અનંતની યાત્રાAnant ni Yatra
અમોઘ ક્લાસ · Amogh Class

અમોઘ ક્લાસ ૪

17 Feb 2013

લેખ ૩ / ૫ · 87 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

"બસ બેક ટુ યોર મોર્નિંગ રૂટીન." સેમ ફીલિંગ. જેન્ટલી ઓપન, નો ધિસ ફીલિંગ. "If you know this, you can be everywhere, atom." આનો સઘન અભ્યાસ એ "you can be a number of locations" છે, જેના વિશે યોગશાસ્ત્રમાં વાત કરતા કર્મોના પ્રચંડ પુંજ એક જિજ્ઞાસુ ભક્ત, સાધક, ડિવોટી, ડિસાઈપલ એક પળમાં સમાપ્ત કેવી રીતે કરી શકે? જન્મ-જન્માંતરથી ચાલે આવતા, અહીંયા એક માર્ગ છે, "consuming all the karmas of everywhere." દત્ત બાવનીની અંદર કીધું છે, અવધૂત મહારાજ એકી સાથે આઠ સ્વરૂપ ધરે; રૂપ, બહુરૂપ, અરૂપ, રૂપ અને રૂપ બંને કેવી રીતે કરવું, અહીંથી તમને આવશે. અહીંયા બેસીને આગળ કામ કરો, ધિસ પોઈન્ટ. બાળકની ચિંતા નહીં સતાવે, પતિની ચિંતા નહીં સતાવે, પુત્રની ચિંતા નહીં સતાવે, કેમ કે આપણે મુક્ત છીએ. આઈ એમ, તો તમામ શક્તિઓ, તમામ જ્ઞાન આપણી અંદર છે, નિહિત છે, અંદર પડેલું છે; ખાલી જોવાની વાત છે.

આ બધું જ્યારે થઈ જાયને અંદર, પછી કેવું થાય ખબર છે? એક સંત મહાત્મા વર્ષો સુધી એમણે ખૂબ તપસ્ચર્યા કરી. હિમાલયમાં જાય, બીજી બધી ખૂબ તપસ્ચર્યા કર્યા પછી એક ઝાડ પાસે આરામ કરવા બેઠા. ઉપર એક કાગડો બેઠેલો. પોતાના સ્વભાવ મુજબ બહેને તો આમને આમ જોયું, એની સાથે પ્રચંડ ઘણો તો ક્રોધ વ્યાપ્યો. આ તપ કરેને લોકો, એ બધા કેવા હોય? તપેલા હોય. કિચનમાં જોયા, તપેલા પહેલાં બહુ રહેતા હતા. આજકાલ હવે તપેલા અદ્રશ્ય થવા માટે બધા જાત-જાતના વેસલ્સ આવી ગયા; જાત-જાતના આકારના, જાત-જાતની ધાતુઓના, ડબલ પડવાળાને કેવા-કેવા બધા! યુ ઓલ નો ધેસ બેટર. એ પહેલાં તો અમારા ટાઈમમાં એવું બધા તપેલા હોય, દરેક સાઈઝના હોય, પાછા આમ એક છાજલી જેને કહેવાય લાકડાની કેવી એના પર આમ સજાવીને મૂકીએ, ચકચકિત કરીએ. હવે આભરાઈ પર હોય તોય લોકો શું કહે? પેલું તપેલું ના હોય, માણસ બી આમ કરીને આમ જતો હોય તો ઘણા એને તે વખતે કંઈક જવા દેને એમ.

ના, તપ અને અડવાનું નહીં, યા દાઝી જે હોય એ માણસ જેવું હોય.

તો આ બધા તપ કરનારા, આ બધા જે હોયને તપસ્વીઓ, એ બધા આવા તપેલા હોય મોટા ખૂબ. કોઈએ એક દાડો તપ કર્યું હોય, કોઈ એક વર્ષ કર્યું હોય, કોઈ બે વર્ષ કર્યું હોય, કોઈ ૧૦ વર્ષ કર્યું હોય, કોઈ હજાર વર્ષ સુધી કર્યું હોય. પેલા આપણા ભગવાન પણ શું રામ, એમને પણ બિચારાને આવું થયા કરે. હજારો ટાઈમ સુધી એ તપ કરે, વળી પાછું કંઈક સંજોગ ઉત્પન્ન થાય એટલે એમને વળી સમાજમાં જવાનો વખત આવે અને ત્યાં જ્યારે પાછું કંઈક ઊભું થઈ જાય, એક મોટો બોમ્બ ફૂટી જાય, બધી એનર્જી ત્યાં પૂરી થઈ જાય, રિલીઝ થઈ જાય. વળી પાછા વિષાદ અને દુઃխની લાગણી સાથે આવીને આસન જમાવીને ફરી પાછા તપ કરવું, એ તો ચિરંજીવી છે. તો એમના પાસે તો સમય પણ દિવ્યાંગનું જીવન અહીંથી શરૂ થયું છે ને અહીંયા પૂરું થવાનું છે એની એને ખબર. જીવનકાળ આ બરાબર આ આટલું જ છે. હવે એમાં પણ શરૂઆતના ૨૦ વર્ષ તો આ બધી મથામણમાં ચાલ્યા ગયા; મોટા થવામાં જ બધી મજૂરી કેટલી બધી પાર વગરની!

૨૦ થી આગળ ચાલ્યા એટલે ૨૫ સુધી પહોંચતાં-પહોંચતાં તો કે, "મારે તો નોકરી જોઈશે, કંઈક કરવું પડશે." એટલે એમાં ગયા શોધાશોધમાં. ૨૫ એ માણસ સેટલ થવા માંડ્યા તો કે, "હવે પરણવું પડશે." પણ લાવી દીધા. હવે જવાબદારીઓ આવવા માંડી. ૪૦, ૫૦, ૫૫ ઓહો! હવે ક્યારે કરીશું? આમ કરીને આમ જોઈએ તો હવે એમ લાગે કે આ સામે આવી ગયો છે. હવે આપણે તો નીકળવાનો ટાઈમ થવા માંડે. તો આ માંડેને તો, "આ જે કંઈ મારે કરવાનું છે એ હું ક્યારેય કરીશ?" પેલાના પાસે તો આટલો બધો સમય હતો ને એ કર્યા કરતા હતા, પણ મારી પાસે સમય બહુ જ ઓછો છે. તો એ એ જે ઓછા સમયની અંદર પણ આમ વચ્ચે-વચ્ચે પળો જે ચોરી લઈને પણને આમ ઝડપથી-ઝડપથી જે જે કંઈ કરતો હતો, એ કીધી વસ્તુ અત્યારે તમારી સામે મૂકી. મને તો બહુ ફાયદો થયો છે, ફરી જોજો પરિણામ તમારી સામે.

આપણી પરંપરાની અંદર ઋષિઓએ સ્વર વિજ્ઞાન વિશે બહુ સુંદર સમજણ કેળવી. વાત આપણે આગળ ચલાવીએ છીએ. તો કે જીવ દ્રવ્ય શરીર જે છે, તેના ઉપર એક એસ્ટ્રલ બોડી છે, એના ઉપર એક મેન્ટલ બોડી છે, એના ઉપર એક કોઝલ બોડી છે. હવે આને એક રીતે જો આપણે સમજવું હોય, તો આને ૧૦ ગણવું, આને ૧૦૦ ગણવું, આને ૧૦૦૦ ગણવું, ૧૦,૦૦૦ ગણવું અને ૧ લાખ. એક યુનિટ તમે દાખલા તરીકે આવી રીતના મૂકી દીધા હશે, તો તમને પંચકોષ વિશે બહુ સારી રીતે સમજાશે. હું આવી રીતે સમજું, તો મારું ગણિત થોડું કાચું, એલજીબ્રા બહુ ના ફાવે, મેથેમેટિક બહુ સારું, બહુ સારું. એટલે પેલા ખર્વ-નિખર્વના દાખલાઓ હોય તો એ ફાવે, પણ પેલું ના. તો આવા જે પંચકોષની અંદર આપણે અહીંયા આગળે અંદર એન્ટ્રી મારી દીધી બરાબરને, તે વખતે આપણને ચોઈસ હતી. નવ જોડ માતા-પિતા આપણને બતાવવામાં આવ્યા હતા તે વખતે કે તમને આ ફાવશે, કે આ ફાવશે, કે આ ફાવશે, કે આ ફાવશે; એટલે નાગાલેન્ડ, કન્યાકુમારી, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને સાઇબેરિયા, બધું જ તમને બતાવવામાં આવ્યું હતું.

ઇન શોર્ટ, "you selected India, you selected Gujarat." તમારી કર્મભૂમિ, એને લાયક માતા-પિતા અહીંયા જીવ વસતા હતા, બાકી મને આમના સાથે ફાવશે એટલે આ તમારી સોધાબાવી છે. માતા-પિતાએ પણ આવાહન કરેલું કે અમને આવું-આવું આવું એક પુત્ર કે પુત્રી હોવાથી. જો જ્યારે પણ જોશો તો જે લોકો માતા કે પિતા છે તે લોકોને પણ ખ્યાલ હશે આ બાબતનો કે એક એવી પળ હતી જ્યારે એ નક્કી થઈ ગયું હતું, "that moment. And if you go back, trace your memory, you can reach to the points." જે ધ્યાન કરી શકે, એ શું ન કરી શકે? "જ્ઞાની ચાહે શું કરે," એવું શા માટે કીધું છે? તો જેવું તમને જ્ઞાન એ વસ્તુનું આવડી ગયું છે, તો તમે એ પણ કરી શકશો. સો "go back to that moment, think when you decided to get down into its birth cycle."

ત્યાં સુધી તમે જોઈ શકશો. આડા શું છે? આની આવરણો; આવરણો જે કાંઈ છે એ બધા, તેના કારણે આપણને સ્પષ્ટ વિઝન નથી, નહીં તો મને અહીંયા જ આમ બધા જ આત્મા દેખાય છે, તમને પણ દેખાય છે. આવરણો હટે છે પછી ખ્યાલ આવશે કે હું એક છું, અનેક શરીરની અંદર વ્યાપેલો. દિવાળીના દિવસે જ્યારે આપણે આમ દીવા કરીએ છીએ ઘરના ફરતે ચારે બાજુ, દરેક બારીમાં, દરેક દરવાજાની પાસે પણ જો દીપક; એ જે દીપન તત્વ છે એ તો એક જ છે આમ પૃથક-પૃથક હોવા છતાં પણ. એવી જ રીતે આપણે સૌ અહીંયા આગળે અસ્તિત્વમાં, વાસ્તવમાં આપણે એ એક જ દીવો છીએ. જો પેલું સમજાશે તો આ સમજવું સહેલું છે; જો એની ઉપર વિચાર કરશો તો આ વસ્તુ પકડાવવા માટે, જ્યારે દીપકનો વિચાર કરો ત્યારે તમને દીપક અને ચારે બાજુ તમારી પાસે આ દીપક બહાર દેખાવાની શરૂઆત થઈ જાય; અને પ્રત્યેક દીપકની અંદર જાણે કે તમે પોતે જ છો એવું જ્યારે તમે જોશો, અનુભવશો, તો હું ફીલ કરવા...

"Feeling is the key" જીવનમાં આગળ વધવા માટે. ઘણી વખત મને એવું કહેવાય, "ડોન્ટ ફીલ ઇમોશનલ." ઇમોશનલી લોકો અપસેટ કરતા હોય છે, થતા હોય છે, આપણે તો હવે કેવું થઈ ગયું; મને કંઈ અડે નહીં, નડે નહીં, લાગે નહીં ને વળગે નહીં. એટલે હવે સ્થિર દીપકની ભાતિ આપણે આપણા જીવનની અંદર ખોઈ શકીએ છીએ. કોઈ આવે કંઈ પણ કહે, વેરી ગુડ, નોંધ લીધી આપણે; એનું જે યોગ્ય હશે તે કરવામાં આવશે. પેલા સરકારી કર્મચારી જેવો એટીટ્યુડ હોવું જોઈએ, "મૂકીને જાઓ, એની તપાસ કરવામાં આવશે, જોઈ લેવામાં આવશે." એનું એના શબ્દો જે લખેને બહુ સુંદર હોય છે, "યોગ્ય કરવામાં આવશે, ઘટિત પગલાં લેશો, વગેરે વગેરે ઘટતું કરશો." એટલે આપણે ઘટતું જ કરવાનું ને બાકીને છોડી દેવાનું, ઘડવા નહીં બેસવાનું.

પ્રોબ્લેમ ક્યાં થાય છે? આપણે ભાંજગડમાં પડીએ છીએ, આપણે ભાંજગડમાં પડી જઈએ છીએ એટલે જે હોય છે એને ભાંગીએ છીએ પહેલાં, એમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી એની એક બહુ જ મોટી જટિલ સમસ્યા બનાવી અને વળી પાછું એનું નિરાકરણ શોધવા બેસીએ છે; અને પછી આપણે આમ જોઈએ છીએ કે આ તો બહુ મોટું થઈ ગયું હવે. "Think of that entity you are creating." ઓલ ઓફ યુ નો નાવ સાયકોથેરાપી. એક થોટ એન્ટીટી તમે જાતે જ ક્રિએટ કરો છો એવી મોટી અને અહીંથી આમ એવું ફીલ કરવા માંડો છો કે હવે આનું સોલ્યુશન ક્યાં? એટલે પછી તમારો ટાઈમ જાણે છે જ નહીં એવી રીતના તમે એનાથી ડર્યા કરતા હોય, ભયભીત થયા કરતા હોય; અને પેલો આમ ઉપર પરથી આમ આમ તમને સતત પ્રેસ કર્યા જ કરતો હોય, કર્યા જ કરશો. અને જેને જેટલો ટાઈમ એને પણ એનર્જી ફેંક-ફેંક કરી છે, હવે આ છેને પેલો ખરેખર સેટેલાઈટ છે, એનર્જીનો સોર્સ આ અહીંયા ગાડે છે, પણ એ હવે જાણતો નથી કે એ જ એને એનર્જી આપ કર્યા જ કરે, કર્યા જ કરે છે; અને પેલાને રોજ મોટું કરે ને જીવતું રાખે, મોટું કરે ને જીવતું રાખે ને પછી એનાથી જ ભયભીત થયા કરે માણસો, પોતાના જ પડછાયાથી ડરીને.

એ પડછાયો એટલો મોટો વ્યાપ વ્યાપી ગયો છે કે હવે એની અંદર જાણે કે અજ્ઞાન, જાણે કે ખુદું આવી ગયું અને ક્યાંય પ્રકાશ જ રહ્યો નથી એવા થઈ ગયા. હવે એને શું કરવાનું છે? તો કે બસ પોતે પ્રકાશની સન્મુખ જવાનું છે. જો એ પ્રકાશની સન્મુખ થશે, પડછાયો પાછળ રહી જશે. જીવનમાં ભૂલ ક્યાં થતી હોય છે આપણાથી? જ્યારે આપણે જ્ઞાનને પાછળ મુકતા હોઈએ છીએ અને આપણે આગળ નીકળી જતા હોઈએ છીએ. જ્ઞાનને સાથે રાખવાનું. આપણે જ્ઞાન સ્વરૂપ છીએ, જ્ઞાનમય છીએ, તો એમ જ જોડે જવું જોઈએ. દરેક વસ્તુનો આપણે એપ્રોચ આવી રીતનો હોય તો ચોક્કસ આપણને પડછાયા દેખાશે અને પછી ભયભીત થવાની મોમેન્ટ આવવાની જ નથી, ડર લાગવાનો જ નથી. આપણને નિર્ભયતા સ્વાભાવિક બનતી જશે ધીમે-ધીમે, સહજ બનતી જશે. આપણે સૌ આવી આ એક જ્ઞાનમય, વિજ્ઞાનમય સ્થિતિની અંદર સતત-સતત રહ્યા જ કરીએ, તો ચોક્કસ આપણે આગળ જ પહોંચીએ, આપણું ઇમોશન અપ થાય.

આપણે જે આપણું જે મૂળ મુકામ છે, અંતિમ લક્ષ્ય છે ત્યાં સુધી આપણે પહોંચી પડીએ.

આ ઋષિમુનિઓએ શોધખોળ કરીને જે સ્વર વિજ્ઞાન આખું શોધી કાઢ્યું, એમાં મૂળ જે નાદ હતું એની ઝાંખી આપણે અત્યારે હમણાં કરી. પણ જ્યારે પણ તમે કાંઈ પણ નહીં કરતા હશો અને માત્ર ત્યાં આગળે આમ કેન્દ્રિત થશો, એટલે તરત આ એની મેળે ઊભો થશે સ્વયંભૂ; એટલા માટે એને કહેવામાં આવે છે, એને કોઈએ પેદા કરવાનો નથી. તાળી પાડીને અવાજ મારે કરવો હોય તો આમ કરવો પડે છે, આ તો અવિરત પણે ચાલ્યા જ કરે છે, અનાદિ અનંત કાળથી ચાલુ છે અને એમાંથી જ બધું જ આ અસ્તિત્વ આવેલું, એવી એમની સમજણ થઈ ગઈ. એટલે એમને આ સ્વરની ફ્રિક્વન્સી બધી જોઈ. આપણા ઋષિમુનિઓ તો એટલા સરસ હતા કે મેં જેમ કીધુંને કે નીલના પદ્મ સુધીની એમણે બધી ગણનાઓ અને ગણતરીઓ બધી કરી નાખેલી; જ્યારે બાકીના દેશો તો બધા અલીબાબાના દેશમાં જ વસતા હતા ખરેખર, ત્યારે પણ આ ભારતમાં એટલો જ્ઞાન પ્રકાશ પ્રજ્વલિત હતો.

તો એ સંતોએ, એ ઋષિ મુનિઓએ શબ્દ રચના કરી. એમને જોયું કે અસ્તિત્વ આમ કેવી રીતે આમ આમ આમ આવી રહ્યું છે અને કેવી-કેવી રીતે વિલય પામે છે. ગીતાનો બારમો અધ્યાય, એ સ્વરૂપ દર્શન જ્યારે બેસીને તમે પહેલાં જોશો અંદર, ત્યારે એનો બોધ થશે. એ વાંચ્યા પછીથી એની પણ મનન કરવાની આપણને જરૂર પડે છે, સમજણ આપણી અંદર એની મેળે પેદા થશે. એક વખત બેસીને ખરી જોજો અને અનુભવીશું, પછી આ વિશ્વ બહુ સુંદર લાગશે, કશાથી ડર નહીં લાગે અને પછી આમ પેલી નાના બાળકની જેમ પ્રાર્થના આમ ફૂટી નીકળશે: "મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે; નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા." અત્યારે જુઓ મંદિરોની હાલત, શિવ મંદિરને પણ હવે તાળા મારવાનો વખત આવી ગયો છે.

આપણી સંસ્કૃતિની અંદર પહેલાં એક સમય એવો હતો કે શિવ મંદિર એટલે કોઈ વૃક્ષની નીચે હોઈ શકતું હતું ખુલ્લા આકાશમાં. આજકાલ જો મહાદેવ પણ જો સિરિયલ જોતા હોત તો કહેત કે કૈલાશ પર ઘર બનાવવાની અત્યારે ધમસાણ ચાલી રહી છે ત્યાં આગળે. કંઈક છેલ્લે-છેલ્લે આવું-આવું હતું, શિવ તો કૈલાશમાં હોય છે બસ; કૈલાશ ખુલ્લા નીલા આકાશની નીચે, બિલકુલ પ્રાકૃતિક સ્થિતિની અંદર, બિલકુલ નૈસર્ગિક અવસ્થાની અંદર, ધ્યાન ત્યાં છે. એટલે આવા બધા જ આભાસ અને અહેસાસ તમારી જિંદગીમાંથી જેમ પણ ખસી જશે અને જ્ઞાન ત્યાં આવી જશે, તમે શેષ સ્વરૂપ જ છો, એ મોમેન્ટ તમને પકડાવશે. એના માટે આ વરણો હટાવવા જરૂરી છે, મદદરૂપ એની અંદર આપણને ધ્વનિ થઈ શકે છે. તો ઋષિમુનિઓએ એવું જોયું કે આ મૂળ એક નાદ છે, પણ એ નાદ સુધી પહોંચવા માટે મારે પણ અહીંથી એક હેન્ડલ મારવું પડશે.

પહેલાના જમાનામાં ખબર છે આપણે એવી ગાડીઓ આવતી હતી, બંધ પડી જાયને પછી લોકો ધક્કા ના મારે; એના આગળ એક મોટા સળિયા જેવું હોય, જેક જેવું ગોળ-ગોળ ફેરવે પાંચ-સાત, દસ વખતને એ ચાલુ થઈ જાય. આજકાલ પેલા લોકો ઓટો રિક્ષામાં પણ આવું એક કામ દોરડે રાખે કરે છે, છકડા રિક્ષાને આવું બધું ચાલુ કરે લોકો; ઘણા લોકો બોટમાં પણ આવું એક રાખતા હોય છે આમ, એટલે એ શરૂઆત જે એને ટોર્ક આપવાનો છેને બસ એ એક વખત આવડી જાય એટલે કે આપણી સિસ્ટમ ચાલુ થઈ. અને આપણી સિસ્ટમ જેવી ચાલુ થાય અને એની સંવાદિતા જે સમષ્ટિની સિસ્ટમ છે તેના સાથે જેવી સંવાદિતા આવવા માંડે, એટલે એનર્જી વળે પછી ગતિ આવે, પ્રગતિ આવે, બધું જાય.

તો એમણે જોયું કે સૌથી પહેલો નાદ પરાનાદ છે, એને પારખ્યો એટલે એ પશ્યંતી બન્યું. એ પરાનાદ પશ્યંતી બન્યો અને એમણે જોયું કે એ અહીં પણ અનુભવાય છે ત્યારે મધ્યમાં બની ચૂક્યો; અહીં પણ અનુભવાય અને છેવટે વૈખરી રીતે બહાર પડ્યો અને લોકો બોલ્યા: "ઓ, અ, ઉ, મ્." પછી એમણે ત્રણ પોઈન્ટ શોધી કાઢ્યા ચક્રોની ઉપર કે અહીં હું આ 'અ' બોલું છું, અહીંયા 'ઓમ' બોલું છું અને અહીંયા આગળ શબ્દની કિંમત છે. કોઈકને આપણે આમ જોઈએ, મળીએ અને કહીએ, "હેલો, ગુડ મોર્નિંગ," કેટલી સરસ અસર પડે! અને જેવું આપણી આમ નજર પડેને આપણે આમ "યુ રાસ્કલ" એમ કંઈક આપણે કંઈક બોલી કાઢીએ, શું અસર પડે ત્યાં આગળે એનાથી ભયાનક અસર અંદર પણ. એ જે દિવસે સમજાશેને, અપશબ્દો ઊડી જશે જીવનમાંથી. અભદ્ર વ્યવહાર એટલે શું, શાલીનતા એટલે શું, શીલ એટલે શું, સત્વ એટલે શું, આ બધા બહુ જબરજસ્ત શબ્દો છે.

આ શબ્દો જે છેને એની શક્તિ એટમ બોમ્બ કરતાં પણ વધારે છે, પ્રચંડ શક્તિઓ એક-એક શબ્દની, એક-એક સ્વરની. આ ઋષિમુનિએ જોડીયા પરા, પશ્યંતી, મધ્યમા, વૈખરી પ્રક્રિયાઓ અને એમાંથી આખે-આખા બધા મંત્રોની રચના એમને કરી. અદભુત મંત્રો આપણી સમક્ષ ઉદ્ભવ પામ્યા અને આપણી સંસ્કૃતિએ આપણને આપ્યા, અનમોલ ભેટ છે આ બધા. ઋષિમુનિઓને આપણે હૃદયપૂર્વક પ્રણામ કરવા જરૂરી છે સૌથી પહેલાં-પહેલાં તો, કેમ કે આપણે એ વિદ્યા ફરી એક વખત ભણવા જઈ રહ્યા છીએ.

ઋષિ પરંપરાની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, એ જમાનાની અંદર યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા પછીથી પિતાના ઘરેથી બાળક નીકળે, બહુ નાનકડું સાત-આઠ વર્ષની ઉંમરે, અને કોઈ ઋષિના આશ્રમમાં એ પહોંચી જાય. એ ઋષિના આશ્રમમાં જ્યારે જાય ત્યારે એના પાસે થોડાક ઝાડના સૂકા લાકડાની એક એને ભારી બાંધી હોય, એને 'સમિતિ' કહેતા એ લોકોને સમજણ એટલે. ગોડ, આંબો, લીમડો, પીપળો, વડ ઉપર આવા જે પાંચ જેને કહેવાય એવા વૃક્ષોની સૂકી ડાળીઓને ભારી બનાવીને એ લઈને જાય, આ એક પ્રતીક. આ દરેક વૃક્ષ છે તે પણ એક-એક બાબતનું પ્રતીક છે, ક્યારેક એની પણ વાત કરીશું. તો આ પાંચ જે મારા દુર્ગુણો છે કે, "પ્રભુ, હું તમારી સમક્ષ મૂકું છું, આજ તો મારી પાસે હું આવ્યો છું, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો." અને એ પરમ ભાગ્યવાનના મસ્તક ઉપર ગુરુ હાથ મૂકે, "આયુષ્માન ભવ." પહેલા આશીર્વાદ 'આયુષ્માન ભવ' જ અપાતા મોટા ભાગે જે કહું હોય તે શા માટે?

એ વખતનું જીવન જ્યાં હતુંને ત્યારે એલઆઈસીની પોલિસીઓ નહોતી એટલે, "નિશ્ચિંત હો જાઈએ, લિખ કર દેતા હૂં," વગેરે કશું હતું જ નહીં; બધું ઓરલ, "everything from the mouth of Guru, not oral mouth" જ્યાં અંગ્રેજો બોલ-બોલ કરે છે, "everything was coming out from Guru's mouth."

એ સત્ય હોતું. ગુરુનું કેટલું મહત્વ, ગુરુની કેટલી મોટી જવાબદારી કે માતા પાસેથી હજુ તો માંડ કિશોરાવસ્થામાં આવેલો એવો એ બાળ જીવ, એને ત્યાં આગળે મોકલી આપવામાં આવે છે કે, "પ્રભુ, આનું કલ્યાણ થાઓ, એને માર્ગ આપજો, એને યોગ્ય કંઈક સમજણ આપજો, કંઈક એને શીખવજો." અને પેલા ભાઈ જતા ત્યાં આ આવું લઈને, "તો પ્રભુ, મને જ્ઞાન આપો." ગુરુ પરમ ઉદારતાથી એને પોતાના આશ્રમમાં, પોતાના હૃદયમાં એને સ્થાન આપતા. દરેક શિષ્યની યોગ્યતા મુજબનું એને કામ ચીંધતા; આ કામ એક માર્ગ હતો એના ફિઝિકલને એના મેન્ટલને ધીમે-ધીમે-ધીમે એ ગુરુ એટલે એવી સુંદર રીતે, એ બધા બહુ મહાન સાયકોલોજીસ્ટ, એવી સુંદર રીતે એને વાળી લે અને પછી એને આપણે 'કેળવણી' કહીએ, એ કેળવણી હતી. અત્યારે શું હોય છે? ટ્રેનિંગ, એ ત્યાં કેળવણી કેળવતા. બહેનો છેને આપણે પણ હવે તો કદાચ કરી, મારો દીકરો એ બનાવતો થઈ ગયો, લોટ હોય બધો આમ છૂટો આમ કરીને આમ જો મારીએને થાળીની અંદર, એકદમ હાથ તો બધો ઊડી જાય, એવું આમ છૂટા-છૂટા કણ જેને કહેવાય એવું; એને પણ બાંધી શકાય છે.

થોડું પાણી નાખે, વળી પાછું એને મસળે, મસળે, મસળે, મસળે અને એમને એમ કરતાં-કરતાં ધીમે-ધીમે-ધીમે એના લુઆ બનાવે, કેળે છે લોટ. તો લોટ જેવી વસ્તુ જો કેળવાઈ શકે છે, તો અંદર આટલા બધા જે આપણા આમ સતત કેટલા બધા આમ એક સેકન્ડના ૩૦,૦૦૦ જેટલા ઇમ્પલ્સિસ ચાલતા હોય, આટલી અનંત શક્યતાઓ સાથે આપણે બસ આમ કામ કર્યા જ કરતા હોઈએ; એટલે પેલી આમ જાણે કોઠી ફૂટ્યા જ કરતી હોય એવી એક સ્થિતિ હોય છે આપણી.

પર સેકન્ડ ૩૦,૦૦૦ ઇમ્પલ્સિસ પાસિંગ થ્રુ, ૩૦,0૦૦ એ ૩૦,૦૦૦ જો શક્યતાઓ જ છે અને જો એમ બની જ જાય તો શું થાય? અબાઉટ પણ સદભાગી બને છે પર સેકન્ડ ફક્ત ૩૦, આઉટ ઓફ ૩૦,૦0૦, કે જે એક વિચારનો આકાર ધારણ કરે, બાકીના બધા તો વોટ આર લોસ! એના કેળવણી શેનાથી થાય? તો કે એમાં એકાગ્રતા રેડવી પડે. એકાગ્રતા જેવી રેડે એટલે એ જે માનસિકતા જે છેને એની કેળવાવાની શરૂ થાય; ધીમે-ધીમે એનું વહન થાય, એનું દોહન થાય, એનું મંથન થાય, એનું ચરણ-નણ થાય, પછી આમાંથી બધી વસ્તુઓ જે જે કરવી હોય એ બધી થઈ શકે. એટલે આવા શિષ્યને એ ત્યાં આગળે રાખે અને પછી આવા કાર્યોમાં મોકલે, બ્રાહ્મ મુહૂરતની અંદર એને ઉઠાડે. બ્રાહ્મ મુહૂરત એટલે સવારે ચાર વાગ્યે, સ્થૂળ કાળની અંદર આપણે જોઈએ તો પણ, બ્રાહ્મ બ્રહ્મમુહૂરત એટલે જે પળે આપણને બ્રહ્મનું સ્ફૂરણ થાય તે બ્રાહ્મ મુહૂરત કહેવાય, આ યાદ રાખજો.

સો ડોન્ટ વેટ કે ચાર વાગશે પછી જ હું આ કરીશ, બ્રાહ્મ મુહૂરત વીતી જશે; જે પળે તમને ઈચ્છા થાય, તમે બ્રહ્મની અંદર બેસી જઈ શકો છો, એની મોમેન્ટ. તમે જોયું હમણાં કેટલીક ઝડપથી તમે ત્યાં પહોંચી જઈ શકો છો, પાછા પણ આવી જાઓ છો, એના એના સાથે-સાથે જ આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારે તો. સો રીમેમ્બર ધેટ. તો આવા બ્રાહ્મ મુહૂરતની અંદર શિષ્યને ગુરુ ઉપદેશ આપે, એક મંત્રનો ઉપદેશ. આ મંત્ર કોઈ વખતે એક અક્ષરનો હોઈ શકે, કોઈ વખતે ચાર કે પાંચ જેને કહેવાય એવા સ્વરનું એક સંયોજન હોઈ શકે; કોઈક વખતે જુઓ તો ૩૨ અક્ષરોનો એવો અદભુત જેને કહેવાય ગાયત્રી જેવો મંત્ર પણ હોઈ શકે. જ્યારે મેં આ બધું જોયું ત્યારે મને એમ થવા માંડ્યું કે હું આ મંત્ર કરું, પેલો કરું, આ કરવાથી ભગવાન ઝડપથી મળે કે પેલો કરવાથી? મૂંઝવણ બહુ થાય. ઘણી વખત એમ થાય કે આ કરીએને આપણી પાસે આમ ઝડપથી બધું થઈ ગયું, પછી થોડા દિવસ એ કરે, એમ થાય પેલા એવું કહે છે કે આ મંત્ર કરવો જોઈએ અને આવી રીતે કરવો જોઈએ.

હવે આ બધી દુનિયામાં મથામણ ચાલુ થઈ જાય, આપણા બધાની જોડે થતી હોય છે. સમસ્યા આવે એટલે વ્યક્તિ સમાધાન શોધવા જાય, તો બધાને પૂછે; એમાં એક મોટો વર્ગ જેને કહેવાય જોશીઓ પણ છે. એ કોઈ જોશી પંડિત છે ત્યાં જઈને કહે, "પ્રભુ, મારે તો આવું થાય છે, છોકરીનું લગ્ન થતું નથી ને કંઈક જોઈ આપોને." તો કે પેલા કહે છે કે એના લગ્ન ભુવનની અંદર અત્યારે શનિની વક્રદ્રષ્ટિ છે; એ જ્યારે આમ કરીને આમ જશે પછી ફેબ્રુઆરી પછી ઠેકાણું, ફેબ્રુઆરી ૨૦૧૪. એ કહે, "હવે એક વર્ષ સુધી શું કરીશું?" ઝડપથી પણ થઈ શકે છે, પાછા એવું પણ કહે કે તમે શનિના જાપ કરો એટલે પેલો મચી પડે: "ૐ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે; શંયોરભિસ્રવન્તુ નઃ. નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્; છાયામાર્તણ્ડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્." થોડા દિવસ ગણેને, બહુ મોટો મંત્ર છે, કંઈક નાનો કરી આપોને.

એ એમાં નાનો કરવા જેવી વાત થઈ જાય એટલે પાછા કોઈક બીજા હોયને એટલે કહે: "ૐ શનૈશ્ચરાય નમઃ." ફક્ત આટલું જ બોલજે પાછા, એના માટેની અલગ દક્ષિણા. બીજા પાસે ગયો એટલે.

"So what is money after all?" આના વિશે પણ આપણે સમજવાના છીએ, એ પણ એક શક્તિ છે, "so don't ignore in your life, use it wisely." તો ગમે તે આવી રીતના પૈસા આપીને આપણે જે કંઈ પ્રાપ્ત કર્યા જ કરતા હોઈએ, "purchasing sometimes sort of..." આપણા સ્પિરિચ્યુઅલ જેને કહેવાયને પર્ચેઝિંગ પણ બહુ અદભુત હોય. પેલો કોર્સ બી કર્યો, આ કર્યો, આ કર્યો; તમે નથી કર્યો હજી સુધી? જઈને કરી આવો ઝડપથી, એટલે પેલા દોડે. "Textbook date" કઈ છે એની તપાસમાં પડે. દરેક મંત્રને જો સમજી જશો તો એ પ્રચંડ શક્તિશાળી છે, પ્રત્યેક સ્વરની અંદર આખા બ્રહ્માંડને પેદા કરવાનું અને આખા બ્રહ્માંડને ઉડાડી મૂકવાનું સામર્થ્ય નિહિત છે પ્રત્યેક. એવું જોવામાં આવ્યું હતું કે સેકન્ડ વર્લ્ડ વોરના ટાઈમની અંદર સૈનિકોની એક આખી મોટી ટુકડી માર્ચ પાસ્ટ કરતી-કરતી આગળ વધે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની હોય; પેલી બટાલિયન વેગની બધી આ ફરફર કરતી હોય બ્રિજ ઉપરથી જેવી પસાર થાય એટલે બ્રિજ તૂટી જાય અને ઘણા બધા સૈનિકો અંદર પાણીમાં પડી જાય, ઉપરથી નીચે પડીને મરી જાય, આવું-આવું બધું થતું જોયેલું.

તો એમને પછી એનો એક રસ્તો કાઢ્યો કે આખી ટુકડીના બે ભાગ કરી નાખે અને અડધાને અમુક ટાઈમે પગ પછાડવાનો, અડધાને અમુક ટાઈમે પગ પછાડવાનો; એવી એક પદ્ધતિ એમણે વિકસાવી કાઢી અને પછી એવી રીતના સેફલી "they used to cross, go across the bridge."

આટલી પ્રચંડ શક્તિ છે. બધા ભક્તો જોયા છેને, મંજીરા વગાડતા હોય મસ્ત થઈને, "રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે..." કંઈ પણ જે બી કરતા હોય એ બધું. ઘણી જગ્યાએ આમ પસાર થાઓ તો લોકો આમ તાળીઓ પાડીને ભજન કરતા હોય, શું થાય છે ખબર છે? એક તાળી પાડે જો જુઓ અંદર શું થાય, કમ ઓન જોઈન વેર એન્ડ વોચ યોર હાર્ટ ચક્રાસ. એના ઉપર જે લાગતા-વળગતા જાળાં હોયને બધા, એ બધા હટવા માંડે; એટલે કેટલા ટાઈમ પૂરતું તમને બહુ જ સારું એકાગ્રતા વધારે સારી રીતે તમે કરી શકો, એટલા માટે તાળીઓ પાડીને ભજન કરવામાં આવતું. અવાજ કરતાલ રાખતા, એ મૃદંગ પ્રભુ વગાડે છે મૃદંગ. આ બધાનો આપણે સંયોજન કરતા હતા સ્વરનું. આટલું મોટું મહત્વ અને આવી વ્યાપકતાથી જ્યારે આપણે સારી-સારી રીતે સમજ્યા પછી કોઈપણ શબ્દનું ઉચ્ચારણ કરીશું, તો આપણે જોઈએ છીએ કે મૂળ ૫૨ મૂળાક્ષરો આપણી પાસે છે અને એ દરેકને ચોક્કસ રીતે સંસ્કૃત ભાષા બહુ જ સંસ્કૃત છે, શું સંસ્કૃત એટલી બધી કે આજનું કોમ્પ્યુટર પણ એને ઇઝીલી એક્સેપ્ટ કરે છે એવું કહે છે.

પણ આપણે એને બહુ સુંદર રીતે એક્સેપ્ટ કરી શકીએ.

ઇનફેક્ટ, મારી પાસે એક એવો ચાર્ટ પણ છે, તમે બધા પણ શોધી શકો છો કે પ્રત્યેક મૂળાક્ષરને જ્યારે યોગ્ય રીતે ઉચ્ચારણ કરવામાં આવે છે, ત્યારે તે આપણા સૂક્ષ્મ શરીરના ચોક્કસ પોઈન્ટ ઉપર એક સ્પંદન પેદા કરે; અંધારામાં જે આગિયો ઝબૂકેને એવી રીતના ઝબૂકે, "a flash of light" ત્યાં આગળ થાય જેમ તમે બોલો આ. એની આ શક્તિને આપણે ઓળખવાની, એને સમજવાની. હવે નો ધેટ, આ ૫૨ માંથી તમે કંઈ પણ બોલશો તો પણ કંઈ થશે, પણ શું થશે? તો કે તમે જે ચાહો તે થવું જરૂરી છે, કંઈ પણ થશે એવું નહીં; નહીં તો તમે અહીંયા બેઠા બેઠા ઓમ-ઓમ કરો ત્યાં સાઇબેરિયામાં ધડાક થાય, પેલી ઉલ્કાઓ પડે ને કંઈ-કઈ થાય. થાયને, સૂક્ષ્મ વિજ્ઞાન તો એવું કહે છે કે આવો આકાશીય પદાર્થ એકદમ આ તરફ ખેંચાઈને આવવો, એ પણ કોઈ સાવ અચાનક બનતી ઘટના તો નથી; ચોક્કસ પ્રકારના જેને કહેવાય એવા સૂક્ષ્મ સંયોગો અને સ્થૂળ સંયોગો પેદા થવાના કારણે જ એ ત્યાં આગળે અમદાવાદમાં પડી શકી.

ડોક્ટર સ્વીટ એ વખતે આમ કરીને આમ ફરી ગઈ, તો ત્યાં આગળ જઈ પડી; ફક્ત એ જ ૧૨૦0 જણના મોત થયા જેમના થવાના હતા. કોઈ ફૂટબોલના મેદાન પર પડી હોત તો એક લાખ લોકો હોય છે ઘણી વખત, "it is possible" ને. એમનું સ્ટીયરિંગ કોણે ખસેડી કાઢ્યું આમ કરીને આમ, આમથી આમ જતું હતું ને આમ જવા માટેનું કંઈક થશે. યુ અન્ડરસ્ટેન્ડ, આ બધું ઘણી બધી વસ્તુઓ સૂક્ષ્મમાં બની રહી છે.

છાપામાં નથી આવવાનું કે આ કેવી રીતે થયું, પણ બેસીને જોશો તો ચોક્કસ તમને મળશે, આ બધું આ બધું બન્યા જ કરે છે આમ. "There are beings to take care of us." એ લોકો ક્યારેય આમ ચાર રસ્તા પર ઉભેલા કોન્સ્ટેબલની જેમ નથી હોતા, પોતે આમ દંડો ઊંચો કરીને પોતાની પ્રેઝન્સ બતાવતા હોય એવા નથી હોતા; કે મોટો પેલા નેતાઓનો કાફલો જતો તમે જોયો છેને, "they show their presence" કે ભાઈ અમે સમાજમાં છીએ હજી પણ આમ, તો ત્રાસ વર્તાવતા જતા હોય છે. આપણે એ પણે જો ત્યાં આગળ હોઈએ, તો એક સામાન્ય માનવી તરીકે આપણને કેટલી તકલીફ પડે, કેટલી અકળામણ થાય! એમાંય ખાસ કરીને જો પોણા બાર વાગ્યે ને મહિનાની ૧૨મી તારીખે જો આપણે આમ ઇન્કમ ટેક્સે ઊભા રહેવાનું થયું હોય, પેલો એમ કહે, "આગળ નહીં જવા દઉં પોણો કલાક સુધી," અને આપણે ત્યાં આગળે જ ઊભા રહેવાનું હોય, ઉપરથી આમ તડકો આવ્યા જ કરતો હોય.

ત્યારે એ નેતા અને એવું થાય કે શું કરવું હવે? આ ડેમોક્રેસી થાય છેને, પણ આ પણ એક નિશ્ચિત નિયમના ભાગ રૂપે જ હોય છે દરેક ભોગવટો.

"Know that," તમારા જીવનમાં આવતી પ્રત્યેક ઘટના તમે એક્સેપ્ટ કરી શકો છો, તમે રિજેક્ટ કરી શકો છો. ક્યાંક જો ગતિ વિશે વાત કરીએ, તો આપણી ગતિ ઉર્ધ્વમાં પણ હોઈ શકે, સામે પણ હોઈ શકે. હવે સામે જો મોટો ટેકરો હોય અને આપણને એમ લાગે કે આમ ઉપર થઈને નીચે જવું કષ્ટદાયી છે, તો આપણે એક ચક્રાવો પણ મારી શકીએ, ડાબેથી કે જમણેથી. "Again have a choice, there is always a choice, every moment we are exercising our choice, every moment." દરેક જગ્યાએ યસ-નો, યસ-નો, યસ-નો ચાલ્યા કરે લાઈફ. સો વેરી સિમ્પલ, જો એ સમજણ છે કે તમારી પાસે ચોઈસ તો હતી જ, "exercise this choice" અને પછી તમારી આગળ વળી પાછી બીજી ચોઈસ આવીને ઉભેલી જ હશે, "then you are progressing." તો આ સુંદર જે સ્વર વિજ્ઞાન છે, તેના આધાર આપણે આગળ જોઈશું કે કેવી રીતે આ મંત્રોનું ઉચ્ચારણ કરીને, ઉપચાર કરીને ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ.

રાઈટ, સો ક્લોઝ યોર આઈસ. "Whatever so used utilized for the better of safety, all of the man th..." સો વી ટેક બેક, કમ બેક ફાસ્ટ. "અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતં ગમય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ."

આપણે વાત કરતા હતા સ્વર અને નાદની. નાદ ઉપરથી આપણે સ્વર પર આવ્યા, સ્વર ઉપરથી સ્વર વિજ્ઞાનની આપણે એક સમજ કેળવી અને હવે ત્યાંથી આપણે મંત્ર વિજ્ઞાનની અંદર આગળ વધ્યા. આપણે એ પણ જોયું કે દરેક મંત્ર એટલો જ પાવરફુલ છે; મંત્રને શક્તિ કોણ આપે? આપણે જ. મંત્રને શક્તિ કોણ આપશે? આપણે જ આપીએ છીએ, "we are propelling." અંદર જે કાંઈ છે તેને જ આપણે એક ફોર્સ આપીએ છીએ અને પછી એ એક્ટિવેટ થાય છે. જો એક્ટીવેશન આપણે અહીંયા આગળે કરતા હોઈએ, જેવું એ મંત્રની શક્તિનું એક્ટિવેશન થાય પછી એ તમારા હૃદયથી નીકળીને ધીમે-ધીમે-ધીમે-ધીમે આમ બ્રહ્માંડ વ્યાપી પોતાની મુસાફરી શરૂ કરતું હોય છે એ મંત્ર. આપણે ત્યાં આગળે ઋષિઓ બધા બહુ સરસ, એમણે છેને આખો આમ એક કરિક્યુલમ બનાવેલો હોય. અમે પેલા સ્કૂલમાં વિજ્ઞાનના જે પેલા ક્લાસ હોયને તો એના અંદર લખે સૌથી પહેલાં-પહેલાં કે 'હેતુ', આ પ્રયોગનો હેતુ શું છે એ પહેલાં લખવાનું.

પછી બીજું લખે 'સાધન', એટલે કયા-કયા સાધનો આ પ્રયોગમાં વપરાશે વગેરે વગેરે અમે બધું લખતા; અને પછી એની નીચે આવે 'રીતિ', તો કઈ કેવી પદ્ધતિ, બધા એક પછી એક સ્ટેપમાં અમે લખતા. શરૂઆતના તબક્કે તો બહુ મોટા ફકરા બધા લખતા, કારણ કે એવી રીતે શીખતા હતા; પણ જેમ-જેમ લોકોના માઇન્ડ સિસ્ટમેટિક બનતા ગયા, એમ લોકો સિસ્ટમેટિક સ્ટેપ વાઈઝ બધું લખતા ગયા: પહેલાં આ, પછી આ, પછી આ, પછી વન, ટુ, થ્રી, ફોર, લાઈક ધેટ. એટલે એક થી ૧૦ સ્ટેપ દાખલા તરીકે કર્યા અને આ સાધનો વાપર્યા, અને આ હેતુ હોય તો આ વસ્તુ સિદ્ધ થવી જોઈએ.

તો આપણા ઋષિમુનિઓ પણ કોઈપણ મંત્ર કરતા પહેલાં એ જે મંત્ર હોય, તો મંત્રનો કોઈ ઋષિ હોય એને યાદ કરતા. હવે આપણે જોઈએ છીએ કે ઋષિ એ જ્ઞાનનો સ્તોત્ર છે આપણા માટે, સૂક્ષ્મ માટે; સ્થૂળમાં જે પ્રવાહિત થતું જ્ઞાન છે, જે પ્રકાશ છે, એને પ્રવાહિત કરનારું આ એક બીઇંગ જે છે તેને આપણે ઋષિ કરીએ. એટલે અગસ્ત હોય દાખલા તરીકે તો આપણે એમને પણ ઋષિ કહીએ છીએ, ગૌતમ ઋષિ કહીએ છીએ, ધૌમ્ય ઋષિ કહીએ છીએ, પરશુરામ ઋષિ કહીએ છીએ, જમદગ્નિને આપણે ઋષિ કહીએ છીએ, વિશ્વામિત્ર આપણે ઋષિ કહીએ છીએ; આવી રીતે અનેક ઋષિ તે વખતથી ચાલ્યા જ આવે છે અને આ દરેકે આપણને કોઈકને કોઈક મંત્ર આપ્યો. એટલે દરેક મંત્રનો કોઈ એક ઋષિ હોય, એ ઋષિ પછી એનો 'વિનિયોગ'; વિનિયોગ મતલબ "purpose of this chanting of this mantra is..." એ ત્યાં આગળે નક્કી કરવામાં આવે કે ભાઈ મારી બુદ્ધિ શુદ્ધ બને, નિર્મળ બને એટલા માટે; કોઈ કહે મારું હૃદય સ્વચ્છ થાય એટલા માટે; કોઈ કહે મારું લગ્ન થાય એટલા માટે; કોઈ કહે હું કરોડપતિ બનું એટલા માટે, અલગ-અલગ પર્પઝ.

તો એને તે વખતે નક્કી કરવામાં આવે છે, એ પણ ઉચ્ચારણ કરવામાં આવે ક્લીયરલી, "spell out, remember your kriyashakti." તો તમારા એ વિચારની અંદર જે કંઈ તમે કરવા જઈ રહ્યા છો, એ બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે તમારી પાસે આવું-આવું એક રિઝલ્ટ તમને જોઈએ.

હવે મંત્ર શું કરશે કે મંત્ર એનો ઋષિ, ઋષિ એ સૂક્ષ્મમાંથી તમને શક્તિઓ પ્રવાહિત કરવા માટેનું એક કેટાલિસ્ટ તરીકે કામ કરશે; તમારો પર્પઝ નક્કી થઈ ગયો છે. હવે તમે બેઠા છો આ કરવા માટે, તો એના માટેનું તમે શું કર્યું? સંકલ્પ કર્યો, "your intention is finally..." આ બધું કરવા પાછળનો હેતુ શું છે મારો, ધેટ ઇઝ ઓલ્સો ડિસાઇડેડ નાવ. વાત હવે ફક્ત રહેશે પદ્ધતિની, ક્રિયાની; તો એમણે કીધું કે બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં એવા સુખાસન ઉપર બેસવું. કોઈ હલાસન આમ કરી હળની જેમ આમ પાછળ અને પછી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરે, કરી શકાય થાય એક મિનિટ, બે મિનિટ; કેમ કે એ યોગના આસનો જે છે એ ૮૪ લાખ આસનો કીધા, આમાંથી ૮૪ મુખ્ય કીધા. એ ૮૪ માંથી પણ પાછા એમણે અલગ તાર્યા અને કીધું કે ભાઈ આટલા તંદુરસ્તી માટે છે, આટલા તમારા મનની કેળવણી માટે છેને, આટલા તમારા તનની કેળવણી માટે પૂજા, પાઠ, ધ્યાન, ચિંતન, મનન, નિદિધ્યાસન માટે; એમને બે કે ત્રણ આસનો કીધા, એટલે શાંત શાંતિ આપે, સુખપ્રદ હોય, હેને એવા એક આસન ઉપર બેસવું.

સ્થળ કેવું હોવું જોઈએ? તો કે તમે નિર્ભયતાથી બેસી શકો. અહીંયા આગળ આમ કરીને આમ પલાંઠી વાળીને આપણે બેઠા અને પવન આવ્યા જ કરે, આવ્યા જ કરે તો શું થાય? ઠંડો-ઠંડો પવન આવે અને આપણું ધ્યાન બહાર ચાલ્યું જાય.

તો એમને કીધું કે ભાઈ મને વ્યવસ્થિત રીતે આ જગ્યાનું પણ ધ્યાન રાખવું. ઋષિમુનિઓ પોતે પણ ગિરિકંદરાઓની અંદર જતા, "in the caves" અને યોગ્ય જગ્યાને આમ જુએ, એની ભૂમિને તપાસે; ત્યાં આગળે કીડીઓ ના હોવી જોઈએ, એ તો ભાઈ બેઠા હોયને બધી કીડીઓ ચટકે થોડી વાર થાયને. એટલે તમામ પ્રકારના ફિઝિકલ જેને કહેવાય એવા મુશ્કેલીઓથી અલગ, શાંત અને નિરાપદ જગ્યાએ બેસવું જ્યાં અવાજ ઓછો હોય, એ પ્રેફરન્સ રાખવું. એક તબક્કે પહોંચ્યા પછી તો તમે ક્યાંય પણ ધ્યાન કરી જ શકો. મને આ કક્ષાએ મારી પત્નીએ પહોંચાડ્યો કે જ્યારે પણ મેં આ શરૂઆત કરતોને, પણ ધ્યાન કરવા બેસું એટલે થોડી વાર થાય એટલે ત્યાં સાણસી ખખડે, પછી એકાદ થાળી પછડાય, પછી એકાદ આમ વાસણનો અવાજ આવે; આવું બધું થોડી-થોડી વારે થયા કરે. એ વખતે ખબર નહોતી પડતી કે આવું કેમ થાય છે, પણ દર વખતે આમ એક ઝાટકો લાગે, ખૂબ ગુસ્સો આવી જાય અને મને એમ થાય કે આ બંધ કરો.

એ પણ કહે, "તમે બંધ કરો." શું કે, "આ બધું જો તમારે અત્યારે જ કરવું જરૂરી નથી." એ મને એવું કહે, હું એમ કહું તમારે આ બધું અત્યારે કરવું જરૂરી નથી. "See the resistance. Only when the resistance comes, you go and search for the solution." ધક્કામુક્કી થાય સમાજમાં બેઠાની અંદર પણ, જવાબદારીઓ હોય તો ગોતો, લડાઈ નહીં, "so search for the solution."

એમાંથી તો નક્કી કર્યું કે કાં તો બે વસ્તુ આમાં શક્ય છે: આપણો સમય બદલી કાઢવો અથવા તો પછી આપણે જગ્યા બદલી કાઢવી, એટલે ઘરમાંથી પાછી કાં તો બહાર જતા રહેવું પડે. લાંબો સમય ઘરમાંથી ગાયબ રહેવું ગૃહસ્થ માટે પણ હિતકારી તો નથી જ, કેમ કે એના પણ ભયસ્થાનો, ફરિયાદો આવે પામે; ઘરમાંથી ગાયબ જ એ પણ ન થવું જોઈએ. સો વોટ આઈ ડીડ, મેં ધીમે-ધીમે મારો ટોલરન્સ લેવલ ઊંચો કરતો ગયો કે કેટલો પણ અવાજ હોય તો મને એવું કહે કે, "તમને શા માટે સમજાવો છો, તમે તો ધ્યાન કરો છો બહુ સરસ." શીખવાડ્યું મને, "તમે શેનું ધ્યાન કરો, હું અવાજ કરું છું કે એનું એવું કરો છો?" મારી પાસે જવાબ નહોતો, પછી મળી ગયો કે સાચું કે હું બેધ્યાન હતો; અરે હું ધ્યાનમાં હતો જ નહીં, હું વારે-વારે બેધ્યાન, બેધ્યાન, બેધ્યાન. તો હવે શું કરવું જોઈએ? ટોલરન્સ એટલું બધું વધારી દીધું, મતલબ કહેવાનું એ છે કે જ્યારે પણ આવી કોઈપણ આપણે વસ્તુ કરીએ, તો શરીરના, મનના કે આસપડોશના કોઈપણ ચીજો આપણને કાંઈ પણ, ફરી એક વખત કહું છું, અડે નહીં, નડે નહીં, લાગે નહીં ને.

આવું કરી અને આપણે બિલકુલ સ્થિર દીવાની જ્યોતની ઉપમા આપીએ, પણ આ બહુ સરસ છે, દરેક જીવન આવું હોવું જોઈએ એમ આપણને ચોક્કસ થાય. દીવાની એક જ્યોત હોય, કોઈપણ દીવાની તો કેવી આમ સ્થિર હોય છે જ્યાં સહેજ પણ પવન પણ ના આવતો હોય, તો એ કેવી રહેશે? એકદમ સ્થિર રહેશે અને એ દીવાનો પ્રકાશ કેવો છે? દીવો તો આટલો છે, એની ફ્લેમ આટલી જ છે, પેલાનો પ્રકાશ તો કે આખા રૂમમાં વ્યાપી જાય. આ રૂમ મોટો થાય તો એટલો થાય, એનાથી મોટો થાય તો એટલો થાય; પ્રકાશ તો બધે જ ફેલાતો જ જાય. આપણને દેખાય ક્યારે પ્રકાશ? તો કે સામે પરાવર્તિત થાય ત્યારે જ આપણને દેખાય, બાકી પ્રકાશો ગતિ કર્યા જ કરેને. મારું ઘર ૧૦ બાય ૧૦ નું છે, રૂમ મારો; હવે એ ૧૦ બાય ૧0 નો મેં થોડો મોટો કરી નાખ્યો તો હવે આ બાજુ પણ જવા માંડ્યો પ્રકાશ અને આમ પણ જવા માંડ્યો. દાખલા તરીકે આ દીવાલ પણ ન હોય તો એટલો વધારે આગળ જશે, પણ એ પણ ના હોય તો.

એટલે જેમ-જેમ અવરોધો હટતા જાય છે, તેમ આ પ્રકાશ ગતિ કરતો જાય છે.

આ જ રીતે, આ જ રીતે આપણું જ્ઞાન પણ ગતિ કર્યા જ કરતું હોય; આપણે જે કંઈ કરીએ છીએ તે પણ ગતિ કર્યા જ કરતું હોય. એક ચોક્કસ જગ્યાએ જઈને પરાવર્તિત થઈને જ્યારે પાછું આવે, ત્યારે એ કેવું આવે? "Many times more," માસ્ટરે કહ્યું છેને લો ઓફ કર્મ ત્યાં પણ લાગે છે આવી રીતના કે આ આ કશો જ ના હોય પણ ફક્ત આટલું નાનકડું એક આમ ગ્લાસ મૂકી દીધો હોય આટલો જ, પેલા તમારે લગાડે છેને એમાં કપડામાં, એવું આમ એક; બાકી બધું ભલે કાળું હોય પણ એવું એક આમ લગાવ્યું હોય આમ બટન કે કાંઈ પણ અને જો ત્યાં આગળ આમ એક યોગ્ય રીતે આમ ઊભા રહેને આમ કરીને આમ કરે, તો પ્રકાશ જેવું એના ઉપર પડશે તરત પરાવર્તિત થશે, એ કેટલો હશે? જે જઈ રહ્યો છે એનાથી વધુ તીવ્ર હશે. સેમ થિંગ ઇસ હેપનિંગ. જ્યારે મંત્રનું આપણે ઉચ્ચારણ કરીએ તો આપણા સૂક્ષ્મ શરીરની અંદર રહેલા જે બધા ચક્રો છે, તેને આમ એક પછી એક, પછી એક આમ આંદોલિત કરતાં-કરતાં એ મેગ્નીફાય થતાં-થતાં આપણી પાસે ને મેગ્માઈન ચક્ર મેગ્નીફાયર આંદોલિત કરી અને મેગ્નીફાય કરી અને પછી એ જ્યારે આમ બહાર ફેંકાય છે વાતાવરણની અંદર, તો સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ સુધી જઈને એ પાછું આપતું; અને જે આપણો હેતુ નક્કી કરેલો છે તે પ્રમાણેનું જે કાંઈ છે જ્યાં ક્યાંય પડેલું છે પણ.

કેમ કે બ્રહ્માંડ એ અનંત શક્યતાઓ વાળી જગ્યા છે તો ત્યાં જ્યાં ક્યાંય પડેલું છે એને ધીમે-ધીમે-ધીમે બધું આમ ભેગું કરે.

શરૂઆતમાં આપણને આ રૂમમાં અત્યારે પાણીની વરાળ છે, દેખાય છે? પણ ચોમાસું આવે અને તરત જ આપણને બહાર એ જ પાણીની વરાળ વાદળા રૂપે દેખાય છે. એવું કહેવાય છે કે યોગી ચાહે તો આટલા આકાશને આમ કરીને આમ નીચોવેને પલ્લું ભરીને પાણી કાઢી શકે, "can you believe that?" યોગી જેને 'ટ્રાન્સફોર્મેશન ઓફ એલિમેન્ટ્સ', નેચરલ એલિમેન્ટ્સની વાત કરું છું, ક્યાં છે એલિમેન્ટ્સ? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને અગ્નિ તેજ. એના પર જ્યારે અધિકાર પ્રાપ્ત થાય ત્યારે એ શું કરી શકે? તો કે એ આવું પણ કરી... ફરક શું છે એનામાં? કેલાલાલ "Water of India, water of India," કેલાલાલ એવું કરતા હતાને સ્ટેજ ઉપર, પણ આ ભી કરે છે. તો કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આનું બહુ મોટું કોઈ મહત્વ નથી, પણ આપણે ત્યાં આગાળે ઘેલછામાં સપડાઈ ચૂકેલા માણસો જેને કહેવાય, બનાવટી ચીજોને સાચી માની લેવાની બુદ્ધિવાળા લોકો, આવી વ્યક્તિઓ પ્રત્યે આકર્ષાઈને પોતાનું જીવ, પોતાનું દ્રવ્ય બધું જ જોખમમાં મૂકતા હોય.

આમ છાપું ખોલીને જુઓ, "ફલાણા-ફલાણા મહારાજ આટલા એમાં તમારા દરેક પ્રશ્નોનો નિકાલ કરી આપે." બધું કાંઈક લખેલું, ૧૫૧ માં એક પ્રશ્ન કે ત્રણ પ્રશ્નનો જવાબ આપશે ત્યાંથી માંડીને; અને બધા એસટી બસ સ્ટેન્ડને રેલવે સ્ટેશનની આસપાસની કોઈક હોટલોમાં બધે ઉતરેલા હોય વગેરે વગેરે. નાની-નાની પત્રિકાઓ આવશે, "તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ," એવું બધું કાંઈક લખેલું હોય; અને પ્રશ્ન કુંડળી કે બસ આમ મોબાઈલ ઉપર તમારા પ્રશ્નોના જવાબ આપે, હવે તો ટીવી પર ભી આપવા માંડે છે. એમને એમના જ પ્રશ્નોનો સમાધાન મળેલું છે ખરું? ત્યાં પૂછો તો ખરા, જ્યારે ઈચ્છે ત્યારે ટોયલેટ પણ જવાતું નથી, કયા અહંકારની વાતો કરે! કે કોની શક્તિઓ હોય છે આટલું બધું સુંદર રીતે, નિયમિત રીતે આ બધું ચાલ્યા જ કરતું હોય, કેવી રીતે ચાલી રહ્યું છે આ બધું સમજવું જરૂરી.

એક વખત જેવી સમજણ આવશેને એટલે આવા બજારની અંદર પડવામાંથી આપણે ચોક્કસ બચી જઈશું; આપણા પૈસા પણ બચે છે, આપણે વધુ સમય કુટુંબને આપી શકીએ છીએ, એ બધું સારું થાય છે એ વખતે. અને વાત તો છે જ પેલા સ્વામીની જેમ કીધી હતી તેમ, ઉપર એમણે જોયુંને પેલો કાગડો હતોને આ પડાક દઈને નીચે પડ્યો મળી ગયો. પેલા સંત મહાત્મા જે ગયા હતાને કથા કરવા તપસ્ચર્યા કરીને આવેલા, તપેલા; હવે ભૂખ લાગી થોડો ટાઈમ પછી એમને, તો એટલે ગયા એક વસ્તીની અંદર. એ વસ્તીની અંદર એક ઘરને આગળ જઈને એમણે કીધું, "ભવતી ભિક્ષાં દેહી." અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો કે, "મહારાજ, ઊભા રહેજો, હું જરા મારા પતિની સેવા-સુશ્રૂષામાં છું અને હું આવું છું પછી તમને આપું." કે થોડીક વખત ઊભા રહ્યા, પેલા બહેનને આવતા વાર લાગી; વાર લાગી એટલે ખાસી બધી વાર થઈને એટલે આ ધૂઆં-પૂઆં થવા માંડ્યા ધીમે-ધીમે, નાકના નસકોરાં ફૂલી ગયા, બ્લડ સર્ક્યુલેશન વધી ગયું, આપણું સોલર પ્લેક્સિસ ચક્ર પણ આમ પાક પણ આ સ્ટીમ એન્જિન જેવું કંઈક થવા માંડ્યું.

મને તો આવું બધું દેખાય હો, બહુ સરસ આમ વિઝ્યુલાઈઝેશન પહેલેથી બહુ સારું. એમના સોલર પ્લેક્સસની જગ્યાએ પણ બસ એ પેલું સ્ટીમ એન્જિનનું ભુંગળું જ દેખાય. તો પાર થઈ એટલે આમ બસ જવાની તૈયારીમાં હતા અને પેલા બહેને દરવાજો ખોલ્યો અને કહે છે કે, "હું કંઈ પેલો કાગડો નથી હો કે જે આવી રીતના આમ પડી જઈ શકે."

પછી અંદર ગયા, વસ્તુ લઈને પાછા આવ્યા અને એ મહારાજને આપી. મહારાજ તો બિચારા કાપો તોય લોહી ના નીકળે એ હાલતમાં મુકાઈ ગયા કે, "આમને ખબર નથી પડી કે મારા જંગલમાં શું થયું?" આતો ગૃહિણી સમજમાં આવે છે શું કહેવા માંગે છે કે, તપસ્ચર્યા કરવાથી જ આવી સિદ્ધિ પ્રાપ્ત થાય એવો કોઈ નિયમ નથી; એક રસ્તો હોઈ શકે છે પણ નિયમ નથી, અપવાદ જો ત્યાં આગળે. એટલે રીંગ સાબુથી ઘેર બેઠા-બેઠા કપડાં ધો-ધો કરતા હોયને તોય બ્રહ્મજ્ઞાન તો થવાનું હોય તો થઈ જ જાય, જોઈએ બરાબર ધોવાતા હોય કપડાં. આજે હું તમને વાસણ માંજતા શીખવાડું, કપડાં ધોતા શીખવાડું તમને આજે, ગૃહસ્થાશ્રમના બધા બધા સરસ-સરસ વસ્તુઓ જે કાંઈ છે એ બધું તમને શીખવાડું, તમારી સૌની જો ઈચ્છા હોય. મને ખબર નથી ક્લાસ ક્યાં છે, ક્યાંથી શરૂ થયો છેને ક્યાં જવાનો; એટલે પેલા મહારાજ જે હતા તે શર્મિંદા થઈને પાછા મળ્યા કે, "અહીંયા તો કાંઈ કહેવા જેવું નથી માતા, નમસ્કાર કરું છું." કરીને નાઠા પાછા.

તો સિદ્ધિ શેનાથી થાય? એ સ્ત્રી શું કરતી હતી? તો કે પોતાના અપંગ પતિની સેવા-સુશ્રૂષા કરતી હતી, એનું ધ્યાન સંત આવ્યા છે એના પર પણ છે પણ પતિવ્રતા છે, પતિ ઉપરથી એનું ધ્યાન ફટકાવ્યું નથી. એ જે કંઈ કરતી હતી એ કાર્ય સમાપ્ત કર્યું પછી એ ધર્મ કરવા બહાર આવી; આવી જે એકનિષ્ઠાપૂર્વક પોતાનું જીવન વ્યાપાર વ્યતીત કરતી હોય એવી પત્ની કે એવો પતિ, એ અવશ્ય સિદ્ધિ અને સુખ પામે, સંતોષ પામે અને એને જોઈને, એને જાણીને, એના ચારિત્રને સમજીને બીજા લોકો પણ પોતાના જીવનની પ્રગતિ કરી શકે.

આ ઘટના તો બહુ પહેલાં બની ગઈ હતી, બધા તમે લોકોએ પણ જાણેલી હશે પણ આજે ફરી એક વખત તમારી સમક્ષ લાવું છું, "bringing those things in your awareness." માત્ર એક માહિતી રૂપે નહીં, એક એનર્જી રૂપે આમ, "setting in this awareness in you" કે હવે પછીનું જ્યારે પણ આપણે જે કાંઈ જીવીશું તે આવી સમજણથી જ ત્યારે આપણે યોગ્ય જીવન જીવતા. શ્રી શિવાનંદ સ્વામી કહેતા હતાને, દિવ્ય જીવન; દિવ્ય જીવન કેવું હોય? હમણાં છેલ્લે ક્લાસની અંદર એક બહેન બેઠેલા કોર્નરની અંદર, સરસ મજાનું ધ્યાન થયું, બધું ચાલ્યું આમ આમ આમ આમ કરતાં-કરતાં એ તો પહોંચ્યા એક જગ્યાએ એકદમ એમને પછી કે, "ચાલ, તને નર્ક બતાવું," એવો એક અવાજ એમને સંભળાયો. આ એક શેરિંગ એમને છેલ્લે ઘરે ત્યારે કે, "ચાલો." એટલે પહોંચ્યા એ તો એક જગ્યાએ, તો બધું જે કંઈ હતું એ જોયું તો આવુંને આવું જ બધું!

એટલે પેલા બહેને કીધું કે, "અહીં તો બધું આવુંને આવું જ છે જેવું અમારે પૃથ્વી ઉપર." તો કે, "હા, એવું છે." પછી એને અવાજ પાછો ફરી સંભળાયો: "નર્ક જેવું ક્યાંય નથી સિવાય તારા મનથી. સ્વર્ગ અને નર્કનું નિર્માણ આપણે કર્યા જ કરતા હોઈએ." કઈ પળે આપણું ઘર સ્વર્ગ સમાન હોય, એક પળમાં આપણે નરકાગાર બનાવીએ, કાં તો તું નહીં ને કાં તો હું નહીં. પતિ-પત્ની બે છે, એ તો વચ્ચે પહોંચી જાય જીવનમાંથી એકબીજાને ફેંકી દેવાનું. હજારો લાખો લોકોની હાજરીની અંદર એમણે શપથ લીધા એકબીજાને પ્રાણાંતે પણ પ્રેમ કરવાના.

ચોમાડા બંધ પિતાશ્રીએ જમાડ્યા આપો, પિતાશ્રીએ પણ પોતાની ઉપાર્જિત શક્તિઓનો જબરજસ્ત મોટો એક ભાગ ત્યાં આગળે ખર્ચ કર્યો, ત્યય કર્યો, વિક્રય કર્યો અને એક અંજામ આવવું પડતા. થિંક અબાઉટ, કોઈ એક જમાનામાં એવી પણ સ્ત્રીઓ હશે કે જેણે પ્રાણાંતે પણ પોતાના આવા પતિની પણ સેવા સોશ-સુશ્રૂષા કરી અને એ એવી સ્ત્રી, એવી નારી 'સતી' કહેવાય. શાંડીલી, આ અદભુત નામ છે એક એવી ગૃહિણીનું જેના આખા શરીરે જેના પતિને કોઢ વ્યાપ્યો હોય એક ઋષિના શ્રાપના પરિણામ સ્વરૂપ. તે પણ કોઈ તમને એમનેમ આશીર્વાદ નહીં આપી શકે, કોઈ તમને એમનેમ શ્રાપ પણ નહીં આપી શકે, તમારી યોગ્યતા તો બંને માટે જ છે, શ્રાપ મેળવવા માટે. તો આ શાંડીલી પોતાના પતિની સારવાર કર્યા જ કરે, કર્યા જ કરે. એક દિવસે એવું બન્યું કે પોતાના પતિને સ્નાન કરાવવા માટે થઈને ઉપાડીને એક જગ્યાએથી બીજી રીતે અને ત્યાં આગળ એનો પગ ભૂલથી એક મહાત્મા બેઠેલા ધ્યાનમાં, તપેલું અડી ગયું પણ કે આમ છે, તો કે, "બસ, હવે કાલે સૂર્યોદય થાય તે પહેલાં તારો પતિ અવસાન પામશે." શ્રાપ આપી દીધો.

હવે સતી કહે છે કે, "હું શું કરું? મારે તો પતિને પ્રાણાંતે પણ બચાવવો, મારો પ્રાણ ભલે જાય પણ બચાવીશ, કેમ કે પતિ તો હોવો જ જોઈએ." દરેક સ્ત્રીને આશીર્વાદ કેવો આપે છે લોકો? "અખંડ સૌભાગ્યવતી ભવ." સૌભાગ્યનું ગયા ક્લાસમાં પણ કહ્યું હતું પ્રતીક રૂપે, સેંથામાં સિંદૂર પૂરવામાં આવ્યો સૌથી પહેલાં લગ્નના દિવસે, ત્યાં જ હસ્તમેળાપ થયા પછી; આ પ્રતીક નથી, આ એક હકીકત હોય છે ત્યાં આમ કરીને આમ બનતી. પણ હાઉ મેની આર ફેથફુલ ટુ ધિસ?

એના પ્રપોશનમાં એનું લોકોને એમના જીવનમાં આ બધું ગોઠવાતું જ હતું, થોડુંક ઝીણવટથી જોઈએ તો આ પણ જાણ્યા પછી એ શાંડીલીએ હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો કે, "જો આમ છે તો હવે સૂર્ય હું નહીં ઊગવા દઉં." સંસારમાં અંધકાર વ્યાપી ગયો, સૂર્યનારાયણ પોતાની સમસ્ત શક્તિઓ સાથે પ્રકાશિત થવા માટે પ્રયત્ન કરે પણ પ્રકાશ આવરી દીધો ઘાટ, અંધકાર વ્યાપી ગયો. સૂર્ય એ પ્રાણનો સ્ત્રોત કહેવાય, હવે જ્યારે સૂર્યનારાયણની ગેરહાજરી હોય એટલે બધા પ્રાણ ચીમળાવવા માંડે, સુકાવવા માંડે, મરવા માંડે, ધીમે-ધીમે જીવ સૃષ્ટિ ખતમ થવા માંડી. લાંબો સમય વ્યાપી ગયો તો બધા ટેન્શનમાં આવી ગયા બરાબર. દેવો પણ કહે, "હવે એક મજાની વાત એવી પણ છે કે આપણી જ પ્રાર્થનાઓથી આપણા દેવો જીવતા, એમનું અસ્તિત્વ મોજૂદ છે." આજે જે દેવો છે એ ગઈ કાલે કોઈક બહુ સત્કાર્યો કરી-કરીને ત્યાં સુધી પહોંચી ગયેલા અને હવે એમને ત્યાં આગળે રહેવાને, ટકી રહેવા માટે એમને આપણી પ્રાર્થનાઓની જરૂરત છે, આપણી પ્રાર્થનાઓની શક્તિઓની જરૂરત છે જેના વડે લોકો જીવિત રહેવાના; એ તો એક સમયકાળ છે, "again give and take." તમે પ્રાર્થના કરો છો તમારા હેતુઓને અને તમારા કર્તવ્યોને જોઈને, તમારો ડેબિટ-ક્રેડિટ બેલેન્સ વગેરે વગેરે જોઈને એ તમને વરદાન આપી શકવા માટે સક્ષમ બનતા હોય ફૂલ્લી ઓર આંશિક રીતે.

તો આ બધા દેવો પણ ગૂંચવાવા માંડે કે હવે આપણું શું થશે? જો મનુષ્યો જ નહીં રહે તો પ્રાર્થના કોણ કરશે અને પ્રાર્થનાઓ જેવી બંધ થઈ જશે તો આપણે પણ શું કરીશું? કે હવે ધીમે-ધીમે આ તો બધું એક પછી એક ચક્ર ખલાસ થવા માંડે. તમે જુઓ કે સૃષ્ટિનો એક ક્રમના એક ચક્રની અંદર જો દરેકનું એક મહત્વ છે. ઇવોલ્યુશનના આ સ્ટેજ ઉપર જો એક સ્પીસીઝને પણ ગાયબ કરી નાખવામાં આવે, "so it will disturb all." નહીં તો પછી એના નેક્સ્ટ જે સ્પીસીઝ હોય એને જે ગુમાવેલી સ્પીસીઝ છે તેના જે કંઈ લાક્ષણિકતાઓ છે કે જે કંઈ બાબતો છે એ બધી એને પીકઅપ કરી લેવી જ પડે અને મોટા ભાગે એવું બને ઇવોલ્યુશનના સ્કેલની અંદર. એટલે આજે આપણે દાખલા તરીકે ભયભીત હોઈ શકીએ છીએ ઘણો મોટો ભાગ કેન્સરના આવા-આવા બધા બાબતોને વાયરસોને બધા જ; પણ ભવિષ્યમાં એક પ્રજા એવી પણ હશે કે જેને રોગ કે બીમારી નહીં, બસ એ લોકો જીવતા છે, એ લોકો યુવાન હશે હંમેશા.

કેવું સરસને, હાઉ નાઇસ! કોઈ માંદું જ નહીં પડવાનું. "There are no hospitals, no doctors. Doctors will be there of course, their role will be defined, they will promote health, they will tell you about how to retain health, higher level. They will teach you this, they will teach you aerobics, they will teach you pranayama, they will teach you meditation, other things. They can be nutrition for example," દાડમનો રસ આટલો પીવો, આટલું તુલસી પીવો, લાઈક ધેટ યુ નો, ડોક્ટર્સ.

તો હવે આપેલા શાંડીલી જે હતા એમણે તો આવું પ્રણ લીધું કે આ ના ઊગવા દઉં, એટલે સૂર્યનારાયણના ગેરહાજરીને કારણે બધા ગૂંગળાવવા માંડ્યા ત્યાં. પછી એક બધા ભેગા થયા અને ત્રિગુણાત્મક જે સૌથી મહાન દેવો જેને કહેવાય બધા ફોરમોસ્ટ, એમના પાસે ગયા અને પ્રાર્થના કરી. ત્રણેય જણા વળી પાછા પોતાની પત્નીઓ સહિત જઈને શાંડીલીને प्रार्थना કરી અને "one of them promised" કે ભાઈ તારા પતિને હું જીવતો કરીશ. "Then she released the energy, she ceased the energy." વેરી પર્પઝફુલી આઈ એમ સેઇંગ ધિસ. અને વોટ હેપન, સૂર્યનારાયણ ઊગ્યા અને પહેલાં શાંડીલીના જે પતિ હતા એ પડ્યા મૃત અવસ્થામાં, તો ત્યાં અત્રિ ઋષિના જે પત્ની હતા અનસૂયા, નર્મદાને કિનારે એક જગ્યા છે અનસૂયા અત્રિ ઋષિનો આશ્રમ પણ છે, આજે પણ ચાહો તો જઈ શકો, આ એની યાદગાર જ કરનાથી આગળ.

એમણે વળી વરદાન આપ્યું અને પેલા ઋષિ પાછા જીવિત થયા. સાચું વક્ત પાવર વુમન, એના વર્ગ નારી શક્તિ; નારી શક્તિ નારા લગાવવાથી નથી આવતી, પણ આવી રીતે આવે છે એની મને ખબર છે. એટલે આ બેનરો લઈને નીકળે છે, "this is not, there must be some other." અને એ વોટ ઇસ ધેટ અધર વે, એ એમને ખબર હતી અનસૂયા દેવીને પણ ખબર હતી અને શાંડીલીને પણ ખબર હતી. એના ઉપર એક આખું શાંડીલ્ય ઉપનિષદ છે, ઈચ્છા હોય તો જોજો ક્યારેક, બહુ અદભુત છે, બહુ અદભુત.

મૂળ વાત આપણે મંત્રની જે કરતા હતા, ક્યાંથી ક્યાં પહોંચાય છે ખબર નથી. આજે મંત્ર, મંત્રનું ઉચ્ચારણ કરીએ હેને, એટલે એક પછી એક, પછી એક ચક્રોને બધા સ્પંદનો થાય અને સ્પંદનો થતાં-થતાં આખા બ્રહ્માંડમાં વ્યાપે અને આપણી ઈચ્છિત વસ્તુઓ આપણા સુધી પહોંચાડે; બધું જ દ્રવ્ય, સંજોગો બધું જ ભેગું કરે. કોઈપણ વસ્તુ બનવા માટે ચાર વસ્તુની જરૂર પડે, કોઈપણ વસ્તુ બનવા માટે; એકાદું પણ આઘું-પાછું હોય તો એ ના. તો શું? તો કે પહેલો આવે 'ભાવ', "your intention, it is not just thought." ભાવ જે કહીએ છીએને, "that full of emotion, positive emotion." સો બી માસ્ટર આપણને અગાઉ એનો પરિચય આપી દીધો છે એટલે તમને ખબર છે ધેટ ઇઝ ભાવ જ્યારે કોઈપણ વસ્તુ માટે હોય ત્યારે. બીજું 'દ્રવ્ય', "that is matter. Matter" ક્યાં છે? મેટર બધે જ છે. સાયન્ટિસ્ટ એવું કહે છે કે શૂન્યાવકાશ છે, પણ શૂન્યાવકાશ પણ મેટરથી ભરપૂર છે; હવે એ લોકો શોધી રહ્યા છે અથવા શોધવાના, "full of matter." દેખાય નહીં એવું છે ચોક્કસ, માઇક્રોસ્કોપમાં નથી પકડતું કે એમાં ગુણો.

એ જ્ઞાનિકોનો છે કે દ્રવ્યનો, દ્રવ્ય પોતાની પ્રારંભિક અવસ્થામાં છે અને સાધનો તમે ક્રૂડ ફોર્મમાં વાપરો છો, મુશ્કેલી બસ અહીંયા.

સાધનો જેવા સૂક્ષ્મ બને, મારે નંબર પાંચ હોય અને હું એક નંબરના આ ચશ્મા પહેરું તો મને આટલે સુધીનું દેખાય કે આટલે સુધીનું દેખાય; પણ જો પાંચ નંબરના ગ્લાસ પહેરું એટલે પૂરેપૂરું દેખાય, છેક દૂર સુધીનું દેખાય સ્પષ્ટ. "Wait, it is as simple as that." જેવા સાધનો વધારે સારા-સારા બનતા જશે, રિફાઇન બનતા જશે, આપણને આગળનું પણ દેખાય. પ્રત્યેક સાધન જે છે તે કોઈ એક શક્તિનું પ્રતીક છે, કોઈપણ સાધન; હવે આ શક્તિઓ ચાલે બનાય એટલે આપણે આ બધું જ કરવા શક્તિમાન બનતા હોઈએ. તો મંત્રના ઉચ્ચારણથી આટલી બધી સુંદર રીતે આપણે ઘણું બધું કામ કરી શકતા હોઈએ. એક નાનકડો પ્રયોગ કરીએ, "just close your eyes, connect your tongue of the palate, inhale slowly, exhale slowly. Be aware of your basic chakra, inhale in your basic chakra, exhale, inhale and rotate your basic chakra from 12 to 3 to 6 to 9, 180 degree revolution per second." એ મેન્ટલી ચેન્ટ રામ, ઇનહેલ એન્ડ એક્ઝહેલ નોર્મલી અને "just be diabetes you are feeling, now is your reality." મોન આપો આને જાણતા અને સમજતા એટલે આનો ઉપયોગ કરી, આનો ઉપયોગ કરી અને દરેક ચક્રને કેવી રીતે આ ચોક્કસ સમયે ચોક્કસ રીતે વાઈબ્રેટ કરવું, એને સમજી એનો ઉપયોગ કરી અને એ પોતે કામ કરે.

એવું કહેવાય છે કે એમના આશ્રમની અંદર અઢળક સંપત્તિ રહેતી, પ્રાયસી જો તમે ત્યાં આગળ જાઓ તો અઢળક સંપત્તિ શેની? તો કે જ્ઞાની એવા ડિસાઈપલ, એમના શિષ્યો એમના પાસે. ગાયો નહીં, સમાજનો કોઈપણ વ્યક્તિ આશ્રમમાં પહોંચે તો એ ત્યાં પોસાતો, એને ત્યાં પોષણ પણ મળતું, ભોજન પણ મળતું, વિશ્રામ પણ મળતો અને એ આગળ ચાલી એટલી સરસ ત્યાં આગળે આ વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવેલી. અને આવા જે શોધખોળમાં પડેલા જે ઋષિમુનિઓ, સંતો હોય એ આવા પોતે કેમ કે એક કેન્દ્ર બને ઉર્જાનું સમાજની અંદર અને માર્ગદર્શન આપ્યા જ કરતા હોય અભ્યાસ કરતા. આવો સુંદર હતો આપણો એક ભારતવર્ષ એક સમય; ફરી એક વખત બની શકે છે, તે સમય ત્યારે હતો અને આજે ન હતો કે નથી એવું પણ ઘણી બધી સરસ-સરસ વસ્તુઓ થઈ પણ રહી છે. તો જે સારું છે તેને જુઓ, જે અનિષ્ઠ અને અયોગ્ય છે તેને ઇગ્નોર કરો, "don't fight.

If you don't give energy," એ આપોઆપ પડી ભાગશે; સેમ લો એપ્લાયસ જે દેવોને લાગુ પડે. હવે આગળની વાત કે કોણે કયા દેવની ઉપાસના કરવી, એ પણ એક પ્રશ્ન છે. કોઈ કહેશે કે તમે માતાજીને માનો, કોઈ કહેશે તમે મહાદેવજીની પૂજા કરો, કોઈ કહે તમે શનિ મંદિરે જાઓ, કોઈ કહેશે કે તમે નદી કિનારે જઈને ફલાણી વિધિ કરો, શું બહુ મૂંઝવણ થાય! એવા-એવા લોકોને આમ એવી-એવી રીતે ફરતા જોયા.

પ્રાણિક હીલિંગના માધ્યમ વડે મને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું લોકોને દિશાનિર્દેશ કરવાનું; એના જ ભાગરૂપે લોકોને જે તે સમયે એમને પૂછેલા પ્રશ્નોના જવાબ રૂપે જે કાંઈ કહેવાયું હતું, એને બહુ સુંદર રીતે મેં સફળ થતું પણ જોયું છે. એટલે મને સમજાયું હતું, એ જ સમજણ તમને પણ આપી રહ્યો છું અત્યારે કે ભાઈ, આ બધું જ સમાન છે, તમે એકાગ્ર થઈ, એકચિત્ત બનીને તમે કંઈ પણ કરશો; જો હેતુ તમારો શુદ્ધ છે, સાધનો તમારા યોગ્ય છે, નહીં હોય તો આવી મળશે, એ પણ એની સાથેનો એક ભાગ છે, તમારું કાર્ય સિદ્ધ થશે, થશે ને થશે જ. "Have a faith," એક વિશ્વાસ રાખો. એ વિશ્વાસ કેવો હોય? ભલે આખી દુનિયા ના પાડે કે આમ ના જ થાય, પણ જ્યાં સુધી તમારો વિશ્વાસ છે ત્યાં સુધી તેમ થશે, થશે અને થશે; આખી દુનિયા છૂટી પડશે. સાચી "is your power," સાચી છે સામર્થ્ય. આપણી અંદર એવો દ્રઢતા છે, એવો વિશ્વાસ છે; નથી તો આપણે એને પેદા કરી દઈએ, એટલા મજબૂત બની જઈએ આપણે અંદરથી.

એનો શેકી સ્થિરતા જોઈએ કેવી અડગતા.

કૈલાશ થયો, શિવ ક્યાં બેઠો? કૈલાશ પર બેઠો. કૈલાશ શેનું પ્રતીક છે? સ્થિરતા અને અડગતાનું પ્રતીક છે. કૈલાશને નમસ્કાર કરવાનું કીધા, આજે કૈલાશ પર ચડવાનું નથી કીધું; કોઈ નથી ચડ્યું હજી સુધીને કૈલાશ પર ફિઝિકલ વર્લ્ડમાં, દૂરથી દર્શન કરે છે. એટલે શું થાય છે? સેમ વસ્તુ રૂલ એપ્લાયસ, તમે જે જુઓ છો તે તમે બનો છો. મંદિરમાં જઈને તમે શું કરો છો? એમાં આમ જુઓ છો, પછી આમ આંખો બંધ કરો છો અને પછી અહીં તમારું ટીવી ચાલુ થાય તે વખતે તમને દેખાય છે એ સ્વરૂપ, જે ધીમે-ધીમે-ધીમે-ધીમે તમારી અંદર ઉતરે, અહીંયા આમ સરસ રીતે ગોઠવાઈ જાય. એક ચક્ર પર એક થોટ એન્ટીટી બની સરસ રીતે, "it will work from there." જસ્ટ આમ પોતાના વાઈબ્રેશન્સ આપ્યા જ કરશે, આપ્યા જ કરશે એ થોટ એન્ટિટી તમને, અને તમે જે ચાહો છો તે કરવા માટે તમને એ દિશાનિર્દેશ કર્યા જ કરશે, પ્રેરિત કર્યા જ કરશે જ્યાં સુધી તમે ત્યાં પહોંચો નહીં અથવા તો એને ઉખાડીને ફેંકો, "it will work." મંદિરે જવું જોઈએને, ફાયદો થાયને; ના જાય તો ચાલે નહીં?

પ્રશ્નો તો છે, જવાબ પણ છેને તમારી પાસે હવે તો. કે ના જાય તો ચાલે જો એને આ સમજણ છે તો, પણ સમજણ સાથે મંદિરે જાય તો વધારે સારું. તો તો કંઈ પણ કરો, સમજણથી કરો.

સમજણ જ્યારે-જ્યારે પણ આપણે કંઈક કરીએ, તો ઋષિમુનિઓ આપણને સાથે-સાથે એમ પણ કીધું કે તમારે 'ન્યાસ' કરવો છે; ન્યાસની વિધિ આપીએ, શું છે શુભકામ. તો ન્યાસ કેવી રીતે કરવો? ષડ્ અંગ ન્યાસ આપ્યા, કર ન્યાસ આપે અને સર્વાંગ ન્યાસ. પણ ન્યાસ "is a technique through which you put your concentrated, dedicated attention to that point of your sukshma sharir, that is called nyas." જ્યારે આપણે બેઝિક કાર્ય કર્યું હતું, આઈ બીલીવ તે વખતે આપણે બધાએ પણ એક આવું પણ કંઈક કર્યું હશે: "Close your eyes and put hand on your crown chakra. Mentally say crown chakra, feel your crown chakra, down your hands. Still continue to feel your crown chakra, inhale, exhale in your crown chakra. Take your time, very very gently open your eyes."

હું તો એમ કહું કે, નિશબ્દે અનુભવ ગમને, "unutterable that we have experienced." ધિસ વન, ઋષિમુનિઓ આપણને ન્યાસની સુંદર પદ્ધતિ આપી, અંગુલિ ન્યાસ. આજે આપણે શીખીએ, પાંચ તત્વો પાંચ આંગળીની અંદર મોજૂદ છે: અગ્નિ તત્વ, વાયુ તત્વ, સૌથી મોટું ધસ, "is energy, the sun." આ ત્રીજી જે છે એ અહીંયા આગળે આ મુદ્રા જે આપણે આ રીતે કરીએ છીએ એ જળ તત્વની; જ્યારે આપણે આમ બધા કરીએ છીએ, તો આપણે પૃથ્વી તત્વનું સ્થિરતા એટલે "કનિષ્ઠિકાભ્યા નમઃ, મધ્યમાભ્યા નમઃ, અનામિકાભ્યા નમઃ." એ રીતના આ બધા ન્યાસ આપણે, "ૐ અંગુષ્ઠાભ્યા નમઃ," એવી રીતના આપણે ન્યાસ કરીએ, આને હળવેથી દબાવીને સહેજ પ્રેસ કરો એટલે એ એનું કામ શરૂ કરી દે. એ આમ કરીને આમ સ્વીચ પડે એટલે લાઈટ થાય જ, બસ આટલું સમજાવવા માટે જ મેં લાઈફ બંધ કરી. "It is as simple as that, press and release." બસ, આ તમારી સ્વીચ ચાલુ થઈ, આ તત્વ સાથે તમારું અનુસંધાન શરૂ થઈ ગયું.

પાંચે-પાંચ તત્વ, એક સરસ મજાની આપણે આરતી ગાતા હોઈએ: "પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા; પંચ તત્વ ત્યા સોયે, પંચે તત્વો જય જય મા જગદંબતે." ખૂબ તાળીઓ પાડીને આપણે તો નીકળી ગયા વિધાઉટ અન્ડરસ્ટેન્ડીંગ વોટ ઇસ હેપનિંગ. બેસીને વિચાર કરજો, તમને જડી જશે કે આમાંથી પાંચ તત્વો જાગૃત થઈ ગયા. એ પાંચે-પાંચ તત્વો વડે તમારા આ સાત ચક્રોને તમે જાગૃત કરો, તો ચક્રમાં રહેલા જે તત્વો છે તેની પણ શુદ્ધિ થઈ જાય છે; ચક્રોમાં રહેલા તત્વોની શુદ્ધિ થઈ જાય છે, તત્વ શુદ્ધિ વગર તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. "અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા; ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ."

ગુરુ આપણને જ્ઞાનાંજન શલાકા આપે એનાથી આપણું તિમિર અદ્રશ્ય થઈ જાય છે અને આપણને એવા ચક્ષુ પ્રાપ્ત થાય છે જેનાથી આપણને તત્વ, તત્વ પ્રાપ્ત થવા માટે, તત્વ પર અધિકાર પ્રાપ્ત થવા માટે સૌથી પહેલાં 'તત્વ ઉપદેશ' થવું જરૂરી છે. તત્વનો ઉપદેશ કોણ કરી શકે? કોઈપણ તત્વવેત્તા કરી શકે. તત્વવેત્તા મીન્સ "the one who knows this tatva, elements of nature," એના પર જેનો પ્રચંડ અધિકાર છે, સિદ્ધ કરેલો. એક દિવસ ૧૦ માઈલ દોડી ગયો એવું નહીં, દરરોજ ૧૦ માઈલ દોડતો હોય તેવો પણ થાકતો ના હોય તેવો તત્વવેત્તા. એવા ગુરુના શ્રીમુખેથી શ્રવણ કરેલો તત્વનો ઉપદેશ જ્યારે વાંચું, એવો શિષ્ય એને શું કરે છે? ગ્રહણ કરે છે. ગ્રહણ મુદ્રા છે, અત્યારે આપણું આમ રાખવાનું નથી કહેતો, ગ્રહણ મુદ્રા છે; અંદર ચેક કરી લેજો ક્યાંક આમ ગાયબ ના થઈ ગયા હો, પધારી ઝીલજો, બસ આમ આવે.

તો એવા તત્વ ઉપદેશ પછીથી શિષ્ય એકાંતમાં જાય અને એ જે તત્વ હોય તેના પર શું કરે? તત્વ વિચાર, એનું શ્રવણ કરે, એનું મનન કરે, એનું નિદિધ્યાસન કરે. નિદિધ્યાસન એટલે અંદર પડેલું જે તત્વનું જે કાંઈ છે તેને એ આમ-આમ પોતાની સમક્ષ આમ વિઝ્યુલાઈઝ કરવા માટે, એને કહેવાય નિદિધ્યાસન; આમ સામે દેખાવા જગ્યા રામ મારતું બિલકુલ ખૂબ, પછીના સ્ટેજે આવતી આવી આ એક પરિસ્થિતિ પણ આવે ચોક્કસ છે અને પછી એક વખત આવી ગયા પછી એ જતી નથી, એક વખત નિદિધ્યાસન સેટ થવા માંડેલું.

અરે! મુન્નાભાઈ જેવાને થઈ શકે છે ગાંધીજી બધે જ દેખાવાનું, તો તમને પણ શક્ય છે; પિક્ચર સારું હતું, અમુક પશુઓ યોગ્ય રીતે બતાવી હતી અને અમુક પશુઓ એને છોડી પણ દીધી હતી. તમે હવે અત્યાર સુધી ડાયરેક્ટરની દ્રષ્ટિએ પિક્ચર જોયું, તો હવે તમને આગળની વાતો કહું. એના અંદર મુન્નાભાઈને એનો મિત્ર કહે છે કે, "તમે ભૂખ લાગશે તો ભાઈ..." પેલો કહે, "કોઈ વાત નહીં." પેલો ત્યાં આગળે જાય છે લાઈબ્રેરીની અંદર અને પુસ્તકો બધા ગાંધીજીના બધા ભેગા કરે છે, શોધી કાઢે છે. ચાનો કપ બાજુમાં હોય છે પણ તમે જોયું છે એમાં બતાવે છે કે ચા પણ ઠરી જાય છે, પેલો માણસ પણ જતો રહે છે, પણ એ વાંચ્યા જ કરતો હતો, વાંચ્યા જ કરતો અને એટલા માટે એક સમય એનો એવો આવે છે, એ જે "elongated continuity" જેને કહેવાય એને એના સાયકીની અંદર એટલી બધી એવી રીતના સેટ થઈ જાય છે કે એની આખી બ્રેન કેમેસ્ટ્રી બદલાઈ ગઈ, "sort of Gandhi ji become thought for him, for him, for him was talking to him." સેમ રૂલ એપ્લાયસ ટુ ધ ડેવોટીઝ ઓફ ધ ગોડ.

તમે એક વસ્તુનો વિચાર કરો એવો કે એવો-એવો પણ જો તમને થોટફોર્મ રૂપે પણ ભગવાન તમને સતત માર્ગદર્શન આપતો હોય; તમારો મિત્ર હોય, તમારો માર્ગદર્શક હોય, તમારે સતત તમારી જોડે-જોડે ચાલ્યા જ કરતો હોય તમે જ્યાં-જ્યાં એનો વિચાર કરો ત્યાં-ત્યાં. કારણ કે ત્યાં તો એમને એમ કીધું હતું કે, "હવે તું મને બોલાવીશ ત્યારે જ હું આવીશ." સેમ રૂલ એપ્લાયસ, "whenever you think about him, whenever you talk about him," તો એ તમને સતત માર્ગદર્શન પૂરું પાડ્યા જ કરતો હોય, અદભુત સ્થિતિ આ. આઈ થિંક "should have at least think about external," ના હોય તો આજકાલના અંદર ઇન્ટરનલ પણ હોઈ શકે. તો તમે એને તમારા કોઈક ચક્રમાં પણ ગોઠવી દઈ શકો છો. રમણ મહર્ષિએ આવું કર્યું, "he bought Param Brahma inside her, Param Brahma in her."

લાઈકવાઈઝ, યોર ચોઈસ, અનંત નામ રૂપની અંદર અંતે હેમનું હેમ શુદ્ધ સોનું જ છે, ગુણ એક જ તત્વ છે. તમે ભલે ગમે તે નામરૂપથી તમે એની પૂજા કરશો, છેવટે તો "કેશવં પ્રતિગચ્છતિ." બધું છેવટે એના સુધી પહોંચી જ જવાનું; કેશવ નામ પણ વળી પાછું એક બીજું આપણે આપવું પડે છે એટલા માટે આપણે આપીએ છીએ, કારણ કે દરેક વસ્તુનું નામ તો આપવું પડેને. નામ આપવાથી શું થાય છે? નિર્દેશ થવા માટે, નામનો આટલો મોટો મહિમા; એટલા માટે નામ, અનેક સંતોએ નામનો બહુ મોટો મહિમા ગાયો છે. નામ લેવાથી શું થાય? તો કે નામ લેવાથી તો નામી બની જવાય, રામ-રામ રામ-રામ કરતાં-કરતાં રામ બની જવું. રામના ગુણો જો અંદર તમારા આવિર્ભાવ પામવા ના માંડે, તો નક્કી માનજો કે તમારી આજે નામ સ્મરણની જે બાબત છે, તેમાં ક્યાંક કાંઈક ખોટ કે ખામી છે. કાલે સવારે હનુમાન ચાલીસા કરતી વખતે જો તમને એમ થવા માંડે કે, "હજી મને આનો ડર કે ભય સતાવે છે," એનો મતલબ એ કે તમે હનુમાન ચાલીસા પ્રોપરલી સેટ કર્યા નથી, નહીં તો ડર ના લાગે.

આ બધું ગાવાની વસ્તુઓ નથી, "you must feel it, feel. Feeling is life" જીવનમાં, એને તમે સતત જે કાંઈ ચાહો છો તેને ફીલ કરવા માટે, અને બસ એ ત્યાં જ છે. ક્યાંય આવવું નથી કે કોઈ અલાસ્કા કે એટલાન્ટામાં પડેલું છે અને અહીં સુધીને ખેંચી લાવવાનું છે, એવો પ્રચંડ પુરુષાર્થ તો તમારે કરવાનો જ નથી, કારણ કે એ તો તમે એક વખત અહીંયા સંકલ્પ કરશો તો ઓટોમેશન પણ મુકાઈ જશે પેલા બાય કુરિયર સર્વિસ ડિવાઈન, ફટાફટ અહીંયા આગળ આવી જશે એટ યોર ડોર સ્ટેપ. અને જો બરાબર તૈયાર હશોને તો તો ડોરબેલ દબાવીને તરત જ કહેશે કે, "લો, પાર્સલ આવી ગયું તમારું, લઈ લો." સચ ધ બ્યુટીફુલ વર્લ્ડ ઓફ આવર્સ!

એટલે આવી શક્તિઓને, ક્ષમતાને કેળવવાને, હાસિલ કરવા માટે થઈને આપણે જાત-જાતની પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ; એમાંની એક આપણે આ નામસ્મરણની વાત કરી. આપણે 'લંબ' જેમ કીધુંને એમ એવી રીતના દરેક ચક્રના દરેક સ્વર છે અને એ જેમ-જેમ આપણે કરતા જઈએ, એક પછી એક ચક્ર ઘડાતું જાય, ઉત્પન્ન થતું જાય, ખુલતું જાય. પહેલાં તો છે કે નહીં એનું જ ભાન ના હોય, પણ પછી ધીમે-ધીમે ખબર પડવા માંડે; પછી ખબર પડવા પછી એક દિવસ ફીલ થવા માંડે, હમણાં કદાચ ના પણ થાય. પણ નિશ્ચિત પણે તમે જોજો કે તમે એક કે બે દિવસ પણ જો આને એક એક વાર ભી તમે યોગ્ય રીતે કરી ગયાને, એટલે તરત તમને ખબર પડશે કે તમારો શ્વાસ સીધો બેઝિક ચક્રમાં જઈ રહ્યો છે; તમે શ્વાસ નથી લઈ રહ્યા, તમારું બેઝિક ચક્ર શ્વાસ લઈ રહ્યું છે લંગ્સની જેમ જ આમ, એક્સપાન અને કોન્ટ્રાક્ટ થઈ રહ્યું છે, ૧૮૦ રેવોલ્યુશન પર સેકન્ડ ડે હવે ફરવા માંડ્યું છે આમ સખત સ્પીડે આમ.

વિઝ્યુલાઈઝેશન આવશે, અંદાજે આમ પાવર આવશે, ફ્લેશ આવશે આમ તરત જેવી આમ આંખ બંધ હશેને તે પળે પણ આવશે; "You will be able to see your basic chakra," ત્યારે ખબર પડશે કે ઓહ, આનો કલર તો રેડ છે, પણ શા માટે રેડ છે? તો કે ગણપતિ ત્યાં આગળે બેઠેલા છે. ગણપતિ પ્રતીક છે, મૂળ આધાર; મૂળ આધાર ગણપતિ, ગુણપતિ. બીજા ક્લાસમાં આપણે એના વિશે વધુ લંબાણમાં વાતો કરીશું, થોડા ઝડપથી આગળ જઈએ. તો કે એમની રજામંદી લઈને પછી આપણે આગળ વધીએ છીએ, વિઘ્નહર્તા કહેવાય એટલા માટે તમામ વિઘ્નો, આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય હોય જીવનમાં, એને દૂર કરીને પછી આપણે ઉપાસનાના માર્ગે આગળ વધીએ છીએ.

ઉપાસના, ઉપાસન સુંદર શબ્દ; ફરી એક વખત બેસીને વિચાર કરો, ઉપ મતલબ થોડું ઉપર, આસન તમારી સ્થિતિ જ્યાં છે તેનાથી થોડા ઉપર જાઓ, ઉપર ઊઠો, ઉપાસક, "so upliftment when you are feeling, when you feel that you are with your loved one or you are..." ધ મોમેન્ટ ઓફ એને કીધી ઉપાસના. સવારના પોરમાં પ્રણામ સાદે છોકર પુત્ર બના કામ કરીને પૂરું કરી દીધું, ધેટ ઇસ નોટ ઉપાસના, ધેટ ઇસ રિચ્યુઅલ. "There is difference between ritual, is more or less mechanical in nature, mostly in the name of spirituality what people do is rituals." આજે આ રિચ્યુઅલ કરવાનું, કાલે પેલું રિચ્યુઅલ કરવાનું, પછી પેલું કરવાનું; આ પૂરું થઈ જાય એટલે તરત બીજું ગોઠવાયેલું છે બધું સરસ. તે આઠમ પછી અગ્યારસ, પછી ચૌદસ પ્રદોષ આવે, પછી પૂનમ આવે, એના પછી પાછી ફળ બીજ આવી જાય, એટલે આમ જવું જ પડે; ડાકોર જાઓ, પેલી બાજુ જાઓ, અંબાજી જાઓ, આઠમ થાય, છોકરા સંતોષી માના મંદિરે જવું પડે, રિચ્યુઅલ્સ ઇનટુ ઉપાસના.

એક વખત બીજો થઈ જશેને કામ, એક વખત જિંદગીમાં ફક્ત એક વખત મંદિરે ભી જાઓને, જવું જ પડે કે ના જવું પડે એવું નથી, પણ જો જવું જ પડે અથવા કોઈ એવો સંજોગ થયો હોય તો એવી રીતે જજો. તમે મંદિરે જઈ રહ્યા છો, કેટલી મોટી વાત છે! કોઈ શોપિંગ પ્લાઝામાં નથી જતા, કોઈ થિએટરમાં નથી જતા, તમે મંદિરે જવાનું તમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવી રીતે જાવ. "You are so very lucky that out of so many people, God has invited you, come my child, come to me, come to me." ગૉડ હિમસેલ્ફ ઇઝ કૉલિંગ યુ. વિથ ધિસ થોટ, ઇફ યુ આર મુવિંગ ઇનટુ ટેમ્પલ અને યુ આર સેઇંગ, બિફોર યુ ગો ગોડ ઓફ નોલેજ, રિયાલિટી, ગોડ ઓફ પાવર, લવ, "you decision before him." અને આપણી પાસે કંઈ જ નથી કહેવાનું, "he knows already what you need, simply have your total surrender, total complete surrender, no thought, no idea of 'I', 'my', whatever, whatever.

Totalness, complete surrender, entire submission, and Lord will bless you like this." જ્યારે તમે બ્લેસ થાઓ છો, "you become able to bless others in your life." તો જેમ એ ટચિંગ યોર લાઈફ, "there will be transformation into divinity. This is how divine society is coming into existence." આર યુ રેડી ટુ પાર્ટિસિપેટ? આયોસેફ અકોર્ડિંગલી, "Lord is not asking for your coconut, he is asking for your total total devotion, completeness." એ સિમ્પલી, "you don't have for anything, whatever you need, at that very moment will supply to you, that is the heaven."

"So you say something out of whatever that you have done and it becomes a prayer." એક લિવિંગ પ્રેયર, "flow from your heart to this." યુ સી, ધેટ ઇસ વાય માસ્ટરે કીધું, "એક્ટિવેટ યોર હાર્ટ ચક્ર, એક્ટિવેટ યોર ક્રાઉન ચક્ર, લોર્ડ, ધેન સિંક્રોનાઇઝ બોથ ધ ચક્રાસ સાયમલટેનિયસલી." રોટેટિંગ એટ ધ સેમ સ્પીડ, મે બી ૧૮૦, મે બી ૮૦0 રેવોલ્યુશન પર સેકન્ડ, એઝ મચ એઝ યોર ફિઝિકલ કેન બેયર. થોડો વધારે હશે તો શું થશે? યુ ફીલ ડીઝીનેસ, હેવ યુ એવર એક્સપીરિયન્સડ બેટા? પછી તમે આમ ફીલ થતા હો, યુ નો, આમ બોડી રોટેટિંગ, વ્હર્લિંગ, "you feel it, many times standing also you can feel it, walking also you can feel it." આઈ યુઝ ટુ ફીલ, નાનકડું આમ રસ્તો અહીંયા આમલી ગામ પાસે થઈને આમ આવે આમ એક વળાંક હતો અહીંયા, બહુ વર્ષો પહેલાં જ્યારે આ બધા મોટા રોડ નહીં બનેલા, "road widening was not there.

Had to travel on scooter." સામેથી આ બધું પ્રાણિક હીલિંગ પ્રેક્ટિસ કર્યા પછીથી, "energy body becomes very large, i was going on blessing everybody, let this area develop, let this area develop." તો ધીસ ઇસ, "just agriculture but this area, see what is happening around me now." ડિફિકલ્ટ મારા માટે મારા હોમ સુધી આવવું હવે, અહીંયા એટલો બધો ટ્રાફિક જામતો. આઈ લવ વેન આઈ સી ધીસ; મારા ફીટ ત્યાં હતા, "was lot of use to see." કંઈક ક્રિયાશક્તિ તમે થોડી વધારે પડતી જ કરી નાખી હતી, ઉપરથી મને ઠપકો એવો પણ મળ્યો, "well, that is the reality, you don't know your powers."

તો જ્યારે સામેથી આમ તે વખતે એક ૪૯ નંબરની બસ સારંગપુરથી શરૂ થાયને અહીંયા આગળે, કેટલાક માણસો ઊતરતાને આઠ જ એના ટાઈમિંગ્સ હતા, સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી તો આમ આવે અને આમ સામેથી આમ ટર્ન લેને જેવું આમલી ગામ પાસેથી, તો આમ મારું જે સ્કૂટર હોયને તે આમ-આમ એટલા બધા પેલા એ આના ધક્કા લાગે, આમ ખાસું બધું આમ ૩૦૦-૫૦૦ મીટર દૂર બસ હોયને તો પણ મારું સ્કૂટર આમ કરીને આમ જવા માટે નીચે લીટરલી મને એવું ફીલ થાય કે હવે હું ખેતરમાં ઊતરી જવાનો સ્કૂટર સાથે, જબરજસ્ત! સચ અ સ્ટ્રોન્ગ એન્ડ હેલ્ધી એનર્જી બોડી. પણ એનાથી કેટલો સુંદર ફાયદો થયો, કેટલા બધા લોકોને અમે રાત-રાત સુધી જાગીને, દોડીને હીલિંગ કરવા જઈ શકતા હતા. હું, આઈજી સાહેબ, અમારા મહાદેવભાઈ દેસાઈ, યોગેન્દ્ર પારેખ, મેની અધર હીલર્સ, એ જમાનામાં અમે ૧૦૮ જેવું એક કન્સેપ્ટ કરેલું અમારા મહાદેવભાઈ સાહેબની ફિયાટની અંદર.

અમે પાંચ હીલરો ભેગા થઈને હો, એક લિસ્ટ બનાવેલું હોય અને દરેક જગ્યાએ જઈ-જઈને અમે બધા હીલિંગ કરીએ. રાત્રે ૧૨:૩૦ વાગ્યે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પર બેસીને અડધો કપ ચા પીએ ખૂબ આનંદથી અને પછી ઘેર જઈએ. સાહેબ અમને કહે, એલઆઈસી એક્ઝીક્યુટિવ હતા માર્કેટિંગ ડાયરેક્ટર, ફૂટપાથ પર માણસ સાથે ચા પીવે, વનનેસ, વનનેસ, ડિવાઈન વનનેસ. મને કહે, "મારી બૈરી ડોલીને ના કહીશ હો કે હું ફૂટપાથ પર ચા પીઉં છું, નહીંતર તમારો જીવ કાઢી નાખીશ." સચ્ચ અ હમ્બલ હી પાસ્ડ અવે સમટાઈમ બેક. ઓલવેઝ ઇન માય પ્રેયર, ઇન માય, લાઈકવાઈઝ ઇન યોર્સ. બહુ સુંદર-સુંદર માણસોનો મિલાપ પણ થયો છે જિંદગીની અંદર, એટલે જ કહું છું કે આ જિંદગી માણવા જેવી છે હો, મોમેન્ટ ચૂકતા નહીં માણવા માટે; મૂંઝાશો નહીં, જગ્યા છે તો માંડ-માંડ.

તો ઉપાસના, કયા દેવની ઉપાસના કરીએ? પ્રશ્ન આ આવે છે. તમે કોઈપણ દેવની ઉપાસના કરો, અલ્ટીમેટલી "everything reaches to him." પણ બધા જ પ્રાકૃતિક તત્વોને અલગ-અલગ રીતે સંયોજિત કરીને દરેકને પોતાનું એક ફંક્શનાલિટી આપેલી છે, તો તમને જે ફંક્શનાલિટીનું કામ છે તેના સાથે તમે જશો. જન્મ-મરણના અધિકારીનું સર્ટિફિકેટ જોઈતું હોયને આપણે કલેક્ટર પાસે પહોંચી જઈએ, તો કામ મળે? એ કહે કે, "ભાઈ, પાવર ખરો મારો, પણ આ કામ મેં પેલાને આપેલું છે, તમે ત્યાં આગળ જઈને અરજી કરો." ખ્યાલ આવ્યોને? તમે કોર્ટની અંદર જઈને કહો કે, "મને રેશન કાર્ડ કાઢી આપો," પેલો મેજિસ્ટ્રેટ શું કહે કે, "ભાઈ, પાવર છે મારો, પણ એ કામ રેશનિંગ અધિકારી તરીકે જે કલેક્ટર ત્યાં આગળ પુરવઠા અધિકારી મૂકેલો છે, એના અંડરમાં માં એ વ્યક્તિ છે; તમે એની ઓફિસમાં જઈને વાત કરો." બને કે ના બને.

ધેટ ઇસ વાય બે વસ્તુઓ કહેવામાં આવી હતી કે, "we are always always devoted to highest reality, at that Param Brahma" અને પછી જે-જે પ્રાકૃતિક ખામીઓ આપણામાં લાગતી હોય કે જે-જે બાબતોની આપણને તકલીફ લાગતી હોય, તેવી-તેવી બાબતોનું આપણે જો ઉપાસના કરીએ તો એ વસ્તુઓ આપણા સાથે જેને કહેવાય સમીલે બની જાય, એક સમાયોજન થઈ જાય. અને એટલા માટે આપણે એના સાથે એક પાર આવી જઈએ અને આપણે એના સાથે કમ્ફર્ટેબલ થઈએ; જે તકલીફો લાગતી હોય, દૂર થઈ જઈએ.

જલોદર નામનો વ્યાધિ થયો હોય, પેટની અંદર પાણી-પાણી બધું ફુલાઈ ગયું હોય બધું બરાબરનું, તો તમારે શું કરવું જોઈએ? તો કે જળ તત્વની આરાધના કરવી જરૂરી છે. પેલાની કરશો તો પણ એ કામ તો કરવાનું જ છે, પણ આ જો કરશો તો થોડુંક વધારે ઝડપી છે કારણ કે આ બિલકુલ નીચેના સ્તરેથી તમને હેલ્પ આવવાની છે, "it will be very very handy," જાણે પાડોશી તમારી મદદ કરવાનું. અને એક તમે રાષ્ટ્રપતિને લખ્યું હોય કે, "ભાઈ, મારો આજે આ મહિને પગાર આવવાનો નથી ને તમે થોડા પૈસા મોકલાવી આપજો." નાવ યુ હેવ ટુ વેટ; પૈસા તો આવે, રાષ્ટ્રપતિ બહુ દયાળુ છે, દરેકની દયાની અરજી ઉપર એ કાંઈકને કાંઈક તો કરશે જ, વિચાર તો કરેને કે ના કરે? તમે લખી જુઓ, જો ખરેખર આપણા રાષ્ટ્રપતિની પડત છે. એક માણસ ભી એમ કહે કે, "હું ભૂખ્યો છું અને મારી પાસે પૈસા નથી, તમે એવું કેવું રાજ ચલાવો છો કે મારા આટલા-આટલા એ છે, તો મને આટલા પૈસાની જરૂરત પડે." તમે કોઈપણ ઘટતું કરજો, એને ક્યાંયથી પણ વ્યવસ્થા કરીને મોકલાવવા પડે, કાયદેસર બંધારણ એને એવું કહે છે; એ કરે ના કરે એ વસ્તુઓ જુદી છે, શું બને શું નહીં.

પણ કાયદેસર જો તમે જોવા જાઓ, તો કાયદો એવું કહે છે કે એને આમ-આમ કરીને એ હેલ્પ એને છેક ત્યાં સુધીને પહોંચાડવી પડે; અને વાસ્તવમાં છે આવું કે તમે જુઓ બિલકુલ નાના રૂરલ એરિયાની અંદર રહેલા લોકો સુધીને પણ મહિને ૫૦૦ રૂપિયા પહોંચાડવાની પણ યોજના છે આજની તારીખમાં તો, આપણા માટે પણ હોવી જોઈએ યોજના તો.

એના એક ભાગરૂપે આ બધી ઉપાસનાઓ હતી ભાઈ. તમે ગણપતિ મંદિરે જાવ, તમે શનિના મંદિરે જાવ, તમે નવગ્રહના મંદિરે જાવ, તમે કોઈ માતાજીની ઉપાસના કરો, તમે હનુમાનજીની ઉપાસના કરો વગેરે વગેરે, આ બધા એવા છે. કેવી રીતે બન્યા, પહેલાં કહી દીધું; ક્યાં સુધી રહેશે, તે પણ તમને કહી દીધું. વાંધો છે? છે વાંધો અંદરથી, "હે મને તો વાંધો પડી ગયો હતો કે તું દેવ ને હું કેમ નહીં?" મને તો એવોય વાંધો પડ્યો હતો એક દાડો, પછી એક દાડો એમ થયો કે, "હું હું તારાથી કમ એવું કે?" એક દાડો એવોય વાંધો પડી ગયો શા માટે? પછી મેં જોયું કે આ બધું ફક્ત મારી બિલીફનું જ ધમસાણ હતું, બીજું કંઈ જ નથી; એને એવું કંઈ નથી ને મને એવું કંઈ નથી યાર, આપણે બે તો એક છેવટે, વાત તો ત્યાં આવીને ઊભી રહી ગઈ. તે દાડા બધું સમી ગયું, બધું શાંત થઈ ગયું, સ્થિર થઈ ગયું, હવે કાંઈ હાલતું નથી, અડે નહીં, નડે નહીં, લાગે નહીં ને શાંતિ.

કોઈપણ ભરપૂર પરિસ્થિતિ કંઈક એવું આવે તો લડપ-લડા કરવાનો વખત આવે તો આપણે કરવી પડે, કેમ કે નહીંતર પછી શું બનશે કે આ ભાઈ તો અહિંસક છે, આ ભાઈ તો અહિંસક છે, એટલે આપણને કંઈ કહેવાના જ નથી, કંઈ કરવાના નથી. તો દરેકને પછી શું થાય? ફાવતું જડી જાય; અને કોઈ માણસને પોતાની જેને કહેવાય કે એક બિહેવિયર પેટર્ન ચેન્જ એવી રીતના કરવાનો કોઈ અધિકાર આપ્યો નથી, "everybody required to be non-violent." કોઈ એક માણસ એકના ઉપર બીજાનો પોતાનો અધિકાર સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે, એ બાબત એબનોર્મલ છે, ચાહે એ ફિઝિકલ હોય ચાહે મેન્ટલ હોય.

રેસીપ્રોકેટ કરીએ છીએ, ચાલો આપણે સાથે મળીને કામ કરીએ. એક પાર, દરેકનું સ્થાન વિશિષ્ટ છે, તો દરેકે એને ઉચિત માન આપવું જરૂરી છે, એનો આદર કરવો જરૂરી. જ્યારે કોઈકની ઉપર આપણે ટ્રેસ પાસિંગ કરીએ, અધિકાર સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ તો એનો અનાદર કરીએ છીએ, આપણે એને કચડીએ છીએ. માસ્ટર એના સ્લેવરી વાળો કન્સેપ્ટ આવવા માંડે છે આના જ કારણે, "તુમ સેવક મય સ્વામી કૃપા કરો પરણાવ." કોઈ સેવક નથી, કોઈ સ્વામી. જે સ્વામી છે એ સ્વામી કેવી રીતે બન્યો? તો કે, "સૌની સેવા હું કરું," એવા જ્યારે એણે ભાવ કર્યા ત્યારે લોકોએ એને સ્વામી... "સૌની સેવા હું કરું, સૌના કામમાં હું આવું," એ સૂર્યનારાયણ બન્યો અને ત્યાં ઊગ્યો. "સૌને હું અજવાળું આપું," તો એ ચંદ્રમા બન્યો, દેવો હાથ આવી રીતે બને. "સૌને હું સમૃદ્ધિ આપું," એ સમુદ્ર બન્યો. "સૌને હું સ્થિરતા આપું," તો એ પર્વત બની.

"સૌને હું પ્રવાહિત કરું," એ નદીઓ બની થારાએ. આ બધું અસ્તિત્વમાં આવી રીતે આવ્યું; પહેલાં સૂક્ષ્મમાં અને પછી સ્થૂળમાં.

તો એની ઉપાસના આપણે સૌ કરીએ, બહુ સુંદર ઉપાસના હોય છે. તો આપણે જોઈએ કે આવી ઉપાસના આપણે કેવી રીતે કરી શકીએ છીએ. થોડી-થોડી નાની-નાની ચીજોને આપણે જોઈશું ત્યારે, "close your eyes, connect your tongue to the palate, inhale and exhale." આદિત્ય તતો તતપર સમરે, ચિંતયાતમ પાવણમ જાગરતો યોરસેફોરસનગમલોડામ ભગવાન વામનામ મહાપાહો હેપીલીધસન વતસ સમરે વિજયસ આદિત્ય હૃદય પુણ્યમ, સર્વશત્રુ વિનાશનમ; જયા વહં જપેન્નિત્યં, અક્ષય્યં પરમં શુભમ્. સર્વમંગલ માગલ્યં, સર્વપાપ પ્રણાશનમ્; ચિંતાશોક પ્રશમનમ્, આયુર્વર્ધન મુત્તમમ્. રશ્મિ મંતં સમુદ્યન્તં, દેવાસુર નમસ્કૃતમ્; પૂજયસ્વ વિવસ્વન્તં, ભાસ્કરં ભુવનેશ્વરમ્. સર્વદેવાત્મોકો હ્યેષ, તેજસ્વી રશ્મિભાવનઃ; એષ દેવાસુર ગણાન, લોકાન્ પાતિ ગભસ્તિભિઃ. એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ, શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ; મહેન્દ્ર ધનદઃ કાલો, યમઃ સોમો હ્યપાં પતિઃ.

પિતરો વસવઃ સાધ્યા, હ્યશ્વિનૌ મરુતો મનુઃ; વાયુર્વહ્નિઃ પ્રજા પ્રાણઃ, ઋતુ કર્તા પ્રભાકરઃ. આદિત્યઃ સવિતા સૂર્યઃ, ખગઃ પૂષા ગભસ્તિમાન્; સુવર્ણ સદૃશો ભાનુઃ, હિરણ્યરેતા દિવાકરઃ. હરિદશ્વઃ સહસ્રાર્ચિઃ, સપ્તસપ્તિ ર્મરીચિમાન્; તિમીરોન્મથનઃ શંભુઃ, ત્વષ્ટા માર્તણ્ડ અંશુમાન્. હિરણ્યગર્ભઃ શિશિરઃ, તપનો ભાસ્કરો રવિઃ; અગ્નિગર્ભોઽદિતેઃ પુત્રઃ, શંખઃ શિશિરનાશનઃ. વ્યોમનાથ સ્તમોભેદી, ઋગ્યજુઃસામ પારગઃ; ઘનવૃષ્ટિ રપાં મિત્રો, વિન્ધ્યવીથી પ્લવંગમઃ. આતપી મણ્ડલી મૃત્યુઃ, પિંગળઃ સર્વતાપનઃ; કવિ ર્વિશ્વો મહાતેજા, રક્તઃ સર્વભવોદ્ભવઃ. નક્ષત્ર ગ્રહ તારાણામ્, અધિપો વિશ્વભાવનઃ; તેજસામપિ તેજસ્વી, દ્વાદશાત્મન્ નમોઽસ્તુ તે. નમઃ પૂર્વાય ગિરયે, પશ્ચિમાયાદ્રયે નમઃ; જ્યોતિર્ગણાનાં પતયે, દિનાધિપતયે નમઃ. જયાય જયભદ્રાય, હર્યશ્વાય નમો નમઃ; નમો નમઃ સહસ્રાંશો, આદિત્યાય નમો નમઃ.

નમ ઉગ્રાય વીરાય, સારંગાય નમો નમઃ; નમઃ પદ્મપ્રબોધાય, માર્તણ્ડાય નમો નમઃ. બ્રહ્મેશાનાચ્યુતેશાય, સૂર્યાયાદિત્યવર્ચસે; ભાસ્વતે સર્વભક્ષાય, રૌદ્રાય વપુષે નમઃ. તમોઘ્નાય હિમઘ્નાય, શત્રુઘ્નાયામિતાત્મને; કૃતઘ્નઘ્નાય દેવાય, જ્યોતિષાં પતયે નમઃ. તપ્તચામીકરાભાય, હરયે વિશ્વકર્મણે; નમસ્તમોઽભિનિઘ્નાય, રુચયે લોકસાક્ષિણે. નાશયત્યેષ વૈ ભૂતં, તદેવ સૃજતિ પ્રભુઃ; પાયત્યેષ તપત્યેષ, વર્ષત્યેષ ગભસ્તિભિઃ. એષ સુપ્તેષુ જાગર્તિ, ભૂતેષુ પરિનિષ્ઠિતઃ; એષ ચૈવાગ્નિહોત્રં ચ, ફલં ચૈવાગ્નિહોત્રિણામ્. વેદાશ્ચ ક્રતવશ્ચૈવ, ક્રતૂનાં ફલમેવ ચ; યાનિ કૃત્યાનિ લોકેષુ, સર્વેષુ પરમપ્રભુઃ. એનમાપત્સુ કૃચ્છ્રષુ, કાન્તારેષુ ભયેષુ ચ; કીર્તયન્ પુરુષઃ કશ્ચિન્નાવસીદતિ રાઘવ. પૂજયસ્વૈનમેકાગ્રો, દેવદેવં જગત્પતિમ્; એતત્ ત્રિગુણિતં જપ્ત્વા, યુદ્ધેષુ વિજયિષ્યસિ.

અસ્મિન્ ક્ષણે મહાબાહો, રાવણં ત્વં વધિષ્યસિ. એવમુક્ત્વા તદાગસ્ત્યો, જગામ ચ યથાગતમ્. એતચ્છ્રુત્વા મહાતેજા, નષ્ટશોકોઽભવત્ તદા; ધારયામાસ સુપ્રીતો, રાઘવઃ પ્રયતાત્મવાન્. આદિત્યં પ્રેક્ષ્ય જપ્ત્વા તુ, પરં હર્ષમવાપ્તવાન્; ત્રિરાચમ્ય શુચિર્ભૂત્વા, ધનુરાદાય વીર્યવાન્. રાવણં પ્રેક્ષ્ય હૃષ્ટાત્મા, યુદ્ધાય સમુપાpacket; સર્વયત્નેન મહતા, વધે તસ્ય ધૃતોઽભવત્. અચ રવિરવદન્નિરીક્ષ્ય રામં, મુદિતમનાઃ પરમં પ્રહૃષ્યમાણઃ; નિશિચરપતિસંક્ષયં વિદિત્વા, સુરગણમધ્યગતો વચસ્વરેસ.

"Energy form, feng shui of chakras, step by step, very very exactly open your eyes with your..." વગેરે ઓલ ધેટ યુ સી, ઓલ ધેટ ઓલ ધોઝ, ઓલ ધ પીપલ. કેમ લાગે છે, હર ડુઈંગ? એક બહુ સરળ સ્તોત્રનો આપણે અહીંયા આગળે ઉપયોગ કર્યો. આ સ્તોત્ર જે પણ કરવામાં આવે, 'આદિત્ય હૃદય' એને કહેવામાં આવે છે. સવિતા સૂર્ય એ આપણું હૃદય છે, એવા ભાવ સાથે જ્યારે આપણે આ આ સ્તોત્ર કરીએ અને એક રૂપ આપણે કેળવીએ. દરેક ઉપાસનાનો મતલબ એકરૂપ, તદરૂપ થઈને કરવું, જે પણ આટલુંય ઓછું ન હોય. અને જ્યારે આજે આપણને આ સમજણ કેળવાય છે, તો જિંદગીની અંદર હવે આપણે પાછા નથી પડવાના, કારણ કે: "પાયો જી મેં તો રામ રતન ધન પાયો, પાયો જી મેં તો રામ રતન ધન પાયો. વસ્તુ અમોલિક દી મેરે સદ્ગુરુ, કિપા કર અપનાયો. ખરચૈ ન ખૂટૈ ચોર ન લૂટૈ, દિન દિન બઢત સવાયો. પાયો જી મેં તો રામ રતન..." ગમે ત્યાં કોઈ નહીં નાખીએ.

જે સમજણ આપણે આજે કેળવી છે તેને એવા લોકો સાથે શેર કરીશું "those who are ready." ક્યાંક ભૂલ થતી હોય જ, આપણને એનર્જી લીકેજ થયા કરતા હોય. તમે એવા કેટલાય લોકોને મળતા હશો કે જાત-જાતની શિબિરો ધ્યાનની, તે બધું કાંઈક જાત-જાતનું બધું કરી આવે; પછી અહીંયા ઉલ્ટી કરે, અહીંયા ઉલ્ટી કરે, અહીંયા ઉલ્ટી કરે, અહીંયા ચારેય બાજુ ઉલ્ટી કરે, આ જ કરતા હોય છેવટે. જ્યારે એમના ઘરની પરિસ્થિતિ જોઈએને, ત્યારે આપણને એમ લાગે કે અરરર! આ શું કરી નાખ્યું! એક બાળક હોયને, એને દવા પીવડાવી હોય, બાળક એને ઉલ્ટી કરે એવી સ્થિતિ છે એમ. "But don't force anybody." મને ઘણી વખત આ લોકો કહે, "સાહેબ, તમે કોને, કેટલા માણસો જોવે છે કે અમે લાવીએ." અહીં કોઈની જરૂર નથી, "are ready, come, thanks." નથી તો બધાને પછી બહુ તકલીફ થઈ અને એ આપણાથી જોવાશે; "only those who are already share your understanding, your knowledge with the mind." એને તમારા લેવલે લાવવા પૂરતું, "but don't force." એમને મેળે સમજણ આમ એ એમને એ ઊગશે અને એ બસ એ આવી જશે તમારા લીધે; એવી રીતે એમને શીખવું આખી વસ્તુ.

આપણા એક જૈન સંપ્રદાય છે, તો તેમાં એવું હોય, "everything her wisdom, element of suddenness." લોકોનામાં બહુ જબરજસ્ત એટલે કોઈ પ્રશ્ન પૂછીએ, શિષ્ય દાખલા તરીકે જૈન ગુરુ પાસે આવીને કહે, "મારો આત્મસાક્ષાત્કાર કેવી રીતે થાય કે ક્યારે થાય?" તો ગુરુ હોય તો એને આમ ઊંચકીને આમ બારીમાંથી બહાર ફેંકી દે સીધું, ઉપાડીને જ આમ કરીને આમ, એ પેલો અધવચ્ચે બારીમાં આમ ક્યાંક હોયને પછી એ પણ એને ઝબૂક થઈ જાય નીચે પડે તે પહેલાં, એને ખબર પડે જ્ઞાન પામી ગયો. પણ એમાં કાંઈક લોકોના ઠાઠા ભાગી જાય, કારણ કે દર વખતે એવું જરૂરી નથી કે ગુરુએ પણ બધું પરફેક્ટ જ બધું જોઈ લીધું હોય પહેલેથી; એ તો દ્રષ્ટા ગુરુઓનું કામ પરંપરાની અંદર શું થાય કે આટલું પણ. એક વસ્તુ યાદ રાખજો, જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ આચરણની અંદર જો એ નથી ઊતર્યું, તો એ ચોક્કસ જ્ઞાન નથી, નથી ને નથી જ; તો આચરણ જ મુખ્ય છે.

તમારા આચાર જે છે, તે જ બહુ જ મહત્વના, "and that is why everything boils down to your character, character building." શ્રેષ્ઠ ચારિત્ર, સતપુરુષોના ચરિત્રો વાંચો; શા માટે કહેતા હતા તદુરૂપતા? આજે તમને તમે એમના વિશે વાંચો, કાલે તમે એમના વિશે વિચારશો. એ લોકો ભી દાળ-ભાત, રોટલી-શાક ખાતા હતા, એમને ભી કોક દિવસ પેટમાં દુખતું હતું, પણ તો પણ એ જે કરતા હતા એ કરતા જ હતા. વિવેકાનંદને પણ ભૂખ્યા રહેવાનો વખત આવી જ ગયો હતો, ત્યારે રામકૃષ્ણજીએ કહ્યું કે, "જા, તું માં પાસે જઈને તારે જે જોઈએ તે માંગી લે." પેલા ત્યાં આગળ જાય કે, "મને જ્ઞાન આપો, ભક્તિ આપો, જ્ઞાન આપો." બીજી વખત, "હું ફરી આ વખતે ભૂલ ના કરતો," કહે છે. ગયા પાછા ફરી વખત ત્યાં ગયા કે, "ના." દર વખતે નક્કી કરે કે, "હું પૈસા માંગીશ, આમ માંગીશ, તેમ માંગીશ." ત્યાં જાયને ફરી જાય, ખબર જ ના પડે શું થયું.

જે જેની તમને જરૂર છે તે તમને ચોક્કસ આપવાનું છે એમને પણ આપવા, તમારી માંગણી પણ એ જ પ્રમાણે થશે; અને બસ એ તમારા સુધી આમ પ્રવાહિત થઈ જ ગયું હશે.

આ બહુ સુંદર છે, એટલે આવી શ્રેષ્ઠ ઉપાસના આપણે જ્યારે આપો કરીએ, ત્યારે અવશ્ય એનું આપણને સરસ ફળ મળતું પડ્યું છે. આપણે જોયુંને, તત્વની ઉપાસના કરી બરાબર. આપણે જ્યારે બેઝિક પ્રાણિક એનર્જીનો ક્લાસ કર્યો હતો, ત્યારે આપણને એવું બતાવવામાં આવ્યું હતું કે ભાઈ, આ પ્રાણિક એનર્જી ચાર એવો છે, ઉપનિષદ કહે છે: "પ્રાણ ઇતિ બ્રહ્મ." જે પ્રાણ છે તે પણ બ્રહ્મ, બ્રહ્મની અનેક આસ્પેક્ટમાંની એક આસ્પેક્ટ જે છે એ પ્રાણ આસ્પેક્ટ પણ છે. તો પ્રાણ સર્વત્ર છે, પ્રાણ ક્યાં નથી? પ્રાણ બ્રહ્માંડમાં છે, આપણે સાંભળીએ છીએને કે આખા બ્રહ્માંડમાં પ્રાણ વ્યાપી રહ્યો છે. તો પછી હવે ચિંતા શી વાતની છે? મૃત્યુ ક્યાં છે પછી, જો પ્રાણ જો આખા બ્રહ્માંડમાં છે તો? તો મૃત્યુ ક્યાં છે? ક્યાંય નથી; જેની કલ્પનામાં છે, જેની બિલીફમાં છે, મૃત્યુ ત્યાં છે.

"The science of longevity," આવતી કાલે જે શોધાવાનું છે, એ લોકો આને એક દિવસે સમજશે અને એક્સેપ્ટ કરશે, "this principles. If you choose to be you are immortal, you are immortal." એચબી શું થશે? આ સેલ બદલાવા માંડશે એક પછી એક, ડીએનએ અંદર એવી રીતના ઇન્ટરચેન્જ થવા માંડશે; "this body will last for thousand years, then it will last." સાયકોથેરાપી કરી હતીને સમજાવું હજી આગળ, હવે ક્યારેક બોલતા હતા આને લગતું શિલ્ડ બનાવતા હતા તે વખત, "this shield will last for 3 daysfromnow, this is internally permeable." યાદ આવે છે? સેમ એનર્જી "you are using, same programming you are using, how you are saying this body will last for 1 year, it will last." યુ બ્લેસી પીપલ.

આવા સંતો પાસે જ્યારે કોઈ જાય અને કહે, "પ્રભુ, મારું આરોગ્ય સારું નથી રહેતું, મને કાંઈક મદદ કરો." કેટલું આપવાનું હતું એને? આમાંથી આખા ભંડારમાંથી કેટલું એ ના જીવવું આમ અને કિલો સાજો થયો હતો. "Such was the power of pranic healing in those days, it was not prominent." ઉદ્દેશ્ય એનો એ નહીં હતો, સંતો પાસે લોકો જ્યારે જતા હતા ત્યારે જ્ઞાન માંગતા હતા; બહુ જ ઓછા લોકો આવી-આવી ચીજોની માંગણી કરે. અત્યારે તો મોટા ભાગના આ જ બધી વસ્તુઓ માનતા હોય હેને: "પત્ની ચ મે, પુત્રશ્ચ મે, વાયુશ્ચ મે, અગ્નિશ્ચ મે," હેને ડોલર્સ ચ મે, પાઉન્ડ્સ ચ મે; પણ ધીમે-ધીમે એવું આવે માંડે, લક્ષ્મી ચ મે. એક ફ્લેટ મળે તો કે બે ફ્લેટ્સ ચ મે, વળી પાછું એક ટેનામેન્ટ બનાવે કે બંગલા ચ મે; બંગલો આવી ગયો તો કે ફાર્મ હાઉસ ચ મે, અંત ક્યાં છે? એક સંતને અહીંયા આગળ આપણા ઘરમાં જ પૂછ્યું હતું, "How much you satisfied and you will remain as today of any big big big big?" તો કે, "મારા આશ્રમના ઉપર છત નાખવાની છે, સાડા ત્રણ લાખ અગર મિલ જાતે તો મેરા કામ હો જાતા." કાજી સાહેબે આશીર્વાદ આપ્યા, "તથાસ્તુ, હવે પછીથી આ કામ પૂરું થઈ ગયા પછીથી તારે તારી આત્મસાધનામાં લાગી જવું પડશે." સાડા ત્રણ લાખ તો મળી ગયા એમને, પણ એ આત્મસાધનામાં ક્યારેય પાછા પહોંચી શક્યા?

આજે કરોડો, અબજો, અબજો, અબજો રૂપિયાના કારોબારમાં ક્યાં અટવાઈ ગયા છે, કાંઈ ખબર પડતી નથી પોતાની માણસની. જ્યારે પડતી થવાની હોય ત્યારે દિશાહીન બની જાય છે, એના હિતનું એને ભાન રહેતું નથી. શબ્દો બરાબર ધ્યાનથી પકડજો, પોતાના હિત એ છુઓને એ પોતાના શત્રુ બનાવી બેસે છે, આવું થતું મેં જોયું છે, "just be careful."

કોઈક વસ્તુ કરવા માટે તમે બહુ જ પ્રબળતાથી જો કાંઈક કરતા હોઈએ અને ક્યાંકથી સામેથી કાંઈક આમ રેઝિસ્ટન્સ આવવા માંડે, બેસીને વિચાર તો કરો, વાય? શું મને સમસ્ત બ્રહ્માંડ મારી સહાયમાં લાગેલું છે, મારી મદદમાં, પણ આ ખૂણેથી વિરોધ શા માટે? પવન, પાણી, સૂર્ય, અગ્નિ બધું જ મારી મદદમાં છે, આ પૃથ્વી મારી મદદમાં છે, બધા-બધા નેચરલ ફોર્સીસ મારી મદદમાં છે; આ જગ્યાએથી કેમ વિરોધ, વાય? "Think, you get answer, some act accordingly, act wisely, you will go through the difficult moments." ઉપાસ, તો આ બ્રહ્માંડ વ્યાપી એવી જગતજનનીની ઉપાસના જ્યારે આપણે કરીએ, બહુ પ્રેમથી કરીએ, બહુ ભાવથી કરીએ, તો એનું ફળ આપણને અવશ્ય બહુ જ સારું મળતું. એની ઉપાસનાની અંદર એક બહુ સુંદર જેને કહેવાય એવું સ્તોત્ર છે, એ 'લલિતા સહસ્ત્રનામ'. એનો પણ અમે ખૂબ ઉપયોગ જોયો અને કર્યો પણ છે, આજે તમારા સાથે ફરી અમે શેર કરીશું એ બાબત.

તો જગતજનની પોતાના રાજેશ્વરી રૂપની અંદર દરબારમાં બેઠેલી છે; એણે પોતાની તમામ વાગ્દેવીઓને બોલાવી, આમંત્રણ આપ્યું અને એને કીધું કે, "તમે એક એવા સ્તોત્રની રચના કરો કે જેને કરવા માત્રથી પ્રત્યેક મનુષ્ય મારો રાજીપો પામે અને હું પ્રસન્ન થઈને એમનું મનવાંછિત તેમને આપીશ." ખ્યાલ આવે છે? કૃપાળુ આવા હોય કે તમારી ઈચ્છા થાય તે પહેલાં તે પોતે સાધનનું નિર્માણ કરી ચૂક્યા હોય; હજી સુધી તો મનુષ્યને ખબર જ નથી કે આવું કાંઈક પણ છે, માતાજીએ તૈયાર કરીને રાખેલું. એમના અજ્ઞાનમાં ડૂબેલા મનુષ્યને એનો અણસાર સુદ્ધાં નથી હોતો કે માતાજી એની પર કૃપા કરવા તો તૈયાર જ છે સદાય, ખાલી એને બસ હવે એને બોલાવવાનો અંદરથી આમ ભાવ ઊઠે અને એનું કામ થઈ જાય, એટલી તૈયારી સાથે બેઠેલા છે માતાજી વરદાન આપવામાં.

પ્રાણિક હીલરો આને વધારે સારી રીતે સમજે કેમ કે આ બ્રહ્માંડ વ્યાપીની જગતજનની જે છે, એ જ તમે આમ-આમ કરતા હોવ છો, આ એનું જ સ્વરૂપ છે જેને તમે સ્કેન કરતા હોવ છો, આ એનું જ સ્વરૂપ છે જેને તમે જેને તમે આમ કરીને આમથી જોતા હોવ છો, આ એનું જ સ્વરૂપ છે જેને તમે આવી રીતના આમ ભૂપ્રાણ રૂપે જોતા હોવ. પ્રાણને જુઓ સર્વત્ર, પ્રાણને જુઓ; પ્રાણ એ જ શક્તિ છે. જ્યારે અન્નનો એક-એક ગ્રાસ તમે ગ્રહણ કરો છો, ત્યારે તમે તેની અંદર કેટલા ટન પ્રાણ ગ્રહણ કરો છો, તેમનો તેનો તમને અંદાજ છે? કેટલા ટન કહું છું, એનો અંદાજ છે! સિસ્ટમ એટલે આપણી આમ થઈ નથી તૈયાર, એટલા માટે આપણે આને આટલું સ્થૂળ સ્વરૂપમાં લઈને સ્થૂળ સ્વરૂપમાં આપણે એના પાચન માટે છ, આઠ કલાક, ૧0 કલાક ગુજારવા પડે; ઉપર કેટલું પાણી પીવા કરે હોયા હોયા ઓડકાર થાય, પાછું ઉપર પાચક ચૂર્ણ નાખીએ બાકી રહ્યું.

શા માટે આવી પામરતામાં આપણે પડી જવાય? એમાંથી બહાર નીકળવાનો કોઈક રસ્તો ચોક્કસ છેને, દેખાય છેને હવે આમ, બધું જ સ્પષ્ટ જણાય છેને. કેટલીક વસ્તુઓ ફક્ત અહીંયા છે અને સીધી જ આમ પ્રોજેક્ટ થઈ રહી છે તમારી અંદર, એને પકડવાનો પ્રયત્ન કરજો; આ બધા ફ્લેશીસ આવતા હશે તમારી અંદર અને બધી વસ્તુ આમ ઝબૂક્યા આવશે અત્યારે સુંજશે, બધું ભેગું કરીને એની પર કામ કરજો, કામ થઈ જશે.

તો એ જગતજનનીની ઉપાસના કેવી રીતે કરવી? તો કે કશું ના આવડે તો ફક્ત ભાવથી કરવી. પૂજા કેવી રીતે કરવી? તો કે ષોડશોપચારે પૂજા કરવી; ષોડશ ઉપચાર હોઈ શકે છે, પંચોપચાર હોઈ શકે છે, પણ તમે ષોડશકારી કહેવાય છે એવી પૂજા કરાવો, પણ જો ભાવ ગાયબ છે તો શું કરવું, એ વ્યર્થ છે; સો પ્રમુખ ભાવ છે, એ ભાવ સાથે જ્યારે પણ કાંઈ પણ પૂજા કરવામાં આવે ત્યારે બહુ સુંદર પૂજા. હવે અહીંયા આગાળે વાગ્દેવીઓએ એવી સુંદર રચના કરી છે એમની અંદર કે એને માતાજીના પ્રત્યેક નામની અંદર એક જબરજસ્ત પાવર મૂકી દીધેલો છે, એને એ ઉજાગર કરે છે. એટલે જેવું તમે એ નામ સ્મરણ કરો, એટલે તરત જ એ પાવર રિલીઝ થાય; "this is the understanding we need to have while chanting" કે હું હું જ્યારે નામ બોલું છું, ત્યારે એ નામનો જે પાવર છે શક્તિ, એ મારી અંદર રિલીઝ થઈ રહી છે, "I am accepting it." રેઝિસ્ટન્સ ક્યાં છે?

અંદર જ છે; હવે રેઝિસ્ટન્સ નીકળી જાય તો શું થાય? ઓટોમેટિક એક્સેપ્ટેન્સ થાયને, તો એને એવી રીતે જોવાનું. પેલા વિન્ડોઝમાં કે કોઈક જગ્યાએ આવું એક આવતું હોય કે આમ તમે કોઈક ફાઈલને આમ ઓપન કરોને, તો ત્યાં પેલું બ્રાઉઝનું એક બટન આવે અને તેમ પૂછે તમને કે ભાઈ આવા પ્રકારની ફાઈલો આવે, તો તમારે હંમેશા એને ઓપન કરવી કે એક્સેપ્ટ કરવી આ જ ફોર્મની અંદર, આ જ ફોર્મેટની અંદર, "something like that." મેં એવું કાંઈક જોયું, મને બહુ જાજું નોલેજ નથી આ, પણ થોડું-ઘણું વર્કિંગ નોલેજ. તો એવી રીતના હવે અહીંયા આગળ તમે બ્લેન્કેટ પરમિશન મૂકી દીધી છે તમારે કે, "you are accepting the energy that is being released while chanting the stotra." તો થાઉઝન્ડ નેમ્સ જેને કહેવાય એવા માતાજીના જ્યારે તમે બોલો, એના પર બેસો, શ્રવણ કરો, મનન કરો ને નિદિધ્યાસન કરો, એક-એક જે નામ છે એ જબરજસ્ત છે.

૧૦૦૦ ની તો જરૂરત પણ નથી, પણ અહીંયા તમને ૧૦૦૦ નામ આપવામાં આવ્યું માટે થાઉઝન્ડ પાવર, ખ્યાલ આવ્યો તમને? ગૃહસ્થને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની ઉર્જાઓની જરૂરત પડે; આ અનેક પ્રકારની ઉર્જાઓને પ્રાપ્ત કરવાનો આ એક સરળ માર્ગ એટલે થાઉઝન્ડ પાવર સહસ્ત્રનામ, જેમાં માતાજીના લલિતા સહસ્ત્રનામ છે, એને આપણે ખૂબ ધ્યાનથી આજે ગ્રહણ કરીએ ખૂબ ધ્યાનથી. સો "see what is it will transform your life. Close your eyes with love, devotion, visualize yourself for Rajarajeshwari Jagadambike and with your total devotion and surrender let's, let's play શ્રી લલિતા સહસ્ત્રનામ સ્તોત્રમ્." અસ્ય શ્રીલલિતાસહસ્ત્રનામસ્તોત્રમાલામંત્રસ્ય, વશિન્યાદિ વાગ્દેવતા ઋષયઃ, અનુષ્ટુપ્ છન્દઃ, શ્રીલલિતાપરમેશ્વરી દેવતા, હ્રીં શ્રીં ઐં ક્લીં સૌઃ બીજં, ક્લીં ઐં સૌઃ શક્તિઃ, મૂલમન્ત્રેણ ન્યાસઃ, શ્રીલલિતાત્રિપુરાસુન્દરીપ્રસાદસિદ્ધિદ્વારા જપે વિનિયોગઃ.

સિન્દૂરારુણવિગ્રહાં ત્રિનયનાં માણિક્યમૌલિસ્ફુર-ત્તારાનાયકશેખરાં સ્મિતમુખીમાપીનવક્ષોરુહામ્; પાણિભ્યામલિપૂર્ણરત્નચષકં રક્તોત્પલં બિભ્રતીં, સૌમ્યાં રત્નઘટસ્થરક્તચરણાં ધ્યાયેત્પરામંબિકામ્. અતિ તેજ અલંકાર સતત ભક્ત નમો શ્રી વિદ્યા શાંત મુક્તિ સર્વ સંત અધિક સચ્ચ અશમોહ અરુણમાલય જપ સુના જસ્મરે હરી. શ્રીમાતા શ્રીમહારાજ્ઞી શ્રીમત્સિિંહાસનેશ્વરી; ચિદગ્નિકુણ્ડસંભૂતા દેવકાર્યસમુદ્યતા. સહસ્રબાહુસમન્વિતા રાગસ્વરૂપપાશાઢ્યા ક્રોધાકારાંકુશોજ્જ્વલા; મનોરૂપેક્ષુકોદણ્ડા પંચતન્માત્રસાયકા. નિજારુણ- પ્રભાપૂરમજ્જદ્બ્રહ્માણ્ડમણ્ડલા ચમ્પકાશકોપુન્નાગસૌગન્ધિકલસત્કચા; કુરુવિન્દમણિશ્રેણીકનત્કોટીરમણ્ડિતા. અષ્ટમીચન્દ્રવિભ્રાજદલિકસ્થલશોભિતા મુખચન્દ્રકલંકાભમૃગનાભિવિશેષકા; વદનસ્મરમાંગલ્યગૃહતોરણચિલ્લિકા. વક્તલક્ષ્મીપરીવાહચલન્મીનાભલોચના નવચમ્પકપુષ્પાભનાસાદણ્ડવિરાજિતા; તારાકાન્તિતિરસ્કારિનાસાભરણભાસુરા.

કદમ્બમંજરીક્લૃપ્તકર્ણપૂરમનોહરા તાટંકયુગલીભૂતતપનોડુ૫મણ્ડલા; પદ્મરાગશિલાદર્શપરિભાવિકપોલભૂઃ. નવવિદ્રુમબિમ્બશ્રીન્યક્કારિરદનચ્છદા શુદ્ધવિદ્યાંકુરાકારદ્વિજપંક્તિદ્વયોજ્જ્વલા; કપૂરવીટિકામોદસમાકર્ષદ્દિગન્તરા. નિજસલ્લાપમાધુર્યવિનિર્ભત્સિતકચ્છપી મંદસ્મિતપ્રભાપૂરમજ્જત્કામેશમાનસા; અનાકલિતસાદૃશ્યચિબુકશ્રીવિરાજિતા. કામેશબદ્ધમાંગલ્યસૂત્રશોભિતકંધરા કનકાંગદકેયૂરકમનીયભુજાન્વિતા; રત્નગ્રૈવેયચિન્તાકલોલમુક્તાફલાન્વિતા. કામેશ્વરપ્રેમરત્નમણિપ્રતિપણસ્તની નાભ્યાલવાળરોમાલિલતાફલકુચદ્વયી; લક્ષ્યરોમલતાધારતાસમુન્નેયમધ્યમા. સ્તનભારદલન્મધ્યપટ્ટબન્ધવલિત્રયા અરૂણારૂણકૌસુમ્ભવસ્ત્રભાસ્વત્કટીતટી; રત્નકિંકિણિકારમ્યરસનાદામભૂષિતા. કામેશજ્ઞાતસૌભાગ્યમાર્દવોરુદ્વયાન્વિતા માણિક્યમુકુટાકારજાનુદ્વયવિરાજિતા; ઇન્દ્રગોપપરિક્ષિપ્તસ્મરતૂણીભજંઘિકા.

ગૂઢગુલ્ફા કૂર્મપૃષ્ઠજયિષ્ણુપ્રપદાન્વિતા નખદીધિતિસંછન્નનમજ્જનતમૌગુણા; પદદ્વયપ્રભાજાલપરાકૃતસરોરુહા. સિન્જાનમણિમંજીરમણ્ડિતશ્રીપદાંબુજા મરાલીમન્દગમના મહાલાવણ્યશેવધિઃ; સર્વારુણાઽનવદ્યાંગી સર્વાભરણભૂષિતા. શિવા કામેશ્વરાંકસ્થા શિવા સ્વાધીનવલ્લભા સુમેરુમધ્યશૃંગસ્થા શ્રીમન્નગરનાયિકા; ચિન્તામણિગૃહાન્તઃસ્થા પંચબ્રહ્માસનસ્થિતા. મહાપદ્માટવીસંસ્થા કદમ્બવનવાસિની સુધાસાગરમધ્યસ્થા કામાક્ષી કામદાયિની; દેવર્ષિગણસંસ્તુયમાનાત્મવૈભવા. ભણ્ડાસુરવધોદ્યુક્તશક્તિસેનાસમન્વિતા સમ્પત્કરીસમારૂઢસિન્ધુરવ્રજસેવિતા; અશ્વારૂઢાધિષ્ઠિતાશ્વકોટિકોટિભિરાવૃતા. ચક્રરાજરથારૂઢસર્વાયુધપરિષ્કૃતા ગેયચક્રરથારૂઢમન્ત્રિણીપરિસેવિતા; કિરીચક્રરથારૂઢદણ્ડનાથાપુરસ્કૃતા. જ્વાલામાલિનિકાક્ષિપ્તવહ્નિપ્રાકારમધ્યગા ભણ્ડસૈન્યવધોદ્યુક્તશક્તિવિક્રમહર્ષિતા; નિત્યાપરાક્રમાટોપનિરીક્ષણસમુત્સુકા.

ભણ્ડપુત્રવધોદ્યુક્તબાલાવિક્રમનંદિતા મન્ત્રિણ્યંબાવિરચિતવિષંગવધતોષિતા; વિશુક્રપ્રાણહરણવારાહીવીર્યનંદિતા. કામેશ્વરમુખાલોકકલ્પિતશ્રીગણેશ્વરા મહાગણેશનિર્ભિન્નવિઘ્નયન્ત્રપ્રહર્ષિતા; ભણ્ડાસુરેન્દ્રનિર્મુક્તશસ્ત્રપ્રત્યસ્ત્રવર્ષિણી. કરાંગુલિનખોત્પન્નનારાયણદશાકૃતિઃ મહાપાશુપતાસ્ત્રાગ્નિનિર્દગ્ધાસુરસૈનિકા; કામેશ્વરાસ્ત્રનિર્દગ્ધસભણ્ડાસુરશૂન્યકા. બ્રહ્મોપેન્દ્રમહેન્દ્રાદિદેવસંસ્તુતવૈભવા હરનેત્રાગ્નિસન્દગ્ધકામસંજીવનૌષધિઃ; શ્રીમદ્વાગ્ભવકૂટેકસ્વરૂપમુખપંકજા. કણ્ઠાધઃકટિપર્યન્તમધ્યકૂટસ્વરૂપિણી શક્તિકૂટૈકતાપન્નકટ્યધોભાગધારિણી; મૂલમન્ત્રાત્મિકા મૂલકૂટત્રયકલેવરા. કુલામૃતૈકરસિકા કુલસંકેતપાલિની કુલાંગના કુલાન્તઃસ્થા કૌલિની કુલયોગિની; અકુલા સમયાન્તઃસ્થા સમયાચારતત્પરા. મૂલાધારેકનિલયા બ્રહ્મગ્રન્થિવિભેદિની મણિપૂરાન્તરુદિતા વિષ્ણુગ્રન્થિવિભેદિની; આજ્ઞાચક્રાન્તરાલસ્થારુદ્રગ્રન્થિવિભેદિની.

સહસ્રારામ્બુજારૂઢા સુધાસારાભિવર્ષિણી; કરે છે પોતાની જ સેવા કરે છે, નીચ સેવા કરે છે, એ ભાવથી એમને આ બધું કર્યું, એટલા માટે એ કરી શકે. આવી ભક્તિ, આવી ડિવોશન આપણામાં આવી જાય, આપણું કામ થઈ ગયું.

દ્રષ્ટાંત રૂપે જે બાબતો બની ચૂકેલી છે, તેને ઉપર પણ જો આપણે પ્રસંગોપાત પણ જો દ્રષ્ટિ કરીએને, શાસ્ત્રમાંથી આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય; પછી પાછો પસ્તાવો ફાયદો નહીં, "મારા સામે હતું, કેવી રીતે મને ખબર જ ના પડી, આવું કેવી રીતે બની ગયું વગેરે વગેરે." પણ કારણ એનું અહીં પડેલું. તો મતિજ્ઞાન, શ્રુતિજ્ઞાન; આ જ્યારે શ્રુતિજ્ઞાન ઉપર બેસીને ખૂબ કામ કરેલું હોય જેમ કીધું તે પ્રમાણે, અને મતિજ્ઞાન જો શ્રેષ્ઠ કર્મોના કારણે બધું બહુ સરસ, એકદમ નિર્મળ બુદ્ધિવાળું થઈ ગયું હોયને. નિર્મલા, ભગવાનનું નામ સાંભળ્યુંને, એમના માનું એક નામ નિર્મળા પણ; નિર્મળા પણ વગરની એવી. તો જ્યારે આપણે એવું નામ લઈએ, 'નિર્મલા' બોલીએ તો આપણે પણ નિર્મળ બનીએ છીએ. ખેતું આ એને સવ્ય પણ નથી, અપસવ્ય પણ નથી, યોગ્ય પણ નથી, અયોગ્ય પણ નથી; કશું એનાથી પણ પર છે એની પરાંબા અલગ-અલગ નામો તમે જોવો કેવા અદભુત બધા આવ્યા!

તો જેમ-જેમ એ નામસ્મરણ આપણી અંદર થતું જાય, એ નામ આપણી અંદર-અંદર, અંદર-અંદર વ્યાપતી જાય અને પછી એ પ્રમાણેની શક્તિઓ આપણી અંદર જાગૃત થઈ જાય; શું અશક્ય છે મને કહેવાય જીવન હેને! તો મતિજ્ઞાન, શ્રુતિજ્ઞાન, એક પછી બહુ સરસ મજાનું ઉત્પન્ન થનારું બીજું જ્ઞાન છે, એનું નામ છે 'અવધિજ્ઞાન'. અવધિજ્ઞાનની અંદર તમને ખ્યાલ આવે કે આ જગ્યાએ આમ કરવાથી આ કાળમાં આમ બનવાનું છે; આ ભવિષ્યવાણીઓ નથી હો પેલા બધા કરતા હોય છે એવું બધું. નવ, આ નોસ્ટ્રોડેમસ જે કહી ગયો હતો ૨૦૦ વર્ષ પહેલાં, તેનાથી પણ ઉપરની વસ્તુઓ છે. એ અવધિજ્ઞાન જેને થાય એ લોકો શાસ્ત્ર નિર્માણ કરી શકે કે આ કાળના લોકોની શું જરૂરિયાતો હોઈ શકે છે, એમની મુશ્કેલીઓ શું હોઈ શકે છે, તો એનું નિરાકરણ શું હોઈ શકે, એ પ્રમાણેના સાધનો લોકો તૈયાર કરે. એવા સંતોને એવા લોકોને આ અવધિજ્ઞાન તે વખતે પછીનું એક બીજું જ્ઞાન આવે છે, એ કહે છે 'મનઃપર્યાય જ્ઞાન'.

કેવું જ્ઞાન, મનઃપર્યાય. મનના કેટલા પર્યાયો? તો કે અનંત પર્યાયો. એક મનના અનંત પર્યાયો, બીજા મનના અનંત પર્યાયો; જે પ્રત્યેક મનના અનંતાનંત પર્યાયોને જાણે છે, તેને જાણે છે. "Right now, right here" વાળી વાત છે આ, જાણે છે તેને મનઃપર્યાય જ્ઞાન કારણે. છેવટે જે ઉત્પન્ન થાય, આ બધાથી સર્વોપરી જે કહેવાયું એને કહેવાય 'કેવળજ્ઞાન'. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી કાંઈ જ બાકી રહેતું નથી; કેવળજ્ઞાન ક્યારે થયું કહેવાય? "અહમ્ બ્રહ્માસ્મિ." ક્લોઝ યોર આઈસ. "With me and feeling અહમ્ બ્રહ્માસ્મિ, અહમ્ બ્રહ્માસ્મિ." ફીલ એન ઇન્ટરનલ યસ, ચેક થઈ ગયું બધું, ફેરફાર થઈ ગયોને, કેવું લાગે છે જો આ! ધસધસ બધા શાસ્ત્રો આ સ્થિતિનો નિર્દેશ કરે છે, તે તમે જ છો, "this experience." એને કેટલો લંબાવો, "that only you are deciding." જો ચિત્ત અહીંયા રહ્યું તો તમે તે જ છો; ચિત્ત બીજે ગયું, તમારું તેજ પણ આવ્યું.

"This is the secret," ચિત્ત અહીંયા જ હોવું જોઈએ, "here and now." જ્યાં તમે છો, જે તમે છો તેના ઉપર જ, બીજે ક્યાંય નહીં. અહીં તો પોણા બાર થાય એટલે ખીચડી યાદ આવવા માંડે, ચિત્ત ત્યાં ના જવું જોઈએ. એવી સ્થિરતા, એવું ધૈર્ય, એવી સહનશીલતા; "you know that" ભૂખ લાગશે તે પહેલાં ભોજન આવશે જ, સ્યોર ડેફિનેટ. પ્રયોગ કરી જોવાનો જિંદગીમાં, મહેનત કર્યા છે આવા બધા ભવ્ય અખતરાઓ સાવ. એવી જગ્યાએ જઈને બેસી જઈએ અને પછી આમ નક્કી કરીએ કે, "અહીં કોણ ખાવા પાડે?" અને બાપુ આવે પાછા શોધતા-શોધતા; પાછું નક્કી કર્યું હોય કે, "અહીં તો આપણને શીરો જોઈએ," તો કે શીરો આવે. ઘરે પત્ની બનાવે એ સ્વાદનો ભલેને ના હોય, પણ શીરો ચોક્કસ શીરો; નક્કી કર્યો હોય તો શીરો. એટલો સુંદર આ અદભુત જીવન, ક્યારેક એ બધી વાતો પણ કરીશું. તો હવે આપણે આમાં જ આગળ ભાગ રૂપે વધીએ છીએ, તો કીધું કે આવા બધા જ્ઞાન બહુ સુંદર રીતે થાય ત્યારે એ વ્યક્તિને પોતાને પૂર્ણત્વની ખાતરી અંદરથી થઈ જાય; એ દેહમાં હોય એ હાતીતો, મનમાં હોય મનાતીત, ગુણોમાં હોય રોતો દેખાય લોકોને પણ ગુણાતીત ભાવમાં હોય પણ ભાવાતીત એવા અવધૂતોને બધા અહીં હાજર છે.

તો આવી રીતના આમ જીવન યાત્રા... આપ સૌ અહીંયા આવ્યા, આટલો સમય તમારા જીવનમાંથી તમે આપ્યો, અહીંયા સાથે મળીને જે કંઈ બન્યું એ જ ન્યાય; એને એમ સમજણથી સ્વીકારીને જીવનમાં આપણે સૌ આગળ વધીએ. અહીં આપણો આટલો સત્સંગ પૂરો કરીએ, થેન્કયુ, આપ સૌનો ખૂબ-ખૂબ આભાર. એથી આગળનો બધો જ સમય તમારો છે; જે કંઈ કહેવું હોય એ કહો, જે કંઈ પૂછવું હોય એ પૂછો, જે કંઈ શેરિંગ કરવું હોય એ કરો. ક્લાસ કેવો રહ્યો, કેવો લાગ્યો, શું થયું? કેમ કે સવારથી હું તો આમ કરીને બેઠો છું બરાબર, હવે તમારો વારો છે, થેન્કયુ .

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.