ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૨૨
વિડિયો ૧૨૨
ૐ. દ્વિતીય ઉપનિષદ.
પ્રાચીન સમયમાં એકવાર બધા દેવતાઓ મૃત્યુ, પાપ અને સંસારથી ભયભીત થઈ ગયા અને દોડીને પ્રજાપતિ બ્રહ્માજીને પાસે પહોંચ્યા. પ્રજાપતિ બ્રહ્માજીને કીધું, એટલે દેવોને ભગવાન ઋષિ મંત્રરાજ આનુષટોપ મંત્રનો બ્રહ્મર્ષિએ એમને ઉપદેશ આપી દીધો. બ્રહ્માજીએ એની સાધના કરીને, એ સૌએ મૃત્યુને જીતી લીધું અને બધા પાપોથી છૂટીને સંસાર સાગરને પાર કરી દીધો. તેથી મૃત્યુ, પાપ અને ભવસાગરથી થી ડરનારાય; જેને મોતની ડર લાગતો હોય, પાપની જેને બીક લાગતી હોય અને ભવસાગરથી ડરતો હોય, તો એવા લોકોએ મંત્રરાજ અનુષ્ટુપના શરણમાં જવું જોઈએ. જે વ્યક્તિ મંત્રના શરણમાં જાય છે, તે મૃત્યુને જીતી અને પાપોનું સમન કરીને સંસાર સાગરમાંથી પાર થાય છે.
પ્રણવ, કે જે મંત્રરાજનું અંગ છે, તેની પ્રથમ માત્રા 'અકાર' છે. તેનો લોક પૃથ્વી છે. રૂચાઓથી સુશોભિત ઋગ્વેદ એનો વેદ છે. બ્રહ્મા દેવતા છે, છંદ ગાયત્રી અને ગાર્હપત્ય અગ્નિ છે. પ્રણવની આ પ્રથમ માત્રા જ સામનો પ્રથમ પાદ છે. "આઈ ગયું, આ બેનું એકત્વ છે."
હંમેશા ઉણવની દ્વિતીય માત્રા છે. તેનો લોક અંતરિક્ષ છે. વિષ્ણુ ભગવાન, એકાદશ રુદ્ર દેવતા, યજુ મંત્રો સાથેનો યજુર્વેદ અને ત્રિસ્ટુપ છંદ તથા અગ્નિ એનો દક્ષિણા અગ્નિ છે. આ એનું સેકન્ડ લેયર છે. મંત્રરાજ સામનો આ બીજો પાઠ છે.
હવે પ્રણવની ત્રીજી માત્રા 'મકાર' કહેવાય છે. એનો લોક દ્યુલોક છે. તમે 'હ' કરો ત્યાં છે કે એની અસર પહોંચે છે. તેનો લોક દ્યુલોક છે. વેદ એનો સામવેદ છે અને નાદાત્મક અર્ધમાત્રા કે જે પ્રણવના ઉચ્ચારણના અંતમાં ધ્વનિના રૂપમાં સંભળાય છે. 'મ' કર્યા પછીથી, પછી જે બાકી રહી જાય છે તે 'અ' આ તે એનો લોક સોમ, ઓમકાર વાચક પરબ્રહ્મ દેવતા, અથર્વ વેદ અને સંવર્તક નામનો એનો અગ્નિ છે. 49 મરૂતો એના ગણ છે અને વિરાટ એનો છંદ ંદ છે. આ ચાર માત્રાથી યુક્ત ઓમકારના એક જ ઋષિ છે: બ્રહ્માજી. અત્યંત પ્રકાશમય માત્રાજ સામનો ચોથો પાદ છે.
એટલે કે અહીં શું કીધું આપણને? "આખો સાંભેજ પૂરો થઈ ગયો. આટલા આટલું જે કંઈ કર્યું છે તે બધું જ સામ છે," એમ કહેવા માંગે છે. આનો સ્ટોપ મંત્ર કુલ 32 અક્ષરોનો છે, જેમાં પ્રથમ ચરણ આઠ અક્ષરનું, બાકીના ત્રણ ચરણ પણ આઠ-આઠ અક્ષરના હોય છે. સમગ્ર વિશ્વની સૃષ્ટિનું કેન્દ્ર આ અનુષ્ટુપ મંત્ર છે. તેમાંથી જ ઉત્પત્તિ અને સંહાર પણ થાય છે.
આ અનુષ્ટુપના પાંચ અંગો છે. ચાર પાદ, ચાર અંગો છે. પ્રણવની સાથે સાથે પાંચ અંગો વાળો મંત્ર પૂરો થાય છે. હૃદયાય નમઃ; શિરસે સ્વાહા; શિખાયૈ વષટ્; કવચાય હુમ્; અસ્ત્રાય ફટ્. એમ અનુષ્ટુપના પ્રત્યેક અંગોનો બીજા સાથે સંયોગ થાય છે. જેમ કે, મંત્રના પ્રથમ ભાગ સાથે શરીરના પ્રથમ અંગનો સંયોગ, બીજા સાથે બીજા અંગનો સંયોગ, ત્રીજા સાથે ત્રીજાનો સંયોગ, ચોથા સાથે ચોથાનો અને પાંચમા સાથે પાંચમાનો સંયોગ થાય છે. અને જ્યારે વિયોગ થાય, એટલે કે લય વખતે છૂટા પડે, ત્યારે પાંચમા અંગમાંથી પ્રથમ અંગ પ્રતિ મંત્રભાગ અંગ છૂટો પડે. પાંચમામાંથી પહેલો છૂટો પડે છે. એમ આ લોક તેમાંથી અનુષ્ટુપમાંથી છૂટા પડેલા અંગો છે, તેથી પરસ્પર સંબંધ છે.
આ ઓમકાર આ સગળું ચરાચર વિશ્વ છે. તે અનુષ્ટુપ મંત્રના પ્રત્યેક અક્ષર પહેલા અને પછી ઓમકારનો સંપુટ લગાવીને ન્યાસ કરવો જોઈએ. બ્રહ્મવાદી લોકો એવો ઉપદેશ આપે છે, "ૐમ હૃદયાય નમઃ ૐ," એમ કહે છે.
આ અનુષ્ટુપના પ્રથમ પદ 'ઉગ્રમ'ને મંત્રનું પ્રથમ પદ સ્થાન આપવું જાણવું. તેને જાણનાર જ્ઞાની છે, તે જ અમૃતત્વને પામે છે. મંત્રમાં 'વીરમ' બીજું સ્થાન છે. 'મહાવિષ્ણુ' પદનું તૃતીય સ્થાન છે. 'જ્વલંતમ'નું ચોથું સ્થાન છે. 'સર્વતો મુખમ'નું પાંચમું સ્થાન છે. 'નૃસિંહમ'નું છઠ્ઠું સ્થાન છે. 'ભીષણમ' સાતમું છે. 'ભદ્રમ' આઠમું છે. 'મૃત્યુ મૃત્યુમ' નવમું સ્થાન છે. 'નમામી' દસમું સ્થાન છે અને 'અહમ' 11 મું સ્થાન છે. એવું જે જાણે છે, તેજ જ્ઞાની છે અને તેજ અમરત્વને પામે છે.
એવી રીતે હવે આ મંત્ર ગ્રહણ કરો: "ૐ ઉગ્રં વીર્યં નૃસિંહં મહાવિષ્ણું જ્વલંતં સર્વતોમુખં નૃસિંહં ભીષણં ભદ્રં મૃત્યુમૃત્યું નમામ્યહમ્. ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમદરસિહમ ભીષણમ ભદ્રમ મૃત્યુમ મૃત્યુ નમામયમ અહમ. ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમ નરસિહમ ભીષણમ ભદ્રમૃ મૃત્ય મૃત્યુમ નમામયમહમ."
આ 11 પદો વાળી અનુષ્ટુપવૃત્તિ છે. સમગ્ર વિશ્વની રચના એના દ્વારા જ થઈ છે તથા સંહાર પણ એના દ્વારા જ થાય છે. આ અનુષ્ટુપનો જ મહિમા છે, એવું જાણવું જોઈએ. એ રીતે જે જાણે, તે જ જાણકાર છે અને તે જ અમરતાને પામે છે.
હવે પ્રજાપતિ ભગવાન બ્રહ્માજીને દેવતાઓએ પ્રશ્ન કર્યો કે, "નૃષિ ભગવાનને ઉગ્ર શા માટે કહેવાય?" તો પ્રજાપતિએ કહ્યું કે, "નૃષિ ભગવાન પોતાના મહિમાથી બધા લોક, દેવતાઓ, બધા ભૂતો અને બધા આત્માઓનું ઉત્થાન કરે છે. સમગ્રનું સર્જન-વિસર્જન કરે છે, લય કરે છે. તે જ સંસાર પર અનુગ્રહ કરે છે અને કરાવે છે, તેથી તેમને ઉગ્ર કહેવાય છે."
એટલે અહીંયા આગળે આપણે શું શરૂઆત જ કેવી કરી? "ૐ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમ નરસિહમ ભીષણમ ભદ્રમ મૃત્યુમ મૃત્યુ નમામયમહમ," એવી રીતે. તો જેમની પ્રાર્થના કે સ્તુતિ કરે છે, તેની સ્તુતિ કરો. તે હૃદયરૂપી ગુફામાં નવ તારુણ્ય રૂપમાં શોભાયમાન છે. નવ તારુણ, નવો તરુણ હોય ને, જાણે હમણાં જ, હમણાં જ જસ્ટ આમ યંગ બન્યો હોય, તરુણ અવસ્થાને પ્રાપ્ત થયેલો, એવા રૂપમાં શોભાયમાન છે. તે સિંહ જેવો છે, ભયાનક અને શત્રુઓને હણનારો છે. તે ઉગ્રની સ્તુતિ કરો. "હે નૃષિ ભગવાન, અમે આપની સ્તુતિ કરીએ છીએ. આપની ઉપર, અમારી ઉપર આપની ભયંકર સેના આક્રમણ ન કરે, બીજે ચાલી જાય." તેથી તે ઉગ્ર કહેવાય છે.
ફરી દેવતાઓએ પૂછ્યું, "નૃષિ ભગવાનને વીર શા માટે કીધું?" ત્યારે પ્રજાપતિએ ઉત્તર આપ્યો કે, "પોતાના મહિમાથી સર્વલોક, સર્વ દેવતા, સર્વ આત્મા અને સર્વ ભૂતો બધું લય..."
આનંદ પામે છે, આનંદ કરે છે, આનંદ અપાવે છે. સતત સર્જન કરે છે, વિસર્જન કરે છે અને સ્થાપન પણ કરે છે. વીર કર્મવાળા ચતુરને સોમ યાગમાં "સોમ યાગ" કહ્યો છે. સોમને અભિષુત કરનાર, દેવતાઓને ઉત્પન્ન કરનાર છે, તેથી તે વીર છે.
ત્યારે પ્રશ્ન થયો કે, "નૃષિ ભગવાનને મહાવિષ્ણુ કેમ કહ્યા?" ત્યારે પ્રજાપતિએ કહ્યું કે, "તેઓ પોતાના મહિમાથી સર્વ લોકોને, સર્વ દેવોને, સર્વ આત્માઓને અને સર્વ ભૂતોને વ્યાપી વળે છે. તેઓ બધાની અંદર ઓતપ્રોત છે, વ્યાપ્ત કરે છે. જેમ માંસના પિંડમાં ચીકાશ વ્યાપેલી હોય છે, તેમ તે બધા અવયવોમાં સમાન રીતે વ્યાપ્ત થઈ જાય છે. આ જગત તેમનાથી ઓતપ્રોત હોવાથી પ્રલયકાળે તેમનામાં જ લીન થઈ જાય છે. જે પ્રજાપાલક પ્રજા દ્વારા ઉપાસના કરાવે છે, તેવા સર્વત્ર સમવ્યાપ્ત પ્રજાપાલક છે અને તેમના જેવું બીજું કોઈ થયું જ નથી. તે ભગવાન ઋષિ વિવિધ જ્યોતિઓમાં 16 કળાઓથી યુક્ત થઈને વ્યાપી રહે છે, તેથી તેમને મહાવિષ્ણુ કહેવામાં આવ્યા છે."
દેવતાઓએ ફરી પ્રશ્ન કર્યો, "ભગવાન ઋષિ માટે 'જ્વલંતમ્'નો પ્રયોગ કેમ કર્યો?" ત્યારે બ્રહ્માજીએ કહ્યું, "બધા ભૂતો, બધા દેવો, બધા આત્માઓને ઋષિ ભગવાન પોતાના મહિમાથી પ્રકાશિત કરે છે. તેઓ સ્વયં પ્રકાશિત કરતા રહે છે. સમસ્ત જ્યોતિઓને, સમગ્ર લોક તેમનાથી જ પ્રકાશિત થઈને સૌને પ્રકાશિત કરે છે. સૂર્યને પણ જ્યોતિ તે આપે છે અને તે સૂર્ય પૃથ્વીને જ્યોતિ આપે છે. પૃથ્વી પર જે કંઈ પણ છે, તે સૂર્યની જ્યોતિથી જ્યોતિર્મય થાય છે, એટલે તેનું પ્રકાશ આપણને દેખાય છે. દરેક વસ્તુમાંથી રિફ્લેક્ટ થઈને પાછું આપણને આવે છે, ત્યારે તે વસ્તુ આપણને દેખાય છે. ત્યાં સુધી તે દેખાય નહીં, સમજાયું? વસ્તુ વચ્ચે પડેલી હોય, પણ જો તે પ્રકાશને રિફ્લેક્ટ કરવાનું બંધ કરી દે, તો તે વસ્તુ સામે હોવા છતાં આપણને દેખાય નહીં અને આપણે ભટકાઈ જઈએ. કારણ કે જડતા તો પામી ચૂકેલી છે, પણ આપણને દેખાતી નથી.
તો શું થાય? અવગણના સાથે બને છે ને? અકસ્માત થાય ત્યારે રોડ ઉપર આ સામે હોય છે, તેમને દેખાતી નથી. તેમને ન તો દેખાય, બીજાને તો દેખાતી હતી, તેમને ના દેખાય. બસ, ગયો! આ નિમિત્તે 'ઉગ્રમ્ વીર્યમ્ જ્વલંતમ્' એટલે કે સમસ્ત જ્યોતિઓનો સમગ્ર લોક તેમનાથી પ્રકાશિત થઈને તેમને પ્રકાશિત કરે છે. એટલે કે, સ્વયં કાંતિયુક્ત થઈને બીજાને કાંતિમાન બનાવે છે. સ્વયં પરમ કલ્યાણ સ્વરૂપ થઈને સુશોભિત બને છે અને સર્વને સુશોભિત બનાવે પણ છે. સર્વનું કલ્યાણ કરે છે, તેથી તેમને 'જ્વલંતમ્' પણ કહેવાય છે."
ત્યારે ફરી પ્રશ્ન કર્યો કે, "તેમને સર્વતોમુખ શા માટે કહ્યા?" ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, "તેઓ પોતાના મહિમાથી બધા ભૂતો, બધા આત્માઓ, બધા દેવતાઓ અને બધા લોકોને પોતે ઇન્દ્રિયોથી પર હોવા છતાં બધી બાજુઓથી જુએ છે. 360 ડિગ્રીથી જુએ છે. બધા બધી બાજુથી સાંભળે છે. બધા લોકોને પોતે ઇન્દ્રિયોથી પર હોવા છતાં બધી બાજુ ગમન કરતા સ્થિર રહે છે. ગમન પણ કરે છે, પણ સ્થિરતાથી ગમન કરે છે. સ્થિરતાથી એટલે કે એવા રૂપે સમાન રૂપે વિદ્યમાન છે. એટલે ઋગ્વેદમાં પણ કહે છે કે, 'સૃષ્ટિના આરંભમાં જે ભગવાન હતા, તે જ વિશ્વના રૂપમાં પ્રગટ થઈ ગયા.' આ બહુ પ્રોફાઉન્ડ સ્ટેટમેન્ટ છે કે સૃષ્ટિના આરંભમાં જે ભગવાન હતા, તે પછી તો સૃષ્ટિરૂપ બની ગયા. તો આ બધું શું છે? તો કે ભગવાન જ છે. તમે એના રૂપમાં ના જોશો, આ ભગવાન છે જ એમ તમે જાણો. પછી એનો કોઈ દોષ નથી, કોઈ બાધ નથી, કોઈ સામે નથી આવવાનું, કશું થવાનું નથી.
પછી એમ કે, 'આ બહુ મોટી વાત છે.' એવા સર્વતોમુખ ભગવાનને હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું, નમસ્કાર કરું.' તેથી તેમને 'સર્વતોમુખ' પણ કહ્યા છે."
ફરી દેવોએ પ્રશ્ન કર્યો કે, "ભગવાનને નૃસિંહ કેમ કહ્યા?" ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, "બધા જીવોમાં માણસ સૌથી શ્રેષ્ઠ અને પરાક્રમી છે. સિંહને પણ વધુ પરાક્રમી અને શ્રેષ્ઠતમ કહેવાય છે. તેથી ભગવાનને નર અને સિંહ બંને વિશેષતાઓથી યુક્ત કહેવાયા છે. ભગવાનનું આ સ્વરૂપ વિશ્વ માટે કલ્યાણકારી છે, સનાતન છે, અવિનાશી છે. તે ભગવાન વિષ્ણુ સિંહનું રૂપ ધારણ કરીને ભક્તો વડે સ્તુત્ય બને છે. પર્વતો પર રહેનાર, ભયાનક મુશ્કેલ સ્થળોએ જનાર, પરાક્રમી તેવા વિષ્ણુની સ્તુતિ કરાય છે. જેના વ્યાપક ત્રણ પગલામાં સઘળા ભુવનો નિવાસ કરે છે, તેથી તેમને 'નૃસિંહ' કહેવામાં આવે છે. નિડરતા, ફૂલ પાવર, નર્યું સોલર પ્લેક્સસ. બીજું કંઈ જ નહીં, ઢાલ જેવું મોટું થઈ ગયું હોય એવો પાવર તે જનરેટ કરે છે." ત્યારે કહે છે કે, "નૃષિ ભગવાન પ્રગટ થઈ જાય વખતે કોકનામાં, ઘણી વખત આપણે જોતા હોઈએ એવું."
ત્યારે દેવતાઓએ ફરી પ્રશ્ન કર્યો કે, "હે દેવ, ભગવાનને ભીષણ કેમ કહેવાય? પાછા 'ઉગ્ર' કહ્યા, 'વીર' કહ્યા, 'મહાવિષ્ણુ' કહ્યા અને આ પાછા ફરી પાછા તેમને 'જ્વલંતમ્' કહ્યા, 'સર્વતોમુખ' કહ્યા, 'ઋષિ' કહ્યા અને હવે આ પાછા 'ભીષણ' કેમ કહ્યા?" ત્યારે કહે છે કે, "ભગવાનના ભીષણ રૂપને જોઈને બધા લોક, બધા ભૂતો, બધા દેવો ભીતિથી આમ તેમ ભાગવા માંડે છે. બધા આલમ ડોલમ થાય છે. ભગવાન પોતે કોઈનાથી ડરતા નથી. વેદમાં કહ્યું છે કે, 'આ ભગવાનના ભયથી વાયુદેવ પ્રવાહિત રહે છે, નદીઓ વહે છે અને સૂર્ય ઉદય પામે છે. તેમના ભયથી અગ્નિ અને ઇન્દ્ર કર્તવ્યનું પાલન કરે છે અને પંચમ મૃત્યુ દેવતા પણ તેમના ભયથી જ દોડે છે. તેથી જ તેમને 'ભીષણ' કહેવામાં આવે છે.' આ બધા દેવો એમ પોતે કંઈ કામ કરે એવા છે? નહીં, ઝટ દઈને શું? પણ આ ભીષણ છે, તેમને ખબર પડે છે, એટલે બરાબર આ બધાની ફાટે છે અને પછી બધા તો કામ કરવા દોડધામ કરી મૂકે છે.
નહિતર કોઈ નદી વહે નહીં, વાયુ વાય નહીં, સૂર્ય ઉગે નહીં અને કશુંય નહીં. નરી અરાજકતા થઈ જાય. પણ આ ભીષણ છે. ભગવાનનું સ્વરૂપ ઉગ્ર છે, વીર છે. એટલા માટે આ બધા ઓર્ડરમાં છે. 'ઓર્ડર, ઓર્ડર, યસ!' આ ભીષણના લીધે ઓર્ડર છે." હવે પ્રશ્ન કર્યો કે, "ભગવાન ઋષિને પાછા 'ભદ્રમ્' કેમ કહ્યા?" તો પાછા ભદ્ર પણ છે. ઋષિ છે, ભીષણ છે, તોય પાછા...
ભદ્ર ત્યારે કહે છે કે, "સ્વયં કલ્યાણરૂપ બનીને હંમેશા કલ્યાણ આપે છે." આને એઝ ઈટ ઇઝ આપણે આમ ગળી જવું જોઈએ કે ભગવાન હંમેશા કલ્યાણ આપે છે. કોઈપણ સ્થિતિ, અવસ્થા, કાંઈ પણ આપણી સામે આવ્યું તો કે આપણા કલ્યાણ માટે જ છે. બસ, આ ભાવ આપણી અંદર આપણે પ્રગટ કરી રાખી શકીએ, એનો સ્વીકાર કરી દઈએ તો સ્વીકારાત્મક મુદ્રામાં આપણે નિરંતર રહી શકીશું અને એના કારણે પછી શાંત રહી શકીશું. કારણ કે ભગવાનનું ભીષણ સ્વરૂપ જે પ્રકૃતિ બહાર ધારણ કરે કે અંદર, આપણને એ ચલાયમાન કરી શકશે નહીં. કારણ કે આપણે સ્વયં કેવા છીએ? પરાક્રમી નૃષિ સ્વરૂપ સાથે એકરૂપ તે વખતે થઈ જઈએ કે પછી કશું થશે નહીં એમ કહે છે.
એટલે હંમેશા કલ્યાણ આપે છે. કાંતિમાન બનીને બીજાને કાંતિયુક્ત બનાવે. સ્વયં સુશોભિત થઈને બીજાઓને શોભાયમાન કરીને કલ્યાણ કરે. જો ભગવાનનું તેજ આપણી અંદર ના હોય તો આપણે આવા દેખાઈએ ખરા? આવા લાગીએ ખરા? આપણે પ્રશ્ન કરવાનો કે ના ભાઈ, આમ ૨૦% જરાક આમ પાવર ખેંચી લે છે ને આપણામાંથી તોય કોથળા જેવો થઈને બેઠો હોય માણસ. શું પછી કે કેમ આમ થયું? શું થયું? તો કે બહુ શક્તિ છે કે ત ભગવાન પાછી કંઈક કરીને ૨૦% અંદર શક્તિ પૂરી આલે. એટલે જો તમારા ફૂલ પાવરમાં પછી તો કે બસ, કેમ? તો કે દોઢ લાખ રૂપિયાનું ઇનામ લાગી છે. તો પેલો કોથળો એકદમ ઊભો થઈને દોડવા માંડે કે મારી અંદર જટ આપી દે કે સ. એ લાલચનો એ પાવર કેવો છે? કોથળો ઊભો થઈને દોડવા માંડે ધડામ દઈને. તમે વિચાર કરો. લાલચનો કેવો પાવર છે તમે વિચારો. પણ જે સમત્વને પામેલો છે એ ક્યારેય દોડશે નહીં આવી રીતે.
લાગ્યું તો કે સારું. પૈસા આવ્યા તો કે સારું. કોથળો ત્યાં મૂકી દે. કેટલી બધી સ્થિરતા હોય એને! એવા મારવાડી શેઠ જોયેલા. પૈસો પચાઈ ગયેલા. બરાબર. કળવા ના દે. ધોતિયામાં તો કાણા પડેલા હોય. એ જ પહેરવાનું કે ભલેને અબજોપતિ થઈ ગયો. કેમ? તો કે પહેરી પર તો આવું જ પહેરાય. પછી લગ્નમાં જાય ત્યારે ઠાઠનો જુદો હોય પાછો. એ વાત જુદી છે. પણ આમ જ રહેવાનું. પાઘડી તો કે આઠવાડીએ જ ધોવાની એમ. એ પહેલા નહીં. ભલેને ગમે તેટલું થાય તો પણ એવું હતું એ લોકો. સમતા, એક ઓર્ડરલીનેસ. એટલે ભદ્રમ કીધા છે.
યાજકોના પોષક છે અને "સદૈવ કલ્યાણકારી વચનો કાનથી અમે સાંભળીએ, નેત્રોથી સદેવ કલ્યાણકારી દ્રશ્ય જ જોઈએ." એવી જે આપણે પ્રાર્થના કરીએ છીએ તે પણ એમને જ કરીએ છીએ કે, "હે દેવ, પરિપુષ્ટ અંગોવાળા, સુદ્રઢ શરીરવાળા અમે આપણે વંદના કરતાં કરતાં પૂર્ણ આયુષ્ય ભોગવીએ અને ભગવાનનું કામ કરી શકીએ." જેથી ભગવાનને ભદ્ર કહેવાય.
દેવતાઓએ ફરી પ્રશ્ન કર્યો કે, "તો પછી એમને મૃત્યુમૃત્યુમ કેમ કહેવાય છે?" પ્રજાપતિએ કીધું કે, "ભગવાન પોતાના મહિમાથી પોતાના ભક્તોના દ્વારા સ્મરણ કરાતા ભક્તોના મૃત્યુ અને અપમૃત્યુનો નાશ કરે છે." જેમ સવારે વાત કરી હતી, માર્કંડેય મુનિનું મૃત્યુ જે અપમૃત્યુ થવાનું હતું તેને એમને દૂર કરી દીધું. તો વેદોમાં કહ્યું છે કે, "જે ભૌતિક અને આધ્યાત્મિક સામર્થ્ય પ્રદાન કરે છે, જેની છત્રછાયામાં રહીને અમૃત તત્વનું સુખ તથા જેનાથી વિમુખ થઈને મૃત્યુજન્ય દુઃખ પ્રાપ્ત થાય છે, તે પ્રજાપતિ પરમાત્મા માટે અમે આહુતિઓ સમર્પિત કરીએ છીએ." એને કારણે તેમને મૃત્યુમૃત્યુમ કહ્યા છે. સમજાય? સર્વનું કલ્યાણ જ કરે છે અને સમૃદ્ધિ અને આધ્યાત્મિક જેને કહેવાય બધા બેનિફિટ પણ એ ભગવાન જ આપે છે.
દેવતાએ ફરી પૂછ્યું કે, "આ અનુષ્ટુપમાં વળી નમામી પદ કેમ આવ્યું છે?" ત્યારે કહે છે કે, "બધા નૃષિ ભગવાનની સ્તુતિ, બધા દેવતાઓ, બધા બ્રહ્મજ્ઞાની પુરુષો, મુમુક્ષુઓ બધા કરે." વેદોમાં કહ્યું છે કે, "બ્રહ્માજી જેમના માટે સ્તુતિ કરતો મંત્ર બોલે છે, ઇન્દ્ર, મિત્ર, વરુણ, આર્યમા વગેરે દેવો જેમને પોતાના ઇષ્ટ બનાવ્યા છે, તેમને નમસ્કાર છે." તેથી તેમને માટે નમામી કહેવાયું છે.
ફરી દેવતાએ પૂછ્યું કે, "મંત્રમાં અહમ કેમ છે?" ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, "શ્રુતિનું વચન છે કે, 'હું ઋતની અને દેવોની પૂર્વે પ્રથમ ઉત્પન્ન થયો છું. અમૃતનું ઉત્પન્ન ઉત્પત્તિ સન નાભી હું છું અને હું જ અન્ન છું. હું સમસ્ત જ્યોતિઓ અને શક્તિઓનો પ્રદાતા છું. જે મને સતપાત્રો આપે છે તેથી દરેકનું કલ્યાણ થાય છે. જે સ્વયં અન્નને ખાય છે તેમને હું ખાઉં છું. હું સમગ્ર જીવનમાં વ્યાપીને રહેલા સુવર્ણમય જ્યોતિ સ્વરૂપ છું.'" કામની આ વાત આવી ને! "સમગ્ર જીવનમાં વ્યાપીને રહેલા સુવર્ણમય જ્યોતિ સ્વરૂપ છું." ગોલ્ડન એનર્જી છે જબરજસ્ત. "જે આ પ્રમાણે જાણે છે તે આ મહોપનિષદ છે."
હવે તૃતીય ઉપનિષદ. આ નૃષિ પૂર્વતાપીની ઉપનિષદનું ત્રીજું જે છે અને એટલા માટે મહાન ઉપનિષદ પણ કહેવામાં આવે છે. એક વખતે દેવોએ પ્રજાપતિ બ્રહ્માને પૂછ્યું કે, "આ અનુષ્ટુપ મંત્રરાજ નૃષિની શક્તિ અને તેના બીજ વિશે અમને કહો." ત્યારે પ્રજાપતિએ કહ્યું કે, "આ સમગ્રને જે સર્જે છે, આ સદાકાળે જે રક્ષા કરે છે, આ સગળાનો જે સંહાર કરે છે, તે આ માયા, માયા જ નારસિંહી શક્તિ છે." શું કીધું? "માયા જ નારસિંહી શક્તિ છે." નરસિંહની શક્તિ કઈ છે? માયા એમ. તેથી આ માયા રૂપી નારસિંહ શક્તિને જે જાણે છે તે આ માયા શક્તિનો જાણકાર છે. મેજિકલ પાવર ઓફ માયા. તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય, તે મૃત્યુને તરી જાય છે, તે સંસારને તરી જાય છે, તે અમૃતત્વને પ્રાપ્ત કરે છે અને તે આ લોકમાં મહાન સમૃદ્ધિને ભોગવે છે.
દાખલા તરીકે, બહુ મહાન વશીકરણનો જાણકાર કોઈ તાંત્રિક અથવા તો કોઈ જાદુગર આવ્યો હોય. હવે આખા ગામને અથવા તો કોઈ મોટા હોલને બધાયને એકદમ આમ વશીકરણ કરી દે ને બધું એમ કરી દે તો બધા ત્યાં આગળે બેઠેલા હોય તો સસલાની જેમ આમ કરીને બેસી જાય બધા જ. બરાબર? પણ એક માણસ એવું અંદરથી નીકળે કે જે એમ કરીને...
બેઠો ના હોય ને આ બધાને જોઈને હસ્યા કરતો હોય ને પેલાને જોઈને હસ્યા કરતો હોય, તો એ એવું કેવી રીતે કરી શક્યો? તો કે મેજીકલ પાવર ઓફ ધેટ જાદુગર એની પર અસર કરતા નથી, એવું એને અંદરથી પહેલા નક્કી કરી નાખેલું. એટલે પેલી માયા શક્તિની સામે પોતાની આત્મશક્તિ એને ફોરાવીને કહ્યું કે, "તું મને વશીભૂત કરી ના શકે. પાંચ ભૂતો, તમે મારું કશું બગાડી શકવાના નથી. તમે ભેગા થઈને ભલે ગમે તે બનાવી દ્યો, પણ હું એનાથી જરાય ખેંચાવાનો નથી."
એવું આત્મશક્તિનું ફોરવ આમ સામે મૂકે તો એ આખા બ્રહ્માંડની અંદર ગમે ત્યાં ફરતો ફરે તો પણ એને કોઈપણ વસ્તુ ખેંચી શકે નહીં. એને કોઈ વસ્તુ લેવા યોગ્ય લાગવાની પણ નથી. એને પછી કોઈને કશું આપવાની ક્યાં જરૂર રહે છે? સામે પાછો લેનારો એવો જોઈએ ને કોઈ. એ લાયક, એ એની પાસે તો જ્ઞાન જ છે, બીજું કંઈ છે નહીં. તો હવે એવું જ્ઞાન લઈ શકે એવો ત્યાં ઊભો હોય તો આપે ને? એવો કોઈ ચડે નહીં એટલે પેલો આપે બી. પણ પછી એ શું થાય કે આખા બ્રહ્માંડમાં એમનું એમ એ ફરતો ફરે. "ભગવાનની માયા તકે તારી પાસે રાખ કે તું મને અસર કરી શકે એવી નથી." નારાયણ અને નારાયણી, હા, સમજે ભગવાન. બસ, નારાયણ.
તો હવે આવી રીતના કરીને એ બહાર નીકળે છે. તો એ માણસ શું થશે કે હોલમાંથી એમને બહાર નીકળી જશે અને પેલો એને રોકી પણ નહીં શકે. બાકીના બધા સસલા બનીને બેઠા હશે. પેલો કહે કે છ કલાક બેસો, છ કલાક બેસી રહે બધા. તો બધાયને આવી રીતે બેસાડી રાખ્યા છે અહીંયા આગળ, સમજ્યા? આ શક્તિ. હવે જો તમે આત્મશક્તિ ફોરવીને નરસિંહ બનીને, નરસિંહ બનવાનું છે એટલે સિંહ જેવો પાવર ને નરની અંદર એને ફોરાવવાનો, સમજાયું? સિંહ જેવો પાવર નરની અંદર ફોરાવવાનો ત્યારે નરસિંહ કહેવાય. બધાએ શું કર્યું? નરસિંહ ભગવાન પ્રગટ થયા ને ખધી એને પહેલાને કાપી નાખ્યો, આમ કરી નાખ્યું. એ વાર્તા જોઈ જોઈને રાજી થયા કરે છે. વાસ્તવિકતા કંઈક બીજું કહે છે આપણને. હમણાં કંઈક પિક્ચર આવ્યું છે આ કહેતી તું મને. એ બધું આવું બતાવે, રૂપકો છે આ બધા. શું રૂપકો એમ બતાવે કે હૃદય આમ ખોલી કાઢ્યું, ખોલીને એની અંદરનું બધું જે કંઈ આપણે ઓપરેશન કરે છે એનું બધું કે અંદર પડેલી વૃત્તિઓ છે બધું કાઢી નાખ્યું એને.
બધું કાઢી નાખ્યું, આ બધું ચોખ્ખું થઈ ગયું. હા, ચોખ્ખું થઈ ગયો એટલે પછી એને સીધો મુક્તિ પદમાં મોકલી દીધો પાછો. એટલો મહાન પાપી હિરણ્યકશિપુ હોવા છતાં એ મોક્ષે જતો રહ્યો તરત ધડાક દઈ કલ્યાણ થઈ ગયું એનું. તો એવું જ્ઞાનથી, એવું જ્ઞાનથી થાય. હા, એમ કહેવા માંગે છે.
તો એવી રીતે છે. હવે કહે છે કે આ શક્તિ અને બીજ વિશે કહું. ત્યારે કહે છે કે આ સમગ્ર વિશ્વને જે સર્જે છે, રક્ષે છે, સઘળાનો સંહાર કરે છે, એ માયા જ નારસિંહ શક્તિ છે. એટલે આ માયારૂપી નારસિંહ શક્તિને જે જાણે છે, માયા શક્તિનો જાણકાર છે, તે પાપોથી મુક્ત થઈ જાય છે, મૃત્યુને તરી જાય છે. પેલોય નીકળી જાય ને એમાંથી હોલમાંથી. જેવી રીતે એમ સંસારને તરી જાય છે માણસ અને આ લોકમાં મહાન સમૃદ્ધિ ભોગવે છે. બ્રહ્મજ્ઞાનીઓ મીમાંસા કરે છે કે ભગવાનની આ માયા રૂપી નારસિંહ શક્તિ એ હસ્વ છે કે દીર્ઘ છે કે પ્લુપ્ત છે. જો એ માયા શક્તિ હસ્વ છે તો એ સર્વ પાપોને બાળી નાખે છે. નેગેટિવ છે તો સર્વ પાપોને બાળી નાખે અને અમૃતત્વને પ્રાપ્તિ થાય છે. જો એ દીર્ઘ છે તો મહાન ઐશ્વર્યને પામે છે. પોઝિટિવ પાવર તો અમરત્વને પ્રાપ્ત થાય છે. અને જો સાધક તે શક્તિને પ્લુપ્ત જાણે છે તો એ સાધક જ્ઞાનવાન બને છે અને અમૃતત્વને પામે છે.
ન્યુટ્રલ પાવર.
આ અંગે ઋષિઓએ એવું નિર્દેશન કર્યું છે કે, "હે માયાશક્તિ રૂપ બિંદુમય સ્વર, સંસાર સિંધુને પાર કરવા માટે સરળ ભાવયુક્ત પ્રયત્નશીલ થઈને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટે ભગવાનની શ્રી શક્તિ લક્ષ્મી, શિવ શક્તિ અંબિકા અને બ્રાહ્મી શક્તિ સરસ્વતી, ષષ્ટિ શક્તિ એટલે કે સ્કંદ શક્તિ કાર્તિકેય સ્કંદ તથા ઇન્દ્રસેના અને બ્રહ્મ સાક્ષાત કરાવનારી વિદ્યા શક્તિના શરણે હું જાઉં છું. તે સર્વ શક્તિઓ વાળા ભગવાન મારું રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો."
આકાશ જ આ સર્વે પ્રાણોના આશ્રયભૂત છે. બધા જ પ્રાણી સમુદાયની ઉત્પત્તિ આકાશમાંથી થાય છે. આકાશમાંથી ઉત્પન્ન થઈને તે જીવે છે અને આકાશમાં જ બધા લય પામે છે, તેમાં જ સમાઈ જાય છે. તેથી આકાશ એ સૃષ્ટિનું બીજ છે. તે વિશે ઋષિઓએ દર્શાવ્યું કે સ્વયં પ્રકાશ સ્વરૂપ પરમાત્મા પરમધામમાં રહેલા છે. અંતરિક્ષમાં નિવાસ કરનાર વસ્તુઓ પણ તે જ છે. અતિથિના રૂપમાં તે જ માણસોના ઘરમાં પણ ઉપસ્થિત થાય છે. યજ્ઞવેદી પર સ્થાપિત અગ્નિ અને આહુતિ આપનાર હુતા પણ એ જ છે. ભૂલોકમાં એનાથી શ્રેષ્ઠ સ્વર્ગલોકમાં અને તેથી શ્રેષ્ઠ સત્યલોકમાં પણ તેમનો જ નિવાસ છે. પરબ્રહ્મ પરમાત્મા આ બધી જ જગ્યાએ વ્યાપેલા છે એમ કહે છે. આકાશમાં પણ તેમનો જ નિવાસ છે. મહાન પરમ સત્યના રૂપમાં પૃથ્વી, જળ, પર્વત તથા સતકર્મોમાં તે જ પ્રગટ થાય છે. જે આવું જાણે છે તે જ જ્ઞાની છે.
એ જ આ મહોનિષદ કહે છે.
હવે ચતુર્થ ઉપનિષદ એનું કહે છે. અહીં દેવતાઓએ ફરી પ્રજાપતિને પ્રશ્ન કર્યો કે, "હે દેવ, આ મંત્રના, આજ અનુષ્ટુપના અંગભૂત મંત્રો અમને કહો." હવે આ થોડું એના પછીનું સિક્રેટ આવ્યું. ત્યારે કહે છે બ્રહ્માજી કે, "ઓમકાર એટલે કે પ્રણવ, સાવિત્રી એટલે ગાયત્રી, યજુર લક્ષ્મી તથા ઋષિ ગાયત્રીને મંત્રરાજના અંગભૂત જાણવા. જે અમને જાણે છે તે અમૃતત્વને પ્રાપ્ત કરે છે." ત્યારે ઓમકાર જે છે તે કેવો છે? પ્રણવ છે, અવિનાશી છે. સમગ્ર દ્રશ્ય જગત જે કાંઈ છે તે ઓમકારનો વિસ્તાર છે. આને ગ્રહણ કરો. ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળ પણ ઓમકાર સ્વરૂપ છે. આ સઘળું ત્રિકાળ યુક્ત ઓમકાર જ છે અને જે ત્રિકાળ આતિત છે તે પણ ઓમકાર સ્વરૂપ જ છે. આ બધું બ્રહ્મમય જગત.
"એ ઓમકારરૂપ છે. આ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને આત્મા ચાર પાદ વાળો છે. ચતુષપાદ કીધો એને. આત્માના ચાર પાદ છે, પગ નહીં. પાદ એ પગ વાળું નહીં. આત્માના કોઈ હાથ પગ હોતા નથી, પણ અહીં ચાર એના પાદ છે જેના પર એ છે. તો જાગૃતના સ્થાન વાળો, જેનું નિવાસસ્થાન એ જાગ્રત અવસ્થા, બહિષપ્રજ્ઞ એટલે કે બાહ્ય જગતને પણ જ્ઞાનનો વિષય બનાવે છે. સાત અંગો વાળો, ભૂ, ભુવસ્વહ, મહ, જન, તપ, સત્યમ એ સાત લોક. ઓગણીસ મુખવાળો. ઓગણીસ મોટા કયા કયા? તો કે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ અને ચાર અંતઃકરણ થઈને ઓગણીસ થાય. તો સ્થૂળ ભૌતિક જગતનો ભોગતા, જેનું શરીર આ સંપૂર્ણ વિશ્વ છે તથા તેમાં સ્થિત અંતર્યામી પુરુષ હોવાના કારણે તેને વૈશ્વાનર કહેવામાં આવે છે. "અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશરતા." તે વૈશ્વાનર ભગવાન પૂર્ણતમ પરમાત્મા, ઋષિ ભગવાન ઓમકારનો પ્રથમ પાદ છે.
ઓમકારનો પ્રથમ પાદ જ કોણ છે? ઋષિ ભગવાન.
અહીં સપ્તાંગનો અર્થ છે: સપ્ત સંખ્યક દ્યુ, સૂર્ય, વાયુ, આકાશ, પૃથ્વી અને આવની અગ્નિ. ઓગણીસ મુખનો અર્થ છે: પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ અને ચાર અંતઃકરણ: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જેનું સ્થાન સ્વપ્ના અવસ્થા છે. પહેલા જાગૃતિની વાત કરી, હવે સ્વપ્નામાં ગયા. થોડુંક આમ અંદર જઈએ એટલે સ્વપ્નું શરૂ થાય. ત્યાં આગળે શું થયું? તો કે અંતઃપ્રજ્ઞ, આંતરિક જ્ઞાન શરૂ થયું. સાત અંગો વાળો, ઓગણીસ મુખવાળો, સૂક્ષ્મ જગતનો ભોગતા એ કોણ છે? તો કે તેજસ પ્રકાશ સ્વરૂપ હિરણ્ય ગર્ભ છે. સ્વપ્નું છે, શેનીથી પ્રોજેક્ટ થાય છે? જે સ્વપ્નું તમે આમ જુઓ તો ત્યાં તો આંખ બંધ છે, અંધારું છે, તમે ઊંઘી ગયા છો. સાવ અંધારામાં એકદમ સ્વપ્નો પ્રગટ થાય છે ને? રાત્રે આમ ઊંઘી ગયા, તમને કંઈ ખબર નથી, નર્યું અંધારું જ છે બધું.
પણ ત્યાં એકદમ આમ પ્રોજેક્ટ થાય છે સ્વપ્નો અને પછી એમ દેખાય રીતસર આમ વિમાન જતું દેખાય, તમે બેસો, એરપોર્ટ પરથી આમ ઉતરો, આમ કરો, તેમ કરો, બધું અજવાળામાં થાય. તો એ પ્રકાશ સ્વરૂપ હિરણ્ય ગર્ભ છે. ત્યાં તે નૃષિ મંત્રનો, ઓમકારનો બીજો પાદ છે.
ત્રીજી જગ્યા જ્યાં સુપ્તા અવસ્થામાં વ્યક્તિ કોઈ કામના નથી કરતો, કોઈ સ્વપ્ન નથી જોતો, તે સુશુપ્તા અવસ્થા છે. તે સુશુપ્તા અવસ્થા અને તેનાથી ઉપલક્ષિત સમગ્ર વિશ્વની પ્રલય અવસ્થા જેનું સ્થાન છે, તે પ્રજ્ઞાન ઘન છે. જે સ્વયં આનંદ દમય છે, આનંદનો ભોક્તા છે અને ચિત્તરૂપ જ્ઞાનરૂપ મુખવાળો છે. જે પોતાના સ્વરૂપ ભૂત આનંદનો ભોગતા અને જ્ઞાન સ્વરૂપ છે, તે મંત્રરાજ ઓમકારનો ત્રીજો પાદ છે. આ સર્વનો માલિક છે, તે સર્વને જાણનાર છે, સર્વાંતર્યામી છે. સમસ્ત જગતના કારણરૂપ, સમગ્ર પ્રાણીઓની ઉત્પત્તિ ને લયનું કારણ પણ તે જ છે. બહુ જ પૈસાદાર માણસ, અતિશય પાવરફુલ માણસ હોય, કશું બી હોય તો પોતાનો દરબાર ભરીને બેઠો હોય, બરાબર? પછી બધા એની પાસે આવશે, આમ વાત કરશે, તેમ વાત કરશે. એ શું કરશે? કશું ગ્રહણ ત્યાંથી કંઈ નહીં કરે, બેસી રહેશે બસ.
જોયા કરશે, જાણે કરશે. એકદમ સુશુપ્ત અવસ્થાની અંદર જ હોય અને એવી રીતના સ્થિરતાપૂર્વક બેસી રહે. કંઈ જ ના. એનો પાવર એટલો બધો લાગે ને, બાકીના બધા ભડકી મર્યા હોય એનાથી. "સાહેબ કંઈ બોલતા જ નથી, કંઈ ખબર નહીં પડતી શું ચાલે છે એમના મગજમાં." કે બધા ભડકેલા જ પડે એવા. એટલે સુશુપ્ત અવસ્થા આવી એનાથી. તો એવી સુશુપ્ત અવસ્થા છે, તે શું છે? તો કે સ્વપ્ન અવસ્થા પૂરી થાય પછી નીચે ઉતરો ત્યારે સુસુપ્ત અવસ્થા શરૂ થાય. સુસુપ્ત અવસ્થાની અંદર સ્વપ્ન પણ નથી ને જાગૃતિ પણ નથી. એ ત્યાં છે. એ સ્થિતિ કેવી છે? સર્વ અંતર્યામી, સમગ્ર જગતના કારણરૂપ છે. સમગ્ર પ્રાણીઓને ઉત્પત્તિ અને લયનું કારણ પણ એ સ્થિતિ છે. સુસુપ્તિમાં હોય માણસ, શ્વાસ લેતો હોય, બધું કરતો હોય, પણ બસ એમ સુસુપ્તિમાં પડી રહ્યો હોય.
હવે જેને સ્થૂળનું જ્ઞાન નથી કે સૂક્ષ્મનું જ્ઞાન નથી, એટલે કે જે બહિષ્પ પ્રજ્ઞ પણ નથી કે અંત પર પ્રજ્ઞ પણ નથી. અંતરજ્ઞાન બી નથી અને બાહ્ય જ્ઞાન અથવા જે બંને નથી, પ્રજ્ઞ નથી કે અપ્રજ્ઞ નથી, તેવા પ્રજ્ઞાન ઘન, અદ્રશ્ય, અવ્યવહાર્ય, અગ્રાહ્ય, લક્ષણ વગરના, ચિંતવી ન શકાય તેવા, અવ્યદેશ્ય કે જેના વિશે કંઈ પણ ઉપદેશ્ય ન કહી શકાય, એના વિશે કંઈ આપણે કશું જ ના કહીએ, એવા આત્મ પ્રત્યયરૂપ, સારરૂપ, પ્રપંચનો લય જેમાં થાય છે, તે શાંત, શિવ સ્વરૂપ, અદ્વૈત ઓમકાર મંત્રરાજ અનુષ્ટુપ અથવા ઋષિનો ચોથો પાદ માનવામાં આવે છે. તેને જ આત્મા જાણવો. આ જગ્યા તે બ્રહ્મ છે, એને આત્મા જાણો એમ કે. જે બધે વ્યાપ્ત છે, એને ત્યાં તમારી જેવી સ્થિતિ થઈ એટલે બસ તમે આત્માને પ્રાપ્ત કર્યો.
હવે સાવિત્રી મંત્ર વિશે કહે છે. આ સાવિત્રી મંત્ર યજુશના મંત્ર રૂપે ગાયત્રી યુક્ત કહેવામાં આવ્યો છે. તેનાથી આ આખું વિશ્વ વ્યાપ્ત છે. ધ્રુણી મંત્રમાં બે અક્ષર છે, સૂર્યમાં ત્રણ અક્ષર અને આદિત્યમાં ત્રણ અક્ષર છે. આ શ્રીથી વિભૂષિત સાવિત્રીનું અષ્ટાક્ષર પદ છે. જે આ રીતે જાણે છે તે મંત્રશ્રીથી વિભૂષિત થાય છે. એ વિશે ઋગ્વેદની રૂચામાં કહેવાયું છે કે રૂચાઓ સ્વયં પ્રકાશિત પરમાકાશ રૂપ અવિનાશી બ્રહ્મમાં અધિષ્ઠિત, જ્યાં વિશ્વનું અધિષ્ઠાન કરતા દેવતા નિવાસ કરે છે. જે તેને જાણતો નથી તેને વેદપાઠથી પણ શું મળવાનું હતું? તમારી કવિતાનું જે જન્મસ્થાન છે તેની વાત કરે. એ જગ્યાને તમે જાણો છો તો તમે બધું જાણો છો. હવે તમે વેદ પાઠ કર્યો છે તેના બરાબર તમે જાણો છો, પણ જે માણસ એ સ્થાનને જાણતો જ નથી તે આખો વેદ મોઢેથી એમ બોલી કાઢે તો પણ એનાથી શું વળે એમ કહે છે.
અને કાવ્ય એમનેમ તો આવતું નથી, કોઈ ચિત્ર એમનેમ તો થતું નથી ને? ક્યાંક અંદર ક્યાંક કોઈ એવી એક જગ્યા છે કે જ્યાં આગળે એનું તમે પહેલા દર્શન કરો છો પછી એ પ્રગટે છે, ચાહે ચિત્ર."
શબ્દ હોય, કોઈપણ કળા હોય, ગમે તે હોય, તો એ એનું જન્મસ્થાન છે એમ જાણો એમ કહે છે. જે તેને જાણે છે, તે આનંદરૂપ પરધામમાં નિવાસ કરે છે. સર્જનનો આનંદ પ્રાપ્ત થઈ ગયો તેને, યાર, બહુ સબરસ! જે સાવિત્રી મંત્રને આ રીતે જાણી લે છે, તેને ઋચા, યજુષ અને સામન ના મંત્રોની કોઈ આવશ્યકતા નથી. તેને બીજા કોઈ મંત્ર કરવાના નહીં. તે જગ્યાએ, ત્યાં બસ આમ પોતાની સ્થિતિ કરીને રહેવાનું. ત્યાંથી તે બધું પ્રાપ્ત કરી લેશે. તેને જે કાંઈ જરૂરી છે, જે જોવે છે, બધું તેને મળશે.
ભૂલોકની લક્ષ્મી, ભુવલોકની લક્ષ્મી અને સ્વહલોકની લક્ષ્મી, જેનું નામ કાલકરણી છે, તે મહાલક્ષ્મી અમને શ્રેષ્ઠ કર્મો તરફ પ્રેરે. આ યજુર્વેદોક્ત મહાલક્ષ્મીની ગાયત્રીનો મંત્ર છે. તે ચોવીસ અક્ષરોવાળો છે. કયો મંત્ર છે? "ૐ ભૂલક્ષ્મી ભુવ લક્ષ્મી સ્વલક્ષ્મી કાલકરણી તન્નો મહાલક્ષ્મી પ્રચોદયાત્."
"ગાયત્રી વા ઇદમ્ સર્વમ્ યદિદમ્ કિંચ. તસ્માદ્ એતાં મહાલક્ષ્મીં યાજુષીં વેદ મહતીં શ્રિયમ્ અશ્નુતે." આ સઘળું ચરાચર દ્રશ્ય જગત જે છે, તે ગાયત્રી સ્વરૂપ છે. તેથી જે યજુર્વેદમયી મહાલક્ષ્મી ગાયત્રીને જાણે છે, તે મહાન ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે.
હવે આગળ બીજો મંત્ર કહે છે: "ૐ નૃસિંહાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ તન્નો સિંહઃ પ્રચોદયાત્ ઇત્યસા વય નૃષિ ગાયત્રી દેવાનામ વેદાનામ નિદાનમ ભવતીિ ય એવમ વેદ નિદાન વાન ભવતીિ." એટલે કે, અમે નૃષિ ભગવાનને જાણીએ છીએ. કેવા છે તે? વજ્ર જેવા નખવાળાને અમે હૃદયમાં ધારણ કરીએ છીએ. તે નૃષિ અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. આવી આ ઋષિ ગાયત્રીનો મંત્ર છે. વેદો અને દેવોનો કારણભૂત છે. જે આવું જાણે છે, તે જ્ઞાનવાન બને.
પ્રજાપતિને દેવોએ પૂછ્યું કે, "હે ભગવાન, સ્તુતિ કરતાં નૃષિદેવ પ્રસન્ન થાય ને પ્રગટ થાય છે, તે અમને કહો." એટલે તેમને એક બહુ મોટો મંત્ર, પંદર એના વાલો, અહીં આગળ કહેલો છે, જેનો અર્થ તમને કહું. પ્રજાપતિએ કહ્યું કે, "જે ઓમકાર સ્વરૂપ નૃષિ દેવતા ભગવાન બ્રહ્મા, ભૂ, ભુવ અને સ્વહ લોક સ્વરૂપ મંત્રરાજ અનુષ્ટુપ છે, તે ભગવાનને નમસ્કાર છે."
એ રીતે આગળના મંત્રોમાં બ્રહ્માની જગ્યાએ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, પછી મહેશ્વર, પુરુષ, ઈશ્વર, સરસ્વતી, શ્રી, ગૌરી, પ્રકૃતિ, વિદ્યા, ઓમકાર, ચતશ્ર, અર્ધમાત્રા, સાંગ, સશ, શાખા, સેતિહાસ વેદો, પંચાગ્ની, સપ્ત મહાવ્યાહતી, અષ્ટપાલ લોકો, અષ્ટવસ્તુઓ, અગિયાર રુદ્રો, બાર આદિત્યો, આઠ ગ્રહો, પંચમહાભૂતો, કાલ, મનુ, મૃત્યુ, યમ, અંતક, પ્રાણ, સૂર્ય, સોમ, વિરાટ પુરુષ, જીવ, સર્વમ: આ બત્રીસ અક્ષરોને મૂકવાથી બત્રીસ ગાયત્રી મંત્રની સ્તુતિ બને છે.
પ્રજાપતિએ દેવોને કહ્યું કે, "તે મંત્રોથી નિત્ય દેવોની સ્તુતિ કરો." તો પહેલાની અંદર આપણે જેમ અહીંયા ગાડી વાપર્યું કે, "ૐ યો હ વૈ નૃસિંહો દેવો ભગવાન્ બ્રહ્મા ભૂર્ભુવઃસ્વસ્તસ્મૈ વયં નમો નમઃ." અહીંયા જે બ્રહ્મા શબ્દ જે વપરાયો છે, તે બ્રહ્માની જગ્યાએ હવે તમારે શું મૂકવાનું? તો તો કે ભગવાન વિષ્ણુ મૂકવાનું. પછી તો કે મહેશ્વર મૂકવાનું. એનો એજ મંત્ર દરેક વખતે બ્રહ્મા પછી વિષ્ણુ, પછી મહેશ, પછી સરસ્વતી, પછી ગાયત્રી, એ આજે પંચમહાભૂત આમ બધા જ મૂકું તો આવા બત્રીસ ગાયત્રી મંત્રો થશે બધા થઈને.
એ બત્રીસ ગાયત્રી મંત્રો વડે ઋષિ ભગવાનને તમે પ્રાર્થના કરો છો કે, "તમે અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો." એવી રીતના તો આ બત્રીસ નૃષિ ગાયત્રી મંત્રો થઈ જાય છે. આ એનું સિક્રેટ. આવી રીતના કરીને જે નિત્ય દેવ સ્તુતિ કરે છે, તેના પર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે, ઋષિ ભગવાન, અને તેને સર્વ કાંઈ એમ કે પ્રાપ્ત થઈ જાય છે.
એટલે ઋષિ ભગવાનની આવા બત્રીસ મંત્રો દ્વારા સ્તુતિ કરવાથી થી તેમની બત્રીસ શક્તિઓ સાથે તાદાત્મ્ય થાય છે. ભગવાન કેવા છે? નૃષિ! બત્રીસ લક્ષણ છે એમની પાસે. બત્રીસ જાતનો પાવર છે. તે બત્રીસે બત્રીસ સાથે તમારું એકરૂપપણું થાય છે, સંયોગીપણું થાય છે, એકાત્મ્ય થાય છે અને એના કારણે તમે સર્વ કાંઈ પ્રાપ્ત કરી શકો.
અને પાછો નૃષિ એટલે નર્મ સિંહ જેવો! ઓ હોય પાવરફુલ એકદમ! બોલ, શું કરવું? ખાલી આમ બેઠો જ હોય, પણ આનો પાવર એટલો બધો હોય ને, આમ આમ જુવે ને તો લોકોને આમ આમ કંઈક થતું. સાહેબે મારી સામે જોયું'તું, કંઈક લાગે છે ગડબડ કે પેલાને ત્યાં બાથરૂમ લાગતી હોય, હં! નૃષિ આમ એવો હોય અને તોય પાછું કેવું છે? કલ્યાણમય છે. પેલાનું બી અહિત નથી કરનારો, પણ એની જેને કહેવાય ને કે નિર્બળતાને એ દૂર કરી નાખે.
મારે એક વખત એટલે થયેલું, કારણ કે હું આ વસ્તુથી બહુ એ હતો. પણ એક સાહેબ હતા ને છેલ્લે, તે હું કોઈક બાબત એવી બની એટલે પછી હું ત્યાં આગળે ગયો અને મેં કીધું કે હું આ બાબત જાણતો એટલે "આઈ ડોન્ટ નો" એમ મને કહે છે, "ય કેનોટ પલે ઇનોશન ઓલ ધ ટાઈમ ય આર સપોઝ ટુ નો કે શું ખોટું થયું ય આર ધેર ફોર ધેટ ઓનલી." સમજાય એ બાબત છે. તેમને તરત મને ટકોર કરીને કીધું'તું અને મેં એ વાત પકડી લીધી, બરાબર.
કારણ કે આપણા કેવું હોય કે, ભાઈ, મારે કંઈ અનિષ્ટ જોવું જ નથી ને જાણવું જ નથી. આપણો એ ભાવ હતો. મને કે, "ના, વ્યવહારમાં ય musસ્ટ નો. પછી તમે એના વિશે ચાહો તો કંઈ કરો કે ના કરો, કે પાડન કરો કે જે કરવું એ તમે કરો, પણ ય musસ્ટ નો." આ વાત છે, સમજાય છે? ઓકે, તો આગળ વાત કરીએ.
એટલે આવી રીતે તાદાત્મ્ય સ્થાપવાથી ભગવાન સાથે પ્રસન્ન થઈ જાય છે ભગવાન અને પ્રત્યક્ષ પ્રગટ થાય છે. તેથી જે આ મંત્રોથી નિત્ય દેવતાની સ્તુતિ કરે છે, તે દેવના દર્શન કરે છે અને અમૃત તત્વને પ્રાપ્ત કરે છે. જે આમ જાણે છે, તે જ જ્ઞાની છે, એવું આ મહોપનિષદ છે.
આ કેવી વાત છે કે આપણને ખબર પડે કે, યાર, છ મહિના પછી હું મરી જવાનો છું, તો અંદર ફફડાટ ચાલુ થઈ ગયો. ગમે એટલું આપણે નરસિંહ ભગવાનની જય કર્યા કરી ગયા રોજ તો પણ, સમજાય છે? પણ તમને ખબર પડી જાય કે હું આ જગ્યાએ પછી જન્મ લેવાનો છું ને પછી આવો બનવાનો છું. તમને અત્યારથી જ કહી દે કોઈ આવીને કે, "ભાઈ, ફલાના દિવસે તમારું આમ..."
થઈ જશે. પછી અહીંથી તમે તરત જ ત્યાં જન્મ લેશો આમના ઘેર, ને પછ તમે આમ જશો, આ સ્કૂલમાં ભણશો, આવું કરશો, તેમ કરશો. ને પછી તમે મોટા મોટા બ્રિજ બાંધવાના છો, મોટા દાખલા તરીકે, અને તમે બહુ પૈસા કમાવવાના છો, ને તમે બહુ પોપ્યુલર થવાના છો. હવે તમને મરવાનું દુઃખ થશે ક્યાં? ઉડી ગયું? જતું રહ્યું ને? કેમ? તો કે, હવે તમને ખબર છે કે આ એક ટેમ્પરરી પોઈન્ટ અને પછી 'ધેર ઇઝ અ લાઈફ અહેડ'.
તો હવે જ્યારે આત્મજ્ઞાની વ્યક્તિ બને છે, તે વખતે આત્મા વિશે સંપૂર્ણ જાણકારી એને હોવના કારણે ત્રણેય કાળનું જ્ઞાન પણ એની સાથે જ એને ચાલતું હોય છે. એટલા માટે પછી એ નિડર થઈ ગયો, એનાથી કશું એ કોઈથી બીતો જ નથી, ને એ નૃસિંહ થઈ ગયો, નરસિંહ થઈ ગયો કે નહીં? કેવી રીતે? તો કે, કાળથી બીતો નથી. કોઈ લોકની જગ્યાની એને કોઈ પડી પરવાહ નથી. કારણ કે પેલો એમને કહે કે, "તમને સત્યલોકમાં મોકલું છું આટલા લાખ વર્ષ માટે." તો કે, "'ડઝન્ટ મેટર', પાછો તો મારે કે અહિયા જવાનું છે." બધું એને આખી કન્ટીન્યુટી ખબર પડી ગઈ છે. એટલા માટે આપણને ભય શું છે, ખબર છે કે, અહીં આ રૂમની બહાર નીકળીશ ને શું થશે તેનું જ ભાન નથી. બસ, આ લિમિટેડનેસ છે ને, એ આપણને મારી નાખી રહી છે અંદરથી. તો એ લિમિટેડનેસ આપણને શું કહી રહી છે વાસ્તવમાં? એ કહે છે કે, "તારા લિમિટેશન તોડ." રોજ રોજ કહે છે, દર મિનિટે કહે છે.
જ્યારે જ્યારે આપણને આવી લિમિટેડનેસમાં આવીએ છીએ, ત્યારે ત્યારે આ સામે એક તક આવી છે કે, "આ ક્ષણે તોડી નાખ, પછીની સેકન્ડે તોડી નાખ. તું કદાચ તું આમાંથી બહાર નીકળી જઈશ." એટલી બધી ઓપોર્ચ્યુનિટી રોજે રોજ મળે છે આપણને બધાને, અને જવા દઈએ છે વેસ્ટ. પણ કોઈ એક એવી મોમેન્ટ આવે કે, બસ, પછી નરસિંહ ભગવાનની શક્તિ આપણી અંદર પ્રગટ થઈ જાય અને પછી આ બધું તોડી નાખીએ, અને બસ આપણા આત્મસ્વરૂપમાં આપણે આવી જઈએ. બસ, વાત પૂરી થઈ જાય. આ બધાનો અર્ક આટલો નીકળે છે, ભાઈ. સમજાયું મને આટલું?
હવે પંચમ ઉપનિષદ.
એકવાર દેવોએ પ્રજાપતિ બ્રહ્મને ફરી પૂછ્યું કે, "આ મંત્રરાજ નારસી આનુષટુબનું મહાચક્ર નામનું ચક્ર છે, જે સર્વ કામનાઓને પૂર્ણ કરનાર અને મુક્તિનું દાતા છે, જેનો યોગીઓ ઉપદેશ કરે છે, તેના વિશે અમને કહો." ત્યારે હવે આપી દઉં છું. જો, જવાબ તમને તરત જ મળી જશે. વ્યક્ત અને અવ્યક્ત સૃષ્ટિને અનુશાસિત સ્થિતિમાં ચલાવવા માટે જે વ્યવસ્થા ચક્રનું ગોઠવવામાં આવ્યું છે, તેને પરપુરુષનું મહાચક્ર કહેવું જોઈએ. આ છે દાદા ભગવાનનું 'વ્યવસ્થિત' નામની શક્તિ, જે એમને કીધી છે. તે નૃષિ ષટ ચક્રો ઉપનિષદમાં ચક્રોના વિવિધ રૂપોનું વર્ણન છે, જે આગળ ઉપર આવશે હવે પછીના ઉપનિષદની અંદર પણ. એમાં આ પરપુરુષનું મહાચક્ર જે છે, તે વ્યવસ્થિત છે. દાદાએ જે આપણને 'વ્યવસ્થિત' આપ્યું છે, તેની જ અહીંયા આગાળે આ વાત કરી રહ્યા. ત્યારે શું કહે છે કે, પ્રજાપતિ બ્રહ્માએ કહયું: "છ અક્ષરોથી યુક્ત આ સુદર્શન નામનું મહાચક્ર છે." વ્યવસ્થિત કયું?
'સંભવામી યુગે યુગે' વાળું, સમજ્યા? જેમાં છ ઋતુઓ છે. ઋતુઓનું સંમેલિત રૂપ છ આરાઓ કે તેનાથી યુક્ત ધરી બને છે. મધ્યમાં એની નાભી છે. નાભીમાં તે આરા બધા પ્રતિષ્ઠિત છે, અને માયા રૂપી નેમીથી આ સમગ્ર જગત અવ્યષ્ટિત છે. માયા આત્માને સ્પર્શતી નથી, તેથી બહારથી જ આ ચક્ર માયા દ્વારા ઘેરાયેલું છે. "માયા આત્માને સ્પર્શતી નથી." ફરી એક વખત બોલો, તમારી જાતને કહો: "માયા આત્માને સ્પર્શતી નથી. હું આત્મા છું. આ માયા મને સ્પર્શતી નથી." ત્યાર પછી અષ્ટાક્ષર ગાયત્રીથી આઠ હારાનું બનેલું અષ્ટપત્ર ચક્ર બને છે. તેને બહારથી માયાએ ઘેરી લીધું છે, અને આ માયા પ્રત્યેક ક્ષેત્રમાં વ્યાપેલી છે. હવે દ્વાદશાક્ષરી જગતી છંદથી બાર આરાવાળું દ્વાદશ પન્ન ચક્ર બને છે, જે બહારથી માયા વડે ઘેરાયેલું. પછી સોળ આલાવાળું સોડસ પત્ર ચક્ર બને છે, જે સોળ કળાવાળા પુરુષથી યુક્ત છે.
તે બહારથી માયા વડે ઢંકાયેલું છે. આ બધા માયાથી ઢંકાયેલા છે. ત્યાર પછી બત્રીસ આરા, એકની ઉપર એક લેયરો છે, તમે જુઓ. આ બધા તોડીએ છે, પણ આત્મા આ બધાએ તોડીને ભેરીને નીકળી જાય એટલો સૂક્ષ્મ છે. એને કોઈ રોકી શકે એવું નથી. ત્યાર પછી બત્રીસ આરાઓ વાળું, બત્રીસ પત્રોનું ચક્ર બને છે, જે બત્રીસ અક્ષરો વાળા અનુષ્ટુપ છંદયુક્ત અનુષ્ટુપ મંત્ર રૂપી આ સગળા મંત્રમાં વ્યાપ્ત છે. તે પણ બહારથી માયા વડે ઢંકાયેલ.
પહેલાના ઋષિમુનિઓ તો કેવો પાવર હતો, તમને બતાવું. માનો કે કોઈ એક વસ્તુ હોય કે તમે એમ કહો કે, "ભાઈ, આ આનું રક્ષણ કરવાનું છે." આ ટેબલ બહુ જ કીમતી છે કે ચોવીસ કેરેટના સોનાનું બનાવ્યું છે, અને આ ચોરી ના થઈ જાય એવી રીતના એને રક્ષણ કરવાનું છે. અત્યારના જમાનામાં એનું રક્ષણ કરવા માટે તો તમારે પેલા લેઝર બીમ ગોઠવવા પડે, આમ કરવું પડે, તેમ કરો ને, બાર તાળા મારવા પડે ને, એની આગળ પેલા સશસ્ત્ર પોલીસો રાખવા પડે ને, એક ઢાબે ગોઠવવો પડે ને, એક નીચે રાખવો પડે ને. આ બધું કરો તોય ચોરાવાનું તો ચોરાઈ જ જાય ને? એ જમાનામાં જો હોય, ઋષિએ એમ કે કીધું હોય કે, "ઓકે, આનું રક્ષણ કરવાનું છે." એટલે બસ એ ખાલી આમ કરીને આમ ગોઠવે. એક જ ગોઠવણી કરશે: "ધીસ ઇસ પ્રોટેક્ટડ." પછી પૂરું થઈ ગયું. પછી કશું જ જોવાનું નહીં. અને કોઈ હલાઈ ના શકે, કોઈ એને જોઈ ના શકે, કોઈ એને ઉપાડી ના શકે, કોઈ એને તોડી ના શકે, કંઈ ન કરી શકે એવો પાવર એ લોકો જનરેટ કરતા.
કેવી રીતે? આવા ચક્રો તેને આવી રીતના આમ ગોઠવી દે. તે ચોક્કસ અક્ષરો હોય, વર્ણમાળાના ચોક્કસ 'અ, આ, ઈ, ઉ' વાલા જે છે, 'ક, ખ, ગ' વાળા તે બધા ચોક્કસ. પણ એ મંત્રને એવી રીતના, એ ચક્રને આવી રીતને એ કરે પોતાના માઈન્ડની અંદર તૈયાર, અને પછી આમ એને પ્રોજેક્ટ કરી દે ઓમ સાથે. અને પછી એ જુઓ તો તમે સામે જોતા હોય, પણ તમે અડી ના શકો, તમે હલાઈ ના શકો, કશું કરી ના શકાય એને. એટલો બધો પાવર એ લોકોની પાસે.
આવી રીતના આવતો તો, દરેક ચીજોનું એ લોકો ધ્યાન રાખી શકતા. એટલે આવી શક્તિઓ છે બધી. એમાંનું આ અહીંયા કાઢે છે કેટલીક બાબતો. તો એવું એવું છે, ઋષિઓ તો બધા હોય જ ને! બધો ટાઈમ હોય. કોઈ ક્યાંય ગયા નથી. બધા અહીં એના અહીં તો ગોળ ગોળ ફરે છે બધા. જે બ્રહ્મજ્ઞાની હોય, તમે સમજો, તો એ ક્યાં જતા રહે? જાય ક્યાં? જેને આત્મા પ્રાપ્ત કર્યો, જે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય, એ બધા હોય ક્યાં? બ્રહ્મમાં હોય બધા પોતે બધા. અને જ્યારે ચાહે ત્યારે તમે બહાર પ્રગટ કરો, જ્યારે ચાહો ત્યારે અંદર નાખો. મારી મરજી, બોલો! પછી શું ચિંતા થાય? હા, જ્યારે ચાહે ત્યારે પ્રગટ થાય, જ્યાં ચાહે ત્યારે પ્રગટ થાય, જેવું કરવું હોય એ બધું કરે ને વળી પાછા અંદર જતા રહે. ફૂલ પાવર! એટલે રડવાનું નહીં કે આ વશિષ્ઠ મુનિ ગયા ને હવે પેલું રામેન આવડું મોટું મેલતા ગયા છે, "૧૮૦૦ યાર, હું શું કરીશ?" કે આ બધું એવું નહીં.
એ અહીં આગળ શબ્દરૂપે છે, પણ તમે અહીંથી કોન્ટેક્ટ આમ કરશો ને એટલે કનેક્ટિવિટી તમારી ચાલુ ત્યાં આગળ આમ. આ બધું ગોઠવણી થયેલી છે ભાઈ શાસ્ત્રોમાં. આ બધી આવી રીતની ગોઠવણી હોય. તમે અમુક એવા પિક્ચરોય જોયા હશે, કોકના હાથમાં કંઈક આવું આમ ભોજપત્ર આવી ગયું, કંઈક ચિત્ર વિચિત્ર કંઈક હોય અંદર દોરેલું. પેલો જોયા કરે ને, "ક્યાં હોગા? શું હશે? શું હશે?" એમ. એનું મગજ પછી કંઈક જુદી રીતે એક્ટિવ થાય. રાત્રે ઊંઘતો હોય ને પછી એકદમ ઝપકારો થાય, ઊભો થાય, કંઈક કરવા જાય. કશું શું થઈ જાય? આવું બધું બને ને! એ છે આપણે ઉપનિષદો જાણતા હોઈએ ત્યારે એમ. એ ઋષિ જોડે આપણી કનેક્ટિવિટી થઈ જતી હોય ચોક્કસ. આ જે જે તે આ જો બધા ઉપનિષદોનો અર્થ જ એ. એનો એ લોકો આપણને એક્ચ્યુલી આ બધાના સીધું આપણને બ્રહ્મ સાથે સાક્ષાત્કાર કરવા માટે તૈયાર કરે છે.
આ એ આ ઉપનિષદનો પર્પસ જ આ છે.
"એમ લાગે છે સર, આ સર્જરી છે બધી."
"૧૦."
"હા, આ એકદમ પરફેક્ટ. પહેલા પેલા શાંતિપાઠ કરે, એને થોડું શાંતિ. પછી બરોબર કટ લે, ધીમે ધીમે ખોલે, રોગ કાઢે, પાછું છેલ્લે કહી દે કે હવે બધું નથી. બધું પેક કરે, સીલ કરી દે ને જવા દો." એટલે જો આવી રીતે તો આરાઓ વડે એટલે ૩૨ આરાઓ વાળું, ૩૨ પત્રોનું ચક્ર બને છે. તે ૩૨ અક્ષરો વાળો અનુષ્ટુપ છંદયુક્ત અનુષ્ટુપ મંત્ર રૂપી આ સગળા જગતમાં વ્યાપ્ત છે. તે પણ બહારથી માયા વડે ઢંકાય. તમે એને આમ જોઈ જાણી શકતા નથી. તમે માયાથી પર થશો, આ બધા ચક્રો દેખાવાના ચાલુ થશે. આ બધું સ્વયં સ્પષ્ટ જ છે, ખાલી ખાલી માયા એને ઢાંકી રાખે. પણ આ આ સંસાર છે, તે પણ આપણને સંસાર કેમ દેખાય છે? તો કે માયાથી ઢંકાયેલો ઈશ્વર છે. સંસાર નથી આ, સંસાર નથી આ. માયા વડે ઢંકાયેલો ઈશ્વર છે, જે આપણને સંસાર જેવો લાગે છે. સંસાર છે જ નહીં મૂળે મુદ્દલે. ત્યારે કહે છે કે આ સુદર્શન મહાચક્ર છે, તેની મધ્યમાં નાભી સ્થાનમાં ભગવાન ઋષિ સંબંધી એકાક્ષરી તારક મંત્ર "ઓમ"નો ન્યાસ કરવો.
જો તેના પત્રોમાંથી થી છ અક્ષર વાળું એક સુદર્શન ચક્ર બને છે. તેના આઠ પાંદડામાં આઠ અક્ષરો વાળો નારાયણ મંત્ર બને છે: "ૐમ નમો નારાયણાય." તેના ૧૨ પાંદડામાં ૧૨ અક્ષરો વાળો વાસુદેવ મંત્ર બને છે: "ૐમ નમો ભગવતે વાસુદેવાય." તેની સુદર્શન ચક્રના ૧૨ દળમાં સ્થાપના કરવાની. ૧૬ દળમાં બિંદુ સહિત માતૃકા પ્રારંભિક સ્વર વગેરે ૧૬ સ્વર બને છે, તેનો ન્યાસ કરવાનો. અને ૩૨ દળોમાં ૩૨ અક્ષર વાળો મંત્ર જ નારસી અનુષ્ટુપ બને છે, તેનો ન્યાસ કરવો. તેવું આ સુદર્શન ચક્ર નામનું મહાચક્ર બને છે. "ઓમ." બસ આ છે આ કરવાનું એમ કહે છે. આ આખું જે બને છે તે મહાસુદર્શન ચક્ર છે. હવે એને ધારણ કરવું, શું કરવું? જુઓ કેવી રીતે તે બધી વિધિ છે એની. તે સર્વ કામનાઓને પૂર્ણ કરનાર, મોક્ષના દ્વાર રૂપ, રૂગયજ સામમય, સાક્ષાત બ્રહ્મ રૂપ અને અમૃતમય છે. તેના આગળના ભાગમાં આઠ વસુઓ, તેના દક્ષિણ ભાગમાં ૧૧ રુદ્રો, પશ્ચિમ ભાગમાં ૧૨ આદિત્ય, ઉત્તરમાં વિશ્વેદેવા, નાભીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને તેના પાશ્વભાગમાં સૂર્ય અને ચંદ્ર રહેલા છે.
તો આવી રીતે સુદર્શન મહાચક્રના નિર્માણની પ્રક્રિયા અહીંયા આગળ છે. એટલે એનાથી એનું રેખાચિત્ર એટલે કે એક યંત્ર બને છે. સાધના અનુષ્ઠાન અંતર્ગત મંત્ર, તંત્ર અને યંત્રનો આવી રીતના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યંત્રોને ધારણ કરવાથી પણ વિશેષ લાભ થાય છે. આવું મહાસુદર્શન યંત્ર બનાવી, ચક્ર બનાવી, "ત પેરાઈ દઉં તમારે." બસ પૂરું થઈ ગયું કામ. એવી રીતના એક એક બનાવીને એક એક જનામ આપી દેવાનું. તે અંગે ઋગ્વેદની રૂચાઓ કહે છે.
હવે બીજી વાત, ખુમારી એવી રાખો કે આની જરૂરત જ નથી. હું સ્વયં નરસિંહ છું, હું આત્મા છું. આ તો જે પેલો મેજીકલ પાવર ઓફ માયાથી ડરતો હોય તેને નરસી બનાવવા વચગાળામાં સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ માટે આ એને પહેરાવવામાં આવે. ઈટ ઇસ ટેમ્પરરી. પણ તમે આત્મા છો એ વાત પરમેનન્ટ છે અને કોઈ તમારું કશું બગાડી ના શકે એ વાત બી પરમેનન્ટ છે. કારણ કે તમે જેવા આત્મા બન્યા એટલે બીજું છે જ નહીં કશું. છેદ જ ઉડી ગયો ને! અદ્વૈત થઈ ગયું. બસ પતી ગયું. પછી આ બધું રહેતું નથી એમ. દ્વૈત થશે ત્યાં સુધી આ બધામાં થોડુંક અજ્ઞાનને ભસ્મ કરવા માટે આ જ્ઞાનરૂપી બસ એક જ સુદર્શન કાફી. તે અંગે ઋગ્વેદની રૂચાઓ કહે છે: પરમ આકાશરૂપ અવિનાશી પરમાત્મામાં બધી રૂચાઓ સ્થિત. પરમાત્મામાં તો બધું હોય ને! તો વેદની બધી રૂચાઓ બી હોય કે ના હોય? યંત્ર હોય, મંત્ર હોય, બધી જાતનું, બધી શક્તિઓને બધું સઘળું સર્વ કાંઈ પરમાત્મા છે.
તેમજ બધા દેવતાઓ અને સમગ્ર વિશ્વ પણ શેમાં રહ્યું છે? તે પરમાત્મામાં રહ્યું છે. તો તે પરમાત્મા છે, તે જ આત્મા છે, તે જ બ્રહ્મ છે અને તે જ પરબ્રહ્મ છે. એ જ એ જ ગુરુ છે, સૌથી મોટામાં મોટો છે. એટલા માટે એને ગુરુ કીધો છે. અને પાછું એક ગાઈડ પણ કરે છે. જ્યાં છે ત્યાંથી તમને અહીં બેઠા હોય તમને.
અહીં તમને આમ સ્ફૂરણ કરે અથવા તો કોઈકના મોકલાવે અને કે આ બે શબ્દ બોલે તમારી આગળ આવીને અને તમને ઝપકારો થઈ જાય, બસ! આ ગુરુત્વનું કામ એને પૂરું કરી દીધું ત્યાં આગળ. આવી રીતે એ બધી ગોઠવણી એને કરેલી. તો એવી રીતે આ બધી બધી રૂચાઓ ને બધું જે કાંઈ છે તે બધું પરમાત્મામાં જ છે અને તે પરમાત્મા હું છું, તે પરમાત્મા તું છું. તું છું, તું પણ તેમાં હું-તું છે નહીં. જે કાંઈ છે સઘળું, સર્વ કાંઈ પરમાત્મા જ છે એમ અનુભવ રૂપે એને એક વખત જાણવું અતિ આવશ્યક છે આપણા માટે. બસ! તો એવી રીતે જે આ નારસિંહ મંત્ર અને સુદર્શન ચક્રને જાણી લે છે તેને બધું જ પ્રાપ્ત થાય. તો થઈ જ જાય ને! જે પરમાત્માને પ્રાપ્ત થયું એને બધું થઈ જ જાય ને! ઓટોમેટિક સીધી વાત છે. કશું બાકી ના રહ્યું પછી, કારણ કે પરમાત્માથી ભિન્ન કશું છે જ નહીં.
હવે જો કોઈ બાળક કે યુવાન આ સુદર્શન નામના મહાચક્રને જાણી લે છે, તે મહાન બને છે. કોઈ જાણી લે, દાખલા તરીકે તમારો અર્જુન કે આરવ હોય અને આ વસ્તુ અત્યારે આમ જાણી લીધી ને બનાવી દીધું ફટાફટ ચક્રને ગોઠવણી કરી, "He will be મહાન, brilliant, great." બનશે, સર્વનો ગુરુ બની જશે. કારણ કે જાણવાનું એને બધું જાણી લીધું. એક વસ્તુ કરવાથી બધું થઈ ગયું. તે બધા મંત્રોનો ઉપદ્રષ્ટા બની જાય છે. એક જ વસ્તુ એને આ કરીને ને એના માત્રથી પછી એને બધા મંત્રો દેખાય, બધા યંત્રો દેખાય, બધું આમ બધું જ્ઞાન ફૂટી નીકળે એકદમ. ફળફળ ફડફળ બધું સામે જ આમ જોતો હોય ને એવી રીતે.
આનુષ્ટુપ મંત્ર દ્વારા હોમ કરવો જોઈએ, તેના દ્વારા અર્ચન પૂજા કરવી જોઈએ. રાક્ષસોના ભયથી મુક્ત કરાવનાર તથા મૃત્યુથી તારનારા સુદર્શન યંત્ર ચક્ર યંત્રને ગુરુ પાસેથી પ્રાપ્ત કરીને કંઠમાં, બાહુ અને શિખામાં ધારણ કરવું જોઈએ. સપ્તદ્વીપ વાળી પૃથ્વી પણ એના ઉપદેશક ગુરુને જો દક્ષિણામાં આપવામાં આવે તો તે ઓછી છે, એટલું બધું! તેથી શ્રદ્ધાપૂર્વક જે કંઈ દાન આપીએ તે દક્ષિણા બને કે ભાઈ, "હું તો આટલું આપી શકું." ઓકે, ગુરુ એનો સ્વીકાર કરે.
દેવતાઓએ પ્રજાપતિને પૂછ્યું, "મંત્રરાજ અનુષ્ટુપનું શું ફળ છે તે અમને કહો." ત્યારે પ્રજાપતિ કહે છે કે જે આ મંત્રરાજ અનુષ્ટુપ નારસીનું નિત્ય અધ્યયન કરે છે તે અગ્નિતપ્ત સુવર્ણની જેમ પવિત્ર બની જાય. અગ્નિમાં નાખેલું સુવર્ણ જેમ પવિત્ર થઈ જાય, ચોખ્ખું થઈ જાય છે, નિર્મળ થઈ જાય છે તેવી રીતે આપણ પવિત્ર નિર્મળ થઈ જાય છે. તે વાયુ દ્વારા, આદિત્ય દ્વારા, સોમ એટલે ચંદ્ર દ્વારા પવિત્ર થઈ જાય છે. તે સત્ય દ્વારા પવિત્ર થઈને બ્રહ્મભૂત બને છે. તે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને અન્ય દેવતાઓ દ્વારા પવિત્ર બની જાય છે અને તેને સર્વેદા દ્વારા પવિત્ર બનાવી દેવામાં આવે.
જે આ મંત્ર અનુષ્ટુપ નારસી મંત્રનો નિયમિત જપ કરે તે મૃત્યુને તરી જાય છે. તે પાપોથી મુક્ત થઈ જાય છે. તે બ્રહ્મ હત્યા, ભ્રુણ હત્યા, વીર હત્યા અને સર્વ પ્રકારની હત્યાઓના પાપોમાંથી છૂટી જાય છે. તે સંસારથી મુક્ત થઈ જાય છે. તે સર્વને તરી જાય છે, સર્વથી મુક્ત થઈ જાય છે. જે આ મંત્રરાજ અનુષ્ટુપ નારસીનો નિત્ય જપ, તપ અને અધ્યયન કરે છે તે અગ્નિ, વાયુ, આદિત્ય, ચંદ્ર અને જળના પ્રવાહને રોકી દે છે. એનો પાવર જો કેટલો! અગ્નિને, વાયુને, આદિત્યને, ચંદ્રને અને જળના પ્રવાહને રોકી દે છે. પણ એવું કરે નહીં. એનામાં એટલો પાવર આવે, એવું ક્યારેય કરે નહીં. જ્યારે એ એવો થાય ત્યારે જ એને આ પ્રાપ્ત થાય, ત્યાં સુધી થાય પણ નહીં. તે સર્વ દેવોની ગતિને પણ રોકી દે છે. તે બધા ગ્રહોની ગતિને અવૃદ્ધ કરે છે. તે વિષને રોકી દે છે, વિષને પણ રોકે છે.
જે આ મંત્રરાજ નારસી અનુષ્ટુપનો નિત્ય જાપ કરે છે, તો દેવતાઓ, યક્ષો, નાગો, ગ્રહો અને મનુષ્યોને પણ એ આકર્ષિત કરે છે. તે સૌને આકર્ષે છે, સર્વને આકર્ષી લે છે. મંત્રરાજ નારસી અનુષ્ટુપનો જે નિત્ય જપ કરે છે તે ભૂલોક, ભુવલોક, સ્વહ, મહ, જન, તપ અને સત્યલોકને જીતી લે છે. તે સર્વલોકને જીતી લે છે. સર્વ લોક પર તે વિજય પ્રાપ્ત કરી લે છે. જે રાવણ કરવા માંગતો હતો તેનાથી પણ એ આગળ નીકળી જાય છે એમ પણ. "This is by good."
આ નારસી અનુષ્ટુપ મંત્રરાજનું જે નિત્ય અધ્યયન કરે છે તે અગ્નિસ્ટોમ યજ્ઞથી યજન કરે છે. તે ઉત્કથ યાગ કરે છે. સોળસીથી યજ્ઞ કરે છે. તે વાજપેય યજ્ઞ કરે છે. તે અતિ રાત્ર યજ્ઞ કરે છે. તે અપ્તોરયામ યજ્ઞ – આ બધા છે ને યજ્ઞના નામ છે, તે જમાનામાં કરતા હતા તે. તે અશ્વ મેઘ યજન કરે છે. તે સર્વ યજ્ઞો વડે યજન કરે છે. તે સર્વે સત્કાર્યો વડે યજન કરે છે. જે આ નારસી અનુષ્ટુપ મંત્રનું નિત્ય અધ્યયન કરે છે તે રૂચાઓ એટલે ઋગ્વેદનું અધ્યયન કરે છે. યાજુશ યજુર્વેદના મંત્રોનું અધ્યયન કરે છે. સામવેદના મંત્રોનું અધ્યયન કરે છે. તે અથવર્ણ અથર્વ વેદના મંત્રોનું પણ અધ્યયન કરે. ચારે ચાર વેદોના આવી ગયા. તે વેદોના આંગીરસ ભાગનું અધ્યયન કરે છે. આંગીરસ ભાગ કયો છે? વેદોનો ઉપનિષદ. તે પુરાણો, કલ્પ, ગાથા, નારાસંસી અને પ્રણવ વગેરેના અધ્યયનનું ફળ પ્રાપ્ત કરે છે.
ટૂંકમાં, તે બધાનું અધ્યયન કરી લે છે. મતલબ, તે સર્વ કાંઈ જાણી લે છે. સર્વના અધ્યયનનું ફળ એક નારસી મંત્રના અધ્યયન માત્રથી તે પ્રાપ્ત કરે છે.
એક યજ્ઞોપવિત્રધારી એસ યજ્ઞોપવિત્ર ધારણ કર્યા વિનાની વ્યક્તિઓ સમાન છે. એવા સોળ યજ્ઞોપવિત્રધારી વેદ પાઠીઓ એક ગૃહસ્થની સમાન છે. એટલે સો વેદ પાઠીઓ કરતાં એ ગૃહસ્થી ચડે એમ કહે છે. સો ગૃહસ્થીઓ એક વાનપ્રસ્થિ સમાન છે. સો વાનપ્રસ્તીઓ કે જે લોકો વનમાં પ્રસ્થાન કરેલું હોય પ્રસ્થાનત્રયની અંદર, તેવા સો જણા તો એક યતિની સમાન છે. સો યતિઓએ રુદ્ર જાપક જેવા છે. સો રુદ્ર જાપકો, રુદ્ર રુદ્ર રુદ્ર રુદ્ર નિરંતર એનો જાપ કરતા હોય તેને રુદ્ર જાપક કહેવામાં આવે છે, એ યતિ કરતાં પણ.
"મહાન છે એવા સો રુદ્ર જાપકો મળીને એક અથર્વશીર્ષ અને અથર્વશિખાનું અધ્યયન કરનાર જેવા બને છે. અથર્વશિખા અને અથર્વશીર્ષ ઉપનિષદનું અધ્યયન કરનારા એવા સો દેવતા, નૃસિંહ મંત્રનો જાપ કરનાર એક વ્યક્તિની આ 32 નો એક મંત્ર બસ તમે કરો. આટલો પાવર એ આપી શકે એમ કહે છે. નૃસિંહ મંત્રનું અધ્યયન-જાપ કરનાર સાધક તે પરમધામને પ્રાપ્ત કરે છે, જ્યાં સૂર્ય તપતો નથી, વાયુ વહેતો નથી, ચંદ્રમા પ્રકાશતો નથી, નક્ષત્રો-તારા ચમકતા નથી, જ્યાં અગ્નિ પ્રજ્વલિત થતો નથી, જ્યાં મૃત્યુ પ્રવેશતું નથી, જ્યાં દુઃખ હોતું નથી, જ્યાં સદૈવ આનંદ, પરમ આનંદ, શાંત, શાશ્વત, સદાશિવ છે. બ્રહ્મા વગેરે દેવતાઓ પણ જેને વંદન કરે છે, યોગીઓનું જે ધ્યેય છે, તે પરમ પદ છે. જેને પ્રાપ્ત કર્યા પછી યોગીઓ સંસારમાં પાછા ફરતા નથી, મુક્ત થઈ જાય છે. એટલા માટે ઋષિઓ પાછા નથી આવતા અને આવે તો તરત જતા રહે, જડતા નથી પાછા.
માને ભાઈ, ખોળાખોળ કર જીપીએસમાં, અહીં જ ટપકું દેખાયું તું કે ના મળે.
ઋગ્વેદમાં તે અંગે કહ્યું છે કે, "વિદ્વતજનો, કવિઓ જેનું નિત્ય ધ્યાન કરે છે, દર્શન કરે છે, તે વિષ્ણુનું પરમપદ છે." તેવો જ્ઞાનવૃદ્ધ ચક્ષુથી દેવત્વના પરમપદને જુએ છે. જે જાગૃક વિદ્વાન તોતાઓ વિષ્ણુના પરમપદને પ્રકાશિત કરે છે, તે પરમપદ કામના રહિત સાધકને પ્રાપ્ત થાય છે. જે આવું જાણે છે, તે તે પદને પામે છે, એવું આ મહાન ઉપનિષદ કહે છે.
"ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:."
થેન્ક્યુ. આવતી કાલે સવારે ફરી 10 વાગ્યે મળીએ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.