પ્રસાદમ ક્લાસ ૨ · દિવસ ૨
21 & 22 November 2023
અહીંયા, હલો, હલો, હલો, જય સચ્ચિદાનંદ, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. એક નાનકડી સ્ટોરીથી આજે એક શરૂઆત કરીએ, જે ગઈકાલે રાતે મને આમ અંદરથી સૂઝ પડી છે, તો બધા જોડે એક શેર કરવા માગું છું.
એક પ્રાચીનકાળના ગુરુકુળની આ વાર્તા છે. એમાં શું હતું કે ગુરુ અને ઘણા બધા આપણી જેમ શિષ્યો હતા. કોઈક શિષ્યની પ્રગતિ ફાસ્ટ થઈ રહી હતી, એટલે બીજા બધા શિષ્યોને એમ થયું કે આ કેમ ફાસ્ટ થાય છે? અને ગુરુની બહુ નજીક હતો, એટલે બધાને એમ થયું કે ગુરુ આને કંઈક વિશેષ જ્ઞાન આપે છે, આની ઉપર કૃપા વધારે છે. પહેલા તો ઘણા સમય સુધી બધાને ઇન્ટર્નલ ચાલ્યું કે આને થોડુંક આપણે સળી કરીએ. એમ બધા થોડીક થોડીક કરતા હતા. પછી એકવાર બધા ભેગા થઈ ગયા ને આમ શક્તિ થઈ ગઈ. પહેલા તો ગુરુનો પ્રભાવ એવો હોય તો કોઈ પૂછી ન શકે ગુરુને, એમ પણ એક થોડુંક બધાનું બળ થયું.
એકવાર ગુરુ પાસે ગયા કે, "તમે આ શિષ્યને શું એક્સ્ટ્રા આપો છો કે એનો ફાસ્ટ થાય છે?" કારણ કે પ્રગતિ છે તો મન, વચન, કાયામાં ઝળકતી પણ હતી. ગુરુ પાસે ગયા અને ગુરુને બધાએ રજૂઆત કરી. ગુરુએ બધું સાંભળ્યું. પહેલા શિષ્યને બોલાવ્યા. પછી કહ્યું, "આપણે ચાલો એક પ્રયોગ કરીએ કે કેમ એનું આવું છે, એમ. આનું કારણ તો શોધવું પડશે ને, એમ. કે અમે તો એને કંઈ વિશેષ હું એને આપતો નથી, પણ એનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો."
એ ખીણ પાસે લઈ ગયા બધા શિષ્યને. એ શિષ્યને પણ. પેલા બીજા બધા શિષ્યોને કીધું, "ચાલો, ખીણમાં છે ને તમે કૂદકો મારી દો, એમ." તો ઓલા બધા આમ અચકાણા. અંદરથી બધાને એવું થયું કે જો હું કૂદકો મારી દઈશ તો જ આ ગુરુકુળમાં હું આવ્યો હતો. મારી આધ્યાત્મિક પ્રગતિ માટે તો હું જ નહીં હોઉં તો મારી પ્રગતિ કેમ થશે ને આગલા ભવમાં શું થશે ને એવું બધું એમનો વંટોળ ઊભો થયો ને કોઈ કૂદકો માર્યો નહીં.
પછી પહેલા શિષ્યને કીધું, "તું કૂદકો માર, એમ." તો એ તો આમ તરત જ બોલ્યો. એ ક્ષણમાં એને એક ક્ષણ વિચાર ન આવ્યો ને એને સીધો કૂદકો મારવાની ટ્રાય કરી દીધી સીધી. અને ગુરુનું એમનું ઇનવિઝીબલ હતું, એમને પકડેલા હતા ગુરુએ શિષ્યને, એટલે તરત જ આમ ખેંચી લીધો. અને જે બીજા બધા શિષ્યો હતા, એમને પણ એ કાળમાં બધા પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, એટલે બધાએ જોયું કે જેવો એ કૂદકો મારવાનો પ્રયત્ન કરે છે, પણ ઇનવિઝીબલ છે ને શીલ્ડ હતું જે એને ખેંચી લેતું હતું.
પછી એને પૂછ્યું કે, "તને કેમ એવો વિચાર ન આવ્યો કે હું મરી જઈશ તો મારી આગળની પ્રગતિનું શું?"
"કે જે દિવસે હું ગુરુકુળમાં પ્રવેશ કર્યો ત્યારે મેં મારા હુંને સમર્પણ કરી દીધો હતો. હવે જે ચાલે છે એ બધું મારું ડિસ્ચાર્જ છે. હવે જે અંદર મારું જે ઊભું થાય છે એને હું જોયા કરું છું, પણ મારા હુંને સમર્પણ કરી દીધો છે. અને બીજાના કેસમાં હજી હું મજબૂત છું, બીજા જે શિષ્યો છે કે હું જાણું છું, મને ખબર છે." એટલે એ લોકોની પ્રગતિ નથી થતી. કારણ કે, "ના ના, તમે તો ઠીક છો, હવે સાંભળવા આવું છું, બરાબર છે, પણ મને તો ખબર તો છે જ તે હો હવે." એટલે એ બધા શિષ્યોમાં એ મોજૂદ હતું અને પહેલા એ બધું છોડી દીધું હતું.
અને એની બી એવી પહેલાથી નક્કી હતું કે ગુરુ એવા પસંદ કરવાના કે એકદમ આમ મજબૂત હોય કે આપણને ઠેટ પહોંચાડી જ દે. એટલે એણે બી પહેલા ગુરુને શોધખોળ કરીને પછી પકડી લીધા કે, "ના, આ બેસ્ટ છે." પછી એણે કીધું કે, "હવે આપણે બધું સરેન્ડર કરી દઈએ છીએ." અને પહેલામાં સરેન્ડર દેખાતું હતું, પણ અંદરથી સરન્ડર થતું નહતું. અને જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે એમને જ અનુભવ થઈ ગયો કે આપણામાં હજી આ ખામી છે. એટલે એ લોકાએ પણ હવે ઇમ્પ્રુવમેન્ટ ચાલુ કર્યું.
એટલે જો સમર્પણ થાય ને તો જ પ્રગતિ થાય એમ છે. અને આમાં ગુરુ અને શિષ્ય. ગુરુ એટલે તમારો આત્મા અને શિષ્ય એટલે આપણો અહંકાર. આપણે આપણા જ અંદરના શુદ્ધઆત્મા કે જે દાદા ભગવાન કે ભગવાન કે જે મૂળ આત્મા કે એને સમર્પણ કરી દઈએ તો બહાર કોઈ ગુરુની પણ જરૂર નથી. એટલે મારી જ પ્રજ્ઞા મારા અહંકારને આ સમજાવે છે. કોઈ તમને સમજાવવા નથી માંગતો. જે મને હું મારા અહંકારને સમજાવું છું એ તમારી જોડે શેર કરું છું. થેન્ક્યુ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. બધા આનંદમાં છો? સ્વસ્થ છો? મસ્ત છો? કે કસરત કરાવવી છે? હમણાં નાસ્તો કર્યો છે. તો આપણે બસ મારે એક કન્ફેશન કરવાનું છે. ગઈકાલે એવું બન્યું કે જાહેરની અંદર આપણે એક નિયમ એવો કર્યો હતો. આપણે છેલ્લે વાતો કરતા હતા. આલોચના, પ્રતિક્રમણ, પ્રતિઆખ્યાન. આ બધી વસ્તુઓ કેવી છે? જીવનની અંદર આપણે એમ સહજ રીતે જેમ શ્વાસ લઈએ છીએ ને આપણને ખબર નથી હોતી. પછી હું તમને એમ કહું કે તમે આવી રીતે શ્વાસ લો, તેવી રીતે લો ને તમે લો છો એ આખી પ્રક્રિયાનો ભાગ છે. એક અલગ વસ્તુ છે. એમાં પ્રાણાયામ કરતા હોઈએ છીએ, કંઈક બીજું કરતા હોઈએ છીએ. પણ જેમ શ્વાસ લેવાય છે એવી રીતના આ બધી વસ્તુઓ જે આપણે જ્ઞાન ગ્રહણ કરીએ છીએ, જ્યાંથી પણ આવે છે, તો એ એકદમ સ્વાભાવિક થવું જરૂરી છે.
તો ગઈકાલે એવું બન્યું કે બપોરે અહીંથી હું બહાર નીકળ્યો. વોશરૂમમાં જવું પડ્યું. ત્યાં આગળે બધું ભીનું હતું, એટલે પેલા શુઝ મેં પહેરી લીધા. પછી બહાર આવ્યા પછી એ ચૂકાઈ ગયું મારાથી. અને બહાર જે શુઝ મારે કાઢવાના હતા, જે આપ સૌ લોકોએ કાઢેલા હતા, પણ હું તો સીધો અહીંયા આવી ગયો અને બસ વાદળો જ જોયા કરતો હતો. કંઈ દેખાતું જ નહીં હતું. અને બસ હું વાદળો જોડે વાતો કર્યા જ કરતો હતો. એટલે એ ભાગની અંદર એવું બન્યું, એ શુઝ પહેરાયેલા જ મારા રહ્યા હતા. અને "ઇટ ઇસ રેકોર્ડેડ સીન" કાયદેસર. એટલે આપ સૌની હું હૃદયપૂર્વક માફી માગું છું. મારાથી ગઈકાલે આવું કૃત્ય થઈ ગયું હતું. તો આ થઈ ગઈ આલોચના. હવે ફરી વખત આવું નહીં થાય એવું હું.
વિચાર કરું છું, એ થઈ ગયું મારું પ્રતિક્રમણ. હું ફરી આવું નહીં કરું. તો આલોચના, પ્રતિક્રમણ અને પ્રતિઆખ્યાન સાથે સાથે કે હું આ ફરી વખત આવું કરવા નથી માંગતો. મારો ઇન્ટેન્શન આવો હતો નહીં, પણ આ થઈ ગયું. તો જે થઈ ગયું છે એ તો પેલા પુરયાષ્ટકનો ભાગ છે. પૂર્વના કોઈક એક, જેમ કે કોઈ હેબિટ હોય એવું ઓલ્ડ, એનો એક ભાગ છે. તો એના માટે થાય તો આવી રીતે આપણે તરત જ પ્રતિક્રમણ આપણા દરેક વસ્તુઓ, આપણી સામે જે આવતી હોય તેનું આપણે સાહજિકતાથી જાતે કરી લેવાનું. અત્યારે હું જાહેરમાં કરું છું, તો તમે ચાહો તો તમે જાહેરમાં પણ કરી શકો છો. તો જેટલું એવું વધારે કરશો, અહંકાર બહુ ઝડપથી તૂટતો જશે. એક દિવસ ગાયબ જ થઈ જશે, જડશે જ નહીં તમને. રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ વિથ તમે ખુદ ફીલ કરો.
બીજી વસ્તુ એવું થાય કે કેટલાક લોકોને કોઈક શૂઝ ઘણી વખત એકદમ જ રીમુવ કરે ને તો ઘણી તકલીફો થતી હોય છે. ક્યાંક કોઈકને એવું થતું અમે જોયું તું, એટલા માટે થઈને એવું વિચાર કરવામાં આવ્યો તો કે ભાઈ આપણે બધા જ જો બહાર કાઢી નાખે તો સારું પડે. તો પેલા જે સોક્સ હોય ને એની સ્મેલ હોય, અમુક લોકોને ના ગમે. તો ધેટ ઇસ ધ ઓન્લી રીઝન. શૂઝ પહેરેલા હોય, અમુક ટાઈમ સુધી પરસેવો થાય, ભલે આપણે એસીમાં બેઠા હોઈએ તો પણ. પછી જ્યારે રીમુવ કરે, રિલેક્સ થવા માટે, પગ આમ કરીને આમ મૂકે એટલે બાજુવાળાને. બીજું કોઈ કારણ નથી ભાઈ. બાકી આત્માને અને આપણા ક્લાસને શૂઝ જોડે કોઈ વેરભાવ નથી. કોઈ વેરભાવ નથી એટલે કોઈ દ્વેષ નથી. તમે ચાહો તો પહેરી પણ શકો છો, પણ આવી એક બાબત થતી અમે જોઈ તી, એટલે વિચાર કર્યો કે ભઈ આપણે એને રીમુવ કરી દઈએ તો સારું. બરાબર?
એની ઓબ્જેક્શન? વેરી ગુડ. કોઈને હવે કંઈ કહેવું છે? તો શરૂ કરીએ.
ઓકે, આ જીવનની અંદર, ઓ યસ, જીવનની અંદર એવું કહે છે કે તમે "કોપી કેટ" ના બનો. કોઈકે કાંઈક કર્યું, તમે એની કોપી કરવા મળો. કેમ? તો કે ઈટ ઇસ વેરી ઇઝી. એને જે કર્યું છે એ જ આપણે કરી જવાનું, પણ એની અંદર વિચાર કરવો પડતો નથી. "કર વિચાર તો પામ" શ્રીમદ રાજચંદ્રએ તો આવું કહ્યું તું. અને આપણે તો વિચાર જ નહીં કરવાનું કે એનર્જીનું ઇકોનોમિક્સ શીખવાડ્યું હતું ને કાલે? એટલે માટે તો આવું ના ચાલે. દરેક બાબતની અંદર આપણે એક એટીટ્યુડ કેવો હોવો જોઈએ કે જાણે આપણે રિસર્ચ કરતા હોઈએ, સંશોધન કરીએ છીએ. હવે જે બી આપણું પરિણામ હોય, તારણ હોય, જો સાયન્સના બધા જ જેટલા લોકો એક્સપેરિમેન્ટ કરે છે, તો એના જે તારણો છે એને કોઈ સાચા છે કે ખોટા છે એવું નથી કહેતું. ફેક્ચ્યુલી આમ કરવાથી આમ બન્યું, આ ડેટા હતો, એનું આવું એનાલિસિસ કર્યું અને આવું તારણ નીકળ્યું.
તો એવી રીતે આપણે સંશોધકનું એક એટીટ્યુડ આપણા જીવનની અંદર રાખવું જોઈએ. અધ્યાત્મ હોય તો પણ, સામાન્ય વ્યવહારિક જીવન હોય તો પણ. એનાથી શું છે કે કોન્ફિડન્સ, એક ઇન્ડિપેન્ડન્સ પેદા થશે. એક સ્વતંત્રતા જેને કહેવાય ને કે જેની સખત જરૂર હોય.
જો ભાઈ, હરિનો મારગ છે ને એ સૂરા લોકોનો. જેને બીકણ બાયલાઓનું કામ નથી. જે ડરતા ડરતા માળાઓ ફેરવ ફેરવ કર્યા જ કરતા હોય, "શનિ નડે છે, મંગળ નડે છે," તો એ લોકોને બહુ તકલીફ પડતી હોય છે જીવનની અંદર. એવું બધું અમે જોયેલું છે, એટલા માટે કહીએ છે કે ભાઈ આમાંથી બહાર નીકળો. તમને જો માળા ફેરવવાનું મન થાય, પ્રેમથી તમે ફેરવો માળા. આનંદથી ફેરવો. તમારે કરવું છે એટલા માટે તમે કરો, નહીં કે શનિ તમને તકલીફ આપે છે એટલા માટે તમે કરો. શનિ તમને તકલીફ બિલકુલ નથી આપતો. ઇનફેક્ટ, એ તો તમને મૂળ માર્ગ ઉપર લાવવા માંગે છે. એટલે એવા એવા પ્રકારની એનર્જી આપે છે કે તમે જ્યાં સ્ટક અપ થઈ ગયા છો, ત્યાં તમને હલબલાવશે. એટલે ત્યાંથી તમે મૂળ જગ્યા ઉપર પાછા આવી શકો. તો ખરેખર તો એ બધા ઉપકારી છે. કોઈ આપણને નુકસાન કરતા નથી. આપણો એક ભાવ એવો રાખો કે આ સંસારની અંદર કોઈ આપણને હરકત કરતા નથી.
આપણે સંસારને હરકત કરવાની બંધ કરી દો. સળી કરવાની બંધ કર દો ને! બેઠા બેઠા મનમાં કરતા હોય બધા, "શું આમ થયું?" કે બેઠા બેઠા જ. તો પણ એવું બધું જ આપણે બંધ કરી દઈએ એટલે આપણને બહુ જ રાહત થવા માંડે ધીમે ધીમે. અને આપણે મૂળ કામ જે કરવાનું છે, આત્મજાગૃતિ લાવવાનું, વધારવાનું, એ કામ આપણે એના અંદર આપણે કામ ધ્યાન પરોવી શકીએ, આપણે સારી રીતે કરી શકીએ. તો નીડર બનો એમ કહેવાનો મતલબ.
જો સ્વામી વિવેકાનંદ છે ને, આમ યાદ કરો તમે. એમણે કહેલું બધું જે કંઈ છે ને, કંઈક વાંચેલું હશે, કશુંક હશે. અલ્ટીમેટલી એમણે શું કહ્યું તું એ જમાનાની અંદર જ્યારે અંગ્રેજો હતા? તો દેશ છે ને બે ભાગમાં વહેંચાઈ ગયો હતો: બીકણ અને બહાદુરો. બહાદુરો હતા બધા સત્યાગ્રહી હતા, બોમ્બ ફોડતા હતા, પેલું બધું કરતા હતા એ ભગતસિંહ વગેરે વગેરે. અને બીજા અમુક એવા હતા કે જે લોકો બીકણ હતા કે કશું જ ના કરે. બધા રાજા મહારાજાઓ જે કોઈ બધા હતા, બધા સરેન્ડર થઈ ગયા હતા કે અંગ્રેજો જે કહે એ જ કરવાનું. આપણે નહીં કરીએ તો કે આપણને તો મારી નાખશે, ફાંસીએ ચડાવી દેશે, ગોળી મારી દેશે, ઉપરથી ઘોડા દોડાઈ દેશે. તો એવા પ્રકારના હતા. એટલે એવું જે લાર્જર જેને કહેવાય સમૂહ હતો, એ બધાને એડ્રેસ વિવેકાનંદે કર્યા હતા તે વખતે. અને એના પ્રતાપે, એના પ્રતાપે એટલા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ તે વખતે ભગતસિંહ, સુખદેવ બધા બહુ જ પેદા થયા.
મહર્ષિ અરવિંદ પાછળથી એ પણ આધ્યાત્મિક બની ગયા, પણ એમના જે કામ હતા એ બધાનો આટલો બધો જબરજસ્ત પ્રભાવ પડ્યો હતો. એટલે એ હંમેશા કહે કે તમે સિંહના સંતાનો છો, તમે ડરો છો શા માટે? કે મોટેથી ત્રાડ પાડો, એવી રીતના કહેતા હતા. તો આપણામાં આ પણ એક દૈવત અને કૌવત હોવું જોઈએ કે આપણામાં નિડરતા નામનો ગુણ આવવો જોઈએ. તમે આત્મા છો, તમે સૂક્ષ્મતમ છો.
તો સ્થૂળ વસ્તુઓ તમને કેવી રીતે ડરાવી શકે, ધમકાવી શકે, તમને તકલીફ આપી શકે? તમે જો ત્યાં તમારી જગ્યાએ બેઠા છો, આત્માની અંદર છો, તો તમને કશું જ હરકત કરતું થઈ શકે એવું વાસ્તવની અંદર હોતું નથી.
એક વખતે એવું પણ બન્યું હતું કે અકબર રાજા હતા. મુસલમાન ઘણા રાજાઓ થઈ ગયા, એમાંના આ પણ એક હતા. તેમણે સર્વધર્મ સમન્વય માટે બહુ જ પ્રયત્ન કર્યા હતા તે વખતે જ. અને એના ભાગરૂપે આગળ તેમણે ઘણા એમના જે નવરત્ન દરબારીઓ હતા, તો એ બધાના શ્રવણ કરીને તેમણે "દીને ઇલાહી" નામનો એક નવો ધર્મ કાઢ્યો કે જેની અંદર બધા જ ધર્મના બેસ્ટ વસ્તુઓ હું લઈ અને પછી એને પ્રમોટ કરું. તો એના માટે તેમણે ખૂબ કામ કર્યું હતું તે વખતે. પછીથી એ જ પરંપરા જહાંગીરના વખતમાં પણ ચાલુ રહી હતી. પણ જહાંગીર પછી જ્યારે ઔરંગઝેબ આવવાના થયા હતા. ઔરંગઝેબ અને દારાશિકો એ ચાર ભાઈઓ હતા. તો દારાશિકો ખરેખર તો જહાંગીર પછી રાજ્ય કરવા માટેના દાવેદાર હતા, કારણ કે સૌથી મોટા પુત્ર એ હતા એના. અને આ દારાશિકો પણ અકબર જેવા હતા. એટલે એ વખતે તેઓ એક પંડિતજી પાસે, સંત પાસે જતા હતા અને તેમના પાસેથી તેમણે આખો વેદાભ્યાસ બધો કરેલો, બનારસની અંદર જઈને.
તો જ્યારે બનારસની અંદર આવો અભ્યાસ કરતા હતા, તે વખતે દક્ષિણની અંદર ઔરંગઝેબ હતા, તેમણે દિલ્હી ઉપર ચડાઈ કરી દીધી, જીતી લીધું. બાકીના બધા ભાઈઓને મારી નાખ્યા અને છેવટે દારાશિકો પાસે પણ આવેલા. આ દારાશિકોએ એક કામ એવું કરેલું કે પોતે જે વેદાભ્યાસ કરેલો હતો, તેનું તેમણે ફારસીમાં અનુવાદ કરી નાખ્યો. તો ફારસીમાં જે અનુવાદ થયો એ લઈને વાયા ઈરાન, અરબસ્તાન આગળ ગયો અને યુરોપની અંદર પહોંચ્યો. પછી એ આગળ ૧૨મી સદીની અંદર આ બધું ત્યાં એનું અંગ્રેજી અને જર્મન ભાષામાં જે ટ્રાન્સલેશન થયું, તો જે એ લોકોને જ્ઞાન એમાંથી મળ્યું, ત્યાર પછીથી એ લોકોનું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન શરૂ થયું. ત્યાં સુધી યુરોપના લોકોને તો સાવ જંગલી અને પછાત અવસ્થાઓમાં જ હતા. અત્યારે આ લોકો બધા એકદમ અપ ટુ ડેટ થઈ ગયા છે એ વાત બરાબર, પણ સોર્સ ક્યાં હતો નોલેજનો?
એ આપણે અહીંયા જોઈએ તો કે અહીંયા હતો, પણ એટલો ટ્રાવેલ કરીને ત્યાં ગયો. આજે યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની બધા જુઓ તો બધા હાઈલી ડેવલપ કન્ટ્રીસ છે. અને આ બધા જે કંઈ છે, એ લોકોએ બધા જે કંઈ જ્ઞાન સંપાદન કર્યું છે, તો એ બધાના મૂળની અંદર વેદો રહેલા હતા, એમ કહેવાનો ભાવાર્થ એ છે.
મેક્સ મુલર નામના એક ફિલોસોફર થઈ ગયા. એ પણ વિવેકાનંદના ટાઈમની અંદર જ હતા અને તેમણે પણ ઘણું બધું નોલેજ હતું એ બધું સ્પ્રેડ કર્યું હતું. અને એ જર્મન હતા અને કલકત્તામાં પણ આવેલા. ત્યાં એ પોતે પણ એક પંડિતજી પાસે બધું શીખેલા હતા. તેમને પણ માંસ, મદિરા બધું છોડી દીધું હતું, કારણ કે પંડિતજી શાકાહારી હતા. કોડ ઓફ કન્ડક્ટ જેને કહેવાય, તો એનું બરાબર પાલન કરીને તેમણે અભ્યાસ કર્યો. તો આપણે બધાય પણ જો એક નક્કી કરેલા કોડ ઓફ કન્ડક્ટ પ્રમાણે જો જીવવાનું શરૂ કરીશું, તો અધ્યાત્મ તો છે જ, એ ક્યાંય ગયું નથી. જ્ઞાન અંદર જ પડેલું છે, એને ખાલી બહાર આવવાનું બાકી છે અને એવું સરસ રીતે બહાર આવતું હોય છે કે બસ!
આમ તો આ ૨૧મી સદીની અંદર આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો આ સંસારની અંદર આપણે જે કંઈ અતિશય વિરોધાભાસને આ બધી તકલીફો જોઈ રહ્યા છીએ, એનું મૂળ કારણ શું છે? કે જે એટીટ્યુડ છે આપણો, એ કેવો છે? ધૃતરાષ્ટ્ર જેવો થઈ ગયો છે કે મારે કશું જોવું જ નથી, મારા પુત્રો બધા બરાબર છે. ભગવાન કૃષ્ણ કંઈ પણ કહે, પાંડવો કંઈ પણ કહે, બસ મારે કંઈ સાંભળવું જ નથી એમ. એટલે એવા પ્રકારનું જ્યારે કોઈ એક વસ્તુ પર જ્યારે માણસ ચોંટી જાય છે, ત્યાર પછીથી એની આધ્યાત્મિક પ્રગતિ રોકાઈ જતી હોય છે. તો એમાંથી આપણે બહાર નીકળીએ.
"ભાવથી જ ભવ બંધાય તો ભાવથી ભવોભવ કપાય." કાલે આપણે વાત કરતા હતા કે એક ક્ષણની અંદર જે વિચાર આવે તો આઠ ભવ બંધાય. હવે આની અંદર એક નાનકડી વાત કરું કે ભગવાન મહાવીર પાસે અમુક લોકો બેઠેલા હતા, બધા સત્સંગ કરતા હતા અને બધા વાતચીત ચાલતી હતી. તો એમાં શ્રેણિક રાજા પણ બેઠા હતા અને એક બીજા ભાઈ પણ બેઠેલા હતા, પેલા પુણ્યા શ્રાવક. તો બધા ત્યાં હતા. તે દરમિયાન ઓલ ઓફ અ સડન કોઈકે પૂછ્યું મહાવીરને કે, "ભગવાન, આ શ્રેણિક રાજા છે, તો હવે એમનો કેટલા જન્મ પછી એ થશે?" તો કે, "શ્રેણિક રાજા અત્યારે નરકે જશે થોડોક સમયમાં." પછી પાછી વાત આગળ ચાલી. પછી કે, "હવે એમ કે આ ભાઈનું શું?" તો કે, "આ પુણ્યા શ્રાવક છે તે તો કે બસ હવે એ મોક્ષે જશે." હવે બધાને મનમાં એવું હતું કે શ્રેણિક રાજા સૌથી ધાર્મિક છે અને એ તો તરત જ મોક્ષે જશે. દરેકનું પરસેપ્શન તેમના વિશેનું એવું હતું.
તો કીધું કે, "ના, પુણ્ય શ્રાવક મોક્ષે પહેલો જતો રહેશે, આટલા બધા બેઠેલા છે એ બધામાં." તો એક વાત કન્ફર્મ થઈ ગઈ.
થોડી બીજી વાતો ચાલી. પછી પાછું કે, "હવે આ શ્રેણિક રાજા વિશે શું કહેવું છે?" તો કે, "બસ હવે એ છે ને તો થોડોક સમયની અંદર મોક્ષે જ હશે એમ કે." એટલે બધાય પ્રશ્ન કર્યો કે, "તમે હમણાં આવું કહેતા હતા, હવે આવું કહો છો, એનું શું કારણ?" એટલે કે, "તમે શ્રેણિક રાજાને પૂછો કે શું કીધું? તમે શ્રેણિક રાજાને પૂછો." પછી રાજાને ઊભા કરીને કીધું કે, "તમે પહેલી વખત જ્યારે મેં કીધું કે તમે નરકમાં જશો, તે વખતે તમે શું વિચારતા હતા?" તો કે, "હું બાજુનો પ્રદેશ જીતી લેવાનું વિચારતો હતો તે વખતે. એટલે હું તે વખતે એ ગડમથલમાં હતો કે મારી કેટલી સેના ત્યાં મોકલાવું તો એ લોકોને ઓવરપાવર કરી લઉં, કેટલા માણસો મરાઈ જાય, કપાઈ જાય, બધું થઈ જાય." તો બસ આ વાત હતી અને પછી તો થોડીવાર રહીને પાછું.
તમે શું વિચારતા હતા? તું કે મને બહુ જ પશ્ચાતાપ થયો એટલે મેં પ્રતિક્રમણ તરત જ કર્યું. મારા ખ્યાલમાં આવ્યું એટલે કે અરે, મહાવીર ભગવાન અહીંયા સાક્ષાત બેઠેલા છે મારી સામે અને હું આ બધું શું વિચારી રહ્યો હતો કે મારે પ્રદેશ જીતવાની જરૂર છે કે મારે પોતાની જાતને જીતવાની જરૂર છે? અને એટલા માટે મને બહુ જ પશ્ચાતાપ થયો. તો મહાવીરે કીધું કે, "જુઓ, આ કારણસર હવે મોક્ષે જવા માટે અધિકારી બની ચૂક્યા છે."
સેમ થિંગ ઇઝ હેપનિંગ વિથ ઓલ ઓફ અસ. પ્રતિક્ષણ, પ્રતિપલ આપણે એવું કહીએ છીએ કે આઠ ભવ બાંધી દઈએ છીએ એક સેકન્ડમાં, તો એક સેકન્ડની અંદર આપણે 800 ભવ કાપી પણ શકીએ. એટલે ભાવ સત્તા બહુ જબરજસ્ત છે. મુદ્દો એ છે આપણે સમજવાનો આમાંથી કે આપણો જે ભાવ અંદરથી, એ જે ઉર્મી પેદા થાય કે બસ મારે જાણવું જ છે, બસ મારે આત્માની અંદર જ રહેવું છે, હવે બીજું મારે કંઈ કરવું જ નથી, મારે કંઈ જોઈતું જ નથી, કર્યું તો તમે તે પળે મોક્ષ સ્વરૂપ થઈ ચૂકેલા હો છો અંદરથી. ખાલી ઇટ્સ ઓન્લી મેટર ઓફ મેનિફેસ્ટેશન. મેનિફેસ્ટ થતા નેચરમાં જેટલો સમય લાગશે એટલો જ લાગશે, બાકી તમે ઓલરેડી મોક્ષ સ્વરૂપ થઈ ચૂક્યા છો.
હવે આવા કોઈ મોક્ષ સ્વરૂપ થઈને બેઠા હોય અને એમના વિશે આપણે બેઠા બેઠા વિચાર્યા કરીએ, "જો આ તો આવું કરે છે, આવા બેઠા છે, આમ કરે છે, આમ કરે છે." તો શું થઈ રહ્યું છે આપણું? એ તો મોક્ષે જઈ રહ્યા છે, પણ તો આપણે શું કરીએ છીએ? જે વિચાર શક્તિ આપણને ઈશ્વરદત્ત મળેલી છે, ભાવ સત્તા જે આપણને આપવામાં આવી છે પુરુષાર્થ કરવા માટે, એનો શું થઈ રહ્યો છે? દુરુપયોગ થઈ રહ્યો છે. તો એનાથી આપણે પ્લીઝ બચી જઈએ.
તો પ્રતિપલ, પ્રતિક્ષણ સજગતા હોવી જોઈએ શેના માટે? કે "હું આત્મા છું, તું પણ આત્મા છું. હું આત્મા છું, તું પણ આત્મા." બસ, આ સિવાય બીજું કંઈ હોવું જોઈએ નહીં. વ્યવહારમાં જો તમને કોઈ વિકારી ભાવ દેખાય પણ ખરો, તો એનું તમે ચોક્કસ પ્રતિક્રમણ કરજો. તમે એ જ ક્ષણે એમાંથી મુક્ત થઈ જશો અને જોશો કે તમારી આધ્યાત્મિક પ્રગતિ બહુ સુંદર થઈ જશે. એક વખત એવો આવશે કે પછી તમે ખાશો તો પણ, પીશો તો પણ, સુઈ જશો તો પણ તમે આત્મા જ હશો. તમે જે ખાતા હશો તે પણ આત્મા હશે, શ્વાસ લેતા હશો તે પણ આત્મા હશે. તો છેક એટલી કક્ષાએ આપણે પહોંચી જવું બહુ જરૂરી છે જો ખરેખર આપણે અધ્યાત્મની અંદર પ્રગતિ જોઈતી હોય તો.
એટલે કીધું કે દોષ પ્રાયશ્ચિત આપણે કરવા જ હોય કેવી રીતે? તો કે અનંતા અનંત ભવથી આ ક્ષણ સુધીની પ્રત્યેકની અંદર કેવળ શુદ્ધાત્મા જોવાનું મારાથી ચૂકાઈ જ ગયું છે. બહુ મોટો દોષ કયો છે? આ એક જ દોષ છે. અજ્ઞાન એટલે શું? કે એ તો શુદ્ધાત્મા છે પણ મેં એને બીજો જોયો. બસ, આટલો જ દોષ છે, બીજો કોઈ દોષ નથી. એટલે નાની મોટી ચીજોની અંદર ગિલ્ટ ભાવના ના રાખવી. દાખલા તરીકે, અમે હમણાં આવતા હતા અને ભાઈએ પૂછ્યું કે, "ક્યાં છો?" એટલે કે, "ગેટ પર." અમે 500 મીટર દૂર હતા. હવે 500 m દૂર હોવા છતાં કહે છે કે ગેટ પર. તો આ શું છે? તો કે આ રિલેટિવ સત્ય છે. એની બહુ ચિંતા ના કરશો. ગૂગલ પણ એવું જ કહે છે કે 50 મીટર આગા પાછી લોકેશન. પણ એવું કહેવાના કારણે શું થયું? અમિતભાઈને નિરાત થઈ ગઈ કે, "હા, સાહેબ આવી ગયા છે, હવે વાંધો નથી." તો એ સધિયારો પૂરો પાડે છે ત્યાં આગળ.
ઇન્ટેન્શન શું છે? હામ કરવાનો નથી, હર્ટ કરવાનો નથી, જાણી જોઈને જૂઠું બોલવાનું નથી. પણ આ વ્યવહારિક બાબત છે. તો એવા હળવાસથી જીવનને જોવાનું, લેવાનું શરૂ કરો અને જુઓ કે તમને બહુ જ સારું લાગવા માંડશે. એકદમ જ દરેક દરેક બાબતોને આવી જ રીતે લેવાની શરૂ કરી દો અને બસ તમારા દરવાજા આગળ આગળ આગળ બધા ખુલતા જ જશે, બધા અંતરાયો તૂટતા જ જશે.
તો આ વિશ્વ નિયંતાની કુદરતી રચના જોવાનું ચૂકાય છે. તો આ જે છે ને તે બધું શું છે? તો કે વ્યવસ્થિત. કેમ? તો કે આ તો બધા રેકોર્ડિંગ થઈ ચૂકેલું છે અને અત્યારે તો ખાલી એનું પ્લે થઈ રહ્યું છે. તો જે પ્લે થઈ રહ્યું છે તેની અંદર તો આપણે ચેન્જ કરી શકતા નથી. ઓલરેડી એનો પ્રોગ્રામ છે, તેનો સોફ્ટવેર છે. એ સોફ્ટવેરમાં અત્યારે એડિટિંગ પોસિબલ નથી ભાઈ. એટલા માટે એ એમ જ થશે. અને એવું થઈ રહ્યું છે એવું જો આપણે જોઈએ છીએ, તો એ દોષ આપણી દ્રષ્ટિનો હોય છે. તો ત્યાં આગળ આપણે આત્મદ્રષ્ટિને અપ્લાય કરવી જોઈએ.
તો પ્રત્યેક જન્મની પ્રત્યેક અવસ્થાઓમાં થયેલા પ્રત્યેક દોષોની મને માફી આપો. આપણે વારે વારે અંદર કહેવાનું. આ બધી વસ્તુઓ શું વારેવારે કહેવાનું? કે પ્રત્યેક જન્મમાં, પ્રત્યેક અવસ્થાઓમાં થયેલા પ્રત્યેક દોષોની માફી માગું છું. કશું જ બાકી નથી મુકતા. બસ, બધું ચોખ્ખું કરવાનું. નવરા પડીએ એટલે આ એક જ કામ હોવું જોઈએ. આપણે વ્યવહારનું જે કંઈ હોય એ બધું ફટાફટ પતી જશે. પછી તમે જોશો તો એમાં બહુ વાર પણ નહીં લાગે. શું? અત્યાર સુધી જે ગૂંચવાયેલા રહેતા હતા વ્યવહારમાં, એ તમે જોશો કે તમે નિવૃત્ત થઈ ગયા છો વ્યવહારમાંથી. ધીરે ધીરે ધીરે કરતાં ઓલમોસ્ટ નિવૃત્ત થઈ જશો અને આત્માની અંદર તમારી સ્થિતિ થઈ જશે. આત્મસ્થિતિ જેને કહેવાય કે નિરંતરતા કે હું પરમાત્મા. દાદા છે ને એ તો જો ગુરુ પૂનમે જઈએ ને, કશું ના બોલે. આમ કેટલુંય બધું બોલે.
ગુરુપૂનમે જઈએ તો ખાલી બસ બધાને એ દર્શન જ આપે. "જય સચ્ચિદાનંદ" બોલે પણ નહીં, કશું જ નહીં. કેટલા લાખો લોકો આવે, બધા દર્શન કરીને જતા રહે. તો એવી સ્થિતિની અંદર આપણે ખુદ પહોંચવાનું છે. જેને જોતા હતા તે દેહધારી હતા, પણ એની અંદર પ્રગટ થયા હતા દાદા. તો દાદા એટલે વ્યાપક પરમેશ્વર, ઈશ્વર, પરબ્રહ્મ, જે કંઈ તમે કહો તે. તો એ તો એમનામાં જ પ્રગટ થયા છે. આપણામાં અત્યારે અપ્રગટ દશામાં હતા તેમાંથી હવે પ્રગટ થઈ રહ્યા છે ધીમે ધીમે ધીમે ધીમે કરતા. દિન પ્રતિદિન આ વસ્તુઓ થઈ રહી છે.
પ્રત્યેક જીવ માત્રમાં કેવળ આત્મા જ જોવાની અને અવસ્થાઓને કેવળ કુદરતી રચના જોવાની શક્તિઓ આપો, શક્તિઓ આપો, શક્તિઓ આપો. આપણે એમ કહેવાનું શું? તો ચાલો, આપણે સાથે બોલીએ. આંખો બંધ કરો. આત્મામાં સ્થિર થઈ જાવ. બિલકુલ કે બસ, નક્કી હું આત્મા જ છું ને બીજું કંઈ છું જ નહીં. ભૂલી જાવ સબ કુછ. 'ઈટ ઇસ નોટ વર્થ'. પ્રત્યેક જીવ માત્રમાં કેવળ આત્મા જ જોવાની, કેવળ આત્મા જોવાની; અને અવસ્થાઓને કેવળ કુદરતી રચના જ જોવાની, કેવળ કુદરતી રચના જોવાની પરમ શક્તિઓ આપો, શક્તિ આપો, શક્તિઓ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા, પ્રત્યેક જીવ માત્રમાં, પ્રત્યેક જીવ માત્રમાં કેવળ કુદરતી રચના જ જોવાની પરમ શક્તિઓ આપો, શક્તિઓ આપો, શક્તિઓ આપો. પ્રત્યેક જીવમાત્રમાં પરમ શક્તિઓ આપો, શક્તિઓ આપો, શક્તિઓ આપો.
હું, હું કેવળ આત્મા જ છું. હું કેવળ આત્મા છું. હું કેવળ આત્મા જ છું. એટલે હું શુદ્ધ આત્મા જ છું. એટલે હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. સુદામ જય.
એટલે આપણી પાસે શું છે? તો કે ઉર્જા. કેટલી છે? તો કે અખૂટ છે આપણી પાસે. તો હું અનંત શક્તિવાળો છું. આપણે બોલીએ, "હું અનંત શક્તિ". શક્તિઓ તરત જ આવી જાય. એ આમ બસ બટન દબાવ્યું અને જેવી રીતે આમ લાઈટ થાય, એવી રીતના શક્તિ આવી જ ગઈ હોય આપણી પાસે. પછી આપણે ખાલી એને અપ્લાય જ કરવાની હોય છે. જે બી આપણું કામ હોય, થઈ જ જાય.
આ વિચારોના કારણે આપણે મોટા ભાગે ગૂંચવાયેલા રહીએ છીએ અને આ જે શક્તિઓ આવી હોય છે આપણી પાસે, તેનો આપણે વ્યય કરતા હોઈએ. એમાંથી આપણે બહાર નીકળી જઈએ. આ પણ એક હેબિટ છે. તો આ નવી એક હેબિટ બનાવી દઈએ. ધીમે ધીમે, ધીમે ધીમે કરતાં આ હેબિટ આપણને ક્યાં લઈ જશે? મોક્ષે લઈ જશે, મુક્તતાનો અનુભવ આપશે, નિરંતરની મુક્તતા અહીંયા જ, હમણાં જ. એમાં જરાય વાર નહીં લાગે.
સો, કારણ શું છે? તો કે "એનર્જી ફોલોઝ થોટ". આવું અમારા ગ્રાન્ડ માસ્ટર, માસ્ટર ચોઆ કોક સૂઈ (Master Choa Kok Sui)એ કહ્યું હતું. એમણે આખું પ્રાણ હીલિંગનું જે સાયન્સ છે, સિસ્ટમેટિક ફોર્મની અંદર આપણા સામે બધાને મૂક્યું હતું. તો હી વોઝ અ એન્જિનિયર બાય પ્રોફેશન. એટલે એને દરેક વસ્તુને સિસ્ટમેટાઈઝ કરવાનું આમ બહુ જ એક આદત હોય. તો દરેક વસ્તુને ફોર્મલ આભ બનાવી દે. દરેક વસ્તુના એ જેને કહેવાય કે મેપ બનાવી દે. એટલે એ ફ્લો ચાર્ટ બનાવી દે. આવું આવું બધું કરે એવા ફોર્મની અંદર એમણે પ્રાણ હીલિંગ શીખવ્યું. ખરેખર, પ્રાણ હીલિંગ એ આપણે ત્યાંની એક પ્રાચીન પદ્ધતિ છે અને પરાપૂર્વથી બધા સંતો, ઋષિ-મુનિઓ બધા એનો ઉપયોગ કરતા જ હતા. પણ એમણે આ એક યોગદાન આપ્યું અને એમણે સૂત્ર આપ્યું હતું: "એનર્જી ફોલોઝ થોટ".
હંમેશા યાદ રાખજો કે જે તમે વિચાર જ્યાં આગળ લઈ જાવ છો, ત્યાં આગળ તમારી ઉર્જા જાય છે. તો ઉર્જાને તમારે શું કરવી જોઈએ? ચેનલાઈઝ કરવી જોઈએ. જેમ જેમ તમે ચેનલાઈઝ કરતા જશો, એટલે એ ઉર્જા તમારા માટે કામ વધારે સારી રીતે કરી શકતી હોય છે. અને જે ભાગની અંદર આપણે ઉર્જાનું વહન ના કરવું હોય, તો તેને આપણે શું કરવી જોઈએ? લિંક કટ કરી નાખવાની કે ભાઈ, મારે એની સાથે સંબંધ નથી.
આપણે મોબાઈલ નથી કરતા? આમ ડિસકનેક્ટ આમ કરીને આમ જોઈએ. પેલો કયો? તો કે 80 નંબર, 88 નંબર. પેલો બહારથી કંઈક આવતા હોય છે ખોટા કોલ બધા. તરત આપણે આમ જોઈને ડિસકનેક્ટ કરીએ. કેમ? તો કે મારે વાત નથી કરવી. સેમ વસ્તુ આપણે અહીંયા આગળ પણ કરવી જોઈએ. સો, "સેવ, કવ એન્ડ ચેનલાઈઝ ફોર ધ ગોલ એચીવિંગ".
તમારો લક્ષ્ય શું છે? તો કે લક્ષ્ય, અનુભવ ને પ્રતીતિ. મારે તો ત્રણેય જોઈએ છે. શેની? તો કે આત્માની. બીજું કશું મારે જોઈતું નથી. તો 100% ઉર્જા શેમાં નાખવી જોઈએ? આપણે સવારથી રાત સુધી આત્માનો અનુભવ પ્રાપ્ત કરવામાં અને એની અંદર રહેવામાં જ વાપરવી જોઈએ. વખતે એવું લાગે કે તમને વ્યવહાર જરા કરડી રહ્યો છે વધારે પડતો, તો એટલીસ્ટ 99% તો રાખો આત્મા માટે. એક ટકો વાપરજો વ્યવહારમાં, જરા સાચવી રહીને. વાંધો નહીં આવે.
ચાલો, કેટલીક પદ્ધતિઓ હોય છે શ્વાસ લેવાની. ઘણી વખત આપણે શું થાય? વ્યવહારની અંદર બધા ડિસ્ટર્બ થઈ જાય. પેલું મન છે ને, તો બધા બહુ જ ફોટા એકદમ બહાર પાડી દે અને ચિત્ત હોય એના દોડધામ દોડધામ મચાવી મૂકી હોય. પેલા શું કહેવાય, છોકરીને લગ્ન હોય ને, એના બાપા જેમ દોડધામ કરતા હોય ને, એવી રીતે ચિત્તો તો દોડવા માંડે સાફો પહેરીને. એટલે એવું જ્યારે થાય ત્યારે આવી બે પદ્ધતિ છે: એક 7-1-7-1 ની પદ્ધતિ છે. શ્વાસ તમે એવી રીતના લો તો પણ તમે થોડા ફિઝિકલી બેલેન્સ થઈ શકો.
એટલે એમાં શું છે કે સાત સેકન્ડ સુધી, સાત ગણતા સુધી શ્વાસ તમારે લેવાનો. એક સેકન્ડ સુધી તમારે હોલ્ડ, એક ગણતા સુધી હોલ્ડ કરવાનો. સાત ગણતા સુધી શ્વાસ બહાર કાઢ્યા જ કરવાનો. એક સેકન્ડ પાછો ફરી હોલ્ડ કરવાનો. આવી રિપિટિટિવ આપણે પાંચ સાયકલ કરીશું. આંખો બંધ કરો અને શરૂ કરો: "ઇનહેલ વન, ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન. હોલ્ડ. એક્સેલ ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન. ઇનહેલ ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન. એક્સેલ ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન. ઇનહેલ ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન. એક્સેલ ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન. ઇનહેલ ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન. એક્સેલ ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન". "રેઝ્યુમ નોર્મલ બ્રીધિંગ. વેરી, વેરી જેન્ટલી ઓપન યોર આઈઝ".
સો, "હાઉ ડુ યુ ફીલ"? કૃષ્ણ ભગવાને છે ને અર્જુનને આટલું જ શીખવાડ્યું હતું: "બેલેન્સ થઈ જા કે તું બીજું કંઈ ના કર, પછી બાકી બધું થઈ જશે એની મેળે". કારણ કે કરતા જ નથી તું. તારાથી કોઈ કશું થઈ શકે એવું જ નથી. "કોણ પાપડ ભાંગે (તળપદી કહેવત, અર્થ: કોઈ ખરેખર કંઈ કરતું જ નથી)" દાદા કહેતા હતા કોઈથી, બહુ સરસ રીતે કહેતા તળપદી ભાષાની અંદર. એટલે આપણા કરતાપણાનો અહંકાર છૂટી જાય ને, એટલે 50% કામ ચાલુ થઈ ગયું આપણું. દર વખતે આપણને કરડે છે શું રાત્રે? કરતાપણાનો અહંકાર.
ઓકે, બીજી પદ્ધતિ એવી છે કે જેની અંદર આપણે પાંચ સેકન્ડ શ્વાસ લઈએ, પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરીએ, પાંચ સેકન્ડ સુધી...
શ્વાસ બહાર કાઢ્યા કરીએ અને પાંચ સેકન્ડ સુધી ફરી હોલ્ડ કરીએ, એવા પાંચ સાયકલ આપણે કરીશું, બરાબર? એનો પણ અભ્યાસ કરી લઈએ. જો, આપણા મનોમસ્તિષ્ક ઉપર શું એની અસરો આવે છે અંદર, એનો અભ્યાસ કરીએ.
"ક્લોઝ યોર આઈસ. ઇનહેલ ટુ, થ્રી, ફોર, ફાઈવ. એક્સેલ હોલ્ડ ટુ, થ્રી, ફોર, ફાઈવ. એક્સેલ ટુ, થ્રી, ફોર, ફાઈવ. હોલ્ડ ટુ, થ્રી, ફોર, ફાઈવ. ઇનહેલ ટુ, થ્રી, ફોર, ફાઈવ. હોલ્ડ ટુ, થ્રી, ફોર, ફાઈવ. એક્સેલ ટુ, થ્રી, ફોર, ફાઈવ. હોલ્ડ ટુ, થ્રી, ફોર, ફાઈવ. ઇનહેલ ટુ, થ્રી, ફોર, ફાઈવ. હોલ્ડ ટુ, થ્રી, ફોર, ફાઈવ. એક્સેલ ટુ, થ્રી, ફોર, ફાઈવ. હોલ્ડ ટુ, થ્રી, ફોર, ફાઈવ. રીઝમ નોર્મલ બ્રીધિંગ."
એટલે જ્યારે બહુ એવું લાગે કે આપણું મન બેકાબુ બની રહ્યું છે, વ્યગ્ર થઈ ગયું છે, ચિત્ત આવી રીતે સાફો પહેરીને દોડવા માંડ્યું, તે વખતે આપણે શાંત થઈ અને આવા બે-ચાર મિનિટ સુધી શ્વાસ લેવાના. બધું બેલેન્સ થઈ જશે, એકદમ ક્લેરિટી આવી જશે તરત જ. શાંત સરોવર જાણે હોય, બસ એવું બની જશે ચિત્ત તમારું. તે વખતે પછી આપણે કહી દેવાનું કે, "હું શુદ્ધાત્મા જ છું. આ જે પણ પરિસ્થિતિઓમાંથી હું પસાર થઈ રહ્યો છું ત્યારે પણ બસ કામ થઈ ગયું આપણું."
સો, આ બધું છે ને મેન્ટલ પ્રોગ્રામ થાય ધીરે ધીરે ધીરે ધીરે કરતાં. એટલે કોન્શિયસનેસ આવી ચીજોને પકડવા માંડે અને એટલે તમારું જે ફોકસ છે એના ઉપર રહેવા માંડે. તો એના કારણે તમે આ બધું કરી શકશો સારી રીતે. અને "હું કેવળ આત્મા જ છું" એ ધારણા પકડીને જો શાંત બેઠા હોય આપણે બે મિનિટ માટે, તો ગમે તે પરિસ્થિતિ કેમ નથી હોતી? પરિસ્થિતિ તો આપણા કરતાં બહુ નાનકડી છે, આપણા જીવનનો એક નાનકડો ભાગ છે. એ આપણાથી મોટી કે મહાન ક્યારેય ના હોઈ શકે. આપણે હંમેશા એ જ જોવાનું છે કે, "હું છું તો સંસાર છે, હું નથી તો કશું નથી." પણ હું કયો? તો કે શુદ્ધઆત્મા, નહીં કે પેલો નાનો ભાઈ, એનો દીકરો, પડછાયો. ઓકે.
પ્રકૃતિ આપણી આ શું છે આખીયે? ખરેખર આ બહુ સુંદર કાવ્ય રચવામાં આવ્યું હતું. બંકિમચંદ્ર ચેટર્જી, આઈ થિંક રાઈટર એમના હતા. એમણે લક્ષ્ય તો એ જ લીધું હતું. આખી જગતમાતા જેને કહેવાય, પ્રકૃતિને લઈને એમણે કર્યું હતું. બંગાળમાં છે ને હંમેશા શક્તિ પૂજા બહુ પ્રચલિત હોય છે. આપણે જોઈએ દુર્ગા પૂજા જેને કહેવામાં આવે છે. તો ત્યાં આગળે એમને કહ્યું હતું:
"સુજલામ સુફલામ મલયજ શીતલામ, સસ્ય શામલામ માતરમ વંદે માતરમ. ફુલ્લ કુસુમિત ધ્રુમદલ શોભિની, સુહાસિની સુમધુર ભાષિની, સુખદામ વરદામ માતરમ વંદે માતરમ."
ઘણું લાંબું છે અને બધું બહુ સુંદર છે. ચાહે તો ફરી ફરી ડાઉનલોડ કરીને જોજો ક્યારેક બેસીને. ક્યાંક માતાજી પાસે ગયા હોય, કંઈક મોકો મળે તો સરસ રીતે પ્રાર્થના કરજો. કેમ કે અનહદ ઉપકારી છે. આપણને એટલું બધું ભરપૂર આપ્યું છે આ પ્રકૃતિએ. આપણને પૃથ્વી આપી ચાલવા માટે. ના હોત તો ધરતી જ ન હોત તો ક્યાં ચાલત ભાઈ આપણે? રહેત ક્યાં ગડે? તો એટલા બધા ઉપકારો છે એના. એટલે આપણે એ પ્રકૃતિ જગનમાતાની હંમેશા રિસ્પેક્ટ કરતા શીખવું જોઈએ. રિસ્પેક્ટ કમ્સ ફ્રોમ વિધિન, ખાલી દેખાવ માટે નહીં કરવાનું.
હવે આ ભારત શબ્દ છે જે ગઈકાલે પણ તમને વાત કરતો હતો. તો ભારત એટલે શું? તો કે સદેવ જ્ઞાનમાં રત હોય એને ભારત કહેવાય. હું હમણાં એક પુસ્તક વાંચી રહ્યો છું તેની અંદર ગુરુ છે એના શિષ્યને કહે છે, "હે ભારત!" શું એડ્રેસ કરે છે એને? "હે ભારત!" કેમ? તો કે એ જ્ઞાનમાં સદેવ રત રહે છે, એ પ્રશ્નો કરે છે, જિજ્ઞાસા છે અને અજ્ઞાન મિટાઈ દેવું છે, એના અંદર જવું છે. એટલા માટે એને ભારત એડ્રેસ કરવામાં આવે છે. તો અનાદિકાળથી આ ભૂમિને જે આખોય વિસ્તાર છે, જ્યાં જ્યાં જ્ઞાનની વ્યાપ્તિ થાય છે, તે બધા જ વિસ્તારને ભારત કહેવામાં આવે છે. ચાહે પછી અમેરિકા હોય, ન્યુઝીલેન્ડ હોય કે કીવી હોય. દેશ-પ્રદેશ એવું બધું કંઈ એમાં ડિવિઝન નથી. ભારત મતલબ જ્યાં જ્ઞાનમાં રત છે તે તમામ. એટલે એ કોઈ ભૌગોલિક જગ્યાની વાત નથી કરતા હોતા. હંમેશા આપણે જ્યારે "ભારત મારો દેશ છે" એમ કહીએ તો શું છે?
આ જ્ઞાન પ્રદેશની વાત થાય છે, ભૌગોલિક બાબતો નથી. જ્યાં અવિરત જ્ઞાનની ઉપાસના થાય છે તેને ભારત કહેવાય.
"આપણે અંદર ભારત પેદા કરીશું?"
"શું થઈ જાય?"
"કેમ?"
"કહા, આપણે ઇનસાઈડ હે ઓલરેડી. તો નયા પેદા નહીં કરના હે, મેન્ટેન કરના હે." "ચલો, મેન્ટેન કરેંગે." "વેરી ગુડ, નાઈસ."
"તો અગર જીન લોગો કો પતા નહીં કે ઓલરેડી હે, ઉનસે મેં બાત કરુંગા કી આપ પેદા કર લો. ઔર ફિર બસ." તો મતલબ યે કહેતા હું કે, "શાલ વી ડુ ઈટ? યે ભારત હમારે અંદર હે. હમ નિરંતર જ્ઞાન કી ઉપાસના કરતા હે." જ્ઞાન મતલબ ક્યા હે? "મેં આત્મા હું, આપ ભી આત્મા હો." બસ, ઔર કુછ નહીં. આજા, "આઈ એમ ધેટ આઈ એમ." એક બહુ સુંદર વાત બાઈબલમાં કરેલી છે કે, "હું જે છું તે જ હું છું." એમ તો હું કોણ છું? હું આત્મા છું. હું બીજું કશું છું જ નહીં. બાકીનું આખો સંસાર બધો ત્યાં કાઢે સીધો ડસ્ટબીનમાં ડ્રોપ, ડ્રોપિંગ જેમ પડે ને એવી રીતના. બાકીનું આખું ગયું. એને કોઈ અડે? અંદર કઈ આંગળી નાખે? આપણા સંસારમાં કેટલું બધું ખરડાઈ જઈએ!
સો, એક બહુ સુંદર પ્રેયર છે સેન્ટ ફ્રાન્સીસી, ફ્રાન્સીસ આસીસીના હતા. આસીસી આઈલેન્ડ છે યુરોપની અંદર. એ કહે છે:
"લોર્ડ, મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર પીસ. વેર ધેર ઇસ હેટ્રેડ, લેટ મી સો લવ."
શાલ આઈ રીપીટ? ઓકે, કમ ઓન.
"લોર્ડ, મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર પીસ. વેર ધેર ઇસ હેટ્રેડ, લેટ મી સો લવ. વેર ધેર ઇસ ઇન્જરી, ધેર ઇસ પાર્ડન. વેર ધેર ઇસ ડાઉટ, ધેર ઇસ ફેઇથ. વેર ધેર ઇસ ડાર્કનેસ, ધેર ઇસ લાઇટ. એન્ડ વેર ધેર ઇસ સેડનેસ, ધેર ઇસ જોય. ડિવાઇન માસ્ટર, ગ્રાન્ટ ધેટ આઈ મે નોટ સો મચ ટુ બી કન્સોલ્ડ, એઝ ટુ કન્સોલ. ટુ બી અન્ડરસ્ટુડ, એઝ ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ બી લવ્ડ, એઝ ટુ લવ. ફોર ઇટ ઇસ ઇન ગિવિંગ ધેટ વી રિસીવ. ઇટ ઇસ ઇન પાર્ડનિંગ ધેટ વી આર પાર્ડન્ડ. એન્ડ ઇટ ઇસ ઇન ડાઇંગ ધેટ વી આર બોર્ન ટુ ઇટર્નલ લાઇફ."
બહુ સુંદર કહ્યું છે. તો આપણો આખો એટીટ્યુડ ધીરે ધીરે બદલાઈ જશે. તમે ચાહો તો આ પ્રેયર તમે હંમેશા કરી શકો છો. ડિવાઇન માસ્ટર.
ક્યાં છે તોરી અંદર બેઠો? એના પાસે જે માંગો, એ બધી શક્તિ મોજુદ. એની પાસે અનંત શક્તિ છે. માંગે છે કોણ? બાવો પેલો અહંકાર જે છૂટો પડ્યો છે, એ છે ભાગ. અને હજી ચળવળ છે અંદર બધી, "કંઈક કરી નાખવું, કંઈક કરી નાખવું!" એ પછી જે દોડધામ કરે છે, તો એના આવા આવા બધા કામ આપી દેવાના કે તું છે ને બીજું બધું ચિંતા છોડ. તું આવું કરવા માંગ કે એટલે તને સારું પડશે.
યા, સચ્ચે દોસ્ત હમારા વો પરિવાર હૈ જીસે હમ ચૂન સકતે હૈ. હમે જો આશીર્વાદ મિલતે હૈ, ઉનકી તાકાત સે હમ જીને કી સમસ્યાઓ સે લડ સકતે હૈ. તો કોને તમારે દોસ્ત બનાવવો જોઈએ? આત્માને. અહંકાર જે છે, બાવો છે, એને કોના સંગમાં રહેવું જોઈએ નિરંતર? આત્માના. એને સત્સંગ કહેવાય.
જ્યારે જ્યારે પણ આપણને કંઈક થોડુંક જરા ઉભરાઈને અંદર કંઈક થઈ ગયો છું, એટલે તરત આપણે આ વાત કરવી જોઈએ કે: "આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ, અજ્ઞાન અને સમગ્ર સંસાર ભાવ, આ પ્રગટ પરમાત્માના ચરણે સદાકાળ માટે શાશ્વત સમર્પણ કરો." સમર્પણ પેદા થતું જશે. જેમ જેમ આ અહંકારનું સમર્પણ વધતું જશે, તેમ તેમ આત્મા વધારેને વધારે નિખરતો જશે, ખીલતો જશે. પછી લોકોને ખબર પડી જશે કે, "હા, હા, બિલકુલ થઈ ગયો છે આ તો! આ તો આત્મા! કોઈ ચિંતા નથી!" બોલીશું આપણે. કરવું છે? "ક્લોઝ યોર આઈસ." ખરેખર બોલજો હાર્ટીલી. આ શરીર, શરીર, શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અજ્ઞાન, સમગ્ર સંસાર ભાવ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં શાશ્વત સમર્પણ કરું છું. આ શરીર, આ શરીર, ચિત્ત, આપ પ્રગટ પરમાત્માના ચરણે સદાકાળ માટે ખાલી થયું. કંઈ ટાઈમ હોય તો આવું પણ કરી લેવાનું.
વચ્ચે વચો પડી જ જાય. ફોર્મ્યુલા એટલી અદભુત આપી છે આપણને કે તરત આપણને એનું સામે પરિણામ. એટલે માટે દાદા એને છે ને વિજ્ઞાન કહેતા હતા. સાયન્સ છે કે આત્મા કરો એટલે થાય, થવું જ જોઈએ. બે પાંચ મિનિટ બેસો, બધા તોફાનો શાંત. બધું સંસાર ભાવ જ આખો ઉડી ગયો હોય. તમે આત્માની અંદર બેસો ને, "નિર્મળ આત્મા છું," કે "હું તો બસ બીજું કંઈ છું જ નહીં."
વાણી, વિચાર અને વર્તનથી થયેલા પ્રત્યેક જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં જે કંઈ દોષો થયા છે, તેને હું સમર્પણ કરું છું. આવું પણ તમે કહી શકો વારેવારે: "જીવંત તથા મૃત સર્વે પ્રત્યે થયેલા દોષો, પ્રત્યક્ષ અગર પરોક્ષ દોષોની મને માફી આપો, ક્ષમા આપો." શબ્દો તમે વાપરી શકો તમારા પોતાના. તો એક નાનકડું સામે મૂક્યું છે. પછી એવી પણ પ્રાર્થના કરી શકો કે: "મને મારા પરમાત્મા સ્વરૂપમાં નિરંતર રહેવાની પરમ શક્તિઓ પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ!" આવી જશે શક્તિઓ અને બસ તમે આનંદ કરો. તમે કેવળ આનંદ સ્વરૂપ જ છો, જ્ઞાન સ્વરૂપ છો, વિજ્ઞાન સ્વરૂપ જ છો, કેવળ આત્મા જ છો, શુદ્ધ આત્મા જ છો. એમાં ક્યારેય કોઈ વિકાર આવ્યો નથી, આવવાનો નથી, આવી શકે એવી શક્યતા પણ નથી. કોઈ પોસિબિલિટી જ નથી એમ.
અમેરિકામાં સાયક્લોન બહુ આવે, પણ અહીંયા આગળ એ શક્ય નથી. આપણે એક જ ચિંતવન રાખો ને કે: "હું આત્મા છું, તું એ આત્મા જ છું." બસ, પૂરું થઈ ગયું કામ. બીજું કશું કરવાનું જ ના રહ્યું ને? આટલા બધા શાસ્ત્રો ભણ ભણ કરે, કંઈ પારા આવશે? કેટલા જન્મોથી પાછા ભણ્યા છીએ આપણે. એવું નથી કે આપણે અભણ હતા બાકીના બધા જન્મોની અંદર. હા, એ વાત સાચી છે કે અત્યારે આપણને ખબર નથી, પણ આપણને એ તો ખબર છે ને કે અત્યારે આપણને જ્ઞાન મળ્યું છે. તો આ જ્ઞાન મળ્યું તો આપણી કંઈક તો લાયકાત હશે ને? કે એમનેમ બેફામ કોઈ ઊભો રાખીને એમ કહે કે, "આ ચા પી લો," ના, "તમે આઈસ્ક્રીમ ખાવ," એવું ક્યાંય બને? આમ રોડ ઉપર આપણે આમ ક્યાંક જતા હોય, કોઈ ચોક્કસ સંજોગની અંદર જ ચોક્કસ ઘટના બનતી હોય. તો આપણને સૌને જો આ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, એનો મતલબ આપણે કંઈક પહેલા બધું બરાબર કંઈક સારું કરેલું હશે ચોક્કસપણે.
અને તો જ એનું આ પરિણામ એવું આવી રહ્યું છે કે આપણને આ જ્ઞાન, વિજ્ઞાન બધું મળી રહ્યું છે. આપણે એને સમજી રહ્યા છીએ. આપણો પુરુષાર્થ એ દિશાની અંદર ચાલુ થઈ ગયો છે.
તો મનમાં એક આશય નક્કી કરો ત કે: "મારે આટલું આટલું થાય પછી સંતોષ કરી દેવાનો વ્યવહારિક જીવનની અંદર અને પછી આપણે આગળ વધી જવાનું શેની અંદર? તો કે આત્માની અંદર." પછી તોફાન નહીં થાય. પણ મારે એકના બદલે ચાર બંગલા જોઈએ, પચીસ ગાડી જોઈએ. અને જેમ કાલે કહેતો હતો એમ, "પલી આ એક છે, પણ હાલી વધારે કરોડો જોઈએ છે!" અલા, પણ બધી ગોઠવાશે લાઈનસર તો બધું બેવડું કેમનું વળીશ? આટલું બધું થઈ જાય તો પછી કેટલી તકલીફ પડે! બહુ કરોડો આવી જાય તો પછી છટકી જશે પાછું. વ્યવહારની અંદર કંઈક બીજું તોફાન થશે, ઘરની અંદર કંઈક બીજું થશે. કારણ કે, "મની ઇઝ ઓલસો એનર્જી. યુ કેનોટ હોલ્ડ ઈટ ફોર લોંગર પરીયડ." એને સ્ટોર કરવું બહુ ડિફિકલ્ટ છે. એટલે એને વહેતા રહેવા દેવાનું, એને ડીસઓન કરો. બસ, તમારે જરૂર છે.
તમે કોઈ એવું કરે ખરો કે અહીંથી વારાણસી ગયો હોય કે પ્રયાગ ગયો હોય તો આખી ગંગા નદીને છે તો ભરી લાવે અહીંયા આગળ? કેમ મારી છે હું ત્યાં આગળ ગયો? અંગ્રેજોએ આવું કર્યું હતું. ઇન્ડિયામાં આવ્યા અને કહે કે, "આ બધું મારું! તમે બધા ખાલી કરી દો!" બધા રાજા મહારાજાઓ બધાને પાસેથી પ્રદેશો ધીરે ધીરે ધીરે ધીરે કરીને પડાવી લીધા. તો આપણે એવું કરી શકીએ કે આમ ગયા હોય કોઈક જગ્યાએ આવી રીતના નદી કિનારે અને કહે કે, "લઈ આવીએ સાબરમતી દાખલાઓ તરીકે!" તો કહે કે, "ભાઈ, બસ આ હું બકેટમાં ભરીને લઈ આવશું," કે છે, "અને હવે આ નદી મારી ગઈ!" આપણે એવું નથી કરી શકતા. એટલે આપણે જે કંઈ છે જીવનની અંદર, જે કંઈ આવી રહ્યું છે, આવા દો. જઈ રહ્યું છે, જવા દો. શું થઈ રહ્યું છે? તો કે, કુદરતી રચના છે બધું. જોયા કરો ને, જવા દો જે જતું હોય એ ને જવા દો.
ડોન્ટ ટ્રાય ટુ હોલ્ડ. ગ્રહણ પણ નહીં, ત્યાગ પણ નહીં. કોઈપણ વસ્તુનો, કોઈપણ વ્યક્તિનો, આપણા વ્યક્તિત્વનો પણ. બસ.
આપણું કામ થઈ ગયું છે. ચાલો, આપણો જે વ્યવહાર આત્મા છે, એને દાદા શું કહેતા હતા? કે "રત્ન ચિંતામણી." એ તો કે રત્ન જેવું છે કે તમે ગમે તેમ ના વાપરો. વ્યવહાર આત્મા પણ તમારો એટલો જ આત્માનો જે ભાગ વ્યવહારમાં વપરાય છે, એટલે કે આપણો બાવો. અને બાવો છૂટો ના પડ્યો હોય ત્યાં સુધી જે આપણે કહીએ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જીવ ભાવ વાળી જે વાત છે પુરયાષ્ટકની, તે પણ હવે જો ત્યાં ના રહેશો તો તમે એવા થશો. પણ તમે મૂળ આત્માનું ચિંતન કરશો તો તમે એવા થઈ જશો. કોઈપણ પરિસ્થિતિની અંદર નિર્ણય હંમેશા કુદરતનો હોય છે અને જે આ સ્વીકારી શકે તેને દુનિયાની કોઈ તાકાત દુઃખી ના કરી શકે.
ભાઈ, તમે આ બાજુ આવી જશો. મને એવું લાગે છે કે "યુ આર નોટ એબલ ટુ સી." તમને પાછળથી અહીંયા બે, ત્રણ, ચાર ખુરશીઓ ખાલી છે. "લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ." ક્યારેક હું પણ હતો. શિફ્ટ કરોને, બધા થોડા નજીક આવો. આમ મારી સાથે ભેદભાવ ના રાખો, અભેદભાવે વર્તન કરો. હું આત્મા જ છું, મારાથી ભડકી ના જશો. જો અહીંયા ત્રણ-ચાર ખુરશીઓ ખાલી છે અને આપણે એવો કોઈ નિયમ નથી કે અહીંયા ફીમેલ જ બેસશે અને અહીંયા મેલ જ બેસશે. આપણે તો છે ને છઠ્ઠા-સાતમામાં જતા રહ્યા છીએ બધા. હવે પેલા કોષની કાલે વાત શીખવાડી હતી ને, તેમાં આપણી દ્રષ્ટિ જ ના હોય કે આ મેલ છે કે આ ફીમેલ. આમ નજીક આવો, મજા આવશે.
જનક રાજાના દરબારની અંદર એક વખતે નારદજી પહોંચ્યા. એટલે રાજાએ એમના માટે આગતા-સ્વાગતા કરી. બધું કર્યા પછીથી એમને બેસાડ્યા અને રાણીઓ જે હતી, એમને કહી રાખેલું કે નારદજી જમી લે, ભોજન કરી લે, પછી હિંચકા પર એ બેસે એટલે તમારે બે-ત્રણ જણાએ આગળ-પાછળ ગોઠવાઈ જવાનું. કે પહેલા એક જણાએ બેસવાનું, પછી બીજાએ બેસવાનું. કે સારું. એટલે આવું શરૂ થયું. તો નારદજી તો માલપુવાને બાસુંદીને બધું ખાઈ-પીને બરાબર બેઠા. પછી હિંચકા ઉપાડ્યા. ધીમે રહીને એક રાણી આવીને ગોઠવાઈ. એટલે નારદજી જેવી ગોઠવાઈ એટલે એ તો આમાં આમ આવીને બેસી ગઈ. એટલે નારદજી થોડાક આમ કરીને આમ ખસ્યા. બીજી બાજુ બીજી રાણી આવીને બેસી ગઈ. હવે સલવામણ ચાલુ થઈ ગઈ. એટલે ચહેરા પર એવું બધું આવવા માંડ્યું કે ના પૂછવાની વાત કે હવે હું શું કરું? તો પરીક્ષામાં નારદજી ફેલ થઈ ગયા.
થોડા ટાઈમ પછી સુખદેવજી આવ્યા. સુખદેવજી તો કંઈ પેરતા બી નહોતા અને એમને તો કશું એના સિવાય કંઈ દેખાતું જ નહોતું. એ એક જ લાગેલા, "આઈ એમ ધેટ આઈ એમ" વાલું. એટલે એ તો બેઠા. એમને જમાડ્યા. તો એ જાતે જમે પણ નહીં, એમને તો જમાડવા પડે તો એ જમે. તમે જુઓ, કેટલાક સંત-મહાત્માઓ, અવધૂતો એ કક્ષાએ પહોંચી ગયેલા. હં, રંગ અવધૂત સાહેબ જુઓ, સાઈબાબા જુઓ. અમુક એવા તેલંગ સ્વામી કરીને થઈ ગયા. જમાડવા પડે એમને. કેમ? તો કે એ તો એમાં જ લાગેલા હોય. તો એમને એને સમયનું ભાન ના હોય, સ્થળકાળની કોઈ ખબર ના હોય, કોણ આવ્યું, કોણ ગયું, કોઈ પળોજન નહીં. બસ, હું એની અંદર જ છું. એટલી બધી ઉચ્ચ કક્ષાએ લોકોનું પહોંચી ગયેલું હોય કોન્શિયસનેસ. તો એ લોકોનું ધ્યાન રાખવું પડે. રાજાએ કીધું કે "જો, આને બ્રહ્મચારી કહેવાય અને આને ના કહેવાય." કેમ? તો કે આને હજી મેલ-ફીમેલનો ખ્યાલ આવે છે, પેલાને તો કંઈ ખબર નથી.
સાચું બ્રહ્મચર્ય આને કહેવાય.
"બાયોલોજી ઓફ બિલીફ." આપણે બધી માન્યતાઓ છે ને. આપણે ગઈકાલ કહેતા હતા, "જંગલમાં નહીં જવાનું, જંગલને જ સળગાઈ મૂકવાનું." વગેરે વગેરે વાત કરતો હતો. પણ આ જો, પણ છતાંય જે લોકોને વ્યવહારની અંદર થોડું ઘણું નાનું-મોટું કરવું પડતું હોય છે, એ લોકોનું માટે છે કે "પોઝિટિવ થોટ્સ આર બાયોલોજીકલ મેન્ડેટ ફોર હેપી એન્ડ હેલ્ધી લાઈફ."
"ઇન ધ વર્ડ ઓફ મહાત્મા ગાંધી: યોર બિલીફ બીકમ્સ યોર થોટ, યોર થોટ બીકમ્સ યોર વર્ડ, યોર વર્ડ બીકમ્સ યોર એક્શન, યોર એક્શન બીકમ્સ યોર હેબિટ, યોર હેબિટ બીકમ્સ યોર વેલ્યુ એન્ડ યોર વેલ્યુસ બીકમ્સ યોર ડેસ્ટીની." તો તમારી વેલ્યુ શું છે? શુદ્ધાત્મા. એની વેલ્યુ એક. કેમ એક? આગળ ઉપર બતાવીશ.
"વ્હોટ આર યુ અફ્રેડ ઓફ લુઝિંગ વેન નથિંગ ધેટ ધીસ વર્લ્ડ ઇઝ એક્ચ્યુલી બિલોંગ્સ ટુ યુ?" રિયલાઈઝેશન આવી જશે. આની પર થોડુંક જરાક બેસીને વિચાર કરશોને તો વાસ્તવમાં જેને આપણે આપણું માનીએ છીએ, કંઈ કંઈ પણ આપણું છે ખરું? આપણું હોઈ શકે ખરું? બેસીને વિચાર કરજો.
"ઓકે, યુ હેવ ટુ ફીલ એન્ડ બિલીવ ઇન યોર મિરકલ બિફોર યુ સી ઈટ." તમને શુદ્ધઆત્મા જોઈએ છે ને? તો "ફર્સ્ટ યુ હેવ ટુ બિલીવ ધેટ" કે તમે શુદ્ધાત્મા છો અને બસ તમારો ચમત્કાર ચાલુ છે. "એઝ યુ સ્ટાર્ટ ટુ વોક ઓન ધ વે, ધ વે અપીયર્સ." જિંદગીની અંદર આ બહુ જરૂરી છે. "ધ ઓર્ડર ઓફ પ્લેસિંગ ઓફ ટુ વર્ડ્સ કેન ચેન્જ યોર હોલ લાઈફ. રિપ્લેસ 'આઈ કેન નોટ' વિથ 'આઈ કેન' એન્ડ સી ધ ડિફરન્સ." "આઈ કેન" હું કરી શકું છું. બસ, પોસિબિલિટી ઊભી થઈ જશે તરત જ.
"વેલ્થ ઇઝ નોટ અ પરમનેન્ટ ફ્રેન્ડ બટ ફ્રેન્ડ્સ આર પરમનન્ટ વેલ્થ." તો આપણી પરમનન્ટ વેલ્થ તો શું છે? હું શુદ્ધ આત્મા છું. પરમાત્મા કહેવાય છે. ઉપરવાળો ક્યાં છે? તો કે આ આમ બધા જ જુએ. તો કે હે પરમાત્મા! આમ પછી શોધાય છે ક્યાં? તો કે દુનિયામાં શોધે બધે ચારે બાજુ. અને ખરેખર હોય ક્યાં? આપણે અંદર જવાનું. ધીરે ધીરે ધીરે ધીરે કરતાં બધા લેયરો તોડી નાખશો, તે દિવસે તમે ત્યાં છો જ ઓલરેડી. "ઓલરેડી ઈટ." "મેરા કોઈ રૂપ નહીં, મેં પાપ પુણ્ય સે પરે. મેં પ્યોર કોન્શિયસનેસ હું, શુદ્ધ ચેતન." દાદા કહેતા હતા, "શુદ્ધ ચેતન સ્વરૂપ." આમાં આટલોય વાળ જેટલોય વિકાર હોઈ જ ના શકે, એવા આપણે બધા છીએ.
"અભિમાન તબ આતા હૈ જબ હમને હમે લગતા હૈ કે હમને કુછ કિયા હૈ." બાવો છે ને, એટલે આવું બધું વચ્ચે થોડું લખાય છે બધું. ઘણીવાર હિન્દીમાં આવે તો હિન્દીમાં લખે, ગુજરાતીમાં. એના ભાષાનો કોઈ બાદ નથી, એટલે જે ફાવે એ પહેરી લે કપડા એવું. એટલે "હમે લગતા હૈ કે હમને કુછ કિયા હૈ." "સન્માન તબ મિલતા હૈ જબ દુનિયા કો લગતા હૈ આપને કુછ કિયા હૈ." લોકો હાર પહેરાવશે, તારે જ નહીં તો હરાવશે.
"પાપ બુરા હોતા હે લેકિન ઇસસે બુરા હોતા હે પુણ્ય કરને કા અભિમાન." આ એક બહુ સરસ નાનકડી પ્રાર્થના છે, વેદની રૂચાઓ રૂપે લીધેલી છે.
"ૐ શન્નો મિત્ર શંવરુણઃ શન્નો ભવત્ય વર્મા શનો ઇન્દ્રો બ્રહસ્પતિહ સન્નો વિષ્ણુ રુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયુ ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મવદિશયામિ રતમવદ દિશયામિ સત્યમ વદિશ્યામિ તન્મામવતુ તદ અવતુ અવતુમામ અવતુ. ૐ શાંતિ શાંતિ શાંતિ."
શાંતિ ત્રણ જગ્યાએ કરું: આદિભૌતિક, આદિદૈવિક અને આધ્યાત્મિક. ત્રણેય જગ્યાએ આપણે શાંતિ જોઈએ છે. ભૌતિક જગતમાં પણ શાંતિ જોઈએ, આધ્યાત્મિક જગતમાં પણ આપણને શાંતિ જોઈએ.
પછી કહે છે: "ૐ સહનાવવતુ સહનવ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ૐમ શાંતિ શાંતિ શાંતિ."
જ્યારે ગરબડ લાગે, ત્યારે આવા આવા બધા મંત્રો છે જે આપણને મનપસંદ હોય તો આવું કંઈક કરવા બેસી જવાનું. પછી ઘણી વખત એવું થાય કે, "હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું." શરૂઆતમાં બહુ વખત કરો. પછી પેલું જરાક આઘું પાછું થવા માંડે તો તે વખતે આપણે પાટો બદલી કાઢવાનો અને આવું કંઈક લઈને બેસી જવાનું.
એટલે શું થશે કે તમારા જે શબ્દો છે એ મંત્રો જ છે. જેવા તમે બોલશો, "ઈટ કેરીસ પાવર." ચારે બાજુ બધે બ્રહ્માંડમાં એ બધા ફેલાયેલા હોય છે. "When you speak, open your mouth, you are actually addressing the entire world before you, the whole of the cosmos, the whole of the universe you are addressing." અને ત્યાં તમે આવી રીતના કહો કે, "અમે હવે કોઈનો દ્વેષ નહીં કરીએ. આ બધી જ જગ્યાએ શાંતિ થઈ જાવ. ત્રિવિધ તાપોમાંથી મુક્તિ મળો." તો એ પ્રમાણેની ઇફેક્ટ આવવાની શરૂ થશે.
આજે નહીં તો કાલે. આપણને ઉતાવળ શું છે? ચાલો, પણ આપણું તો કામ થઈ ગયું, રાઈટ?
તો શું કહે છે: "ટ્રાવેલ ઇન ધ ડાયરેક્શન ઓફ યોર ફિયર. કદાચ: 'Do what scares you and you'll love the kind of life you live' (પ્રેરક અંગ્રેજી અવતરણ)" કે "ડર કે આગે જીત હૈ."
આપણને જે જે વસ્તુઓમાં વ્યવહારની અંદર એમ લાગે કે નહીં, તો બસ એને કરો. પાછળ બેઠો જો અનંત શક્તિવાળો. શું ચિંતા છે આપણને? કોઈ વાંધો આવવાનો નથી અને બધું બરાબર થઈ જ જવાનું છે.
હમણાં ભઈએ કીધું, ભુસકો મારવા જવાનું હતું અને ગુરુજીએ પકડી રાખ્યા હતા એમને, ખરેખર એવી રીતના.
આ એક સરસ મંત્ર છે. તમામ આંખોની અંદર બધું જોવાની શક્તિઓ પ્રાપ્ત કરવી હોય તો તમે આને રપીટીવલી યુઝ કરશો રાત્રે સૂતી વખતે, તો થોડા દિવસોમાં કંઈક થઈ શકે છે. "ધેર ઇસ અ પોસિબિલિટી."
"ૐમ સર્વદર્શનાય નમઃ." બોલો: "ૐ સર્વદર્શનાય નમઃ." "ૐ સર્વદર્શનાય."
આ એક વિષ્ણુ મંત્ર છે એટલે એ જોવા આપણને આ બધું જેમ છે તેમ જોવાની આપણને શક્તિઓ મળશે. કેમ કે આપણું પરસેપ્શન શું છે? "ઈટ ચેન્જીસ." અને પરસેપ્શન સતત બદલાયા કરે એટલા માટે બધું આમ કહેવામાં આવ્યું છે કે, "ધીસ વર્લ્ડ ઇસ લાઈક અ ઇલયુઝન."
તો આપણે તો રિયલ વર્લ્ડ જોવું છે, રિલેટિવ વર્લ્ડ જોવું જ નથી. તો એને એવી રીતે જોવા માટે આ આપણને બહુ ઉપયોગી થઈ શકે છે.
નાની મોટી તકલીફો હોય છે. જો આ બધી આંગળીના ટેરવે જ છે. આને ખાલી આમ પ્રેસ કરો, હોલ્ડ કરો; પ્રેસ કરો, હોલ્ડ કરો; પ્રેસ કરો, હોલ્ડ કરો. આ બધું દૂર લખવું હોય તો લખી લેજો. "ધેટ્સ ઓલ."
That being ને મહાઅવતાર બાબાજી કહેવાય છે.
તો એક એવું બીંગ છે કે જે બોડીમાં હોય પણ ખરું, ન પણ હોય. એના વિશે ઘણી બધી બાબતો છે. અને જો તમને ક્યારેક રસ પડતો હોય તો "યોગી કથામૃત" કરીને એક બહુ સરસ પુસ્તક છે. ગુજરાતીમાં પણ અવેલેબલ છે. "કાઈન્ડલી ગો થરુ ધેટ" કોઈ સારો સમય હોય તો. કેમ કે ભટકતા ચિત્તને આપણે કામ આપી દેવાનું. તો કેવું? તો કે આવું આવું બધું કંઈક તમને બહુ જ સારું લાગશે એના અંદર.
આત્માનો મુખ્ય ગુણ એ છે કે જેવું આગળ જુએ એવો એ થઈ જાય. એટલે જેની ભક્તિ કરે તે રૂપ થઈ જાય. આ ફોર્મ્યુલા આપી છે આપણને. આપણે હવે શું થવું છે? બસ, આપણે એ જ જોવાનું.
એટલા માટે કીધું કે સામામાં જઈને શુદ્ધ આત્મા જોવ. મને આ માનવભાઈની વાત બહુ સારી લાગે: રોજ અડધો કલાક શુદ્ધાત્મા જોવા નીકળવાનું.
એ તો એક્ચ્યુલી ઓફિસ છોડીને નીકળતા હતા, પણ આપણે તો જતા આવતાય થઈ શકે. શાક લેવા જતા હોય, શુદ્ધાત્મા ના જોવાય? કોણ રોકે છે આપણને કંઈ? તે વખતે શુદ્ધાત્મા કાછીયામાં શુદ્ધાત્મા દેખાય. શાકમાં એ આપણે આમ લેતા હોઈએ, બાજુમાં કોક આવીને ઊભો રહે તો એને પણ આપણે શુદ્ધઆત્મા જ જોઈએ અને બીજું કાંઈ ના જોઈએ. એમ એમ કરતાં કરતાં આપણું જીવન એવું આમ સુંદર થઈ જશે કે શુદ્ધઆત્મા, બસ બીજું કાંઈ છે જ નહીં.
"હું સુખમય છું" એવું ચિંતવે તો સુખમય થઈ જાય. આત્મા અનંત સુખ-દુઃખનો ધણી, એને દુઃખ નડે જ નહીં.
જો ભાષા કેવી સુંદર વાપરે છે! આપણને તરત સોસરું ઉતરી જ જાય. શીરો છે, શીરો એકદમ ફળફળતો ગરમ ગરમ ખાવ અને સારું લાગશે.
એટલે ખાલી તમે શુદ્ધાત્મા થઈને ક્યાંય પણ ફર્યા કરતા હશો તો તમારું તો કામ થઈ જ ગયું છે. આજુબાજુવાળાનું થવા માંડશે, આજુબાજુવાળાનું. અને જ્યાં જ્યાં જશો ત્યાં બધી જગ્યાએ તમે તો સુખ, અનંત સુખધામ છો.
ચાલો, એક દાડો જો આત્મા જોડે વ્યવહાર બાંધે તો ફરી દુઃખ જ ના આવે. સુખીયા જોડે સંગ તે દુઃખ આવે જ ક્યાંથી?
આખા જગતનું દુઃખ આત્મા પર પડે તોય નિરાંત સ્થિર હોય. કેમ? "હું હાચ્યો જ છું." એ આપણી પર પડતું જ નથી કે દુઃખ આત્મા પર આવી જ શકે નહીં. "હું તો સૂક્ષ્મતમ છું અને પેલું તો સ્થૂળ છે." કેવી રીતે? બેનો નો મેચિંગ જ નથી, મિસમેચ છે એટલે એ થાય જ નહીં.
એટલે હંમેશા વિચારવું કે, "હું સુખમય છું." ધ્યાન કરવાનું ના હોય. કહે છે, "ગુણનું આરાધન કરો એટલે ઓટોમેટિક ધ્યાન ઉત્પન્ન થશે."
તમે પાંચ મિનિટ માટે કંઈ પણ બોલો કે, "હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું." મન, વચન, કાયા તો મૂર્ત સ્વરૂપી છે. "હું અમૂર્ત છું." એટલે જંજાળમાંથી છૂટા.
તરત ધર્મ, અધર્મ આ બધી વસ્તુઓ શું છે? સ્ટ્રક્ચર છે, મૂર્ત સ્વરૂપી છે. એનું એક ફોર્મેટ હોય છે અને આપણે તો અમૂર્ત છીએ. તો આની અંદર આ બેનો કંઈ મેળ પડવાનો નથી. એટલે "અમૂર્ત છું" એવું જ્યારે આપણે ખૂબ ચિંતન કરીશું, એટલે એ આપણી અંદર એ સ્થિતિ પેદા થવા માંડશે. એટલે વારેવારે આ બધા શબ્દો પણ જતા આવતા ક્યાંક હરતા ફરતા બોલીએ, કારણ કે આપણે અમુક ટાઈમ સુધી બોલીએ "શુદ્ધાત્મા છું", પછી પેલો અંદરવાળો જરાક કંટાળે. ત્યાર પછી આપણે ટ્રેક બદલી કાઢવાની. લોકો રેકર્ડ નહોતા બદલતા, પેલું એક આવતું તું ખબર? સિક્કો નાખે અને પછી એક રેકોર્ડ આમ આવે અને થોડોક ટાઈમ પ્લે થાય, પછી એનું કામ પતી જાય એટલે પાછી જતી રહે. પછી કોક બીજો આવીને બીજો સિક્કો નાખે એટલે વળી પાછી એ આવે. એવું એક મશીન આવતું તું, રાઈટ?
તો આ તો મન. એમાંથી ધ્યાન ઉત્પન્ન થાય. સીધે સીધું આમ ધ્યાન કરવા બેસી નહીં જવાનું. આપણે કોઈ વસ્તુનું આપણે મનન કરીએ, એમાંથી જે ઉત્પન્ન થાય એને ધ્યાન કહેવાય. એટલે મનન જરૂરી છે. "હું અમૂર્ત છું." હવે અમૂર્તનું ધ્યાન કેવી રીતે થાય? એ તો મન, વચન, કાયાથી પર વસ્તુ છે. તો કે ના, એ જ ધ્યાન કહેવાય. ધ્યાન અમૂર્ત ધ્યાન તો આખો દાડો તમને ચાલ્યા કરે. કેમ? તો કે "હું શુદ્ધઆત્મા છું." હવે હું શુદ્ધાત્મા છું તો હું માઈન્ડ, બોડી કશું છું જ નહીં. તરત જ આપણે આમ છૂટા પડી જઈએ, આપણા દેહમાંથી બહાર તરત જ. ટૂંકમાં, આ બધી વસ્તુઓ તમારા હેલ્પિંગ છે. શું? દેહાધ્યાસ કાઢી નાખવા માટે. આપણે દેહમાં જ નહીં રહેવાનું એમ. આવી રીતના દેહનો અધ્યાસ ના હોવો જોઈએ. રહેવાના તો છે દેહમાં જ, કંઈ બહાર નથી નીકળી જવાનું. પેલા બધા કરે છે અમુક પ્રયોગો, આઉટ ઓફ બોડી એક્સપરિયન્સીસ ને એવું બધું.
આ સારું છે, આપણું વધારે સારું છે. પેલામાં બધી તકલીફો બહુ છે.
"ગુણોના અભ્યાસે લક્ષ્ય થાય મજબૂત." આત્માના ગુણોની જે ભજના કરીએ કે "હું અનંત જ્ઞાનવાળો, શક્તિવાળો, દર્શનવાળો, અનંત સુખનું ધામ." તો બીજા ગુણો તો એનાથી જ્ઞાતા-દ્રષ્ટાપણું વધારે મજબૂત થાય. આ શું છે કે આમ જે મને જે ટીચિંગ મળ્યું, એના જે બધા એક્સટ્રેક્ટ જે હતો ને, તે બધું હું ભેગો કર રાખતો હતો અને હું આજ આ રાત દિવસ આજ કર્યા કરું છું. બીજું કંઈ મને આવડતું બી નથી. એટલે આપણને બહુ ફાયદો થાય એમાંથી. આ બધી એવી ઔષધિઓ છે ને દિવ્ય છે. જો આ કેવું કહે છે? "હું મારી નાખીશ" એવું કોઈ કહે તો એ ભય પામવાની જગ્યાએ એને થાય કે "હું અવ્યાબાધ છું, તો મને શું મારવાના હતા?" એટલે હવે આ અવ્યાબાધ શબ્દને આપણે સમજવો પડે બધાને. દાખલા તરીકે ખબર ના હોય તો કોઈ એમ કે મારા તો કોઈ એમ કે શરીરના ટુકડા કરી શકે એવું છે જ નહીં, કારણ કે હું તો કોઈ અવયવ નથી.
અવયવ હોય તો એના ટુકડા થાય. અવયવ નથી, નિશેષ ભાગાકાર થઈ ગયો છે, બધું પતી ગયું છે. છેવટે જવાબ શું આવી ગયો છે? "હું શુદ્ધ આત્મા છું." ગણિતનો દાખલો જ પૂરો થઈ ગયો.
ચાલો, મૂંઝામણ થાય ત્યારે આપણે હંમેશા કહેવું કે "હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું." એમ બોલીશું તો મૂંઝવણો બધી જતી રહેશે. આ બધા એકદમ સ્ટીરોઈડ જેવા ઇન્જેક્શનો છે હો, પણ પેલાને જેવા હાર્મફૂલ નહીં એમ. પેલામાં તો બધું કંઈ જાત જાતનું બધું થઈ બી જાય, આમાં કંઈ ના થાય. એટલે પાછળ બે બહેનો બેઠા છે. મને એમ થાય છે કે જો તમે આગળ આવી શકો તો સારું. જો અહીંયા એક ખુરશી ખાલી છે, અહીંયા એક ખાલી છે. આમ સંતાવવામાંથી બહાર આવો ને શુદ્ધાત્મા બની જાવ એટલે વાંધો ના હોવો જોઈએ હો. ખરેખર શું કહે છે? બધા વાદળ હટતા જાય. જો બધા વાદળો થઈ જાય ને આપણને આમ કંઈક ગ્લુમીનેસ લાગે. આ પેલા લંડન, અમેરિકામાં અમે જઈએ ને, ત્યાં આગળ ખાસ એવું વાતાવરણ એવું રહે દિવસોના દિવસો સુધી. એટલા બધા વાદળ વાદળ, સૂર્ય દેખાયા જ નહીં. તો એ પછી ત્યાં આગળ ઘરમાં જ બેસી રહેવું પડે ને?
પછી એવું સફોકેશન થાય. એમાં જો પછી પેલું આમ જોઈએ કે આજનું વેધર અને પછી કે કે આજે સૂર્ય આવવાનો છે. અને પછી તે દિવસે આપણે તૈયાર થઈને બેસીએ. જેવા સૂર્યનારાયણ થોડીક વાર માટે દેખાવાનો હોય, અડધો કલાક આપણે બહાર નીકળીએ એટલે હા, એવું સરસ લાગે. અને પેલા બધા પેલા પરદેશના માણસો છે ને, એ તો બધા ગાંડા ગાંડા થઈ જાય. બધા કપડા આપડા કાઢીને દોડવા જ માંડે સીધા ત્યાં આગળ બીચ ઉપર જતા રહે ને કંઈ કંઈ ધમાલ મચાવે. ઓફિસમાં તો કે આજે રજા, કામ નથી કરવું. કે માર સુઝ ના પડે તો કેવું? "હું અનંત દર્શનવાળો છું." ગડમથલ થાય, તંગ તોફાન થાય ત્યારે આ બધું જ્ઞાન જે છે ને આપણે ભેગું કરેલું, તે આપણને બહુ કામ લાગશે એમ કહેવાનું.
હવે આત્માના આ ગુણો બધા કલાક કલાક બોલો ને તો તરત રોકડું ફળ આપે એવું કહેતા હતા. તો આ રોકડું ફળ જોઈતું હોય નગદ, તો હંમેશા શુદ્ધઆત્મા જોવાનું ચાલુ કરો. જુઓ આ, આ બહુ સરસ છે. "અવ્યાબાધ સ્વરૂપ છું." એટલે કે મહાવીરને જગતજીત કહ્યા, કોઈથી હાર્યા જ નહીં વાતમાં. આત્મા લોકો તો હારી જાય છે. પોતે અવ્યાબાધ સ્વરૂપ છે, આત્મસ્વરૂપ છે, તો હારવાનું ક્યાં રહ્યું? કોઈ પીડા ના થાય, કંઈ તકલીફ ના નહીં. સંસાર આખો બાધા-પીડાવાળો છે. આપણે અવ્યાબાધ સ્વરૂપ છે એટલે આપણને કોઈ બાધા કે પીડા અડી, નડી કશું શકે નહીં. આપણે કોઈ બાધા લેવાની વાસ્તવમાં જરૂર હોતી. પછી તમ લો વ્યવહારની અંદર એ વાત જુદી છે. આત્માની ખુમારી જબરજસ્ત એટલે એને સર્વશક્તિમાન કહો. આપણે ત્યાં એક સીરીઝ આવતી તી "શક્તિમાન." છોકરાઓ બધા બહુ ખુશ થઈ જતા હતા. આપણે બી આમ બાળક જેવું આમ દર પેદા કરો કે "હું સર્વશક્તિમાન છું." આપણે ઉડવાની જરૂર નથી, પણ આમ બહુ સારું લાગશે તમને.
ઉડતા હશો એવું જ લાગશે. આ ટંકોત્કીર્ણ શબ્દ અમને બહુ ગમતો કે અંદર ટાંકણું મારીને આમ આમ તોડે ને પેલા જેમ આમ ટાંચું મારે ને તો આખું શિલ્પ તૈયાર કરે તો કે.
આત્મામાં તો એવુંય થઈ શકે એવું નથી. હું તો એવો છું, અંદર કંઈ પેસે જ નહીં કે હવે કશું પેસે જ નહીં, તો એનું કંઈ થાય નહીં. આપણે કીધું હતું ને કાલે કે "હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું." તો ઘન સ્વરૂપ એટલે એને "ટંકોત્કીર્ણ" કીધો. શબ્દ બહુ સરસ છે. એટલે બેસીને આમ વિચાર કરવાનો કે "હું ટંકોત્કીર્ણ કરીને કશું અડે નહીં, નડે નહીં, લાગે નહીં ને વળગે નહીં." એટલે જો આ દાખલો આપ્યો છે: પાણીની ડોલ હોય, એમાં તેલનો શીશો પડી ગયો, બધું ભેગું થઈ ગયું હોય તો શું થાય? તો કે બેને છૂટા પાડી દેવાનું. એનો પ્રોસેસ હોય એ આપણે કરવાનું. એટલે તરત જ આપણે સંસારમાંથી બહાર. દર વખતે જેમ પાણીમાંથી આપણે નાહીને જેમ બહાર નીકળી જઈએ છીએ ને? દર વખતે નીકળીએ છીએ ને? આપણો રોજનો અનુભવ છે ને? તો પછી દરેક મૂંઝવણમાંથી આપણે બહાર. "હું શુદ્ધાત્મા જ છું." દર વખતે ચાલો.
હા, આ બહુ સરસ છે. કંઈ વાગે, કરે, કશું થાય ને તો કહેવું: "હું નિર્નામી છું." એટલે તરત અનુભવ આવશે.
દાદા આ કહેતા હતા. એમને પગે તકલીફ થઈ ગઈ હતી, છેલ્લે એક્સિડન્ટ થયો હતો. પણ અમે જ્યારે દર્શન કરવા ગયા હોસ્પિટલની અંદર, તો એ તો સત્સંગ કરતા હતા. કેટલું બધું વજન બાંધેલું! આપણને એમ થાય કે આ ઉંમરે, આ અવસ્થાની અંદર એમને આવી રીતના પગ આમ બાંધી રાખે, પણ ચહેરા પર કોઈ અસર ના મળે. આ જ્યારે પેલું ઓપરેશન જેવું કરવાનું થયું એમને, પેલું સેટ કરવા માટે થઈને, ત્યારે પેલા લોકોએ કીધું: "થોડું ક્લોરોફોર્મ જરા લગાડીએ." દાદાએ ના પાડી દીધું કે "એવું બધું કંઈ કરવાની જરૂર નથી." ડોક્ટરે એમનેમ જ કર્યું. તે આમ, ઓહ, આમ જરાક થઈ ગયું, પણ એ તો દેહનો ગુણધર્મ થઈ ગયો. બાકી રહેલું જે કંઈ હોય ને, એ તો એ પ્લે કરી નાખે, પણ એનાથી કંઈ આત્મા બૂમો પાડે છે એવું ના કહેવાય આપણાથી. એમ સોચ.
ચાલો, જો આ તરત જુદાપણાની જાગૃતિ કે "ચંદુલાલને તાવ આવ્યો છે, બાકી આપણે તો ઓલરાઈટ છીએ અને સાંજ સુધી મટી જશે." પોઝિટિવ એમ જેનો માલ હોય તો આપણે જાહેર કરી દેવાનો. હિંસક પ્રાણી સામે, જો આ બહુ સરસ કહેતા હતા કે "હું અમૂર્ત છું" એમ બોલો તો તમે અદ્રશ્ય થઈ જશો. એ વખત તમારે બોલવાનું, એટલે એ ભાવ ધારણ કરવાનો. એ દાખલો પણ આપતા હતા કે એક ટાઈમે એમને એમ હતું કે હવે એક અવસ્થાએ પહોંચ્યા પછી ભાઈ, મારામાં ડર રહ્યો હશે કે કેમ? તો તપાસ કરવા ગયા હતા કે "જંગલમાં વાઘ હોય ને ત્યાં જ હું જાઉં." તે કોકને પૈસા આપીને કીધું કે "ભાઈ, તું મને ત્યાં લઈ જા." એ તો ત્યાં આગળ પહોંચી ગયા ગાડામાં બેસી. તે જમાનામાં તો ગાડાને એવું જ રાખતા હતા. પછી અંધારું થવા માંડ્યું. બેઠા હતા ત્યાં આગળ. થોડીવાર થઈ તો કહે: "હવે હું, હું તમને લઈ જાઉં." તો કહે: "ના ના, તું તારે નીચે જતો રહે.
વાંધો નહીં." એટલે થોડી વાર બેઠા પછી, અડધો-પોણો કલાક પછી પાછો એક વિચાર આવ્યો કે "ખરેખર વાઘ હશે તો?" પછી એ ઉતરી ગયા અને કહેતા હતા કે "ભાઈ, અમે તો તે દાડે ફેલ થયા." શું એટલી બધી પ્રમાણિકતા હતી જો એના અંદર! કેમ? તો કે એવો વિચાર પણ આવ્યો ને પેલો અંદરથી. તો કે એ ભાગની અંદર અમને જુદાપણાની જાગૃતિ હોવા છતાંય આપણને આ વસ્તુ ખબર પડે છે કે આ જો આવો મય ભરેલો માલ છે અને એને પછી આપણે ડિસઓન કરવો પડે કે "ભાઈ, આ મારો નથી."
જો આ જે જ્ઞાન છે ને, એ ક્યાંયથી આવે, દાદા આપે, કોઈ પણ આપે, એ વસ્તુ એવી છે કે મન, વચન, કાયા ક્યારેય યાદ ના આવે. તમે એક વખત જો જ્ઞાનમાં આવી ગયા તો બસ, પછી પૂરું થઈ ગયું કામ. એટલે "હું શુદ્ધાત્મા છું" નહીં, સાથે એક એક ગુણ એમ કે તમે ગાયા જાવ, તો કે ભયંકર અદભુત પરિણામ આવશે.
જો આ અમારા માસ્ટર ચુવાસ કહે છે: "કેટલાક માણસો આપણને તકલીફ આપતા હોય વ્યવહારની અંદર." કારણ કે દાદા પણ અમુક વ્યવહારમાં શીખવતા હતા, આપણ અમુક ચીજો શીખવતા હતા. તો એ કહે છે કે "How do you handle the people who are a pain in the neck? When the person is angry with you, project love to neutralize the hatred." પણ તમે તો પ્રેમ સ્વરૂપ છો. દાદા એમ કહે છે: "શુદ્ધાત્મા કેવો છે? પ્રેમ સ્વરૂપ છે." એટલે પ્રેમ સ્વરૂપ પોતે થઈ ગયા હોય તો પછી કશું કરવાનું રહેતું જ નથી. એટલે અનરેગ્યુલેટેડ ફિયર જે કંઈ હોય બધા, તે બધા આપણા નીકળી જાય. કેટલાક લોકોને આમ થોડી વાર થાય ને એટલે તણખો મારવાની ટેવ હોય, એવા લોકો પણ મળે વ્યવહારની અંદર. તો કહે છે કે "ડોન્ટ રિસ્પોન્ડ." તમે શુદ્ધાત્મામાં રહો.
જ્યારે "હું શરીર છું" એવું દેહાભિમાન નથી, ત્યારે મોક્ષ છે અને જ્યારે "હું શરીર છું" એવું ભાન છે, ત્યારે બંધન છે. તો બંધન ને મોક્ષ બે હાતોહાથ જ છે, અહીં જ, અત્યારે જ.
હવે અષ્ટાવક્રની પણ એક વાત છે કે: "રાજન, કરવા જેવા કર્મો કે નહીં કરવા જેવા કર્મો, તેમાં સુખ-દુઃખ જેવા દ્વંદ્વો કોના અને ક્યારે શાંત થયા છે? આવું જાણી અને આ સંસારમાં વૈરાગ્યશીલ થઈને, વ્રત-કર્મ વગરનો અને ત્યાગ પરાયણ થા." સંસારનો ત્યાગ કરવાનો નો મતલબ: આત્મામાં પેસી જાવ. પાછા દાદા એવું કહે છે: "શુદ્ધાત્માને ગુફામાં રહેવાનું." આપણે એમ કે બીજે ક્યાંય જવાનું જ નહીં. એ જગ્યા છોડીને એ આપણી મૂળ જગ્યા છે. ત્યાંથી આપણને કોઈ ઉઠાડી શકે એવું નથી. આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી. "હું શુદ્ધ આત્મા છું." બસ. કંઈ પણ હોય એટલે કહે છે કે "સ્વરૂપમાં લીન થઈ જા." આત્માને એકમાત્ર જાણીને જગતના વિચારો છોડીશું. સુખ-દુઃખ, આશા-નિરાશાને એકસરખા ગણી, જીવન-મરણને પણ એકસરખા ગણી, પૂર્ણતાને પ્રાપ્ત કરીને તું સ્વરૂપમાં લીન થઈ જા. જ્યારે મન કંઈ પણ ઈચ્છે કે શોક કરે, કંઈ છોડી દે, કંઈ ગ્રહણ કરે, હર્ષ કરે, ક્રોધ કરે, ત્યારે ત્યારે બંધન થાય છે.
આ બધી શું છે? લાગણીઓ છે, સંવેદનાઓ. જે આપણે કહેતા હતા ને? આંખોથી જોઈએ, કાનથી સાંભળીએ, આ બધું કરીએ. ડેટા આવ્યો પછી અંદર કંઈક ઊભું થાય વૃત્તિ. એ બધી સંવેદનો છે. એ વાસ્તવમાં આપણને તકલીફ છે અનેવા લોકો સામાન્ય.
રીતે શું કે, આમનામાં તો લાગણી જેવું કંઈ છે જ નહીં. પણ શુદ્ધાત્મામાં લાગણી રાખવાની કઈ જરૂર? કરુણાભાવ તો અવશ્ય હોય, કારણ કે તમે આત્મા છો. કરુણા હોય એ આત્માનો ગુણ છે. પણ દયા કરવાની જરૂર? દયા એ કોણ કરે? અભિમાની લોકો દયા કરે.
આ થોડું અષ્ટાવક્રમાંથી મને સારું સારું મળ્યું છે. થોડું ઝડપથી જોઈ લઈએ આપણે. જસ્ટ એક થોડું થોડું વાંચી લો. તમારા પાસે પણ આવું બધું હશે કે જે તમને હેલ્પિંગ હશે. તો એને રાખો. આ બધી ટ્રેઝર છે તમારો.
ઓકે, નાઉ વી આર કમિંગ ટુ ધીસ ભક્તિ. આત્માની ભક્તિ કરવાની. અહીંયા ઈશ્વર પણ આવ્યા. કાલ આપણે કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઈશ્વર સાથે એકતા સાધવી. આપણો ઈશ્વર, પરમેશ્વર, આપણો આત્મા જ બનાવી દેવાનો. બીજા કોઈ ઈશ્વરની આપણે ભક્તિ પછી કરવાની જરૂર પડશે નહીં.
પણ વ્યવહારિક વખત વખતે જો આપણે કંઈક કરવાની આવતી હોય, તો આપણે એ બધું કરી લેવાનું. એમાં પછી આપણને બંધનકર્તા ના હોવું જોઈએ, હરકતકર્તા ના હોવું જોઈએ. કે આપણે છીએ શું? કોણ? શુદ્ધઆત્મા. વાંધો કોણ ઉઠાવે? બાવો. નહીંતર પેલો અહંકારી. બરાબર? હવે આપણે એનાથી દૂર થઈ ગયા છીએ એટલે આપણને કોઈ તકલીફ ના આવે.
તો ભક્તિ કેવી રીતે કરવી, એના વિશે અહીંયા આપણને કીધેલું છે. આને આપણે થોડીક વાર રહીને લઈએ. મને લાગે છે કે આપણે કસરત કરવાનો સમય થયો છે. શેલવી, તો હું કોને બોલાવું? તમે આવશો બેન અહીંયા? હા, ડેમોન્સ્ટ્રેટ.
ચાલો! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આનંદથી કરો. ઝૂલવાની મજા આવે છે, નહીં? અંગૂઠો અંદર. પૂરા 25.
હવે જો, એક બીજી કસરત બતાવું. આવી રીતે ઊભા રહો થોડી વાર. ખુરશીમાં જસ્ટ આમ બેસવા જાવ છો, પણ બેઠા નથી. હવે શ્વાસ લો. નાભિ ઉપર ધ્યાન રાખજો. કસરત કરીને આપણે શ્વાસ જે ચડ્યો છે, તે નોર્મલ થાય ત્યાં સુધી ઊભા રહો. ગો ડીપ ડાઉન ઇન યોર નેવલ, સોર્સ ઓફ ઓલ એનર્જી. યુ કેન ક્લોઝ યોર આઈસ. રેઝ્યુમ નોર્મલ પોસ્ચર. ગુડ.
કંઈ કસરત નહીં કરવાની એવું નહીં. પછી એ ના કરવાનું બાનું ના હોવું જોઈએ કે, "મારી પાસે તુલસી નથી એટલે આજે મેં કસરત ના કરી." રાઈટ. એક બીજું પણ. છેલ્લી. ના, ના. આ બધી કસરત કર્યા પછીથી આપણો શ્વાસ એક લેવલ ઉપર થોડોક અપ થયો હશે. તે નોર્મલ થાય ત્યાં સુધી આપણે બેસી રહેવાનું. શ્વાસ લીધા કરવાનું. એવી રીતના એની રિધમ પર જ ચાલશે. ધીરે ધીરે ધીરે કરતા નોર્મલ થઈ જશે. પછી આપણે ઊભા થઈ જવાનું. બરાબર? અને પગ બરાબર મજબૂત થશે.
આ શું કર્યું? આપણે ઉપરના ભાગની બધી બહુ કસરત થઈ, પણ નીચે પગને પણ તો મળવી જોશે ને થોડી સ્ટ્રેન્થ? એટલા માટે બેઝ પાક્કો હોય એટલે આપણું કામ થઈ જાય. સંસારની અંદર સ્ટ્રોંગ હોવું જોઈએ. બધું આપણે હાથમાં છીએ. મજાક થોડી? એમ કે કોઈ પણ કંઈ પણ મજાક કરે એવું થોડી ચાલે? આર વી બેક નાઉ? એક-બે જણ બાકી લાગે છે, તો આપણે થોડી ભક્તિ વિશે...
વાત કરીએ તો, ભક્તિ એટલે શું? કે ઈશ્વર સાથે, પરમેશ્વર સાથે, આત્મા સાથે આપણે એકતા અને અભેદતા એસ્ટાબ્લિશ કરવી છે. કેટલાક એને યોગનું પણ નામ આપે છે. આ બધી વસ્તુ ઇન્ટરચેન્જેબલી વપરાયા જ કરતી હોય છે, પણ શાસ્ત્રની અંદર એવું કીધેલું છે કે ઈશ્વરને યાદ કરતા જ ઈશ્વર ઉપર તરત જ આપણને આમ એટલો બધો ભાવ ઊભો થઈ જાય. પણ આપણે એ ભક્તિ જો આપણે ખરેખર જો સમજણપૂર્વક કરીએ, તો એનો આપણને બહુ સારો ફાયદો મળી શકે.
એટલે સામાન્ય રીતે બહુધા જન સમાજ ભોગને સુખ સમજીને ઇન્દ્રિય સુખમાં જીવન પસાર કરતું હોય અને એ લોકો પ્રાર્થના, પૂજા, ધૂપ, દીપ, નૈવેદ, મંત્ર જાપ, ફૂલહાર આ બધું કર્યા કરે. પણ આ બધું ભક્તિ માટેનું વાસ્તવમાં બહુ જ બેઝિક પ્રાથમિક કાર્ય છે, કે શરૂઆત આપણે ક્યાંકથી કરવી પડે. એવું કહેવાય છે કે મનુષ્યના ૧૪ લાખ થર છે, લેયર્સ. ૧૪ લાખ! આટલા ૭૦૦-૮૦૦ કરોડ માણસોને બધા જો આમ બધાના ખોખા બનાવ્યા હોય, ૧૪ લાખ ખોખા, તો બધા એ ખોખાની અંદર આપણે મૂકી શકીએ. આ બધાય માણસોને અલગ અલગ રીતે ક્લાસિફિકેશન કરીને. તો એટલા લેયર આપણી પાસે છે કે ૧૪ લાખ. એટલે દરેક માણસ કોઈક તબક્કે હોય, કોઈક ઉપર જતો હોય, ત્યાંથી કોઈક નીચે જતો હોય. કર્મનો સિદ્ધાંત લાગુ પડી જાય છે. એમના ઇન્ટેન્શન શું શું છે, એમના આશય શું છે, એના પ્રમાણે એમના જીવનની અંદર ઉથલ પૂથલ થયા કરતી હોય છે.
તો આ નિયમિત આપણે જો ભક્તિ કરીએ તો એ શું છે કે એક જાતનું કર્મકાંડ નથી. ખરેખર તો એ હૃદય અને આત્માની સ્ફૂરણા છે. તમને આમ એવું થાય છે કે આજે મારે ભગવાનની ભક્તિ કરવી છે અને પછી તમે બેસો તો એમાં ભલીવાર આવશે. પેલું તો શું છે? રૂટીન છે. તમે કામ બસ પૂરું થઈ ગયું કામ. ઘણા પહેલા સ્ટોર ઉપર ગયા હોય ને આપણે કોઈક વસ્તુ લેવા માટે, તો હું ઘણીવાર જોઉં. દુકાનદાર હોય, તો એમની ભક્તિ થઈ ગઈ. નજર એની પેલાની ઉપર હોય, આ કસ્ટમર જતો ના રહે. અને પેલો છે ને માણસ સાંભળતો ના હોય એનો, એને જે રાખેલો હોય આસિસ્ટન્ટ બધા બે-ત્રણ રાખેલા, તો એ લોકો ધ્યાન ના આપે. એ લોકોને પેલા ગ્રાહક ઉપર આટલી બધી પેલી પ્રીતિ ના આવે એને એટલું બધું. એટલે એ લોકો થોડુંક ઇગ્નોર કરતા હોય કે આપણે થાય છે યાર જવા દો ને. થોડા પેલા અમુક સરકારી કર્મચારીઓને કેવું ઘણી વખત એટીટ્યુડ જોઈએ ને એના ટાઈપનું આમ હોય એ લોકોનું બી પ્રાઇવેટ હોય તો બી.
તો પેલા પાછા લાઈને એમને કે ભાઈ આમને એટેન્ડ કરો ને એમ કહેવા એવું માંગે છે, પણ એ આમ આમ કરતાં કરતાં. તો આ ભક્તિ નથી એમ કહેવા માંગે છે.
ચાલો, તો ભક્તિ છે ને એના નવ પ્રકારો કીધેલા છે અને દરેક માણસ ક્યાંક ને ક્યાંક આ બધા નવે નવનો ઉપયોગ કરતો હોય. તો પહેલી ભક્તિ કઈ? તો કે ઈશ્વર વિશે, પરમેશ્વર વિશે, આત્મા વિશે. જો આ બધા ઇન્ટરચેન્જેબલ છે. એક લેવલ ઉપર વેન યુ ટોક અબાઉટ ઈશ્વર તો અલ્ટીમેટલી.
એ ઈશ્વરને પણ જવાનું ક્યાં છે? મૂળ સ્થાન ઉપર, પોતાના આત્માની અંદર. એટલે એ પરમેશ્વર, પરમાત્મા, પરબ્રહ્મ, આત્મા; જે કહેવું હોય તે કહેશો, પણ ત્યાં છે. તો એના વિશે, અને એ ક્યાં છે? દરેકની પોતાની અંદર છે.
હવે એના વિશે આજે કઈ બધું આપણે કરીએ છીએ, તો એને શું કહેવાય? શ્રવણ. પછી આમ આમ કરતાં કરતાં તમે સાંભળતા હોય તો એ શ્રવણ ના કહેવાય, એ વાત જુદી છે. પણ જો 'એટેન્ટીવલી' જો વાત કરો, 'ઇફ યુ આર ફોકસ' કે શું બોલાઈ રહ્યું છે, કારણ કે અહીં જે બોલનારો છે ને એ જુદો છે અને આત્મા છે એ જુદો છે. ત્યાં આગળે શું છે? તો કે આત્મા બેઠો છે અને પેલો સાંભળે છે. પાછળ પણ એ છે, એટલા માટે આત્મા છે, એટલા માટે પેલું સાંભળી શકે છે, નહીં તો એનાથી શ્રવણ થતું નથી હોતું. એટલે અહીંયા આત્માની હાજરીનો સતત આપણે અનુભવ કરવો. તો શ્રવણની અંદર પણ તમારો આત્મા હાજર હોવો જરૂરી છે.
દરેક વસ્તુ આપણે, આપણે શું છે કે, આત્માને હાજર રાખીને કરવું જોઈએ. પહેલા વ્યવહારમાં એમ કહેતા હતા કે, "દિલ દઈને કામ કરને ભાઈ, તું દિલ દઈને કામ કર." એવી રીતે આપણે શું કહીએ? "આત્માને હાજર રાખીને જે કરવું હોય એ તું બધું કરજે, પણ 'વિથ અવેરનેસ' કે હું આત્મા છું ને આ બધું થઈ રહ્યું છે. આનો કર્તા હું આત્મા ક્યારેય હોઈ શકું નહીં." તો એ છે, તેને કહે છે કે શાંત ચિત્તે સાંભળવું અને પછી એનું મનન અને ચિંતન કરવું. એટલે એનાથી શું ઊભું થશે? આત્મધ્યાન ઊભું થશે, 'ઓટોમેટિક' એની અંદર.
બીજો સુંદર રસ્તો છે: કીર્તન. કીર્તન ભક્તિ દાદાએ આપી'તી. "દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો! દાદા ભગવાનના અસીમ જય જયકાર હો!" લો, આત્મા હાજર થઈ ગયો. સુંદર મજાની કીર્તન ભક્તિ દિવસમાં જ્યારે અવકાશ હોય, બસ આનંદમાં આવી જાવ, કરો. કોઈ 'કમ્પલશન' ના હોવું જોઈ કે આજ મારે કીર્તન ભક્તિ રહી ગઈ. 'ગિલ્ટ' નહીં હોવું. બસ કરવું, કરી લીધું. અને સૌથી શ્રેષ્ઠ કીર્તન ભક્તિ જેને કહેવાય ને, તો એવા એક પરમ ભક્ત થઈ ગયા. બધા લોકો કરતા હોય છે, પણ આમ છબી ઉપસે છે મનની અંદર કોની? તો કે ચૈતન્ય મહાપ્રભુની. બંગાળની અંદર થઈ ગયા, 'ગૌરાંગ' કરીને (ચૈતન્ય મહાપ્રભુનું બંગાળી નામ). એટલી જબરજસ્ત એમની કીર્તન ભક્તિ ચાલતી હતી કે કીર્તન ભક્તિ કરતાં કરતાં, કરતાલ સાથે એ ડાન્સ કરતા જાય અને પછી કેટલી સ્પીડમાં એ જતા હોય, ચાલતા હોય ને, બસ "હરિનામ હરિનામ લેતા બોલ હરિ બોલ બોલ હરિ બોલ" કર્યા જ કરતા હોય.
તો એ કરતાં કરતાં એ 'આઉટ ઓફ બોડી' થઈ જાય, શરીર પડી જાય, મૂર્છા આવી જાય. થોડોક ટાઈમ પછી પાછા ફરી હોશમાં આવે, વળી પાછું શરૂ કરીને. તો એટલી સુંદર એમની કીર્તન ભક્તિ હતી. એ વખતની અંદર એમને આપણે યાદ કરીએ ને, તો પણ આપણને તરત એ થઈ જશે કે, "ના, આપણે દાદા ભગવાનના અસીમ જય જયકારો આપણે આવી રીતે કરવા જોઈએ." કેમ? તો કે, "હું મારી પોતાની ભક્તિ કરું છું, હું કોઈ બીજાને નથી કરતો." "હું દાદા ભગવાન" એટલે આમ પેલા ત્યાં આગળે દેખાય છે ટોપીવાળા, કોટવાળા એ નહીં, કે "મારો આત્મા, એની જ ભક્તિ હું કરું છું." હવે એમાં કચા શું કરવા રાખવી? આપણે ઘરની વાત છે ને, તો થોડા જાદા કર લો.
પછી કહે છે કે સ્મરણ. સ્મરણ કરવું જોઈએ. સ્મરણ કરવાથી શું થાય છે? 'રીપીટીવલી' આપણે જ્યારે એ વસ્તુ કરીએ. પ્રભુને અનુલક્ષીને કોઈપણ મંત્ર કરો, જાપ કરો, શ્રદ્ધાપૂર્વક પ્રભુને યાદ કરવા અને તેનું સ્મરણ કરવું. હવે આપણો પ્રભુ તો આપણી અંદર બેઠો છે. એટલે આપણે દર વખતે શું કહીએ છીએ? "હું શુદ્ધઆત્મા, હું શુદ્ધઆત્મા, શુદ્ધઆત્મા." રાત્રે સુઈ જઈએ તોય શુદ્ધઆત્મા ચાલ્યો, તમારા આઠ કલાક સુધીને એ બરાબર ચાલતું હોય. કેટલી સુંદર મજાની ભક્તિ થઈ જાય તે વખતે! સવારે ઉઠીએ તોય પાછા આત્મા હાજર ને હાજર.
પછી કહે છે કે પાદસેવન. પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને પ્રભુની આજ્ઞાનું હૃદયપૂર્વક પાલન કરવું. દાદા ભગવાને પણ આજ્ઞા આપી છે. દરેક ગુરુઓ પણ આવી રીતના પોતાના શિષ્યોને અમુક આજ્ઞાઓ આપતા હોય છે કે, "ભાઈ, તમારે આ કરવું, તમારે આ કરવું, આ કરવું." અમુક 'જનરલ' હોય, અમુક 'સ્પેશિયલ' હોય. 'ડોક્ટરો' એવું કરે ને? અમુક 'જનરલ' દવાઓ હોય, તાવ આવ્યો હોય એટલે બધાને અમુક તો દવા આપી જ દેવાની. પણ પછી એને જોઈને આપવું પડે કે ભાઈ એની શું પરિસ્થિતિ છે, એ પ્રમાણેની એને દવા પાજી આપવાની હોય. તો એને એવી આજ્ઞા આપતા હોય છે, એના ગુરુ જે કોઈ હોય તે.
'નેક્સ્ટ': અર્ચન. અર્ચન એટલે ચંદનના પેલા લપેડા લોકો ખૂબ લગાડી લગાડીને ફરિયાદ કરતા હોય. વારાણસીમાં જોયા હતા, મથુરામાં જોયા હતા, વૃંદાવનમાં જોયા હતા. એ અડચન નથી. ખરેખર અડચન એટલે પોતાની જાતને સમર્પિત કરી દેવાની અને પ્રભુને જે પસંદ હોય એ બધું આપણે એને અર્પણ કરીએ છીએ. પ્રભુને ફક્ત આપણો અહંકાર પસંદ છે, બાકી કંઈ નહીં કે, "તારામાંથી તું આ કાઢ એટલે તું મારો જ છે. બસ, આઈ જ જા કે જમા કરી દઉં સો."
પછી વંદન. વંદન ભ કેવા થવા જોઈ? તો કે ભાવપૂર્વક. કોઈને પણ આપણે વંદન કરીએ, "જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ." પેલાને મારતા હોય એવું લાગે બિચારાને સવારના પોરમાં સટાક દઈને. એક લોકો એકબીજાને "જય શ્રી કૃષ્ણ" ફટકારે છે, આપ જોયું છે? મને તો ખરેખર એવું લાગતું હતું હો. તમારી વાત તમે જાણો ભાઈ.
પછી કહે છે કે હાસ્ય. એટલે પ્રભુના ચરણોમાં શીષ ઝુકાવી સાષ્ટાંગ પ્રણામ કરવા. એમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવું એ જ હાસ્યભાવ છે. રોતા રોતા ભગવાન પાસે ના જવાય ભાઈ. શ્રીનાથજી જાવ તોય, દ્વારકા જાવ તોય અને પેલા કૈલાશ માનસરોવર જાવ તોય. તો કે ત્યાં જાવ તો ખરેખર રડું આવી જાય, નહીં? કેટલું બધું કષ્ટ પડે છે માનસરોવર જવામાં તો પણ. તોય આપણે કહેવું, "પ્રભુ, તમે જે કરો તે ખરું." એમ શું? એક શખ્ય ભાવ છે, આઠમી ભક્તિ કહે છે શખ્ય.
ભાવની અંદર શું કહે છે? પ્રભુની સાથે મિત્રભાવ કેળવવો એટલે આપણો બોસ તો આપણી અંદર બેઠેલો છે. અહંકારને કે બાવાને કહી દેવાનું, "તું યાર આની જોડે ભાઈબંદી કરી લે, તારું કામ થઈ જશે."
અને એ બહુ સરસ કહેતા દાદા કે તમારે અરીસાની અંદર બેસીને પ્રતિક્રમણ કરવું. એટલે આમ જોવાનું એની સામે બેસીને કે, "ભાઈ, જો હવે તું છે ને, હું છે, હું શુદ્ધ આત્મા છું, બરાબર? હવે તારી અંદર મેં આ બધા નાચ-નખરા જોયેલા છે. તારે હવે ક્યાં સુધી આ બધા નાટારંગ ચલાવવા છે? તારે આમાં સુધરવું છે? તારે આમ કરવું છે? તેમ કરવું છે?" બધું જે કંઈ કહેવા જેવું હોય એ બધું ઠપકો આપવાનો એને. પણ થોડો આપવાનો હો, બહુ નહીં. અને આત્મા બનીને આપવાનો, નહીં તો પછી ડિપ્રેસ થઈ જવાશે. કારણ કે શું થાય છે? દોષ દર્શન કરો છો. હવે દોષ દર્શન કરતી વખતે જો તમે શુદ્ધાત્મા ભાવની અંદર હશો, તો તમને સ્ટ્રેન્થ મળી રહેશે નેસેસરી હોલ્ડ કરવાની તે ટાઈમે. નહીં તો સરતા જશો અંદર ડિપ્રેશનની અંદર. એટલે થોડુંક ધ્યાન રાખવાનું.
ઓકે, લાસ્ટ થિંગ એ છે કે, "પ્રભુ, બસ તમારો છું." જે છે આમ કરી દેવાનું. સંપૂર્ણ સમર્પણ એને કહે છે આત્મનિવેદન. આ જે કંઈ છે એ બધું, "એ પ્રભુ, તમારું જ છે." "પત્રમ પુષ્પમ ફલમ તોયમ સમર્પયામી." "અહંકાર મયા દત્તમ ગ્રહણમ પરમેશ્વર." બોલો, આપણે ખરેખર કરો, બહુ મજા આવશે. "અહંકાર મયા દત્તમ ગ્રહણમ પરમેશ્વર." "અહંકારમયાદત્તમ." અહંકાર, "અહંકારમયાદત્તમ." કેવું લાગે? જો આકાશ થઈ ગયું ને અંદર? ઉઘાડ થઈ ગયું. બધું આમ ચોખ્ખું થઈ જાય ધીરે રહીને. શું થોડું બોલવાનું આપણે?
એટલે આ ચાર વેદના જે મહાવાક્યો છે: "પ્રજ્ઞાનમ બ્રહ્મ" (કોન્શિયસનેસ બ્રહ્મન), "અહમ બ્રહ્માસ્મિ" (હું બ્રહ્મ છું), "તત્વમસિ" (તે તું છે). સામે જોઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ, "તત્વમસિ." અને "આઈ એમ આત્મા બ્રહ્મણ" (ધ સેલ્ફ ઇસ બ્રહ્મ). જે આત્મા છે તે જ બ્રહ્મંડ છે. આના ઉપર પણ આપણે ચિંતન, મનન, અભ્યાસ વગેરે કરી શકાય. ગુરુકુળની અંદર, પરંપરાની અંદર જે ૨૫ વર્ષ માટે બ્રહ્મચર્યનું પાલન કરીને જે બ્રહ્મચારીઓ ત્યાં આગળ તૈયાર થતા હતા, યજ્ઞ પવિત્ર એટલે કે ઉપનયન સંસ્કારથી શરૂ કરીને, તો ૨૫ વર્ષ થાય નહીં ત્યાં સુધી એમનું જે કોન્વોકેશન થતું. ૨૫ વર્ષ પૂરા થાય એટલે પછી કહે કે, "હવે તમે બધા તૈયાર થઈ ગયા. જાઓ, હવે તમે બધા પરણી જાઓ." અને "ગૃહસ્થ આશ્રમ કરો અને સ્થિર થાઓ ત્યાં આગળ." ૨૫ વર્ષ સુધી તમે એનું પાલન કરજો. તો એ વખતે એમને છેલ્લે આ આપવામાં આવતા હતા કે, "જાઓ, આના પર તમે હવે નિરંતર ચિંતન, મનન, અભ્યાસ વગેરે કરજો." રાઈટ.
આ છે ને થોડું આપણે મન જ્યારે ચગડોળે ચડ્યું હોય ને, ત્યારે આપણે એને વધારે ચગડોળે ચડાવી દેવાનું આવી રીતે કરીને. ઢોલ લકાવાય. "સચ્ચિદાનંદ." "શુદ્ધઆત્મા." "હું કર્મ કરું છું," એ કર્તા-ભોક્તા એ અજ્ઞાન છે, એ ભ્રાંતિ છે, આભાસ છે. આટલું આપણે ધીરે ધીરે ધીરે ધીરે પકડતા જવાનું કે ભઈ દર વખતે એમ થાય કે, "હું હમણાં કરું છું," ને આપણે આમ બોલી કાઢીએ એટલી સ્વાભાવિકતાથી. પણ તે વખતે આપણને તરત પકડાવવું જોઈએ કે, "હું કર્તા નથી." એમ પેલા કહે, "અહીંયા આવો ને," તો કહે, "હા, હું હમણાં જ આવું છું." પણ તે વખતે આપણે બોલીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે, "હું અહીંથી ક્યાંય જતો નથી. હું જ્યાં છું ત્યાં જ રહું છું. આ બોડી મૂવ કરે છે."
દાદા એવું કહેતા હતા કે તમે જો ટ્રેનમાં બેસો અને અમદાવાદથી તમે મુંબઈ જવા નીકળ્યા છો. હવે તમે એમ પૂછો, "ક્યાં જાઓ છો?" તો કહેશો તમે કે, "હું મુંબઈ જાઉં છું." તો મુંબઈ જતા પહેલા તમે થાકીને લોથપોથ થઈ જશો. પણ તમે એમ કહો કે, "આ ટ્રેન મુંબઈ જાય છે ને હું એ ટ્રેનમાં બેઠો છું." શું? "હું ટ્રેનમાં બેઠો છું." તો તમને બિલકુલ થાક લાગશે નહીં, ફ્રેશ ઉતરશો ત્યાં. તો કોઈ કશું કરી શકે નહીં. એવું છે ખરેખર તો. કુદરતનું આજે લીલા જે એવી મસ્ત ગોઠવાયેલી છે, આમાં કોઈને કશું કરવાનો પાવર આપેલો જ નથી. આ બધું જે છે ને એ ચાલ્યા જ કરે. એટલે બહુ સારો શબ્દ વાપર્યો હતો: "સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ." દાદાને આટલો ભારેખમ શબ્દ અંગ્રેજીનો કેમનો આવડ્યો હશે એ તો અમને ખબર જ નહોતી. અને અમે પૂછતા હતા એમને, "દાદા, દાદા, તો ઓક્સફોર્ડ વાળાને ચક્કર આવે એવું અંગ્રેજી બોલો." તો કહે કે, "ભાઈ, જો, હું છે ને બહુ થોડું ભણેલો છું, પણ આ બસ આમ અંદરથી નીકળે છે," કહે છે.
તો એક હું ત્યારે જ નાનો એટલે મને એવું થાય કે આ કેવી રીતના વાત કરે છે? પણ આજે ખબર પડે છે. એટલે આમાં શું શું છે કે આમ પડે ને ત્યારે જ આપણને ખબર પડે, ગમ પડે.
"હું સંસારમાં સર્વ અવસ્થાઓમાં સંપૂર્ણપણે, સર્વાંગપણે, નિત્ય મુક્ત એવો કેવળ શુદ્ધ આત્મા છું." પકડો. "હું સંસારમાં સર્વ અવસ્થાઓમાં સંપૂર્ણપણે, સર્વાંગપણે, નિત્ય મુક્ત કેવળ શુદ્ધઆત્મા છું." "હું જેમ સર્વ વસ્તુઓમાં સંપૂર્ણપણે પણ દિવ્ય એવો કેવળ શુદ્ધ આત્મા છું." "હું કેવળ આત્મ પ્રકાશ છું." "હું કેવળ આત્મ પ્રકાશ છું." "હું કેવળ આત્મ પ્રકાશ છું." "હું કેવળ આત્મ પ્રકાશ છું." સ્થિર થઈ જાઓ. જય સચ્ચિદાનંદ.
ચાલો આગળ. આ તો આપણે કાલે પણ થોડીક વાત કરી હતી. ચૈતન્ય છે, અવિનાશી છે. એટલે ભરોસો કોની પર કરવાનો? એ ખાલી એની પર જ કરવાનો. આ દેહ, મન, વચન, કાયા બધું શું છે? દગો કરી શકે વખતે. એટલે આત્મા જ પરમ સત્ય છે. એકમાત્ર વાત પકડજો. બાકીના બધા સત્યો માટે જે લડમલડા, વડમવડા ચાલે છે બહાર, તેને અંદર બિલકુલ પડવાનો પ્રયત્ન કરશો નહીં. તો તમે ઝડપથી છૂટી જશો. એટલે એવો ભાવ બનાવી લો કે હવે આ બધા પડવા જેવું નથી. એટલે એનાથી તમારો ભવ બની જશે અને તમને આ જન્મે કે આવતા જન્મે છોડાઈ દેશે. એટ ધ મોસ્ટ મોડું થાય તો એમાં ૧૧:૩૦ ના બદલે ૧૨ વાગે, બસ બીજું કંઈ ના થાય એમ. મોક્ષ એટલે શું? આ ત્રણ વસ્તુઓ છે: ધર્મ, અર્થ અને કામ. એ ત્રણેય જે છે તેમાંથી જ નીકળે છે ખરેખર તો તમારે આ ધર્મ...
અર્થ અને કામ, એ ત્રણેય જો પ્રોપર કરશો રિવર્સ જર્નીની અંદર, તો તમને મોક્ષે ચોક્કસ પહોંચાડી દેશે. આમાં કંઈ ચિંતા કરવા જેવું હોતું નથી. આજે સંસારની અંદર આપણે જે કંઈ છે, તેના માટે વાત કરી છે. અર્થ માટે કે વડીલોપાર્જિત આપણને જે કંઈ મળ્યું હોય, જે કંઈ દ્રવ્ય આપણને મળ્યું હોય, તો આપણી એક ફરજ છે કે એની અંદર આપણે પ્રમાણિકતાથી કામ કરીને થોડીક એમાં આપણે વૃદ્ધિ કરવી. દસ-વીસ ટકા એટલું આપીને જવું કે પછી છોકરાને, છોકરાના છોકરાને, છોકરાના છોકરાને બધું પહોંચે. ત્યાં સુધી કંઈ કરવાની જરૂરત હોતી નથી. એટલે પોતાના નિર્વાહ જેટલું આવશ્યક હોય, એટલી જ હકનું હોય એટલું કરવા માટે કામ કરવું. બાકીનું બધું જો આવ્યું પણ હોય તો આપણે દાન, સહાય જે કંઈ કરી શકતા હોય એવું કરીને મુક્ત થઈ જવું, છૂટા થઈ જવું.
આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વૃત્તિની શુદ્ધિ – આ ત્રણ થશે તો તમને સંતોષ રહેશે, નહીં તો સંતોષ રહેશે નહીં. એટલે કહ્યું હતું કે યમ અને નિયમનું પાલન કરો. ભાઈ, તમારે કોઈપણ પ્રકારનો યોગ કરવો હોય ને, આત્માનો પણ છેવટે તો તમે કરવા તો એ જ જાવ છો ને? આત્મયોગ, આત્મસંયમ યોગ, આ બધું કહ્યું છે. અચ્છા, આહાર કેવો? સામાન્ય, સીધો સાદો હોવો જોઈએ. તો એનાથી આપણને બહુ દોષ ના થાય. ઘણાને રાત્રે પેલું એસિડિટી થઈ જાય, ઘણાને વાયુ પુષ્કળ થઈ ગયો હોય, ગૂંચામણ થાય ને પછી આ હાર્ટ બંધ-ચાલુ થઈ જાય. કોઈકના છે તો પેલો બ્રેઈન સ્ટ્રોક અડધી રાતે આવી જાય. બધી દોડધામ થઈ જાય છે ફેમિલીની અંદર. બધાયને આપણે કેટલી ઉપાધિમાં મૂકી દેતા! એટલે કે આહાર. હવે આ બધું છે ને પેલા પિઝા હટવાળાને ના કહેવા જોઈએ. આપણે દૂધ છે, ચાવલ, થોડું એલચી, કેસર, સાકર આવું બધું નાખીને આપણે જો થોડુંક આમ એક વાટકો મળી જાય ને, તો એનાથી આપણને સંતોષ રહેવો જોઈએ.
ખરેખર તો આ તો આપણી પાસે હોય એટલા માટે. એવું ના હોય તો પછી આ છાસ છે, ચાવલ છે, જીરું છે, સિંધવ નાખીને થોડુંક આમ પકવીને મૂકી દીધું, એક વાટકો કરી લીધું. એટલે પછી સાંજ સુધી બૂમ પાડે. સાંજે તો ખાવાની બહુ જરૂર પડે નહીં. હવે એક લેવલે પહોંચી ગયા છો, શરીરને હવે શું છે? મેન્ટેન જ કરવાનું છે ખાલી. અને પછી જો આટલું બધું ખાવાનું જ નથી, તો પછી આટલી બધી દોડધામ શા માટે?
એટલે આવું જે જે છે, એ જે કંઈ તમે બનાવો તો કુકર કે એલ્યુમિનિયમમાં નહીં બનાવો. પ્રિફરેબલી માટીના વાસણની અંદર બનાવો. આ શું છે કે તમારે છ મહિના જો આવો આહાર કરશો ને, આ પ્રયોગ કરવા જેવી બાબતો છે. એટલે એક્ઝામિન કરો તમારા ચિત્તની અંદર કેટલો ફેર પડે છે. એક મહિનામાં, બે મહિનામાં જાતે કરશો પ્રયોગ, તમને તરત ખબર પડી જશે. "ના, વાત બહુ સાચી છે." તો આ અને તમને હરકત નહીં કરે. જે શરીરની અંદર, મનમાં જે કાંઈ હશે, બધા રોગ હશે, એ બધુંય કારણ કે હવે તમારો નવો ઇનપુટ મળતો નથી. તો આ બધાય ચાલ્યા જ હશે. સિવાય કે તમારે ભોગવટો હોય. ભોગવટો હશે તો તેની અંદર પણ હળવાસ આવી જશે. કારણ કે નવો લોડ હવે મુકતા નથી. જે જૂનું હતું એ ધીરે ધીરે ખરી જશે ને પછી પૂરું થઈ જશે કામ. એટલે જે મળે તે, નહીં કે જેની ઈચ્છા થાય તે. એવી રીતના આપણે જીવન પૂરું કરવાનું.
ખાવાનું જે કાંઈ હોય તે આપણે અને એકદમ આનંદથી જીવવાનું. શુદ્ધઆત્મા બનીને ગયા આપણે. આને જરૂરત નથી, જાવા દો.
"નેક્સ્ટ: ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાત." જે આપણે શિવ ભગવાનનો જે મંત્ર છે, "ૐમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ," એના પછી "ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાત." તો લક્ષ્ય શું છે? કે ડાળ પરથી જેમ સૂકા પર્ણ ખરી પડે તેવી રીતે પ્રત્યેક સેલ, કોષ બધામાંથી વિકારી ઉર્જા અને અજ્ઞાનને મુક્તિ આપું છું. આપણે એવું વિચારવાનું મંત્રોચ્ચાર કરતી વખતે. ઘણા લોકોને એવી હોય છે ઈચ્છા. અને પછી તો કે પવિત્ર પ્રકાશ, આત્મજ્ઞાન, આત્મભાન મારી અંદર સ્વયં પ્રકાશ નાભીમાંથી નીકળે. "ધીસ ઇસ સેન્ટર." બર્થ માટે બી આપણે અહીંયાથી જ માતા સાથે જોડાયેલા હતા. તો બસ એ ત્યાંથી આમ પ્રકાશ પ્રસરી રહ્યો છે અને આખા શરીરમાં બધે વ્યાપી રહ્યો છે. ચૈતન્ય સ્વરૂપ છીએ આપણે તો. અને દરેકનો આત્મા એના શરીરની અંદર જ હોય છે. અને દેહ પ્રમાણ હોય, નાનો ના હોય, મોટો બી ના હોય, બરાબર.
એક્ઝેટ એ જેટલો હોય એટલો જ હોય. અને આમ જોડે જોડે હોય પણ છતાંય ગમે તેટલી વસ્તુઓ સાયન્સ એવું કહે છે કે કંઈ પણ બે વસ્તુઓને જોડે મૂકો છતાંય વચ્ચે તો થોડો સ્પેસ રહી જ જાય. જડબેસલાખ કશું ચોંટી શકે નહીં.
"ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર મેવચ, આગતા પવિત્ત સમૃદ્ધિ આત્મજ્ઞાનમ સ્થિરોભવ." મારી અંદર બસ આટલું જ મને આવી સમૃદ્ધિ જોઈએ છે કે પવિત્ર સમૃદ્ધિ જોઈએ છે. કદરૂપી નથી જોઈતી. કકળાટ કરે એવી લક્ષ્મીની લાઈન શું કરવાનું? ઘરની અંદર કંકાશ પેદા કરે, છોકરાઓની, આપણા ફેમિલી મેમ્બરની બધાની બુદ્ધિઓ બગડે, કંઈક જાતજાતનું વર્તન કરવા માટે. તો એના માટે કંઈ આ સંસારની અંદર બહુ મહેનત કરવા જેવી. મહેનત કરવાની હોય તો બસ આના એકના માટે કરવી જોઈએ. આવી રીતે યા, બસ એ આપણે કર્યું. "અહમ પશ્યંતિ મમ સ્વરૂપમ સદા." હું હંમેશા મારા સ્વરૂપનું ધ્યાન કરું છું. ભગવાન શિવ પણ કૈલાશ ઉપર પર્વત ઉપર બેઠા છે તો પોતાના આત્મા સ્વરૂપ જે છે, આત્મા છે, તેનું જ એ ધ્યાન કરી રહ્યા છે ત્યાં બેઠા બેઠા. હવે પાછા એક દિવસ એમને આવવું પડશે અહીંયા સત્યમની જેમ જ બેસવું પડશે, પાછું ફરી આ બધું કરવું પડશે, પછી એમનું ઠેકાણું પડશે.
ચાલો, આ નવધા ભક્તિના એક્ઝામ્પલ છે. શ્રવણનો એક્ઝામ્પલ છે કે પરીક્ષિત. આ નવધા ભક્તિ નવ રીતે જે પદ્ધતિ કરી હતી, તેમાં જ બેસ્ટ લિસનર કોણ હતો? તો કે પરીક્ષિત રાજા હતો. કેમ એવું થયું હતું? તો કે સાત દિવસ સુધી એણે શ્રીમદભાગવતનું શ્રવણ કર્યું. સામે સુખદેવજી બેઠા હતા શરૂઆત જ્યારે કરી ત્યારે.
તો પરીક્ષિત જે હતા, તે શું કહે છે? પરીક્ષિત ગંગાતીર, ભાગીરથીના નિર્મળ નીર પાસે ચાલે છે. પછી ત્યાં આવીને તેઓ ઊભા રહ્યા અને સામેથી સુખદેવજીને આવતા જોયા. "પધારો આપ, મારું કામ કરો કે મને એમ કે આ શ્રીમદ્ ભાગવત શ્રવણ કરવું છે." એટલે સુખદેવજી તો એકદમ એવર રેડી. બિલકુલ, આપણને જ્યારે પણ હરિનામ લેવાનું થાય તો એમાં કંઈ વાર કરવી જોઈએ નહીં. સુખદેવજી તો તરત તૈયાર બેસી ગયા અને ત્યાં આગળ ભાગવત કથા શરૂ થઈ.
ત્યાં રાજાને બેસવાનું હોય એટલે પછી રાજા ગમે ત્યાં બેસી જાય. બાકીના બીજા બધા જે હોય એ સાહેબ, ખુરશી આમ તેમ બધું ગોઠવાતું ગયું. મંડપ બની ગયો, આ થયું, તે થયું. બધા લોકો પછી દેવી-દેવતાઓ સહિત, સુખદેવજીના પિતાશ્રી વ્યાસજી ખુદ, બધા જ આવીને બેઠા અને ભાગવત સપ્તાહ ચાલુ થઈ. બહુ સુંદર રીતે બધાએ સાત દિવસ સુધી શ્રવણ કર્યું.
હવે શ્રાપ એ હતો કે આ પરીક્ષિતને એક તક્ષક નામનો નાગ સાતમા દિવસે કરડવાનો અને એનું મૃત્યુ થવાનું. કારણ શું હતું? તો કે એક ઋષિના આશ્રમમાં એ ગયો હતો જ્યારે એ પહેલા શિકાર કરવા ગયો હતો. બધા રાજાઓ શિકાર બહુ કરે. એ જમાનામાં શિકાર એટલા માટે કરતા હતા કે જંગલી પશુઓને મારે એ લોકો કે જે ડોમેસ્ટિક એનિમલ હોય એને તકલીફ કરતા હોય. એટલે બધા કંઈ વાઘસિંહને મારી જ નાખતા હતા એવું પણ નહીં હતું, પણ જે તકલીફ કરતા હોય. આજે પણ એવું જ કરવામાં આવે છે, એ વખતે પણ એવું કરતા હતા.
હવે એ કરતી વખતે એ શિકાર કરવા ગયો તો. રોજ જે રેગ્યુલર મુગટ પહેરતો હતો એ મુગટ પહેરવાના બદલે એમણે એક એવો મુગટ પહેર્યો કે જે સ્વદ્રવ્ય ઉપાર્જિત ન હતો. મતલબ એની અંદર કળી પેસી ગયો હતો. હવે જ્યારે પર કોઈ જો પરધન જ્યારે જ્યારે પણ આવે ને ઘરની અંદર બરબાદી જ લાવે હંમેશા. એક આ નિયમ યાદ રાખવો આપણે જો આપણે સુખી રહેવું હોય, સંતોષી રહેવું હોય તો કે પરધન ના જોઈએ, પરદારા ના જોઈએ. પરનારી, પરપશુ કશું જ આપણા ઘરની અંદર હોવું જોઈએ નહીં.
હવે આમનાથી આ ભૂલ થઈ ગઈ એટલે એ મુગટ પહેરીને એ મૃગયા રમવા ગયા, એટલે કે શિકાર કરવા ગયા. અને ત્યાં આગળ ગયા, શિકાર તો કર્યો. પછી તરસ લાગી હતી એટલે આશ્રમમાં ગયા. આશ્રમમાં ગયા તો રાજાને પોતે અને પાછો મુગટ બુગટ પહેરેલો. ત્યાં પહોંચ્યા અને કોઈ સામે પણ નહીં આવ્યું એટલે એને તો બહુ ઓછું આવી ગયું. હવે બૂમો પાડી હશે એમણે, "હું રાજા છું, પરીક્ષિત રાજા આવ્યો છું. તમે મારા રાજ્યની પ્રજાને મારું આવું સન્માન ન કરો," એમ તેમ બધું. કોઈ સાંભળનારું જ નહતું. ત્યાં ખૂણાની અંદર એક ઋષિ બેઠા બેઠા તપશ્ચર્યા કરતા હતા. એટલે એ તો દેહની પણ બહાર નીકળી ગયેલા હોય એવી પરિસ્થિતિની અંદર હતા.
હવે પરીક્ષિતે નજીક જઈ અને ત્યાં આગળ જોયું કે આ બેઠા છે ધ્યાનમાં, મને સાંભળતા નથી. એટલે એને બહુ જ અહંકાર આવી ગયો. એટલે એક મરેલો સાપ હતો, પેલું તીર એના એમાંથી કાઢીને મરેલો સાપ હતો એના ગળાની અંદર આમ ફરતો ફેરવીને એ જતા રહ્યા. અહંકારે કરાયેલું કામ.
બરાબર, હવે એમનો દીકરો જે ઋષિ હતા તેમનો જે બહાર ગયો હતો તે પાછો આવ્યો. એને જોયું કે મારા પિતાશ્રીના ગળાની અંદર આવી રીતના સાપ કોણ મૂકીને ગયું? એટલે એને તરત શ્રાપ આપ્યો કે આ જેણે પણ આ કૃત્ય કર્યું છે એને સાતમા દિવસે તક્ષક નાગ કરડશે. તક્ષક નાગ સાથે એને દોસ્તી હતી. આપણે મનુષ્યો છે ને તો દેવો સાથે, નાગ સાથે, દાનવો સાથે બધાની સાથે આપણી કોમ્પેટિબિલિટી છે. અમુક લોકોને અમુક લોકો થાય ના ફાવે એવું બધું ખરું, પણ આપણા મનુષ્ય આપણને બધાને જોડે ફાવે. એટલે નાગલોકની અંદર પહેલાના જમાનામાં લોકો મનુષ્યો જઈ પણ શકતા હતા. અર્જુન પણ ગયો તો, ઉલૂપીને કોકના પરણીને નાગકન્યાઓને લઈ આવ્યો તો. આવા આવા બધા દ્રષ્ટાંતો તમને મળશે.
તો કહેવાનું એ હતું કે આવી રીતના એને જે શ્રાપ મળ્યો. બીજી બાજુ પહેલા રાજાને એમ થયું, ઘરે પહોંચ્યા મહેલની અંદર. મુગટ જેવો ઉતાર્યો ને એમ થયું કે મારાથી કંઈક ખોટું, શું ખરાબ થઈ ગયું છે પણ મને ખબર પડતી નથી કે શું છે, શું છે. એટલે વિસ્મૃતિ થઈ ગયેલી કે એમણે શું કામ કર્યું હતું તે વખતે. એટલે એ બહુ બેચેન હતા. રાત્રે પણ ઊંઘ ના આવી. બીજા દિવસે સવારમાં સભા ભરીને બેઠા કે ભાઈ, મને છે ને તો કંઈક અજંપો થઈ રહ્યો છે, મજા આવતી નથી કે કંઈ સારું નથી લાગતું. શું કારણ હોઈ શકે જરા મને જણાવો. એટલે બધા જ્ઞાનીઓ બેઠેલા હોય, બધા અટકળો કરે કે રાજાને કંઈ એસિડિટી થઈ હશે, કંઈ થયું હશે કે ડાયજીન આપો, આમ તેમ બધું ચાલતું હતું.
મીન ટાઈમ, આગલી સાંજે જે પેલો ઋષિપુત્ર ગયો હતો એને એના પિતાને ગળામાંથી આ કાઢીને લીધો શ્રાપ આપ્યા પછીથી. અને એના પિતા સમાધિમાંથી જાગ્યા. જાગ્યા એટલે પછી પુત્રએ કીધું કે તમારા સાથે આવું થયું હતું અને મેં આવી રીતના શ્રાપ આપ્યો છે. હવે પહેલા તો સમાધિસ્થ હતા એટલે એ આવું બધું જોઈ જાણી શકે. બધા ત્રિકાળ જ્ઞાનીઓ હતા એ જમાનામાં. તો એમને જોયું કે આને શ્રાપ આપ્યો છે એ ખરેખર તો રાજા છે. તો કે, "અરે, તે બહુ મોટી ભૂલ કરી. કેમ? તો કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ના મરજો." અને ત્યાં શું કરી નાખ્યું? એટલે દીકરાને પણ રિયલાઈઝ થયું કે વાત તો સાચી છે, પણ હવે થઈ ગયું. "પિતાજી, મારે શું કરવું આનું? હવે હું શું કરું? મારું પ્રાયશ્ચિત શું?" એટલે કે, "જ્યાં જઈને રાજાના સભામાં જણાવી દે. કારણ કે એને સાત દિવસ સુધી ખબર જ નહીં પડે અને પછી સાતમા દિવસે તક્ષક નાગ એને કરડી જશે તો અનર્થ થઈ જશે.
હજુ એની પાસે સાત દિવસ છે. તું જો અત્યારે એને જણાવીશ તો એ કંઈક એવું કરી શકશે કે જેનાથી એની સદગતિ થઈ શકે." "શું સદગતિ થઈ શકે?" એટલે એ ઋષિપુત્ર બીજા દિવસે સવારે સભામાં રાજા જે ભરીને બેઠા હતા અને બધી વાતો ચાલતી હતી ત્યાં આગળ.
પહોંચ્યા અને કીધું, "રાજા, આવું થયું છે કે ગઈ કાલે તમે આવું કૃત્ય કર્યું હતું. એટલા માટે તમને મારા દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે કે સાતમા દિવસે તમારું મૃત્યુ થશે. તક્ષકના કરડશે અને આ નિશ્ચિત છે. આમાં કોઈ કન્સેશન મળશે નહીં." ઓકે.
હવે રાજાએ કીધું કે, "ભાઈ, જે બન્યું છે તે હું જાણતો નહીં હતો. આવી એક પરિસ્થિતિમાં મેં કંઈક મુગટ પહેર્યો તો પછી હું અભાન થઈ ગયો હતો અને આ બધું થયું છે." તો કે, "વાત સાચી. ઉપાય શું કરીશું?"
એટલે એને બીજા બધા લોકોને પૂછ્યું કે, "ભાઈ, હવે રાજાને સાત દિવસમાં તો જવાનું નક્કી." તો કે, "એમની સદગતિ થાય એવું કંઈક કરવું જોઈએ." એટલે કે, "શું કરી શકાય?" તો કે, "શ્રીમદભાગવતનું જે શ્રવણ કરે સાત દિવસની અંદર, તો એની સદગતિ થાય, મુક્તિ થાય, મોક્ષ થાય, વગેરે વગેરે."
એવી રીતે આ મુક્તિ અને મોક્ષની આખી વાત ચાલતી હતી અને ત્યાં સુખદેવજી આવ્યા. ગંગાના કિનારેને આવું બધું મંડપ બની ગયો. છ દિવસ સુધી બહુ સરસ રીતે સત્સંગ ચાલ્યો, શ્રવણ થાય, કથા બધું બહુ સુંદર રીતે.
અને પછી સાતમા દિવસે કુદરત છે ને જોરદાર સાયક્લોન, તુફાન, આંધી આવી અને બધું ઉડાડી મૂક્યું – મંડપ મંડપ. અને એટલો જોરદાર પવન હતો કે વ્યાસજી પણ ભાગી ગયા. બધી પ્રજા જે કંઈ હતી, પંડિતો હતા, બધા જ જતા રહ્યા. મંડપે ઉડી ગયો, કશું નહીં. છેવટે ત્યાં પણ બેઠેલા હતા સુખદેવ દેવજી અને વ્યાસજી. અરે, પરીક્ષિત સામસામે ફક્ત બે જ જણ બેઠેલા હતા. કથા ચાલુ છે.
તમે વિચાર કરો! આટલી ભયંકર આંધી આવી છે, આવું બધું થયું છે, તેમ છતાં પણ સુખદેવજી ધારાવાહી બોલે જ જાય છે અને પરીક્ષિત એક ચિત્તે સાંભળે છે. જ્યારે મોક્ષ જોઈતો હશે ને, ત્યારે આની જરૂર પડશે. આવા એક ચિત્તો જો કામ કરવું, તો તમારે કામ થઈ જવાનું છે.
પછી હવે એવા એક ચિત્તે લેસન કરતાં કરતાં કરતાં સુખદેવજીએ આખી કથા શ્રવણ કરી. આંધી પણ શાંત થઈ ગઈ, બધું થઈ ગયું. પછી છેવટે તક્ષક આવ્યો, એમને પગે લાગ્યો રાજાને અને પછી કરડીને એનું કામ પૂરું કર્યું.
એટલે આગળની બધી વાતો છે, પણ કહેવાનો મતલબ કે એના જેવો કોઈ શ્રોતા. કીર્તન કોણ કરે છે? તો કે, સુખદેવજી જેવું કોઈ કીર્તન કરી શકે નહીં કે શ્રેષ્ઠ કીર્તનકાર સુખદેવજી થઈ ગયા એ જમાનાની અંદર.
સ્મરણ ભક્તિ કોની હતી? તો કે, પ્રહ્લાદની હતી. હિરણને કશુપુની વાર્તા: ફાધર દાનવ છે અને આ દીકરો દેવ જેવો જન્મ્યો છે. ત્યારે તો આવું બધું ચાલતું હતું ને! આપણે જેમ અત્યારે આ બધું ઇન્ટરકાસ્ટ ને ઇન્ટર કોન્ટિનેન્ટલ ને બધા જાત જાતના મેરેજ થાય છે, એવું એમાંથી કંઈક તો પ્રહ્લાદજીનો જન્મ થયો.
એના અંદર પ્રહ્લાદજી પોતે સ્વયં જે હતા, તે ભક્ત હતા વિષ્ણુ ભગવાનના. એટલે બધે જ "વિષ્ણુમય જગતમ સર્વમ". બહુ નાની ઉંમરની અંદર એમને બોધ થઈ ચૂકેલો હતો.
એટલે પેલા હિરણ્ય કાશપોને એમ થયું કે, "રાક્ષસ કુળની અંદર આવ્યો કે મારા વેરીનો એમ કે ભક્ત કેવી રીતે પેદા થઈ ગયો?" એટલે એને અનેક પ્રયત્નો કર્યા એને મારી નાખવાના. એને ઝેર આપ્યું, ઉપરથી ગબડાયો, બધું જાત જાતનું. કાંટાળી ઝાડીની અંદર ફેંકી દીધો, પણ એમણે સ્મરણ કરવાનું છોડ્યું નહીં હતું કે, "મૃત્યુના ભયથી હું વિષ્ણુનું શરણ નહીં છોડ્યું."
છેવટે શું થયું? તો કે, હિરણ્ય કાશુપોએ કીધું એને કે, "તું જે વિષ્ણુની વાત કરે, બોલ કે અહીંયા છે કે બોલ આ થાંભલામાં છે?" તો કે, "હા, આ થાંભલામાં છે." તો કે, "ક્યાં છે?" એટલે એ ટાઈમે ત્યાં નરસિંહ ભગવાનનું સ્વરૂપ લઈને એમ કે પ્રગટ થયા પરમાત્મા અને હિરણ્ય કશપોનો વધ કર્યો હતો.
પણ એટલે આ દ્રષ્ટાંત ઉપરથી આપણે સમજવાનું એ છે, આ બધી વાત કે જો સ્મરણ કરીએ તો આપણે કેવી રીતે કરવું જોઈએ? પ્રહ્લાદજી જેવું કે માથે મૃત્યુનો ભય હોય તો પણ આપણે જે આપણે "હું શુદ્ધ આત્મા છું" એ ચૂકાય.
અરે, ઊંઘી જાવ ને જાગો એટલે તરત હાજર જ થઈ ગયું હોય. રાતે બોલતા બોલતા સુઈ જવાનું, બસ. સવારે શુદ્ધઆત્મા હાજર છે અને ચિંતા કરવાની નહીં. મૃત્યુ જ્યારે આવવાનું છે, આવવાનું જ છે. જે થવાનું છે, એ થવાનું જ છે, બસ.
તો અર્ચન-અર્ચના જે છે, તે પૃથુ નામનો એક રાજા હતો. એના માટે આ બધા દ્રષ્ટાંત છે. તો પૃથુ રાજાએ જે અર્ચન ભગવાન દત્તાત્રેયનું કર્યું હતું, એવા પ્રકારની અર્ચના હજી સુધીને એમ કે કોઈકે કરી નથી. એટલે "બેસ્ટ ઓફ ધ કાઈન્ડ" જેને કહેવાય, એવી રીતે.
વંદન જે કર્યા હતા, અકરૂરજીએ કર્યા હતા. મહાભારતમાં અકરૂરજીનું દ્રષ્ટાંત આવે છે. એ કૌરવ સાઈડ હતા અને જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને એ ગોકુળમાં જઈને મથુરામાં લાવવા માટે ગયા હોય છે, તો ફર્સ્ટ ટાઈમ એ શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. તો એ જે વંદન એમને અકરૂરજીએ ત્યાં આગળે કર્યા હતા, એવી રીતના વંદન, એટલા ભાવપૂર્વક વંદન આજ સુધી કોઈએ કોઈને કર્યા નથી.
પણ તમે તો તમારી જાતને વંદન કરી જ શકો છો! એટલે હમણાં નીચે મંત્ર પણ આપ્યો તો તમને, એ મંત્ર કે, "હું મારા આત્માને નમસ્કાર કરું છું, વંદન કરું છું."
દાસ્ય ભક્તિ: હનુમાનજી કાયમ રામજીને ભક્તિ કરતા હતા અને પોતાને દાસ માનતા હતા. એની પણ એક વાત છે. એમને કહેતા હતા, "પાણી પીલો."
રામાયણમાં બધી આખી જેને કહેવાય રામ રાવણની લડાઈ, બધું પૂરું થઈ ગયું. પુષ્પક વિમાનની અંદર બધા પાછા અયોધ્યા પણ આવી ગયા. પણ હનુમાનજી જે હતા, તે રામ ભગવાનના પાસે એમના બેડરૂમની બહાર જ ઊભા હોય, મેલની પાસે જ હોય અને રામજીની એમ કે સેવા કરવાની એક પણ તકે ક્યારેય ચૂકતા નહોતા.
એટલે એમની અચલ નિષ્ઠા જોઈ અને લક્ષ્મણજીને એમ થયું કે, "આ એક વાનર છે. વાનર એટલે પ્રી-હ્યુમન જેને કહેવાય, એવા પ્રકારની સ્પેસીસ તો એ છે અને એ આટલી સેવા કરે છે. હું એમનો ભાઈ છું, મેં એમના સાથે વનવાસ પણ ભોગવ્યો. હવે હું પાછો આવ્યો છું, તો આ મારો અધિકાર છે. તો હું જ એ કરતો હોવો જોઈએ." હવે આ કરવા માંડ્યા છે. "યુ નો ધેટ કાઈન્ડ ઓફ થિંગ." હવે.
તે કરતા હતા એટલે તેમને હનુમાનજીને પૂછ્યું કે, "તમે મારા રામ ભગવાનને શું સમજો છો? તમે તમારી જાતને શું સમજો છો?"
તો તેમણે કહ્યું, "ભાઈ, જો આમાં એવું છે કે રામ મારા ભગવાન છે અને હું તેમનો ભક્ત છું. એ મારા ભગવાન છે, હું તેમનો દાસ છું. પણ વાસ્તવિક રીતે જોવા જઈએ તો એ બ્રહ્મ સ્વરૂપ છે અને હું પણ બ્રહ્મ સ્વરૂપ જ છું."
એટલે પહેલા લક્ષ્મણજીને થયું કે, "અરે, ભૂલ થઈ ગઈ! આ તો બ્રહ્મ સ્વરૂપ કેટલા મહાજ્ઞાની છે!" એમ. એટલે એ દાસ્ય ભક્તિનો આવો એક દાખલો છે અહીંયા હનુમાનજીનો.
સાખ્યભાવ હવે જો વિચાર કરો કે પોતે બ્રહ્મ સ્વરૂપ છે એવું જાણવા છતાં પણ જો કોઈકની આપણે સેવામાં રહેવું કરીએ તો જુઓ યાર. કોક દિવસ સાખ્ય ભાવ કોનો હતો? અર્જુનનો હતો કૃષ્ણ સાથે. આખા મહાભારત દરમિયાન ગીતાની અંદર પણ આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ.
આત્મનિવેદન બલિરાજા જેવું કોઈએ કર્યું નથી આજ દિન સુધી. સાડા ત્રણ ડગલાની અંદર પૃથ્વી માપવા માટે જ્યારે વામન અવતાર કરીને વિષ્ણુ ભગવાન પહોંચ્યા, ત્યારે એ પોતાનું આગાપાછી થઈ શકતો હતો પોતાના વચનમાંથી પણ, પણ એને જે એક વખત આત્મનિવેદન કરી દીધું કે, "પ્રભુ, હું તમારો છું અને આ બધું તમારું," એટલે પછી એમાંથી એ ક્યારેય પાછો ફર્યો નહીં. ભલે એને પાતાળમાં જવું પડ્યું અને પાતાળમાં એને પછી જઈને રહેવાનો વખત આવ્યો. આજે પણ એવું કહે છે, સાઉથની અંદર એક પરંપરા છે. એક ચોક્કસ દિવસે પાતાળમાંથી બહાર આવે. સાઉથની અંદર બધા એ લોકો એક દિવસનો ઉત્સવ કરતા હોય છે. તે દિવસે બલિરાજાની એ લોકો પૂજા સેવા પણ કરતા હોય છે.
તો આ નવ જે છે આપણી સામે એવા મહાનુભાવોના એક્ઝામ્પલ છે કે દરેક પ્રકારે આપણે ભક્તિ જો કદાચ કરવી હોય તો આપણા આત્માની પણ કેવી રીતે કરવી જોઈએ? આપણે બધા સુધરેલા લોકો બરાબર છે. હવે ટોર્ચની આમ આપણે લાઈટ રાખીએ છીએ ને આમ આમ આમ આપણે અંધારામાં ફરતા હોઈએ તો શું થાય? ટેબલ લેમ્પ હોય, શેડ્સ હોય, એમાં ડિફરન્ટ કલર્સ રાખ્યા હોય, આ બધું આપણે આમ ભેગું કરીને આપણે જેમ આપણે લાઈટ કરતા હોઈએ છીએ. ક્લિયર, ઓપેક એવા પ્રકારનું એક સાદો રૂમની અંદર બલ્બ પણ લગાયો હોય તો પણ એ પ્રકાશ પૂરો પાડી શકતો હોય. તો આ બાકીનું બીજું બધું શું છે? તો કે સંસાર છે. "આ પણ મારે જોઈશે, પહેલું પણ મારે જોઈશે, ઇન્ટીરિયર ડિઝાઇનરે મને કહેલું છે." એટલે કહેવાનો મતલબ આપણે સંસારમાં વધારો કર્યા જ કરતા હોઈએ છીએ.
હવે આ દાખલા તરીકે આ એક લેમ્પ અહીંયા લગાડેલો છે. તો જેવું અંધારા રૂમની અંદર એ લેમ્પને આપણે ચાલુ કરીએ એટલે એનો પ્રકાશ થઈ ગયો, અંધારું જતું રહ્યું. હવે આ દિવાલોને જો ખસેડી નાખવામાં આવે ફ્લોરિંગ સાથે બધું અને બલ્બ જો કોઈક રીતે હવાની અંદર રહી જાય તો એનો પ્રકાશ ક્યાં જાય? કોઈપણ અંતરાય, આવરણ ના હોવાના કારણે ક્યાં જાય? ફેલાય ને, અનંત થઈ જાય. કારણ કે લાઈટ ટ્રાવેલ કરે, બસ ફર્યા જ કરે, ફરે. બસ આ જ રીતે આત્માનો પ્રકાશ ફરી શકે છે, પ્રોવાઈડેડ આપણે આ બધું છોલી કાઢીએ. ચાલો, ટેકનિકલી આપણે આ પ્રકાશ બ્રહ્માંડવ્યાપી છે. આપણો જે આત્માનો પ્રકાશ છે ને, એ પણ અત્યારે આપણે એમ કે એક દેહની અંદર દાદા કહે કે કોથળામાં પુરાયા છે. આપણે દેહને કોથળો જ કહેતા હતા એટલે એની બહુ જાજી એમ કે એ કરવાની જેવી નથી હોતી.
હવે પ્રકાશમાંથી અંધકારની અંદર જ્યારે આપણે જતા રહીએ અને અમુક સમય સુધી બેઠા હોઈએ તો આપણને કંઈ દેખાતું નથી. શાંત બેસી જ રહીએ અંધારાની અંદર. સાંજે ક્યારેક આવી રીતના કંઈક તમે પ્રયોગ કર્યો પણ હશે. તો રૂમની અંદર જો તમે થોડીક વાર અંધારા રૂમમાં બેસી રહો ધીરજ રાખીને લાઈટ કર્યા વગર, ધીમે ધીમે ધીમે ધીમે શું છે તે તમને એ અંધારા રૂમમાં પણ બધું આમ સામાન્ય સામાન્ય અજવાળું દેખાવા માંડશે. વધારે બેસશો થોડોક વધારે ટાઈમ પછી તો પછી તમને આમ બધું ચમકારો થતો હોય એવું પણ દેખાવાનું શરૂ થશે. પછી પણ જો વધારે બેસી રહેશો તો તમને રૂમમાં પૂરતું ઇલ્યુમિનેશન છે તેમ પણ અનુભવ આવી શકે છે. એવી રીતે તમે જો તમારા આત્માની અંદર બેસો શાંત થઈને તો બાકીનું બધું જ કામ એની મેળે થઈ જશે અને એ જે આત્માનો પ્રકાશ છે એ બ્રહ્માંડવ્યાપી થઈ જશે. કરવાનું છે વટે એ જ છે ને આપણે બધાય.
ચાલો, આ યોગી લોકો કેવળ આત્મા જ જુએ છે. કેમ? તો કે તદરૂપ થઈ જાય, બિલકુલ શિવ ભગવાનની જેમ. સંસારમાં લોકો આત્મા શોધે. હવે આત્મા સંસારમાં હોઈ શકે? સંસારની જોડે હોય છે. સંસાર એને નથી વળગ્યું, એ સંસારને નથી વળગ્યો. તો ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ છે. પ્રત્યક્ષ પ્રગટને ભૂલીને સિમ્બોલોમાં ગૂંચાવા જાય છે માણસ. સાથીઓ કરે, જય માતાજી. એને પાછળનું જે સાયન્સ હતું એ ભૂલી ગયા. એ ચાર પાંખવાળો પંખો, સાથીઓ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
ચાલો, સંસાર મુક્તિનો ઉપાય એટલે શું? તો કે સંસારનો સહજ સ્વીકાર, જેમ છે તેમ. તમારા પાસે અનંત શક્તિઓ છે. તો પછી આપણને એવું આમ ઈચ્છા ના થવી જોઈએ સળી કરવાની, "આને આમ હલાવી નાખવું, પેલા આમ કરી નાખવું, પેલાને ઠેકાણા પાડી દેવું, બધાનું ભલું કરી દેવું." આવું બધું ના હોય એના અંદર. આત્મા એટલે એક જ પરમાત્મા અને સાથે સાથે સંસારનું સંપૂર્ણ મૂલ્ય શૂન્ય સમજાવવું જોઈએ અને એ ખાતરીપૂર્વકનું જોઈ પાછું. એમને માની લીધેલું ચાલશે. એ જો માન્યતાને જો તમે માની તો એને ધારણા બનાવો અને પછી એને ધીરજપૂર્વક બેસીને એનું સેવન કરો અને પછી એને રિયલાઈઝ કરો. ત્યારે પછી સંસારનું મૂલ્ય શૂન્ય સમજાવવું. પછી ભલેને કરોડો હોય તમારી પાસે. આમે એક એક કરોડ તો બધાને પાસે છે જ.
ચાલો, સંસારની કોઈપણ અવસ્થાઓમાં ચિત્ત નિમિષ માત્ર પણ પેઠું. એક આંખનો પલકારો કહે છે ને, "નિમિષ માત્રે તંતુ કેક પહોંચાડ્યો શ્રી શૈલે." તો દત્ત ભગવાને એવી રીતના એક આંખના પલકારાની અંદર એને અહીંથી ત્યાં આગળ.
જ્યાં જવતું ત્યાં પહોંચાડી દીધું એટલે એવો એક પાવર હોય છે એમ કહેવાની વાત છે. એટલે એટલા સમય માટે પણ જો તમારું ચિત્ત કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ અવસ્થાની અંદર જો રોકાઈ ગયું, ગૂંચાઈ ગયું, તો સંસાર એ આત્મભાન ગુમાવે છે. આત્મા જ અમૂલ્ય છે. સંસારી મૂલ્યો બધા વિનાશી છે, રિલેટિવ છે અને સીમિત છે. આત્માનું અમૂલ્યપણું સમજાય તો સંસારનો વિલય થઈ જાય છે. કેવળ આત્માનો જ્ઞાતા ક્યારેક કોઈ એક વિરલો જ, પણ અહીં તો આટલા બધા ભેગા થઈ ગયા છે. વેરી ગુડ!
જ્યાં ટોળું ત્યાં સંસાર, ચાહે વિચાર હોય કે ચાલો આત્મા અવકાશમાં છે, આત્મા આકાશ જીવો સૂક્ષ્મતમ છે. સૂક્ષ્મતમ આત્મભાનની જ પ્રાર્થના કરાય તો જ આત્મા સાક્ષાત્કાર કાલે કરીને થાય. અશુદ્ધ એ બધું વૃત્તિઓમાં જે પડેલું છે, જે વિચારો છે, તે બધા બહાર નીકળવા માટે બધા આવે છે. એટલે એ ખરેખર તો પેલી શું કહે છે આની કમ્પ્યુટરની રેમમાં હતા, પણ ત્યાંથી હવે ડેસ્કટોપ પર આવ્યા છે. હવે અહીં તમારે ખાલી "ડીલીટ" બટન દબાવો એટલે તમારો સંસાર ખતમ થતો જાય. આવું ચાલ્યું જાય છેવટે અહંકાર ઓળખાય એટલે તમે "ડીલીટ" બટન દબાવી દેશો એટલે પૂરું થઈ ગયું પ્રોગ્રામ તમારો. સાચું પણ નહીં, ખોટું પણ નહીં, એટલે ભ્રમ થાય છે.
સંસાર એટલે શું? વિરોધાભાસી વસ્તુઓ જ હોય, બધું જોડે જોડે જ હોય. બહુ સારો માણસ પણ એકદમ બહુ ખરાબ કામ કરતો હોય એવું આપણને ઘડીક દેખાતું હોય છે. વર્તન પણ બહુ ખરાબ કરતો હોય એવું પણ દેખાય અને બહુ ખરાબ માણસ હોય, બહુ સરસ કામ કરતો હોય એવું પણ દેખાય. સો, પ્રત્યેક પોતપોતાની જગ્યાએ ચોંટેલો હોય, પોતાની દરેકની પોતાની એક સ્પેસ હોય. એને આમ નક્કી કરી નાખ્યું એટલે આ માન્યતાનું ઝાડ બની ગયો અને ઊભો રહી ગયો. પછી ત્યાં આગળ પછી એ ત્યાંથી હાલે નહીં આમ અને પછી કોઈ એક્સટર્નલ ફોર્સ લાગે તો જ પછી એ હાલશે, નહીં તો એ હાલતો નથી. એટલે "હું જ સાચો" એમ સામાવાળાને ખોટો ઠેરવવા ફેરવે છે. તો આ ભાગ છે એ અહંકાર છે એવું આપણને સમજાવવું જોઈએ.
આ કહે છે કે આઠ ભવના કર્મો બંધાતા હોય છે. વ્યક્તિના જે ભાગને શંકા, કુશંકા, ક્રોધ, માન, લોભ વગેરે થતા જણાય, એ ભાગ અહંકાર છે એવું આપણે ઓબ્ઝર્વ કરવું જોઈએ. નિર્મૂળ ત્યારે થશે, પહેલા ઓળખવો જ પડે તો જ આત્મસ્વરૂપ થાય. આત્મભાન પ્રગટે ત્યાં સુધી ભવ ભટકામણ જ હોય છે. આ સંસાર શેનાથી ઊભો થયો છે એ ભાન પડે ત્યારે અહંકાર ઓળખાય. એટલે એક થશે તો બીજું થશે અને બીજું જોશો તો પહેલું થઈ જશે. એને કાપીને મુક્ત થવાય. જેને હું માને છે તેને જ તો સંસાર પેદા કર્યો. જેની હાજરીથી હું પ્રગટે છે એને જ ઓળખવો પડશે, પારખવો પડશે ત્યારે મુક્ત થવાશે.
જ્યાં સુધી સંસારની કોઈપણ બાબતમાં હું પણું, હું કાંઈ પણ કરવાની વૃત્તિ હોય, ત્યાં સુધી આત્મભાન થઈ શકતું નથી. હોવા છતાં પણ અથવા તો હુંકારનો કે આત્માનો જ હોય અમલ, આપણે અમલ જોઈએ. વાસ્તવમાં કોઈ કંઈ કરી શકે નહીં, બધું થયા જ કરે છે. ખાલી ભાવ કરે છે અને બંધાય છે. ભાવ ફરે છે જે દ્રવ્યને ફેરવે છે એટલે એની દ્રષ્ટિ ફરે છે. જ્ઞાન છે તે તો અફર જ હોય, એમાં કંઈ ફેરફાર થઈ શકે નહીં.
સંસાર એ કાચમાં પડેલા પ્રતિબિંબ છે જેને એ સાચું માને છે. પેલી ચકલી બેસીને આમ આમ ટક ટક કર્યા કરે છે. બસ એવું જ છે આપણું આ ચાલે જ કરે છે. એ જોઈએ તોય આપણને જ્ઞાન થઈ જવું જોઈએ ખરેખર તો. પણ એવું છે ને કે આમ ઓપનનેસ આવવા માંડશે ને પછી આ બધું જ દેખાશે અને ધીમે રહીને થશે કે, "યાર, ખરેખર બસ આ બધું જ્ઞાન જ તો છે, અજ્ઞાન ક્યાં છે એમ!" એવું થઈ જશે એકદમ પછી અજ્ઞાનનું અસ્તિત્વ જ નથી કે આત્મા વિશે વિચાર આવે. એટલે આ કાચમાં પડેલી તિરાડો પછી એ સંસાર કેવો દેખાય આપણને? કેલિડોસ્કોપ જેવો દેખાય. અત્યારે આમ દેખાય છે બધું સારું, પણ પછી તિરાડો પડી જાય કાચની અંદર ને જેવું દેખાય એવો સંસાર આપણને પછી ધીરે ધીરે દેખાતો જાય. એટલે પછી એમાંથી રસ ઉડી જાય કે આમાં શું જોવા જેવું? દાળીએ ના થાય યાર એવા કાચમાં થતી હશે. એમાંથી તન્મયતા ઉડે તો આત્મા ખોળવા નવરો થાય.
આ તો અરીસો જોવામાંથી જ ઊંચો નહોતો આવતો અત્યાર સુધી કે દાળી કરું તું કે આમ આમ કર્યા જ કરે કે "હું કેવો લાગું છું, કેવો લાગું છું." બસ હવે નવરા પડી ગયા એટલે એને શોધી કાઢ્યું કે હવે આત્મા ખોળવા નવરો થઈ ગયો છે.
અહંકાર એટલે હું પણ એનું મોત થાય ને ત્યારે જ આત્મા થવાય. સંસાર સાચો માને ત્યાં સુધી સાંસારિક અસરો થયા કરે. તમે બસ એમ કહો કે "ધીસ ઇઝ નોટ રિયલ." "ધીસ ઇઝ નોટ રિયલ, ધીસ સંસાર જેને કહેવાય, ધીસ સંસાર ઇઝ નોટ રિયલ" એમ. એ અનેક વખત એ કરો અને યુ સ્ટાર્ટ બીલીવિંગ ઈટ, યુ સ્ટાર્ટ ફીલિંગ ઈટ અને તમે જોશો કે સંસારની કોઈપણ ચીજો હવે અસર કરશે કાળાંતરે. સંસારને સાચું કે ખોટો કશું માનવાનું બંધ થાય, જેમ છે તેમ પૂરો કરે ત્યારે આત્મભાન પ્રગટે. કશું હલાવવાની જરૂર નથી, જે જેમ છે તેમ બધું બરાબર છે. આપણે ડોઢ ડાયા થઈને જ આ બધું ઊભું કર્યું તું. હવે આપણે ડાપણ કરવાનું બંધ કરી દઈશું એટલે સંસાર ઓકે, આપણે ઓકે.
ચાલો, જેને લાગે છે, વળગે છે એ તો સંસાર છે. આત્માને તો કશું લાગતું કે વળગી શકતું નથી, કારણ કે આત્મા તો સૂક્ષ્મતમ છે. અને આ સૂક્ષ્મતર કે સ્થૂળ માટે આત્મા તો કેવળ સત્તા છે, દ્રષ્ટા છે અને આ બધું જ દ્રશ્ય છે. શું છે આ બધું? દ્રશ્ય છે. એ કેવી રીતે અંદર ચોંટવાનું છે? આજે કંઈ છે આ બધું ઉડીને એકદમ આપણી અંદર થોડું આવી જતું હોય છે? નથી આવતું. આત્માની હાજરીમાં હું પ્રગટ્યું તો તે આત્માને જાણીને જ હુંની પળોજનમાંથી છૂટવું પડશે. આ બધું સંસારી ઝંજાળ છે એવું નિશ્ચયપૂર્વક જણાય તે આત્મા જ હોય. બેઠા બેઠા આમ કરતાં કરતાં આવું બધું ઉતર્યું છે, તો તમારા સાથે થોડું શેર કરી દઈએ. ચાલો.
આગળ જેને આત્મા જ પ્રાપ્ત કરવો હોય, એના માટે જપ, તપ, પૂજા, પાઠ, તીર્થાટન, એ આત્મા સિવાયના તમામ ધ્યાન – આ બધું શું છે? કેવળ ટાઈમ પાસ છે સંસારમાં પડ્યા રહેવા માટેનું. તો રખેને આ બધું છોડી દઉં, મારાથી આમ મોક્ષે જતું રહે. પેલા હિલિયમના ગેસના ફુગ્ગા જેવું છે કે આ તો હાથમાંથી છૂટી જાય ને બધું જતું રહે. એટલે કે બાંધી રાખો કે એટલે બે-ચાર વસ્તુઓ સાથે જોડાયેલો જ રહે, ચોંટેલો જ રહે, કંઈ ને કંઈ કર્યા જ કરે, કશું ને કશું કર્યા કરે. એટલે 'હું' પણે કરીને પડી રહેવા માટેની ઊભી થયેલી બધી પ્રવૃત્તિઓ છે. એટલે હવે આ બધું છોડી દેશો તો તમે આત્મા થઈ જ જશો. આત્મસાક્ષાત્કાર ના થઈ જાય એ માટેનું બાનું છે. કેવું લાગે છે આમ? કેવળ આત્મા, કેવળ આત્મવૃત્તિ, કેવળ આત્મવિચાર. કાં તો આત્મા, કાં તો આ સંસાર. ચોઈસ તમારી છે. બોલો, હવે નક્કી કરો શું કરવું તમારે?
આ બાંધી લાવેલા આયુષ્ય કર્મને લીધે શ્વાસ લેવાય છે, બાકી કોઈથી સ્વતંત્ર રીતે આમ કહે કે "શ્વાસ લો." હું તમને કહું છું, "શ્વાસ લો." સેવન બંધ, ફલાણું-ઢેકણું, બધી વાત સાચી. પણ એ આયુષ્ય કર્મ છે, તમારાથી તો લેવાય છે, બાકી કોઈથી લેવાય? જઈને જોઈ આવવાનું યાર, આઈ.સી.યુ.માં વેન્ટિલેટર પર પેલા માણસો બધાને મૂકી દેતા હોય ને, પછી જે આમ થતું હોય – એટલું આમ ઊંચું થાય, નીચું થાય. જોઈને ગભરામણ થઈ જાય આપણને કે યાર, "આ શું ખતરનાક સ્થિતિમાં મુકાયા છે!" કોરોના કાળમાં તો થયું હતું ને, કેટલા બધા લોકોને બિચારાને આમાંથી પસાર થવાનું. એટલે શ્વાસ છે ને, એ હલે. શું છે? જેટલા મારતો જાય એટલો સંસાર અંતઃકરણમાં હલચલ થાય. પછી ઇન્દ્રિયો ચંચળ થાય, પછી એ વૃત્તિઓ પેદા કરે, પછી એ સંસાર ડખોળ્યા જ કરે. આવું બધું કરતાં કરતાં ચાલ્યા જ કરે અને એમાં પાછું એ આનંદ ખોળે.
આનંદ પિક્ચર જોવા હઉ જાય આપણ, ત્યાં જઈને રડે હઉ. કે "પેલાએ કેવું સરસ ગીત ગાયું, પેલોને કેવું મોત આવ્યું." એમ એવી રીતના તો ત્યાં સુધી આત્મા કેવી રીતે જડશે? આત્મા જ સ્થિર છે, બાકી બધું અસ્થિર છે. કહેવાનો મતલબ એવું છે.
આત્મા કર્મજંજાળથી હંમેશા મુક્ત જ હોય. આત્મા સૂક્ષ્મતમ છે, કર્મ તો સ્થૂળ છે અને સૂક્ષ્મતર છે. કર્મ આત્માને બાંધતું નથી જ, પણ કર્મથી જ આત્મા બંધાયાની ઊભી થયેલી ભ્રાંતિથી બંધન ઊભું થયું. પેલી ઊંટની વાત કરીને, એના જેવું છે આ બધું. એટલે એનો ભોગવટો એટલે ભવભટકામણ. બધું સાચું માની બેઠા આપણે. અરે, નથી થઈ રહ્યું કે તને રડવાની જરૂર નથી કે છાના રહે. દાદા આપણને એવું કહે છે. ચાલો, ઉઘાડી આંખે કે બંધ આંખે જે કંઈ જુએ, બધું સંસાર રમણ છે. એનો જોનારો જડે ને તો આત્મભાન પ્રગટે. આત્મામાં શું છે? કેવો છે? ક્યાં છે? એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. બસ, આ બે-ત્રણ સવાલ તમારે જોયા કરવાના, એની મેળે ઠેકાણું પડી જશે બધું.
શું? કર્તા-ભોક્તા ના હોય એ જ આત્મા. સંસાર દર્શન તો દ્રષ્ટા, તે જ આત્મા. જ્ઞાન જ્ઞાતામાં જ હોય, બીજી ક્યાંય જગ્યાએ હોય? આપણે બીજે ખોળીએ તો કંઈ મળવાનું છે? એ જ્ઞાન ના કહેવાય કે ભાઈ, ભય હોય ત્યાં સુધી ભવભટકામણ. આત્મા હંમેશા નિર્ભય હોય. સંસારની તમામ અસરોથી મુક્ત એવો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. બોલો, "સ્વરૂપ આત્મા છું." સંસારની તમામ અસરોથી મુક્ત એવો ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છું. સ્વરૂપ આત્મા છું. સંસારની તમામ મસ્તીથી મુક્ત એવો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. બસ, હવે અંદર જુઓ, અંતઃકરણ સુધી નામ જાવ ઊંડા. કેવું મુક્તતા લાગે છે!
હવે જો કોઈ કહે કે "મારે કરવું છે પણ થતું નથી." તો કે ભાઈ, જો આ સમર્પણ કર, આવી રીતે કર. જે કે એમ કીધું છે, કેવી રીતે? આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત, અહંકાર, અજ્ઞાન, આખો સંસાર ભાવ – આ પ્રગટ પરમાત્માને સમર્પણ કરું. અંદર બેઠા છે જો, એને આમ કરી દેવાનું કે "આ બધું તને સોંપ્યું." હવે ફરી એક વખત: આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત, અહંકાર, અજ્ઞાન, આખો સંસાર ભાવ – આ પ્રગટ પરમાત્માને સમર્પણ ભાવપૂર્વક. ફરી એકવાર, કુદરત એટલે શું? સમષ્ટિ ભગવાન. આપણે એવી રીતે સમજવાનું એને: અવસ્થાઓ કુદરતથી રચાયા કરે અને બધી છૂટી પડ્યા કરે. પરિવર્તનશીલ છે બધું, થયા કરશે. સંસારને ખાતર રસ લીધા વગર ના છૂટકે કરવું પડે છે, એવી રીતે વહન કરે તો સંસાર મુક્ત થઈ શકે.
જેને સંસારમાં અડચણ હોય, આડું આવતું હોય, જેને આ નડે, પેરન નડે છે, ગ્રહો નડે છે, એવું બધું લાગતું હોય. કોઈપણ બાબત કે ઘટના પર થોડું લાગી આવતું હોય, કોઈપણ વસ્તુ, વ્યક્તિ, ઘરના. છેવટે પ્રેત વળગ્યું, ભૂત વળગ્યું, એવું બધું થયા કરતું હોય. અને આવા બધું આ આત્મા, આ સંસારી તોફાનો, જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે અને અહંકાર ભોગવ્યા જ કરે છે અને નવા કર્મો બાંધ્યા જ કરતો હોય. આપણે પેલી પ્રાર્થના કરીએ છીએ ને જગદંબાની વિશ્વંભરીવાળી. એમાં એક આવું આવે છે, મને યાદ આવ્યું હતું, મેં લખી કાઢ્યું. ભાસે ભયંકર વળી મનના ઉતાર. તો મનની જ્યારે તપાસ કરવા નીકળશો ને, ત્યારે તમને ખરેખર એવું લાગશે કે આ ભાસે છે બહુ ભયંકર. કારણ કે વાસ્તવમાં એવું છે નહીં, પણ ભાસે છે ભયંકર. લાગે છે મનના ઉતાપો. એટલા ઉતાર-ચડાવ, ઉતાર-ચડાવ જોવા મળશે તમને. કેમ થાય કે "હું કેટલા ડુંગરા ચડું છું ને ઉતરું છું રોજ"?
અહંકાર એ આત્માનો બેટો છે, પણ બાપની અવજ્ઞા સદંતર કરે છે અને ભટકાવે છે. જ્યારે બાપને સંપૂર્ણ સરેન્ડર થાય, એટલે સંસાર આથમી જાય. વિનાશી વસ્તુઓમાં આસક્તિ સંસાર વધારે. ચૈતન્ય સ્વરૂપમાં સ્થિરતા આસક્તિથી સંસાર પૂરો થઈ જાય. સંસારી કચકચ રાગ-દ્વેષથી ઊભી થાય છે. હસબન્ડ-વાઈફ હોય ને તો બંને શું કરે છે? એકબીજાની ઉપર અધિકાર કરે. ખરેખર શું હોય? દરેકના અહંકારની પોતાની એક સ્પેસ હોય. જેમ આ ખુરશી છે, એની અંદર એક વ્યક્તિ બેસી શકે. હવે બે જણ બેસવાનો એમ કેવું એના અંદર પ્રયત્ન કરે, એટલે શું થાય? સંસાર. ખ્યાલ આવ્યો? એક ખુરશીમાં એક વ્યક્તિ બેસે તો એ કે "હા."
આ આત્મા છે અને આ દેહ છે કે આક્રમણ કેવું આમ થાય? અન્યને ઓછી અકલનો માને, મૂરખ માને અને પોતે એ બનવાનું કારણ બીજ વાવે છે. અત્યારે એને કોઈકને મૂરખ કીધો, હવે એને બનવાનું કારણ ખુદ પેદા કરી દીધું છે. એમ કહેવાનું એટલે આપણાથી બોલાઈ જાય છે મૂરખ. ઘણાને મેં એવું જોયું છે, આમ "યુ ઈડિયટ" એવી રીતના બોલે. અરે, ના બોલાય! મોટી જોખમ છે. ક્યારેક કોઈક તમને બોલશે પછી આવી જ રીતના. એટલે આવું બધું એક્સચેન્જ કરવા જેવું નથી.
દરેક ઝઘડાનું મૂળ છેવટે શું છે? દખલગીરી છે, ભાવ હિંસા છે. એના અંદર દ્વેષ હોય છે અને ક્રોધ હોય છે. જે જોઈએ છે એ નથી મળ્યું, બસ એના માટે થઈને એ ખેંચાતો હોય છે. લોભ લાગ્યો હોય, વસ્તુને મેળવવી છે ગમે તે રીતના અને ના મળે એટલે પછી શું થાય? અંદરથી ક્રોધ પ્રગટે છે, ગૂંચવાઈ જાય માણસ.
હવે જો સમજણ આવે, સમજણપૂર્વક ઊંધા એકબીજા પ્રત્યે અવિશ્વાસ જે હોય એ દૂર કરી દો. હવે કરારને દસ્તાવેજો કરેલા છે. જો, આ બધા આપણે, આપણે આમ પેલા જણ ઘર ઘર રમવા નક્કી કરી હોય ને, પહેલા બે જણાએ કરાર કરીને પછી અહીંયા ઉતર્યા હોય બીજા જન્મમાં એના જેવું. એટલે બંનેને ફાવતું હોય ત્યાં સુધી ઓકે, બધાને ફાવતું હોય ત્યાં સુધી ઓકે. આપણે એવું રાખેલું હોય છે ને? નહીંતર બાકીની દરેક પરિસ્થિતિની અંદર "નોટ ઓકે" તરત વાંધો ઊભો કરી દે છે પેલો.
"સ્વયં કો જાનના અનુભવ સે ય જાનને યોગ્ય." જાણવા જેવું આ સંસારની અંદર શું છે? શિવ એમ પૂછે છે ત્યારે કે, બસ જાણવા જેવું આ એક જ છે: આત્મા. બાકી કશું જાણવા જેવું આ સંસારની અંદર નથી. તો આ શરૂઆત છે: "મૈં કો જાનો". આપણે બોલીએ છીએ ને વારે વારે "મૈં" હિન્દીમાં જ્યારે આપણે કોઈની સાથે: "મૈં આયા", "મૈં ગયા", "મૈંને કિયા". આ બધું "મૈં મેરા ક્યા હૈ"?
"આધ્યાત્મિક વ્યાયામ જો હૈ, કર્મ કરના ના સહજ હોતા હૈ. ઇસલિયે જીવન કી પરિસ્થિતિયા જો ભી હૈ, ક્યા મૈં ઉસકા સહજ સ્વીકાર કર શકતા હું?" આપણે આ પ્રશ્ન કરવાના છે આપણી જાતને. "અગર નહીં કર શકતે, તબ તક આપ સહજ નહીં હો શકતે. સ્વીકાર કરને સે હી સહજતા આતી હૈ. સ્વીકાર ના કરને સે દ્વંદ્વ ખડા હોતા હૈ, લડાઈ ચાલુ." "ઔર આજ આપ જહાં ભી જીવનમેં ખડે હૈ, આપકી જો ભી પરિસ્થિતિયા હૈ, ઉસકો આપ થોડા ગોર ફરમાયેં." આંખો બંધ કરો, તપાસ કરો, જરા જુઓ. જુઓ શું જડે છે અંદર? તમારા જીવનની પરિસ્થિતિઓને તપાસવાની છે, બીજું કંઈ કરવાનું નથી. અને તમે પૂછો કે, "શું હું સહજ સ્વીકાર મારા જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે તેનો કરી શકું છું?" કશું વાંધો નહીં. "જો ભી પરિસ્થિતિયા હૈ, ઉન સભી કા ક્યા આપ અભી ઇસી ક્ષણ જો ભી જીવન મેં મિલા હૈ, ઉસકા સ્વીકાર કર સકતે હૈ?"
"સ્વયં કો જાનને કી અભિલાષા હોતી હૈ. જબ તક બહાર કી દોડ હૈ, તબ તક સ્વયં સે દૂર ચલે જાતે હૈ. ઇસ પ્રક્રિયા મેં સબ ભ્રાંત બુદ્ધિ વાલે કો કોઈ ના કોઈ ક્રિયા દિયા જાતા હૈ. ઉસે કહેતે હૈ કી યે ગોપનીય હૈ ઔર આપકો દિયા જાતા હૈ. લેકિન જો સિક્રેટ હૈ, ગોપનીય હૈ, વો સર્વવિદિત હૈ, જાના હી હુઆ હોતા હૈ. ઇસીલિયે છોડ દેતે હૈ. તો ફોકસ જાનને પર હોના ચાહીએ કે ક્યા જાને?" માતા પાર્વતીને શિવજી સે યે પ્રશ્ન પૂછા કી, "પ્રભુ, ક્યા જાને?" તો શિવજીને કહા, "યહ સંસાર જાનને કે યોગ્ય નહીં હૈ." "સ્વયં કો જાનના અનુભવ સે યે જાનને યોગ્ય હૈ. યે શરૂઆત હૈ: 'મૈં કો જાનો'."
"આધ્યાત્મિક વ્યાયામ કમ કરના વો સહેના હોતા હૈ. ઇસકે લિએ જીવન કી જો ભી પરિસ્થિતિયા હૈ, ક્યા મૈં ઉસકા સહજ સ્વીકાર કર શકતા હું? અગર નહીં કર શકતે, તબ તક આપ સહજ નહીં હો શકતે. ક્યોંકિ સ્વીકાર કરને સે હી સહજતા આતી હૈ, સ્વીકાર ન કરને સે દ્વંદ્વ ખડા રહેતા હૈ. તો આજ આપ જહાં ભી જીવનમેં ખડે હૈ, જો ભી પરિસ્થિતિયા હૈ, ઉન સભી કો અભી ઇસી ક્ષણ જો ભી જીવન સે મિલા હૈ, ઉસકા સ્વીકાર કર શકતે હૈ? વિધાઉટ એની રેઝિસ્ટન્સ, બિના કિસી પ્રતિરોધ કે, ક્યા હર એક પરિસ્થિતિ કા આપ સ્વીકાર કર શકતે હૈ? હર વ્યક્તિ, હર ભાવના, હર સંયોગ જો ભી, ઉસકા સ્વીકાર કર શકતે હૈ? ક્યા આપ સહજ ક્ષમા દે શકતે હૈ? ક્યા અપને આપ કો ઔર સબકો? ઉસે સહજતા આતી હૈ."
"હમ યહી સે શુરૂ કરતે હૈ. યહાં ઇસી ક્ષણ મેં આપકે જીવનમેં કુછ અચ્છા હુઆ ઔર કુછ બુરા, લેકિન ઇસસે કોઈ ન બચ શકા. અરે, એક દિન મેં ભી હજારો બાર ગલતી હોતી હૈ. ગિલ્ટ ઔર પશ્ચાતાપ કે ભાવ જગતે હૈ. દેખા જાય તો સાંસ લેના ભી એક હિંસા હૈ, ઐસા માનને વાલે જૈન મુનિ મુહ પર કપડા લગાતે હૈ. તો યે પ્રતિરોધ હૈ. ક્યા ઇસી ક્ષણ અપને સારે પ્રતિરોધો કો ગિરા સકતે હૈ? ઉસકા તરીકા બડા આસાન હૈ. હમ કર સકતે હૈ. ઉસકા તરીકા હૈ કે આપકો સબ કુછ, સારે જીવનમેં જો ભી હુઆ યા હો રહા હૈ, સહજ સ્વીકાર (એક્સેપ્ટ) કરના હોગા. આપકા જીવનમેં જો ભી સોચા અચ્છા યા બુરા, જો ભી કિયા, જો ભી ભાવનાએ ઉઠી, ઉન સભી કા સ્વીકાર કરતા હું/કરતી હું. પૂર્ણતા: કોઈ રોષ નહીં, કોઈ ગિલ્ટ નહીં, બસ સહજતા સે સ્વીકાર. આજ જો હુઆ ઉસકા ભી પૂર્ણ રૂપ સે સ્વીકાર. જબ આપ સહજતા સે સ્વીકાર કરતે હૈ, જૈસે કહેતે હૈ ના 'પ્રભુ કી મરજી', તબ આપ દેખો કે આપકે મન કા દ્વંદ્વ ખતમ હો જાતા હૈ, સારા બોજ હટ જાતા હૈ.
જીવન કી સબ ઉથલ પુથલ સબ મન કી હી વજહ સે હી તો હૈ. ઔર મન કો બલ મિલતા હૈ હમારી હી ભાવનાઓ સે. મન કો બલ મિલતા હૈ કિસી ચીજ કો બાંટને સે: યે અચ્છા હૈ, યે બુરા હૈ, યે ઠીક હૈ, યે ગલત. યહી સબ દ્વંદ્વ હી તો હૈ. યે ભૂત હૈ, યે ભવિષ્ય હૈ. ઐસા બાંટને સે હી બલ યા શક્તિ મિલતા હૈ. સ્વીકાર કરતે હૈ કે આપ મન કો કમજોર કરતે હૈ. શિવ કહેતે હૈ, 'મન કો જીતે બિના ચૈતન્ય કો નહીં જીત શકતે'. જાનને કા અર્થ હૈ ચૈતન્ય મેં ઠહેરના. ચૈતન્ય કો જાના જા સકતા હૈ, લેકિન ઠહેરાવ નહીં આ સકતા. મન બાર બાર પ્રશ્ન ખડે કરતા હૈ, બાર બાર એક પક્ષ મેં જાને કો બાધિત કરતા હૈ: યે સહી હૈ, યે ગલત. ઇસીલિયે સભી સંતગણ કહેતે હૈ કી નિષ્પક્ષપાતી બનો. યે તબ તક નહીં"
હોગા. જબ તક મન નિષ્પક્ષ હોવા માટે મનને જીતવું આવશ્યક છે. મનને જીતવા માટે સ્વીકાર કરવો અનિવાર્ય છે. તેનું મહત્વ એટલું વધારે છે કે આ સૌથી મોટી આધ્યાત્મિક સાધના છે. જે પણ તમારી સાથે સારું થયું કે ખરાબ થયું, તે બધાનો સ્વીકાર કરી લો. જીવનમાં જે નિર્ણયો ખોટા પડ્યા, તે બધા માટે પોતાને જવાબદાર ન ઠેરવો. બધું જ સહજ ભાવથી સ્વીકાર કરી લો.
હવે આ વર્તમાન ક્ષણમાં ઠહેરી જાઓ. તમારો કોઈ ભૂતકાળ નથી, ના તમારું કોઈ ભવિષ્ય છે. ભૂતકાળ અને ભવિષ્ય કોના છે? તે ફક્ત તમારા મનના છે. ભૂતકાળ અને ભવિષ્ય તમારા મનમાં છે. તે તમારા મનની જ કારણે છે. તમારા મનને તમારી એક છબી ઠેરવી છે. તે છબીનો જ ભૂતકાળ અને ભવિષ્ય હોય છે. તે જે છબી છે, તેને જોનાર કોણ હોય છે? જે તે છબીને જુએ છે, તેને નિહાળે છે, તેના પર હસે છે, તે પંખી છે જે ઊંચી ડાળ પર બેઠું છે. એક પંખી કર્મ કરે છે, તે નીચેની ડાળ પર બેઠું છે. જે ઉપરી ડાળ પર બેઠું છે, તે ફક્ત જુએ છે. તે પંખીના દ્રષ્ટિકોણથી પોતાના જીવનને જુઓ. તેના માટે ના ભૂતકાળ છે ના ભવિષ્ય. તે સદૈવ વર્તમાનમાં જ રહે છે. "અહમ અત્ર અશ્રદ્ય" – તે જ્યાં છે, વર્તમાનમાં છે.
ભૂતકાળ જેવી કોઈ ચીજ નથી. પાસ્ટ જેવી કોઈ પણ ચીજ નથી, કારણ કે પાસ્ટને પણ, ભૂતકાળને પણ ત્યારે જ જાણી શકાય છે જ્યારે તમે તેને વર્તમાનમાં લાવો, તેને યાદ કરો. ભૂતકાળનું દર્શન વર્તમાનમાં જ સંભવ છે. ભવિષ્ય જેવી પણ કોઈ ચીજ નથી. આજે તમારું જે ભવિષ્ય છે, તે વર્તમાનમાં જ છે. જેને તમે ભવિષ્ય સમજી રહ્યા છો કે "હું આ કાલે કરીશ," તે તમે આજે વર્તમાનમાં જ વિચારી રહ્યા છો. જ્યારે તે કાલ આવશે, તો તે પણ તમારા વર્તમાનમાં જ હશે. તો ભૂતકાળ અને ભવિષ્ય બંને વર્તમાનમાં જ છે. વસ્તુતઃ, બંને વર્તમાન વગર સંભવ નથી.
તો તમારે શું કરવાનું છે? પોતાના ભીતર તે આકાશ તત્વનો અનુભવ કરવાનો છે. ભૂતકાળ અને ભવિષ્યથી મુક્ત થાઓ, વિચારોથી મુક્ત થાઓ. તો તમારા ભીતર, તમારા અંદર એક આકાશનો, આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત આવશ્યક, આ ઠહેરાવ એક શૂન્યતા પેદા કરે છે. જેટલો આ ગહેરાટ શૂન્યતાનો અનુભવ થશે, તેટલી તીવ્રતાથી તમે આગળ વધી રહ્યા છો. તમે સ્વસ્થ થઈ રહ્યા છો, સ્વમાં સ્થિર થઈ રહ્યા છો.
એક બીજું લક્ષણ છે: જ્યારે તમે આ અસીમ આકાશનો અનુભવ કરો છો, તો તમારા ભીતર કોઈ વિરોધ નથી હોતો. સ્વીકાર ભાવ સ્વતઃ આવી જાય છે, શીતળતા આવી જાય છે. પોતાના મનને દૂર દૂરથી જુઓ, વિચારોને દૂરથી જુઓ અને સ્વમાં, એટલે કે આ શૂન્યમાં, આ આકાશમાં સ્થિત રહો. જુઓ કઈ પ્રકાર તમે જન્મો જન્મની આદતથી વારંવાર વિચાર ઉઠે છે, ભાવનાઓ ઉઠે છે, એક અસ્વસ્થતા આવે છે. "આના પછી શું થશે? આગળ શું કરું?" જેમ તમે વારંવાર ઉઠીને ભાગવા માંગો છો. કેટલાક લોકોને એવો અનુભવ થશે. તમારા ભીતર ઉઠતી આ ઈચ્છાને જુઓ અને તેને જવા દો. એક ગહેરો શ્વાસ લો અને ફરી વર્તમાનમાં આવી જાઓ.
હવે મારો પ્રશ્ન તમને છે કે જ્યારે તમે આ વર્તમાન ક્ષણમાં છો, તો આ "હું" જેને તમે "હું" કહો છો, તે ક્યાં છે? જે "હું"ને તમે આ વર્તમાન ક્ષણમાં "હું" કહી રહ્યા છો, તેનો અનુભવ થઈ રહ્યો છે. તમે જોશો કે આ "હું"ને વર્તમાનથી ભિન્ન કરી શકાતો નથી, કારણ કે આ "હું"નો અનુભવ સદા વર્તમાનમાં બન્યો રહે છે. અને આ વર્તમાનનો અનુભવ પણ સદા બન્યો રહે છે. "હું"નો કોઈ ભૂતકાળ નથી, ભવિષ્ય પણ નથી. તે જ પ્રકારે વર્તમાનનો કોઈ ભૂતકાળ નથી, કોઈ ભવિષ્ય નથી.
આ પ્રકારે "હું"ને આ શૂન્યથી, જ્યાં તમારા બધા અનુભવો આવે છે, જ્યાં તમે અવાજ, આ શબ્દ વગેરે સાંભળી રહ્યા છો, તે જ જગ્યાએ આકાશમાં આપણને સંભળાય છે. જુઓ, આ અનુભવ ક્યાં થાય છે? અત્યારે અને અહીં જ, આ શૂન્યમાં, આકાશમાં. બધા અનુભવો આપણને તે જ એક આકાશમાં, એક શૂન્યમાં જ થઈ રહ્યા છે. આપણી બધી તનમાત્રાઓ આ જ શૂન્યમાં, વર્તમાનમાં, આકાશમાં જ છે. તે જ એક સ્થાન છે, તે જ ચૈતન્ય છે, જ્યાં આપણને બધા અનુભવો થઈ રહ્યા છે. તેની અનુપસ્થિતિ ક્યારેય પણ નથી થઈ શકતી, ભલે અનુભવ નાનામાં નાનો હોય કે મોટામાં મોટો.
તો તમે કલ્પના તો કંઈ પણ કરી શકો છો કે આ ભ્રૂમધ્યમાં છે કે હૃદયમાં છે, મગર વાસ્તવમાં તમે તેને ક્યાંય નહીં, કોઈ દિશામાં નહીં, પરંતું ફક્ત અહીં, આ જ એક જગ્યાએ, આ અસીમ આકાશમાં જ અનુભવ કરી શકો છો. તેનો ના કોઈ દિશા છે ના કોઈ કાળ છે. તમે જોશો કે તમારા જીવનનો દરેક એક અનુભવ કે વિચાર અહીં જ થાય છે અને લય પણ અહીં જ થાય છે. આ શૂન્યમાં એક તરંગ ઉઠી અને પછી ગઈ, પાછી આ જ શૂન્યમાં. તમારા જીવનના સારા કે ખરાબ બધા વિચાર આ જ શૂન્યમાં ઉઠે છે અને પછી ત્યાં જ ગળી જાય છે. શું કોઈ તરંગથી આ ચૈતન્ય પર કોઈ પ્રભાવ પડી શકે છે? આકાશમાં એક પતંગ ઉડે છે, તો શું આકાશને તેનાથી કોઈ ફરક પડે છે? આ ચૈતન્ય ચિદાકાશમાં કેટલો પણ ધુમાડો ઉઠે કે વરસાદ પડે કે પંખી ઉડે, આ ચિદાકાશમાં કોઈ બદલાવ નથી થતો. વાદળ આવવાથી જેમ આકાશમાં ફરક નથી દેખાતો, તેમ જ ચિદાકાશમાં કંઈ પણ થવાથી આ ચિદાકાશ, મતલબ "હું," નથી બદલાતો.
તે બધું કાયમી નથી, પરંતુ ચિદાકાશ સદૈવ હોય છે, તે હોય જ છે. પોતાના જીવનમાં હું કેટલી પણ મોટીથી મોટી સુખ કે દુઃખની પરિસ્થિતિમાં હોઉં, આ ચિદાકાશ, આ "હું" પર કોઈ પ્રભાવ નથી પડતો. સદૈવ આ જ શીતળ શૂન્યમાં જ રહે છે. ઝીલની સપાટી પર કેટલી પણ તરંગો ઉઠે અને શાંત થઈ જાય, તેના તળિયે હંમેશા શાંતિ હોય છે.
જ્યારે તમે આ તત્વનો અનુભવ કરવાનું શરૂ કરો છો, વારંવાર અનુભવ કરવા લાગો છો, તો તમે ધીરે ધીરે આ "હું," આ ચિદાકાશ, આ ચૈતન્યથી જોડાઈ જાઓ છો. તમે સ્વમાં સ્થિત થવાનું શરૂ કરી દો છો અને એક દિવસ સ્વમાં સ્થિત થઈ જ જાઓ છો. તેનો અભ્યાસ કરો. કોઈ પણ કામ જરાક રોકાઈને કરો. આદત બદલો. આ ચૈતન્યનો અનુભવ લઈ આવો. આ શૂન્યને વારંવાર સ્પર્શ કરો, પછી કાર્ય કરો. ખાવાનું, ગાડીમાં બેસવું, બોલવું – આ બધા કામ એક ઠહેરાવથી કરો. એક ગહેરો શ્વાસ લો, ચૈતન્યને સ્પર્શ કરો અને કાર્ય કરો. આ પ્રયોગ.
કરે સ્વમે સ્થિર હોને કા અવસર આપ ઇસ ચૈતન્ય કો દે, સ્વયં કો જાન જાયેંગે. આપ હી વો હે, વોહી આત્મા હે, યહી તો પરમાત્મા હે. ધીરે સે, બિલકુલ સહજ તાસે, આપ વર્તમાન મે આય. હલકે સે, બિલકુલ હલકે સે અપની આંખે ખોલે.
શેલ વી ટેક અ બ્રેક? હેપી! મિલ ગયા આપકા આત્મા? મજામાં છો? ભોજન બધું સારી રીતે પત્યું? હવે પચી પણ જશે? આમાં કઈ કરવું પડે? બસ એવું જ છે, સેહેલું એકદમ. બધું પૂરણ ગલન પણ આનું ફર્સ્ટ પૂરણ તો પહેલા થઈ ગયું હતું. એ મૂકો.
"મેં પંછી ઊંચી ઢાલકા." તો આ હમણાં આપણે જે પ્રોસેસ એ કર્યો નાનકડો, કેવું લાગે છે? શું અનુભવ રહ્યો? કઈ સમજાય છે? પરમ ચૈતન્યનો કઈ અનુભવવા આવે? લેવલ એકદમ ડીપ સાઈલન્સ અને ટ્રાન્સ લેવલ પર હતા, સર.
"મેં કોણ હું? મેં કહા હું?" આ મેને ખબર પડી: આપણે અત્યાર સુધી જે "હું, હું, હું" કહીએ છીએ, તે વાસ્તવમાં શું છે? એક શૂન્ય છે, એક અંધકાર જ છે, બિલકુલ. એના અંદર કશું જ નથી, પણ ત્યાં દરેક સંવેદનો રજિસ્ટર થઈ રહ્યા. દરેક વસ્તુની ત્યાં આગળે રજિસ્ટ્રેશન થઈ રહી છે. પાંચે પાંચ ઇન્દ્રિયો જે કઈ ડેટા બધું લાવી આપે છે, એ બધું પણ ત્યાંને ત્યાં જ આવી રહ્યું છે અને એના જ કારણે આ બધી જ વસ્તુઓ આપણે જાણ જાણીએ છે.
સાવ નાના હતા, પહેલી વખત આપણે લાઈટ જોઈને આંખો આમ ખોલી તી કે હાથ આમ તેમ કરતા થયા હતા, તે સંવેદનોથી શરૂ કરીને અત્યાર સુધીના તમામ સંદે, એટલે જેને આપણે આ ઇન્દ્રિય જ્ઞાન કહીએ, એ બધું જ ઇન્દ્રિય જ્ઞાન ક્યાં આગળે થાય છે? એ જગ્યાએ થાય.
હવે આ જે "મે" છે, એને આપણે સમજવાનો જ હતો કે આ જગ્યાએ બધું કામ ચાલી રહ્યું છે. આ છે તો બધું છે, આ નથી તો કશું નથી. આપણે આત્માની બધી ડેફીનેશનો એની ઉપર લગાડી જુઓ, તો તમે જોશો, ખ્યાલ આવી જશે કે આત્મા આવો હોય. આ અનુભવની વાત. બાકી કોઈ એમ કહે કે "મેં આત્મા જોયો", એટલે વાત ખોટી. કેમ કે આત્મા કેવો છે? ઇન્દ્રિય અગોચર છે. એને કોઈ ઇન્દ્રિય જોઈ શકવાની નથી, જાણી શકવાની છે જ નહી. પણ છતાય અનુભવ આવે છે, તો એ જે અનુભવ છે, એ કેવું છે? અતિન્દ્રિય અનુભવ છે.
જ્ઞાન કેવું છે આપણું? આ બધું ધીમે ધીમે જે કઈ બાબતોની વાત કરીએ છીએ, પછી આપણને જે અનુભવ આવવાનું છે, એ કેવો હોવો જોઈએ? અતિન્દ્રિય અનુભવ હોવો જોઈએ. અત્યારે આપણે સમજણ મેળવીએ છીએ જ્ઞાનની, પણ જેવું એના પર આપણે કામ કરીશું, એટલે પાછું ધીરે ધીરે ધીરે કરતાં એ જ અનુભવ આપણને અતિન્દ્રિય અનુભવ આવવાનો શરૂ થશે. કેમ કે શબ્દોની તો એક મર્યાદા છે અને આ તો એનાથી એ પહેલે પાર છે. બીયોન્ડ ઓલ સેન્સીસ. એટલા માટે એને કીધું: "ગોચર છે ભાઈ, તમે જોઈ જ ના શકો."
કોઈ એમ કહે કે "આત્મા જોયો", આપણે પછી કહેવું પડે, "હા ભાઈ, ખરી વાત." માથું તો ફોડાય ની આપણે. પછી ત્યાં આગાળે નહિ તો પાછું કે આપણું માથું ફોડે. આપણે ખાલી પાછી આધા સીસી થાય. આવું બધું શા માટે કરવું? સુખમાં રહેવું ભાઈ.
જો કોઈ એમ કહે કે આમ તો કે આ બરાબર, આમાં નુકસાન નથી. કેમ કે રિલેટિવ બાબતો ઉપર આજે આપણે, જેને કહેવાય ને, આપણે આપણું સ્ટેન્ડ લઈને જો લાગી પડીએ છે ને, તેમાં જ આપણો આ સંસાર અત્યાર સુધીને ચાલ્યું. ન તો આપણે બધા ક્યારને પહોંચી ગયા હોય. તો મુકશે આ સમજણ? આજે જે છે, એટલી જ માનો કે ૨૦૦૦ વર્ષ પહેલા હોત, ૨૦,૦૦૦ વર્ષ પહેલા હોત, તો શું કરવા અનંત જન્મોથી આપણે આથડવાની જરૂર છે? એવું શું રહી ગયું તું આપણું, તો આ બધું કરવું પડ્યું આપણે?
એટલે બેસીને વિચાર કરીએ, એટલે પછી સમજાવવા માટે બધું. પછી આત્માનો આવી જ રીતે અનુભવ રહ્યા જ કરે, રહ્યા જ કરે. કશું નહી કરવાનું, કઈ કર્યા વગર. જો પેલા બેન છે ને, તો એ કઈ બહુ હમણાં ડીટેલ બહાર ના પાડી. પેમ્પ્લેટ એમ નું પણ એવું કહેતા હતા અમે આયા ત્યારે, તો કે આમ રાત્રે સોઈ ગયા ત્યારથી સવારે ઉઠ્યા ત્યાં સુધીના એક ધાર્યો સળંગ અનુભવ રહ્યો હતો. મહ કશું બોલ્યા જ કરે કે "હું તો આત્મા છું, હું તો આત્મા છું." એવું જ અનુભવ રે, તો કામ થઈ ગયું ને આપણું તો બધું?
તો આપણે જે ધ્યાન કર્યું ને, એમાં એક વચ્ચે વાત આવતી હતી. તો એ કહે છે કે "મેં પંછી ઊંચી ડાલકા." એટલે શું કહેવા માંગે છે? કે ભઈ, બે પક્ષીઓ છે: એક નીચી ડાળ પર બેઠો છે, એક પક્ષી છે એ ઊંચી ડાળ પર બેઠું. હવે ઊંચી ડાળ પર બેઠેલું પક્ષી નીચી ડાળ પર બેઠેલા પક્ષી ઉપર ધ્યાન લગાવીને બેઠું છે અને એ જોયા કરે છે કે આ શું કરે છે. એમાં કોઈ હરકત નથી, ખાલી એ જુવે છે અને જાણે છે, જુવે છે અને જાણે છે.
હવે નીચે ડાળ પર બેઠેલું જે પક્ષી, એ થોડી થોડી વારે ઉડે છે. ઘાસનું તણખણું લઈ આવે, કઈ લઈ આવે, કઈ લઈ આવે. એના બાળકો બચ્ચા હોય તો એના માટે ખાવાનું લઈ આવે, કઈ માળો બનાવવાનું કામ ચાલુ હોય એનું, તો એ કર્યા કરે. તો કેટલી બધી સવારથી સા સુધી એટ એક્ટિવિટી કર્યા જ કરે. પણ "મેં પંછી ઊંચી ડાલકા" વાળું જે છે, એ બેઠો બેઠો શું કરે છે? ચુયા જ કરે. એ ઉડે નહી, કઈ નહી.
તો આપણો આત્મા જે છે, એ "મેં પંછી ઊંચી ડાલકા" અને પેલો આ અહંકાર છે, એ ચિત્તની જોડે આ બધું તોફાન હવાર દેહાજ ઉદીને કર્યા કરે. "ચકો આયો, ચક્કી આવી", બે દાણા ભેગા કર્યા, ખીચડી બનાવી, બધું જે કઈ થયું, એ બધું એ પેલો જોયા કરે. આપણી હવાર દેહાંજ કેમની ચાલે છે, બેઠો બેઠો અંદર જોયા કરે. એને કોઈ હરકત નથી કરવી, બસ એ જોવું છે કેવું સુંદર છેજો સંસાર.
અને આમ વ્યવહારિક રીતે જોઈએ તો આપણાથી આમ કોકને કંઈક કર્યા વગર, કોકને કંઈક કીધા વગર રહેવાતું જ ના હોય. કઈકને કઈક થઈ જ જતું હોય.
છોકરા જુવાન થાય ને, સાહેબ, સાંભળે નહી બરાબર. અને પછી બાપાથી બોલી જ જાય અને પછી કઈક થઈ જ જાય. બોલો, એવું કેટલા ઘરમાં થાય છે અતાર?
જ્ઞાન લીધેલું હોય તોય, હતા સુધી પાંચ છ વાર તો લઈ લીધું કે દીપકભાઈ પાસે જઈને, કોઈ ચેન્જ નહી. તો કશું નથી, અનુભવ નથી આવતો. ગ્રહણ તો કરી લીધું, પણ અનુભવ આવશે, સમજણ આવી જશે જે દિવસે.
પ્રોબ્લમ સોલ્વ થઈ જશે, કારણ કે વાસ્તવમાં એ પ્રોબ્લમ જ નથી, ખાલી ગેરસમજ હોય છે બે વ્યક્તિઓ વચ્ચેની. એટલે આ "પંછી ઊંચી ડાલકા".
આપણો આત્મા કેવો છે? તો કે, જો આ પાંચ વસ્તુઓ છે એની અંદર. આમ તો બધી અનંતા અનંત વસ્તુઓ છે, પણ મુખ્ય પાંચ છે. તો કે, એ શુદ્ધ ચૈતન્ય છે, જેને હમણાં તમે પકડ્યું, ટચ કરીને બહાર આવ્યા બધા, "આવું હોય" એમ. બસ, એક ટેસ્ટ કરાવી દીધો. એમાં પરમજ્ઞાન હોય, તમામ પ્રકારનું જ્ઞાન એની અંદર મોજૂદ હોય, તમામ પ્રકારની શક્તિઓ મોજૂદ હોય, તમામ પ્રકારની શાંતિ મોજૂદ હોય, તમામ પ્રકારનો પ્રકાશ એની અંદર મોજૂદ હોય અને આનંદ હોય. આ પાંચ વસ્તુઓ મુખ્ય હોય ચૈતન્યની અંદર. આમ એવો સરસ લાગે, આહ્લાદક કે એને આપણે કહીએ છીએ કે આ પરમ ચૈતન્ય છે, આ આત્મા છે, આ પરમાત્મા છે. આ પાંચ વસ્તુઓનો અનુભવ આવવા જ માંડે એટલે આમ પાંચ જુદી જુદી એવી ખ્યાલ ના આવે, જેમ આપણે આમ એક કોળિયો મોઢામાં મૂક્યો હોય ને, બધું ખાટું-ખારું બધું એક સામટું જ ખબર પડે છે ને? એવી રીતે આ બધાયનું એક સરસ ટેસ્ટ આવે એટલે ખબર આવી જાય કે આ બસ આત્મા આવો હોય.
"દેવું ઈશ્વર કે અનુગ્રહ સે હી સ્વયં કો જાનને કી અભિલાષા હોતી હૈ." જ્યાં સુધી એ અનુગ્રહ નથી થયો, ત્યાં સુધી તો માણસને ગમે તેટલું આપણે લાલચો આપીને બોલાવીએ, "આ ક્લાસમાં આવો ને બેસો" કે "મફત જમવાનું મળશે, આમ થશે, તેમ થશે", કોઈ આવીને ઊભું રહેવા તૈયાર નથી હોતું. અંદર તૈયારી જોઈએ, આંતરિક. ખાલી આવીને બેસી રહેશે અને જો કંઈ ગ્રહણ જ નહીં કરશે તો પણ કાંઈ થવાનું નથી. એટલે એ જે પરિણામ આપણે લાવવું છે, એના માટે બધી જ વસ્તુઓ આવી રીતના અગત્યની.
એટલે કે, જ્યાં સુધી લોકોની દોડ બહારની હોય, ચિત્ત એનું બહાર ભટક-ભટક કર્યા જ કરતું હોય, તો એ ઘેર પાછું કેવી રીતે આવશે? જ્યારે એને ચિત્તને બતાવવામાં આવશે કે જે આઈસ્ક્રીમ તું બહાર શોધે છે, એના કરતાં વધારે સ્વાદ અંદર આવશે કે "ચાલ, હવે તું બેસી જા અંદર". અને જે દિવસે એને વાસ્તવમાં અંદર વધારે સ્વાદ આવશે, તે દિવસે બહારનું આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી જશે. સિમ્પલ.
એટલે જે લોકોની ભ્રાંત બુદ્ધિ હોય, એ લોકોને બધાને શું છે કે ઠેકાણે લાવવા માટે કોઈક ને કોઈક ક્રિયા-પ્રક્રિયાઓ ગુરુ આપી દે કે "તું આમ કર, છ મહિના પછી આવજે" કે "મોકલાઈ દીધો એટલે છ મહિના સુધીના હલ્લા ના મચાવો" એમ. સો, આ બધું પ્રોસેસ એ કર્યા જ કરે. પછી પાછો છ મહિના પછી આવે એટલે એનાથી આગળનું ઉપરનું આપી દે, "એ હવે તું આ કરજે" કે એ ચાલ્યા કરે. પછી છ મહિને જ આવવાનો છે પાછો. ત્યાં સુધીમાં એનો ટાઈમ થઈ ગયો હોય તો કે "મારાથી નહીં અવાય" એવું કહેશે. કોઈ પણ એક્સવાયઝેડ કારણ બન્યું, બરાબર? કોઈ બીમાર પડી ગયું, ફેમિલીમાં કોઈકનું અવસાન થઈ ગયું કે ધંધાની અંદર કંઈ ધ્યાન આપવાનો વખત આવી ગયો. કંઈ પણ કારણ બનશે, એ નહીં આવી શકે. એટલે પાછું એક ગેપ પડી જશે. એટલે વળી પાછું જે લેવલે આટલી બધી મહેનત કરીને પહોંચ્યો હતો, ત્યાં પાછું એ નીચે ઉતરી જાય.
એટલે આવું ચાલ્યા કરતું.
જ્યારે જ્ઞાનની અંદર કેવું છે કે એક વખત તમે આત્મજ્ઞાનની અંદર આવ્યા, પૂરી સમજણ લીધી અને તમને જેવું એમ કે આત્માનો એક લેવલનો અનુભવ આવવાનો શરૂ થયો, એ પછી ક્યારેય જતો નથી. એ હંમેશા રહે. આ પરમેનેન્ટ છે, કારણ કે આ ડેવલપમેન્ટ છે. શું આ શું છે? ડેવલપમેન્ટ. એટલે એનાથી નીચે ના ઉતરી જાવ, પછી આગળ વધારે ઉપર જઈ શકો, વધારે સારો અનુભવ કરી શકો, એના જેવું છે.
મારી પાસે ત્રણ પ્રશ્નો છે. તમારાથી જ શરૂઆત કરીએ આપણે, ચાલો. કદાચ, સર, મારા પ્રશ્ન/મારો મુદ્દો તમારા સુધી પહોંચે એ માટે પૂર્વભૂમિકા બાંધવી પડશે. તો જો લંબાણ થાય તો અગ્રીમ ક્ષમાયાચના. અમારા બધાના પાસે એટલી ધીરજ આ બે દિવસમાં આવી જ ગઈ છે કે અમે તમને શાંતિથી, સહાનુભૂતિપૂર્વક, પ્રેમથી સાંભળીશું. જી સર, ગો અહેડ.
સવારે સ્મરણના મુદ્દામાં એવું કહેવામાં આવ્યું, સાહેબ, કે પ્રભુને અનુલક્ષીને મંત્ર જાપ કરીને શ્રદ્ધાપૂર્વક પ્રભુને યાદ કરવા. સાહેબ, જો હું બીમાર હોઉં અને ડોક્ટર પાસે જાઉં, તો એના દવાખાનામાં તો ૫૦ દવાના ડબ્બા પડેલા હોય છે, પણ હું જાતે કોઈ ડબ્બામાંથી દવા નથી લેતો. હોમિયોપેથી અને આયુર્વેદમાં રોગની નહીં, રોગીનો ઉપચાર કરવામાં આવે છે. એટલે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ડોક્ટર મારી પ્રકૃતિ, મારું બળાબળ જોઈને મારું નિદાન કરે છે અને પછી મને કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપે છે. નિદાન કરવું અઘરું છે, ઉપચાર અઘરો નથી. ઉપચાર તો મટિરિયલ મેડિકા અને સંહિતાઓમાં લખેલો છે, સાહેબ, પણ એ વાંચીને હું નથી લેતો, કેમ કે મને નિદાન કરતા નથી આવડતું. શાસ્ત્રોક્ત, વેદોક્ત અને પુરાણોક્ત હજારો મંત્રો છે. એમાંથી મારો નૈદાનિક મંત્ર કયો?
મને કેવી રીતે ખબર પડે? કોણ આપે? અને આપે તો સાચું નિદાન થયું છે અને મંત્ર મળ્યો છે, કેવી રીતે ખબર પડે?
ઓકે. સામાન્ય રીતે એવું બને છે જીવનની અંદર. કોકને સહેજ માથું દુખે તો એ શું કરે? એક કે "એનેસીન લઈ લો ને". કોઈકને સહેજ ફીવર લાગે તો શું કરે છે? એક પેલી શું કહે છે, "મેટાસીન લઈ લો ને" કે આજકાલ "ડોલો" ચાલ્યું જાય, કંઈક બીજું, વોટએવર. મને કંઈ બહુ દવાઓનું જ્ઞાન નથી, કારણ કે માંદા પડવાનો હમણાં કંઈ સંજોગ ઊભો તો નથી. આત્મામાં રહીએ એટલે નિરોગી રહીએ, ભાઈ. સંસાર એ જ રોગ છે, પહેલી વાત તો એ છે. હવે એ જેવી ખબર પડે કે આ સંસાર રોગ છે, એટલે એને નીકળવાની શરૂઆત થવા માંડે, ખાલી જાણવા માત્રથી કે આ બીમારી છે આપણને સંસાર નામની લાગેલી છે. એને બીજી રીતે જુઓ તો એવું કહેવાય કે એક જાતની આ ઇલ્યુઝન છે. જે જ્ઞાનીઓ છે, એ તો કહે છે કે આ સંસાર ક્યારેય અસ્તિત્વમાં આવ્યો જ નથી. આ જે તું જોઈ રહ્યો છે, એ બધી ભ્રમણા છે. આવું બધું લખેલું છે શાસ્ત્રની અંદર.
તો આપણે જે જગ્યાએ છીએ.
એ તો સંસારની અંદર જ છે, એટલે ક્યાંકથી આપણે શરૂઆત કરીએ છીએ. જેમ ચાઈલ્ડ એજ્યુકેશન કિન્ડરગાર્ડનથી શરૂઆત કરે છે, બરાબર? એને મૂળાક્ષરોથી, ચિત્રોથી સમજાવાની શરૂઆત કરે છે. કશું કશું કરતાં કરતાં, કેમ? તો કે એની ગ્રહણશીલતા વધારવાની છે, એને તૈયાર કરવાનું છે. આવી રીતના કરીને, તેને નાની નાની ચીજો શીખવવાની શરૂઆત કરે છે અને પછી આપે છે.
ડોક્ટરો પણ એ જ કરતા હોય છે કે સામાન્ય ઉપચારો જે પહેલા વ્યક્તિએ પોતાના ઘરે, આસપડોસના માણસોને કહ્યું હતું. કાલે પણ આપણે કહ્યું હતું કે "બી યોર ઓન ડોક્ટર" વાળી ચોપડી મળે છે. ઘણા લોકો ખોલીને એટલે એવા કેટલાય લોકો મેં જોયા છે કે જે લોકો લાલ કિતાબ ખરીદી લાવે, અંદરથી આમ વાંચે, સાબર મંત્ર શેનો? કે લક્ષ્મી માટેનો, અને પછી કરવા માંડે. એટલે બે મહિના, છ મહિના, જે કંઈ એની મર્યાદામાં હોય, અમુક ટાઈમ સુધી એ લોકો કરે. આ કર્યા કરે, કર્યા કરે, પણ એ કરતાપણું છે ત્યાં આગળ અહંકારે કરીને જ એ કર્મ થશે.
હવે એ જે કાંઈ કરી રહ્યો છે, તેનું ફળ એને અત્યારે ને અત્યારે મળશે. પહેલો પ્રશ્ન આપણો એ છે. હવે આપણે જ્ઞાનમાં આવી ગયા છીએ, બરાબર છે? જ્ઞાન શું કહે છે કે જે કંઈ તમારી સાથે બની રહ્યું છે, એ તો રેકોર્ડિંગ થયું છે. હવે આ જો રેકોર્ડિંગ છે, તો એની અંદર એડિટિંગ પોસિબલ નથી. બહુ જ રેર એડિટિંગ પોસિબલ હોય છે, જે આપણા લેવલે આપણે ના કરી શકીએ. જેમ કે, કંઈ નાનું નાનું હોય તો આપણે કરી શકતા હોઈએ છીએ, પણ વધારે મોટો ઇશ્યુ હોય તો આપણે કોઈ સોફ્ટવેર એક્સપર્ટ હોય, એની આપણે હેલ્પ લેવી પડે. તો એવી રીતે એવું કંઈ થયું હોય તો આપણે જ્ઞાની પુરુષ, તીર્થંકર એવાની હેલ્પની જરૂર પડે. એટલું મોટું જો કંઈ કરવું હોય તો ચેન્જીસ આપણે. બરાબર ને? પેલું શું કહે છે, "ડેટા કરપ્ટ થઈ ગયો" એવું બધું કંઈક થયું હોય તો તમારે તેવું કરવું પડે.
તો બીમારીની અંદર, જે તમે કીધું એ પ્રમાણે, જેમ અમુક પ્રકારની દવાઓ સામાન્ય રીતે બધા જ લોકો લઈ લેતા હોય છે. પછી સ્પેસિફિક એવું લાગે કે હવે આનાથી મન નથી મટ્યું, એ ડોક્ટર પાસે જાય. એટલે પહેલા લોકો શું કરશે? લેબોરેટરી ટેસ્ટ કરાવશે. પહેલા લીવર ચેક કરો, કિડની ચેક કરો, લંગ્સ ચેક કરો અને ફોટો પાડો. બધું કર્યા પછી નક્કી કરશે કે હવે આ હોઈ શકે. સેમ યુ આર ડુઇંગ વિથ યોર મટીરીયલ મેડીકા સિમ્ટમ્સ. જે પણ એ ડિસ્ક્રાઇબ કરશે, તમે બધા લખતા જાવ છો "ઓન અ પીસ ઓફ પેપર", રાઈટ? પછી એ સિમ્ટમ્સ જે છે, એ "ગ્રુપ ઓફ સિમ્ટમ્સ" જેને કહેવાય, "યુ કોલ સિન્ડ્રોમ ઓલસો". અને એના લગતી કેટલી દવાઓ છે? તો એમાં પાંચ મળે, સાત મળે અને પચીસ પણ મળે, કેટલા કેસની અંદર? તો તેમાં પણ તમે જ્યુડિશિયસલી પાછા અમુક ચીજોને રૂલ આઉટ કરીને છેવટે તમે દવા આપો છો.
એટલે આધ્યાત્મની અંદર જાણકાર લોકો એવા હોય કે જે લોકોને સામે આવેલા માનવની પ્રકૃતિ. આ માનવ નહીં, આ તો મહાપુરુષ છે. સામે આવેલા માનવની જે પ્રકૃતિ છે, એનો એને બહુ સારો એમ કે એક આભાસ, અભ્યાસ રહેતો હોય છે. કારણ કે આ બધામાંથી બહુ જ વખત પસાર થયો હોય, બહુ જ લોકોને મળેલો હોય, એટલે બોળો અનુભવ હોય. એટલે એને આવતો જુએ, એના લક્ષણ જુએ, એની ચાલઢાલ જુએ, એની આંખો જુએ, એની જીભ તપાસે, એનો શ્વાસ કેવી રીતે ચાલે છે એનો જરા સ્ટડી કરે, એના વાળ જુએ, એના નખ જુએ અને એ જજમેન્ટ લઈ શકે. આવું બને છે, નહીં? મળ્યા છો એવા ડોક્ટરો? ધેર આર પીપલ, બરાબર છે? તો એવા જ પ્રકારના આધ્યાત્મિક પુરુષો પણ હોય છે.
એટલે એ તમને કહી શકે કે, "ભાઈ, તમને આવી પરિસ્થિતિ છે. આમાંથી તમારે બહાર આવવું છે, તો તમે આ પ્રકારનો મંત્ર કરવા માંડો, તો તમને એનાથી રાહત થઈ શકે." હવે આ બધું કેવું છે? ઇન્સિડેન્ટલ હોય. જો પહેલાને ફાયદો થવાનો હશે, તો એ એવા જોષી પાસે જશે કે એવા ગુરુ પાસે જશે કે જે એને સચોટ નિદાન કરીને કહેશે કે, "આ તારી દવા કે આ તારો મંત્ર અને આટલો ટાઈમ તારે કરવાનો." હવે પેલો ઘરે જઈને એ વસ્તુ શ્રદ્ધાપૂર્વક કરવાની શરૂ કરશે, તો એ જે બાકી રહેલો જે સિસ્ટમ ગેપ હતો, એ પૂરો થઈ ગયો. એટલે એનું જે કંઈ અટકી રહેલું હતું, એ કામ આગળ વધી જશે. મતલબ કે એ સાજો થશે. અથવા તો જો એને એ મંત્રથી લાભ નહીં થવાનો હોય, એને આગળ હમણાં નહીં વધવાનું હોય, તો અત્યારે કરેલા મંત્રો એના નિષ્ફળ જવાના નથી. એ એને કેરી ફોરવર્ડ થશે પાછા અને આવતા જન્મમાં એને સહાયભૂત થવાના છે.
હા, એ વાત સાચી છે કે અત્યારે આપણે આ બધી વસ્તુઓને જોઈ શકતા નથી. કારણ કે આપણે દિવાલની આરપાર પણ ક્યાં જોઈ શકીએ, ભાઈ? હજી તો જે દાડે એવું દેખાવાનું ચાલુ થશે, ત્યારે પેલું પણ દેખાવાનું ચાલુ થશે. આપણે ખાલી બેસવાની જરૂર. તો એવા મંત્રો છે કે જે સાદા છે, સિમ્પલ છે. જેમ કે, બેઠા બેઠા રામનું નામ લો. કોઈ કહેશે કે, "ભાઈ, શ્રીકૃષ્ણ શરણમ મમ કરો." એવા ઘણા મંત્રો છે કે જે કરશે તો એબ્સોલ્યુટલી નોન હાર્મફુલ જેને કહેવાય. એ કરવાથી કોઈ પ્રોબ્લેમ થવાનો નથી.
કેટલાક એવા મંત્રો છે જે બીજ મંત્રો છે. આ બીજ મંત્રો છે ને, એ બધા એટમ બોમ્બ જેવા હોય. એટલે એનો યુઝ કેવી રીતે કરવો જોઈએ? જ્યુડિશિયસ કરો. એમ.ડી. ડોક્ટર લખી આપે તો થાય, આપણાથી એનો ઉપયોગ નહીં તો કરવો જોઈએ નહીં. આમાં શું થાય કે દરેક આધ્યાત્મિક પ્રક્રિયા છે. ઈટ જનરેટ્સ સમ કાઈન્ડ ઓફ ધેટ એનર્જી. કેન બી બેનિફિશિયલ એનર્જી ઇઝ બેનિફિશિયલ, બટ નોટ ઓલ એનર્જી એન્ડ ઓલ અમાઉન્ટ ઓફ એનર્જી. કે જો તમારા ન્યુરલ સિસ્ટમ જે છે, એ પાંચ એમ્પીયરનો પાવર સહન કરી શકે એવું હોય. હવે એને 250 વોટનો એમ કે પાવર આપવામાં આવે તો એની શું પરિસ્થિતિ થાય? યુ કેન ઈમેજિન. ખ્યાલ આવે છે? એટલે એની પ્રકૃતિને જોઈને, આ કેટલું સહન કરશે, કેટલું એનાથી થશે એમ જોઈને એને આ પ્રકારનો પ્રોસેસ આપવામાં આવતો હોય છે. નહીં તો એમ કહી દે કે, "ભાઈ, તું જો આ મંત્ર ના કરતો."
કામ કર કે પાંચ સોમવાર કરજે, નહીંતર પાંચ ગુરુવાર કરજે કે પાંચ વખત, એક ટાઈમ ખાઈને એટલું જરાક કરજે કે એટલે એવી સારી પદ્ધતિ બતાવી દેવામાં પણ મુશ્કેલીવાળો હોય અને થોડું ટકી શકે એવો હોય, ખમી શકે એવો હોય, જાણતો હોય કે ભાઈ આ પ્રોસેસમાંથી આ અગાઉ પણ પસાર થયેલો વ્યક્તિ છે, એને વાંધો આવે એવો નથી. તો પછી એને આપવામાં આવે કે ભાઈ આ બૃહસ્પતિનો મંત્ર છે, તું આ કરજે. એનાથી તારે આ જે બ્રેઈન સેલ્સ છે એ બધા જનરેટ થવાના શરૂ થશે, એનું રીએલાઈનમેન્ટ થવાનું શરૂ થશે. આ બધું જ થાય છે. મંત્ર આધીન દેવતા, આ બધા જે દેવો છે, એ બધા મંત્રને આધીન છે અને "They are supposed to do certain things" જ્યારે મંત્રનું કોઈપણ ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે.
એટલા માટે તો આપણા આ જે સંસ્કૃતિની અંદર કહેવાતા આ મહાન ઋષિ-મુનિઓ જે થઈ ગયા હતા, એ બધાનું રિસ્પેક્ટ રાજા-મહારાજાઓ તો કરતા હતા, ભગવાન વિષ્ણુ ખુદ કરતા હતા, એવું પણ બધું શાસ્ત્રમાં લખ્યું છે. પેલા ભૃગુ નામના એક ઋષિ થઈ ગયા. તો પરીક્ષા કરવા ગયા હતા. તો ભગવાન વિષ્ણુને એમણે પાદ પ્રહાર કર્યો, એટલે કે લાત મારી હતી. પણ વિષ્ણુ ભગવાને તરત જ એમને કીધું કે, "પ્રભુ, મારો કંઈ વાંક-ગુનો? કે તમારા ચરણ સેવા મને કરવા દો કે આટલું કરવામાં તમને ઈજા થઈ જશે." એટલે "with that you know noble-ness", "with that" જેને કહેવાય કે "politeness", એમણે એ જે હતા તે ઋષિ ભૃગુ ઋષિ, એમની આખી ભૃગુ સંહિતા છે. એટલે વિષ્ણુ ભગવાનના ચેસ્ટ ઉપર એવું કહેવાય છે કે ભૃગુ લાંછન છે, એટલે લાત માર્યાનું ચિન્હ વિષ્ણુ ભગવાનની અંદર અને ત્યાં આગળ જે કૌસ્તુભ નામનો મણિ મૂકી રાખે.
આવું બધું લખેલું.
તો, "I hope that answers your question." એટલે કેટલાક મંત્રો એવા છે, સિમ્પલ છે. દાખલા તરીકે, આપણે હમણાં જ ઉચ્ચારણ કર્યું: "ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ..." હવે માનો કે કોઈ વ્યક્તિ બીમાર છે, આમ આમ થઈ રહ્યું છે, બોર્ડર લાઈન ઉપર ઝૂલી રહ્યો છે અને "it's becoming really painful for that person and the entire family." એટલે પછી શું થાય? તો કે એમને કહેવામાં આવે કે, "ભાઈ, કંઈ નહીં. ફેમિલીમાં કોઈપણ માણસ અથવા બધા સાથે મળીને પાંચ મિનિટ, દસ મિનિટ એમ કે આ મહામૃત્યુંજય મંત્ર કરો." એટલે શું છે કે એક આખું વાતાવરણ ફરવા માંડશે.
આપણે બોલાયેલા શબ્દો જે છે, એનો ફરક પડે છે ને? એ તો તમે સમજો છો. સામાન્ય ભાષામાં આપણા બોલાતા શબ્દો હોય, એકબીજા સાથે જે રીતે આપણે વાતચીત કરીએ, પછી અવાજ ઊંચો કરીને વાતો કરીએ, પછી એનાથી મોટા અવાજે વાતો કરીએ, આપણે જાણે ખૂબ લડતા હોય બે જણા એવી રીતે વાતો કરીએ, વાતાવરણ બદલાઈ જાય છે. આ મંત્રોચ્ચાર જ્યારે આપણે સરસ રીતે, આ બધા મંત્રોચ્ચાર યોગ્ય રીતે જ્યારે કહેવાય છે, હવે જે પણ આપણને આવડતું હોય. હવે આની અંદર ઘણી વખતે એક વાત મહત્વની એ પણ છે: મહત્વ શબ્દ કરતાં ભાવનું વધારે હોય છે.
હવે કોઈક મારા જેવો ગામડિયો હોય, બિચારાને કશું આવડતું ના હોય, મંત્ર બધું કશું નહીં. તમે બધા ભલે ગાયત્રી, પેલા ગાયત્રી મંત્ર કરો, મહામૃત્યુંજય મંત્ર કરો. અહીં આગળ કોઈ વ્યક્તિ બીમાર હોય ને, આપણે બધા ભેગા થયા છીએ. "Imagine that situation." હવે હું આવીને ઊભો રહું તો મને તો કંઈ સૂઝ પડતી નથી કે ભાઈ હવે આને મારે શું હેલ્પ કરી શકાય? તો હું બે હાથ જોડીને બિલકુલ મૂંગો મૂંગો ઊભો રહીને મનમાં બસ એવું વિચારતો હોઈશ કે, "હે ભગવાન, આને સાજું કરી દેજો. આના ફેમિલીને બિચારાને કેટલી તકલીફ પડી રહી!" આ મંત્ર કરતાં પણ વધારે પાવરફુલ વસ્તુ હોઈ શકે ને? "Can you understand?" "Yes." તો એટલે એવું છે કે જરૂરી નથી કે દર વખતે મંત્રો જ કરવા. ક્યાંક તમારી કોઈક બીજી વસ્તુ પણ એટલી જોરદાર અસરદાર હોઈ શકે છે. "Yes."
સ્વર્ગ છે કે નરક છે? ભાઈ, આપણે ક્યાં છીએ? આપણે જ્યાં છીએ ત્યાં સ્વર્ગ છે. આનો પહેલો જવાબ એ હોઈ શકે. આ બધા છે ને ઘણા બધા જવાબોવાળી વાત છે, કારણ કે આ પ્રશ્ન એવી જાતનો મૂકેલો છે. પેલું જેને કહેવાય ને, "ટેસ્ટિંગ કરતા હોય એ માઈક ટેસ્ટિંગ ચાલે છે અત્યારે." તો સ્વર્ગ છે કે નરક છે એમ પૂછ્યું છે. એટલે આપણે એમ પૂછવાનું છે કે, "ભાઈ, તમે ક્યાં ઊભા છો? તમારું એડ્રેસ શું છે?"
બીજી વાત, સ્વર્ગ પણ છે અને નરક પણ છે. એ જગ્યાને તમે કેવું બનાવો છો તેના ઉપર એનો આધાર છે. રૂમ તો રૂમ સિમ્પલ જ હોય છે, પણ તમે સરસ રીતે એને ડેકોરેટ કરો, પ્રેઝન્ટેબલ બનાવો. સરસ રીતે ફર્નિચરથી એને ફર્નિશ કરો, સોફા હાથે બધું લગાવો. પછીથી હજી એનાથી વધારે આગળ જાવ તો એનું ઈથરિક ક્લીન્સિંગ થાય. એટલે કંઈક તમે કેન્ડલ લગાવો, સુગંધવાળી કંઈક દીવો કરો, કેમ્ફર કપૂર આવે છે, તમે લગાડો. એવું બધું કરી કરીને...
આપણી ઇન્ડિયન એમ્બેસીએ એક એડવાઇઝરી ઇશ્યુ કરેલી છે કે ભારતીય નાગરિકોને સાવધાન કરવામાં આવે છે કે અમુક અમુક જગ્યાઓએ જવું નહીં. વાંચ્યું છે આવું પેપરમાં? એવું થતું હોય છે. આપણને એક એડવાઇઝરી ઇશ્યુ કરવામાં આવે કે આ દેશમાં વસતા તમામ લોકો જે ભારતીય છે, ભારતીય મૂળના છે, તેવા સૌને સૂચના આપવામાં આવે છે કે વહેલી તકે આ દેશ ખાલી કરો. દાખલા તરીકે, પાકિસ્તાન. અમુક સંજોગ થાય એટલે તરત જ બધા વિદાય થવા માંડે ત્યાંથી. બરાબર?
હવે જો પ્લેસની વાત કરીએ, સ્વર્ગ અને નરક. તો કે હા, એ પણ છે. જેમ ફિઝિકલ પ્લેસ હોય છે, આ સુરત છે, એવી રીતે નરક પણ છે. પણ ત્યાં જનારા પણ છે, એટલા માટે એ છે. શું નહીં તો એ ચોપાટીને મેદાન બની જાય. પાછું નરક પણ છે, કેમ કે ત્યાં જનારા પણ છે. જે દિવસે બધા ત્યાંથી નીકળી જાય તો એ નરકને તાળું મારી દેવું પડે. છેલ્લા નીચલા ત્રણ નરક છે ને, એમાં ઓલરેડી અત્યારે તાળું મારેલું. ત્યાં કોઈ જતું જ નથી, ત્યાં જવાનો પ્રયત્ન કરવા જેવું પણ નથી એમ તો ખરેખર તો. પણ હા, ઉપલા ચાર નરક છે અને બાકીના સાતે સ્વર્ગ છે. "You can revisit."
ધેમ, ઇફ યુ વોન્ટ, એના માટેની કન્ડિશન શું? સ્વર્ગમાં જવું હોય તો શું જોઈએ? અમેરિકા જઈએ તો આપણી પાસે શું હોવું જોઈએ? કઈ કરન્સી હોવી જોઈએ? યુએસ ડોલર, બરાબર? હવે આપણે ઇન્ડિયન રૂપી લઈને દાખલા તરીકે ત્યાં જવા માંગીએ તો આપણે ત્યાંના એરપોર્ટ ઉપર પણ છેવટે આપણા એક્સચેન્જ કરી લેવા. પણ ઇન્ડિયન જે ગવર્મેન્ટ છે એનો કાયદો એવો છે. ડરવાની જરૂરત ઓલરેડી આપણે અહીંયા છીએ. હવે પાછું આ બધી જગ્યામાં ક્યાં જવાની જરૂરત? ભરતભાઈ કાનાની: "કર્મ આઠ છે, આઠ છે. અંતરાય કર્મમાં કોઈનું અહિત થતું દેખાતું હોય તો ત્યારે બોલવું કે મૌન રહેવું?" આ પૈસા સિવાયની બાબત. પણ પૈસાને શા માટે છોડી દેવાનું? આપણે તો દરેક બાબતની અંદર આઠ કર્મ છે એ વાત સાચી. એમાંનું એક અંતરાય કર્મ છે. પણ એ અંતરાય કર્મ એવું છે કે જે ઘાતી થાય છે, એટલે કે આત્માને પ્રગટ થવા ન દે એવા પ્રકારનું કર્મ છે.
તો એવા એની અંદર કર્મની અંદર કોઈનું અહિત થતું દેખાતું હોય તો ત્યારે બોલવું કે મૌન રહેવું.
હવે બેન, જો આ બોલવું કે મૌન રહેવું એ સત્તા આપણી કે કોઈક બીજાની? બોલવું આપણા હાથમાં છે? આપણી વાણી, આપણા વિચાર, આપણા વર્તન આમાંથી કશું બી આપણા હાથમાં છે ખરું? એ કેવા છે? પર છે અને પરાધીન છે. પરસત્તામાં આવે. આત્માની સત્તામાં આ બધું આવતું નથી. આત્માને કશું પણ બોલવાની જરૂરત પડતી નથી. કશું પણ આત્મા ખરેખર બોલી શકે પણ નહીં, કારણ કે એને જરૂરત પણ નથી. એટલે એમાં જો તમે શુદ્ધાત્મા છો, એમાં તમે છો, તો તમારે કશું જ કરવાનું હોતું નથી. પણ જો તમે એમાંથી બહાર નીકળીને પોતે કંઈક જે નામધારી, દેહધારી હો તે તમે બની ગયા, તો પછી તમને વ્યવહારિક ધર્મો લાગુ પડે છે અને વ્યવહારિક ધર્મોની અંદર તમને વ્યવહારિક એમ કે બેનિફિટ પણ હોય તો વ્યવહારિક નુકસાન પણ હોય. પછી જે કંઈ તે વખતે નીકળશે, માનો કે ભાષા એવાયઝેડ બે ચાર જે બી સેન્ટેન્સ નીકળ્યા, તો એના પાછા રિએક્શન્સ પણ કારણ કે આ તો ઓલરેડી રિએક્શન છે.
તો હવે રિએક્શનનું પાછું રિએક્શન પણ આવી શકે છે. એટલે આટલું જ છે આના અંદર. એટલે મૌન રહેવું કે બોલવું એ પણ આપણા હાથની વાત ખરેખર નથી.
હવે જો આપણે રહ્યા તો આપણે એમ માન્યું કે આપણે રહ્યા, પણ વાસ્તવમાં આપણે જ રહ્યા છીએ એવું હોતું. એ તો અહંકારે કરીને થાય છે. આ બધા કૃત્યો આપણે કરતા જ નથી. કોઈ પણ કર્મના કર્તા નથી, તો પછી આના કેવી રીતે હોઈ શકીએ? અંડરસ્ટુડ? ગુડ. વર્ષાબેન હિરેન: "હું આત્મા છું અને હિરેન રિલેટિવ છે." વેરી ગુડ. તો રિલેટિવ રેકોર્ડિંગ છે, તો આમાં કરવાનો ભાગ કોનો? હિરેનભાઈ, મને થોડુંક સમજાવશો તમે શું પૂછવા માંગો છો? "હું આત્મા છું અને આ રેકોર્ડિંગ છે જે અત્યારે ચાલે છે એ રેકોર્ડિંગ છે, તો હવે આત્મા શોધો, આત્મા થઈ ગયો, તો હવે કરવાનું શું?" કંઈ નહીં. આત્મામાં પ્રેમનું ખબર પડી ગઈ ને? આત્મા છું એ તો નક્કી થઈ ગયું, ડિસાઈડેડ થઈ ગયું ને? આજે હિરેન રિલેટિવ જે એનું રેકોર્ડિંગ છે એવું તમે જે લખ્યું છે, તો એ તો ઓટો પર છે ને? એ પ્લે થવાનું કુદરતી રચના છે ભાઈ.
આ તો આપણે અહીંયા બધું સમજા આ કરવાનું ને આમ કરવાનું ને શ્વાસ લેવાનું, આ જે કંઈ કરવાનું આવી રહ્યું છે ને એ બધું પાર્ટ એન્ડ પાર્સલ ઓફ જેને કહેવાય કુદરતી રચનાનો ભાગ છે. તમારી કુદરતી રચનાના ભાગ રૂપે તમે અહીંયા ક્લાસમાં આવીને બેઠા હો. જો એવું ના હોય તો તમે અહીંયા હોઈ જ ના શકો, કારણ કે આ બધી જ વસ્તુઓ શું છે? સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ઉપર ચાલે છે દાદાના કહેવા પ્રમાણે, રાઈટ? તમે એવું માનો કે હું અહીંયા આવ્યો. દાદાએ એવું કહેતા હતા કે તમે અહીંયા આવ્યા કે તમને અહીંયા લાવવામાં આવ્યા? કુદરતી સંજોગો એવા બનતા જાય. તમે હા પાડો પેલા ભાઈને કહે કે આવો ક્લાસ છે, પછી તમને અનુકૂળતા હોય ત્યારે હવાય. આ ક્લાસમાં બે ભાઈ એવા હતા કે જે લોકો ગઈકાલ ક્લાસમાં આવવા માંગતા હતા, પણ બંનેના સંજોગો એવા હતા કે એ લોકો પહોંચી ના શક્યા અને આજે એમના સંજોગો બદલાયા છે.
બંને અહીંયા મોજૂદ છે. એમને કાલે ગમે તેટલો પ્રયત્ન કર્યો હોત, એમના હાથની વાત જ નહોતી. એટલે એમને ઘેર રહેવું જ પડ્યું. ઘેર એટલે ક્લાસમાં ન આવી શક્યા ટૂંકમાં. ધેર વોઝ અધર ઇમર્જન્સી. કંઈ પણ બીજું બનશે, અહીં સુધી એ પહોંચી જ નહીં શકે. એટલે મોક્ષ મેળવવા માટે આવી રીતે ઓટોમેટિક મળી જાય. આ બધું જ તમારું ગોઠવાતું જ જશે. તમારી જે જો પુણ્યાઈ હતી એટલી કે તમે આત્મા વિશે જાણો. હવે આ રોડ ઉપર કોઈ માણસને આટલું બધું હું જ્ઞાન ગમે તેટલું આપી દઉં કે ભાઈ તું આ કર, અડધો કલાકમાં તું મોક્ષે જઈશ, પણ પેલો કે યાર મારું પેટ ભરવાનું છે, આ બધું રહેવા દે. મારું ને મારા ફેમિલીનું શું? અત્યારે મારી જરૂરિયાત મોક્ષની નથી, એ મને એવું કહેશે. એટલે એ જતો રહેશે. હું ગમે તેટલું એના પ્રેમ અને કરુણાથી કેટલું બી એને સમજાવવાનો પ્રયત્ન કરીશ, એ એવા સ્ટેટ ઓફ માઈન્ડમાં છે જ નહીં કે એને ગ્રહણ કરી શકે.
એટલે જતો રહેશે. પણ અહીં સુધી આવનાર દરેક વ્યક્તિના ખાતામાં એટલું પુણ્યાયનું બેલેન્સ અચૂક હોય કે જેને આત્મા વિશે નિરાંતે બેસીને એસીના અંદર આવું બધું આમ સાંભળવાનો મોકો મળે. એટલું ચોક્કસ એટલી પુણ્યાઈ હોય જ એમના પાસે. અને પછી અંદરથી એ લોકોને એક જાતનું અંદરથી એક પુશ બી હોય કે ભાઈ હવે જે કંઈ અત્યારના મારા કન્ડિશન છે, ફેમિલીના જે બી મારા જીવનના આ બધાની આગળ શું? હવે એના ઉપર શું? એવું એક જાતનું કંઈક અંદર પડેલું હોય એના જે આપણે કહીએ ને આશય, અંતરના આશયોની અંદર. એટલે એની અંદર શોધખોળ અંદર ઊંડે ઊંડે ચાલુ હશે. તમારે છે જ ને? તમે કહો કે નથી, તો બોલો હું માની જઉં. એટલે એ ભાગ જ સમજતો તો સમજવો છે કે ભાઈ મોક્ષે જવાનું છે, આત્મા સમજાણો, તો હવે કરવાનું શું એમ? આત્મા સમજાવ્યો એટલે કંઈ નહીં કરવાનું.
હવે મોક્ષે કોણ તેડી જશે તમને? આના આ જ સંજોગો તેડી જશે જે તમને અહીંયા આગળ લઈ આવ્યું છે. ખ્યાલ આવ્યો? જે સંજોગોએ તમને આત્માનું જ્ઞાન આપ્યું, દાદા ભેગા કરી આપ્યા, જે કંઈ બધું જ્ઞાન તમારી પાસે એકઠું થયું, હવે આના અંદર પણ આ શીખવાડ્યું, પેલું શીખવાડ્યું, પેલું શીખવાડ્યું વગેરે બધું થયું. આ બધા જ સંયોગિક બાબતો છે. એટલે એક પછી એક ચીજો ભેગી થતી જાય.
સાંજે પછી તમે ઘેર બેઠા હોય, કાલે સાંજે તો તમને આમ વિચાર આવશે કે, "હા, મારે કંઈક પેલું મને શીખવાડ્યું હતું ને!" લલાય, મને બોલવા દે થોડું. એટલે એ ઓટોમેશન પણ જતું જશે ધીરે ધીરે, ધીરે ધીરે. આવી ચીજો અંદર આવતી જશે અને એ જ વસ્તુઓ તમને ધીરે ધીરે મોક્ષ તરફ આગળ લઈ જશે.
આપણે કીધું ને કે મોક્ષ એક આમ એક જગ્યા છે કે જ્યાં આગળે બધા જતા હોય છે, બરાબર? પણ એ 'આફ્ટર ડેથ' એવી એક જગ્યા છે કે જ્યાં જવાનું છે, બરાબર છે? અને એ પણ આ હ્યુમન સૂટ કામ લાગવાનું નથી, એટલે એને ડિસ્પોઝ ઓફ કરવાનું થશે, ત્યાર પછી જવાશે. પણ મૂળ વાત એ છે કે ત્યાં જવા માટેની એલિજીબલ ક્રાઇટેરિયા શું છે? તો કે અહીં 'હિયર એન્ડ નાવ' તમને સંપૂર્ણ મુક્તિનો અનુભવ આવવો જોઈએ.
યુ આર નોટ રેસ્પોન્સીબલ ફોર એનીથિંગ. યુ આર નોટ રસ્પોન્સીબલ ટુ યોર ફેમિલી. યુ આર નોટ રસ્પોન્સીબલ ટુ યોર કંટ્રી. કેમ કે તમે નાગરિક નથી, તમે ફેમિલીના મેમ્બર નથી, તમે શુદ્ધાત્મા છો. સ્ટેટસ તમારું ચેન્જ થઈ ગયું છે. તમે અત્યારે શુદ્ધાત્માની સીટમાં બેઠા છો. તો આ બધી વસ્તુઓ કેવી છે? રિલેટિવ છે. તો રિલેટિવ વસ્તુઓ રિયલને અપ્લાય થઈ શકે? રિલેટિવ વસ્તુઓ રિયલને કેવી રીતે અપ્લાય થાય? એટલે થઈ શકે નહીં. તો તમે ઓલરેડી આત્મા છો, એટલે આત્મા તો પોતે જ મોક્ષ સ્વરૂપ છે. એને કશું કરવાનું હોતું નથી. એનો ટાઈમ થશે એટલે પહોંચી જ જશે.
રહી વાત મુક્તિની, તો આ બધું કરતાં કરતાં કરતાં પરિસ્થિતિ એવી આવતી જશે કે હળવાસ આવતી જ જશે, આવતી જ જશે, આવતી જ જશે તમારા જીવનની અંદર. બિલકુલ તમને મુક્તતાનો એહસાસ આવી જ જાય. સહજ સ્વાભાવિક આ બધું 'બટ નેચરલ' થવાનું, કરવાથી ન થાય.
અક્રમ વિજ્ઞાન શું છે તેના વિશે આ છે કંઈ? હા, એટલે એ જ અક્રમ. આ તો ક્રમ સમજ આવે છે કે ભાઈ ચાલો, ધીમે ધીમે ધીમે ધીમે ભેગું થતું જશે અને આપણે જતા જશું. આ એક ક્રમ સમજાય છે, તો અક્રમ શું? અક્રમ વિજ્ઞાન એટલે તમને અમુક પ્રકારની પરિસ્થિતિ હતી અને 'ઓલ ઓફ અ સડન' તમને આ આપવામાં આવ્યું છે, બરાબર છે?
અક્રમનું જ્ઞાન, જે જ્ઞાન ક્રમિક માર્ગે જો તમારે મેળવવાનું થાત, આ જે લેવલે તમારે પહોંચવાનું હતું તે લેવલે, તો તમને બીજા ઘણા જન્મ થાત. ત્યાર પછી તમને આ જ્ઞાન ઉપર તમે પહોંચી શકત. પણ તમારી પાસે અમુક પ્રકારની પુણ્યાઈનું બેલેન્સ, તમારા બધા જે કોઈ બે-ત્રણ જન્મના માતા-પિતા હોય, એ લોકોએ આશીર્વાદ આપ્યા હોય, સાસુ-સસરા હશે, તે લોકોએ આશીર્વાદ આપ્યા હોય કે તમારું ભલું થાય, કલ્યાણ થાય. તમારા જે કોઈ જે તે વખતના બધા દીકરા-દીકરીઓ હશે, એ બધા પણ બધા તમારા માટે સરસ સરસ પ્રાર્થનાઓ કરી હશે. તો આવું બધું ઘણું ભેગું થયું હોય.
તમે ત્યાં આગાળે જે પ્રકારનું જીવન જીવેલા હોય, એવા જીવનની અંદર તમે લોકોને એટલા હેલ્પફુલ બન્યા હોય અને એ લોકોના અંતરના આશીર્વાદ પણ એવા હોય, એ લોકો બી એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું બહુ સારું થાય. આવું બધું ઘણું બેલેન્સ ભેગું થઈ ગયું તમારી પાસે કે જે 'આઉટ ઓફ વે' હતું. નોર્મલ કોર્સની અંદર તમારું અમુક જ થઈ શકતું હતું, પણ હવે આ બધું ભેગું થઈ ગયું અને અહીંયા સંજોગે કરીને જ્ઞાન આવવાનો, જ્ઞાની પુરુષ પેદા થવાનો, જ્ઞાન વિશે જાણવાના એવા સંજોગો ઊભા થવા માંડ્યા. એટલે અહીંયાથી બસ તમારે આમ જેવો સાંધો મળી જાય એટલે તમે આમથી આમ આવી જાવ, એવી રીતે આ તમને મળ્યું છે. એ અક્રમ છે.
ક્રમની અંદર આની આ જ વસ્તુઓ પર તમારે પહોંચવું હોય તો માનો કે બીજા બે વર્ષ, પાંચ વર્ષ, સાત વર્ષ, એક જન્મ, બે જન્મ – યુ નેવર. ક્યાં સુધી પહોંચવાનું થાય? કેટલું બધું! આવું કરતાં કરતાં કરતાં, જેમ પેલા ભાઈ કહેતા હતા ને કે, "આ મંત્ર કરો, પેલો મંત્ર કરો," એમ કરતાં કરતાં કેટલી બધી મહેનત કર્યા પછી તમે તમારા અંડરસ્ટેન્ડિંગના એ લેવલે પહોંચત કે જ્યાં તમને આવું જ્ઞાન ત્યાં આગડે પ્રાપ્ત થઈ શકે અને એ તમને ઉપયોગી ન નીવડે પાછું.
અત્યારે જેમ કીધું ને કે આખું મોટું એક છે આ 'વિજ્ઞાન ભૈરવ તંત્ર'. હવે વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર 112-12 પદ્ધતિઓ બતાવી છે. અલગ અલગ અલગ અલગ પદ્ધતિઓ મેડીટેશનની. એટલે જો બધી તમે એક સામટી જો કરવા માંડો, શક્ય બનવાનું નથી. કોઈ એક એવી પદ્ધતિ છે આટલા બધામાંથી કે જે તમારી પ્રકૃતિને અનુકૂળ હોઈ શકે. એટલે એમાં શું થશે? કાં તો તમારી પ્રકૃતિને જાણકાર હોય એવો ગુરુ હશે જે તમને પ્રિસ્ક્રાઇબ કરશે કે ભાઈ તમારે મેટાસીન આટલા પાવરની લેવાની, તો તમને એ ફળદાઈ થશે. અથવા તો તમે ખુદ એ લેવલ ઉપર પહોંચો, ટ્રાયલ એન્ડ એરર કરતાં કરતાં કરતાં કરતાં. હોમિયોપથીમાં કરે, "નક્સ વોમિકા 10એ (હોમિયોપેથીની જાણીતી દવા)," પછી કે, "વર્ક નથી કરતી." "ઓકે, ચલો આપણે 30એ આપો." પછી "વર્ક નથી." તો કે, "હવે એક વખત 100એ આપો, જોડે કંઈક બીજું આપો." અને પછી એ જુએ, વળી પાછો ડોઝ ઘટાડીને ને જુએ કે કેવું થાય છે.
ધેટ્સ વોટ વી આર ડુઇંગ, રાઈટ? આ તો એક જસ્ટ વાત કરું છું તમને. સામાન્ય ખ્યાલ તો છે ને? આવું જ બધું કરે છે ને લોકો? તો કોઈ પણ ડોક્ટર હશે, તમે જુઓ તો એ લોકો પણ શું કરે છે? પ્રેક્ટિસ કરે છે. બધા સ્પિરિચ્યુઅલ જે કંઈ કરે છે, એ બધું શું છે? પ્રેક્ટિસ કરી રહ્યા છે. સવારમાં કોઈપણ સંધ્યા, પૂજા, ગાયત્રી મંત્ર, ઘણી બધી ચીજો કરતા હોય છે. અમાર પેલું એ હોય, કોઈ બીજું કે, "હું તો રોજ ભક્તામર સ્તોત્ર જ કરું છું." કોઈ કહે છે કે, "હું પદ્માવતી માની..."
આરતી જ કરું છું. કોઈને પૂછીશું તો કહે છે કે હું રોજ આખું એક ચરણ વિધિ દિવસમાં એક વખત તો ચોક્કસ કરું છું. તો દરેકને પ્રિસ્ક્રાઇબ મેડિસન દરેકની પાસે મોજૂદ છે. આ બધી સ્પરિચ્યુઅલ પ્રેક્ટિસીસ તો પ્રેક્ટિસ છે. આ કરતાં કરતાં કરતાં તમે ત્યાં આગળે પહોંચતા કંઈક એવું બની જાય સડનલી કે તમને આવું જ્ઞાન મળી જાય. અત્યારે આપણે અહીંયા આગળે બેઠા છે. કોઈક એવી જ ચીજ બને તમારા જીવનમાં કે હમણાં એક ટેલિફોન આવે. એક ટેલિફોન આવે ને તમારે અહીંથી નીકળી જવાનું થાય. જ્યાં આગળે જાવ ત્યાં આગળે કોઈક એવી વ્યક્તિ દાખલા તરીકે મોજૂદ છે કે જે તમને અમુક ચોક્કસ પ્રકારની એમ કે પ્રોસેસ કરે અથવા અમુક પ્રકારની ચીજો જો કરે તો તમને અમુક પ્રકારનો અનુભવ સીધો ઊભો કરી આપી શકે. હવે તમે ત્યાં આગળે પહોંચ્યા અને જો એનો સંજોગ થઈ ગયો, એ થાય તો તમારું કામ થઈ જાય.
તો તમે આ જે કઈ ચાલી રહ્યું છે એનાથી એવું ઉપરના આધ્યાત્મિક અનુભવો પણ પ્રાપ્ત કરી શકો.
આ બધું અલ્ટીમેટલી તો વેણ જ છે આમ જોવા જઈએ તો. અને છેવટે એ અક્રમ જે છે એ પણ ક્રમિકની અંદર તો જોડાઈ જ જતું હોય છે ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ. આતો એક નાનકડો એક જેને કહેવાય બાયપાસ કરવાનો એક હતો જે એરિયા અમુક વર્ષો માટે એટલા માટે થઈને આ બધું કાઢવામાં આવ્યું હતું. વળી આ બધું પાછું જોડાઈ જવાનું. જસ્ટ વેટ, એકાદ જનરેશન હવે બસ. પછી અક્રમપૂરું, એ બધું પાછું ક્રમિક થવાનું ચાલુ થઈ જશે. ઓલરેડી આપણે અત્યારે કેવું કરીએ છીએ કે સવારે ઉઠીએ ત્યારથી આપણે બોલીએ. દાદાએ સવારથી ઉઠીને કરવાની આપણને પ્રાતક વિધિ આપી છે, નમસ્કાર વિધિ આપી છે, આ કરી છે, બધી વિધિ આપી છે. આત્માને કોઈ વિધિની ખરેખર જરૂરત હોતી નથી. પણ કરે છે કોણ? તો પછી તો કે પેલો બાવો છે. એ બાવાને કરાવડાવાની એટલે બાવો ચોખો જેમ જેમ થતો જશે, આત્મામાં એની શ્રદ્ધા ફિટ થતી જે છે એટલે બાવો છેને વધારેને વધારે ટાઈમ આત્મા પાસે બેસી રહે છે.
એ સંગ દોષ એને આત્માનો લાગ્યો એટલે એનું કામ થઈ જવાનું. પછી તો પૂરું થઈ ગયું કામ.
"હું દિવ્ય આત્મા છું, હું પ્રકાશ છું" આવા બધા શબ્દો બોલવાથી આપણે એ હિપ્નોટિક કરવી શકવી કે આપણે માઈન્ડને તો આપણને જે જ્ઞાન મળે, શું એ સાચું જ્ઞાન છે કે આપણે એક ભ્રમમાં છીએ? કારણ કે પહેલા બી મારી સાથે આવું બનેલું કે માઈન્ડને હિપ્નોટિક કરીને ધ્યાનમાં ત્રણથી ચાર કલાક બેસાતું. બીજાના મનની વાતો એ ના બોલે તો બી જાણી શકતો. આવું બધું થોડો સમય જ રહેલું. બરાબર છે.
આપણે જો પેલી દવાઓ હોય છે ને અમુક પ્રકારની સાયકેડેલિક જેને કહેવાય. સાયકેડેલિક દવાઓ જે આપણી સાયકી ઉપર અસર કરતી હોય એટલે કે આપણા માઈન્ડ ઉપર અસર કરતી હોય, આપણા મેન્ટલ પ્રોસેસ જે કઈ ચાલતા હોય છે તેના પર અસર કરતી હોય. તો એવી જો દવાઓ લેવામાં આવે તો આપણને પછી ગુલાબી હાથી દેખાય, સફેદ ભેંસ દેખાય. એમ બધું શું છે? એ ટેમ્પરરી હોય. જો દવાનો અમલ ઉતરી ગયો પછી પાછું બધું નોર્મલ હોય. એટલે એ એક બાબત હોય છે જે આપણે અહીંયા આગળે કરી રહ્યા છીએ કે કોઈપણ આધ્યાત્મિક પ્રેક્ટિસીસ કે પ્રક્રિયાઓ જે છે, ઓકે. તો તેની અંદર શું થાય? તો અહીંયા સૌથી પહેલા પહેલા તો આપણે એ જોવાનું છે કે આપણા માઈન્ડને શું ટ્રેનિંગ મળી રહી છે? એક પ્રકારનું કન્ડિશનિંગ કંઈક જાતનું ઊભું થઈ રહ્યું છે. આમ કરતાં કરતાં એ કરતાં અહીંયા આગળે શું થાય છે કે તમને ધીમે ધીમે બિયોન્ડ માઈન્ડ જવાનું સમજાવવામાં આવે છે.
છેવટે એ કહે છે કે ભાઈ, "તમે ખુદ મન નથી, તમે આ શરીર નથી, તમે આ મન નથી." એને તમે આ ચિતન જે છે એ જે છો પણ આ દૂષિત થયેલું છે તમારું. હવે એ દૂષિત કેમ થયેલું છે? તો કે અજ્ઞાનને કારણે થયેલું છે. તો હવે એને જ્ઞાન મળે એટલે શું કરશે? એને આત્માની ઓળખાણ પડશે. એટલે ચિત્ત તો શું છે કે જુવે કે "આહા, બરાબર છે!" આજ એટલે જઈને ભેટી પડશે તરત આત્મા માને ચિત્તતો તો. કારણ કે તેમાંથી તો બહાર નીકળ્યું તું એ સંસાર ભોગવવા માટે થઈ. એટલે ત્યાં જતું રહેશે અને પ્રોગ્રામ પૂરો થઈ જશે. આત્મા, આત્મા છે. આત્મા પરમાત્મા બનીને આનંદ કરશે.
કોઈપણ પ્રકારની જેમ દવાઓની અસરો હોય છે, એવા પ્રકારની આ કોઈ ટેમ્પરરી અસરો નથી. જીવનની અંદર એક વખત તમને જો અનુભવ આવી ગયો આત્માનો તો પછી એ સ્ટેબલ હોય છે અને એ પરમેનન્ટ હોય છે. એવું બધા જ્ઞાનીઓએ કહેલું છે, તીર્થંકરોએ કહેલું છે અને અમને થોડી થોડી ખબર છે, ઓકે.
નીરુમાનો સત્સંગ સાંભળું છું ત્યારે તેમાં એવું કહે છે કે દાદા કહેતા હતા કે "જોવાથી જાય છે." તો તે કઈ રીતે જોવાનું તે વિસ્તારથી સમજાવવા વિનંતી. આપણે "મેં પંછી ઊંચી ડાલકા" એવી વાત કરી, બરાબર? એવી રીતે જોવાનું. આપણે બીજી રીતે કહું તો અહીંયા આપણે બેઠા છે. અહીંયા આગળે આ વાણી નીકળી રહી છે. આ એક સંજોગ છે. આ વાણી જે નીકળી રહી છે એ પર છે અને પરાધીન છે. સંજોગોને આધીન વાણી નીકળી રહી છે. આ સામે સ્ટીમ્યુલેશન છે, એના સામે આ રિસ્પોન્સ આવે છે. એટલે એક્ચ્યુલી જોવા જાવ તો આ રિએક્શનનું રિએક્શન છે. કેમ કે ઓરિજિનલી જે કાંઈ આ બધી બાબતો માટેનું જે કંઈ છે તે પૂર્વજન્મની અંદર ભરાઈ ચૂકેલું છે. એનું રેકોર્ડિંગ અત્યારે રીપ્લે થઈ રહ્યું છે. આ જે કંઈ આખું બધું આવી રીતે બની રહ્યું છે. માનો કે ત્યાં આગળે પાછળ ક્યાંક એક મોટો સારો ડોમબ કેમેરા મૂક્યો છે સીસીટીવી.
ત્યાં આગળે આ બધું જ કેપ્ચર કરી. એવી રીતે આખું વસ્તુ દેખાવી જોઈએ આપણને. તો આ બધું જોયા જ કરવાનું આવી રીતના હોય કે "કશાનો કર્તા હું નથી, કોઈ કસાનો કર્તા નથી. આ બધું થાય છે, કોઈ કશું કરતું નથી અને જે કંઈ છે એ બધું સંજોગોને આધીન છે. આ બધું પર છે, પરાધીન છે." એવી રીતના જોવાનું અને તે બી કેવી રીતે? "મેં પંછી ઊંચી ડાલ કઈ."
બીજું કહેવું છે, પૂછવું છે. અવાજ સારો છે, આમ તો પહોંચાય ને? પણ આપી જ દો, વાંધો નહીં. આપણે આમાં આખા સત્સંગની અંદર ફેર પડી ગયો. ભાવની ઘણી વાત થઈ એમ કે ભાઈ, "ભાવથી કરો." એમ તો અક્રમ અને ક્રમની અંદર એ ભાવનું, બેયની વેલ્યુ એક સરખી જ છે કે કંઈ ફેરફાર છે એની?
ભાવ ભાવની વેલ્યુ બંનેમાં એક સરખી. એમાં કોઈ ફેરફાર ના હોઈ શકે. ભાવ ભાવ જ છે. ભાવ સત્તા ક્રમમાં જે કામ કરતો હોય એને પણ એટલી જ છે અને અક્રમમાં કામ કરતો હોય તેને પણ એટલી જ હોય છે. એક મિનિટ. ભાવ તો શું કહે છે ખબર? "ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે. શ્રેણિક જેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલે મળે." "સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં." આમ બોલોને એટલે બસ આમ સમર્પણ થઈ ગયું, આમ અંદર ફીલ થવા માંડે. ભાવ આ સત્તા છે, એનાથી ભવ બનાવ્યો તો અને એનાથી જ ભવ કાપો છો. તલવાર જેવું છે કામકાજ. બરાબર?
નવરાત્રીના દાંડિયા નથી આ બધા. એમાં એ ભાવ બદલાયા જે રાખે. ભાવની સ્થિરતા ન રહેતી હોય એ, એના માટે શું કરવું એમ? ભાવ તો તળે ઉપર થયા કરે છે કારણ કે સ્થિરતામય નથી ને એમને. ભાવની પાછળ એવી કઈ બાબત છે જે ઉપર નીચે થયા રાખે?
ભાવની જો, ભાવ છે ને, ભાવ અને અભાવ બધું બંધ થઈ જાય અને ખબર પડે કે આ બધું જ પર છે અને પરાધીન છે એટલે ભાવ સત્તામાંથી એ મુક્ત થવા માંડે. મારે પોતાને એ ખબર પડે કે હું આત્મા છું એટલે એ ભાવમાંથી બહાર આવવા માંડે. એને પછી ભાવ અભાવ ના થાય. પણ એ ઘરે તમારા વાઈફે બનાવ્યું કારેલાનું શાક. પછી આવે માનો કે ગયા હોય આપણે દાદાનું જ્ઞાન લીધા પછી ઘેરે તો રોજ તો પેલું જુએ એટલે તરત તોફાન થતું'તું. તે દિવસે થશે તમને શું લાગે?
એટલે ત્યારે નહીં થાય કારણ કે પ્રભાવમાં હોય ત્યારે. પણ એ એ એ જે સ્થિરતા નથી આવતી, અપડાઉન થાય.
હા, એટલે સાંસારિક બાબતો છે ને, ભાવ જે છે એ શું છે? ભાવ અભાવ આ બધા ઉપર નીચે થવા, આ બધું પુર્યાષ્ટક જ છે. એટલે એ બધું તળે ઉપર થઈ જ રાખતું હોય. સંજોગોને આધીન છે આ બધી વસ્તુ. આત્મા સંજોગોને આધીન નથી. એ અસંગ છે, એ નિસંગ છે. એ શરીરના સાથે હોવા છતાં શરીરની અંદર દેખાય છે આપણને, પણ વાસ્તવમાં એ શરીરની અંદર પણ નથી, સાથે જ છે. આ શુદ્ધ ચેતન છે અને બસ આ નિશ્ચેતન ચેતન બે જોડે મૂકેલા છે, બસ બીજું કંઈ નથી. હવે પાસે પાસે હોવાના કારણે આને શું થયું છે? બ્લુટૂથથી બધો પાવર મળી ગયો છે એટલે આ બધું ઊંચું નીચું થવા માંડ્યું છે. આ તો સ્થિર જ છે. એટલે આજે ઊંચું નીચું થાય છે એમાંની એક જે બાબત છે એ ભાવ સત્તા છે. ઈમોશન્સ જે આપણે કહીએ છીએ, ભાવ એ જ છે બધા ઈમોશન્સ. એનર્જી ઇન મોશન.
પણ એ વસ્તુને થોડીક ખોલીને સમજાવોને કારણ કે એની ઉપર જ છે ને દરેક વસ્તુ.
આ બધું એના પર જ છે એટલે એ સમજમાં નથી આવતું. ક્યારેક ઈમોશન એવા હોય કે તમને બહુ આનંદ આવે વાતથી જો સમજાતું હોય તો અને તમારી વાત આને આપણે સમજતા ન હોય કાંઈ તો આપણા ઈમોશન કાંઈ બદલાઈ જાય એમ લાગે કે આ બધું કાંઈક ઠીક છે હવે એમ. આ બધું ઉપર નીચે થયા રાખે એમ.
હા, એટલે આની પાછળ શ્રદ્ધા અથવા કોઈ વિશ્વાસ કે એવું કોઈ બાબતો કઈ કામ કરે છે કે એ જરાક ખોલીને જરાક સમજો.
આ શ્રદ્ધા અને વિશ્વાસને એ બધી વસ્તુઓ શું છે કે આ વ્યવહારિક જગતની અંદર આપણે બધું બોલતા હોઈએ છીએ પણ વાસ્તવમાં જેવો અંદર આત્માનો એક વખત તમને અનુભવ આવે પછી આ બધા તોફાનો બંધ થઈ જાય. ખરેખર તો તમને એક પ્રતીતિ થઈ કે તમે આત્મા છો. તમને શંકા છે તમે બીજું કંઈક છો? આત્મા જ છો. બાકીની બધી વસ્તુઓ પડી જશે પછી ઓટોમેટિક. ખરી પડી રહી છે એને જવા દો. શા માટે પકડી રાખવાની? જે વસ્તુ જઈ રહી છે, તમે જોઈ રહ્યા છો કે આ જઈ રહી છે. તમે એ બી જોઈ રહ્યા છો કે આ મારી નથી. આ નક્કી થયું છે ને તમારે કે નથી થયું હજી? બરાબર? "આ મારી નથી" એમ થઈ ગયું. "આ જઈ રહી છે" તે પણ નક્કી થઈ ગયું. અને આપણે એને પકડવાની, ટપલી મારવાની, કશું કરવાની જરૂરત નથી એ પણ નક્કી થઈ ગયું છે. તો જવા દેવાનું. આ બધી એનર્જી ઇન મોશન છે. એ તમારા સાંસારિક જે બાબતો છે તેને ડખલાવ્યા કરશે એટલે એમાંથી બહાર આવી જાવ.
પણ આપણે સાહેબ બુદ્ધિ હોય મૂળ જગ્યાએ બેસો. આપણી બુદ્ધિ ના હોય એમને. આજે બુદ્ધિ ઉપર ભાવનો પ્રભાવ હોય કે કારણ કે આપણે જે તર્ક વિતર્ક કરીએ.
નો પ્રભાવ આખા સંસાર ઉપર હોય. સંસાર છે ને આખો પ્રભાવ ઉપર જ છે બધો. તમે કોકનાને કોકના પ્રભાવમાં જ છો ને અત્યારે એક બીઇંગ તરીકે, આત્મા તરીકે નથી કહેતો.
હા હા. આપનું શું નામ છે?
નીલેશ.
નીલેશ. નીલેશભાઈ, તો નીલેશભાઈ સાથે જ્યારે હું આમ વાત કરી રહ્યો છું તો નીલેશભાઈ કોકનાને કોકના ભાવમાં હોય કાં તો પ્રભાવમાં હોય. કોક જ્ઞાન ના હોય, કોક સ્મૃતિ ના હોય, ક્યાંકથી કશુંક વાંચેલું હોય એ ના હોય, કંઈકને કંઈક ચાલ્યા કરતું હોય. તો એના અંદર હવે આત્મા છે એને તો શું હોય? સંસારની કોઈપણ બાબતોની અંદર જો એ અસંગ છે. એને તો શું છે? બધી વસ્તુમાં એનઓસી આપી દીધેલી છે. બોલો, હવે શું કહેવું છે? કોઈ બીજા કોઈ ક્વેશ્ચન?
માન્યતા અને ધારણા ઉપર તમે વિચાર્યું જોયું. એ બધું આત્મામાં નથી. આત્મામાં બધા સંસાર જ છે. એ બધું કેવું છે? માન્યતા અને એની ધારણાઓ, એના ઉપર બધા વિચારો ને ગડમથલ ને એવું બધું ચાલે. આત્મા સાથે એને કોઈ લેવા દેવા જ નથી.
શલવી. ઓકે. આજે પ્રાણાયામ કરવાનું બાકી છે ને? પેલા પંજાબી સંતવાળા કરવા જોઈએ ને? નહીં તો દિવસ પડશે. શું કરશો આપણે? આપણે શરૂઆત જમણી બાજુથી કરીએ, પછી ડાબી બાજુ લઈએ, પછી બંને નસકોરાથી શ્વાસ લઈએ. ૨૫-૨૫. કોઈને ૩૦ કરવા હોય તો અમને વાંધો નથી કારણ કે આપણે શુદ્ધઆત્મા છીએ, આપણે વાંધા લેવાના નથી. જે લોકોને ધ્યાન ચિંતનમાં જો વધારે રસ હોય એમના માટે છે આખી બાબત. એક એવી પદ્ધતિ પણ છે કે જેની અંદર તમારે ટેક વેરી લિટલ બ્રેથ.
"એન્ડ સર્ચ ઇન યોર હેડ." બસ આટલું યાદ રાખવાનું. શું? એટલે એક, બે અને ત્રણ. જે આપણે નોર્મલ શ્વાસ લેવાય છે એ જ લેવાનો. પણ આપણે જે નોર્મલ શ્વાસ કેવો ચાલતો હોય એના બદલે જે નોર્મલ ચાલે છે એટલો જ આપણે લેવાનો, પણ ત્રણ સેકન્ડ પૂરતો લેવાનો. એક, બે, ત્રણ ગણીએ એટલા જ પૂરતું. અને અહીંયા આગળ ચિત્તની અંદર આપણો આ જે ભાગ છે બધો, આના સેન્ટરની અંદર એ જે જગ્યા છે જ્યાં આગળ, ત્યાં તમારે એટેન્શન તમારું આમ આમ આમ ફેરવવાનું. "ગો એન્ડ સર્ચ સમથિંગ." કંઈક મળી જશે કોક દિવસ. સો, "લેટ સડુ ધેટ."
આંખો બંધ કરો. હળવેથી શ્વાસ લો. એક, બે, ત્રણ. "સર્ચ ઇન યોર હેડ." ફરી શ્વાસ લો. "વન, ટુ, થ્રી." "એક્સેલ." તમારી મરજી મુજબ તમને જ્યારે જરૂર લાગે ત્યારે તમે કરી શકો. "ઇનહેલ વન, ટુ, થ્રી." "વન, ટુ, થ્રી." "કંટીન્યુ ધીસ ફોર ફાઈવ મિનિટ્સ." "જેન્ટલી રિટર્ન ટુ યોર બોડી." "બી અવર એ વેરી, વેરી જેન્ટલી ઓપન યોર આઈસ." કેવું લાગે છે?
પાંચ મિનિટ કરવાનું, બસ. વધારે નહીં. સવાર પાંચ મિનિટ મળે તો સાંજે નહીં કરો તોય ચાલશે. ગમી જાય તો સાંજે કરજો. પાંચ મિનિટ રાત્રે સૂતા પહેલા કરજો. સરસ ઊંઘ આવશે અથવા તો બિલકુલ ઊંઘ નહીં આવે. "કુછ ભી હો શકતા હૈ." એટલી બધી ઊર્જા મળી જાય કે તમને સૂવાની જરૂરત જ મહેસૂસ ના થાય. તો પછી તો મારે બેસીને કરવાનું. દાદા ભગવાનના સિમય બહુ સરસ છે. પાંચ મિનિટ કરવાની. પાંચ મિનિટથી વધારે કોઈપણ ટાઈમમાં નહીં કરવાની એમ. કારણ કે આ છે ને હાઈલી એનર્જાઈઝ થઈ જશે એકદમ. પાંચ મિનિટ કરો એટલે લગભગ 300 સેકન્ડ થાય, ને? 300 એટલે ખાસો એવો ઇન્ટેક આવશે તમારા પ્રાણનો. અને એ પાછો સીધો જ આમાં ટેકનિક એ છે કે આપણે શ્વાસ જે લઈએ, અહીંથી શ્વાસ લીધો છે, પણ વાસ્તવમાં જાણે કે શ્વાસ અહીંથી આપણે લઈએ છીએ, આજના ચક્ર દ્વારા. એવી રીતે આવવો જોઈએ. આમ ચાનો એક સબડકો લઈએ, ને?
સુડકો જેને કહીએ. પણ ધીમેથી. નહીં તો નાકની અંદર બધા જે છે પેલા જેને કહેવાય, બહુ જ ડેલિકેટ જગ્યા એ બધી છોલાઈ જશે એવું લાગશે. એટલે હળવેથી લેવાનું આમ શ્વાસ. પણ એક, બે, ત્રણ. આટલો જાતે બોલાય એટલો જ શ્વાસ ઇમેજિન કરવાનું. એવું ધ્યાન અહીંયા રાખવાનું છે અને શ્વાસ લેવાનો છે. બસ. સરસ. તમને એકદમ શાંત થઈ જશે. ખૂબ એનર્જી આવશે. બલવાન યોગની અંદર જોડે જોડે આને પણ જોડી દેજો. મજા પડી જશે. કોઈને કશું કહેવું જ નહીં. શું વાત છે!
શાંત થશે એટલે પછી આમ બધું જોવાનું શરૂ કરશે. ચિત્ત છે ને ભાઈ, એ શરૂઆતમાં પેલું કહે છે ને, "મેં પંછી ઊંચી ડાલકા." એ પછી એકદમ એક્ટિવ થઈ જશે ને પછી બધું શું બની રહ્યું છે એ જોયા કરશે. એ પહેલા તો આખું શરીર જ જોજો કરશે બધું. પછી શરીરની અંદર ધીમે રહીને જશે. ને પછી એને ખબર પડશે કે આ બધું તો અજાયબ ઘર જેવું લાગે છે. એટલે પછી એક લેવલ જાય એટલે પછી એ સીધું એનર્જી બોડીમાં જશે. પછી ત્યાંથી ઇમોશનલ બોડીમાં જશે. પછી એ કોઝલ બોડીમાં જશે. એમ એમ કરતાં કરતાં આગળ વધતું જશે. ત્યાં સુધી તમારી અવેરનેસ આવે. કશું નહીં. કુદરતી થતી બાબત છે. આંખ બંધ કરો એટલે તમે બીજા રૂમમાં પહોંચી જ જાવ, ભાઈ.
જો, બધા લોકો કંઈક બધું જાત જાતનું કરતા તો હોય છે. આ તો જે મને બેસ્ટ મળ્યું છે એ બધું તમારી સામે મૂક્યું મેં. એક્ઝેટલી. મેં વિપશ્યના કર્યું નથી એટલે, પણ હું જે કરું છું એને પણ વિપશ્યના જ હું તો કહું છું. "વિશેષ પશ્યતિ." જે તમે વિશેષ રીતે જ્યારે જોવાનું શરૂ કરો એટલે વિપશ્યના થાય. તમે આત્મા થઈને જેવું તમે કાંઈ પણ જોવાનું ચાલુ કરશો તો એ પણ એક વિપશ્યના જ છે. હા, જે જેને કહેવાય કે પ્રિસ્ક્રાઈબ્ડ ગોયંકાજીની જે ટેકનિક છે એ આ નથી. "ઇફ ધેટ ઇઝ યોર ક્વેશ્ચન," એ આ નથી.
હવે સાડા ચાર થાય છે. ટી બ્રેક કે કંઈક નવું શરૂ કરવું છે? જોઈ લો. "વોન્ટ અ બ્રેક લિટલ અર્લી?" કેમ કે પછી શરૂ કરીએ વળી પાછું ડિસ્ટર્બન્સ નહીં જોઈએ આપણે. "નો પ્રોબ્લેમ. ટેક અ બ્રેક." ઓર કંઈ હોય તો પૂછી લો. વાંધો.
જો, આપણા એફર્મેશન કેવા છે: "હું આ શરીર નથી જ. હું આ શરીર નથી જ. આ શરીર મારું નથી. હું મન નથી જ. હું મન નથી. આ મન મારું નથી. આ મન મારું નથી. આ વિચારો નથી જ. આ વિચારો મારા નથી. હું લાગણીઓ સંવેદનો નથી જ. આ લાગણીઓ સંવેદનો મારા નથી. હું પરમ ચૈતન્ય આકાશ સ્વરૂપ જ છું. આકાશ રૂપી છું. હું પરમ ચૈતન્ય છું. હું શરીર નથી જ. હું શરીર નથી. હું વિચારો નથી જ. આ વિચારો મારા નથી. હું લાગણીઓ સંવેદનો નથી. આકાશ જેવો છું. કેવળ આત્મા."
નમસ્તે સર. "ખબર કઈ રીતે પડે કે સાચા ટ્રેક પર છીએ? આત્માના ગુણોનું નિદિધ્યાસન કરીએ તો ખબર કેમ પડે કે યોગ્ય રીતે થઈ રહ્યું? ખબર કેમ પડે કે હું ક્યાં છું, કોણ છું? તેના જે અંદરથી જવાબ આવે છે તે સાચા ટ્રેક પરના છે તે ખબર કેમ પડે?" રવિ વાઘાણી.
આપણને ખબર છે કે નથી, પણ આપણે છીએ એટલી તો ખબર છે. એટલે આત્માના અસ્તિત્વનું તો આપણને ખબર પડી ગઈ. બરાબર? તમે આમ જુઓ તો અહીંયા શુદ્ધ શુદ્ધ ચેતન તત્વ મોજૂદ છે. કોઈપણ રીતે એ તો ખ્યાલ આવે, ને? કેવું છે, શું કરે છે એ બધી વાત પછીની જવા દો. પણ એ છે તો આ હાથ હાલે છે. એ છે તો આ બોલાય છે. એટલો તો ખ્યાલ આવે છે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આપણે ટ્રેક પર છીએ. એક વાત.
બીજી કે જે કંઈ થઈ રહ્યું છે એ શું છે? તો કે કુદરતી રચનાનો ભાગ છે. હવે તમે નક્કી કરીને તમારી જગ્યાએ બેસી રહો સંભાળીને કે "હું આત્મા છું." બીજી જે કંઈ બધી વસ્તુઓ છે, કુદરતી રીતે બધું થઈ રહ્યું છે. તો તમે ટ્રેક પર આવી ગયા. બીજું કંઈ કરવાનું હોતું નથી આની અંદર. પછી કરશો તો એ તો ડખો થશે. પછી પાછી એની દખલ થશે તો દહીં જે છે તે પેલું ડખલાઈ જશે. જે થઈ રહ્યું છે, ને? બરાબર. આમ સરસ તૈયાર વેસ્ટ. બિલકુલ.
હવે આત્માના ગુણોનું નિદિધ્યાસન કરીએ એટલે આત્માના ગુણો જે છે એનો વધારેને વધારે નિખાર આવતો જાય. આત્મા છે ને અંદર પડ્યો અહીં છે, પણ સાત પેકિંગની અંદર છે. ખબર છે, ને? પહેલા લોકો કરે પહેલા આવડું મોટું
બોક્સ હોય, પછી અંદરથી એક આટલું નીકળે, પછી એક આટલું નીકળે એવી જાતની વસ્તુ અંદર આટલી પરફ્યુમની બાટલી નીકળે. પછી છેવટે આત્મા એના જેવો છે કે છેલ્લે પછી શોધે તો કે એ ખાડલી હતી, બાટલી પરફ્યુમ તો ત કે ગયું હતું.
તો લક્ષ્મીજી વધારે આવવાથી મજા બગડે અને ભવો બહુ બગડે. જો લક્ષ્મીજી ઓછી હોય તો આ જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. તો લક્ષ્મીજીનું બેલેન્સ રે, ભવ તરી જઈએ તેના માટે શું કરવું?
લક્ષ્મીજીના કાયદાનું પાલન કરવું જોઈએ, ભાઈ. લક્ષ્મીજીના કાયદા એવા છે કે આપણે કોઈની લક્ષ્મી આંતરવાની બંધ કરી દેવાની સૌથી પહેલામાં પહેલા. બીજું, કોઈને જો કઈ લાભ થતો હોય, આપણે આડા નહીં આવવાનું કે "ના ના, આ તો બહુ વધારે કહેવાય."
એ કેવું બને? દાખલા તરીકે, આ ભાઈ અહીયા ગાડે બેઠા છે અને એમને પેલા બેનને હીલિંગ કરી આપ્યું. બંને જણા આવીને દાખલા તરીકે એમને ૨૦૦૦ રૂપિયા આપવાના ચાલુ કરે. એટલે તઈ આ ભાઈ બેઠા છે તો કે, "૨૦ મિનિટના ૨૦૦૦ રૂપિયા? આવી કમાની તો કોન કરેગે!" એટલે કે, "તમ રહેવા દો કે આટલા બધા નહી આપવાના."
એટલે શું થયું? એમને લાભની અંદર અંતરાય પડ્યો. એમને ૨૦૦૦ મળતા હતા, આ ભાઈના ઇન્ટરવેન્શનના કારણે અંતરાય પડી ગયો. અંતરાય પડવાના કારણે હવે એમણે શું સિચ્યુએશન પેદા કરી? આમને તો ના જ મળ્યા, બરાબર છે. પેલા બેનનું મન ફરી ગયું અને ના જ મળ્યા. કદાચ આપીને જતા રહે તો તમને એટલું હળવું થશે, પણ એમને આપ્યા નથી અને એમનું મન ફરી ગયું એટલે એમને ના આપ્યા.
આ ભાઈને અંદર એમ થયા જ કરે કે, "હા, મને આજે ૨૦૦૦ મળતા હતા, હજાર રૂપિયાની ખોટ ગઈ." એ સંવેદનો અંદર ચાલ્યા જ કરશે. જાણે-અજાણે ચાલતા હશે, એ ધીરે ધીરે ધીરે ધીરે અસર કરવાના શરૂ કરશે. એટલે આમને જ્યાં જ્યાં જે જે જગ્યાએથી લાભ થવાના હોય, કારણ કે આ શું વાવેલું એક જગ્યાએ છે, પણ આવવાનું છે ત્યારે તો આખું ખેતર ભરીને આવવાનું છે શું?
એટલે પછી જ્યાં જ્યાં એ છે, ક અહી આમ વિચાર કરે કે અહીથી પૈસા આવશે, અહીંથી આવશે, અહીંથી આવશે. બધેથી ધીમે ધીમે ધીમે ધીમે કરતાં બ્લોક થવા માંડે અને બહુ મૂઝામન વાળી પરિસ્થિતિની અંદર પછી આવી જાય. એટલે આવા બધા કામો આપણે કરવાના બંધ કરી દેવાના, જો આપણે લક્ષ્મીજી પાસે જો પ્રસન્ન રહેવું હોય તો.
એટલે આવું બધું કરતા હોય અને પછી જો કોઈ એમ કે કે "હું આમ લક્ષ્મીજીનો મંત્ર કરું કે લક્ષ્મીજીનો બીજ મંત્ર કરું કે લક્ષ્મી હોમ કરું તો પણ લક્ષ્મીજી આવશે." બીકોઝ શી કાન્ટ કમ. તમે પહેલા તો એના કાયદાનો જ ભંગ કરી નાખ્યો છે. એટલે પછી એમને તમે બોલાવશો ગમે તેટલા તો પણ એ આવવા માટે અશક્તિમાન છે. શી કાન્ટ કમ.
તો કાયદાનું પહેલા તો આપણે લક્ષ્મીના પાલન કરવું જોઈએ. કોઈને કંઈ પણ પ્રકારનો ફાયદો થાય એવું આપણે જો કામ થાય તો ઠીક, ના થાય તો ના કરવું. અહંકારીને કરીને તો પહેલા તો કશું જ ના કરવું. એટલે જ કીધું કે, "ચૂપચાપ આત્મા બનીને બેસી રહો તો મને સીટની અંદર. બાકી દુનિયા પોત પોતાની ખબર લઈ લેશે અને તમે મુક્ત થઈ જશો."
ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ કેવું સરસ બહુ આમ અહીંયા બનેલો લાઈવ એક્ઝામ્પલ તમને આપું. લાઈવ ધોકળા ચાલે છે આજકાલ, એવું બે બેનો અહીંયા આવી વાત કરી કે, "સાહેબ, અમને આમ આમ છે હીલિંગ છે." મેં કીધું, "બેન, અમે તો હવે શુદ્ધાત્મા થઈ ગયા. અમે કોઈને હીલિંગ ક વગેરે કશું અમે બસ જોઈએ જાણીએ, બીજું કઈ કરીએ નહી."
તો કે, "દુખાવો થયો છે આમ તમ." કીધું, "આ પ્રાણી કિલર છે. તમે એમને પૂછી જુઓ. એ તમને કદાચ જો હીલિંગ કરી આપ. કારણ કે આવી આંગળી ચિંધિયાનું પુણ્ય મળશે પાછું આજ. આવવા બેઠો છે એને. એ ભરાયા નથી, કારણ કે એ જો પ્રાણી કિલર તરીકે એનો ધર્મ છે. વેનએવર ધેર ઇસ અ રિક્વેસ્ટ તો એ એને કરવું પડે."
ખ્યાલ આવયો? અમે તો ૨૦૦૮ થી ડિક્લેર કરીને બેસી ગયા છે કે, "ભાઈ, અમે હવે આ બધું નથી કરતા. અમે ફક્ત આજ કરીએ છ." એટલે એ જ વાત અમે રજૂ કરી. તો સ્ટેટમેન્ટ ઓફ એક્ટ છે આ વસ્તુ. હવે અમે કોઈને હીલિંગ આપતા નથી અને એ આપે છે. તમે એમને પૂછી જો. એમને હા પાડી. એમને ત્યાં આગાડે હીલિંગ થયું. એમને બે જણને બેનિફિટ થઈ ગયું. બરાબર. સારું લાગ્યું બેન. ઓકે. બંનેને ગુડ ગુડ વેરી ગુડ. સરસ કહેવાય.
એટલે આ લક્ષ્મીજીના કાયદાનું આપણે જો પાલન કરીએ અને આપણે પાંસરા રહીએ તો કંઈ કરવાનું પછી રહેતું નથી. પૈસા એની મેળે જ આવતા હોય છે અને પૂરતા આવે, જેટલાની જરૂર હોય. કેટલાનું હોય? નેચર નોસ એવરીથિંગ. નેચર નોસ યોર નેચર ઓલસો. નેચર નોઝ યોર ઇન્ટેન્શન ઓલસો. એટલે અંદર પેલું ચાલતું હોય કે, "આટલો ફાયદો થાય તો સારું, આટલો ફાયદો." પણ એને ખબર છે કે આને આટલું જ પાય, વધારે નહી.
અત્યારે રવિભાઈ કઈક કરવા જઈ રહ્યા હોય અને આપણને પૂછે કે, "આના પૈસા આટલા દેવા લઈએ કે ન?" એનાથી કહું કે, "આટલા ના હોય." અને ડીપેન્ડસ શું બાબત છે, એને સમજવી પડે તમારે. એ શું કરવા જઈ રહ્યા છે એના પૈસાનું. ઓકે, ઓકે.
ના, એક એની એગ્રીએબલ પ્રાઈસ હોય. માર્કેટ કોમોડિટી હોય, કોઈપણ વસ્તુ કે કોઈપણ પ્રકારની સર્વિસીસ હોય. બેમાંથી એક ચીજ માટે જ એ કઈક કરશે ખર્ચો, તો આઈધર ગુડ્સ ઓર સર્વિસીસ. તો બંને કેસની અંદર એક નોર્મલ પ્રાઈસ રેન્જ હોય કે આટલામાં આ વસ્તુ ઉપલબ્ધ થવી જોઈએ. હવે કોઈક થોડીક વધારે માંગતા હોય કે થોડીક ઓછી માંગતા હોય, ત્યાં સુધી આપણે કઈ અંદર કશું બહુ ઇન્ટરફેરન્સ કરવાની જરૂરત હોતી નથી.
પણ જો એક્ઝોરબીટન્ટ પ્રાઈસ એ આપીને એ વસ્તુ ખરીદવા માંગતા હોય એવું જ્યારે તમને દેખાય, તો માર્કેટ એવું કહે છે કે, "આ ૧૦૦૦ રૂપીસની આઈટમ છે." એ એમ કે, "૧૨એક રૂપિયામાં એમ કે મંગાવે. ૮૦૦૦ રૂપિયા પ્લસ ટેક્સ પ્લસ આજીએસટી ફલાનું કરતા કરતા ૧૨ થઈ ગયા." આજકાલ તો કેવું ૨૮% આયો લાગે છે કોક ચીજો ઉપર.
તો ને બધું જબરજસ્ત કામ છે. હોટલમાં જઈને જમીને બહાર નીકળો ને, તો એ થોડાક પૈસા તો સરકાર લઈ જ જાય. બધું ગોઠવાઈ ગયું છે પાકવા પાયે. શું એટલે એવું જ્યારે આપણને એમ થતું હોય અને એ પૂછે કે ભઈ આ મારે કરાય કે ના કરાય, તો તમારે ઓનેસ્ટ ઓપિનિયન કહેવાય કે ભાઈ માર્કેટ પ્રાઈસ આ છે. આટલામાં એ મળી શકે છે, તમે જરા તપાસ કરી જુઓ ખરીદતા પહેલા એમ કહેવાય. તો પછી એ તમને હરકત કરતા રહેતું. અને આ પણ વ્યવહારિક શુદ્ધાત્મામાં રહેવાનું અને આ જે તમારા દેહધારી નામધારી જે છે, તે જ આ કરી રહ્યો છે એમ તમારે જોવાનું. એક્ઝેક્ટ તો પછી કર્મ બંધાતું નથી. જેને અંતરા પાડી દીધા હોય, આપે છે. થઈ ગયું આલોચના, પ્રતિક્રમણ, પ્રતિઆખ્યાન.
આપણે બપોરે વાત કરી હતી અષ્ટાવક્ર વિશે. એટલે આત્મા વિશે સંબંધી જે બહુ સારા પુસ્તકો ગણાય, એમાંથી એક અષ્ટાવક્ર ગીતા પણ છે. તો એના અમુક બહુ જ સારા રેફરન્સીસ મને મળેલા હતા. તો એ જસ્ટ તમારા સાથે અત્યારે હું શેર કરવા ચાહું છું, ઇફ યુ અલાઉ મી. જનક રાજા અષ્ટાવક્ર મુનિને કહે છે કે, "મનુષ્ય આત્મજ્ઞાનને કેવી રીતે મેળવે છે? મુક્તિ કેવી રીતે થાય અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે તે મને કહો." વૈરાગ્ય એટલે શું? વિતરાગતા. પેલો જે આપણે વેદકાળનો અને એ બાબતના જે વૈરાગનો રેફરન્સ કેવો છે કે બધું આમ છોડીને એકદમ માણસ ઘર, બહાર બધું છોડીને ભાગી છૂટ્યો હોય. બધું ક સંસાર આખો સળગી રહ્યો છે ને હું નાસી છૂટું કે મારે બચવાનું છે, એવી રીતના જેણે સંન્યાસ જાણે કે લીધો હોય કે વાનપ્રસ્થિ થઈ ગયો હોય, તેને વૈરાગ્ય શબ્દ લગાડતા હતા.
પણ વાસ્તવમાં એ એક ઇમ્પ્રેશન છે, એવું નથી. એને વિતરાગતા કહેવાય. એટલે એમાં રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય, ગ્રહણ પણ ના હોય, ત્યાગ પણ ના હોય, એવી સ્થિતિની અંદર એ નીકળે છે. આ એક જેને કહેવાય કે મેચ્યોર ડિસીઝન છે વિતરાગ બનવાનું. ધીરે ધીરે ધીરે ધીરે કરતાં દરેક ચીજોની અંદર આપણે વિતરાગ બનવાનું.
તો એવી રીતે મુક્તિ કેવી રીતે મેળવે છે? તો મુનિ કહે છે કે, "જો તું મુક્તિને ઈચ્છતો હોય," આ પુસ્તકો બધા આપણે વાંચીએ ને ભઈ, તો એની અંદર હું એવું કરું કે જે આપણો આત્મા છે એ જ્ઞાન આપે છે અને આપણે આત્મા પાસેથી એટલે બાવો આત્મા પાસેથી જ્ઞાન જે છે તેને ગ્રહણ કરે છે, એવી રીતે એને પુસ્તકને આપણે વાંચવું જોઈએ. કોઈપણ પુસ્તક વાંચો, ચાહે ભગવદગીતા હોય, શ્રીમદભાગવત હોય, કંઈ પણ વસ્તુ વાંચો, તો તમે એવી રીતે વાંચો કે આ જે કંઈ જ્ઞાન આપનાર છે એ આપણો પોતાનો આત્મા છે, એમાંથી એ બહાર આવી રહેલું છે. કારણ કે વાસ્તવમાં આ જે બહાર દેખાય છે એ બધું જ શું છે? ખરેખર અંદર છે. થોડો ટાઈમ પછી ખબર પડી જશે કેમ અંદર છે, ક્યાં જગ્યાએ. એકવાર તો વિઝિટ કરી ગયા ને સવારમાં જઈ. ઓકે, તો મુક્તિને ઈચ્છતો હોય તો વિષયોને વિષની જેમ છોડી દે. વિષયો કયા છે?
પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો છે અને એ બધું ભેગું થઈને એક ચોક્કસ જગ્યાએ એના સંવેદનો રજિસ્ટર થયા કરતા હોય, તો એ વિષ છે. એટલે એનો તું ત્યાગ કરી દે. એને દૂરથી તું જોયા કર. એને ગ્રહણ ના કરીશ. એને ખાલી જોયા કરજે તું કે આવું આવું થઈ રહ્યું છે, બસ એટલું જ. જેવું તું કરશે ને એટલે તારે મુક્તિ થવાની શરૂઆત થઈ જશે.
કોઈપણ સેન્સેશન આવતું હોય આપણને, આમ સામે કંઈ દેખાતું હોય તો હું જોતો નથી એને, બરાબર? કંઈ પણ સ્મેલ આવતી હોય તો કે હું સુંઘતો નથી. મારે આમાં કંઈ અંદર ઊંડે ઉતારવાની, કશું જાણવાની, કશું એનાલિસિસ કરવાની, કશાની જરૂરત નથી. સાંસારી કોઈ બાબતની અંદર મારે ડખો ડખલ કરવાની શું જરૂર છે? જે સહજ સ્વાભાવિકતાથી થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, બસ. એટલે એવા પ્રકારનો એટીટ્યુડ સાથે જીવવાનું જો શરૂ કરીએ એટલે આ બધી વસ્તુઓ ખરવાની શરૂ થઈ જશે. તો એ છે. પછી ક્ષમા, સરળતા, દયા, સંતોષ. અહીં દયા એટલે વાસ્તવમાં કરુણા છે. સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કર. આ બધી વસ્તુઓ કેવી છે? તો કે અમૃત સમાન છે. તો શું હોવું જોઈએ? ક્ષમા હોવી જોઈએ. કોઈકે કંઈ પણ કરી નાખ્યું, આપણે બસ એને રજિસ્ટર કરતા જ નથી. કંઈ પણ કીધું કોઈએ, રજિસ્ટર કરતા જ નથી આપણે.
લેતા જ નથી. તો પછી પેલો આપી કેમ ન શકવાનો છે? બસ સિમ્પલ. એવી રીતના સરળતા, દરેક બાબતમાં કરુણા, સંતોષ, કન્ટેન્ટમેન્ટ દરેક વસ્તુની અંદર કે ભાઈ હું આત્મા છું, મારે કશાની જરૂર નહીં.
હવે આ જો તેલંગ સ્વામીની જેની મેં વાત કરી હતી, લોકો એ બેઠા હોય તો એમને એમનેમ સમયે સમયે જમાડી આવતા હતા. એટલે મેં તો એવું જોયું છે કે આ હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈ માણસ ખરેખર ભૂખ્યો સૂતો હોય છે, સિવાય કે એના કોઈક એવા પ્રકારના કર્મો હોય. પણ એ તો ઘણી વખત શું કોઈના પણ સાથે બનતું હોય છે કે સામે ભોજન હોય પણ જમી ના શકાય. ઇમર્જન્સી એવી ચાલતી હોય કે કમ્પ્યુટર પર લાગેલા જ હોવું તમે, બરાબર? બાર વાગ્યા, એક વાગ્યો, દોઢ વાગ્યો. અમારે બી એવું થતું હતું ઓફિસમાં કામ કરતા. પેલા આવીને મૂકી જાય ચા. એ મૂકેલી અડધો કલાક થયો, વળી પાછો આ આટો મારીને જુવે કે આ ઠંડી થઈ ગઈ એટલે પાછો જઈને ફેંકી આવે, નવી લઈ આવે. એ ત્રણ વખત જાય પણ ચોથી વખત કે બધું બંધ કે હવે સાહેબ આમ કરીને આમ. અમારા સુબેદાર બહુ સારા હતા એટલે એ તો કે, "સાહેબ હવે બસ થઈ ગયું કે ત્રણ તો ફેંકી આવ કે હવે તો અત્યારે જ પી જાવ કે જો." સરસ રીતે કામ કરીએ તો આપણને આવા સરસ માણસો પણ એકદમ મળી આવતા હોય.
મારા તો આવા અનુભવો છે ભાઈ. એટલે આ સંસારમાં કશાની ખોટ હોતી નથી. આપણી પાસે એના માટેની પુણ્યાઈ હોવી જોઈએ. કહેવાનું એ છે કે બસ તમે આત્મા બનીને બેસી રહો, એ જ મોટામાં મોટી વાત છે ખરેખર તો. એ કરીશું અને હવે તો આપણે પુણ્યની પણ જરૂર નથી, પાપની પણ જરૂર નથી અને જે બની રહ્યું છે કુદરતી ક્રમમાં જ છે. બધું ચાલ્યા કરે છે ઓટોમેશન.
ઉપર છે અને આપણે કંઈ કરવાની જરૂરત રહેતી નથી. એટલે કે આ જે બાબતો છે એ અમૃત છે. એની અમૃતની જેમ તું એનું સેવન કરજે. પછી કે, "યાદ રહે, તું પૃથ્વી નથી, જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી, આકાશ પણ નથી. મુક્તિને માટે આ બધાના સાક્ષી રૂપે ચિદરૂપ આત્માને જાણ." જે જગ્યાની હમણાં તમ બધા વિઝિટ કરીએ, પરમ ચૈતન્ય, બિલકુલ એ જ. બાકીનું કોઈ તત્વ આની અંદર હોઈ શકે નહીં. સવારથી હું તમને એ જ સમજાવું છું કે આ આત્મા છે અને બાકીનું બધું અનઆત્મા છે, જે જળ છે, પુદગલ છે. એટલે એ ભાગ જે છે, એમાં આપણે કશું કરવાની જરૂરત રહેતી નથી. જે કંઈ થઈ રહ્યું છે એ ત્યાં જ થવાનું છે. આમાં તો કશું થવાની પોસિબિલિટી જ નથી. પણ આપણે ફક્ત જોવાનું છે અને જાણવાનું છે કે આમાં મારે કરવાપણું કશું છે નહીં. એટલું જો જ્ઞાન થઈ ગયું એટલે બસ આપણે ભયો ભયો. પછી બીજું બધું કંઈ કરવાની જરૂર નથી.
જો તું દેહને આત્માથી છૂટો પાડીને. દાદા બી આપણને એ જ કરતા હતા, ભેદજ્ઞાન આપતા હતા. ભેદજ્ઞાન આપે એટલે આત્મા અને અનાત્મા બે જુદા પાડી આપે. હવે પછી આજ્ઞા આપી અને પછી એમ કે કે હવે તું એનો ધ્યાન રાખજે. એટલે પછી આપણે પેલામાં કહીએ છીએ ને કે, "ચોથી આરતી દાદાની, જ્ઞાન અજ્ઞાન લણે." આ બાજુ જ્ઞાન છે ને આ અજ્ઞાન છે. દરેક સંજોગોની અંદર હું શુદ્ધાત્મા છું એ કાયમ જ્ઞાન છે. તું શુદ્ધાત્મા છું એ કાયમનું જ્ઞાન થઈ ગયું અને બાકીનું બધું જે કંઈ થઈ રહ્યું છે તે કુદરતી રચના છે અને આ બધું જ અજ્ઞાન છે. એ જ્ઞાનનો ભાગ ન હોઈ શકે. બરાબર? એટલું જ નક્કી કરે એટલે એ પૂરું થઈ ગયું ત્યાં આગળ કામ. તો હમણાં જ તું સુખી, શાંત અને બંધનથી મુક્ત બની જઈશ. એટલે મુક્તિ કંઈ બહુ દૂર લેવા જવાની વસ્તુ નથી. આજે પ્રેક્ટિસ શરૂ કરો, આજથી પ્રેક્ટિસ શરૂ કરો.
તમે બે-ચાર દિવસ જવા દો એની અંદર. એમ કરતાં કરતાં કરતાં થોડાક મેચ્યોર થશો એટલે તમે જોશો કે તમને મુક્તતાનો આનંદ આવવાનું ચાલુ થઈ ગયો હશે. આ કંઈ બહુ મુશ્કેલ બાબતો હોતી નથી.
એ પણ કહે છે કે, "તું કોઈ પણ આશ્રમી નથી." એટલે કે પહેલાના જમાનામાં જે બધા આશ્રમ વ્યવસ્થા પાડતા હતા એના પ્રમાણે કે, "તું બ્રાહ્મણ્ય છે, ક્ષત્રિય છે વગેરે વગેરે બાબતોનો તું અહંકાર ના કરીશ. એ બધું છોડી દે કે તું આત્મા છું, બીજું કંઈ નહીં." એમ, "તું ઇન્દ્રિય અગોચર, ઇન્દ્રિયોથી પમાય એવો પણ નથી. તું અસંગ છું, નિરાકાર છે અને આખા વિશ્વનો તું આત્મા જ છે." મતલબ શું? આ જે કંઈ છે તું આત્મા છે અને આ બાકીનું આખું વિશ્વ છે સામે તારી. બસ એવી રીતે તું એને જુઓ. એનાથી અલગ છું તું, એવી રીતે જો. અને તું અત્યારે જ મુક્તતાનો અનુભવ કરીશ. જો, કેવું સિમ્પલ ફોર્મ્યુલેશન છે અંદર થોડુંક પ્રોસેસ કરવા માંડે. જો અહીંયા આગળ અનુભવ આવશે. "તું સર્વનો એક દ્રષ્ટા છે અને નિરંતર અત્યંત મુક્ત છે. તું જે બીજાને દ્રષ્ટા તરીકે જુવે છે તે જ તારા બંધનું કારણ બને છે." આપણે બીજાને દ્રષ્ટા તરીકે જુએ પણ આપણે પોતે જ દ્રષ્ટા છીએ એ જોવાનું એની અંદર ચૂકી જઈએ.
એટલે પહેલાને બ્લેમ કરવાનું આપણે શરૂ કરી દઈએ છીએ. એટલે આપણે લેવલ ડાઉન થવા માંડીએ છીએ તરત તરત એમાંથી.
એટલે કહે છે કે, "હું કર્તા છું એવા અહમભાવ રૂપી મોટા કાળા સાપ વડે દંશિત થયેલો છે તું. તો તું હું કર્તા નથી એવા વિશ્વાસરૂપી અમૃતને પી જા." જો કેવી સરસ આપી છે જે અંદર છે કે હું કર્તા છું એના બદલે તું નક્કી કરી નાખ કે તું કર્તા નથી, તું કશાયનો કર્તા નથી. "હું એક અને વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન રૂપ છું એવા નિશ્ચય રૂપી અગ્નિ વડે," બહુ સુંદર લખ્યું છે જો કે, "અજ્ઞાન રૂપી ગહન વનને સળગાવી દઈને તું શોક રહિત બનીને સુખી થઈ જા." આનંદના પરમ અવધિરૂપ જ્ઞાન તું જ છે. પછી અહીંયા બહુ સરસ વાત કરી છે કે, "જે પોતાને મુક્ત માને છે તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો." આખી બાબત માન્યતા ઉપર ગઈ છે. આપણે તો માન્યતાઓમાંથી પણ બહાર નીકળી જઈએ છીએ. આત્મા તરીકે જ્યારે આપણે જોઈએ છીએ આપણી જાતના તો કે આ માન્યતાઓ મારી નથી જ, મન મારું નથી.
તમને હમણાં જ બોલાવડાવ્યું મેં. એમાંય નહીં, આપણે તો એનાથી આગળ નીકળીએ. તો કે આત્મા કેવો? તો કે સાક્ષી છે, વિટનેસ કરે છે. જે કંઈ બની રહ્યું છે એ બધાને જોઈ રહ્યો છે. વ્યાપક છે. ક્યાંથી શરૂ થાય છે આત્માને ક્યાં પૂરો થાય છે કોઈ કહી શકતું નથી. આત્માને પોતાને જ ખબર છે કે હું આવો છું, આટલો છું, આમ છું. "મુક્ત, ચૈતન્ય સ્વરૂપ, અક્રિય, અસંગ, નિસ્પૃહ અને શાંત છે." આત્માને કોઈની સ્પૃહા ના હોય. આત્મા તરીકે જો તમે અહીંયા આગળ આમ આત્મ સ્વરૂપની અંદર બેઠા હોય તો અહીંયા આગળ ગુજરાતના ગવર્નર સાહેબ આવે તોય તમારે શું લેવા દેવા? પેલા બધા વ્યવહારિક રીતે જે કરવાનું હશે પ્રોટોકોલ વાળા એ બધા હૈસો હૈસો કરશે બધું જાત જાતનું. પણ તમે તો તમારા આત્મસ્વરૂપમાં રહો, મગ્ન રહો. ગવર્નર રાય તો મારે શું લેવા દેવા છે? વ્યવહારિક ભાગ છે તમારો આઉટર સાઈડ જે કે તમે એક રાજ્યના નાગરિક છો એની ડ્યુટી થઈ જશે પહેલાને જોવાની કે આ કરવાની કે તે કરવાની.
તો એ જે ઘટતું હોય એ કરીને તમે છૂટારોને. અંદર બેસીને કે, "હું તો આત્મા છું." તો, "અસંગ, અક્રિય, સ્વયં પ્રકાશ અને નિર્દોષ છે." આપણે જે સવારથી બે દિવસથી જે વાતો કરીએ છીએ એના એ જ બધા જે આત્માના ગુણધર્મો છે, ગુણો છે, તેની જ અહીંયા આગળ બધી વાત નીકળેલી છે. શું કહે છે? "તારા વડે આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે. તારામાં તે વણાયેલું છે. ખરું જોતા તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. તું કશાની પણ ઈચ્છા વિનાનો, વિકાર રહિત, ચિંતા રહિત, શાંત અંતઃકરણ વાળો, ઊંડી બુદ્ધિવાળો, ક્ષોભ રહિત અને માત્ર ચૈતન્યમાં જ નિષ્ઠા રાખનારો થા." આ જો જ્ઞાન જે છે આપણું આપણને મળેલું એ પણ આની આ જ બાબતોની વાત કરે છે.
નિરાકારને નિશ્ચલ, અર્થાત નિત્યમાન પરમેનેન્ટ, આપણે દાદાના જ્ઞાનમાં વાત કરીએ છીએ: ટેમ્પરરી અને પરમેનેન્ટ. અહીંયા કહે છે કે તું એને નિત્યમાન. આ જે છે તે નિત્ય છે અને પેલું બધું અનિત્ય છે. અનિત્ય એટલે ટેમ્પરરી બધું.
આ તત્વના ઉપદેશથી ફરી સંસારમાં જન્મવાનો સંભવ રહેતો નથી. હસ્તાવક્ર સાહેબ પોતે જાતે જ આપણને કહે છે.
આ બહુ, જેને જેને કહેવાય, એક કોમન એક્ઝામ્પલ આપવામાં આવતો હોય છે કે અહીંયા આગળ એક ઘડો છે. તો એ ઘડાની અંદર રહેલું આકાશ અને બહારના આકાશ, આ બેની અંદર તત્વરૂપે કોઈ ફરક નથી. વચ્ચે ખાલી એક જે આકાર આવી ગયો છે, બસ એટલી જ બાબત છે. અને એના પણ માટીનો જે કંઈ પોર્શન આવેલો છે, એના પણ એટમ્સની અંદર જુઓ તો ઓલરેડી અંદર અંદર એમાં અવકાશ મોજૂદ જ છે. એટલે એ રીતે જોવા જાવ તો આખુંય આકાશ જેમ એક છે, એવી જ રીતે આત્મા સંપૂર્ણપણે એક જ હોય છે. એટલે એવું જોવાતું નથી કે આ પણ આકાશ એટલે આ પણ આત્મા છે, આ પણ આત્મા છે. આત્મા આત્મા જ છે. બધું ટોટલ સમ જે કંઈ છે, એ આત્મા એલિમેન્ટ રૂપે એક જ છે.
હા, એ પણ કહે છે: આત્માના એટલે કે સ્વરૂપના અજ્ઞાનને લઈને જ જગત ભાષ્યમાન થાય છે. પરંતુ આત્મજ્ઞાન થતા એ દેખાવાનું બંધ થાય છે. એ ભાષ્યમાન પરિણામ છે, એ ઉડી ગયું એટલે પછી તમે કેવળ આત્મા બનીને રહેવાના છો, જે હમણાં આપણે એફર્મેશન કરતા હતા.
એક સરસ અહીં કીધું છે: "બ્રહ્માથી માંડીને તૃણ સુધીના (તૃણ એટલે તણખલું) જગતનો નાશ થતા પણ જે હુંનો વિનાશ થતો નથી, તે હુંને નમસ્કાર હો." પરમેનન્સ છે એનું. એવું કે આખા બ્રહ્માંડનો નાશ ભલે થઈ જાય, પણ હું તો મોજુદ છું. તો એ હુંને હું નમસ્કાર કરું. એ હુંને હું ખુદ નમસ્કાર કરું છું.
આ બધા બહુ સુંદર છે. સંસ્કૃત છે. એના અંદર પણ દાદાએ આની આ જ વસ્તુઓને આપણને બહુ જ સિમ્પ્લીફાઈડ ફોર્મની અંદર મૂકી છે. આ વાંચશો તો આપણને થોડુંક બી જરાક સમજવામાં અઘરું બી લાગશે. દાદાનું એકદમ સહેલું.
જુઓ, આ કહે છે: "હું દેહ નથી, તેમ દેહ મારો નથી." આપણે હમણાં આ જ બધી વાત કરીએ છીએ.
જીવન પ્રત્યે જે ઈચ્છા હતી, તે જ મારે માટે બંધન. મારા ચિત્ત, મારામાં ચિત્તરૂપ વાયુ, એવું શાંત બની ગયું.
પ્રવૃત્તિ યુક્ત પોતાના શરીરને જે બીજાના શરીરની જેમ જુવે છે, તેવો મહાત્મા કોઈની સ્તુતિ કે નિંદાદિક ક્ષોભ કેવી રીતે પામે? જે પોતાના શરીરને બીજાનું શરીર છે એવી રીતે જોતો હોય, એને કોઈ આવીને કંઈ પણ કહી જાય તો એને શું ફરક પડે? સ્તુતિ કરે કે નિંદા કરે? એટલે આ જુઓ, કેવું એક કેવા સ્ટેટની વાત કરી રહ્યો છો, કેવું આમ હોવું જોઈએ, એ આપણને અહીંયા આગળ બહુ ક્લિયર કટ દેખાય છે.
નિરાશાના પ્રસંગમાં પણ કેમ નિષ્પૃહ રહી શકે? તો તેને મારા નમસ્કાર છે. કોણ રહી શકે નિરાશાના પ્રસંગની અંદર નિષ્પૃહ? એને કોઈ અસર નથી. જે આત્મામાં ઓલરેડી સ્થિત થઈ ચૂકેલો હોય, તેવી વ્યક્તિ જ આની અંદર રહી શકે.
જે આત્મપદને જાણનારને અંતઃકરણમાં પુણ્ય અને પાપનો પણ સ્પર્શ લાગતો નથી. દાદાએ કીધું કે, "પુણ્ય અને પાપથી આપણે જુદા પડી ગયા."
અહીંયા આગળ જુઓ, એ જ વાત કરે: "આકાશને વાસ્તવિક રીતે ધુમાડા સાથે સંગતિ (સ્પર્શ) હોતી નથી." આકાશ હોય, એમાં કેટલો બી ધુમાડો જાય તો આકાશ એનાથી ખરડાતું નથી. એ ક્યાંક આગળ જઈને ધુમાડો પણ પછી દેખાવાનો બંધ થઈ જાય છે. આકાશ તો જેવું છે એવું ને એવું જ રહેતું હોય છે. એ જ પ્રમાણે આપણો આત્મા. આ કંઈ પણ જે થઈ રહ્યું છે, એ બધું જ અંદર ઝળકી રહ્યું છે. જેમ અરીસામાં એક પ્રતિબિંબ ઝળકે છે એવી રીતે. પણ જેવું આ બધું ખસી જાય, તરત આત્મા પોતે જેવો છે તેવો જ રહેતો હોય છે. ઇનફેક્ટ, જોઈએ તો એ જેવું પણ ઝળકી રહ્યું છે, એ કશું બી તે વખતે પણ આત્મા વાસ્તવિક રીતે કેવું છે? જેવું છે એવું જ છે. એ અરીસા જેટલું જ ક્લિયર છે. ફક્ત એની અંદર પ્રતિબિંબો ઝળક્યા છે. એ અલગથી તમે જો જુઓ તો આત્મા તો એવો ને એવો જ.
કોઈક પોતાના આત્માને અને જગતના ઈશ્વરને અદ્વૈત એક જાણે છે. એટલે કે, "હું આત્મા છું, હું જ ઈશ્વર છું," એ ભાવ જ્યારે ગ્રહણ કરે છે અને તેને આચરણમાં મૂકે છે, તેને કશેથી પણ ભય આવતો નથી. નિર્ભય થઈ ગયો આત્મા. કારણ કે કોઈ એને ભયભીત કરી શકે એવી સ્થિતિ જ નથી. ભય તો બહુ બહારની વસ્તુ છે, સ્થૂળ ચીજ છે. એટલા માટે આત્મા સૂક્ષ્મ હોવાના કારણે એને કોઈ અસર આવતી નથી.
એવું કશું છે જ નહીં કે તારે એનો ત્યાગ કરવો પડે, જો તું શુદ્ધઆત્મા છે એમ. એટલે કે, દેહાભિમાનનો વિલય કરીને, "હું દેહ છું," એ બાબતને જેવી આપણે છોડી દઈએ, સ્વરૂપમાં લીન થઈ જા. કે સ્વરૂપમાં લીન થઈ જા. સુખ અને દુઃખને સરખા ગણી પૂર્ણતા પ્રાપ્ત કરી, આશાને નિરાશાને સમાન લેખી, જીવન અને મરણને પણ સરખા ગણીને પણ તું સ્વરૂપમાં લીન થઈ જા.
આ જો સમય મળે તમે તો ક્યારેક ક્યારેક આવા ચીજોનું પણ થોડુંક પઠન-પાઠન કરજો. આ બહુ જ સારી વસ્તુઓ છે. તમને જે તમારું જ્ઞાન છે, એને દૃઢતા મળશે. દાદામાંથી જે કંઈ આપણને બધું મળ્યું છે એને. અને એક આ એવા રેફરન્સ પોઈન્ટ છે કે તમારા જો બાકી રહેલી સમસ્યાઓ હશે, શંકાઓ હશે, બધાનું સમાધાન આના અંદર થઈ જાય છે.
તમે ખુદ, તમે ખુદ કરો, તમે ખુદ કરો. ઓશો વાળા ચશ્મા પહેરીને ના જોશો. હું તમને એ જ કહું. હું તમને એ જ કહેવા માગું છું: તમે શુદ્ધાત્મા બનો. અહીંયા આગળ અષ્ટાવક્ર છે, એ તમને શુદ્ધ જ્ઞાન આપી રહ્યા છે. તમે ખુદ એને ગ્રહણ કરો. આખી વાત બદલાઈ જશે. ટ્રાય ઈટ!
હા, આજ ભાવમાં, આજ ફોરમેટમાં દાદા બોલે તો વાસી ને ના. એટલે આજે વાસી છે અને તાજું છે એવું. હા, મેચ બધું એક્ઝેક્ટ એ જ મળશે. હું તો તમને જસ્ટ રેફરન્સ બતાવવા માગું છું કે આ બધી જગ્યાએથી મને એવું મળ્યું છે કે જે એક્ઝેક્ટ ટેલી કરે છે, જે દાદાએ આપણને બધું જ આપી દીધું. અને આ તો મને એમ કહેવાય કે થોડુંક બી સમજવામાં તકલીફ પડે છે પેલું.
એટલું સરળ છે, એટલું સરળ છે કે કોઈપણ માણસને આજે તમે જુઓ. લાખો માણસો આજે મહાત્મા બન્યા છે. એવા એવા માણસો કે જો એ કોઈ ભાષામાં આપણી સાથે વાત કરે તો આપણને એમ થાય કે આમને કેવી રીતના? પણ એમને જ્ઞાન એટલું બધું સોંસરું ઉતરી ગયેલું હોય કે આપણને આશ્ચર્ય થાય એવું છે. એના અંદર તમારે વાત સાચવી છે કે આ જૂનું છે, પણ જે જ્ઞાન છે ને એ ક્યારેય જૂનું કે નવું નથી હોતું. મારું જ્ઞાન જે છે એ એનું એ જ રહે છે. આ પ્રેઝન્ટેશન અલગ છે. તમને અનુકૂળ આવે તો તમે આ દવા પીવો, તમને પેલું અનુકૂળ આવે તો તમે પેલી દવા પીવો. તમને જે દવાની અનુકૂળતા હોય એ પ્રમાણે તમે પી શકો. આ તો જસ્ટ બતાવવાનું છે કે જો જેટલી ચીજો આપણે કરી રહ્યા છીએ આ દોઢ-પોણા બે દિવસથી જે હું બોલી રહ્યો છું, આ બધીને બધી ચીજો મને આમાંથી મળેલી છે. હું એ જ કહેવા માગું છું તમને.
આ રહ્યું ને ભાઈ મારી પાસે, તમારે જોવું હોય તો આપી દઉં તમને. ફોટા પાડી લો અહીંયા આગળ ઊભા ઊભા ફટાફટ. એમાં કંઈ તકલીફ નથી.
જો અહીં કહે છે: "આ કર્મ દેહ વડે થયું છે અને નહીં કે શુદ્ધ આત્મા વડે. એવું જે સતત ચિંતન કરે છે તે કર્મ કરતો છતાં પણ કંઈ જ કરતો નથી." આ થોડું સમજવામાં અઘરું પડે. દાદાએ આપણને કીધું કે "હું અકરતા છું." બસ, પૂરું થઈ ગયું પ્રોગ્રામ આખો. આ એ જમાનામાં જ્ઞાનીઓ આવી ભાષા વાપરતા હતા, એ વિશેષણો વાપરતા હતા. અલંકારિક ભાષા હતી જ્ઞાનીઓની તે જમાનામાં. દાદાની ભાષા એ કોમનમેનની ભાષા છે, તળપદી છે, ચરોતરી છે. આમ સીધી જ ઉતરી જાય તરત અને વાહલી લાગે. અને આ આપણે આ જરા વાંચવા બેસવું હોય, અડધો કલાક થાય જરાક એણે બે લીટી લખેલી હોય એને સમજવા માટે પણ. એટલે એવું ક્યારે કહી શક્યા દાદા કે જ્યારે આ બધામાંથી એ પસાર થઈ ગયા ત્યારે. એમણે આને પૂરેપૂરી ડાયજેસ્ટ કરી લીધી ત્યારે.
હવે જો તમને જિજ્ઞાસા હોય કે કેવી રીતના આ બધી વસ્તુઓ થતી હોય છે, તો દરેક વસ્તુના મૂળ આપણે શોધવા નીકળતા હોઈએ છીએ. એ પ્રમાણે જો આના પણ શોધવા જાવ એટલે તરત તમને આ બધી વસ્તુઓ જડી આવશે. આત્મા વિશેની જે બેસ્ટ બાબતો છે એમાંની એક છે આ અષ્ટાવક્રગીતા. અર્જુનને શ્રીકૃષ્ણ સાથેનો જે કંઈ ગીતાનો સંવાદ થયેલો છે, એ કર્મ વિશે થયો છે, એ યોગ વિશે થયો છે. અહીંયા આગળે સીધી આત્માની જ વાતો કરી છે. આટલી ક્લિયર કટ કોઈ બીજી જગ્યાએ કરી હોય તો એ બીજી જગ્યા મને મળેલી છે. એ આ દત્તાત્રેય ગીતા છે. એ પણ ગુજરાતીમાં છે. ઉપર સંસ્કૃત હોય પણ નીચે પછી પાછું ગુજરાતી આપ્યું હોય. એટલે એના અંદર પણ જો એ કહે છે: "હું આદિ, મધ્ય અથવા અંત વિનાનો છું. કદી બંધાયેલો નથી અને સ્વભાવથી નિર્મળ અને શુદ્ધ છું." ક્લિયર કટ છે ને? "સર્વ ઠેકાણે, સર્વકાળે, સર્વને તું નિત્ય તથા અચળ આત્મા રૂપે જાણ.
બધું જગત શૂન્ય છે, માટે જે અશૂન્ય છે તે આત્મા તત્વને તું પોતાને તથા મને ચોક્કસ જાણ." આપણે બપોરે ફોર્મ્યુલા આપી એક અને ઝીરો. આ જગતને શૂન્ય કરવાની વાત અહીંયા ગાળેથી મળે છે. "તું અત્યંત શુદ્ધ, સમાન, દેહ રહિત, અજન્મા તથા અવિનાશી તત્વ છે." આખી આટલી મોટી લીટી પણ એની અંદર જ આપણને કીવર્ડ શું મળે છે? "હું અવિનાશી છું, હું અવિનાશી છું." "કેવળ જ્ઞેય તથા જ્ઞાતા રહિત બ્રહ્મને તું જાણ." દાદા કહે છે: "અનંતાજ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું." સર્વાંગ શુદ્ધ. પૂરું થઈ ગયું. એ વધારે ગમે છે ને આના કરતા? વધારે વાલું લાગે, ક્લેરિટી આવી જાય છે તમને.
આ વસ્તુ રેફરન્સ બધા અહીંયાથી જ આવ્યા છે. રેફરન્સ બધા આવી જગ્યાએથી જ મળે. અને દાદાએ આ બધું વાંચેલું છે. અમે હા, દાદાને અમે 79 માં મળેલા. દાદાને એમને જ્યારે જ્ઞાનવિધિ અમારી થઈ હતી 1979 માં, ડિસેમ્બર 12મી તારીખે અમદાવાદની અંદર. એટલે આ બધી બાબતોની તો અમે ઘણા પ્રશ્નો એમને પૂછેલા. ખૂબ ચર્ચાઓ કરેલી છે, જેમ તમે અત્યારે અમારા સાથે બેસીને કરી હતી એવી રીતના. અમે આ બધું કરીને એ વખતે બેઠેલા. પણ ત્યારથી પણ આપણે શું છે કે અભ્યાસ કરવાનો, જે જ્ઞાન જેને કહેવાય એને અર્જિત કરવાનું, એ સતત અવિરતપણે ચાલ્યા જ કરતું હોય. એ ક્યારેય બંધ ના થાય. શું? હા, જ્ઞાનીઓની ભાષા અલગ અલગ હોય, જ્ઞાન એક જ હોય અને એ જ્ઞાન અનંત હોય. એટલે આની આ જ વસ્તુની હું અનંત કાળ સુધી બેસીને જો વાતો કર્યા કરું તો પણ વસ્તુ એની એ જ રહેવાની છે. એમાં કોઈ ફેરફાર કોઈ કરી શકે એવું હોતું નથી.
જ્ઞાન એક જ હોય પણ એ અનંત હોય. ભાષા બદલાય, પ્રેઝન્ટેશન હોય ને અલગ અલગ બધાનું એટલા માટે.
એટલે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ બધી ચીજોની જરૂરત છે. અધરવાઇઝ સિમ્પલ તમારી પાસે આટલું જે અવેલેબલ જ્ઞાન છે એના પર બેસો તમે અને આ ક્લાસમાં જેમ કીધું છે ચિંતન કરો એના ઉપર. શ્રવણ કર્યું તમે, હવે ઘરે જાઓ એના પર મનન કરો, એનું નિદિધ્યાસન કરો અને બેસીને જેવું એ કરશો એટલે તમે એક ચોક્કસ ટાઈમે જુઓ તમારી આત્મસ્થિતિની અંદર પહોંચી જ ગયા હશો. કારણ કે એ પ્રોસેસ છે, એનું પરિણામ છે આ. આ થશે ને એટલે સામે એનું ફળ આવી આવીને ઊભું જ હશે. રિઝલ્ટ જ આવી જાય તરત જ. તમે આત્મસ્વરૂપ થઈ જ ગયા હો કંઈ પણ કરવા છે. જો અહીં પણ મને કહે છે: "આત્મતત્વ સર્વથી શૂન્ય છે પણ પોતે શૂન્ય નથી. આત્મા સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. એ બેની પરે થઈ ગઈ છે, અલગ છે." વ્યવહારિક સત્ય અને અસત્યની અહીંયા ગાડે વાત કરે છે. "આત્મતત્વ છ અંગો વાળા યોગથી શુદ્ધ થતું નથી.
મનના વિનાશથી શુદ્ધ થતું જ નથી અને ગુરુના ઉપદેશથી પણ શુદ્ધ થતું જ નથી. એ તો પોતાની મેળે પોતે શુદ્ધ જ છે." કોઈએ કંઈ કરવાની જરૂર નથી હોતી એની તો. આ જે કંઈ થઈ રહ્યું છે એ શું છે? એ બહારનો ભાગ છે. પેલો બાવો છે તેને આપણે ઠીકઠાક કરી રહ્યા છે બધું. કારણ કે શંકા-કુશંકા, વાંધા-વચકા જે કંઈ હતા એ બધા એને ઊભા થયેલા હતા. અહંકાર હતો.
હવે એ બાવો બની ગયો આત્માનો. જેવો એને પેલો ઉપદેશ થયો ને બોધ આયો, એટલે હવે એને વૈરાગ્ય આવવાનો ધીમે ધીમે શરૂ થયો હોય. એટલે એને આપણે બાવો કહીએ છીએ. તો આ છેલ્લે છેલ્લે ૧૪મી વાણીની અંદર દાદાએ આ વાત કરવાની શરૂ કરી હતી. એમ ૧૪મી આપ્ત વાણી આવી હતી એ વખતે લગભગ એમને આ છેલ્લામાં છેલ્લી ફોર્મ્યુલા આપી હતી: "હું બાવો ને મંગળદાસ." તો કે "હું" એટલે કોણ? "કે તું પહેલા તો એ શોધી લાય." પછી કે "બાવો" તો કોણ બાવો? "તો કે મંગળદાસ" એમ. એટલે બહુ સુંદર સી મિલી અમને આપેલી હતી અને એ એટલું આપણને જો અંદર ઉતરી ગયું ને, તો પણ બાકીનું બધું પછી એની મેલે ઠામ ઠેકાણે પડી જશે. એટલે એટલું પણ આપણે હોવું જોઈએ ને, એટલું ધારણ થવું જોઈએ જ્ઞાન આપણે હંમેશા માટે. સો, જો આમાં બધામાં ઇન્ટરેસ્ટ ના આવતો હોય તો પછી આપણે કાંઈક બીજું કરીએ. સમય છે કે કોઈને કંઈ પ્રશ્નો?
હવે બે-ત્રણ વર્ષથી દાદાનું પણ જ્ઞાન સાંભળીએ છીએ બધું. એટલે પણ એને જે 'રિયલાઈઝ' કરવાનો જે પાઠ છે, હવે મને ખબર છે કે આ મામૂલ અને પાઠ જે 'રિયલાઈઝ' કરવું છે. હવે ઘણીવાર શું થાય છે કે એકને એક સત્સંગ હું દસ વાર સાંભળું છું. બધે જગ્યાએ એકને એક શબ્દો આવે છે અને એક સાયકોલોજી ઊભી થાય છે કે "આ બધું મને ખબર." તો એ જે છે અને તે સમયમાં મને સાયકોલોજીમાં જતું રહે છે. એના માટે એ સાયકોલોજી છે, એ બાવાની છે. સાયકોલોજી કોની છે? બાવાની છે. એટલે બાવાને આ બધી અસરો થાય છે. તમે જેવા તમારી મૂળ જગ્યાએ જઈને બેસશો ને, એટલે આ બધી અસરો તમને તો પહોંચતી નથી એનો તમને પૂરેપૂરી ખબર પડી જશે.
એટલે શું કરવાનું છે કે બસ કોઈ પણ અવસ્થા કે કોઈ પણ પરિસ્થિતિ આવે છે, તેમાં બેસીને તમારે જોવાનું છે કે તમે તમારા આત્મસ્વરૂપમાં અત્યારે પણ છો, પછી પણ છો, પછી પણ છો. બસ, એમાં આખો દિવસ પસાર કરવાનો તમારે. અને તમે જો એવી રીતે કરતાં કરતાં એક કલાક પસાર કર્યો, તો દાદા કહેતા હતા કે "૨૪ કલાક તમે એવી રીતે રહી શકશો, એટલી શક્તિ પેદા થઈ જશે." હવે જો તમે ૨૪ કલાક રહી શકો છો, તો તમે એક વર્ષ રહી શકો એટલી શક્તિ પેદા થઈ જ જશે કે "સળંગ અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય." શું કહે છે એને? પછી એક વર્ષનો એમ કે જો તમે કરી નાખ્યું છે, તો તમે કેટલો પણ સમય, દસ વર્ષ, વીસ વર્ષ સુધી તમે રહી શકશો. એટલે એક વર્ષ એ કહેતા હતા, પણ કે જો ત્રણેક વર્ષ સુધી જો આ ધારણ કરેલું હોય, તો સંસાર માત્ર બધો ખરી પડે. આપણને 'રિયલાઈઝ' થઈ જાય, બિલકુલ આમ પાકા પાયે આપણને ખાતરી થઈ જાય કે "બસ, આપણે આ જ છે ને બીજું કશું નહીં."
અને અમે એવા તો ઘણા મહાત્માઓને મળેલા. અમે તો ઘણા એવા મહાત્માઓને મળેલા, આપણને આમ જોઈએ ને વંદન કરવાનું એવા એમના ભવ્ય જીવન. આ મંદિરોને બધું તો પછી બનાવ્યું. દાદાએ તો જીવતા મંદિરો બનાવ્યા છે, કેટલા બધા, કેટલા! હા, એટલે પણ તમે દાદા બનીને વાંચો ને શાસ્ત્ર વાંચો. શું વાત થઈ? આપણે દાદા અંદર બેઠા છે તમારી. હવે દાદા તમને કહી રહ્યા છે અને તમે જ્ઞાન ગ્રહણ કરો છો, એવી રીતે તમે કોઈ શાસ્ત્ર વાંચવાનું શરૂ કરો. ભલે તમને અત્યારે આવું લાગતું હોય, પણ જુઓ તમને તરત બધું આમ જડબેસલાક બધી સમજણ અંદર ઉતરવા માંડશે.
હા, બાવો પ્રયત્ન કરશે તો એને તો જલેબી પણ પડશે અને બધું કંઈ જાતજાતનું થાશે. બાવાને બહુ તકલીફ. બિચારો ના આમનોર રહ્યો, હજી ત્યાં પહોંચ્યો નથી. બસ, આ એની તકલીફ છે. અને મોટા ભાગના મહાત્માઓ અત્યારે આવી, જેને કહેવાય ને, "મીટર લાઈન" ઉપર રમી રહ્યા છે. હવે આ બાજુ પહોંચી જાય તો રન મળે એવું છે, પણ જવું કે ના જવું દુવિધામાં છે હજી. એટલે બધા બેસી રહ્યા છે. બાકી 'રિયલાઈઝેશન' આવી જાય તો પછી કંઈ કરવાનું રહેતું જ નથી. બસ, એ જીવન તમારું ઓટોમેશન પર ચાલી જ જાય. અમારે કશું જોવાનું રહેતું જ નથી હોતું, બધું ચાલ્યા કરે એની મેલે. શું આનંદથી થાય! સવાર ક્યાં પડે છે, રાત ક્યાં પડે છે, આજે શું દિવસ છે, આજે કઈ તારીખ છે, કશું ખબર નથી હોતું અમને. જે વખતે જે જાણવાનું હોય, કોક આવીને આપણને કહી જાય કે "આમ થઈ ગયું." હા ભાઈ, બસ વાત બરાબર છે.
મારે આમ કરવાનું છે. હાજી, આપણે એમ થાય કે કંઈક કરવાનું છે, તો ચાલો કંઈક કરવું પડશે. એવા વિચાર ચાલુ થાય એ પહેલા કોક આવીને કહી જાય, "હું કરી દઉં છું." કે "ચાલો, વેરી ગુડ, કામ પૂરું થઈ ગયું, ડિસ્પોઝ." હવે એવું થતું હોય ત્યાં પાછો જઈને હું ડોઢ ડાયો થાઉં કે "ના ભાઈ, તું કર." પછી આવે માથા ઉપર બરાબરનું વાગે પછી તો.
એટલે જે ભૂલો છે, મૂંઝવણો છે, તકલીફો છે, એ બધી શું છે? આપણા આવા પ્રકારના વલનના કારણે જ ઊભી કરેલી હતી આપણે જ. બીજા કોઈ એના માટે કોઈ જવાબદાર નથી. જો સમજાઈ જશે કે "સંસાર એ રોગ છે", સવારથી કહું છું, તો તમે એનાથી સંપૂર્ણપણે ધીમે ધીમે દૂર થઈ જશો અને તમે અનુભવ માંડશો કે તમે નિરોગી છો. અરે, શરીર જો રોગી હશે ને, તે પણ નિરોગી થઈ જશે. ખાલી આને પકડી રાખો કે "હું નિરોગી છું." કેમ? તો કે "હું નિરાગી છું." કેમ? તો કે "હું નિર્વિકલ્પ છું." કેમ? તો કે "હું અવિનાશી છું." કેમ? તો કે "હું નિર્વિકારી."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.