તથાસ્તુ ભાગ ૨ · ભાગ ૧
ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતં ગમય. ૐ શાંતિ શાંતિ.
પરબ્રહ્મ પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન સદાશિવને, માતા પાર્વતી અને તેમના મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સ્વરૂપો સહિત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન આદિ નારાયણને, માં લક્ષ્મી સાહેબ સહિત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રજાપિતા બ્રહ્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ચાર સનતકુમારો, સાત સપ્ત ઋષિઓ, સાત ચિરંજીવીઓ, 14 મુનિઓ સહિત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન ધનવંતરી અને અશ્વિનીકુમારને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દસે દિશાના દિગપાળોને, ભગવાન કાળ સહિત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અનંતા અનંત બ્રહ્માંડોના જીવ માત્રમાં રહેલા પરબ્રહ્મ પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
આપ સૌ આવો, પધારો. આ સત્સંગની અંદર આપ સૌનું સ્વાગત છે. હે માં સરસ્વતી, મારા હૃદયે બિરાજો, મારા કંઠે બિરાજો, મારા મસ્તકે બિરાજો, મારા સર્વાંગોની અંદર પરબ્રહ્મનું પ્રાગટ્ય અહીં અત્યારે થાઓ, અત્યારે જ થાવ, અત્યારે જ થાવ. જય સચ્ચિદાનંદ.
હવે આ એક પ્રશ્ન છે કે સામાન્ય રીતે સાધકને પોતાની સાધના કરતાં 12 વર્ષ લાગે. આ એક સામાન્ય સર્વસામાન્ય અવધિ આપણે મૂકેલી છે. આ 12 વર્ષ પણ કોના માટે છે? કે જે ઓલરેડી પોતાનું લક્ષ્ય નિશ્ચિત કરી ચૂક્યો છે. જનરલી એવું જોવા મળે છે કે જવા નીકળ્યો હોય ક્યાંક માણસ અને પછી પાછો કંઈક બીજું થાય એટલે ક્યાંક વળી જાય, વળી પાછો ત્રીજી જગ્યાએ ત્યાંથી ફંટાઈ જાય. એમ એમ કરતાં કરતાં તો આવી રીતના આ જે બધી અનેક અનંત યોનિઓની અંદર વ્યક્તિ, જે એને કહેવાય વ્યષ્ટિ જીવો, તે બધા ભ્રમણ કર્યા જ કરતા હોય છે અને એ બધાની જે તે સમયે જેવી તેવી મતી ઉત્પન્ન થાય ને એ પ્રમાણેની એમની પછી ગતિ થઈ જાય.
હવે સ્થળ અને કાળ પણ બહુ જ મહત્વના છે કે એ લોકો ચોક્કસ જગ્યાએ પહોંચશે ત્યારે ચોક્કસ સમયે એ લોકોને એવી બુદ્ધિ પેદા થતી હોય છે. એમની મતી કાં તો ભ્રષ્ટ થાય અને કાં તો શીલ થઈ જાય અને પછી એ મતીને અનુસાર એમની ગતિ થવા માંડતી હોય. તો કેટલાય કાળથી આપણે સૌ બધા બસ આવી એક ઘટમાળની અંદર ફસાયેલા હતા. પણ આપણે સદભાગી બન્યા કે આપણને લક્ષ્યની પ્રાપ્તિ થઈ. આપણને સૌથી પહેલામાં પહેલી શું થઈ? તો કે બ્રહ્મ જિજ્ઞાસા થઈ. આત્મા વિશે જાણવાની ઉત્કંઠા, ઉત્કંઠા પેદા થવી જોઈએ અને એ ઉત્કંઠા એટલે કેવું કે નાનો બાળક જેમ હઠ પકડે કે "ના, મને ચોકલેટ જ જોઈએ, મને આઈસ્ક્રીમ જ જોવે છે, બીજું કંઈ નહીં ચાલે." અને જેમ પગ લાંબા કરીને નીચે રોડ ઉપર બેસી જાય ને પગ આમ આમ કર્યા કરે, રડે, કકડે, છેવટે માં-બાપ એને એ વસ્તુ આપી દે ત્યારે એવું આ શાંત થાય.
એવી રીતે જીવે હઠ પકડવી જરૂરી છે કે "ના ના, મને તો પરબ્રહ્મ જ જોઈશે, મને બીજું કંઈ નહીં ખપે." અને જ્યારે એવી સ્થિતિ એની આવશે અંદરથી ત્યારે એ મુમુક્ષુ બનશે.
એટલે આ એક વખત નક્કી થયા જેવું એ કરે અને પછી એ મુમુક્ષુ જેવો બને ત્યારથી એનો કાળ શરૂ થાય. કયો કાળ? સંસારમાંથી બહાર નીકળવાના જે છેલ્લો જે 12 વર્ષની અવધિનો કાળ છે એ પિરિયડ શરૂ થાય છે. એટલે મુમુક્ષુ એટલે એવો નહીં કે આજે મેં જાણી લીધું, મને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી એટલે હું અહીંયા આવીને બેસી ગયો અને પછી મેં વિચાર કર્યો કે આ ના બહુ સારું છે ને એવું નહીં. એટલી તીવ્રતા જેવી બાળકની હઠ હતી એટલી તીવ્રતા અને બ્રહ્મને પામવા માટેની જ્યારે ઉત્પન્ન થાશે ત્યારથી કાળની ગણતરી શરૂ થશે.
શરૂઆતમાં તો વ્યક્તિ અવઢાવમાં હોય, "આ કરું કે ના કરું?" એટલે પહેલા તો એને પોતાના જીવમાં શંકા પેદા થશે કે "હું ખરેખર જીવ છું કે હું બ્રહ્મ છું? હું આત્મા છું? આ બધા શું કહે છે? આત્મા એટલે શું?" એટલે એમ કરીને એને શંકા કુશંકાઓ બહુ જ થાય. એટલે પછી શું કરશે? તો કે જિજ્ઞાસા વશ બધી જગ્યાએ જા જા કર્યા કરશે. એના વિશે બધું ગ્રહણ કરશે. જેટલું મળે એટલું બધું જાણવાનું છે એને. તે બધું જાણીને બધું ભેગું કરશે અને પછી એની ઉપર એ કંઈક થોડોક વિચાર કરશે ત્યારે પછી એ થોડુંક ઘાટું થશે અને એ ઘાટું થયેલું જે છે તે તેને બ્રહ્મ જિજ્ઞાસા રૂપે પ્રગટ થશે. ત્યાંથી પછી એનો ટાઈમ શરૂ થાય છે.
તો એ જો જેને કહેવાય કે એક સામાન્ય પુરુષાર્થ કરે તો તો ઘણો કાળ વીતી શકે છે. પણ જેવું એને નિશ્ચય કર્યો કે "મને તો બસ આ જન્મે કે હવે પછી તરત જ છૂટી જવું છે. મારે હવે સંસારમાં પાછા ફરવું નથી." આ નિશ્ચય જેવો એનો થાય. નિશ્ચય કહું છું, "હા, મેં વિચાર્યું છે કે હું હવે પાછો નહીં આવું." એના જેવું નહીં. "મેં નિશ્ચય કર્યો છે કે હવે હું કોઈપણ સંજોગોમાં સંસારમાં પાછો નહીં આવું, કોઈ જન્મ નહીં લઉં, કોઈ અવતાર ધારણ નહીં કરું, કશું જ નહીં કરું. બસ મારે તો મારું મૂળ સ્વરૂપ પામવું છે, બ્રહ્મ સ્વરૂપ જોઈએ." ત્યારથી 12 વર્ષ ગણવાના આપણે.
હવે 12 વર્ષની અંદર શરૂઆતની અંદર એના જે બે કે ત્રણ વર્ષ જે છે તે લગભગ યમ અને નિયમના પાલન સહિતનું પ્રાણાયામ સાધના જે કોઈ એને સાધન પદ્ધતિ લીધી હોય, જપ દાખલા તરીકે હોય તો એ જપ રોજના અમુક કરતો હોય એવી જાતનું એક રેઝિંગ બનાવશે અને સાતત્યતા પૂર્ણ રીતે એની ઉપર એવો અગ્રેસર થશે. વચ્ચે ત્યાં પણ એના બે થી ત્રણ જગ્યાએ ટેસ્ટિંગ આવશે. વર્ષે, બે વર્ષે, છ મહિને ગમે ત્યારે એકદમ જ એવા સંજોગો આવે, એવું બધું ઉત્પન્ન થઈ જાય કે સાધના છોડીને ઊભો થઈને ભાગી જાય. તો એ જે ત્રણ છે તે પણ પાછા આધિ, વ્યાધિ અને ઉપાધિ. તે આધિ એવી આવે કે એકદમ એ ત્યાં આગળ બેઠો હોય અને પેટની અંદર ભયંકર દુખાવો થાય, પુષ્કળ ડાયરીયા થઈ જાય, પથારીવશ થઈ જાય. એવી એવી વ્યાધિઓ જાત જાતની ઉત્પન્ન થાય અને લાંબા કાળ સુધી એની અંદર
પીડા તો હોઈ શકે. હવે આ જે વ્યાધિઓ છે તે બધી પાછી કેવી રીતે આવે છે કે એને પોતાના જે પેલા કઠણ સંસ્કારો જે જન્માંતરોથી એને એકઠા કરેલા હતા, તે બધા ઓગળીને બહાર નીકળી રહ્યા હોય આના મારફતે. કારણ કે એ વેદના વેઠી લે છે એના મારફતની. નિમિત્ત ભલે કંઈ પણ બને, મૂળ કારણ એક જ હતું કે એને અગાઉ બહુ જ દુઃખ બધાને આપેલા હતા. કોઈપણ રીતે એ બધા જ દુઃખોનું એક્યુમલેટેડ જે કંઈ થતું હોય તે બધું હવે એને રીપે કરવાનું આવ્યું છે. એટલે વ્યાધિ રૂપે એ બધી વસ્તુઓ એનામાંથી થાય.
હવે એ વ્યાધિ છે તે ઈશ્વરની ભેટ છે એવું જ્યારે એની અંદર ઉત્પન્ન થશે. "વ્યાધિ છે એ ઈશ્વરની ભેટ છે." કેમ? તો કે "મને એ આ રીતે બોલાઈ રહ્યો છે. એની એટલી બધી મારી પર કૃપા થઈ ગઈ છે કે આવો ભયંકર રોગ પેદા કરીને મને એ પીડા મુક્ત કરી રહ્યો છે. અત્યારે પીડા ભલે મને વેઠવાની આવે છે, પણ હું ખરેખર પીડા મુક્ત થઈ રહ્યો છું. કેમ? તો કે મારો તો ભોગવટો શરૂ થઈ ગયો. જો આ ભોગવટો શરૂ ના થયો હોત તો કેટલા જન્મ હજી હું આથડી મરત?" તો "મારી પર ઈશ્વરની એટલી બધી અનહદ કૃપા થઈ ગઈ કે વાહ વાહ! જો આ આવ્યું ને, હવે મારે તો છૂટવાનો ટાઈમ આવી ગયો છે." આવી જાતની દ્રષ્ટિ, આને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. તો એને ભાન થઈ રહ્યું છે.
હવે એની પાસે તક છે કે પોતે આત્મ સ્વરૂપે આ જે વેદનીય કર્મો જે એના ઉત્પન્ન થયેલા છે, તે બધાને એ વેદનાને એવા જુએ અને જાણે પણ વેદે નહીં. શું કરે? જુએ અને જાણે પણ વેદે નહીં. વેદે નહીં મતલબ, "એ દુઃખ મારું છે," એ એવી રીતના કે "મને દુઃખ પડ્યું છે," કે "મારા દેહને દુઃખ પડ્યું છે," કે "મારા મનમાં બહુ દુઃખ થયું," એવી રીતે નહીં. એનાથી અલિપ્ત, અનાશક્ત. એને કોઈ આસક્તિ પણ ના હોય એવી રીતે અસંગતા. શરીર અને મન સાથેની સંપૂર્ણ અસંગતાનો અનુભવ કરતો કરતો એ આમાંથી બહાર નીકળવાનું જો એ કરે, તો એને ઘણી વખત એવું બને કે વર્ષોને વર્ષો સુધી જે વેઠવાની હતી એ પીડા બે કે ત્રણ દિવસ કે ચાર દિવસ કે એકાદ મહિનાની અંદર એ પૂરી થઈ જાય અને એમાંથી પછી બહાર આવી જશે.
પ્રોવાઈડેડ એ કેન્દ્રસ્થ છે, એ આત્મસ્થ છે, એની પ્રભુ પ્રત્યેની જે નિષ્ઠા છે તે અચળ છે અને હજુ પણ એને નક્કી રાખ્યું છે કે ભલે આ થયું, હું સંસારમાં પાછો નથી આવવાનો. એટલે એનો આ વેદનીય કાળ જે છે તે પૂરો થઈ જશે અને પછી એના સાધનામાં ધીમે ધીમે સહાય આવવાની પણ શરૂ થશે. અદ્રશ્ય શરીરી જે કોઈ બધા છે, સંતો, મહાત્માઓ, એ બધાય એની પર તે વખતે અતિશય કરુણા અને કૃપા રાખતા હોય છે. જેમ એક સ્ત્રીની સુવાવળ થતી હોય તો ડોક્ટર જે છે તે ત્યાં હાજર છે, નર્સિસ, મિડવાઇફ વગેરે બધા હાજર છે. અને એ પ્રોસેસમાંથી પસાર તો એને જ થવાનું છે. ડોક્ટર શું કરે છે? ફેસિલિટેટ કરે છે એને, એ પ્રોસેસને, ચાઇલ્ડ બર્થના. કોઈક રીતે કરીને એને કરશે, કંઈ ઓપરેશન કરશે, કંઈક બીજી જાતનું કંઈક કરશે, એવી રીતના કરીને એને ફેસિલિટેટ કરશે. એવી રીતે આ બધા સંતો પણ તમને અદ્રશ્યની અંદર રહીને એવું બળ તમારા આત્માની અંદર એવા પ્રકારની સૂઝ પેદા કરાવશે.
દુઃખ તો છે, પણ એ તમારી જે દ્રષ્ટિ છે તે દુઃખ ઉપર લઈ જવાના બદલે એ તમારા આત્મા ઉપર પાછી આવી શકે. તમારા મુખની અંદર, "હે રામ! હે પ્રભુ! મારી મદદ કરો! પ્રભુ! મારી પર કૃપા કરો!" આવા પ્રકારના ઉદગારો લાવશે એ બધાની જે કૃપા થાય છે એના કારણે. અને પીડાની સાથે સાથે તમે પરમાત્માને યાદ કરતા હશો. હવે શું થશે કે પીડા ઓછી થતી જશે અને પરમાત્માની જે એ છે તે વધતું જશે, વધતું જશે, વધતું જશે.
એટલે આવા બે ત્રણ વર્ષ હોઈ શકે છે. કોઈકના પાંચમા, સાતમાં, દસમા વર્ષે પણ આવું બધું એક એની અંદર આવતું હોય. પણ આ બધા પ્રકૃતિના ભેદ હોવાથી કોને ક્યારે શું થશે એ કેવળ જ્ઞાની જ કહી શકે, બીજો કોઈ કહી શકતા નથી. અને જ્ઞાની આવા તેવામાં બહુ હાથ ઘાલતા નથી. અતિશય કરુણા, અનુકંપા પેદા થાય અને જુએ કે હવે આ શિષ્ય મારો તરફ ફળિયા મારે છે ને, હવે છેવટે આ જગ્યાએ જો એને હેલ્પ નહીં પહોંચે તો એ કદાચ પાછો પડી જશે. એવું જ્યારે ગુરુને થાય તે વખતે થોડોક હાથ ઝાલે એનો કે "તું મારી આંગળી પકડ અને આ ખાડામાંથી તું બહાર આવતો રહે. આ દુઃખનો ખાડો જ છે, બીજું કશું છે નહીં." અને કરીને એને પછી એમાંથી બહાર કાઢી લાવે છે. એટલે આવું થાય તો આ છ મહિનાથી શરૂ કરીને તમારો જે પ્રાણ છે ને, ત્રીજા ગ્રેડથી શરૂ કરીને પછી આમ આગળ આગળ આગળ વધવાનો આવી રીતના શરૂ થતો હોય છે.
એટલે ચોથા, પાંચમા ગ્રેડની અંદર જ્યારે પ્રાણ શરૂ થાય ને ત્યારે તો એની અંદર સુગંધ આવે, ઉષ્મા આવે અને મધુરસ, એક જાતની સ્વીટનેસ શરૂ થઈ જાય. ચોથાથી શરૂઆત થાય, પાંચમામાં તો ઘણું બધું સરસ થઈ જાય. છઠ્ઠા પહોંચતા પહોંચતા તો એનું આ સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ, મનની શુદ્ધિ, બધું એમ થઈ જાય એનું લગભગ.
એટલે આવો સાધનાને બાર વર્ષનો એક ગાળો હોય છે. પણ એમાં એને પ્રચંડ પુરુષાર્થ જેને કહેવાય, એક તો નિત્ય પણ હોવો જોઈએ અને બીજો નૈમિત્તિક પણ હોવો જોઈએ. નિત્ય પુરુષાર્થ એટલે દાખલા તરીકે ત્રણ કલાક સવારે, ત્રણ કલાક સાંજે ધ્યાન કરવા બેસે. બાકીના સમયની અંદર એ બ્રહ્મચિંતન કરતો હોય, મનન કરતો હોય, કંઈક બ્રહ્મ વિચાર કરતો હોય, શાસ્ત્રનું કંઈ વાંચન કરતો હોય. શાસ્ત્ર એટલે ઉપનિષદ, ગીતા એવી વસ્તુઓ. એનું જ્યારે એ કરતો હોય તો એવો પુરુષાર્થ જેને કહેવાય, બાર થી ચૌદ કલાકનો. તેવી વ્યક્તિ એનો પ્રચંડ અને પાછું આમ એક સાતત્ય, સંપૂર્ણ સમર્પણનો અંદરથી ભાવ થઈ ચૂકેલો છે. "બસ, હું આ બારમા વર્ષે ત્યાં પહોંચવાનો જ છું." જેમ તમે આમ ગાડીમાં બેઠા છો, તમે જુઓ છો કે અમદાવાદથી બોમ્બે આટલા માઈલ છે અને પછી તમે જુઓ છો કે આ નડિયાદ આવ્યું, આનંદ આવ્યું.
એવી રીતના સિસ્ટમેટીકલી એ પોતાની સાધનાને જોયા કરતો.
પ્રોગ્રામનો પોતાનો પ્રોગ્રામ જે રન થાય છે તેને મોનિટર કરી શકતો હોય, એવી જાગૃતિ રાખી શકે એવાની વાત છે કે એને ૧૨ વર્ષ થાય. બાકી બીજા બધાને તો વધારે પણ હોઈ શકે, પણ આવું માંગે છે. તો એ ૧૨ વર્ષના ગાળાની અંદર આવી રીતના ગમે ત્યારે. હવે એ ૧૨ વર્ષનો ગાળો જે છે, એ એક વર્ષનો પણ થઈ શકે છે. તીવ્રતા, બસ ઇન્ટેન્સિટી જે તમે સાધના કરવાની મારી છે, એની કેટલી પ્રચંડતા છે, કેટલી તીવ્રતા છે! પાંચ વોટનો એક બલ્બ અહીંયા આગળ ચાલુ કરીએ તો અમુક પ્રકાશને અમુક જ ગરમી આપે છે, પણ અહીંયા આગળ એક મોટી હેલોજન લાઇટ ૫૦૦ વોટની ચાલુ કરી દીધી હોય આટલા અમથા રૂમની અંદર, તો થોડી વખતની અંદર કેવું થઈ જાય? બધું વાતાવરણ પુષ્કળ લાઇટ અને પુષ્કળ ગરમી, ઊર્જા પેદા થઈ જાય છે. વાતાવરણના અંદર રહેલા જે આ બધા વાયુના અણુઓ-પરમાણુઓ છે, તે પણ બધા ગરમ પકડવાના શરૂ કરે, બરાબર?
એટલે એવી તીવ્રતા. એને કીધું તપ. તો આવું તપ તપવાની જરૂર પડે ૧૨ વર્ષ સુધી. અને તે પણ કીધું હતું કે અણાહારીએ કે પહેલા વર્ષે, પહેલા મહિને તમે ગોઠવણી કરી શકો કે જેની અંદર તમે માત્ર ફળાહાર જ કરશો. આવા આહારોમાં ફેરફાર કરવાથી પણ તમને આવનારી વ્યાધિઓ અને બીજી તકલીફોમાંથી મુક્તિ મળી શકે.
તો એ ફળ ઉપર એક મહિનો આહાર કર્યા પછીથી બીજા મહિને માત્ર પાંદડા ખાઈને આહારમાં સવાર-સાંજ માત્ર જરૂર પૂરતા અમુક પાંદડા જ ખાવાના. ખાઈ શકાય એવા પાલક છે, એવા સવા છે, મૂળા છે, પછી આપણે ગોબીજ છે, એવા પ્રકારની વસ્તુઓ ખાઈને જ એને પોતાનો એક મહિનો પાછો ફરી સાધના ચાલુ રાખવાની. ત્રીજા મહિને પછીથી એને પાણીની આવશ્યકતા થશે, એટલે આ પણ એ નહીં ખાઈ શકે. કોઈક આપશે તો પણ, અને એનો પોતાનો સંયમ પણ એટલો જરૂરી છે. એટલે પછી એ ત્રીજા મહિને માત્ર પાણી પર રહી શકશે. ત્યાં આગળ એને જળ તત્વની સિદ્ધિ આવશે અને હેલ્પ કરશે એને. એટલે પૃથ્વી તત્વ અને જળ તત્વનું જે કાંઈ હશે, એ બધું નીકળી જશે. એનું સંપૂર્ણ તત્વ શુદ્ધિ.
ત્યાર પછીના વખતે શું થશે? તો કે ત્રીજા-ચોથા મહિને એને કેવળ વાયુ પર. હવે કેવળ વાયુ પર એટલે કેવી રીતના કે તમારે પાંચમા-છઠ્ઠા ગ્રેડનો પ્રાણ તે વખતે શરૂ થયો હોય, એટલે માત્ર એમાંથી તમે તેજ લઈ રહ્યા છો. તેજ તત્વ અને વાયુ તત્વ. હવે વાયુમાં પણ તમે લઈ રહ્યા છો મુખ્યત્વે પ્રાણ અને તે પણ પાંચમા ગ્રેડનું, કે જે સોર્સ છે. આ બધી વસ્તુઓ જે કંઈ આપણે બ્રહ્માંડની અંદર જોઈ રહ્યા છીએ, તે બધું એમાંથી ઉદ્ભવ પામેલું છે. પ્રકાશનો એક નાનકડો કણ હોય તેમાંથી અનંત સૃષ્ટિઓનું સર્જન કરી શકે એક યોગી હોય તો, મહાયોગી. બસ એને અને બ્રહ્મને, બ્રહ્માને, બ્રહ્માનું પદ જે કહીએ છીએ તેને જરાક જ છે રહી ગયું હોય. જેમ બ્રહ્માજીના મરીચી વગેરે બધા જે પુત્રો છે, બધા વશિષ્ઠ આ તે બધા લોકો પણ પોતે પોતાની સ્વતંત્ર સૃષ્ટિઓનું સર્જન કરવાને કાબિલ છે.
કરવી ના કરવી એમના પોતાના ઉપર, પણ જ્યારે ચાહે ત્યારે કરી શકે એટલી ક્ષમતા છે, એટલું એમનામાં સામર્થ્ય છે. એટલા માટે એ લોકો આ બધી વસ્તુઓ કરી શકતા હોય છે.
તો એ તેજમાંથી સાધક જે છે, તે પોતાને જોઈતી જે કંઈ પોષક ચીજો છે, તે બધી પ્રાપ્ત કરી લે છે. એટલે એને હવે સ્થૂળ આહારની જરૂર નથી, એને પ્રવાહીની જરૂર નથી, એને ફક્ત લાઇટની જરૂર પડશે અને એના સાથે સાથે એને હવા. છેવટે એ આ બેને પણ અતિક્રમી જશે અને કેવળ અંતરિક્ષ ઉપર જ આધાર રાખતો થઈ જશે. ત્યારે એને આ બધી અલોપ થવાની, એકમાંથી બીજામાંથી પસાર થવાનું, આવું બધું જે કંઈ છે, એ બહુ સહજ સ્વાભાવિક બની જશે. એ થયા જ કરે એનાથી એમ. અને આ બધું એવું નથી કે પોતે આમ વિચાર કરે કે હું અત્યારે હવે અમેરિકામાં છું કે મેક્સિકોમાં છું ને એવા ત્યાં એપીયર થાય. એ એવી રીતના નહીં, બસ એમ બની જ જતું હોય. ઘણી વખતે તો એ નિંદ્રામાં હોય, ઘણી વખતે એ સમાધિમાં હોય, ત્યારે પણ આ બધું થયા જ કરતું હોય બધું, એવા પ્રકારની સ્થિતિ.
તો આવું ૧૨ વર્ષની સાધના છે ભાઈ, પણ તમે ચાહો તો એ ૧૨ વર્ષની સાધનાને છ વર્ષની પણ કરી શકો. તમે એક વર્ષની પણ કરી શકો, છ મહિનાની અંદર પણ કરી શકો અને છ મિનિટની અંદર પણ તમારી પૂરી કરી શકો, પ્રોવાઇડેડ યુ આર રેડી. આ કરી શકાય છે, રસ્તો છે, જે ચાહે તે દરેકને બતાવી શકાય એવો છે અને આમ ઉઘાડી આંખે દેખાય છે અમને તો આવું બધું. પણ આના માટે એવી તીવ્રતા સાથેની અને એ માણસ સંસારથી બિલકુલ છૂટો પડી ગયો હોય, એટલો બધો વૈરાગ્ય, મતલબ વિતરાગતા. ન એને રાગ હોય કોઈ પ્રત્યે કે ના દ્વેષ હોય કોઈ કારણ, ઘટના, કશાના સાથે ક્યાંય સંકળાયેલો રહેતો જ ના હોય, એટલો બધો છૂટો પડી ગયેલો એની વાત કરીએ છીએ. બાકી તો સામાન્ય રીતે લોકો બધું આપણે જેમ નવધા ભક્તિમાં શીખ્યા હતા કે સ્ટેપ બાય સ્ટેપ બધા લોકો આગળ વધતા હોય છે, એવી રીતના કરતા હોય છે.
હવે બીજી વાત જે છે તેની અંદર કેવું છે કે સમય થંભી જાય છે એવા સાધકના માટે. એ જે કહીએ છીએ તે શું છે બાબત તેને જાણીએ. તો કે સમય તો એક લીનિયર જેને કહેવાય કે એવું પરિમાણ છે. હવે તેની અંદર જેમ કે આ બધું અનંત આકાશ છે. આ આખું જે બ્રહ્માંડ છે, બ્રહ્મ સ્વરૂપ જ છે. હવે તે ના અંદરથી એક નીચે ઉતરી આવે છે. હવે એ જીવનની ઘટમાળની અંદર ફસાયો છે, તો ત્યારે શું થાય કે આમ માનો કે અહીંથી પહેલી વખત એ જ્યારે નીચે ઉતરે છે ત્યારે આવી રીતની એની એક સાયકલ ચાલુ થાય. એટલે એના અંદર એને અમુક કાળ સુધી રહેવાનું થાય. એ દરમિયાન આ જીવન કરતી વખતે એને જે જે વિચારો અને નિશ્ચયો ઊભા થશે, તે એનું બીજું પુર્યષ્ટક બનાવશે. આવી રીતના એ રેડી થઈ જશે, એવી રીતે ત્રીજું બનાવશે. આપણે જેમ કીધું તો આઠ તો એની પ્રાયોરિટી.
નક્કી કરે ને કે આ એની તીવ્રતા ઉપર આધાર છે એનો. તો આ માનો કે આ કાળખંડ એક છે, આ બીજો છે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને આ નવ. બરાબર? પહેલામાંથી ઉતર્યો છે અને આઠ સુધીની એવું વાત તો દરેક જી વાતમાં જ્યારે જ્યારે વિચાર કરે એટલે વિચાર એ જ કર્મ છે. અત્યારે આપણે સામાન્ય રીતે વિચારને વિચાર તરીકે જ લઈશું, જે ભગવાને વિચારની વ્યાખ્યા આપી છે તેની વાત નથી કરતા. આ વાસના ભર્યો જે કંઈ જેને કહેવાય ઈચ્છા વાળી વાત છે, તેની વાત કરું છું.
હવે એને એમ, દાખલા તરીકે, ઊભું થયું હોય કે આ પોતે ડ્રોઈંગ રૂમની અંદર બેઠો છે અને હવે એને ઈચ્છા થાય. આ ટીવી જુએ છે. હવે ટીવી જોતી વખતે જે ત્યાં આગળ ચિત્ર ફ્લેશ થાય છે, તે માનો કે કીલી માંજારોનું છે, કોઈ પર્વતનું શિખર છે. બરાબર છે? હવે તેને ત્યાં આગળ આમ એકદમ જ એ વખતે એવું થાય કે, "યાર, આની ઉપર આપણે આમ બેઠા હોઈએ તો કેવું સારું!" એવું અંદર એકદમ એને ક્ષણમાં એક જાતનું સ્ફૂરણ શરૂ થશે. એટલે જાણે કે "એઝ ઇફ હી ઇસ ધેર" એવા પ્રકારનું. એટલે અહીંયા આગળ શું થશે કે એવું આ અહીંયા એક બીજ એને મૂકી દીધું. એને ત્યાં જઈને એ વસ્તુને ભોગવવાનું. આ વાસના ઉત્પન્ન થઈ ને, એટલે એ થયું. હવે એ વાસના કેટલી તીવ્ર છે, એના પ્રમાણમાં એની ગોઠવણી થશે.
અહીંયા આગળ આ જીવન જીવતી વખતે એની પોતાની સ્થિતિ, પોતાની આર્થિક ક્ષમતા, શારીરિક ક્ષમતા, શારીરિક ઢાંચો શું છે, શું નહીં – એ દાખલા તરીકે મનુષ્ય યોનિમાં જવાને કાબિલ હોય એવા જો કૃત્યો કરશે, તો એવા નેક્સ્ટ બર્થની અંદર જઈ શકે. પ્રોવાઈડેડ એની આર્થિક સ્થિતિ તે વખતે એને સપોર્ટ કરી શકે એવી હોય તો. એટલે પછી એ વિમાનની ટિકિટ લઈને ત્યાં આગળ જતો રહે. પણ દાખલા તરીકે એવું નથી કરી શકતો અને એને કૃત્યો ઘોર કર્યા છે, તો પછી એ ગરુડ બની જાય. અને ગરુડ બનીને એ પર્વતના શિખર ઉપર થઈને પસાર થાય, ઉડતો ઉડતો. ત્યાં આગળ એ એનું કર્મ ત્યાં આગળ પૂરું થઈ ગયું, ચોકડી વાગી જાય. તો આવી રીતે સાત-આઠ જન્મ સુધી માણસ સતત આવી રીતે બાંધ્યા કરતો હોય. આવું આમ અવિરતપણે જે ચાલે છે, તે બધી ઘટમાળ બધી આવી રીતના આમ થયા જ કરતી હોય. એ અહીં હોય ત્યારે આઠ જનમ બાંધે, અહીં આવે ત્યારે પાછા બીજા આઠ જનમ બાંધે.
અહીં આમ કરતાં કરતાં કરતાં અને એમાં દરેક યોનીઓ, દરેક જાતના કર્મો, બધી જાતની વસ્તુ. એટલે આમાંથી એવો ક્યારેય બહાર નીકળી શકતો હોતો નથી.
સામાન્ય સંજોગોની અંદર નથી નીકળતો. તો જે સામાન્ય ટોટલ પોપ્યુલેશન હોય, તે કઈ બધા માણસોને કે બધાને આમાંથી નીકળવું છે, મોક્ષે જવું છે, મુક્તિ જોઈએ છે – એવું બધું કંઈ એ લોકોને કંઈ સમજણ, સુજ, કશું વિચારો કશું આવતું હોતું પણ નથી.
જીવનમાં એક કે બે ક્ષણ એમને એવી આવે કે પોતાની એક્ઝિસ્ટિંગ કન્ડિશન હોય, તેમાં ઇમ્પ્રુવ કરવા માટે, ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવા માટેનું કર્મ કરવાની લિફ્ટ આવી હોય. એમાં એ જો બેસી જાય તો ઉપર જતો રહે ને, નહીં તો પાછો એ નીચે પડે. એટલે આવી રીતે સતત રીતે માણસ ચાલતો હોય.
હવે જ્યારે કોઈ સાધક એવું નક્કી કરે કે, "મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, મારે હવે આ સંસાર જોઈતો નથી," તીવ્રતાથી. તો એના એક્યુમલેટેડ જેટલા કર્મો હોય, તે બધાની ઉપર શું થશે? તો કે અહીંયા મોટો બંધ પડી જશે. અને આ બધા તમે એમ સમજો કે અલગ અલગ એવા રૂમ છે, એકની પાછળ એક, કે બધાની અંદર ઓટોમેટીક લાઈટ થાય છે. જો વ્યક્તિ અહીંથી એ સંવેદન ત્યાં મૂકે છે, તો ત્યાં આગળ એની લાઈટ થાય: બીજામાં થાય, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં, સાતમામાં. આવી રીતના, "ક્યારેક તો હું પ્રાપ્ત કરીશ જ કેડીલે ગાડી," એમ એવા પ્રકારનું. તો એ પછી આઠમાં જન્મમાં જાય. કારણ કે સાત જન્મ સુધી તો એ ભાઈને નિર્ધન યોગ હોય, ભોગવવાના કર્મો એવા લઈને આવેલો છે. પણ આઠમાની અંદર એ પાછો પૈસા ભેગા કરી લે અને પછી તે ડીલે ગાડી પણ લાવી શકે. અને જો ના લાવી શકે એવું હોય તો શું થાય?
તો કે કેડીલે ગાડીના કારખાનાનો મિકેનિક બની જાય. પછી પેલા શેઠીયાને ત્યાં આગળ જઈ અને કેડીલા ગાડીને રીપેર કરવા પોતે અહીંયા આગળ ગેરેજમાં લઈ આવે, પોતાના. રીપેર કરીને પાછો મૂકી આવે. તો એને એટલો ભોગવટો મળ્યો. સમજાયું? એટલો જ ભોગવટો. પણ ગાડી એને ચલાવી લીધી એટલે એ ઈચ્છામાંથી મુક્ત થઈ ગયો. પણ એ ચલાવતી વખતે વળી પાછો એને એમ થાય કે, "મારી પાસે આવી ગાડી હોવી જોઈએ," તો એને પાછો એ ગાડી ખરીદી શકે એવો શેઠ બનવા માટે પાછા આગળ એને જન્મો બાંધી દીધા. આવી રીતના એ ચાલ્યા કરતું હોય.
પણ સાધક જ્યારે પોતે નિશ્ચય કરે પહેલી વખતે કે, "બસ, હવે મને સંસાર જોઈતો નથી. હું પાછો નથી આવવા માંગતો અને મને બસ હવે પરબ્રહ્મમાં જ જવું છે. મને જોવે છે, મને મોક્ષ જોવે છે." ત્યારે એને આ બધા પ્રતિબિંબ થઈ જાય છે આગળ. હવે એને જન્મો મળી શકે નહીં. કારણ કે એને નક્કી શું કરી નાખ્યું? આ! આ કરે નક્કી કરવાના કારણે શું થયું? તો કે હવે એને આટલા સમયની અંદર, આટલા જન્મોની અંદર પોતાના એક્યુમલેટેડ બધા કર્મો પૂરા કરવાના છે. હવે પોતાનો પ્રચંડ પુરુષાર્થ શરૂ કરે. અને આ જન્મમાં ભોગવવાના કર્મો આ જન્મમાં આના દરેકના હોય. હવે એ બધા એ અહીં ભોગવી લેશે કે અહીં ભોગવી લેશે કે અહીં ભોગવી લેશે, એવી જાતની એ ગોઠવણી કરતો જાય. ઇન્ટર્નલી કોઈ એવું હોય કે, "મારે તો હવે આ છેલ્લો જન્મ. મારે બીજો જોઈતો નથી. જે કંઈ હશે એ બધું જ હું પ્રાયશ્ચિત કરીશ, આ કરીશ, તે કરીશ, બધું જ હું ભોગવી લઈશ.
પણ કે હવે મારે બીજો જન્મ લેવો નથી." એટલે એવો જ્યારે નિશ્ચય થાય ત્યારે શું થાય? તો કે આ જે આ એક જ જન્મની અંદર, માનો કે એને 25 વર્ષની ઉંમરે આવો વિચાર આવ્યો અને એના કર્મો તો એટલા બધા હતા કે આઠ ભવના એને ઓલરેડી બાંધી રાખેલા છે. એટલે હવે એ બધું કોમ્પ્રેસ થઈને એના 25...
વર્ષથી શરૂ કરીને 80 વર્ષના કાળની અંદર એને ભોગવવાનું આવશે, તો ઘણી વખત તો એ મૂંઝવણમાં મુકાઈ જશે કે, "યાર, મારી સાથે આટલા બધા પ્રસંગો આવી જાતના કેમ થઈ રહ્યા છે?" આમ કશું જ શોધ ના પડે, રોજ દાડો ઉઠે ને કંઈક થાય, રોજ દાડો ઉઠે ને કંઈક થાય. આમ એટલે એકદમ બેબાકડો ને એવો જ બની જાય. તો એટલી વિવરતાની અંદર પણ જો એ પોતાનો નિશ્ચય ટકાવી રાખે અને સાધના કરે રાખતો હોય, તો એને શું થાય કે એને હળવા આપવા માટે કુદરત પછી એમ કહેશે કે, "ઓકે, તારે હવે 25 થી 80 માં જે ભોગવવાનું છે તે તને એક બીજું એક થી કે 70 વર્ષનો પાછો એક બીજો જન્મ આપી દઈએ." એટલે શું થાય કે એનું નિશ્ચય બળની અંદર સહેજ ઘટાડો થાય પાછો કે, "યાર, આ તો બહુ ઝડપથી આવે છે. ભગવાન, થોડુંક મને ખમ્મા કર કે મારાથી સહન નથી થતું." એવી પાછું એ વચ્ચે જો પ્રાર્થના કરી બેસે, એટલે પછી શું થાય છે?
તો કે આ બીજો પાછો એનો જન્મ ખુલી જાય. એટલે અહીંયા આગળ જે એને 25 થી 80 માં ભોગવવાનું હતું, એ આ કેટલા વર્ષ થયા? 50, 55. આ 55 વર્ષ જે છે તે આ 55 વર્ષ અને આ 70 વર્ષ બીજા મળ્યા. તો હવે એને જે 55 વર્ષમાં ભોગવવાનું હતું તેને અંદર પાછા બીજા એને 70 વર્ષ મળી જાય. એટલે શું થાય? તો કે એને 125 વર્ષમાં એ વસ્તુ ભોગવવાની આવશે ધીરે ધીરે. એટલે થોડું સ્પેસિંગ એને મળી જાય.
હવે જો તમે ચાહો તો એક ત્રીજો જન્મ એડ કરો કે, "ભાઈ, આટલું મને તીવ્ર નથી જોઈતું કે હજી મારે..." ઓકે, તો પછી કે, "આ બીજો 50 વર્ષનો જન્મ છે તમારો." તે પાછા અહીંયા આગળ એડ થાય. તો કે, "બરાબર છે, હવે 175 વર્ષમાં તું તારું આટલું બધું ભોગવી કાઢજે અને પછી તું નીકળ." હવે જેમ જેમ ભોગવટો ઓછો એનો પૂરો થતો જાય ને, તેમ તેમ શું થાય? એની ગતિ ઉર્ધ્વ થતી જાય. જ્યાં હોય ત્યાંથી ફિઝિકલી નહીં, એ સ્પિરિચ્યુઅલી ઇવોલ્વ થતો થતો થતો એની ગતિ ઉર્ધ્વ થતી જાય. એના ઓપનિંગ ને એ બધી વસ્તુઓ વધતી જાય. એટલે પછી શું થાય કે છેલ્લે પછી એને પરબ્રહ્મનું જે જ્ઞાન છે તે બધું એને પ્રગટ થવા માંડે. એટલે અહીંયા આગળ કહે છે કે આ એના માટેના જે સંજોગો હતા. હવે એ ચાહે કે, "ના, મારે કઈ 175 વર્ષના હવે બીજા ત્રણ ભવ નથી કરવા, બે ભવ નથી કરવા." બે ભવ કરવું, વળી પાછા બે વર માથે પડે.
કોને ખબર? છોકરી હોય તો એવું વિચારે, છોકરો હોય તો કે, "બીજી બે પાછી પૈણવી પડે ને પાછી ઉપાધિ કરે. એમાંથી પાછું કોક આવીને કંઈક મળે, કંઈક હાળી કરે. પાછું મારાથી કંઈક થઈ જાય ને બોલાઈ જાય ને એમાંથી પાછો જન્મ વધે. ના ના, મારે આવું કંઈ નહીં. મારે તો અહીંયા જ પતાવી દેવું સારું." એટલે પછી શું થયું? તો કે આ એનો આ ભવે બંધ થશે ને આ ભવે બંધ થશે. હવે એને આ જે એના 55 વર્ષની અવધિ છે તેની અંદર જ આટલું પૂરું કરીને નીકળી જવાનું અને એને પછી બીજો કોઈ જન્મ લેવાનો રહેતો નથી. તો એના છેલ્લા જે 12 વર્ષનો સાધના કાળ હોય. હવે આ 55 વર્ષની એની જે કંઈ છે તેની અંદર એને સાધના કરવાની છે. તો શરૂઆતમાં ધીમી ધીમી કરે. એમ એમ કરતાં કરતાં પણ કોઈક કાળે નિશ્ચય થઈ જાય કે નીકળી જ જવાનું છે બસ. એટલે હવે એને 12 વર્ષની અવધિ વાળું લાગુ પડી જાય અને 12 વર્ષની અવધિ લાગુ પડી ગઈ એટલે પછી એ તીવ્રતાથી આવી રીતના કામ કરીને પછી એ નીકળી જાય.
તો 25 વર્ષનું હોય તો 25 ને 10, 35 ને બે, 37, 38 વર્ષે તો પરવારીને જતો રહે. એવી રીતે ના થાય. એટલે એના માટે પછી સમય થંભી ગયો છે એવું કહેવાય. કાળ આગળ વધતો નથી. એને નવા જન્મો પેદા કરતો નથી. એટલે એને કહે છે કે એનો કાળ એવી રીતને થંભી ગયેલો છે.
હવે ત્રીજી વસ્તુ જે તમે પૂછી હતી તે અર્ધોન્મીલિત નેત્રની જે આપણે વાત કરી હતી તથાસ્તુની અંદર. અર્ધોનિલિત નેત્ર એટલે શું છે કે સ્થિરતાપૂર્વક જ્યારે આપણે આવી રીતના આમ બેસવાનું કીધું છે આપણને ભગવાને, બરાબર? ભગવત ગીતાની અંદર તે વખતે આપણને ક્લાસની અંદર એવું કીધું હતું કે જ્યારે તમે બેસો ત્યારે "સ્થિર સુખ આસનમ." સ્થિર બેસો, શાંત બેસો, બસ એ જ આસન છે. ચાહો તો તમે પદ્માસન કરો, ચાહો તો તમે સીધા સૂઈ પણ શકો. એવી સ્થિતિની અંદર તમારે આંખોને બંધ કરી અને શાંતિથી આવી રીતે બેઠા હોય તે વખતે પોતાના આવતો શ્વાસ જુઓ, જતો શ્વાસ જુઓ, આવતો શ્વાસ જુઓ, જતો શ્વાસ જુઓ. હવે અહીંયા આગળ નેત્રો આપણા બંધ હોય તે વખતે શું થાય કે અનેક વિચારો હુમલા કરતા હોય અને એ બધાને ખાડવા માટે થઈને અને તીવ્રતા સાધનામાં લાવવા માટે થઈને એવું કહેવામાં આવે છે કે અહીંયા આટલો ભાગ જે છે નાસિકાનો એ બહુ મુખ્ય છે.
આ અહીંયા આપણું આજ્ઞા ચક્ર છે, એની એક્ઝેટ પાછળ અંદર અમૃતબિંદુ છે. એ બિંદુને ભેદીને જવાનું છે, ત્યાં ટનલ થવાની છે અને પછી એ આપણને ઉર્ધ્વ લોકની બધી જે કંઈ યાત્રા, મુસાફરીઓ જે કંઈ છે તે બધું કરાવશે. તો એના માટેનું બોડી પણ પાછું તૈયાર હોવું જોઈએ, જુદી જાતનું હોવું જોઈએ, એનું ફ્યુઅલ બી જુદી જાતનું હોવું જોઈએ. એટલે તમારા આહારની અંદર, વિચારોમાં બધાની અંદર ભયંકર ધર્મૂર્તિ પરિવર્તનો થાય ત્યાર પછીની સ્થિતિની વાતો આપણે કરી રહ્યા છે. તો એ લાવવામાં માટે યુક્ત આહાર, વ્યવસ્થિત રીતે તમને સમયે સમયે જે કાંઈ એમ કે નિંદ્રા લેવાનું હોય તે અને પછી તમારા નિયત સાધના કાળની અંદર આવી રીતના બેઠા હોય ત્યારે તમારે દ્રષ્ટિને 14 ઇંચ આગળ આ રીતે આમ તિરકસમાં લગભગ આટલે 14 ઇંચ આગળ આવા કોઈક જગ્યાએ તમે આમ જોશો. તમે ચાહો આમ એડજસ્ટ કરી શકો આટલે, બરાબર?
આ આ ચાર કે છ ઇંચની આસપાસની આવી કોઈક જગ્યા છે. તો ત્યાં તમે જોવાનું શરૂ કરશો, અહીંયા જ્યાં મારી આ આંગળી છે, બરાબર? હવે સતત એ આંગળીને તમે જુઓ છો, ત્યાં તમે આમ બસ જો જો કરવાનું શરૂ કરશો અને તમારા શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે. તો દ્રષ્ટિ અહીંયા પણ છે અને આના ઉપર શ્વાસ ઉપર.
પણ તે જે થાય છે તે સ્થિતિને અર્ધોનમિલિત સ્થિતિ કહેવામાં આવે છે. એને સતત જોયા કરવાનું. એટલે આ જે આકાશ છે, તે આ આકાશને જોવા અહીં જોયા કરવાથી અંદર બધા વિસ્ફોટો થવાના ચાલુ થશે અને પછી તમારે ઉર્ધ્વ યાત્રા શરૂ થશે.
શરૂઆતમાં આ જગ્યાએ કંઈ નહીં દેખાય. ત્રણ થી સાત દિવસ સુધી પુષ્કળ પાણી પણ પડશે આંખોમાંથી. આંખોની અંદર પુષ્કળ ગરમી પણ એમ કે પેદા થશે. કારણ કે આ પેલા સુરજ-ચાંદા વાળું જે ધ્યાન છે, તેનો આ બીજો પ્રકાર જ છે.
અહીં પણ એક એક્ટિવેશન આ જ વસ્તુનું થશે: સુરજ અને ચાંદાનું. આ સુરજ આમ અને આ ચાંદો, બરાબર? અને આ બે જણા થયા ભેગા એટલે તમે અહીંયા આગળ ભલે દ્રષ્ટિ એ રીતના કરીને જોશો, પણ તમારા ઈડા અને પિંગળાની શુદ્ધિ થવાની શરૂ થશે. અહીં જોવા જોયા કરવા છતાં પણ ઈડા અને પિંગળાની શુદ્ધિ થશે. છેવટે બંને મળશે થઈ જશે ત્યારે સુષુમ્ણા પેદા ચાલુ થઈ ગઈ હશે અને એ સુષુમ્ણામાં પ્રાણ ઉપર-નીચે, ઉપર-નીચે, ઉપર-નીચે ચાલ્યા જ કરતું હશે. તમને એમ લાગે કે તમે અહીં જોઈ રહ્યા છો, વાસ્તવમાં એ ત્યાં ચાલી રહ્યું છે. કોઈ એક વસ્તુ કોઈ એક જગ્યાએ થતી હોય, એની ઇફેક્ટ કોઈક જગ્યાએ આવતી હોય છે. એ નિયમસર એક્ચ્યુઅલી મૂલાધારે-સહસ્ત્રારે, સહસ્ત્રારે-મૂલાધારે આવી રીતના એ સતત ચાલ્યા જ કરે.
તો સાધક પોતે બહુ જ ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક, શાંતિથી બધા જ વિક્ષેપોને હટાવીને શાંત ચિત્તે બેસીને... મોટામાં મોટા વિક્ષેપો એ વિચારોના જ હોય છે. અને વિચારો શાંત જેમ જેમ થતાં જશે, તેમ તેમ આ સ્થિતિ સહજ બનતી જશે.
તો શરૂઆતમાં તો પુષ્કળ વિચાર, વિચારો ચારે બાજુથી હુમલા કરતા જ હોય છે. પણ સાધકે ધ્યાન રાખીને 'હું અસંગ છું' એવું અનેક વખત મનમાં રાખવાનું. અને સ્મરણ કરીને સાથે સાથે એને અનુભવ કરવાનો કે વાસ્તવમાં વિચારોથી અલગ છે. આ વિચારો અલગ છે. આ વિચારો એક માનસિક આકૃતિઓ સર્જ્યા કરે છે.
તો એ આકૃતિઓનું એને વિસર્જન કર્યા કરવાનું. એ પ્રાણ જે આવતો છે, જતો છે, તેની અંદર જ એને લય કરતા જવાનું. એટલે બધા સંસ્કારો જે છે, તે આવી રીતે નષ્ટ પામે છે. તો જેટલા એક્યુમલેટેડ હશે, તેટલા બધા જ નષ્ટ થવા જરૂરી છે. એક પણ બાકી રહી ગયો હશે ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ અસંભવ છે. માટે આ બધું ગોડાઉન ખાલી કરવાનું છે.
હવે તમે ચાહો તો એક એક કરો, કાં તો આખું ગોડાઉન સળગાઈ મૂકો, બ્લાસ્ટ કર દો. એ તમારા પુરુષાર્થ ઉપર આધાર છે કે તમે કેટલી તીવ્રતાથી કેવી રીતે આ બધું કરી રહ્યા છો અને કેટલી ઝડપથી તમે આમાંથી મુક્તિ મેળવો છો.
એટલે વિચારોથી મુક્ત તમે છો એવું ભાન થવા પછીથી, એવા અનુભવ થવા પછીથી, બહુ જ લાંબા સમય આમાં એવી સ્થિતિમાં રહેવાના કારણે અમનસ્ક જેને કહેવાય એવી સ્થિતિ આવે. એટલે એના પાછળ રહેલી તુરિયા છે, તેની અંદર વ્યક્તિ રહેતો હોય. એમાં દેહ-મનની માલિકી ના હોય. તુરિયાની અંદર, ભાઈ, 'હું દેહ છું કે હું મન છું કે આ બધું મારું છે' કે 'હું અને મારું' તો બહુ દૂર જતું રહ્યું હોય ત્યારે જ એ વ્યક્તિ તુરિયાનો અનુભવ કરતો હોય છે.
અને એ તુરિયા ખૂબ ગાઢ-પ્રગાઢ જ્યારે થાય છે, ત્યાર પછી એ તુર્યાતીતની અંદર અમુક સમય જઈ શકતો હોય છે. તો તુર્યાતીતની અંદર તો બસ એકતા અને અભેદતા, બીજું કંઈ હોતું જ નથી. એમ કે આત્માની સાથે જે આપણે ચાર પ્રકારની સમાધિઓ - સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય - એ બધું સમજાવ્યું હતું ક્લાસની અંદર, એ બધી સ્થિતિઓ આવી જતી હોય.
તો કેટલીક ચીજો આની અંદર મેં એવી હમણાં શરૂ થઈ હતી. આમાંથી આપણે કેટલીક ચીજો સમજી શકીએ. પ્રત્યેક શ્વાસમાં સુગંધિત, તેજસ્વી બ્રહ્મ લો. મારી સાથે શરૂ કરો: પ્રત્યેક શ્વાસમાં સુગંધિત, તેજસ્વી બ્રહ્મ જ લો. નિશ્વાસ વડે તેને શરીરમાં, તમારા તમામ શરીરમાં, તમારા મનમાં અને દિગંતમાં ફેલાવો.
પ્રત્યેક શ્વાસમાં તમે તેજસ્વી, સુગંધી, મધુ એવું બ્રહ્મ લઈ રહ્યા છો. અને હવે એ બ્રહ્મ જે છે, તે નિશ્વાસ જ્યારે કરો છો ત્યારે તમારા આખા શરીરની અંદર ભૌતિક શરીરથી શરૂ કરીને સાતમાં શરીર સચ્ચિદાનંદ સુધી અને પછી ત્યાંથી દિગંતમાં ફેલાવો. આ રીતે શ્વાસ લીધા કરો. મનમાં ભાવના રાખો: 'હું કેવળ બ્રહ્મ છું', 'હું બ્રહ્મ છું', 'હું બ્રહ્મ છું'. સહજ સામાન્ય શ્વાસ-શ્વાસમાં બ્રહ્મ લો, તેજસ્વી, સુગંધી. નિશ્વાસમાં તેને તમામ શરીર કોશિકાઓમાં, દિગંતમાં ફેલાતો જુઓ.
ફરી શ્વાસ લો. એ જ અનુભવ અંદર આવતો. પ્રત્યેક શ્વાસ આપણને પવિત્ર બનાવી રહ્યો છે. બહાર જતો પ્રત્યેક નિશ્વાસ આપણને બોજામુક્ત, પીડામુક્ત, નિરોગી, અસંગ અને અનાસક્ત બનાવી રહ્યો છે.
હળવેથી આંખોને અર્ધોનમિલિત કરો. તમારા નાસિકાથી સહેજ અગ્રભાગ, કપાળથી ૧૪ ઇંચ તિરકસમાં આ રીતના તમારી દ્રષ્ટિને અહીં સ્થિર રાખો અને આમ શ્વાસ લેવાના ચાલુ રાખો. અહીં તમે ચાહો તો 'ઓમ' પણ લખી શકો, ચિત્રી શકો. એ છે જ એવું પણ જોઈ શકો. શ્વાસોશ્વાસ ચાલુ છે. પ્રત્યેક નિશ્વાસ એ ઓમકારને વધુને વધુ ઉજ્જવળ બનાવતો જાય છે એવું પણ જોઈ શકો.
કપાળ, મગજ કશાને તાણવાનું નથી. સહજ સ્વાભાવિકતા આ તુરિયામાં જવા માટે બહુ સરળ રસ્તો છે. શરૂઆતના થોડા દિવસો નેત્રોમાંથી પાણી ટપકી શકે છે. આંસુ આવે તો વહેવા દો, બધું જ જવા દો. શ્વાસમાં તમે બ્રહ્મ લો અને મૂકો. 'બ્રહ્મમયં જગત્ સર્વમ્' તેનો ઊંડો અનુભવ રાખો. સચ્ચિદાનંદ. આટલું ક્લિપિંગ કરી વચ્ચે થોડુંક ગેપ મૂકી દેવાનું.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.