ બને છે. તે જ નવકાનું રૂપ ધારણ કરીને પાર ઉતારી શકે છે. બોયન્સી આવી જાય. નવકા કેમ તરે છે સમુદ્રની અંદર? બાકીનું બધું ડૂબી જાય છે, કારણ કે બધું ભારે થઈ ગયું છે. "હું, હું" કરી કરીને એટલું વજન ભેગું કર્યું હોય, જેટલું મળ્યું એટલું ચડાવતો ગયો પોતાના માથે. શું? પોતાની પૂજા કર્યા કરે આખો દાડો. કેશનારાયણમાં પેલી જહાજમાં કઢું ગાંડી પૂજા બિલકુલ. તો મળ મફત કે 20 કોલરનું બાટલું, બાટ અહીં પડ્યું છે. તમારે જોતું હોય તો રાખો. પેલો માથે મૂકીને બેસી જાય, એના જેવું કરે રાખે છે માણસ. જેટલું મળ્યું એટલું ચડાવતો ગયો ઉપર અને પછી અસહ્ય થઈ જાય છે ને બધું.

"હે મુનિ, આ પ્રકારના વિકાર રહિત મન દ્વારા વિશાળ બંધન રૂપી જાળને કાપી નાખો. જાતે જ સંસાર સાગરથી પાર થઈ જાવ જાતે જ. ડોન્ટ વેઇટ. કોક આવશે ને મને કાંઈક કરશે અને પછી મારું કાંઈક થશે અને પછી હું ત્યાં જઈશ ને હું આમ પામીશ." નવ, સ્વયં વિકાર રહિત મન દ્વારા તમે આ કરી જ શકશો. તો મનમાંથી બધા વિકારોને વિદાય આપો, કાઢી નાખો. જાતે જ સંસાર સાગરથી પાર થઈ જાવ. બીજા કોઈક દ્વારા આ સંસાર સાગરને પાર કરી શકાતો નથી.

હવે આગળ કહે છે, બહુ સુંદર છે: "જ્યારે જ્યારે અંતઃકરણને આવૃત્ત કરી દેનારી મનરૂપી વાસનાનું પ્રાગટ્ય થાય છે, ત્યારે ત્યારે તેનો અંત કરી દેવો." ઊભું થાય ને ઓલવી કાઢવાનું, ઊભું થાય ને ઓલવી કાઢવાનું. તે જ્ઞાની પુરુષનું પરમ કર્તવ્ય બની જાય છે. પરમ કર્તવ્ય, કરવા યોગ્ય કાર્ય આ એક જ છે. જેવો વિકાર ઉત્પન્ન થાય, "નોય મારો, નય મારો. હું તો બ્રહ્મ છું, મારામાં હોય જ નહીં." કેમ કે તેમ કરવાથી અવિદ્યાનો નાશ થાય. "સૌપ્રથમ ભોગરૂપી વાસનાનો ત્યાગ કરો." જો આગળ પાછો આપણને પ્રેક્ટિકલ વે પણ બતાવે છે કે ભોગવવાની જે વૃત્તિ છે ને, રોગ પણ, દુઃખ પણ, એનો ત્યાગ કરો. સુખ પણ, રોગ પણ. લોકો રોગ પણ ભોગવતા હોય છે. તો કે એનો પણ ત્યાગ કરો કે ભોગવવું પડે. કોક પાછો કહે ને કે ભાઈ કર્યું હોય એટલે ભોગવવું પડે. તો પાછો પેલો આમ આમ કરે. અલે શું કરે છે એમ?

હા બોલાતું હશે કે આવામાં? એ ખોટી વાતમાં હા બોલ્યો ને પછી ભોગવો. તો આવી જાય. હા કર્યું તું ને એટલે કે લે આ તારું છે કે એડ્રેસ તારું લખેલું છે. કુદરત તો અહીં મોકલી આલશે. તેમાં ક્યું તું કહે છે મોકલાય છે ને? આપણે ફોનમાં વાત થતી હોય ઘણી વાર પણ સામે વાળી વ્યક્તિઓ અલગ અલગ એટલે આવા સ્તરની જ વાતો કરતી ને આપણે હા હા કરવી પડે એ બધી વાતોમાં. આવું જ થતું હોય ને આ બધી નિમ્ન સ્તરની મીન્સ આ રીતની બધી બાબતો ઘણી આ સંસારમાં તો આવું જ હોય, આ લોકો આમ જ કરે અને આપણે યસ હા હા હા કરીને બધી હા પુરાવતા. હા, ઘણા યસ યસ કરતા હોય છે, ઘણા હા હા કરતા હોય છે. પછી અમુક હતા ને તો પેલા મોટા ફોન પર આમ હમ્મ આમ કર્યા કરતા હતા. મેં જોયેલા એવા બધા. તો બધા ઇન્વિટેશનો મોકલે છે આમ કરી કરીને. બીજું કશું નથી. લોક કરવું જોઈએ એટલે ખોટી વાત ના.

એ તમે કરો કે ના કરો પણ એને મનથી ના હોવું જોઈએ. તમે જાગૃતિપૂર્વક કરો જે કંઈ કરો છો એ. તમે વ્યવહારિક વાતચીત પૂરતું જ કરો છો એવી જાગૃતિ તમારી રહે છે તે વખતે કે હું આત્મા છું અને હું તો મુક્ત છું. હું બોલતો નથી, કંઈ કરતો નથી, સંમતિ આપતો નથી, હા ય કહેતો નથી, ના ય કહેતો નથી. હું તો ન્યુટ્રલ પાવર છું. એવી જાગૃતિ છે? પછી તમે બોલો હા યસ યસ યસ યસ. વાસ્તવિકતા તો પણ તમે એ કરો છો એની પાછળનું કારણ શું છે ખબર છે? કે તમે દૂર છો, સામી વ્યક્તિને તમે જોતા નથી, ફક્ત સાંભળો છો. તો લાઈન પર તમે બની રહ્યા છો કે નહીં એ તમે એકનોલેજ કરવા પૂરતું એને હું હું કરો છો. તમે એને આવી રીતે સમજો પહેલા. પછી કરશો તો વાંધો નથી. બસ એટલા પૂરતું જ. વધારે શું કહેવામાં? આ આ તમે એમ કહેવા માંગો છો એટલે શું છે કે કમ્યુનિકેશન છે અને લાઈવ છે અને લાઈન ચાલુ છે અને તમે શ્રવણ કરી રહ્યા છો એટલું જ તમે હું હું કરીને કહેવા માંગો છો, નહીં કે એની કોક ગાંડી વાતની અંદર પણ તમે હા પાડો છો.

એવી સ્પષ્ટતા હોવી જરૂરી છે. તો તમે બંધનમાં આવશો નહીં. નહીં તો તો છે જ પછી લખચોરસી ફરો ગોળ ગોળ. કર ઘણા વાર ભ્રષ્ટાચાર કરવો જ જોઈએ આવી રીતે પૈસા મળે. આપણે એમ અમુક માન્યતા હોય ને, તમે હામી ભરી ને તો ફસાયા. હા કહી દીધું ને તો ફસાયા 100%. પછી એના પરિણામો ને એ બધું ચાલે. કર તમે મોકલ્યો ને રિસ્પોન્સ? ગયું ને? તો આવશે. આપણો નિયમ શું છે? જે મોકલશો એ પાછું આવશે. જશે એને આવવું પડશે. એક્શન અને રિએક્શન એ અંગ્રેજીમાં એવું જ કહે છે ને? તો રિએક્શન કેમ આપો છો? એ ત્યાંથી બોલે છે. તમારા રિએક્શન નહીં ને રિસ્પોન્સ નહીં, કશું નહીં. લાઈન પર બને રહો બસ, બીજું કંઈ નહીં. સુણો એની વાત. સુણવા યોગ્ય હોય એટલી વ્યવહારિક પૂરી કરીને પૂરી કરો. અરે યાર, તમે બિનજરૂરી વાતો કરવાથી પણ બચી જશો ફોનમાંથી ધીમે ધીમે જો.

આ વાતની ખબર પડશે, રોજના તમને 40 ફોન આવતા હશે અને બધામાં તમે હા કર્યા કરતા હશો, તો ચાર ફોન થઈ જશે આખા દિવસના, ધીરે ધીરે. એનું કારણ એ છે કે તમનેય વાતો કરવાનો વિષય છે અને એનેય વાતો કરવા માટે કોઈક જોઈએ છે. એટલે બે જણ એકલતા અનુભવ કરે. એટલે કે, "લાય, મને યાદ આવી કે જોડું." એમ કરીને જોડે. પાછા શું કરે છે? જોડે છે તમને પોતાની વાતમાં, પોતાના વિચારોમાં. સમજો અને તમે જોડાવ છો અને પાછા "હું હું" કર્યા કરો છો, પણ જાણો કે શું બની રહ્યું છે અને મુક્ત રહો એનાથી. હવે આવી સ્થિતિ થશે એટલે 40 ના ચાર જ ફોન થઈ જશે અને ધીમે ધીમે બંધ જ કરી દેશે. પછી 40 દિવસે કોઈક તમને યાદ કરે તો કરે. કેમ? તો કે, "એમની જોડે મજા નથી આવતી ફોન પર વાત બરાબર નથી."

પછી એવી રીતે મળવા જવાનું. તો પેલો 12 મહિનામાં બે વાર મળવા આવતો હોય. પહેલા તો કે, "તારા વગર ના ચાલે, ભાઈબંધ!" એટલે રોજ મળવા આવતો હોય. 10-10 વાગે એટલે બૈરીને ઊંઘાડી દે અને નીકળી પડે. બે જણા જોડાઈને એવું થાતું હતું. પછી ધીરે ધીરે તો કે, "ના, એ હમણાં બહુ એંગેજ રહે છે બીજે ક્યાંક. એટલે પછી મારે જરા ઓછું થાય છે એ બાજુ જવાનું." પછી અંતર વધતું જાય, વધતું જાય, વધતું જાય. પછી કે, "હવે 12 મહિને એક-બે વાર મળીએ છીએ બેસતા વર્ષે." એમ ના આવે એવા બધું પતી જાય પછી આવી જાય એકાદ દિવસ. હા, કેમ કે પાછો બેસતા વર્ષે તુંય એના સર્કલમાં હોય અને આય એના સર્કલમાં હોય. બધા વર્તુળો બનાવીને બેસી ગયા છે, ભાઈ, પોતપોતાના. તમેય ભમ્યા કરે બધા. અલ્યા, ભમવાનું બંધ થશે ને તે દા'ડે તારો પાર આવી જ જવાનો. ભમવાનું બંધ કર પહેલા શરીરથી, પછી મનથી.

બસ. પછી જે કંઈ છે તે સ્થિતિ આવીને બીજ રહી ગઈ છે. બીજું કંઈ નથી. ભમે છે એટલે ભટકે છે.

સૌપ્રથમ ભોગરૂપી વાસનાનો ત્યાગ કરો. "ભોગવવું છે," "ભોગવટો," "આ ભોગવવાનું" — આ બધું બંધ કરો. તમે મનમાંથી કાઢો. પછી જે કંઈ થાય છે એ વાત જુદી છે, પણ એ લાંબું નહીં ચાલે. પછી એ શાંત થઈ જશે. શરૂઆતમાં એવું લાગશે કે, "ઓ યાર, મેં તો આ કર્યું અને એકદમ આ કેટલું બધું આવ્યું ભોગવટો!" પણ ત્યાંથી પેલું એ છોડ્યું એકદમ કે આ બંધ થવાનું છે, તો હવે જેટલું પેસે એટલું પેસાડી દેવું કે એમ કરીને આવે અને શું હોય છે? એટલે પછી ભેદરૂપી વાસનાનો ત્યાગ કરો એટલે અભેદતાનો અનુભવ કરો. અભેદતાનો અનુભવ ક્યાં થશે? કેવળ આત્મા. તુંય આત્મા અને હુંય આત્મા. એક અને અભેદ છીએ એટલે ભેદ ગયો. અત્યાર સુધી ભેદ પાડતા હતા: "હું" અને "તું". એના "હું"ને તમે "તું" કહો છો. પેલો પોતાનો "હું" કહે છે. તમે અહીંયા "હું" કહો છો અને અહીંથી તમે એના "હું"ને તમે "તું" કહો છો.

સમજાયું? આપણે દ્રશ્ય જોઈએ તો જ "હું" અને "તું" આવે. દ્રશ્ય જ ન હોય તો પછી? પછી ક્યાં રહ્યું? આપણે બે દ્રશ્યમાં છીએ તો "હું" અને "તું". દ્રશ્ય જ નથી, હુંય નથી દ્રશ્યમાં, તમે દ્રશ્ય જ નથી, તો આ કાંઈ છે જ નહીં. તો તો કંઈ નથી. બસ, હું કેવળ હું અને એ બોલતો.

નથી પાછું આત્મા બોલે ત્યાર પછી કોઈ સાંભળ્યું. પ્રોજેક્ટ ત્યાર પછી ત્રીજા તબક્કે ભાવ અભાવનો ત્યાગ કર. જો, બહુ પ્રેક્ટિકલ સલાહ આપી છે અહીંયા એને પુત્રને. ભાવ અને અભાવ થવાના જે કાઈ હોય છે, એની પર તમે ધ્યાન આપો અને જુઓ કે આ ભાવ મારા નથી અને અભાવ પણ મારા નથી. ઉત્પન્ન થઈ રહ્યા છે અંદર પણ એને પરપોટા જેમ થાય છે સમુદ્રની અંદર કે પાણીની અંદર, એવી રીતે તમે જુઓ.

અને જ્યાં સુધી તપેલી છે ને પાણી છે, ત્યાં સુધી પરપોટો છે. જેવું અગ્નિ નીચે આપવાનો બંધ કરી દીધો, પરપોટા ધીમે ધીમે બંધ થઈ જશે. કા તો પાણી બધું ઉડી જશે અને વરાળ થઈ જશે, તોય પરપોટા બંધ થઈ. મહી મટીરિયલ જ ના હોય તો કાથી પરપોટો? વાસના જ ના હોય તો પછી વૃત્તિ જ ના હોય તો પછી ક્યાં દેકર ફોટો થવાનો? એટલે બધું ડિસ્ચાર્જ છે, કાઢી નાખો. નોય મારું. અને કહેતા હતા કે ડિસ્ચાર્જમાં આંગળી ગલાતી હશે કે કોઈ આમ આમ કર્યા કરતો હોય મને. તમે જો જો કર્યા કરવાના છે. તમ કેમ તે વખતે આમ મોડું ફેરવી કાઢો? એટલે ભાવ અને અભાવ બંનેનો ત્યાગ કરવો.

મનથી તમે શું કરો છો? મનસા સ્મરણ. મનથી સ્મરણ કરી કરીને પણ પાછું એ બધું ઉપાધિ લાવવો છો તમ. વરીને એમ કે કે, "મને તો આ બહુ ભાવે, મને તો આમ ભાવે. તે દાડે અમે ત્યાં ગયા હતા ને ત્યારે અમે આવું ખાધું તું ને આમ કર્યું કર્યું તું." ભાવ અભાવ. "મને આવું નહી ફાવે." બોલો, કેટલું બધું! હવે આત્માને તો ફાવવાનું, ના ફાવાનું, નાન તેને બધું કશું હોતું નથી. ના, બમય બધું લઈને બેઠો છે. પણ સમજવાનું છે અને પછી એનો ત્યાગ.

નિર્વિકલ્પ થઈને પૂર્ણ સુખી થાવ. જે નિર્વિકલ્પ છે, તે જ પૂર્ણ સુખી. સુખ એટલે દાદા એને સનાતન સુખ કહેતા હતા. સૌથી પહેલા પહેલી નાનકડી ચોપડી એમણે બહાર પાડી તી સનાતન સુખની. મને બરાબર યાદ છે, 80 પાના માડ હશે એની અંદર. એક્ઝેટ પ્રિન્સિપલસ બધા એની અંદર એમણે વાતો કરી દીધી તી સનાતન સુખની.

મનના વિનાશને જ અવિદ્યાનો વિનાશ કહ્યો છે. એટલે જ્યાં સુધી મન છે, ત્યાં સુધી અવિદ્યા ઊભી ને ઊભી છે એમ કહે છે. મન વડે જે કંઈ અનુભૂતિમાં આવે છે, તે બધામાં આસ્થા ક્યારેય ના થવા દેવી. મન વડે જે કાઈ અનુભૂતિમાં આવે છે, આ બહુ ગોહ્ય વાત છે એક. હવે ઓર ઊંડા ગયા છે. છેક તમારા જેને કહેવાય કે અનુભવના સ્તર ઉપરની જે કાઈ અટકણો છે, તેને દૂર કરી નાખવા માટે થઈને એ કહે છે કે મન વડે જે કાઈ ક્યારેય ના થવા દેવી આસ્થા.

તમે ત્યાં સ્થિર થઈ જાવ છો. આ ચોંટી ગયા પછી આસ્થા ચેનલ હોય છે, તેમાં જ ચાલ્યા કરે. બધા ચેનલમાં ચાલવું પડે ને ચેનલ જોવી પડે. આસ્થાનો ત્યાગ કરવો તે જ નિર્વાણ છે. આસ્થાને આશ્રિત રહેવું તે દુઃખ છે. જે પ્રજ્ઞા રહિત છે, તેમાં જ અવિદ્યા રહેલી છે. કેટલા પ્રોફાઉન્ડ સ્ટેટમેન્ટ બધા છે, જુઓ તમે! સમગ્ર સમ્યક પ્રજ્ઞાથી સંપન્ન મનુષ્ય નામ માત્રને માટે પણ ક્યાંય અવિદ્યાનો સ્વીકાર.

કરતો નથી અવિદ્યાનો સ્વીકાર. બંધ કરી દો આ દુઃખરૂપી કાંટાઓથી ઓત ભ્રોત સંસાર રૂપી ભ્રહ્મજાળમાંથી.

ત્યાં સુધી અવિદ્યા દેહધારીને નિરંતર ભમાવતી રહે છે, જ્યાં સુધી એનો નાશ કરનારી મોહનાશીની આત્મ સાક્ષાત્કારની ભાવના સ્વયં ઉત્પન્ન થતી નથી. સ્વયંભુ સ્વયંભુ છે. આત્મ સાક્ષાત્કાર કરવાની જે ભાવના છે, તે જેવી થશે એટલે આ બધું છૂટવાનું. બધું આમ એની મેળે બધું ગડગડ કરતું ગબડવા માડશે તમારી અંદરથી, ખાલી જ તવવા માટે તરત જ. એટલે ફક્ત આત્મ સાક્ષાત્કારની ભાવનાને જો તમે દરઢ કરી લીધી, તો પણ તમારું કામ સરળતાથી થઈ શકે છે.

આ અવિદ્યા જ્યારે પરમાત્મ તત્વ તરફ જુવે છે, ત્યારે એનો સ્વયં નાશ થઈ જાય છે. અવિદ્યાનો નાશ પણ કરવાનો હોતો નથી. જો, કેવી વાત છે! જે પરમાત્મા પ્રગટ થયા, પરમાત્મા! બસ, પૂરું થઈ ગયું. અવિદ્યાનો નાશ એટલે જેવું જ્ઞાન પ્રગટ થાશે, એટલે અજ્ઞાન નાશી જાય છે. હોતું જ નથી! તમે પ્રકાશ કરો એટલે અંધકારનું અસ્તિત્વ રહેતું નથી.

હું એને આ રીતે સમજ્યો હતો કે, એક અંધારા ઘોર રૂમની અંદર જેવા જઈએ તો ટોર્ચ કરો કે બેટરી કરો કે મીણબત્તી કરો કે દીપક સળગાવો. નાનો કોડીયું લઈને જાવ, ભલે આવડું અમથું હોય, પણ એટલા પ્રકાશની અંદર શું થાય છે? તો કે અંધકારનો નાશ થઈ જાય. પ્રકાશ તો આવી ગયો અમુક લયુમની હસ્તો. એવી રીતે અવિદ્યાનો નાશ થશે, જ્ઞાન ગ્રહણ કરવા માત્ર. અને તમે એવું ના વિચાર કરશો કે જ્ઞાન બિંદુ છે. બિંદુમાં સાગર ક્યારે થઈ જશે, ખબર નહીં પડે. બિંદુમાંથી સાગર ક્યારે થઈ જશે જ્ઞાનનો, ખબર નહીં પડે.

બસ, ત્યાં સ્થિરતા પકડો. તકલીફ આપણે શું છીએ કે, આ પકડીએ, પેલું પકડીએ, પેલું પકડીએ, બધું આમ આમ હજી આપણું આમ ચાલુ હોય છે. ના, જ્ઞાન કંઈ પણ એક પકડો, તમે તરી જશો. એટલે કીધું તું કે, "તું નામથી પણ પહોંચી જઈશ, તું ધ્યાનથી પણ પહોંચી જઈશ." આ બધા હાઈવે છે આત્મ સાક્ષાત્કારના. તમારે શું કરવું છે? તમારી પ્રકૃતિને અનુરૂપ જે હોય, એ તમે પકડો.

પેલાએ કર્યું છે એટલે હું કહું. પણ પેલો અને તું તો હજી તો દ્વંધ ઊભું છે, અને આની અંદર સરખામણી ના હોય, આમાં હરીફાઈ ના હોય, હોસા તુસી ના હોય. તમને એમ થાય કે હું હમણાં પહોંચું છું, અને પેલો છે તો તરત પહોંચી જાય ગમે ત્યારે ે પાંચ મિનિટની અંદર. અને તમારા 70 જન્મો બાંધીને બેઠા હોય, તમે કેમના પહોંચવાના?

પણ જો જ્ઞાનમાં સ્થિર થઈ ગયા, તો બધા બધા ભવ ઉડી જશે તમારા. ભવ કેમ કરવા પડે? ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી ભવ છે.

પાછા બધા ત્રણ પ્રકારની શક્તિ શોધવા જાય: ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. બીજું કાંઈ નથી. જ્ઞાનમાં બધું જ આવી જાય નિહિત. પરમાત્મામાં બધું હોય. જ્ઞાન પરમાત્મા છે, પરમાત્મા જ્ઞાન છે. બંને અભિન્ન છે, એકબીજાથી જુદું પાડી શકાય જ નહીં. અજ્ઞાની પરમાત્મા હોઈ શકો ખર? ક્યાય સાંભળ્યું છે, ભાઈ? અબોધ પરમાત્મા માટે ભાવ અને અભાવ.

બંનેનો ત્યાગ કરીને નિર્વિકલ્પ થઈને પૂર્ણ સુખી થઈ જાઓ. મનના વિનાશને જ અવિદ્યાનો વિનાશ કહ્યો છે. મન વડે જે કંઈ અનુભૂતિમાં આવે છે, તે બધામાં ક્યારેય આસ્થા ન કરવી અને આસ્થાનો ત્યાગ કરવો એને નિર્વાણ કહેલું છે. આસ્થાને આશ્રિત રહેવું એ દુઃખ છે. ક્યાંક બંધાયેલા રહેશો તમે, આસ્થા છે ને એટલે. જ્યાં જ્યાં આસ્થા છે, ત્યાં ત્યાં તમે બંધાયેલા છો એમ પણ તમે જાણી શકો છો. શોધવા માંડો હવે ક્યાં ક્યાં આસ્થા છે તમારી. મારામાં છે તો મારાસાથે બંધાયેલા છો. આ સત્ય કહી દઉં છું, પણ મેં તો ડિક્લેર કર્યું છે કે હું નથી એટલે તમે બધા છૂટા છો.

જે પ્રજ્ઞા રહિત છે, તેનામાં જ અવિદ્યા રહેલી છે. સમ્યક પ્રજ્ઞાથી સંપન્ન મનુષ્ય ના માત્રને માટે પણ ક્યાંય અવિદ્યાનો સ્વીકાર કરતો નથી. એટલે હવે શંકા ન કરતા. દાદાએ મારી પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી આપી હતી કે નોતી કરી આપી? અને કામ કરે છે અત્યારે કે નથી કરતી? જો તું આત્મા છું તો આ બધું બાજુ પર મૂકી દે. આ એક જ છે અને એને પકડવાનુંય નથી. "હું આત્મા છું" એમ બસ એમાં સ્થિર થઈ શાંત થઈ. આટલી જ વાત, બીજું કંઈ નથી. તને કેવળ જ્ઞાન પહોંચાડી દે છે. બતાવ્યું ને હમણાં કે તારો બિંદુ ક્યારે સાગર થશે, ખબર નહીં પડે. જાણવું છે? શું જાણવું છે? કેટલું જાણવું છે? આ જાણપણું શું છે? બેસીને વિચાર.

આ દુઃખરૂપી કાંટાઓથી ઓતપ્રોત સંસારરૂપી ભ્રમજાળમાં જ્યાં સુધી, ત્યાં સુધી અવિદ્યા દેહધારીને નિરંતર ભમાવતી રહેશે, જ્યાં સુધી એનો નાશ કરનારી, મોહનાશીની, મોહનો નાશ કરનારી ભાવના સ્વયં ઉત્પન્ન થતી નથી. કેવળ ઈચ્છા જ અવિદ્યાનું સ્વરૂપ છે અને ઈચ્છાનો પૂર્ણપણે નાશ એટલે મોક્ષ. હે મુનિ, ઈચ્છાનો વિરામ ત્યારે થાય છે જ્યારે સંકલ્પ સંપૂર્ણ રીતે નાશ પામે છે, નહીં તો ઈચ્છાનો નાશ શક્ય નથી.

ચિત્તરૂપી સૂર્યના પ્રકાશથી કલિરુપી અંધકાર ક્ષીણ થઈ જાય છે. જ્યારે ચિત્ત વિષયવાસનાનો ત્યાગ કરી દે છે અને સર્વત્ર ગમન કરનારું બની જાય છે, ત્યારે તેની અનિર્વચનીય અવસ્થા થાય છે. તેને જ આત્મા અને પરમાત્મા કહેવાયું છે. ખરેખર આ સર્વ કાંઈ બ્રહ્મ જ છે. જે કાંઈ છે તે બ્રહ્મ જ છે. એને વસ્તુ રૂપે જોવાનું બંધ કરો, દ્રશ્ય રૂપે જોવાનું બંધ કરો, સંકલ્પ રૂપે જોવાનું બંધ કરો. નક્કી કરો છો ને કે આ રૂમાલ છે, આ તકિયો છે. બ્રહ્મ છે તે નિત્ય અને ચિદઘનરૂપ છે અને તે જ અવ્યય છે. તેના સિવાયનું જે મન નામે ઓળખાય છે, તેનું અસ્તિત્વ છે જ નહીં. જેનું અસ્તિત્વ નથી તેને તમે આમ નામ આપો છો ને, આમ કરો છો ને, તેમ કરો છો, તો ભૂતકાળ જ પેદા કરો છો ને તમે? અને પછી ભયભીત થઈને ફર્યા કરો છો. એ તો ભ્રમ માત્ર છે, તમારો ભ્રમ છે, ભ્રમ. આ ત્રણેય લોકમાં નથી તો કોઈનો જન્મ થતો.

જો હવે એ ફાઇનલ વાત કરી દે. શા માટે તમને કહેતો હતો કે હું નથી? આ જ્ઞાન મને કેવી રીતે આમ એમાંથી યોગ વશિષ્ઠમાંથી?

આમ આવ્યું કે કોઈનો જન્મ થતો જ નથી કે નથી કોઈનું મૃત્યુ થતું. એટલે જે કંઈ થઈ રહ્યું છે એ વાસ્તવમાં તો થતું જ નથી, આભાસી છે. "થયું છે" એવું લાગે છે. "પેલો મરી ગયો" એવું લાગે છે. "પેલો માંદો પડ્યો" એવું લાગે છે. "પેલો જન્મ્યો" એવું લાગે છે. કંઈ થયું નથી, કે છે જ્ઞાનીની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, પરમાત્માની દ્રષ્ટિએ. હવે તમે સાચી દ્રષ્ટિથી જુઓ છો કે પરમાત્મા દ્રષ્ટિ સાચી છે, તો જ્ઞાની આ કહે છે કે કોઈનો જન્મ થયો જ નથી કે કોઈનું મૃત્યુ પણ નથી થયું.

આ ત્રણેય લોકમાં પાછો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેયની અંદર જો તમારી મારી કલ્પનામાં સ્વર્ગમાં દેવો છે, તો જ્ઞાની કહે છે કે સ્વર્ગ પણ નથી ને દેવો પણ નથી. પૃથ્વી પણ નથી ને મનુષ્યો પણ નથી. જંતુઓ, જાનવરો કશું નથી અને પાતાળે નથી તો નથી નાગ, સાપ કે નથી કોઈ અસુરો. કશું છે જ નહીં. જે કાંઈ છે કેવળ બ્રહ્મ જ છે અને આજ પરમ સત્ય છે. એને એમ તું જાણ, એનો અનુભવ કર. એને આત્મસાક્ષાત્કાર કહેવાય છે.

આ જે બધા ભાવો દ્રષ્ટિગોચર થાય, તમે જુઓ છો વસ્તુ ના, આ તમારા ભાવો છે જે કોન્સન્ટ્રેટ થઈ અને જેને શું કહેવાય કે આપણે ગચ્ચું બનીને બેઠા છે. તમારી વૃત્તિઓ છે આ બધી. સામે જુઓ છો તે વસ્તુઓ નથી. આ કોન્સન્ટ્રેટેડ ફોર્મ છે તમારા ભાવના. આકાર આપ્યો છે તમે. આ બધા અસ્તિત્વહીન છે, છે જ નહીં. માત્ર આભાસરૂપ સર્વવ્યાપી અવ્યય અને ચિત્તના વિષયોનું અનુગમન કરનાર કેવળ ચિન્નમાત્ર નિજ સત્તા અહીં વિદ્યમાન છે. તે નિત્ય, સર્વવ્યાપ, શુદ્ધ, ચિન્નમાત્ર, ઉપદ્રવ રહિત, શાંત સ્વરૂપ અને સમરૂપમાં રહેલું વિકાર રહિત સ્વયં ચિત્ત સ્વભાવને અનુસાર સંકલ્પ પૂર્વક ગમન કરે છે.

ચિત્તની તે સંકલ્પરૂપ અવસ્થા સ્વયં નિર્દોષ હોવા છતાં મનન કરવાને કારણે મન કહેવાય. એક વખત હશે તો એ ચિત્ત છે. બીજી વખત સ્મૃતિમાં તમે લાવ્યા અને એને પાછી તમે જોઈ એટલે એને મન બન્યું અને પછી એને મનન કહેવાય. તો મન એ ટેવ છે. તમે એને એવું પણ સમજો કે જે મન છે તે તમારી જ સુટેવો અને કુટેવોનું બંડલ છે, પેકેજ. આજકાલ પેકેજિંગ બહુ ચાલે છે. જાતજાતના પેકેજ અને બધા બહુ જાતના બંડલ વેચાય છે. આજકાલ તો બધેય પેકેજમાં આપે, પાછું ઓફરો કાઢે લોકો. "મારું પેકેજ લો." એ વેચે છે અને વહેંચે છે પેકેજો.

આને કારણે સંકલ્પ દ્વારા સિદ્ધ મન સંકલ્પ દ્વારા જ નષ્ટ થાય છે. "હું બ્રહ્મ નથી" એવો સુદ્રઢ સંકલ્પ સ્થિર થઈ જતાં મન બંધનગ્રસ્ત રહેતો નથી અને "આ સર્વ કાંઈ છે તે બ્રહ્મ, બ્રહ્મ જ છે" એવો દ્રઢ નિશ્ચયુક્ત સંકલ્પ થતાં મન મુક્તિ પ્રાપ્ત કરી લે. "હું બ્રહ્મ છું" નિશ્ચય પૂર્વકનો એક વન ફાઇનલ એન્ડ ધેટ્સ ઈટ. પછી એનો પણ ત્યાગ. પછી અનુભવ શરૂ થાય. એટલા માટે એનો ત્યાગ કરવાનો, કારણ કે જ્યાં સુધી તમે સંકલ્પ રિપીટ, રિપીટ, રિપીટ કર્યા કરતા હશો ત્યાં સુધી અનુભવ શરૂ નહીં થાય.

આટલા બધા દાદાને મહાત્માઓ બધા કેટલું જ્ઞાન દીધું! દાદાએ કહ્યું હતું કે "હું શુદ્ધ આત્મા છું." આ જ્ઞાન તને આપ્યું. હવે એની માળા ના ફેરવીશ, એનો જપ કરવા ના બેસીશ કે બહુ પહેલા મને આ બરાબર સ્પષ્ટ યાદ છે. અનુભવ શરૂ થશે. કોણ અનુભવ કરે છે? કેટલા અનુભવ કરે? વિચારણીય બાબત છે ને! એટલે કહેતા હતા કે આ અમે આપી ચોપડવાની ને તમે પી ગયા. દવા તો એક જ હોય છે, એપ્લિકેશન જુદી થઈ ગઈ. કરવાનું હતું કંઈક ને થઈ ગયું કાંઈક અને પછી બસ પરિણામ પામ્યું કંઈક. સમજાયું?

ચિત્તના વિષયનું અનુગમન કરનાર કેવળ ચિન્નમાત્રની જ સત્તા અહીંયા વિદ્યમાન છે. બસ એ અનુભવ. એટલે ચિત્તની તે સંકલ્પ પૂર્વક અવસ્થા સ્વયં નિર્દોષ હોવા છતાં મનન કર્યા કરવાના કારણે મન કહેવાય છે અને એ તમારું મન છે એટલે રિપીટ, રિપીટ, રિપીટ કરો છો ને એ બંધ કરો. દ્વારા નષ્ટ થઈ જશે. "હું ક્ષીણકાય છું, દુઃખોથી ગ્રસ્ત છું, હું હાથ પગથી યુક્ત છું" એવા ભાવયુક્ત વ્યવહારથી પ્રાણી બંધનગ્રસ્ત બને છે. પછી પાછો એફર્મેશન કર્યા કરે, "હું દુઃખી નથી, હું શરીર નથી." "આત્મનિષ્ઠ મારામાં વળી બંધન કેવું? હું આત્મનિષ્ઠ છું તો મારે શેનું બંધન?" એ પ્રકારના વ્યવહારથી ઓતપ્રોત મન મુક્તિ પ્રાપ્ત કરે છે.

"હું માસ નથી, અસ્થિ નથી" એવો નિશ્ચય કરી લેવાથી જેના અંતરમાંથી અવિદ્યાનો નાશ થઈ ગયો છે તેઓ મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરે. અનાત્મ પદાર્થોમાં આત્મભાવ થવો એ અવિદ્યાજન્ય કલ્પના છે. ઓશિકાની અંદર તમે બ્રહ્મ ખોળ્યા કરો છો એના જેવું. "મને આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે" એમ કર્યા કરો. અભ્યાસ અને વૈરાગ્યનો આશ્રય મેળવીને બુદ્ધિમત્તાપૂર્વક પુરુષાર્થથી ભોગોની આકાંક્ષાને છોડીને નિર્વિકલ્પ થઈ જા અને પૂર્ણ સુખી થા.

"મારો પુત્ર, મારું ધન, આ હું, આ મારું" આ બધી વાસનાઓ છે. એનો પ્રપંચ જાળ ફેલાવીને વિવિધ ક્રીડાઓ કર્યા જ કરે. તું અજ્ઞાની ના બન, જ્ઞાનવાન બન. સઘળી સાંસારિક ભાવનાઓને છોડી દે. તો ચવાણાની એ પણ ઈચ્છા થઈ છે કે છે દર્શન કરવાની ઈચ્છા થાય છે લોકોને. દર્શન કરવાની સઘળી સાંસારિક ભાવનાઓને છોડી દે. અનાત્મ વિષયોમાં આત્મભાવનાથી યુક્ત બની અને મૂર્ખાઓની જેમ કેમ રડ્યા કરો? આ માસનું પિંડ, અશુદ્ધ, મૂગ, જળ શરીર તારું કોણ છે જેના માટે પર્વશ બનીને તું સુખ દુઃખથી અભિભૂત થઈ રહ્યો છો? અરે, કેવું આશ્ચર્ય છે કે જે અવિનાશી બ્રહ્મ સત્ય છે તેને જ મનુષ્યો ભૂલી જાય છે. બાકી બધું યાદ કર્યા કરે, બહુ બધું બાકીનું યાદ છે. આ એક જ વસ્તુ ભૂલી ગયા છે.

તું તારા કર્તવ્ય કર્મોમાં સ્થિર રહે. મનને રાગાનુરક્ત ન બનાવ. અરે, આ કેવા આશ્ચર્યની વાત છે કે કમળના નાળના તંતુઓને રસ્સી માનીને તું એનાથી પર્વતો બાંધી રહ્યો છે! કમળ નાળના તંતુઓ કેટલા પાતળા હોય! એનાથી તું દોરડી બનાવે છે, એને તું દોરડી માને છે અને તંતુઓને તું પર્વતો બાંધે છે અને પછી ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો ખસવાનો છે પર્વત? અસ્તિત્વ રહિત.

જે અવિદ્યા છે, વિચિત્ર વાત લાગે છે. હવે અસ્તિત્વ રહિત જે અવિદ્યા છે, એમાં તમને શું લાગે? પહેલા તો કહી દીધું કે અસ્તિત્વ રહિત, પછી અવિદ્યા છે એવું ક્યાંથી બોલાય? અસ્તિત્વ રહિત છે તો અવિદ્યા છે એવું કેવી રીતે કહી શકો તમે? પહેલા ઉડાડી દીધી છે અને પછી કહે છે કે, "ના, અસ્તિત્વ રહિત અવિદ્યા દ્વારા આ વિવિધ રૂપાત્મક જગત અભિભૂત થઈ રહ્યું છે." આ છે એવી માન્યતા તમારી ઊભી થઈ છે, એના આધારે આ જગત છે એમ તમે પકડી રાખ્યું છે. આ જગત નહીં તો ક્યારનું ઓગળી ગયું હોત, એટલે તમારું તો પતી જ ગયું હોત. તમારો આત્મસાક્ષાત્કાર તમે રોકી રાખ્યો. પાછા પ્રાર્થના કરે, "ભગવાન મને આપજે, મને આપજે." ભગવાન કહે, "લે તાર, લેતો જા." ભગવાન તો કંઈ કરે નહીં, એટલે પછી એજન્સી રાખી છે ને એમને? ઈશ્વર, વ્યવસ્થિત, કુદરત બધું. કહે કે, "તારે જેટલું જોઈએ એટલું આપીશ, કારણ કે તું ભગવાન છે ને, તે ઈચ્છા કરી છે ભાઈ, મારે તો તને પહોંચાડવું પડે ને?" બોલો, આવી ફસામણ થઈ ગઈ છે હવે જબરજસ્ત, ના પૂછવાની વાત.

આખું જગત આમાં અભિભૂત છે, કોઈ બાકી નથી, કોઈ બાકી નથી. તે અવિદ્યાના પ્રભાવથી તૃણવત્ તુચ્છ, તણખલાથીયે તુચ્છ છે કે આ જગત. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ રૂપી ત્રણ અવસ્થાઓવાળું જગત વજ્ર જેવું લાગે છે. વાસ્તવમાં છે જ નહીં, આકાશ જેવું છે બધું. જો તું આત્મા છો, તું આરપાર છું એમ જગતની. એટલે કીધું કે પાર છું તું જગત. નિયમ પંચમ અધ્યાય. ફરી મહર્ષિ પ્રભુએ કહ્યું, "મેં કહેલા વચનોને તું બરાબર સાંભળ. અજ્ઞાન અને જ્ઞાન બંનેની સાત સાત ભૂમિકાઓ. એમની વચ્ચે અનેક બીજીયે ભૂમિકાઓ પેદા થાય છે." સ્ટેપમાંથી પેલું બહુ મોટું હોય તો વચ્ચે તમે એક પાછું બીજું સ્ટેપ કરો ને, એવી રીતના પ્રગટ થાય, કારણ કે તમે સારી રીતે એમ કરી શકો મુવમેન્ટ એટલા માટે.

અહમભાવ જ મૂળ રૂપે અલગ કરનાર છે. પરમાત્મા હતો અને જીવ થયો, વચ્ચે અહંકાર ઊભો હતો ત્યારે આવું થયું. પહાડ જેવો થઈ ગયો, એકદમ ઊંચો. એ અહંકાર સ્વરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે. શુદ્ધ સત્તારૂપ બોધ આત્માનું રૂપ છે. શુદ્ધ સત્તારૂપ બોધ સ્વયં બસ એ અનુભવ છે. જે આ બોધની અવસ્થામાંથી વિચલિત થતા નથી, તેવી સાધનોને અજ્ઞાનથી ઉત્પન્ન રાગ-દ્વેષ વડે દૂષિત વિકારો પ્રભાવિત કરી શકતા નથી. એક વખત સ્થિર થઈ ગયા આત્માની અંદર, પછી આ બધું કશું થવાનું નથી. કોઈ ક્રોધ આવવાનો નથી ને રાગે થવાનો નથી ને દ્વેષે થવાનો નથી, કશુંય નથી. તું પહેલા આત્મા થઈ જા ભાઈ અને ઓલરેડી તું છું એનો અનુભવ કરવા માટે. આત્મસ્વરૂપથી વિચલિત થઈને વાસનાત્મક રૂપમાં ચિત્તમાં ડૂબવું, એનાથી વિશેષ મોહ ભૂતકાળમાં હતો નહીં, છે નહીં ને થશે પણ નહીં. આ મોહ હતો. પરમાત્મ તત્વ પણ પરમાત્માપણું છોડી દઈને મોહ પેદા કર્યો અહંકારના આધારે અને પછી આ ભટકવાનો ચાલુ થયો.

"હું, મારું, આ જોઈશે, એ પેલું જોઈશે, એ મારું છે." રોગે મારા, દુઃખે મારા, કરી કરીને કોટે વળગાડ્યા. ભયંકર ભૂલ થઈ.

જેનું અસ્તિત્વ નથી એવા અજ્ઞાનને તમે સ્વીકાર કર્યો કે અજ્ઞાન છે. જેનું અસ્તિત્વ નથી એવા જગતનો તમે સ્વીકાર કર્યો કે આ જગત છે. અને એટલા જોરથી સ્વીકાર કર્યો કે આ દિવાલો બની ગઈ જડ બધી, દેહ બની ગયો જડ. ત્યાં સુધીને આપણે પહોંચી ગયા. કેટલી ભયંકર ભૂલ થઈ છે વિચારો. તે દ્વસ્ત મનના આકારવાળી સ્વરૂપ સ્થિતિ કહેવાય છે. પથ્થરની શિલાની જેમ બધા સંકલ્પો બરાબર શાંત થઈ જાય, ત્યારે જાગ્રત, સ્વપ્ન અને અવસ્થાથી પર મુક્ત થયેલી એવી અવિચળ, જેમાં ચળવિચળ હોય એવી નહીં, અવિચળ પરાઅવસ્થા હોય છે. સ્પંદન રહિત, કોઈ વાઈબ્રેશન નહીં. તે સ્વરૂપ સ્થિતિ છે. વાઈબ્રેશનોમાં જ હજી તો ફરે છે, તો ત્યાં ક્યારે પહોંચીશ? છેલ્લું વાઈબ્રેશન પણ બંધ થઈ જશે, ત્યારે અહમભાવ ક્ષીણ થઈ જતાં શાંતચ ચેતન તથા ભેદભાવથી રહિત ચિત્તની સ્થિતિને સ્વરૂપ અવસ્થા કહેવાય.

હવે આગળ કહે છે, આ જે રોગ છે ને ભવરોગ, તેનું મૂળ કારણ મોહ છે. તે સાત પ્રકારનો: એક બીજ જાગ્રત, બીજો જાગ્રત, ત્રીજો મહાજાગ્રત, પછી જાગ્રત સ્વપ્ન, જાગ્રત સ્વપ્ન પછી સ્વપ્ન અને પછી સ્વપ્ન જાગ્રત અને છેલ્લે જે છે તે સુષુપ્ત. આ બધું પરસ્પર મળીને અસંખ્ય રૂપો ધારણ કરે છે. તેમના અલગ અલગ લક્ષણો છે, તે સાંભળો. જાણી જશો તો રોગ દૂર થઈ જશે. તમે એનો જાણીને ત્યાગ કરો એમ કહે છે અજ્ઞાનનો પણ. આ બધું અજ્ઞાન છે એવું ખબર પડશે, ત્યારે તમે એનો ત્યાગ કરી શકશો. એટલા માટે કીધું, "પ્રથમ બીજ જાગ્રત અવસ્થા નામ રહિત હોય છે. નિર્મળ ચિત્તની અવસ્થા તે ભવિષ્યમાં થનારી ચિત્ત, જીવ વગેરેના શબ્દાર્થવાળી અવસ્થા છે. તે બીજ રૂપમાં રહેલી જાગ્રત અવસ્થાને બીજ જાગ્રત કહી છે." એની અંદર જેવું બીજ પડે એટલે તરત પાછું ચાલુ સંસાર એમ. તે જ્ઞાતાની નૂતન અવસ્થા છે.

હવે જાગ્રતની સ્થિતિ સાંભળો. નવજાત જીવના અંતરંગમાં, નવજાત, નવો નવો આવ્યો હોય એના અંતરંગમાં, "આ હું છું, આ મારું છે" એવો પ્રત્યય જ્ઞાન જે જન્મ પૂર્વે ન હતું. મોહની બીજી અવસ્થા જાગ્રત છે. નાનું છોકરું હોય ને, ધીરે ધીરે કેવું આમ પકડે છે, "આ હું છું, આ મારું છે" કરે જ કરે. પછી એ ચાલુ ને ચાલુ જ રહી ગયું એનું એમ. એમાંથી મોટો જ ના થયો. મોહની વિચિત્રતા જુઓ આ, "આ તે છે, આ હું છું, તે મારું છે." સાતમી વિભક્તિ ને પેલું બધું શું શું બોલ બોલ કરે છે? "આઈ, વી" એવું હતું ને? "યુ, યુ, હી, શી, ઈટ અને ધે." બોલો લો, આ જ્ઞાન કહે છે. આ જ્ઞાન છે કે અજ્ઞાન છે? ભેદ પાડે ને કેટલા બધા પાડે. "તે મારું છે" વગેરે ભાવનાઓ પૂર્વજન્મના સંસ્કાર સાથે ઉદય પામે. એટલે છોકરો એવું વધારે કર્યા કરે, આમ પકડે, ખેંચે, છોડે નહીં જટ દઈને. અને તમે છોડાવા જાવ ને, તો મારી બેસે.

હિંસક હોય. સંસ્કારમય જૂનો પડેલો છે હિંસાનો. એકદમ જાગૃત થઈ જાય, ફટ દઈને મારી બેસે. ખબર ના હોય કે આ પપ્પા છે કે મમ્મી છે. જરાક કામ કરીને દબાવો.

છો, એટલે ખબર પડે પછી કોઈ છોકરા કેવું કરત. પછી એ મોહની અવસ્થા તમારી અને એની તિરસ્કાર. પણ એ મોહ છે તે મહાજાગ્રત અવસ્થા છે. અરૂઢ અથવા રૂઢ એટલે કે પ્રચલિત અથવા અપ્રચલિત અને તન્મયાત્મક મનની કાલ્પનિક રચના કે જે જાગ્રતમાં હોય છે, તે "જાગ્રત સ્વપ્ન" કહેવાય.

બેઠા બેઠા આમ કરે, પ્લાન કરે છે. શું કરે છે? કાગળમાં નહીં, બસ આમ રેખાચિત્રો દોરાઈ જાય. આમ થઈ જાય, તેમ થઈ જાય. આમ કરવું, તેમ કરવું – બધી જાતનું પ્લાનિંગ તે જાગૃત સ્વપ્નમાં થાય છે. પ્લાનિંગ શું છે? જાગૃત સ્વપ્નમાં પ્લાનિંગ થાય.

એક ચંદ્રની જગ્યાએ બે ચંદ્ર, છીપમાં ચાંદી, મૃગ મરીચિકામાં જળ વગેરે આભાસ થવા તે જાગરતમાં અભ્યાસ પામેલા મનની જાગરત સ્વપ્ન અવસ્થાઓ છે. તેમાં અનેક પ્રકારનો મોહ હોય, જેમાં થોડા સમય પૂર્વે જોયેલું દ્રશ્ય ફરી ના દેખાય અને જાગ્યા પછી તે દ્રશ્યની સ્મૃતિ માત્ર રહે, તે અવસ્થાને "સ્વપ્ન" કહેવાય.

આમ હતા, કંઈક દેખાવા માંડ્યું. પછી જાગ્યા અને પછી એની ખાલી સ્મૃતિ રહી ગઈ. "હું તો ઉડતો હતો!" નહિતર ઘણાને તો એમ થાય કે "હું કૂતરો હતો." સ્વપ્નો છે ભાઈ, કુછ ભી હો શકતા. હવે એની સ્મૃતિ રહી ગઈ, પણ એ સ્વપ્ન "હું કૂતરો હતો" એની સ્મૃતિ ક્યાંથી આવી? સ્વપ્ન ક્યાંથી આવ્યું? પૂર્વે સંકલ્પિતો કંઈક સંસ્કાર એનો પડેલો હતો. અત્યારે એ ફૂટી નીકળ્યો છે, બીજમાંથી વૃક્ષ બની ગયો છે ને એને એવું દેખાય છે તે વખત. એટલે સ્વપ્નાને જોઈને ભડકવાનું બંધ કરો. "આ સંસ્કારો નય મારા, આ સ્વપ્ના નોય મારા."

પૂરી રીતે વિકસ્યું ન હોય તેવું સ્વપ્ન કે જે અનેક ક્રિયાકલાપો દ્વારા લાંબા સમય સુધી ટકી રહે અને જે જાગરતની જેમ જ ઉદય પામે અથવા જાગતા પણ સ્વપ્ન દેખાય, એવી અવસ્થાને "સ્વપ્ન જાગ્રત" કહેવામાં આવે છે. મોહ નિદ્રાની અંદર ઉત્પન્ન થનારું આ જે છે, તેને "સ્વપ્ન જાગ્રત" કહેવાય.

માણસ આમ બેઠો હોય, બેઠા બેઠા આમ ડ્રીમ કરવાનું ચાલુ કરે છે બધું કે "હું ડ્રિંક કરું છું ને મસ્ત થઈને ફરું છું." તે પછી લાંબો ટાઈમ સુધી એ જ નશામાં હોય, ઊભો થયો હોય તોય તરફ વાસ્તવમાં પીધું હોય એવો મોહ છે. એટલે મોહને દારૂ કીધો, કેફ ચડે એનો.

આ છ અવસ્થાઓનો ત્યાગ કરી અને જીવ જડાત્મક સ્થિતિમાં સ્થિર થાય, તે વીતી ગયેલા દુઃખના બોધવાળી અવસ્થાને "સુષુપ્તિ" કહે છે. તે સ્થિતિમાં આ સંસાર આંતરિક અંધકારમાં વિલીન થઈ જાય તે વખત. સુષુપ્તિમાં પછી કશું એને દેખાતું હોતું નથી.

દ્વેજ, મેં તમને અજ્ઞાનજનિત મોહની સાત ભૂમિકાઓ જણાવી. એમાંની પ્રત્યેક ભૂમિકા વિભિન્ન ઐશ્વર્યથી યુક્ત છે. ઐશ્વર્યથી યુક્ત છે, વિભિન્ન અવસ્થાઓના રૂપમાં વિવિધ રૂપો ધારણ કરે છે. આત્મા અરૂપી છે, આ બધા રૂપી છે. આ રૂપો દ્રશ્યમાન જગત છે, જગત છે નહીં એમાં દેખાય છે આપણને આ બધું. વિચાર કરો, શું થઈ રહ્યું છે આ બધું? કેવળ અવિદ્યા આભાસ અને તે પણ આવો સોલિડ કે દિવાલમાં તમે આમ પસાર નથી થઈ શકતા. બારણામાંથી જ જવું પડે એવું જગત બનાવ્યું. સમજાયું કંઈ? દિવાલમાંથી આરપાર જઈ શકે એવો છે તું અને બારણામાં જ જાય છે. બારીમાંથી ઘરમાં આવે છે અને પછી બારણું ખોલે છે કે "બીજા અંદર આવો, આવો" એમ કરતો ચાવી ખોવાય તારે શું કરે?

નિષ્પાપ, હવે હું તને જ્ઞાનની સાત ભૂમિકાઓ કહું છું. જેમને જાણી લીધા પછી મનુષ્ય મોહરૂપી કાદવમાં ફસાતો નથી. તો જ્ઞાનની સાત ભૂમિકાઓ ગ્રહણ કરી લો. જ્ઞાનીઓએ યોગ ભૂમિકાના અનેક ભેદ બતાવેલા છે. યોગની ભૂમિકાઓ છે આમ. આ યોગ પણ પાછું કલ્પિત છે હો. આત્મા સિવાય બાકીનું બધું કલ્પનાઓ, આ બધું કલ્પિત ઉપચારો ને આ બધું. પરંતુ હું તો આ સાત ભૂમિકાઓ વિશેષ લાભપ્રદ માનું છું. હવે રોગ જવાનો થયો છે, એટલે આ ઔષધ બહુ કામ લાગવાનું છે.

તો આ સાત ભૂમિકા દ્વારા થતો બોધ "જ્ઞાન" કહેવાય છે. આ સાત ભૂમિકાઓ દ્વારા થતી મુક્તિ જે છે, તેને "જ્ઞેય" કહેવાય છે. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં "હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું" એ મુક્તિ "જ્ઞેય" કહેવાય છે.

પ્રથમ જ્ઞાન ભૂમિકાને "શુભેચ્છા" નામ આપ્યું. પહેલા અજ્ઞાનમાં હતો, હવે એને આવવાનું છે આમ બરાબર હાઈવે પર. શું? કઈ બાજુ? તો કે બસ, હવે આત્મ સાક્ષાત્કાર કરવાનો. તો પ્રથમ જ્ઞાનની ભૂમિકાને "શુભેચ્છા" નામ આપ્યું. બીજી "વિચારણા", ત્રીજી "તનુમાનસા", ચોથી "સત્વાપત્તિ", પાંચમી "અસંશક્તિ", છઠ્ઠી "પદાર્થ ભાવના" અને સાતમી "તુર્યગા" અથવા "તુર્યા". આ ભૂમિકાઓમાં સ્થિર થયા પછી પુનઃ શોકગ્રસ્ત ન થવા દે, મુક્તિ પ્રાપ્ત થાય છે.

હવે આ ભૂમિકાઓની વ્યુત્પત્તિ વિશે તું સાંભળ. કે છે: "હું મૂઢ કેમ છું? શાસ્ત્ર અને સજ્જનો પાસેથી હું આ જાણીશ." એવો વૈરાગ્ય થતા પૂર્વે જે ઈચ્છા જાગે છે, તેને જ્ઞાની પુરુષો "શુભેચ્છા" કહે છે. "આવા કાદવમાં હું, આવા અજ્ઞાનમાં હું. હવે આમાંથી મારે બહાર નીકળવું છે." વાળી જે પહેલી વૃત્તિ અંદર ઈચ્છા ઉત્પન્ન થાય છે, તે જે ભૂમિકા બનાવે છે, તે પહેલું પગથિયું છે અને તેને શુભ ઈચ્છા એટલે "શુભેચ્છા" કહેવામાં આવે. બાકીની બધી તો અશુભ ઈચ્છા છે. આ એક જ શુભ ઈચ્છા છે ભાઈ: "કેમ કરીને આમાંથી પાર ઉતરું?" સંસાર તો મહા દુઃખ છે અને એમાંથી હવે બહાર કેવી રીતે છૂટું? આ શુભ ઈચ્છા છે. બાકી કોઈ શુભ ઈચ્છાઓ નથી. તમે કોઈને અંગ્રેજીમાં બોલો કે "આઈ વિશ યુ વેલ." એનો મતલબ શું છે કે "તું મુક્ત થા," બીજું કાંઈ નહીં. તો એને શુભેચ્છા કીધી કોણે?

જ્ઞાની પુરુષોએ સ્વીકાર કર્યો.

ત્યાર પછી શાસ્ત્ર અને શ્રેષ્ઠ જનોના સાનિધ્યથી અધ્યયન વગેરે દ્વારા અભ્યાસ અને વૈરાગ્ય ભાવનાથી એક બાજુ અભ્યાસ ચાલશે. અભ્યાસ જેમ જેમ વધતો જશે, તેમ તેમ વૈરાગ્ય પણ વધતો જશે. વૈરાગ્ય એટલે મોહ એનો ઓછો થતો જશે. "સોફા બહુ સારો છે, ઘર બહુ સરસ, એસી તો કે વેરી ફાઇન." આ બધું જે કંઈ હોય છે ને, એ બધું આ વળગણો કહેતા હતા, વળગેલી.

હોય મનમાં તે બધી એની મેળે ઉખડતી જશે. એની પર ધ્યાન આપવાનું બંધ કરશે એટલે ઓટોમેટિક અથવા તો "નોય મારું, નોય મારું" કરશે તોય જતું રહેશે. વાત તો ખરી જ છે. એટલે શ્રેષ્ઠ જનોના સાનિધ્યથી. શ્રેષ્ઠ જન કોણ છે? જ્ઞાની છે તે શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠી છે તે શ્રેષ્ઠ નથી. બહુ મોટો અધિકારી, અમલદાર, ફલાણું, ઢીકણું, ન્યાયાધીશ શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ કોણ? કેવળ એનું સદાય સન્માન થાય, સદાકાળ થાય ને સર્વત્ર થાય. જોયું, જ્ઞાનીને કોઈ મર્યાદા નથી, કારણ કે જ્ઞાનની કોઈ મર્યાદા નથી. અહીં શીખેલું હોય, પ્રાપ્ત કરેલો ડોક્ટર અહીંનો થયેલો હોય ને કોઈપણ દેશમાં જાય, કાયદા આજકાલ એવા કર્યા છે એ વાત જુદી છે, પણ વાસ્તવની અંદર કોઈનો જાન તો બચાવી જ શકે ને? કોઈ એવી અવસ્થા, સ્થિતિ આવી ગઈ ને એને કંઈક કર્યું તો. એક બહુ સારું પિક્ચર હતું, "ક્વેક ડોક્ટર" અંગ્રેજીમાં ક્યાંક મળે તો જોજો.

"ક્વેક ડોક્ટર" બહુ પહેલા જોયું'તું અમે. એટલે એક દેશનો ડોક્ટર છે ને બીજા દેશમાં જેલમાં પડ્યો છે કે કંઈ થાય છે અને પછી એને પ્રેક્ટિસ કરવાની નથી ને કંઈક સંજોગ એવો ઊભો થાય છે કે "હી હેઝ ટુ સેવ સમબડી'સ લાઇફ" અને જો ના કરે તો પેલાનો જાન જોખમમાં, સેપ્ટિક થઈ જાય આખા બોડીની અંદર એવી સ્થિતિ. "હી પરફોર્મ્સ વિથ વ્હોટએવર ઇઝ અવેલેબલ". જબરદસ્ત "ક્વેક ડોક્ટર". કેટલા વર્ષ? મને તો બસ યાદ પણ નથી, પણ અત્યારે એકદમ આવ્યું. શુભેચ્છા.

હવે શ્રેષ્ઠ જનોના સાનિધ્યથી, અધ્યયનથી શું થશે? અભ્યાસ અને વૈરાગ્યની ભાવનાથી સદાચારની પ્રવૃત્તિઓ પ્રગટ થવા માંડશે. એનો આચાર બદલાવવા માંડશે. કોઈ દાડો નહોતો જતો, મંદિરે જવા માંડ્યો. કોઈ દાડો નહોતો સાંભળતો, ભાગવત શાસ્ત્ર સાંભળવા માંડ્યું. પાટો બદલાયો છે ભાઈના જીવનનો. કોઈ દિવસ કોઈનું સાંભળતો નહોતો, હવે બિલકુલ મૌન રહીને સરસ રીતે સાંભળે છે. ભાઈમાં બહુ ફેર પડી ગયો છે. આ બીજી ભૂમિકા વિચારણા નામની છે, શુભ વિચારણા. કારણ કે હવે વિચારે ચડ્યો છે, ધીમે ધીમે કરીને શું હશે, કેવું હશે, ક્યાં હશે, કેવું હશે. શુભ વિચાર દ્વારા, શુભેચ્છા અને વિચારણા દ્વારા ઇન્દ્રિય વિષયો તરફની આસક્તિ ક્ષીણ થવા માંડશે. પહેલા બહુ જ જોર હતું, જલેબી ખાવી જ જોઈ, આમ દાળવડા તો કે આમ જ. આ જેમ જીભનું છે એવું જ બધી ઇન્દ્રિયોનું હોય પાછું. મહીં ચોંટેલું.

તે બધી ક્ષીણ થવા માંડે. અંદરથી એમ કે આની કંઈ જરૂર નથી, આ બધું વ્યર્થનું હતું એમ. એને ખ્યાલ આવવા માંડશે અંદરથી. એવી અવસ્થા ત્રીજી જે પછી આવશે તેને તનુમાનસા કહે છે. કેવી? તનુમાનસા. આ ત્રણ ભૂમિકાઓના અભ્યાસ દ્વારા વૈરાગ્ય ભાવની પ્રબળતા થવા માંડશે. ધીમે ધીમે ધીમે સંસારમાંથી આમ અલગ થવા માંડ્યો હોય ને થોડોક આમ આમ થતો હોય, પણ પાછો પ્રયત્ન કરતો હોય ખૂબ. ત્રીજા પગથિયા પર ચડી જ જવું એમ ગમે તેમ. ત્રીજું પગથિયું જરા જોરથી ચડવું પડે છે. એટલે લાંબો સમય કોઈને લાગી શકે છે કોઈપણ પગથિયા ઉપર. પાછો આમાં તો એને તનુમાનસા અભ્યાસ કીધી છે. એમાં વૈરાગ્ય ભાવની પ્રબળતા થવાથી ચિત્ત નિર્મળ, ચિત્ત નિર્મળ થાય અને પછી શું થશે? તો કે સત્વ રૂપમાં સ્થિર થઈ જાય છે. સત્વ પહેલા આવશે જ્ઞાનના, પછી પ્રગટ થઈ જશે. એટલે સત્વરૂપમાં એ સ્થિર થવા માંડે છે.

તે અવસ્થાને ચોથી અવસ્થા સત્વાપત્તિ કહે છે. સત્વની આપૂર્તિ થાય, સત્વાપત્તિ. આ બધી ભૂમિકાઓનો અભ્યાસ થઈ જતાં ચમકતી, સંસર્ગહીન કલા સત્વાપૂર્તિ થાય. સત્વ આવ્યું. હવે ચમકતી અને કેવી? સંસર્ગહીન, અસંગ બધાથી એવી રીતનું. તેને અસંશક્તિ કહેવામાં આવે છે. આસક્તિ જવા માંડે છે, ખતમ થઈ ગઈ. કોઈપણ વસ્તુ પર જરા પણ મોહ કે આસક્તિ છે જ નહીં. ના દેહ પર, ના જીવન પર. જીવવું છે એવું નથી. હવે એને મરવું છે એવું પણ. મૃત્યુને એ લોકોને આસક્તિ હોય છે. મૃત્યુનોય બહુ મોહ હોય છે અને મૃત્યુનોય બહુ મોટો મહિમા હોય છે બધાના મનમાં. "હું તો આમ મરું તો સારું." અરે, શું કહે છે? આવું હોય એની આસક્તિ પાછી. તો કે, "પેલો મરે તો ને ચાર દાડા એનું બોડી ચમકતું'તું, મારે એવું કરવું છે." હવે આવી ગાંડી ઈચ્છાઓ ક્યાં પાર આવવા દે? પાછો કે, "હું ભક્ત છું, હું ભક્તિ કરું છું." સુઈ લઈને ફરતા હોય એમ.

એટલે આ જે આસક્તિ અને મોહ બિલકુલ સંપૂર્ણપણે જતા રહેશે ચોથી ભૂમિકાની અંદર. તેને અસંશક્તિ કહેવામાં આવે છે. ચોથી ભૂમિકામાં બધા મોહ જતા રહેશે. સવાર પડે ને કેળું ખાવું જોઈએ ને સફરજન ખાવું જ જોઈએ. વાળું હોય ને પકડી રાખેલું હતા ત્રણ પગથિયા સુધી ને ચોથા પગથિયે જાય. સમજાય ગયું? એટલે એને અસંસ્થિત કહીએ.

હવે પાંચેય ભૂમિકાઓના અભ્યાસના ફળ સ્વરૂપ પોતાના ચેતનમાં રમણ કરતા રહેવાથી બાહ્ય અને આભ્યંતર પદાર્થોની ભાવના નષ્ટ થવા માંડે છે. અસંશક્તિ પછી બધું ખલાસ થવા માંડે. પણ થાંભલો, થાંભલો ના રહે એના માટે કશું કશું ભી ના રહે એમ. "કુછ ભી સાથ નહીં." કે "મેરે પ્રભુ કે આગે કિસી કી કોઈ ભી સાથ." બસ હવે એમ સ્થિર થવા માંડ્યો છે. ગમે ત્યારે હવે ગચ્ચું થઈ જવાનો છે. બિલકુલ તૈયારીમાં છે હવે. એટલે એ ભૂમિકામાં બસ એનું એક સમય સુધી રમણ ચાલ્યા કરશે. ત્યારે પદાર્થ ભાવના નામની છઠ્ઠી ભૂમિકા તૈયાર થઈ જાય છે. પદાર્થ ભાવના જતી રહેશે. "આ પદાર્થ છે" એવો ભાવ જ જતો રહેશે. પદાર્થ ભાવના ગઈ. જે કંઈ છે તે બધું બ્રહ્મ છે. ધીરે ધીરે ધીરે આમ કોન્સન્ટ્રેશન એનું આમ વધતું જશે જબરજસ્ત. 10 રીતે આ છ ભૂમિકાઓના લાંબા અભ્યાસથી ભેદ બુદ્ધિનો ક્ષય થાય.

જ્યારે તમને પદાર્થ પદાર્થ નહીં રહે ત્યારે ભેદ બુદ્ધિનો ક્ષય થઈ જશે. ત્યારે "હું, તું, તે, મારું, આ, તારું, તું, તારું" બધું ગયું. માન, અપમાન ના તે બધું લોંગ લોંગ બેક ગયું. પાંચમા પગથિયે, પાંચમા ને છઠ્ઠાની વચ્ચે ખોવાવું જ જોઈએ. માન, અપમાન બધું જતું રહે. પેલા એકનાથને નહીં પેલો સાત વાર થૂક્યો'તો બિચારો. સાત વાર ના ભાગ. અને કોઈ એને આવો થતો જાય દાડે દાડે પછી એમ તે એમને.

"એમ તુરિયામાં થોડી જવાય? તૈયાર તો થવું પડશે ને! ત્યારે ભેદ બુદ્ધિનો ક્ષય થઈ જશે. પછી કોઈપણ પ્રકારનો કોઈ ભેદ કશા સાથે રહેતો નથી. એને કશું છે જ નહીં. પછી જે છે એ બસ એક બ્રહ્મ એની પર સ્થિર થવા માંડશે. ત્યારે આત્મભાવમાં એક નિષ્ઠા શરૂઆતમાં એને એટલી બધી થઈ જશે અને પછી વધતી જશે, વધતી જશે, વધતી જશે. આત્મભાવ એટલો બધો એનો ઉત્કૃષ્ટ થઈ ચૂક્યો હશે એટલે પછી એ તુર્યક સ્થિતિમાં જતો રહેશે. ગમે ત્યારે પછી સંસારની કોઈ અવસ્થા એને બાધિત રહેતી નથી. છૂટો થઈ ગયો. સાતમી ભૂમિકાની અંદર, "હું ધન્ય છું, હું શુદ્ધ આત્મા છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું પરબ્રહ્મ." ઉન્મત નથી હોતો, બહુ જ નમ્ર, વિવેકી, અંદરથી બસ આમ શાંત થઈને સમી રહ્યો છે અને સાંસારિક બધી અવસ્થાઓને પાર બેઠો છે. હવે બસ, એને સમુદ્ર ઓળંગી નાખ્યો છે, સંસારનો આ પાર આવીને બેઠો છે અને હવે પાછો આવવાનો નથી.

તુર્યગા, આ મુક્તિ આ જ જોઈએ. નક્કી કરવું પડશે. નક્કી કરશો તો પહોંચાશે. ખાલી ગૂગલ મેપ ખોલીને તમે જોયા કરશો તો પાર આવશે નહીં. તમારે નક્કી કરવું પડશે. અત્યારે લોકેશન તો તમારું ફિક્સ જ છે. પેલું નાખવું પડશે કે મારે આત્મામાં જવું છે. હવે પછી તમને મેપ બતાવશે: શાસ્ત્રો, ગુરુ, બધા આ તે. પછી તમારે સ્ટાર્ટ બટન તો દબાવવું પડશે અને પછી ચાલવાનું. એટલે પેલું આમ આમ આમ આમ કરતું બતાવશે, "તમે કે આમ જાવ, આમ જાવ, આમ જાવ." પહોંચી જશે. ઇઝી છે ને?

આ કહે છે, આ સાત ભૂમિકાઓ. એટલે સાત ભૂમિકાના લક્ષણોને જો સમજશો તો તમને ખ્યાલ આવશે કે "where you are and where you need to go." ક્યાં તમારે જવું અને હવે શું બાકી છે? કેટલું તમારે છોડવાનું, શું કરવાનું છે? બધું છૂટતું જશે. દેહ પર દેહ છે તો કપડું પહેર્યું છે, પણ દેહ જ નથી તો કપડું પહેર્યું છે કે નથી એનું ભાન હોય ખરું? હોય પણ ખરું, ના પણ હોય, ના જ હોય પછી. નામ હોય એને એ અવસ્થામાં ગયો હોય તો રૂપ હોય ખરું? એ કેવો દેખાય છે, શું છે એનો ખ્યાલ એનામાંથી તો જતો જ રહ્યો હોય અને આ સ્થિતિએ પહોંચે છે એટલા માટે જ પછી આ તુરિયામાં જાય. અને આ તુરિયામાં ગયેલા હોય ને ભાઈ, તુર્યગા, તુર્યા અવસ્થા. પછી એને દેશ અને કાળનું પણ બંધન રહેતું નથી. તુરિયામાં પહોંચી ગયો, બસ પૂરું થઈ ગયું. એ આવી ગયો ફાઇનલ ડેસ્ટિનેશન. "યુ હેવ અરાઇવ્ડ" એવું બોલશે પછી અને તમે જ સાંભળશો પણ બધાને ખબર પડી જશે પાછી, "યુ હેવ અરાઇવ્ડ." આ પહોંચી ગયું.

આ તુર્ય અવસ્થા જીવન મુક્ત પુરુષોમાં જ હોય છે અને એટલે જીવન મુક્ત પુરુષ બધે જ હોય છે. અહીં પણ એટલો જ હોય જેટલો એ અમેરિકામાં હોય, એટલો જ ચંદ્ર પર હોય, મંગળ ઉપર. તમે કોઈ ગ્રહ પર એની હાજરી હોય, એ પોતે હાજર હોય. એ અનંત છે એટલે આશ્ચર્ય પામવાનું નહીં કે આ ફલાણા મહાત્મા અહીં હતા, તહીં દેખાયા ને આમ થયું, તેમ થયું. આ જેટલા ત્યાં પહોંચે છે એ બધાને આવું થયા કરતું હોય છે, થઈ શકે છે. કુદરત કે કાનૂન કે અધીન એ સ્વાધીન થઈ ગયા હોય છે એટલા માટે. એટલે વિદેહ મુક્તિનો વિષય બનનારી તુર્યથી અતીતની અવસ્થા ત્યાર પછીની આઠમું પગથિયું છે પણ એને પગથિયું કહેતા નથી. ધેટ્સ ઈટ. આમ "યુ હેવ અરાઇવ્ડ."

અત્યંત ભાગ્યવાન જે પુરુષ આ સાતમી તુરયાવસ્થાને પ્રાપ્ત કરે તે આત્મામાં રમણ કરનાર મહાત્મા મહત એવા પરમ પદમાં પ્રાપ્ત થઈ ચૂક્યો હોય. આવા જીવન મુક્ત સુખ દુઃખના અનુભવોથી સંપૂર્ણ નિર્લેપ્ત. તેઓ કર્તવ્ય કર્મોમાં જોડાયેલા રહેતા હોવા છતાં પણ કંઈ કરતા નથી અને કર્મો તેને લેપતા નથી. "મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું." તમે બોલો છો, એ અનુભવે છે. "મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું." અનુભવો. હવે પોતાના નજીકના પરિજનો, સ્નેહીજનો દ્વારા જગાડાતો સૂતેલો માણસ જેમ જાગી જાય છે તેમ જ્ઞાનીજનો પૂર્વત કર્મોનું આચરણ તો કરતા રહે છે. આ સાત ભૂમિકાઓને પશુઓ અને મલેચ્છ પણ જો જાણી લે તો તે પણ દેહ સાથે અથવા દેહ ત્યાગ પછી મુક્તિના અધિકારી બને છે. સાત ભૂમિકાઓને જાણવાની.

જાણશો તો અનુભવશો. જાણી જ નથી તો અનુભવ આવશે તો તમે ગૂંચવા કરશો. ખબર નહીં પડે કે આ શું થઈ રહ્યું છે મારી સાથે. ઘણા એવા દેશ પરદેશમાં હોય છે, અમુક જાતના અનુભવો થાય. બધા સાયકિક, સાયકેડલિક ને પછી ખબર ના પડે. પછી શોધવા નીકળે કે આવું મન કેમ થાય છે, આવું મન કેમ થાય? પણ ત્યાં કોક મળી જાય યોગી, જ્ઞાની, કોઈ એવા. એમને ત્યાર પછી એને કે ભાઈ આ બરાબર થાય, તને આવું જ થાય. પછી ખોળવા નીકળે, હિન્દુસ્તાન આવે, ભારતમાં વધુ જ્ઞાન સંપાદન કરવામાં. પાછી સાતમી ભૂમિકા છોડીને અને પછી જમ્પ સ્ટાર્ટ સીધો જ ઉપર.

હવે કહે છે કે પશુ અને મલેચ્છ પણ જો આ સાત ભૂમિકાઓ જાણી લે તો એ પણ દેહ સાથે અથવા દેહ ત્યાગ પછી મુક્તિના અધિકારી બને છે. એમાં કોઈ સંદેહ નથી. જો આ જ્ઞાની પુરુષનું વચન. હૃદય ગ્રંથિઓ ખુલી જાય એ જ જ્ઞાન છે અને જ્ઞાન પ્રાપ્તિ થઈ જતાં મુક્તિ સુનિશ્ચિત છે. નક્કી જ છે. બસ તમે પહોંચી જ જવાના છો. વન્સ યુ ડિસાઇડેડ, આમ પગથિયાં ચડવા જ માંડ્યા છો, તમે પહોંચી જશો. જેમ મૃગ તૃષ્ણામાં જળની ભ્રાંતિ થાય છે તેમ આને જ અવિદ્યા કહી છે. અવિદ્યાનો નાશ જ મુક્તિ છે. પરમપદના અધિકારી એ જ છે જે મોહરૂપી સાગરથી પાર થઈ ચૂક્યા છે. આ સંસાર છે કારણ કે મોહ છે. મોહના લીધે સંસાર ઊભો કર્યો છે, વસાયો છે અને પાછળ મેન્ટેન કરે. વિષ્ણુ મોહિની સમજાયું? વિષ્ણુ વ્યાપક છે, મોહિની પણ વ્યાપક એટલે એને મહામાયા કીધી પાછી. આત્મ સાક્ષાત્કારના પ્રયત્નોમાં રત પુરુષ જ તેની ભૂમિકાઓમાં સ્થિર થાય છે.

આ સાત પગથિયા પર ઊભા રહેવું સહેલું નથી એમ કહે છે. આમ જેટલો મોહનો લોડ ઓછો થશે મનમાંથી, ચિત્તમાંથી, દેહમાંથી, એટલા તમે સ્થિરતાપૂર્વક આ સાત પગથિયા ચડી શકશો. એટલી."

ઝડપ તરફથી તમે ચડી શકશો, કારણ દરેક પગથિયા પર ઊભા રહેવાનું વજન નક્કી કરેલું છે. ભાઈ, સમજી શું? એટલે વધારે વજન હશે ને તમે એ ઉપરના પગથિયા પર ઊભા રહેવાનો પ્રયત્ન કરશો તો સ્થિરતાપૂર્વક રહી નહીં શકશો. પેલા લિફ્ટમાં બોલે છે ને, "કેરેજ ઇસ ઓવરલોડેડ." કંઈક એવું બોલે છે. એ સિગ્નલ આપે. સાત માણસોને જવાનું હોય ને 10 માણસોમાં ભરાઈ ગયા હોય તો! અને ચાર માણસ ભરાયા હોય પણ ચારે આવા હોય વજનદાર, તોય બોલે એ તો કે, "કેરેજ ઇસ ઓવરલોડેડ." હવે તમારે વધારાનું વજન મૂકી દેવું પડશે. અરે, એરપોર્ટ પર એવા ખેલ થાય છે! સો, પેલાએ કીધેલું છે કે આટલું આટલું વજન તમારે કેમ પેલી ચેક-ઇન બેગમાં કરવાનું છે અને કેબિન બેગની અંદર તમારે પાંચ કિલો. લોકો 10 કિલો વજન લઈને કેબિન બેગમાં ભરે. પછી ત્યાંય પેલું વજન કરવા બેસે. મશીન હોય એટલે તરત એ તો બોલશે.

તો પહેલા કહે કે, "આટલું વજન વધારે છે અને અમે હવે લઈ જવા દેવાના નથી તમને, કારણ કે અમારી પાસે લિમિટેડ છે." એટલે પછી શું કરે? અંદરથી દેશ અનાવશ્યક, સૌથી અનાવશ્યક વસ્તુઓ જેમ ભરેલી હોય ને એ પહેલી કાઢે. આમ જુદી કરે. પછી આને કાઢે, આને કાઢે એમ એમ કે આના વગર ચાલશે, આના વગર ચાલશે, આના વગર ચાલશે. કરે, પાંચ-છ કિલો વજન કાઢી નાખે. પોલીથીનની બેગમાં ભરીને બાજુ પર વજન કરે અને કહે કે, "હા, છ કિલો થઈ ગયું છે. ઓલરાઈટ." કહે છે, "ચાલો, હવે આટલું છે ને કાઢી નાખો અથવા આટલું મૂકી રાખો." અને કરીને પછી એને ફેંકી દે ત્યાં. આગા ઓફલોડિંગ કરવું જ પડશે.

સંસારમાં આવ્યા છો તો તમે લોડિંગ કર્યા રાખ્યું છે, બસ બીજું કંઈ જ નથી કર્યું. ભર ભર ભર ભર! ઘર આખું ભર્યું, દેહ ભર્યો, મન ભર્યું, પણ તોય ના ભરાયું, બોલ! હવે આ હજી પાછું ચાલુ ને ચાલુ હોય આ બધું પાછું. એટલે આ બધું ઓફલોડ કરો, પછી આગળની ભૂમિકામાં જવાશે. શુભેચ્છાની ભૂમિકા તો સારી છે, સરળ છે અને કોઈપણ માણસ જે મનુષ્ય દેહની અંદર છે ને, એ બધાના માટે એ ઓપન છે. પહેલી, બીજી ને ત્રીજી પગથિયા સુધીને તો માણસો ચડતા હોય છે, એ પણ ખરા. પણ પાછા ઉતરી જાય. ફરી વજન પકડી લે ને એટલે પાછા નીચે ઉતરી જવું પડે. એટલે ડાઉન જવું પડે. પેલો પડ્યો પડ્યો કહે, "જીવનમાં જ પડ્યો." કેમ પડ્યો? પણ હતો કે એને પેલું વજન ઉચકી લીધું. છેક પાંચમી ભૂમિકામાં પહોંચી ગયો તો, બરાબર છે. પણ પછી કહે, પેલી આમ અપ્સરા જેવી લાગવા માંડી અને પછી પડ્યો પાછો નીચે.

કારણ કે ત્યાં ત્યાં રહી ના શકાય. પછી એના મોહના સાથે, સ્ત્રી ચારિત્ર્યના મોહના સાથે, એના ભોગવવાના વિચારોના બોજા સાથે તમે પાંચમી ભૂમિકા પર સ્થિર ના રહી શકો. તમારે નીચે ઉતરી જ જવું પડે. નહીં પડો તમે, કારણ કે પગથિયું આમ થઈ જાય તમારા માટે. એટલે તમને સીધા આમ કરીને આમ નીચે નાખે. હાર્મોનિયમના સ્ટેપ જેવા.

એટલે હૃદય ગ્રંથિઓ ખોલી જાય તે જ જ્ઞાન છે અને જ્ઞાન પ્રાપ્તિ થઈ જતાં મુક્તિ સુનિશ્ચિત છે. આમ અંદર એક મનમાં "હે વિશ્વાસ પૂરા હે વિશ્વાસ" પહોંચવું પડે. એટલે આત્મસાક્ષાત્કારના પ્રયત્નોમાં રત પુરુષ એની ભૂમિકાઓમાં સ્થિર આવી રીતે થઈ શકે છે. બોજો ફેંકતો તો જાય. એનાથી મનની પૂર્ણ શાંતિના સાધનને યોગ કહ્યો છે. એટલે મનમાં જો શાંતિ ના થતી હોય તો કરેલા યોગ નકામા છે, બધા નિષ્ફળ છે. ફળ તો આવું જ હોય ને યોગનું બી! યોગની આ સાત ભૂમિકાઓને જ્ઞાનભૂમિને અંતર્ગત આગળ વર્ણવી છે. આ ભૂમિકાઓનું લક્ષ્ય છે બ્રહ્મપદની પ્રાપ્તિ. એટલે આ બ્રહ્મપદ એટલે આવું કોઈ સિંહાસન, કોઈ જગ્યા આકાશમાં નથી બેસાડી રાખ્યું કે જ્યાં જઈને તમારે બેસવાનું છે. આવું બધું ગાંડું નહીં વિચાર કરતા. એ સ્થિતિ છે જ્યાં બધી અવસ્થાઓનો અંત આવી જશે. ભોગવટાનો સંપૂર્ણ બાદ થઈ ગયો હશે અને હળવા ફૂલ, બિલકુલ શાંત, જ્યાં મારું-તારું, પોતાનું-પારકું જેવો સંકીર્ણ ભાવ લુપ્ત થઈ જાય છે.

તે વખતે નથી તો રહેતી ભાવાત્મક બુદ્ધિ, ભાવ-અભાવ પણ નથી હોતો કે નથી આ ભાવ-અભાવનું ચિંતન. બુદ્ધિ બી ના હોય અને ચિંતન બી ના કરે. સ્મૃતિ પણ ના હોય ભાવ-અભાવની. પછી "દાળ ઢોકળી મને તો બહુ ભાવે" વાળું સાતમી ભૂમિકામાં ના બોલાય. ખતમ થઈ ગયું હોય બહુ પહેલા. કેમ કે જાગતિક વસ્તુઓની સત્તા એ માત્ર આત્મસંવેદન હોય છે. એ સિવાય બીજું કશું હોતું નથી. આત્મસંવેદન જાગતિક વસ્તુઓની સત્તા સર્વથા શાંત, નિરાલંબ. કોઈપણ જાતનું આલંબન નહીં: શાસ્ત્રનું નહીં, ગુરુનું નહીં, ઈશ્વરનું પણ નહીં. કોઈ અવલંબન નહીં. એને પારની વાત છે. આકાશ આકાશ જેવું. આ જેમ આકાશ છે તેવા રૂપવાળું પણ આકાશી તો અતિ અતિ સૂક્ષ્મતમ. એનાથી સૂક્ષ્મ કંઈ છે નહીં એવું શાશ્વત છે જ શિવ. એટલા માટે એને કીધું દોષરહિત, વિકારરહિત છે એ. દોષરહિત છે. સત્વ, રજસ, તમસ એવું બધું ના હોય એનામાં.

પછી આ ગઢ-ગુંમડાના આમ તેમ બધું કશું જે હોય એવું બધું ના હોય. આ દેહ જ મોટામાં મોટું ગુંમડું છે અને મન છે એ એની મોટા મોટી પીડા છે. એટલે "હું દેહ છું કે હું મન છું કે મારા મનમાં આવું છે કે તારા મનમાં આવું છે કે આ મારો મત છે, હું કહું છું" બધું ગયું. બહુ પહેલા ચોથામાં આવતા આવતા બધું સફાચટ થઈ ગયું હોય.

તાલીઓ બિલકુલ આભાસમાન, અનિર્વચનીય, કારણરહિત. ના સત, ના અસત, ના મધ્ય, ના અપૂર્ણ કે ના પૂર્ણ. મન અને વાણીથી અગોચર. પૂર્ણ કરતાંય પૂર્ણ અને સુખથી એ વધુ સુખ સ્વરૂપ. સંવેદનાઓથી પર. એટલે કીધું વાઈબ્રેશન પણ બંધ થઈ ગયા હશે બધા તે વખતે. એટલે તો પેલો તુરિયામાં હોય ને તો પેલો જઈને આમ આમ જુએ છે. ના પકડાય તે વખતે પલ્સ છે, ના પકડાય કે અહીં જોવું, અહીં જોવું. ના પકડાય કશું નહીં. પેલા મશીનો બધું લગાડે આમ તેમ, ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રાફ (EEG). લીટી અહીંયા મૂકે તો કહે લીટી સીધી બિલકુલ સીધો દોર થઈ ગયો છે. સૂત્રાત્માની પાર જતો રહ્યો, પરોવાઈ ગયેલો. સીધો દોર થઈ ગયો એટલે પૂર્ણ શાંતિ. આત્માનું અનુભૂતિરૂપ આત્માનો અનુભવ.

કર્યા કરતો હોય એવો અને વ્યાપક પાછો, એ બ્રહ્મ નું સ્વરૂપ છે. બધા પદાર્થોની સત્તાથી આ ચૈતન્ય જુદું નથી, કારણ કે ચૈતન્યની સત્તાથી પદાર્થની સત્તા ઊભી થાય છે. એટલે કીધું કે, "આત્માના પ્રકાશથી આ સૂર્ય પ્રકાશે છે." અને એની પ્રાપ્તિનો આધાર એકમાત્ર સમ્યક અનુભૂતિ જ છે.

સમ્યક અનુભૂતિ તમને આત્માની થઈ, બસ! પછી તમે જ સ્વયં "ઓમ જય જગદીશ હરે" જે કાંઈ છો, એ તમે જ છો. પછી જગદીશ એમ, એનો તમને અનુભવ આવવો, અનુભવ આવશે જ.

આજે અદભુત જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. જ્ઞાનની ભૂમિકાઓ વિશે જે છેવટે આપણે જાણી લીધું છે, એ અવશ્ય આપણને આત્મસાક્ષાત્કાર તરફ, આત્મસાક્ષ સાક્ષાત્કારમાં જ સ્થિત કરી દે, એવી પ્રાર્થના સાથે આજનું સેશન અહીંયા આપણે પૂરું કરીએ.

આવતી કાલે ફરી એક વખત આપણે મળીશું. સમય જણાવવામાં આવશે. ૐમ. ઓમ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.